Hu ek Aghori in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | હું એક અઘોરી - 6

Featured Books
Categories
Share

હું એક અઘોરી - 6

6. પ્રથમ અઘોરી પ્રયોગ

તેણે કહ્યુ, "તને મેં ગુરુની ઈચ્છા અને આજ્ઞાને લઈ બચાવ્યો છે. હવે તું અમારા ગુરુને શરણે છે. પાછા જવાનું વિચારતો નહીં." તેણે મને એ પથ્થર પાસે ઊગેલાં  ઝાડનું એક વિશાળ પહોળું થડ ખેંચી લેવા હાથથી ઈશારો કરી આદેશ કર્યો. કુહાડી વગર આવડું થડ કેમ ખેંચાય? તો પણ મેં જોર લગાવી થડને બાથ ભરી ખેંચ્યું. તે  પોચી માટીના  ઢાળ પર ઉગેલું.  થોડું જોર કરતાં મૂળમાંથી બહાર આવી ગયું. એ સાથે હું નીચે અને થડ મારી ઉપર આવત પણ તેણીએ મને પાછળથી પકડી લીધો. થડ ડાળીઓ અને પાંદડાંઓ સાથે અમારી બાજુમાં સુઈ ગયું. હું તે થડ પર બેઠો.

એ સ્ત્રીને તે અઘોરી સન્યાસિની હોઈ હું હવેથી અઘોરા કહીશ.

અઘોરાએ મારાં રહ્યાંસહ્યાં વસ્ત્રો અને પગ પર રહેલા બુટના અવશેષો પણ ફાડી, ખેંચીને દૂર કર્યાં.  હવે હું  અનુભવી  શક્યો કે હું એના જેવો સંપૂર્ણ નગ્ન છું.  બાકી ચંદ્ર વાદળમાં જતો રહેતાં હું મને જ જોઈ શકતો ન હતો. તેણીએ મારો સ્પર્શ કરી ખાત્રી કરાવી કે તે મારી બાજુમાં જ છે.

તરીને ભીંજાવાથી મને ઠંડી લાગતી હતી. તેને  અને કદાચ ભયને કારણે હું ધ્રૂજતો હતો. તેણે મારા શરીરે હાથ ફેરવ્યો. મને થોડી ઉષ્મા લાગી.

ઓચિંતો ચંદ્ર ફરીથી નીકળ્યો. એ સાથે તેણે બે ચકમકના પથ્થરો  ઉઠાવ્યા અને તે ઘસતાં ઘસતાં તેણે વિચિત્ર અને બિહામણો 'હુ.. હુ.. હુ..'  કરતો એકદમ મોટેથી કર્કશ અવાજ કર્યો.  પતરું ઘસાતું હોય એવો અને પછી પવનના પ્રચંડ સુસવાટા જેવો. મને આવી નીરવ શાંતિને ચીરતી કોઈ શારડી ફરતી હોય તેવું લાગ્યું. એકદમ તણખા થયા અને નજીકનું સૂકું ઘાસ સળગી ઉઠ્યું. સરખી એવી વિશાળ આગની જ્વાળાઓ પ્રગટી ઉઠી. આવા ભયના માહોલ વચ્ચે પણ મને કેમ્પ ફાયર સાંભર્યો. હું, સ્ત્રી અને અગ્નિ. 'રૂપ તેરા મસ્તાના.. ભૂલ કોઈ હમસે ના હો જાએ..'

તે  મોટેથી, ચોક્કસ લયબદ્ધ રીતે બોલતી મંત્રો ભણવા લાગી: 'કા કા ક્લિમ..ક્લિમ..   વિચ્ચયે વિચ્ચયે..  

આમ આમ અગ્નિમ.. હ્રીં પ્રા પ્રા પ્રગટયે.. પ્રગટયે.'

