The Last Year Chapter 16 books and stories free download online pdf in Gujarati

The Last Year: Chapter-16

ધ લાસ્ટ યર

સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ

~ હિરેન કવાડ ~

અર્પણ

મારા એન્જીનીયરીંગના મીત્રોને, જેમની લાઇફ જોઇને આ સ્ટોરી લખવાની ઇન્સ્પીરેશન મળી છે. મારા વાંચકોને જેમણે હંમેશા મારી સ્ટોરીઝને એપ્રીશીએટ કરી છે અને પ્રેમ આપ્યો છે.

પ્રસ્તાવના

ઘણીવાર સ્ટોરીઝ વાંચ્યા પછી રીડર્સ પુછતા હોય છે કે આ સ્ટોરી તમારી લાઇફની છે? એટલે પહેલા જ કહી દવ. ના આ સ્ટોરી મારી લાઇફની નથી. આ સ્ટોરી કમ્પ્લીટલી ફીક્શન છે.

બીજું મારે એક રીક્વેસ્ટ કરવી છે. આ સ્ટોરીમાં ઘણી એવી વસ્તુઓ છે ઘણાને ગમે ઘણાને ન પણ ગમે, એ તો રહેવાનુ જ. સ્ટોરીનો પ્લોટ પણ એવો જ બોલ્ડ છે. વિનંતી એ કે આ સ્ટોરી વાંચ્યા પછી, સ્ટોરી પરથી બસ મને જજ ન કરવો. દરેક લેખકને સ્ટોરી લખતી વખતે એને જીવવાની પણ હોય છે, એનો મતલબ એવો નથી કે પાત્રોના વિચારો એ જ લેખકના વિચારો છે. સો માય હમ્બલ રીક્વેસ્ટ ઇઝ ટુ નોટ ટુ જજ મી આફ્ટર રીડીંગ ધીઝ સ્ટોરી. કારણ કે સ્ટોરી ઘણી બોલ્ડ અને ઇરોટીક પણ હશે.

મારી લગભગ બધી સ્ટોરીઝ એન્જીનીયરીંગની હોય છે. એનુ એક જ કારણ છે, મેં એન્જીનીયરીંગને ખુબ એક્સપ્લોર કર્યુ છે. આ એન્જીનીયરીંગ સ્ટુડન્ટ્સની રીઆલીટી, ઇમેજીનેશન અને ફેન્ટાસીની વચ્ચે હીલોળા લેતી સ્ટોરી છે. આશા રાખુ છુ તમને ગમશે.

ચેપ્ટર-૧૬

લવ

આગળ આપણે જોયુ,

હર્ષ સ્મિતામેમના ઘરે જાય છે. ત્યાં બન્ને વચ્ચે ઇન્ટીમેટ ફીઝીકલ રીલેશન બંધાય છે. ત્યાંજ શ્રુતિ આવી પહોંચે છે. હર્ષને યાદ આવે છે કે એણે નીતુની સાથે ગરબા રમવાનુ પ્રોમીસ કર્યુ હતુ. હર્ષ શ્રુતિને સોરી કહેવા આવ્યો હતો એવુ બહાનુ બનાવે છે. હર્ષના મનમાં ગીલ્ટ ભરાઇ જાય છે. હર્ષ જલદીથી જલદી ફ્લેટ પર પહોંચે છે. નીતુ સુઇ ગઇ હોય છે. હર્ષ નીતુને ખોટુ બોલીને મનાવે છે. હવે આગળ….

