પોકરણગઢ એટલે હિંદવા પીર રામદેવજીપીરની રાજધાની.બાબારી,રામાધણી,નકળંગ,નવનેજાંધારી,કલ્કી અવતાર,વિષ્ણુ અવતાર તરીકે ખ્યાતનામ બાબા રામદેવજીએ જે જગ્યાએ જીવતાં સમાધિ લીધી તે સ્થળ એટલે રાજસ્થાન રાજ્યનું જેસલમેર શહેર નજીક બાડમેર જિલ્લાનું અતિ મહત્વ ધરાવતું ધાર્મિક તીર્થ એટલે રાજસ્થાની લોકબોલીમાં રણુંચા અથવા રામદેવરા,રણુંજા કહેવાય છે.
ભાદરવા સુદ બીજના દિવસે એટલે ઇસ્વીસન વર્ષ ૧૩૫૨માં તેમનો જન્મ રાજસ્થાનના બાડમેર જિલ્લાના "ઉંડુ-કાશ્મીર" ગામે થયો હતો.આ દિવસને આપણે 'રામદેવ જયંતી' અથવા 'બાબરી બીજ' તરીકે ઉજવીએ છીએ.એમણે સમાધિ લીધી એ તીથિ વિક્રમ સંવત ૧૪૪૨,ભાદરવા સુદ અગિયારસના દિવસે ઇસ્વીસન વર્ષ ૧૩૮૫ માં તેમણે રાજસ્થાનના પોખરણ નજીક આવેલા રામદેવરા/રણુજા ખાતે જીવિત સમાધિ લીધી હતી.ત્યારે તેમની ઉમર માત્ર માત્ર ૩૩ વર્ષની હતી.તેમની પત્ની નેતલબા પતિવ્રતા અને અતિ સંસ્કારી તેમજ કૃષ્ણ ભક્તિનાં ઉપાસક હતાં.માતા મીનલદે અને પિતા અજમલરાય તેમજ વિરમદે ભાઈ હોય ત્યાં રાજની રોનક પ્રજાવત્સલ પરમપિતા એવા રામદેવપીરના હાથમાં રાજની ધૂરા હોય ત્યાં પ્રજાને કોઈ વાતની કમી ના હોય.
પરંતુ એવું નથી...તત્કાલીન સમયમાં દાનવ,દૈત્ય,ડાકુનો અતિ ત્રાસ રાજની પ્રજા ભોગવતી હતી,રાજ્યની પ્રજા ભગવાન ભરોંસે હતી,રાજા અજમલરાય અપુત્ર હતા.કહેવત છે કે "શેર માટીની ખોટ હોય ત્યાં શેરીમાં ભટકતા ભીખારીથી માંડી જ્યાં સાંભળે ત્યાં તીર્થ,ઉપવાસ,પ્રાર્થના,દાન, ધર્મ, બ્રાહ્મણ જમાડે,દોરા-ધાગા કરે કોઈ સંત-ઋષિના ચરણ ચૂમે સાથે પુત્રેષ્ટિ યજ્ઞ કરે"તેમ દંતઃકથા મુજબ દરેક ઠેકાણે પિતા અજમલજીએ પોકરણગઢથી દ્વારકાધીશના (દ્વારકા) દર્શને પગપાળા જઈ પુત્રકામના કરી.ઉપવાસ,પ્રાર્થના અને થાક લથપથ વૃદ્ધ શરીરથી રાય ત્યાં મંદિરના પરિસરમાં ધૂન લગાવી અને આંખ થાકને કારણે બિડાય ત્યાં તો ભગવાને તેમનો આર્તનાદ સાંભળ્યો, સ્વપ્નમાં બાબારીએ દર્શન આપી વચનબદ્ધ થયા કે જાઓ "રાય" તમારી લોક સેવા,નિસ્વાર્થ ભક્તિ અને પર સેવાના પૂણ્ય થકી હું ખુદ અને મારા મોટાભાઈ બલભદ્ર તમારે ત્યાં અવતરશું.આ સ્વપ્નની ઘટના બાદ "રાય" જાગીને સાક્ષાત દ્વારકાધીશને શોધે છે...પણ કૃષ્ણ અદ્રુષ્ય!!!આ અવસ્થાએ બધા રાજવીઓને જગાડી સ્વપ્નની હકીકત જણાવે છે."ભરોસો મારા રામનો" સમજી રાય પોકરણગઢ આવે છે અને સમયાંતરે સ્વપ્ન્નની વાત હકીકત બની.એમને ત્યાં પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત અવતાર થયો તે એટલે "રામાપીર" અને ભાઈ "વિરમદેવ" અવતાર.
