Amavsya - 1 in Gujarati Philosophy by Dr Mahendra pawar books and stories PDF | અમાવસ્યા - 1

Featured Books
Categories
Share

અમાવસ્યા - 1

અમાવસ્યા


     કૃષ્ણ પક્ષની અંતિમ તિથિ એટલે અમાવસ્યા કહેવામાં આવે છે. અમાવસ્યાને જ્યોતિષશાસ્ત્ર મુજબ પિતૃઓનો દિવસ તરીકે ઓળખવામાં આવે છે. અમાસના દિવસે અશુભ માનવામાં આવે છે. તેના કારણો સાથે ઘણી તર્કવિતર્કની વાતો જોડાયેલી છે.

      આજે સૌ વાચક મિત્રોને અમાસના દિવસ વિશે જાણી અજાણી વાતો કહેવા માગુ છું. કેટલાક મારા જીવનના અનુભવો છે . આપ સૌને નમ્ર વિનંતી કે આ વાતને અંધશ્રદ્ધા ન જોડશો. હું કોઇ જ્યોતિષશાસ્ત્રી નથી પણ સંસ્કૃતનો આજીવન વિદ્યાર્થી છું. આ જગતમાં ઘણી બધી બાબતો છે જેનું પ્રમાણ આ જગતમાં નથી જેના કારણે અંધશ્રદ્ધા સાથે જોડી દેવામાં આવે છે. જેમ કે લોકો ભગવાનમાં માને છે પણ ભૂતમાં માનતા નથી. જેમ પ્રકાશની ઉપસ્થિતિ અંધકારના કારણે વધારે પ્રમાણભૂત માની શકાય છે. હવે મુળ વાત પર આપ સૌને લઇ જાઉં છું..

     સામાન્ય રીતે મોટાભાગે અમાસના દિવસે દરિયામાં ભરતી આવે છે. આ ઘટનાના લોકો મોટાભાગે લોકો વૈજ્ઞાનિક કારણો જણાવે છે. મારા મતે વૈજ્ઞાનિક કારણો હશે પણ દરિયાની ભરતી અને અમાસના દિવસના સાથે શું લેવા દેવા ?

       અમાસ સાથે લેવા દેવા છે , તેના ઘણાં કારણો હશે પણ અમાસના દિવસ સાથે મારા સાથે લેવા દેવા છે. હું અમાસના દિવસે કોઇ પણ શુભ કાર્ય કરતો નથી, કરવા જાઉં તો ઘણી અડચણો આવે છે. આ દિવસે મોટા ભાગે માથું ગરમ રહે છે સામાન્ય દિવસ કરતાં. નાની બાબતે પરિવાર સાથે કે અન્ય લોકો સાથે ઝગડો થવાની સંભાવના રહે છે. તમે પણ નોટિસ કરજો.

     કોઇ શુભ દિવસ હોય તો દસ અડવાયેલા કામ અડચણ વગર સરળતાથી થઇ જાય છે. જો દિવસ ખરાબ કામ હોય તો સરળ કામમાં પણ ઘણી મુશ્કેલીઓ આવે છે.આવો દિવસ હોય તો તે દિવસ અમાસ.


         ભૂતકાળમાં મરણ પામેલા કે થોડા સમયમાં અચાનક મૃત્યુ પામેલા લોકોની મરણ તિથિ જોશો તો મોટા ભાગે અમાસ હશે. હાર્ટ એટેક , અકસ્માત , સર્પદંશ , હોનારત વગેરે ઘટનાઓ અમાસના ચોઘડીયામાં બને છે. એટલે આ દિવસે હું લાંબી મુસાફરી , લોકો સાથે મગજમારી કરવાથી બચી ને રહું છું. 

તમે જોયું હશે કે લાંબા સમયથી બિમારીથી પિડાતી વ્યક્તિ હમેંશા પૂનમના ચોઘડીયામાં મરણ પામે છે. સમય હમેંશા સવાર પડવાના ચાર વાગ્યાથી નવ વાગ્યા સુધી વધારે લોકો મરણ પામે છે. જ્યારે અમાસના દિવસે મરણ પામનાર લોકો મોટા ભાગે આકસ્મિક મૃત્યુના ભોગ બનેલા જોવા મળશે. મનના રોગીને પૂનમ વધારે અસર કરે છે. તહેવારોની વાત કરીએ તો હોળીના દિવસે પૂનમ હોય છે તે દિવસના આસપાસ કોઇ ખરાબ ઘટનાઓ મોટાભાગે ઓછી બને છે. જ્યારે અમાસના દિવસે દિવાળીનો તહેવાર આવે છે. આ દિવાળીના ચોઘડીયાના એક બે દિવસોમાં ઘણી ખરાબ ઘટનાઓ બને છે.