***

તમારા કર્મો તમને ક્યારે છોડતા નથી. મને એ વાતનો કોઇ અફસોસ નહોતો કે આઇ હેડ અ સેક્સ વીથ સ્મિતામેમ. બટ મને ગીલ્ટ એ બાબતનુ ભરેલુ હતુ કે મેં નીતુને નહોતુ કહ્યુ. મેં કોઇને કમીટમેન્ટ આપી હતી, હું કોઇને અંધારામાં રાખી રહ્યો હતો. પરંતુ મેં મારા મનને હાલ પુરતુ તો સમજાવી લીધુ હતુ. હું નીતુને કોઇ વાત નહિં કહુ. પરંતુ અસત્ય કોઇ દિવસ વધારે છુપાયેલુ નથી રહેતુ. એ ક્યારેક તો ઉછળીને બહાર આવે જ છે. એ એક બવંડર લઇને આવતુ હોય છે. એ બવંડર ત્યારે આવતુ હોય છે જ્યારે તમે સુકુનથી જીવી રહ્યા હોવ. એ બવંડર બધુ જ વેરવીખેર કરીને ચાલ્યો જાય છે. ત્યારે સમય થંભી જતો હોય છે.

***

‘તને કંઇ થયુ છે….?’, બીજે દિવસે અમે લોકો રાજપથ ક્લબમાં ગરબા રમવા જવાના હતા. હું ગેલેરીંમાં ઘણા ટાઇમ પછી સીગરેટ પી રહ્યો હતો ત્યારે એ તૈયાર થતી થતી આવી.

‘નહિં તો…?’, હું પાછળ ફરીને બોલ્યો.

‘તો આ શું છે…?’, એણે સ્માઇલ કરતા કરતા સીગરેટ સામે જોઇને કહ્યુ.

‘અરે બસ એમ જ…!’, મેં અચકાતા કહ્યુ. એ મારી વધારે નજીક આવી.

‘તને ખબર છે હર્ષ, તુ સીગરેટ કોઇ કારણ વિના નથી પીતો.’, એણે મારી આંખોમાં જોઇને કહ્યુ.

‘ના એવુ કંઇ જ નથી… બસ ?’, મેં સીગરેટ ફેંકીને સ્માઇલ કરતા કહ્યુ.

‘હર્ષ હું તને જેવો છો એવો સ્વિકારવા માંગુ છુ. જો કંઇ હોય તો ડર્યા વિના કહી દેજે…! મને કંઇ ફરક નહિં પડે.’, એણે મારો હાથ એના હાથમાં લેતા કહ્યુ. હવે તો મને એ પણ શંકા થઇ રહી હતી કે ક્યાંક નીતુને કોઇ રીતે ખબર તો નહિં પડી ગઇ હોય ને ? અને એ મારા મોઢે જ સાંભળવા માંગતી હોય. ડર આપણી પાસે શું શું વિચારાવે છે.

‘ના ના એવુ કંઇ નથી. ડોન્ટ વરી.’, મેં સ્માઇલ કરતા કહ્યુ. એણે મારા ગળામાં હાથ પરોવ્યા અને મારી આંખોમાં જોવા લાગી.

‘યુ ડીડન્ટ નોટીસ્ડ માય ડ્રેસીંગ…?’, એણે હસતા હસતા કહ્યુ.

‘ઓહ્હ, યુ લુક બ્યુટીફુલ ડાર્લીંગ…!’, મેં હડબડાઇને એને જોઇને કહ્યુ. મારૂ નાટકીય રીએક્શન જોઇને એ સીરીયસ થઇ ગઇ.

‘કંઇક તો થયુ છે હર્ષ….!’, એણે ફરી મારી આંખોમાં જોઇને કહ્યુ.

‘નીતુ ડોન્ટ વરી, હું થોડો ડીસ્ટર્બ છુ બસ.’, મેં એનો ચહેરો મારા હાથમાં લઇને કહ્યુ.

‘યુ કેન શેર ઇફ યુ વોન્ટ…!’, એણે મારા હાથ નરમાઇથી દાબતા કહ્યુ.

‘નથીંગ જસ્ટ. મમ્મી પપ્પાની યાદ આવી ગઇ હતી…!’, આ વખતે હું ખોટુ તો નહોતો બોલ્યો બટ પુરેપુરૂ સાચુ પણ નહોતો બોલ્યો. મને આજે મમ્મી પપ્પા યાદ આવી રહ્યા હતા. નીતુએ તરત જ મને હગ કરી. એ મારી પીઠમાં હાથ ફેરવવા લાગી.

