: પ્રકરણ - 18 :
મેં ગરિમાને મારા દીકરાની કથની સુણાવી હતી. તે તરત જ પ્રકાશને પોતાની સંસ્થામાં રાખવા તૈયાર થઇ હતી.
તે શરૂઆતથી નકારાત્મક વલણ ધરાવતો હતો. તેને માટે કૌટુંબિક વાતાવરણ જવાબદાર હતું. તે ભણ્યો હતો. બી કોમ પાસ થયો હતો.c સી.એ. કરવા માંગતો હતો, છતાં તે નકારાત્મક વાતાવરણથી બહાર આવી શક્યો નહોતો. અને પોતાના હાથે જ પોતાના પગ પર કુહાડી મારી હતી! અને તેની કિંમત કેવળ તેને જ નહીં પણ બધાને જિંદગી ભર ચૂકવવી પડી હતી.
તેને હર કોઈ ચીજમાં ગંદકી દિસતી હતી.. વાસ આવતી હતી. વાતવાતમાં તે હાથ ધોતો હતો.. વારંવાર સાબુથી મોઢું ધોતો હતો.. એટલું જ નહીં પણ અમને પણ હાથ ધોવાની ફરજ પાડતો હતો. તેને માટે ઘાંટાઘાટ કરતો હતો..
છેલ્લા ત્રીસ વર્ષથી તે બધા હથિયાર મૂકીને બેસી ગયો હતો. અને બિલ્કુલ નક્કામો થઈ ગયો હતો.
" આળસુ માણસ એટલે શેતાનનું ઘર! " આ કહેતી તેણે સાચી ઠેરવી હતી.
ડોક્ટરની વાતો સુણી તે સાવ પાણીમાં બેસી ગયો હતો. તેનું દિમાગ બિલ્કુલ ઠીક હતું.. તેની યાદ શક્તિ પણ અત્યંત તેજ હતી.. તે ભણવામાં પણ ઘણો હોશિયાર હતો. ક્રિકેટ ભલે તે જોઈ શકતો નહોતો. પણ તે અવાજ સાંભળીને મજા માણતો હતો. બધા આંકડા તેના દિમાગી કમ્પ્યુટર માં સેવ થઈ ગયા હતા. બધા વિક્રમ તેને મોઢે થઈ ગયા હતા. તે ઉપરાંત તેને ફિલ્મના ગીતો સાંભળવાનો તેમ જ ગણગણવાનો ભારે શોખ હતો. તે બધા ગીતો યાદ રાખી શક્તો હતો. ટેલિફોન તેમ જ કોઈના મોબાઇલ નંબર પણ ભૂલતો નહોતો. છતાં તે પોતાની નકારાત્મક વિચાર ધારામાં પોતાની દિશા ભૂલી ગયો હતો. નકારાત્મક દુકાનને કારણે તે શારીરિક રીતે જ નહીં પણ માનસિક રીતે પણ અપંગ થઈ ગયો હતો.
મેં તેને અલગ અલગ રીતે ખૂબ જ સમજાવવાની ઘણી જ કોશિશ કરી હતી. પણ તેણે પોતાને ક્યારેય નકારાત્મક વિચારોની કેદમાંથી મુક્ત કરવાની કોઈ કોશિશ કરી નહોતી. મારા પિતાજી તેમ જ સુજાતા નકારાત્મક વિચારોના શિકાર બની ગયા હતા. તેની સીધી જ અસર પ્રકાશ પર પડી હતી. તે ભણેલ ગણેલ હતો પણ તે પોતાની નકારાત્મક વિચાર ધારાને, નબળાઈ ને સમજવા, સુધારવા તૈયાર નહોતો..
H હંમેશા પોતાની તંગડી ઊંચી રાખતો હતો ..અને બધું કાંઈ જાણતો હોવાનો દાવો કરતો હતો. અમારી કોઈ જ વાત સ્વીકારતો નહોતો. તેનું ગુમાન તેનું બીજું દુશ્મન ગઈ ગયું હતું. મેં ત્યારે તેને દુનિયાનું મોટું સત્ય સમજાવવાની કોશિશ કરી હતી.
" our life is what our thoughts make it "
" આપણી વિચાર ધારા જ આપણું ઘડતર કરે છે અને તે જ આપણને બરબાદ કરે છે! "
એક સહુથી સરળ અને સીધી વાત મેં તેને ઉદાહરણ આપીને સમજાવવાની કોશિશ કરી હતી.
