Chuupayela Mohra in Gujarati Fiction Stories by yeash shah books and stories PDF | છુપાયેલા મહોરા ભાગ:૧૦

Featured Books
Categories
Share

છુપાયેલા મહોરા ભાગ:૧૦

(જામનગર, એક પ્રાઇવેટ હોટલ ના ટેરેસ પર ...)
વિવેક પાલખીવાળા : અરે....આવો આવો... સર્વસ્વદાસ પટેલ શેઠ... આવો..

પટેલ શેઠ : આ પેનડ્રાઈવ અને આ ફોટોગ્રાફ મોકલવાનું કારણ .... ?

વિવેક : તમારી પ્રતિષ્ઠા અને આબરૂ ની ચિંતા...

પટેલ શેઠ : તારા જેવો નીચ વ્યક્તિ મારી આબરૂ ની ચિંતા કરશે...? તારા બેકગ્રાઉન્ડ ની તપાસ કરાવી છે મેં.... તું એક પ્રોફેશનલ બ્લેકમેલર છે ને...?

વિવેક : અરે વાહ, મને પ્રોફેશનલ બ્લેકમેલર કહી ને મને ખૂબ ઈજ્જત આપી તમે.... આજ સુધી લોકોએ મને... (ગાળ),(ગાળ) અને ( ગાળ) .. કહી ને બોલાવ્યો છે... તમે મારી ઇજ્જત કરી.. એટલે હું પણ તમારી ઇજ્જત રાખીશ... આ ફોટા તેમ જ પેનડ્રાઈવ શેઠ વિલાસચંદ્ર અને સીમા સુધી નહી પહોંચે.. અને વચન આપું છું કે મોહના... મયંક ના જીવન માંથી નીકળી જશે... બસ તમે મને ૧૦૦ કરોડ આપી દો ...

પટેલ શેઠ : ૧૦૦ કરોડ... બસ.. મને ખબર ન હતી કે તું આટલો સસ્તો ખેલાડી છે.. હું તને જે કહું એ કરીશ તો ૧૦૦ નહી , પૂરા ૫૦૦ કરોડ મળશે.. બોલ મારું કામ કરીશ?..

વિવેક : ૫૦૦ કરોડ..!! કેમ નહી.. આટલા પૈસા માટે હું કાઈ પણ કરીશ...

પટેલ શેઠ : બસ તો મોહના ને લઈ ને ૩ દિવસ માં અમેરિકા નીકળી જા... ત્યાં મારી એક  મોટેલ છે.. જે જેમ્સ કોલિન્સ નામનો માણસ ચલાવે છે... એને મળ.. એ તને આગળ ની વાત સમજાવશે... આ પેનડ્રાઈવ માં જેમ્સ કોલિન્સ ની ડિટેલ્સ છે.. અને તારા ૧૦૦ કરોડ એડવાન્સ તારા ખાતા માં આવી જશે... મને જસ્ટ થોડો સમય આપ..

વિવેક : વાહ.. શેઠ...( પેન ડ્રાઇવ લે છે..) તમારી સાથે કામ કરવાની મજા આવશે...

પટેલ શેઠ: જો મને છેતરવા નો પ્રયત્ન કરીશ તો ગમે ત્યાંથી તને પકડી ને એવા કાંડ માં ફસાઈશ કે બધી ચાલાકી ભૂલી જઈશ... યાદ રાખ.... 

વિવેક : સાહેબ... ૫૦૦ કરોડ નો સવાલ  છે.. પૂરી મહેનત થી કામ થશે..

પટેલ શેઠ : મોહના... મયંક ના જીવન માંથી નીકળી જવી જોઈએ... ૨ દિવસ આપું છું તને.. બે દિવસ માં આ કામ થશે તો આ પેનડ્રાઈવ નો પાસવર્ડ અને અમેરિકા જવાની ટિકિટ તને મળશે... અને જો બે દિવસ માં આ કામ ન થયું.... તો ..

વિવેક : બહુ વર્ષો પછી વિવેક પાલખીવાળા ને કોઈ માથા ભારે માણસ મળ્યો છે... સાલુ કોઈ ચાલાકી ની જગ્યા જ નથી..

પટેલ શેઠ: આ જીવન પહેલવાન છે...આ તારી સાથે રહેશે... બધા જ પુરાવા જે તારી પાસે કોઈ પણ ઠેકાણે પડ્યા હોય.. આને આપવાના સમજ્યો.. ( જીવન પહેલવાન પ્રવેશ કરે છે..)

