ચાના રસિયાઓ તો ઘણા મળી જાય. પરંતુ કોફી પીતા માણસને ચા પીવી ગમે, એવી વાત ગળે ઊતરે ખરું?
ચા અને કોફી - બંને એક પ્રકારનું વ્યસન જ છે. પરંતુ મને તો શરૂઆતથી જ ચાની આદત. જેમ જેમ કામ વધતું ગયું, તેમ તેમ તણાવ વધતો ગયો... અને તણાવ સાથે ચાની ચુસ્કીઓ પણ.
વ્યવસાયે હું સેલ્સમાં છું, પરંતુ લખવું મારી હોબી છે. એટલે દર શનિવાર-રવિવારે, ગીચ અને ભાગદોડભરી જિંદગીમાંથી થોડો સમય કાઢીને હું નજીકની એક નાનકડી કોફી શોપમાં જતી. એ કોફી શોપ ખાસ એસ્થેટિક નહોતું, પણ ત્યાંની શાંતિ અને વાઇબ મને ગમતી. અને સસ્તો નશો એટલે મારી ચા...
પણ આ વાત છે એ દિવસની, જ્યારે મારી જિંદગીમાં એક અણધાર્યો અને અવિશ્વસનીય સંયોગ બન્યો.
હું તેને મળી... નહીં, સાચું કહું તો મેં માત્ર તેને જોયો.
અને તરત જ Taylor Swift ના ગીતની એ પંક્તિ યાદ આવી -
"He looks up, grinning like a devil."
(તે શેતાનની જેમ મલકાતો ઉપર જુએ છે.)
હા, ઘણા લોકો આ લાઇનને ભૂલથી "He looks so pretty like a devil" સમજે છે, પણ સાચી લાઇન તો આ જ છે.
તેનો દેખાવ એકદમ પ્રોફેશનલ હતો - કાળો શર્ટ, બ્લૂ જીન્સ, સરસ રીતે ઇન-શર્ટ કરેલું, અને કાનમાં ઇયરબડ્સ. તેને જોઈને મેં અંદાજ લગાવ્યો કે કદાચ ઓફિસમાંથી સીધો જ અહીં આવ્યો હશે.
તે કાઉન્ટર સુધી ગયો અને ઓર્ડર આપ્યો.
“કોફી Please…!!”
મારા મનમાં અત્યાર સુધી એવી માન્યતા હતી કે કોફી પીતા લોકો થોડા અકડુ અને ઘમંડી હોય છે. અલબત્ત, એ માત્ર મારી ધારણા હતી... જે થોડા જ દિવસોમાં બદલાઈ જવાની હતી.
ધીરે-ધીરે હું તેને ઓળખવા લાગી.
શરૂઆતમાં તો સમજાતું જ નહોતું કે તેની સાથે વાત કેવી રીતે શરૂ કરું. કારણ કે પહેલી જ મુલાકાતે તે સીધો મારા બાજુના ટેબલ પર આવીને બેઠો, લેપટોપ ખોલ્યો અને કામમાં ડૂબી ગયો. કોફીનો કપ પૂરો કર્યો, લેપટોપ બંધ કર્યો અને ચાલ્યો ગયો.
અને હું?
હું તો મારી ડાયરીમાં માત્ર એક જ શબ્દ લખી શકી...
"કોફી."
એ દિવસ પછી મનમાં તેને વધુ જાણવાની ઇચ્છા તો ઘણી થઈ, પરંતુ… I missed the train!
આગલા અઠવાડિયે હું ફરી મારા નિયમ મુજબ એ જ કોફી શોપમાં પહોંચી. દરવાજો ખોલતાં જ નજર તેની પર પડી.
આ વખતે તેણે લાલ શર્ટ પહેર્યું હતું.
અને સાચું કહું તો, ગયા અઠવાડિયા કરતાં પણ વધુ હેન્ડસમ લાગતો હતો.
એ જ ક્ષણે મેં મનમાં નક્કી કરી લીધું -
"આ વખતે તો એને ઇમ્પ્રેસ કરીને જ રહીશ."
આત્મવિશ્વાસથી કાઉન્ટર પર જઈને મેં પણ કોફીનો ઓર્ડર આપી દીધો.
કોફી લઈને હું તેની બાજુના ટેબલ પર જઈને બેઠી. પુસ્તક ખોલ્યું અને હિંમત કરીને પહેલો ઘૂંટડો ભર્યો...
અને તરત જ ઊબકા આવવા લાગ્યા.
મારા મોઢામાંથી અચાનક જ નીકળી ગયું -
"લોકો આ કોફી પી જ કેવી રીતે શકે?"
હું થોડું જોરથી બોલાઈ ગઈ હતી.
સદનસીબે, એ જ સમયે તેનો ફોન વાગ્યો અને તેનું ધ્યાન મારી વાત પર ગયું નહીં.
પણ મને પૂરો વિશ્વાસ હતો કે...