હવે તે કોઈ વિધિ કરવા લાગી. પેલું હાડકું અને તેના  કમરે વિંટેલ હારમાં  ખોપરી પાછળ છુપાએલું હાડકું લઈ  અગ્નિમાં અડાડી પોતાની ઉપર અને મારી ઉપર ઘસ્યું. કોઈ રસ જેવા પ્રવાહીનાં ટીપાં છાંટયાં. તે ત્યાં ઊભીઊભી ઊંધી ફરી પોતાની હથેળીમાં મૂત્રત્યાગ કરી રહી અને એ મૂત્ર પોતે થોડાં ટીપાં પીધું અને બાકીનું મને બળજબરી કરી મોં ખોલી પાઈ દીધું. તેણે મને હજી પણ ઇશારાથી જ મૂત્રત્યાગ કરી તે પી જવા  અને થોડું તેને પાવા કહ્યું. અમે એ મૂત્રની આકાશમાં તેણે બતાવેલ ખીણ તરફની દિશામાં અંજલિ આપી. તેણે બતાવ્યા મુજબ હવે ઠારી નાખેલ અગ્નિની રાખ એકબીજાએ સામસામેનાં શરીર પર ઘસી. 

હું એક બાજુ ખૂબ ડરી ગયેલો અને બીજી બાજુ એક યુવાન સ્ત્રીદેહનાં  માંસલ અંગો પર રાખ મસળતાં એના સ્પર્શે ઉત્તેજિત થઈ ગયેલો. તેને કોઈ અસર કેમ નથી થતી? મેં વિચાર્યું. તે કોઈ અર્થ ન સમજાય તેવા મંત્રો બોલતી તે મારાં હવે સંપૂર્ણ નગ્ન શરીરે રાખ મસળતી ગઈ.  

હું  ચંદ્રના શ્વેત ભૂરા પ્રકાશમાં તેનું રાખ ચોળેલું નગ્ન શરીર જોઈ ઉત્તેજિત થઈ ગયો પરંતુ તરત જ  તેને આછાં અંધારાંમાં શિકારી પશુ જેવી આંખે મારી સામે ત્રાટક કરતી જોઈ મારી લાગણી ભયમાં ફેરવાઈ ગઈ.  તેણે મારી આંખોમાં ત્રાટક કર્યું એ સાથે જ મને હિંમત આવી ગઈ. શું  તે મારા વિચારો વાંચી શકે છે? 

ઓચિંતી તે જમીન પર સુઈ ગઈ અને મને ખેંચીને  સુવાડી દીધો.  તેણી મારા કપાળ, છાતી, પેટ વગેરે અંગોને સ્પર્શતી ગઈ અને  'ધામ.. ધામ.. ધા ધા ધારય.. વાં વાં વશી વશી કુરુ કુરુ..' જેવું બોલતી ગઈ. આ ક્રિયા ખરેખર તો એક વશીકરણ ક્રિયા હતી. એ સાથે જ જેમ કોઈ ટીમવ્યુઅરથી અન્ય કોમ્પ્યુટરનો કબજો લઈ લે તેમ મારૂં શરીર,  બુદ્ધિ, મન અને મારા વિચારો તેના વશમાં થઈ ગયા.

હવે કહું છું કે તે શાબરી મંત્રો હતા. અમે નદીમાં કુદયાં ત્યારે તે બોલી તે પણ શાબરી મંત્ર હતો. આ મંત્રો ઘણું ખરું અર્થહીન અને વિચિત્ર લાગે પણ તેની તાત્કાલિક અસર થતી હોય છે.

તો એ ક્રિયા અને મંત્રના પ્રભાવ બાદ હવે હું સંપૂર્ણપણે તેણીના વશમાં હતો. હું કાંઈ પણ સ્વતંત્ર રીતે વિચારી શકતો કે પ્રતિક્રિયા આપી શકતો ન હતો. હું જોઈ, સાંભળી,  સ્પર્શ અનુભવી શકતો હતો પણ મારી મેળે કશું જ કરી શકતો ન હતો. 

તેણીએ પેલાં ખેંચી કાઢેલાં વૃક્ષની ડાળ મારી અને તેની પર ફેરવી. મારી આંખો થોડી ક્ષણ માટે મીંચાઈને ફરી ખૂલી.

એ સાથે જ  મેં જોયું કે અમે બન્ને એકદમ નાના કદનાં અને પીંછાં જેવાં હળવાં બની ગયાં.