વિવેક પાલખીવાળા: ૬ ફૂટ નો પહેલવાન!

પટેલ શેઠ : આ તારી ગરદન મરોડવા માં એક સેકેન્ડ નહી લગાડે સમજ્યો... ચલ જા... મારી સાથે વાત તને જીવન જ કરાવશે...

વિવેક : જલ્દી મળીશું શેઠ...

( સર્વસ્વ દાસ ત્યાંથી નીકળી ને ગાડી માં બેસે છે... દિલ્હી મંત્રાલય માં ફોન કરે છે... મંત્રીઓ સાથે વાત કરે છે.. વિવેક ના ખાતા માં ૧૦૦ કરોડ જમા કરાવે છે....)

********

(સર્વસ્વદાસ પટેલ નો બંગલો " મેધા", જામનગર..)

( રાહુલ રાઠોડ,મલ્લિકા રાણા, ઇસ્પેક્ટર વાઘેલા અને વિનુ બંગલા માં પ્રવેશ કરે છે
.. ઇસ્પેક્ટર વાઘેલા વોચમેન સાથે વાત કરે છે... વોચમેન ઇન્ટરકોમ ની લાઇન જોડે છે... થોડી વાર માં એક વ્યક્તિ ગેટ તરફ આવે છે..)

મારૂં પહેલવાન : નમસ્કાર, સાહેબ આવો,.. પટેલ શેઠ તમારી ગાર્ડનમાં વાટ જુવે છે...
( બધા ને મારૂં પહેલવાન... અંદર લઈ જાય છે...)

પટેલ શેઠ : આવો.. આવો.. રાઠોડ સાહેબ.. સ્વાગત છે તમારું... 

રાઠોડ : સર્વસ્વદાસ પટેલ શેઠ, બહુ જ નામ સાંભળ્યું છે તમારું... બન્ને રીતે... શાંતિલાલ તમારા માટે....

પટેલ શેઠ : (હાથ ઉપર કરીને) : શાંતિલાલ મારો જ માણસ હતો... મારો દીકરો મયંક કોઈ મોટા બ્લેકમેઇલિંગ રેકેટ માં ફસાયો છે... એને ભાન નથી... આ ઉમર માં એણે ફક્ત પૈસા અને બે પગ વચ્ચે ની જગ્યા જ સમજાય છે... 
મોહના નામની એક છોકરી... આ મોટા રેકેટ નું એક મ્હોરું છે.. એની એને સમજ નથી.. હું મારા દીકરા ને ફ્કત બચાવવા માંગુ છું સાહેબ.. પણ એની જીદ એટલી છે કે એની મા સિવાય એ કોઈ નું સાંભળવા તૈયાર નથી... 

રાઠોડ : તો તમે .. સાજી, અને રાઘવદાસ ને ઓળખતા નથી? અને રાજવી તેમ જ સાવિ ની મૃત્યુ સાથે તમારી કોઈ લિંક નથી? તથા શાંતિ લાલ ના મૃત્યુ પાછળ તમારો કોઈ હાથ નથી?

પટેલ શેઠ: સાહેબ.. આ આબરૂ અને રૂઆબ આમ જ નથી આવતા.... મેં હમેશા સાચું અને સારું કામ કર્યું છે... હા ખોટાં માણસો માટે હું ભયાનક છું.. પણ ગરીબો, બાળકો અને સ્ત્રીઓ ને હું અડતો પણ નથી... અને નડતો પણ નથી...  તેમ જ  જે મારા માટે કામ કરે છે.. એને મારા તરફ થી કોઈ પણ ભય નથી..

રાઠોડ : તમારો આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ અદ્ભુત છે... તમારા અવાજ માં સચ્ચાઈ નો રણકો છે.. તમને મળી ને આનંદ થયો.. પણ તમારી પાસે અમે યોગ્ય સહકાર ની અપેક્ષા રાખીએ છીએ....

પટેલ શેઠ : સાહેબ... તમને મારી પાસેથી પૂરો સાથ સહકાર મળશે.. ચા... નાસ્તો કરી ને જજો..

( રાઠોડ અને એમની ટીમ ચા નાસ્તો કરી ને જાય છે..)