‘યુ વીલ બી ફાઇન…!’, એણે મારી પીઠ પર હાથ ફેરવતા કહ્યુ. હું થોડો ગળગળો થઇ ગયો. એનુ એક કારણ હું નીતુથી છુપાવી રહ્યો હતો એ પણ હતુ. હું એને કહેવા માંગતો હતો પણ કહી નહોતો શકતો. ખરેખર મારી સ્થિતિ ન કહેવાય કે ન સહેવાય જેવી હતી.

‘ઇટ્સ ઓકે…!’, મેં એને કહ્યુ. અમે બન્ને છુટ્ટા પડ્યા.

‘સોરી, મારા લીધે આજનો મુડ પણ બગડ્યો….!’, મેં એની આંખમાં જોઇને કહ્યુ.

‘ઓય્ય….!’, એણે મને સ્માઇલ સાથે મુક્કો બતાવતા કહ્યુ. હું પણ થોડુ હસ્યો. હું નીતુને હંમેશા ખુશ જોવા માંગતો હતો.

‘ચાલ હવે જભ્ભો પહેર, આપડે થોડીવારમાં નીકળવાનુ છે…!’, એ મને અંદર ખેંચી ગઇ. એણે કબાટમાંથી લાલ કલરનો ભરતકામ વાળો ઝભ્ભો કાઢી આપ્યો.

‘બે મિનિટમાં તુ તૈયાર જોઇએ…!’, એણે મને ધમકાવતા કહ્યુ.

‘ટાઇમ તો લાગશે હો… હજુ મારે મેકઅપ કરવાનો છે…!’, મેં એને હસાવવા કહ્યુ. એ મારી સામે જોઇને હસતી હસતી રૂમમાંથી બહાર ગઇ. હું થોડી જ વારમાં તૈયાર થઇ ગયો. આજે છઠ્ઠુ નોરતુ હતુ. હું બધુ ભુલીને આજે રમી લેવા માંગતો હતો. કોઇને ખુશ કરવા નહિ. માત્ર મારા માટે.

***

નવરાત્રી પહેલેથી જ મારો ફેવરીટ તહેવાર રહ્યો છે. નવરાત્રી શક્તિનો તહેવાર છે, ઉર્જાનો તહેવાર છે, ઉજાશનો તહેવાર છે. એટલે જ આ તહેવારમાં ચારેતરફ લાઇટો અને એનર્જીથી ભરપુર લોકો જોવા મળતા હોય છે. અમે પહોંચ્યા ત્યારે રાજપથમાં ગરબા શરૂ થઇ ગયા હતા. ઘણા સમય પછી અમારૂ ટોળુ એક સાથે હતુ. હું, નીતુ, નીલ, પ્રિયા, રોહન, એની ચીપકુ શીના, શાય કેવલ અને રીકેતા. બધા જ ટ્રેડીશનલમાં હતા. અમે લોકોએ એક જગ્યા પકડી લીધી હતી. જય આદ્યાશક્તિની આરતી પછી ધીમી પેસમાં ગરબા શરૂ થયા. શરૂઆત સાદા સ્ટેપથી જ કરી. કારણ કે બધાને ગરબા નહોતા આવડતા. બધા પોતાપોતાનામાં ખુબ જ એનર્જી મહેસુસ કરી રહ્યા હતા. નીતુ અને હું આગળ પાછળ હતા. બધી જ ગર્લ્સ ફુલ ટ્રેડીશનલમાં હતી. હું ખુબ જ સારૂ ફીલ કરી રહ્યો હતો. ગરબાની સાથે પગ વિના પ્રયાસ ઉપડી જતા હતા. હું ચારે તરફ નજર કરતો હતો. લોકો કેટલા જોશ અને ઉમંગથી ગરબા રમી રહ્યા હતા. અમારૂ આઠ લોકોનુ ટોળુ ધીરે ધીરે વધવા લાગ્યુ. અમારા જ ક્લાસના કેટલા ગર્લ્સ બોય્ઝ પણ એમાં ઉમેરાણા. એક પછી એક ગરબા ગવાઇ રહ્યા હતા અને લોકોની એનર્જી ઘટવાને બદલે વધી રહી હતી….. ગરબા અહિં લખી શકુ પણ તમે વાંચી શકો સાંભળી તો ન જ શકો…… માથે મટુકડી મહીની ગોળી હું મણીયારણ હાલી રે ગોકુળમાં. ઓ મોરા શ્યામ મુજને હરિ વ્હાલા… ઓ મોરા કાન મુજને હરિ વ્હાલા….!

ગરબા બદલતાની સાથે અમે લોકોએ સ્ટેપ બદલ્યુ. અમુક લોકો સ્ટેપ ન આવડતુ હોવાને લીધે નીકળી ગયા. હું તો નીતુને જ જોઇ રહ્યો હતો. કેટલી ખુશ હતી. એ મારી સામે જોઇને કેટલુ બ્લશ કરી રહી હતી. એની સ્માઇલના લીધે પણ મારામાં કેટલી એનર્જી આવી જતી હતી. ધીરે ધીરે ગરબાએ ચલતી પકડી હતી. બેસી ગયેલા લોકો કહી રહ્યા હતા કે એવુ કોઇ સ્ટેપ લઇએ જે બધાને આવડતુ હોય. અમે લોકોએ ફરી છઠીયુ શરૂ કર્યુ. છઠીયુ સહેલુ સ્ટેપ છે. બટ જેને ચકરડી ફરતા ના આવે એ ચક્કર ખાઇને પડી જાય. એવુ જ કેવલ સાથે થયુ. એને અમે લોકોએ સ્ટેપ શીખવાડ્યુ. બટ બીજા જ રાઉન્ડમાં ચક્કર ખાતો ખાતો એ રાઉન્ડની બહાર પડ્યો અમારામાંથી બે લોકો એની પાસે ગયા અને એને પાણી પાઇને આરામ કરવા કહ્યુ. કોઇ એક ક્ષણ પણ મીસ નહોતુ કરવા માંગતુ…! કારણ કે બધાને કુકડાની બોલી ખુબ મીઠી મીઠી લાગી રહી હતી……!

સવા કલાક ઉપર વીતી ચુકી હતી. ફર્સ્ટ હાફનો એન્ડ થવાનો હતો એટલે ગરબાએ બરાબરની પેસ પકડી હતી. અમે લોકોએ સામ સામે લાઇન કરીને દાંડીયા રાસ ચાલુ કર્યા હતા. દાંડીયા તો નહોતા બટ અમે લોકો તાળી આપીને રમી રહ્યા હતા. જ્યારે જ્યારે પણ મારા સામે નીતુ આવતી ત્યારે જે રીતે આંખોની આપ લે થતી એ હું હજુ નથી ભુલી શકતો. અમારા રીલેશનને ઘણો સમય વીતી ચુક્યો હતો છતા બન્ને વચ્ચેનો પ્રેમ વધતો જ જતો હતો. અત્યારે તો મારા અંદરથી હેતના ઉછાળા આવી રહ્યા હતા. આ શક્તિ જ કરી શકે….! ચલતી શરૂ થઇ ગઇ હતી. અમે લોકો ફરી બધાના કહેવાથી સાદા સ્ટેપ્સ પર આવી ગયા હતા. કોઇ મીસ કરવા નહોતુ માંગતુ…..! બધા પોતપોતાનુ બધુ જોર કાઢીને રમી રહ્યા હતા. કોઇ કંઇ વિચારતુ નહોતુ. કાનમાં માંના ગરબા વાગી રહ્યા હતા અને અમારૂ આખુ શરીર એને રીસ્પોન્ડ કરી રહ્યુ હતુ…….!!!

ચલતી એની ટોપ સ્પીડમાં હતી, બધા ફુલ સ્પીડમાં રમી રહ્યા હતા. એક પછી એક થાકના કારણે ખડી રહ્યા હતા. છેલ્લે હું, નીતુ, શીના અને નીલ જ વધ્યા હતા. અમે ચારેયે ચલતીમાં દોઢીયો રમવાનુ નક્કિ કર્યુ. સાદા સ્ટેપમાંથી સીધો જ દોઢીયો ચેન્જ થયો…! ફુલ ઓન એનર્જી. અમે લોકો ઓલમોસ્ટ પલળી ગયા હતા. પરંતુ આજે અમે રમી લેવા માંગતા હતા…..! અમે લોકો અમારામાં ડુબી ગયા હતા….! ત્યાંજ…! ગરબો પુરો થયો અને ફર્સ્ટ હાફ પુરો થયો…! અમે લોકો હાંફી ગયા હતા. સ્ટેજ પરથી જાહેરાત થઇ કે પંદર મીનીટના બ્રેક પછી ફરી ગરબા શરૂ થશે.

અમે લોકો બ્રેકમાં પાણી પીવા માટે ગયા. બધા જ ‘ખુબ જ મજા આવી’ એવુ કહી રહ્યા હતા. બધા જ પોતપોતાની સખીઓના હાથ પકડીને ચાલી રહ્યા હતા. મેં પણ નીતુનો હાથ પકડેલો હતો. રોહને બે પાણીની બોટલ ખરીદી. પીવાતા પીવાતા મારા અને નીતુ પાસે બોટલ આવી ત્યારે ઓલમોસ્ટ ખાલી થઇ ગઇ હતી. મેં અને નીતુએ એક એક ઘુટડો પાણી પીધુ. બટ તરસ હજુ હતી, મેં રોહનને હજુ એક બોટલ લેવા કહ્યુ…! એણે બોટલ ખરીદી. શીનાએ બોટલ પાણી પીવા માંગી. રોહને અમારી પહેલા એને એક ઘુંટડો ભરવા આપી ત્યાં તો બોટલ અમારી પાસે આવવાને બદલે વારાફરતી બધા પાસે ચાલી ગઇ. અમારી પાસે પહોંચી ત્યાં તો ખાલી ફરી થઇ ગઇ હતી. બધા હસવા લાગ્યા. આ વખતે હું પોતેજ બોટલ લેવા ગયો અને મેં અને નીતુએ પાણી પીધુ. અમે અડધી બોટલ ગટગટાવી ગયા. સ્ટેજ પરથી જાહેરાત થઇ ચુકી હતી કે ગરબા શરૂ થઇ રહ્યા છે.

‘તને એક સરપ્રાઇઝ મળવાની છે….!’, મેં નીતુને કહ્યુ.

‘શું….?’ એણે ક્યુરીઅસ થઇને કહ્યુ.

‘સરપ્રાઇઝ છે, એ થોડો હું કહેવાનો…!’, મેં હસતા હસતા કહ્યુ.

‘તો તે મને કહ્યુ જ શામાટે કે સરપ્રાઇઝ મળવાની છે…?’, એણે મને ધમકાવતા કહ્યુ.

‘મારાથી રહેવાયુ નહિ, કારણ કે મને આ સરપ્રાઇઝ આજે બપોરે જ મળી છે.’, મેં હસતા હસતા કહ્યુ.

‘હર્ષ પ્લીઝ….!’, એણે ઉભા ઉભા નાચતા કહ્યુ.

‘થોડી વાર થોભી જા…!’, મેં સ્માઇલ કરતા કહ્યુ.

‘પણ કોઇ હીન્ટ તો આપ…!’, એણે વધારે ક્યુરીઅસ થઇને કહ્યુ….!

‘ના સરપ્રાઇઝ એટલે સરપ્રાઇઝ…!’, હું મારા શબ્દો પર ટકી રહ્યો.

‘ઓય્ય, ગરબા શરૂ થઇ ગયા છે….!’, શીના બોલી.

‘ચલો ચલો…!’, તરત જ રોહન બોલ્યો. અમે બધા રોહન સામે જોઇને હસ્યા.