અમે હવે જીવતાંજાગતાં સાવ નાના કદનાં, લગભગ એક ઉંદર જેવડાં બની ગયેલાં હતાં. તેણે પેલાં ઝાડની એક ડાળી તપાસીને તોડી. તેની ઉપર તે બેઠી. કેળનાં  પાન જેવાં પણ એના કરતાં ખૂબ મોટાં પાન એ ડાળી પર પાંખની જેમ રાખ્યાં અને મને પોતાની પાછળ બેસાડ્યો. તેણે કોઈ ચિત્રવિચિત્ર અવાજો કર્યા. એક પતરું ચિરાતું હોય કે કોઈ મોટી સીટી વાગતી હોય તેવો તેણીએ અતિ કર્કશ, કાન ફાડી નાખે તેવો અવાજ કર્યો અને પેલાં  પાનમાં પવન ભરાયો એ સાથે અમે એ ડાળી સાથે ઊંડી ખીણ પરથી ઉડયાં. હા, સાચું કહું છું. અમે ઉડયાં! મેં ઘણે નીચે ચંદ્રપ્રકાશમાં અફાટ ઊંડી ખીણ જોઈ. આસપાસ ઊંચા પર્વતો અને નીચે ગાઢ જંગલનાં વૃક્ષોની ઘટાઓ એકદમ નાની દેખાતી હતી.  વિશાળ વૃક્ષો ટપકાં જેવડાં અને  ઊંચા પર્વતો  દરિયાકિનારે બનાવીએ તેવી રેતીની ઢગલીઓ જેવા લાગતા હતા. આજુબાજુ  ચારે તરફ એકદમ કાળું અસીમ આભ અને તેમાં ચંદ્રપ્રકાશને લઈ ઉમેરાયેલો વાદળી પીળો રંગ.

અમે ઘણો સમય ઉડયા કર્યું. લગભગ અમદાવાદ-ગુવાહાટી ફ્લાઇટ લે તેટલો સમય થયો હશે. પછી અમે એક સપાટ ખડક પર ઉતર્યાં. 

ઉતરતાં જ તેણે ફરી એ ડાળી અને પોતાની લાકડી મારી અને તેની પર ફેરવી. હું ફરીથી જાણે એનેસ્થેસીઆમાં આવી ગયો. જાગ્યો ત્યારે અમારાં શરીર ફરીથી સામાન્ય કદનાં થઈ ગયેલાં જોયાં. આપણે જ્યાં શરીરનાં ચક્રો આવેલાં કહેવાય છે તે જગ્યાઓએ તેણે મને બળપૂર્વક થપાટો, કહો કે સ્ટ્રોક્સ માર્યા.

કોઈ અત્યંત વિચિત્ર એકાક્ષરી બીજમંત્રો બોલતાં બોલતાં તેણી મારાં  ગુહ્ય અંગો ખેંચતી ગઈ અને બળપૂર્વક  તેના ઉપર મસાજ કરતી ગઈ. એ સાથે મારૂં લીંગ  કદમાં મારાં અર્ધાં શરીર જેવડું થઈ ગયું.  તે કોઈ 'એઇમ એઇમ ઐક્ય ઐક્ય સાં સાં સમ્ય..' જેવું બોલી.  તેણે મારી પાસે કોઈ બાહ્ય આદેશથી તેની સાથે સમાગમ કરાવ્યો.  એ સમાગમ ઘણા દીર્ઘ સમય સુધી ચાલ્યો. વધુ તો નહીં કહું. 

તેણી એકદમ બોલી ઉઠી, "ચક્ર જાગૃત.." અને  મારા  હવે એકદમ અકલ્પિત લાંબા, મોટા, સખ્ત, કોઈ વૃક્ષની ડાળી જેવા દેખાતા લીંગ સાથે મને સામે દેખાતી એક ગુફા તરફ દોડાવ્યો. ઘાસ છવાયેલું દ્વાર આવતાં તેણે મને મારા લીંગ વડે જ તેના દ્વારની એક જગ્યાએ પ્રહાર કરવા કહ્યું. હું માત્ર તે કહે તે સાંભળી શકતો હતો પણ મારી રીતે કઈં પણ કરી શકતો ન હતો. હું સંપૂર્ણપણે તેના વશમાં હતો અને તે કહે તેમ જ કરી શકતો હતો. મેં ગુફાનાં દ્વારની તે જગ્યાએ કોદાળી મારતો હોઉં તેમ લીંગ વડે જ  બળપૂર્વક પ્રહાર કર્યો. માટી ધસી આવી અને  પાણીનું એક ઝરણું વેગથી પડ્યું. એમાંથી પસાર થઈ અમે એક ઊંડી ગુફામાં પ્રવેશ્યાં. તેણે મને  ખભેથી ખેંચીને ઉભો રાખી દીધો.  અસવાર ઘોડો ઉભો રાખે તેમ. 

ક્રમશ: