: પ્રકરણ - 11 :
મેં અનન્યાના સાથેના સબંધમાં હતાશ ચિત્ત આત્મ હત્યા કરવાનો વિચાર મારા દિમાગમાં આણ્યો હતો. આ વાત યાદ કરીને મને મારી જાત પર બહું ગુસ્સો આવતો હતો. મારી પાસે તો પિતાજી, મા, બહેન, નાની માં બધા જ હતા. આ સ્થિતિમાં ..મારે આત્મહત્યા કરવાની શી જરૂર હતી? જો મેં આવું પગલું ભર્યું હોત તો એ લોકોનુ શું થાત?
મારા દિમાગમાં અનેક સવાલ ઊઠ્યા હતા.
તેમણે બિચારાઓએ મારૂં શું બગાડ્યું હતું? એક ને કારણે બીજાને સજા આપવાનો મને શું અધિકાર હતો? તેઓ બધા મારા પ્રત્યે અપાર લાગણી ધરાવતા હતાં..
હું ઝેરની શીશી મોઢે સુધી લઈ પણ ગયો હતો.. આખરી ક્ષણે ભગવાને મને મોટા પાપમાંથી ઉગારી લીધો હતો. આ બદલ મેં તેનો અંતઃકરણ પૂર્વક પાડ માન્યો હતો.
સ્કૂલના થોડા જ દિવસો બચ્યા હતાં.
માધ્યમિક શિક્ષણનો દોર પૂરો થવાને માંડ એક મહિનો બચ્યો હતો. તે વખતે મને એક મિત્રની બહેન પ્રત્યે આકર્ષણ જાગ્યુ હતું. તેની હેર સ્ટાઇલ અભિનેત્રી સાધના જેવી હતી. રંગે રૂપે પણ માનો તેની હમ શકલ હતી. તેની સગાઈ થઈ ગઈ હતી. હું તેની સાથે વાત પણ કરી શક્યો નહોતો. ખાલી તેને જોઈને સંતોષ માણ્યો હતો.
વિદાય સમારોહમાં તેણે બીજાની જેમ તેણે મને પણ નાસ્તાની ડિશ આપી હતી.. મારા ખાતામાં બસ આટલી જ વાત જમા હતી. તે દિવસોમાં મેં એક ફિલ્મ જોઈ હતી..' મેરે મહેબૂબ ' તેની હિરોઈન સાધના હતી.. મને તેમાં એ દોસ્તની બહેનની પ્રતિકૃતિ દેખાઈ હતી. મેઁ આ વાત મારા પરમ મિત્ર કહેવાતા શ્યામ ને કહી હતી. પ્રેમ તેનો વિષય નહોતો..
તેણે મારી વાતને ફિલ્મો જોવાની આદત જોડે સાંકળી લીધી હતી અને તે ખોટું છે તેવું કહી મને જવાબદાર લેખ્યો હતો. અને મને ફિલ્મ જોવાની મના ફરમાવી હતી. તેને બ્રહ્મ વાક્ય માની મેં ફિલ્મ જોવાનું બંધ કરી દીધું હતું. મેં ત્રણ મહિના આ પ્રતિબંધનું પાલન કર્યું હતું.. પણ પછી ફિલ્મો જોવાનું શરૂ કરી દીધું હતું.
શ્યામ અમારા ક્લાસનો હોશિયાર છોકરો હતો.. પણ તેનો બીજો નંબર હતો. પહેલે નંબરે એક અન્ય છોકરો હતો જેને કોઈ શારીરિક ખોડ હતી. તેને જોઈને શ્યામને બહું જલન થતી હતી.. તેણે પહેલો નંબર મેળવવા માટે ખૂબ ઉધામા કર્યા હતાં.
બીજી તરફ તેના કાકા કાકીને શ્યામનું ભણતર ખૂંચતું હતું. તેને આગળ વધતો રોકવા માટે તેમણે ગંદા રાજ કારણનો આશરો લઈ તેની ઝળહળતી કારકિર્દી નો ભોગ લીધો હતો. આ સ્થિતિમાં તેનો દોસ્તો પ્રત્યેનો વિશ્વાસ પણ ડગમગી ગયો હતો.