જો તેણે સાંભળ્યું હશે તો તેની નજરમાં હું ચોક્કસ વિચિત્ર સાબિત થઈ હોઈશ.
હું નિરાશ થઈને બેઠી હતી ત્યાં જ મારી મિત્રનો મેસેજ આવ્યો -
"उम्मीद पर दुनिया कायम है…"
બસ...
એ એક વાક્યએ ફરીથી મારી હિંમત પાછી લાવી.
હા, એક વાતની ખાતરીથી કહી શકું છું -
એ દિવસ પછી મેં ફરી ક્યારેય કોફી પીવાનો પ્રયત્ન કર્યો નહીં.
પણ તેને ઇમ્પ્રેસ કરવાની ઇચ્છા હજુ પણ એટલી જ હતી.
એટલે મેં કોફી શોપના ચાચા સાથે એક નાનકડી યોજના બનાવી.
તેમને કહ્યું -
"જ્યારે પણ હું કોફીનો ઓર્ડર આપું, ત્યારે મને કોફીના કપમાં ચા આપજો."
તેમણે હસીને મારી વાત માની લીધી.
ત્રીજું અઠવાડિયું...
હું ફરી એ જ આશા લઈને કોફી શોપ પહોંચી.
કહે છે ને...
"अगर तुम पूरी दिल से किसी चीज़ को चाहो, तो पूरी कायनात उसे मिलाने की साज़िश में लग जाती है।"
કદાચ એ દિવસે કાયનાતે પણ મારી વાત સાંભળી લીધી હતી.
દરવાજો ખોલ્યો...
અને એ ત્યાં જ હતો.
આ વખતે સફેદ શર્ટમાં.
સાચું કહું તો, સફેદ રંગ માણસને આટલો સારો પણ લાગી શકે એ પહેલી વાર સમજાયું.
અને હું?
હું મારા મનપસંદ ગુલાબી ડ્રેસમાં હતી.
આજે બધું પ્લાન મુજબ જ થવાનું હતું.
હું કાઉન્ટર પર ગઈ.
"એક Coffee..."
ચાચાએ મારી સામે જોયું, હળવું સ્મિત કર્યુ…
થોડી જ વારમાં મારા હાથમાં Coffee નો કપ હતો...
પણ એની અંદર હતી મારી ચા.
હું કપ લઈને સીધી તેની બાજુના ટેબલ પર જઈને બેઠી.
આ વખતે ડાયરી પણ ખોલી.
પણ લખાવવામાં કોનું ધ્યાન હતું?
થોડા સમય પછી તેણે લેપટોપમાંથી નજર ઉઠાવી.
અમારી આંખો પહેલી વાર સાચા અર્થમાં મળી.
એ હળવું સ્મિત કરીને બોલ્યો...
"BTW... Nice to meet you."
મને જરા નવાઈ લાગી.
એ આગળ બોલ્યો...
"Cha no taste etlo pan kharab nathi hoto jetlo hu vicharto hato."
મને તો જાણે કોઈએ Pause Button દબાવી દીધું હોય એવું લાગ્યું.
મારા મોઢામાંથી માત્ર એક જ શબ્દ નીકળ્યો...
"Sorry...?"
એ હસ્યો.
"Actually... I am sorry."
થોડી સેકન્ડની શાંતિ પછી તેણે ફરી કહ્યું...
"Besi shaku?"
"હા... હા... જરૂર."
એ મારી સામેની ખુરશી ખેંચીને બેઠો.
થોડી ક્ષણ બંને કંઈ બોલ્યા નહીં.
પછી તેણે હાથ આગળ વધાર્યો.
"My name is..."
અને ત્યાંથી અમારી વાતોની શરૂઆત થઈ.
વાતો કરતાં કરતાં મને ખબર પડી કે...
જ્યારે મેં એને પહેલી વાર જોયો હતો,
એના પહેલાં તો એ મને જોઈ ચૂક્યો હતો.
અને માત્ર જોયો જ નહોતો...
Observe પણ કરતો હતો.
એને ખબર હતી કે હું દર શનિવાર-રવિવારે અહીં આવું છું.
એને ખબર હતી કે હું હંમેશાં ચા જ પીઉં છું.
અને એ દિવસે જ્યારે મેં જોરથી કહ્યું હતું...
"લોકો આ Coffee પી જ કેવી રીતે શકે?"
ત્યારે એના મનમાં પણ એક જ વિચાર આવ્યો હતો...
"હવે આ છોકરી સાથે વાત કેવી રીતે કરવી?"
એ હસતાં હસતાં બોલ્યો,
"એ દિવસ પછી મેં પણ Coffee છોડીને Cha Order કરવાનું શરૂ કર્યું."
એમને ખબર હતી કે મને Cha પસંદ છે. But જે દિવસે મેં Coffee પીતા લોકો પર કટાક્ષ કર્યો હતો, ત્યારથી એમને મૂંઝવણ હતી કે મારી સાથે વાત કેવી રીતે કરવી.