     દિવાળીના દિવસે અર્થાત્ અમાસમાં તંત્રમંત્ર શક્તિ પણ વધારે કામ કરવા લાગે છે. કાળી ચૌદશમાં પૂજારી , ડાકણ , મૈલીવિદ્યા, અઘોરી વગેરે સ્મશાનનોમાં જઇ તંત્રમંત્ર વિદ્યા કરે છે. તો સવાલ થવો જોઈએ કે કાળી ચૌદશના દિવસે જ કેમ ?

      ચંન્દ્રગ્રહણ હમેંશા પૂનમના દિવસે જ થાય છે. જ્યારે સૂર્ય ગ્રહણ હમેંશા અમાસના દિવસે જ થાય છે. લોકોને ચંન્દ્ર ગ્રહણ આટલું પ્રભાવિત નથી કરતું તેટલું પ્રભાવિત કે નુકસાન સૂર્ય ગ્રહણ કરે છે. કારણ કે તે દિવસ અમાસ હોય છે.

              આપ સ્વંય એક સર્વે કરજો કે નજીકના દિવસોમાં આકસ્મિક મૃત્યુ પામેલા લોકો તિથિ તપાસ કરશો. કે કોઇ ઘટના બને છે તો તે દિવસ ક્યો છે. અન્ય દિવસ કરતાં ઝગડા કે મગજમાં ક્રોધ વધારે આવે છે તો મારો જવાબ હમેંશા અમાસ જ હશે. 

        હવે આપ સૌ વાચક મિત્રોને મારા જીવનના કેટલાક અનુભવો જણાવું છું. મારા માટે એક ખૂબ અગત્યનું કામ હતું બે દિવસ પહેલાં બધા જ લોકોનો પોઝીટીવ જવાબ હતો અને કામ પૂર્ણ થવાના દિવસે જ બધાના મન બદલાય ગયા અને કામ પૂર્ણ ન થયું. મારાથી એક ભૂલ થઇ હતી કે ઉતાવળમાં ક્યો દિવસ છે તે જોવાનું રહી ગયું હતું. કામ બગડી ગયું અને પથારી ફરી ગઇ પછી ક્યો દિવસ છે તે જોવાનો સમય મળ્યો તો , તો દિવસ જોતાં અમાસ હતી. મને જે વિષય આપનાર અને તે વિષય ભણાવનાર સાહેબ તે જ દિવસ ગૂજરી ગયા , એજ દિવસે મારા દિકરાને ખૂબ તાવ આવ્યો હતો. આવી ઘટનાઓ મારા જીવનમાં અમાસના દિવસે અનેકવાર થઇ ગઇ છે.

       મારા પિતાજીને લકવો થયો હતો , ત્રણ વર્ષ જેમ તેમ કાઢ્યા હતા અને થોડો સમય પથારીવશ રહ્યા હતા.પછી દિવસે દિવસે તબિયત ખરાબ થઇ રહી હતી. પછી મને પણ ધીમે ધીમે ખબર પડવા લાગી હતી કે હવે પિતાજી વધારે દિવસ જીવશે નહીં. પછી મારા મમ્મી કીધું હતું કે આવાનાર પૂનમના દિવસો કાઢવા બહું અઘરું પડશે.અને પિતાજીનું મરણ પૂનમના દિવસે થયું હતું. તે દિવસે નોકરી પર હતો અને ઘરેથી ફોન આવ્યો કે પિતાજી ગૂજરી ગયા છે.

      એક મારા જીવન સાથે સંકળાયેલી બીજી ઘટના છે. મારા પત્નીના મામાને દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા. તે દિવસે અમે પતિ-પત્ની સાથે બેઠા હતા અને મૈં કહ્યું હતું. જો ખોટું ના લગડો તો એક ખરાબ વાત કહું છું. કે આ બે દિવસમાં મામાનું મરણ થઇ જશે. હકીકતમાં બન્યું પણ ખરું હતું.

        મારો બહું નજીકનો મિત્ર છે તેના જીવનમાં હમેંશા ઝગડા ચાલતા રહે છે. મારા ધ્યાનમાં આવે કે નજીકના દિવસોમાં અમાસ આવે છે કે હું હમેંશા તેમને ચેતવણી આપું છું. અમાસ નજીક આવે છે કોઇ એવી હરકત ના કરતો ઝગડા થાય. જો ઝગડો થાય ચૂપચાપ રહેજે. ક્યાં સામેથી તેમનો ફોન આવે છે કે આજે બહું ઝગડો થયો છે , તો હું કહું કે દિવસ જો. 

          મોટાભાગે જો ગઇકાલે ઝગડો થયો હોય તો ગઇકાલની અમાસ હતી. હજી ઝગડો ચાલુ છે તો આજે અમાસ છે. 

                (  હજી વધારે જાણવું હોય તો જરૂર પ્રતિભાવ આપશો ) ( ક્રમશ: )