આ જે પોકરણગઢના કિલ્લાનું પ્રવેશદ્વાર દેખાય છે,તે દ્વારે બાબારી દરરોજ આવી દ્વારકાધીશનાં દર્શન પૂજા અર્ચના કરી રાજ વહીવટ કરતા.આ કિલ્લાના દરેક કણકણમાં બાબા રામદેવનૉ સ્પર્શ થયો છે.જન્મથી પાપા પગલી અને તેત્રીસ વર્ષ સુધી આ ગઢના દરેક કાંગરે,ઝરૂખે,બારીએ,શેરીએ બાબા એ પોતાનાં પગલાં પાડ્યા હશે તે સાક્ષાત જોનાર તત્કાલીન રાજવી અને પ્રજા કેટલાં ભાગ્યવાન હશે?? દુશ્મન રાજા-બાદશાહ સામે કેટલાય યુદ્ધ કરી જીતનો જશ્ન પ્રજા પામી હશે તે કલ્પના માત્ર ખુશી આપે છે.સ્ત્રી રક્ષણ,વેપારી,ગોવાળોના કેટલાય પ્રશ્નો એમણે સોલ્વ કર્યાં હશે.કેટલાય દુ:ખીઓના દુઃખ અને પીડા મુક્તિ અપાવી ભક્તિ તરફ વાળ્યા હશે.બધીજ સંપત્તિ હોવા છતાં ભૌતિક સંપત્તિ,શરાબ,સુંદરીઓના નાદમાં કે રૂપ પાછળ પાગલ થયાના કોઈ જ પુરાવા મળતા નથી.જોધપુરનો અભેદ કિલ્લો ભેંદી જીત હાંસલ કરી અને અનેક કર્યો થક્કી હજારો કિલોમીટરનું અંતર કાપી તત્કાલીન મક્કાના પાંચ ખ્યાતનામ પીર બાબાના દર્શને આવ્યા એ ઘટના કોઈ સામાન્ય નથી.અનેક કામો એવાં લાગ્યાં કે પ્રજાએ પરચા સમજી લીધા.આવા અવતારી પુરૂષનું કર્તવ્ય ચમત્કાર જેવું લાગે કે લોકોએ રામદેવપીરને પરચાધારી સમજી લીધા.અને અંતે પ્રજા ચમત્કારના નાદમાં પડે ત્યારે કાં પ્રજાની અપેક્ષા વધે અને પરચા (સુકર્મ/મદદ )ના કરે તો તેની આડઅસર થાય.તે માટે મહાત્મા લોકો ત્યારે ના છૂટકે છેલ્લો નિર્ણય જીવતાં સમાધિનો જ બચે.(જો કે હવે સતીપ્રથા અને કોઈએ જીવતાં સમાધિ લેવી,આત્મ હત્યા કરવી કે કોઈની હત્યા કરવી એ ભારતીય કાનૂન મુજબ અપરાધ છે.)
આ લેખ ઍટલા માટે લખું છું કે રણુંજા જાઓ તો એમ જ દર્શન કરી પાછાં ના આવતા...એમનો અવતાર શા માટે હતો તે પણ સમજજો.
🙏🏿જય બાબારી 🙏🏿
- વાત્સલ્ય