So, એ દિવસ પછી આખું Week એમણે Coffee ના બદલે Cha મંગાવવાની શરૂ કરી.
અને મને શંકા ન જાય એટલે Chacha ને કહી રાખ્યું કે...
"કોફી ના કપ મા ચા… આપજો"
"પણ પછી Chacha એ કહ્યું..."
"'બેટા, તારા પહેલાં એક છોકરી પણ આવું જ કહે છે.'
Chacha ને તો લાગ્યું કે કદાચ આ Generation નો કોઈ નવો Trend હશે.
હું થોડા સમય માટે કંઈ બોલી જ ન શકી.
મારા મનમાં એક જ વિચાર ચાલતો હતો...
"આટલું બધું ફિલ્મોમાં જ થતું હોય છે ને...?"
પણ સામે બેઠેલો માણસ એ વાતને એકદમ સામાન્ય બનાવીને ચાનો ઘૂંટડો ભરી રહ્યો હતો.
"તો એટલે... તમે મને Stalk કરતા હતા?"
મેં આંખો નાની કરીને પૂછ્યું.
એ હસ્યો.
"Observe કરતો હતો... Stalk નહીં."
"બંનેમાં ફરક શું?"
"ઘણો."
"કેવો?"
"Stalk કરનારને માણસ વિશે બધું જાણવું હોય. Observe કરનારને માત્ર માણસને સમજવું હોય."
એનો જવાબ સાંભળીને હું થોડી સેકન્ડ માટે ચૂપ થઈ ગઈ.
કોઈ પહેલી જ મુલાકાતમાં આવું બોલી શકે?
"અને તમને શું સમજાયું મારા વિશે?"
મેં ઉત્સુકતાથી પૂછ્યું.
એણે કપ ટેબલ પર મૂક્યો.
"પહેલી વાત..."
"તમે ચા વગર Weekend પૂરો નથી કરી શકતા."
હું હસવા લાગી.
"બીજી વાત..."
"તમે Book… ડાયરી… ખોલો છો... પણ આસપાસના લોકોને વધારે Observe કરો છો."
"એવું નથી."
"છે."
"નથી."
"છે."
"સારું... છે."
અમે બંને એકસાથે હસી પડ્યા.
"અને ત્રીજી વાત..."
એ થોડો અટક્યો.
"તમે બહારથી જેટલા Strong દેખાવાની કોશિશ કરો છો... અંદરથી એટલા જ Soft છો."
મને ખબર નહોતી કેમ...
પણ એ વાત સાંભળીને હું થોડું Uncomfortable થઈ ગઈ.
કારણ કે...
એણે પહેલી જ મુલાકાતમાં મારી એવી વાત કહી દીધી હતી, જે મારા પોતાના બહુ ઓછા લોકોને ખબર હતી.
મેં વાત ફેરવવા માટે પૂછ્યું. "તમે?"
"મારા વિશે શું?"
એણે હસીને કહ્યું, "હવે મારી Interview ચાલે છે?"
"Of course."
"ચાલો પૂછો."
"Coffee કેમ?"
એ થોડો હસ્યો, "ખાસ કોઈ Reason નથી. College થી Habit પડી ગઈ."
"પણ હવે તો Cha પીવો છો."
"હા..."
એણે મારી સામે જોઈને કહ્યું.
"કેટલીક આદતો માણસ પોતાની માટે છોડે છે..."
"અને કેટલીક..."
"...કોઈ ખાસ વ્યક્તિ માટે."
મને ખબર નહોતી કે એ વાક્યનો જવાબ શું આપવો.
એટલે મેં કપમાં નજર કરી.
વાતોમાં સમય ક્યારે પસાર થઈ ગયો એની ખબર જ પડી નહીં.
ચાચા અમારી પાસે આવ્યા.
"બસ?"
એમણે મજાકમાં પૂછ્યું.
"આજે તો માત્ર બે Cup?"
અમે બંને એકબીજાને જોઈને હસી પડ્યા.
એ દિવસ પછી...
Saturday અને Sunday માત્ર Weekend નહોતા રહ્યા.
એ બંને દિવસ અમારી Meeting માટે Reserved થઈ ગયા.
ક્યારેક અમે કલાકો સુધી વાતો કરતા.
ક્યારેક બંને પોતપોતાનું કામ કરતા, પણ સાથે બેઠા રહેતા.
અને ક્યારેક...
બે કલાકમાં માત્ર બે-ચાર જ વાક્યો બોલાતા.
પણ એ Silence પણ ખૂબ સુંદર લાગતું.
કદાચ...
દરેક સંબંધને શબ્દોની જરૂર નથી પડતી.
કેટલાક સંબંધો...
Coffee ના Cup માં Cha જેટલા Simple હોય છે... પણ આખી જિંદગી યાદ રહી જાય એવા.