બે છોકરાઓએ બારીની બહાર જોયું.
એકે ફૂલ જોયા, બીજાએ કાદવ જોયો .
આ કોની ભૂલ કહેવાય? પ્રકાશ પોતાની જ દુનિયામાં વિહરતો હતો. કોઈનું સાંભળતો નહોતો.. કોઈની વાત માનતો નહોતો. છતાં ગરિમા એ મને આશ્વસ્ત કર્યો હતો. મને ઉમ્મીદ બંધાવી હતી. અને મેં તેને ગરિમા દ્વારા સંચાલિત બ્લાઇન્ડ સ્કૂલમાં ભરતી કર્યો હતો.
પ્રકાશ ત્યાં રોશનીને મળ્યો હતો. તેને જોઈ તેના પ્રત્યે સહાનુભૂતિ ઉભરાઈ આવી હતી. તે પ્રકાશનું ખૂબ દયાન રાખતી હતી.. તે જોઈ ગરિમાના હદયમાં એક નવલો વિચાર જન્મ્યો હતો. પ્રકાશ ત્રીસ વર્ષથી નકામો બેઠો હતો.. તેની માઠી અસર તેના દિમાગ પર પડી હતી.. તેણે પોતે જ લગ્ન કરવાની ના પાડી હતી.. તે વૈવાહિક સુખથી વંચિત રહી ગયો હતો. તેની અવળી અસર તેના પર પડી હતી.. તે ચિઢીયા સ્વભાવનો થઈ ગયો હતો.. વાતવાતમાં ગુસ્સો કરતો હતો, બરાડા પાડતો હતો.. મા ને ગાળો આપતો હતો..
તેણે જિંદગીમાં સહુથી મોટી ભૂલ કરી હતી.. તેણે પોતાનો અંધાપો લોકોથી છુપાવ્યો હતો.તેણે કોઈ ને જણાવા નહોતું દીધું કે તે જોઈ શક્તો નથી.
મેં તેને બ્લાઇન્ડ ઇન્સ્ટિટ્યૂટમાં ભરતી કર્યો હતો. ત્યાં એક જ પ્રાર્થના ગવાતી હતી.
" ઇતની શક્તિ હમે દેના દાતા
મન કા વિશ્વાસ કમજોર હોના
હમ ચલે નેક રસ્તે પર
ભૂલ સે ભી કોઈ ભૂલ હોના
મને વર્ષો બાદ આ પ્રાર્થના અક્ષરસ યાદ આવતી હતી. હું તે રોજ ગાતો હતો. પણ તેણે કદી આ પ્રાર્થનાનો આશરો લીધો નહોતો.
ત્યાં એક બીજી વાત શીખવવામાં આવતી હતી.
" તમારી નબળાઈ લોકોને જાણવા દો.."
પણ પ્રકાશ અંધ હતો તે વાત બધાથી છુપાવતો હતો. આથી તેને જ નુકસાન થયું હતું.
0000000000
હું ખુદ પણ એક લેખક હતો. મેં લગ્ન બાદ લખવાનુ શરૂ કર્યું હતું. ત્યારે મારા મિત્ર મનિષના અનુભવને મેં પહેલી વાર વાર્તા ' ઘરેણું ' માં ઉતાર્યો હતો.
મનિષ લોકલ ટ્રેનમાં બારી પાસે બેસીને યાત્રા કરી રહ્યો હતો. ત્યારે કોઈએ તેની ઘડિયાળ ખેંચી લીધી હતી.
અને મેં ' ઘરેણું ' વાર્તાનું સર્જન કર્યું હતું.
મેં વાર્તામા થોડો ફેરફાર કર્યો હતો. મિત્રની જગ્યાએ એક સ્કૂલ ગર્લની ઘડિયાળ ખેંચાઈ ગઈ હતી..એવું લખ્યું હતું.
એક ચૌદ પંદર વર્ષની છોકરી એ જ રીતે બારી પાસે બેઠી હતી. અને તેની ઘડિયાળ ખેંચાઈ ગઈ હતી.
આ વાર્તા તો એક મિત્ર ને કારણે બે દિવસમાં છપાઈ ગઈ પણ હતી. આ એક નવું સામાયિક હતું. અને આ તેનો પહેલો જ ઇસ્યુ હતો.