તેની માનસિક હાલત બહું જ ખરાબ થઈ ગઈ હતી.. તેના વર્તને બધા જ દોસ્તોને ખોઈ બેસવાનો વારો આવ્યો હતો. તેને શકની ચેપી બીમારી લાગુ પડી ગઈ હતી. આ સ્થિતિમાં તે ઘરમાં બહું ધાંધલ, ધમાલ કરતો હતો.. ગુસ્સામાં આવીને માત પિતા પર પણ હાથ ઉપાડતો હતો.
મેં તેને કપરીથી કપરી પરિસ્થિતિમાં બહાર લાવવાની, તેને સાચવવા માટે ખૂબ જ મથામણ કરી હતી. મારો ઘણો સમય આપ્યો હતો.. તેની સાથે ને સાથે રહ્યો હતો. છતાં તેણે મારી વફાદારી પર શક કર્યો હતો .. અને મેં ના છૂટકે તેની સાથે છેડો ફાડી નાખ્યો હતો.. છતાં તે મારો કેડો મુકતો નહોતો. તે મારી શોધ કરતો હર કોઈ ઓફિસમાં પહોંચી જતો હતો.
મારા લગ્ન પછી પણ તેની આદત બદલાઈ નહોતી.. આ વાત હું કેમેય સાંખી શક્તો નહોતો. અને મેં તેને અપમાનિત કરી મોઢા પર જ કહી દીધું હતું :
" જ્યાં સુધી તને મારી નિર્દોષતા ના સમજાય ત્યાં સુધી તારું ડાચું નહીં બતાવતો. "
મેં કદી સપનામાં પણ તેનું બૂરું ચાહ્યું નહોતું. છતાં તેણે મારી વફાદારીને લલકારી હતી.
હું અમારી હર પેઢીમાં પહેલો છોકરો હતો જે એસ એસ સી માં પાસ થયો હતો. તે બદલ મારા માતા પિતા બેહદ ખુશ થયા હતાં. પિતાજીએ મને રિસ્ટ વોચ ભેટ આપી હતી.
એટલું જ નહીં પણ મારું કોલેજમાં આસાનીથી એડમિશન પણ થઈ ગયું હતું . જેને માટે મારી સગી માં ના મમેરા ભાઈએ અહમ ભૂમિકા નિભાવી હતી.
તે વ્યકિતને મેં વર્ષો બાદ એસ એસ સી ની પરીક્ષામાં સુપરવાઇઝર તરીકે નિહાળ્યા હતાં..
અને મેં પિતાજીને આ વાત કરી હતી.. ત્યારે તેમણે મને માહિતી આપી હતી.
" બેટા આ તો તારી માના સગા મામા નો છોકરો છે. "
તેમને મળી ને મને ઘણો આનંદ થયો હતો.
તેમને કારણે મારું એડમિશન નિર્વિઘ્ન પતી ગયું હતું.
અને હું કોલેજ માં જવા લાગ્યો હતો
મારે માટે આ બિલ્કુલ નવું વાતાવરણ હતું. અહીં છોકરા છોકરી સાથે બેસીને ભણતા હતાં.
0000000000
મારી બાજુના બિલ્ડિંગ માં મનિષ નામનો છોકરો રહેતો હતો. તેણે પણ મારી કોલેજ માં એડમિશન લીધું હતું. તે મારા જ ક્લાસ માં હતો.. અમારી નજીવી ઓળખાણ ગાઢ દોસ્તી મેં પલોટાઇ હતી.
તેની સાથે ચાર પાંચ મિત્રો અમારા ગ્રુપમાં શામેલ થઈ ગયા હતાં.
અમારી અંગ્રેજી ની પ્રોફેસર અંજના તવકકલી બહું જ સુંદર હતી.. તે એક ફિલ્મી પરિવાર સાથે સંમિલિત હતી. તેના પતિ નું નામ મોતી સાગર હતું. જેમણે ' છોટી છોટી બાતે ' સહિત બે ત્રણ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેના કાકા મોતી લાલ પણ ફિલ્મ ઉદ્યોગના સફળ ચરિત્ર અભિનેતા હતાં.
અંજના મેડમની દીકરી પ્રીતિ સાગરે પણ પ્લે બેક સિંગર તરીકે ફિલ્મ ' જુલી ' માં એક અંગ્રેજી ગીત ગાયું હતું.
00000000000
કોલેજ માં દાખલ થતાં જ મારી જીવન સાથીની ખ્વાહિશ ને પાંખો ફૂટી નીકળી હતી.
સૌથી પહેલી એક છોકરી મારી નજરમાં વસી ગઈ હતી. તે રંગે રૂપે વહીદા રહેમાન જેવી લાગતી હતી. મને તેના પ્રત્યે આકર્ષણ જાગ્યું હતું.
તે હંમેશા એક છોકરા સાથે જોવા મળતી હતી.. તેના વિશે તેના જ બિલ્ડિંગમાં રહેતા એક મારા મિત્રે માહિતી આપી હતી. તે બંન્નેની સગાઈ થઈ ગઈ હતી. ટૂંક સમયમાં બંનેના લગ્ન થવાના હતાં. આથી આ રસ્તે 'નો એન્ટ્રી ' નું બોર્ડ જોઈ મારી પાસે પીછે હટ કરવી સિવાય કોઈ અન્ય વિકલ્પ નહોતો.
છોકરો કોલેજ એસોસિએશનનો અધ્યક્ષ હતો. જેનું થોડા જ દિવસમાં સ્કૂટર અકસ્માતમાં નિધન થયું હતું. તેને માટે કોલેજના હોલમાં શોક સભારંભ યોજવામાં આવ્યો હતો. તે વખતે જાણે કોઈ મારું પોતાનું અંગત કોઈ મરી ગયું હોય તેવો મને એહસાસ થયો હતો. મારી હાલત જોઈ મારા મિત્રો પણ ડઘાઈ ગયા હતાં.
મરનાર મારો કોઈ નહોતો. છતાં મારું સંવેદનશીલ માનસ તેના મોત માટે મને જવાબદાર લેખતું હતું.
મેં અરુણા ને પામવાનો ખ્યાલ અજાણ પણે સેવ્યો હતો. તે બદલ ભગવાને તેને મારી પાસે બોલાવી લીધો હતો. એવી વાત મારા મનમાં પેસી ગઈ હતી.
હું આટલી હદ સુધી સંવેદનશીલ હતો.. સંસારના દરેક અનર્થ માટે મારી જાત ને દોષિત ગણવાની જાણે મને આદત પડી ગઈ હતી.
ત્યાર પછી મારા દિલે એક અન્ય છોકરીના દરવાજા ખખડાવ્યા હતાં. મારો રોલ નંબર 27 હતો અને તેનો 28. તેનું નામ સુનિતા હતું. તેની અટક પણ દેસાઈ હતી.. બહું જ સુંદર કોમ્બિનેશન હતું. પણ વાત આગળ વધી નહોતી. તેને માટે મારો શરમાળ સ્વભાવ જ કારણ ભૂત બન્યો હતો.
મને અહીં મોકો હતો. પણ મારામાં આગળ વધવાની શક્તિતો શું પણ એવો વિચાર પણ આવ્યો નહોતો. તેથી હું રહી ગયો હતો.
તે મારી પાછલી બેંચ પર જ બેસતી હતી.
વાતચીતનો પ્રારંભ કરવાની પૂર્ણ તક હતી. આગળ વધવાનો મોકો સામે હતો પણ અફસોસ હું કાંઈ જ કરી શક્યો હતો.
કોલેજ છૂટ્યા બાદ અમેં એક જ રસ્તે અમુક અંતર સુધી આગળ પાછળ રહેતા હતાં. પણ બેમાંથી કોઈએ વાત કરવાની પહેલ નહોતી કરી.
બસ પરીક્ષા ટાણે મેં તેને પેપર લખવામાં મદદ કરી હતી.
મારા નસીબમાં તેનો આટલો જ સાથ હતો.
તે સિવાય એક અન્ય છોકરી પ્રિયંકા હતી.. જે મારી સાથે વાત કરતી હતી. મને સન્માનતી હતી.. મારી સ્કોલરમાં ગણતરી કરતી હતી.
000000000 ( ક્રમશ : )