*પૃથા*
Chapter -5
પ્રકરણ,-5, અનુમતિ
➖➖➖➖➖
આગલા દિવસે બનેલી
જાંબુ તોડવાની બાબતે થયેલ માથાકૂટની ઘટનાની વાત પરથી પૃથાને યાદ આવ્યું આજે પેલી ટેકરી પર જાંબુ તોડવા જવાનું છે ;પણ મેં હજુ ઘરનાની અનુમતિ લીધી નથી સાંજ પડવા આવી હતી 6 વાગતા હતા, ચોમાસાની નાની નાની ઋ જેવી વાદળીઓ લાટાર મારતી હતી એમાંથી સૂર્યનો તીખો તડકો આવીને વધુ દઝાડતો હતો,
પણ એનાં લીધે વાતાવરણ ખુશનુમા બન્યું હતું લાગતુ હતુ જરાક છાંટા પણ પડશે... ખરેખર ઝરમર ચાલુ થઈ, સંધ્યા ખીલી.... જે ટેકરીએ જવાનું હતુ ત્યાં સૂરજ સંતાવા ઉપડ્યો હતો (એ જોઈ પૃથા વિચારવા લાગી આં માથાકૂટમાં જઃ ક્યાંક રાત નો પડી જાય )
પૃથાના પપ્પા અને કાકાનો હોસ્પીટલથી ઘરે આવવાનો સમય થઈ ગયો હતો. એટલે તેં ડાહી ડમરી થઈ શાળાનું ગૃહકાર્ય કરવા ઘરના બારણે જ બેસી ગઈ કારણ કાકા અને પપ્પા એને ડાહી થઇ ભણતી જોઈ ખુશ થશે અને વળી એને આવતા જતા લોકો પર નજર નાખવી તેને બહુ ગમતી.
પૃથાએ લખતા લખતા કાકી ને બૂમ પડી પૂછ્યું -" એ હું બધી બેનપણીઓ જોડે ઓલી ખેતર પાસેની ટેકરી પર જાંબુ લેવા જાઉં? કોઈક દિવસ તૉ જવા દો બધી વાતે સીધી ના જ પાડી દેવાની કોઈકવાર તોં પહેલીવારે હા પાડો નેં
કાકી મમ્મી -"એ ના ઈ બધા ભલે જાય, સંધ્યા ટાણું થયું છૅ
(આ આખો સંવાદ પૃથાના કાકા ઘરમાં આવતા સાંભળી ગયાં બોલ્યા
*કાકા*"કેમ અહીં મોઢુ ચડાવીને બેસીને લેશન કરે છૅ
(આં વાત મમ્મી સાંભળી ગયા, એટલે એમણે જવાબ )
*મમ્મી*-"એ અમે એને જાંબુ તોડવા જવા દેવા ના પાડી એટલે તોબડું ચડ્યું છૅ, ઍમ કઈ એકલી છોકરીઓએ આં સંધ્યા ટાણે ત્યાં ગામના સીમાડે જવાતું હશે?
ત્યાં સાવ ભેકાર હોય છૅ બે દિવસ બાપ્હેલાંજ ત્યાં કોક ખેડુતનું ખૂન કરી દિધુ હતુ, હા ઓલા માંગુ કાકી કહેતા તા કે ત્યાં ખેતરના કૂવે ભૂત થાય છૅ સાચું ખોટુ રામ જાણે
કાકા -"એવુ કાંઈ નૉ હોય, બીવાય નહિ,
કાકી -"તમે ક્યા એને માથે ચડાવો છો....
( પૃથાના કાકાનો સ્વભાવ કોમળ છોકરાંવને કોઈ વાત ની ના ન કહે....)આથી મમ્મી કાકીની ના થી પૃથા રડવા જેવી થઈ ગઈ એ કાકા જોઇ ગયાં..... *કાકા* -"ચાલ પૃથા તને ભાવે એ શીંગપાક લાવ્યો છું મને પાણી આપ અને રોજની જેમ માથે માલિશ કર પછી તને હું આપું.
*પૃથા* -ના કાકા મારે તો જાંબુ ખાવા, કાલ એ લઈ આવજો...
*કાકા* -"હું ક્યાં જાંબુ તોડવા જાઉં તું જા
*પૃથા* -સાચ્ચે પણ મમ્મી કાકી તો....!!
*પૃથા ના કાકા* -એ આને જવા દો ભલે જતી, ઘરમાં એ શિરસ્તો કાકાની કહેલ કોઇપણ વાત કોઈ ના ટાળે એનો સહુ લાભ લેતા અને આજે પૃથાએ પણ લીધો.
*કાકા* "પણ જતા પેલા મને માલિશ..."
*પૃથા*"હા... હા લ્યો હાલો ઝટ ઝટ(હરખ હરખ મા ઉતાવળે કાકાનું બધું કામ કરવા લાગી પોતાનો આઈડિયા સફળ થયો એટલે વધુ ખુશ,આ બધું ચાલતું હતું ત્યાં બહાર બૂમ પડી.
પૃથા ચપ્પલ પહેર્યા વિના ભાગવા લાગી તૉ મમ્મીએ
*મમ્મી*અલી એય ચપ્પલ તોં પેર, કહેતા પૃથાના મમ્મીએ ચપ્પલ બહાર ફેંક્યા...
પૃથાએ એ લઈને ઝટઝટ પહેર્યા ના પહેર્યા કરતી છોકરીઓના ટોળામાં એકબીજાને ધબ્બો મારતી પાણીની માફક ભળી ગઈ....
*બહેનપણીઓ* -"એ પૂરથુડી હાલ જાંબુ લેવા....
બધી છોકરીઓ કાકીને -"હાલો બેન તમેય તે
કાકી -"અલ્યું બધી પૃથાનું ધ્યાન રાખજો પથરાળ જગ્યાએ એને કાઈ વાગી નો જાય, હા રાત નો પાડતા તરત પાછા હાઇવે પર બહુ આગળ પણ ના જતા
*બધી છોકરીઓ*"એ હાહાહા બેન જવા તો દ્યો પહેલા
રાજી થતા સહુ ઉપડ્યા ગામના સીમાડે પાસેની ટેકરી પાસે.....
વધુ આવતા પ્રકરણે......
શુ નાજુક પૃથાને ઉંચા ઝાડ પરના જાંબુ તોડતા ફાવશે?
કમેન્ટમાં જણાવો....