મારી વાર્તા છપાવાથી જાણે હું પરીક્ષામાં પાસ થયો હોઉં, મારા ઘરમાં બાળકનો જન્મ થયો હોય તેવો આનંદ મારે હૈયે વસ્યો હતો.
હું રાતોરાત જાણે અમીર બની ગયો હતો. હજી આ આનંદ ઠંડો ના પડે ત્યાં બીજે દિવસે મારી વાર્તા ' શયદા પાછી આવી ' વાર્તા અમદાવાદથી પ્રકાશિત થતાં ' સ્ત્રી ' સાપ્તાહિકમાં છપાઈ હતી. તે જોઈ મારો આનંદ બેવડાયો હતો.
' ઘરેણું ' વાર્તામાં છોકરીના પિતાએ પોતાની દીકરીને જન્મ દિવસે ઘડિયાળની ભેટ આપી હતી. જે પહેરીને તે બીજે દિવસે શાળાના વાર્ષિક કાર્યક્રમમાં હાજર થઈ હતી.. તે પોતાની ચિત્ર વિચિત્ર હરકતોથી પોતાની સખીઓનું દયાન તેની ઘડિયાળ તરફ ખેંચવા સફળ થઈ હતી. અને પાછા ફરતા તેની ઘડિયાળ ખેંચાઈ ગઈ હતી.
તે રડમસ હાલતમાં સ્ટેશન પર ઊતરી હતી અને ટિકિટ બારી પાસે જઈને ઊભી રહી ગઈ હતી.
શું કરવું? તેની સુઝ નહોતી પડી રહી નહોતી.
ત્યારે એક 50 વર્ષીય સજ્જને તેની સામે ઉભા રહીને સવાલ કર્યો હતો.
" શું થયું બેટી? "
છોકરી તેની વાતોમાં આવી ગઈ હતી . અને સારી વાત કહી દીધી હતી.
તે સાંભળીને તે સજ્જને બાંયધરી આપી હતી.
" બેટી! તું ફિકર ના કર. મારી પોતાની ઘડિયાળની દુકાન છે, તું મારી સાથે ચાલ ઘરમાં પણ સ્ટોક છે. હું તને તારી જ બ્રાન્ડની ઘડિયાળ આપીશ. અને તું તારા મા બાપના ગુસ્સાથી બચી જઈશ. "
અને છોકરી તેમની વાતોથી ભોળવાઈ જઈ તે સજ્જન જોડે ચાલવા માંડી હતી .. ઘરે પહોંચી તેને ઘડિયાળતો ન મળી પણ તેનું મોંઘુ ઘરેણું ખોઈ બેઠી હતી. તે પોતાની ઈજ્જત ખોઈ બેઠી હતી.
0000000000
ત્યાર બાદ હું મારી વાર્તાના પુસ્તક માટે અમદાવાદ જઈ રહ્યો હતો. તે વખતે મને મિયા ગામ સ્ટેશને નવું પાત્ર જડી ગયું હતું.. તે પણ એક 16-17 વર્ષની છોકરી હતી જે મુસાફરોને પાણી પીવડાવી એક ગ્લાસના પાંચ પૈસા રળી લેતી હતી.. તેના જેવી બીજી બે ચાર છોકરી પણ આવું કામ કરતી હતી.
એ છોકરીની ખુદદારી મને સ્પર્શી ગઈ હતી.. એક ખડુસ પેસેન્જરે ત્રણ ગ્લાસ પાણી પીને પાંચ પૈસા આપ્યા હતા. અને તેણે લેવાની ના પાડી હતી.. ગાડી ચાલુ થઈ ગઈ હતી. અને તેણે પાંચ પૈસાનો સિક્કો પ્લેટફોર્મ પર ફેંક્યો હતો જે તે ખુદ્દાર છોકરીએ લીધો નહોતો અને ભિખારીનો છોકરો લઈને ભાગી ગયો હતો.
ત્યારે હું તે પેસેન્જરની સામે બેઠો હતો. મેં તેની નાલાયકી સગી આંખે નિહાળી હતી.. અને મને ગુસ્સો પણ હતો.. પણ હું ચૂપ રહ્યો હતો. પરાઈ આગમાં પડવાથી શું થાય છે તેના મને અનુભવો ને યાદ કરી મૂંગો મંતર બની ગયો હતો.
0000000000 ( ક્રમશ : )