અમે લોકો ગ્રાઉન્ડ તરફ ચાલતા થયા. ‘તુ દર વખતે આવુ જ કરતો હોય છે….!’, નીતુ સ્માઇલ કરતા બોલી. આઇ લવ્ડ ધેટ સ્માઇલ. અમે બન્ને એકબીજાના હાથ પકડીને જ ચાલી રહ્યા હતા. જેમ જેમ અમે ગ્રાઉન્ડની અંદર જઇ રહ્યા હતા એમ એમ ગરબાનુ સાઉન્ડ વધતુ જતુ હતુ. જેમ જેમ સાઉન્ડ વધતુ જતુ હતુ, એમ એમ પગ થીરકવાનુ શરૂ કરી રહ્યા હતા. જ્યારે અમે અમારી જગ્યા પર પહોંચ્યા ત્યારે ‘તારા વિના શ્યામ મને એકલડુ લાગે…!’ એ ગરબો ચાલુ હતો. અમે લોકોએ રમવાનુ શરૂ કર્યુ. હવે અમારી પાસે બાર વાગ્યા સુધીનો સમય હતો એટલે કે સવાથી દોઢ કલાક….! મેં અને નીતુએ તો નક્કિ કર્યુ હતુ કે આજે નોન સ્ટોપ આરતી સુધી રમવુ છે……! પરંતુ નીતુ નોન સ્ટોપ તો નહોતી જ રમી શકવાની. એને એક મોટી સરપ્રાઇઝ મળવાની હતી. બપોરે જ્યારે મને આ સરપ્રાઇઝ મળી ત્યારે મારૂ મોં પણ ખુલ્લુ રહી ગયુ હતુ. મને પણ જટકો લાગ્યો હતો.

ગરબામાં ધીરે ધીરે બધા રંગાવા લાગ્યા હતા. હું નીતુને જોઇને સ્માઇલ કરતો કરતો રાસ લઇ રહ્યો હતો અને નીતુ મને જોઇને. આનાથી હસીન પળો કઇ હોઇ શકે. બધા જ પોતાની પ્રિયતમાંને જોતા જોતા ગરબા લઇ રહ્યા હતા. કેવલ અને રિકેતા, પ્રિયા અને નીલ, રોહન અને શીના. બધા એકબીજાની આંખોમાં આંખો નાખીને સ્ટેપ્સ લઇ રહ્યા હતા. ધીમી પેસમાં ગરબા રમવાની આ જ તો મજા હોય છે. ધીમે ધીમે રમતા રમતા એકબીજા સાથે આંખો મેળવી શકે. જે લોકો સીંગલ્સ હોય એમના માટે તો ધીમી સ્પીડના ગરબા બેસ્ટ હોય છે. ક્યારેક ક્યારેક ઇશારા અને અદાઓ ખુબ કામ કરી જતી હોય છે. આજનો દિવસ ખબર નહિં કઇ રીતે શરૂ થયો હતો ? સવારે ઉદાસ હતો. બપોરે ખુશ હતો. સાંજે ફરી ઉદાસ અને અત્યારે હું ખુબ જ ખુશ હતો. અત્યારે હું ખુશીઓના પીક પર હતો…! ગરબા ચાલુ હતા….! મારા મોબાઇલની રીંગ વાગી.

‘હું આવુ…!’, કહીને હું રાઉન્ડમાંથી નીકળી ગયો. પાંચ જ મિનિટમાં હું મારૂ કામ પુરૂ કરીને ફરી રાઉન્ડમાં આવી ગયો. નો ડાઉટ આ પાંચ મિનિટ માટે નીતુએ વિચાર્યુ જ હશે હું ક્યાં ગયો હતો. હું બ્લશ કરતો કરતો ફરી ગરબા રમવા લાગ્યો. મેં આવીને જાણી જોઇને નીતુ સામે ન જોયુ. નો ડાઉટ એના ચહેરા પર એક મોટી સ્માઇલ હતી, એ પણ મને જોઇને. એ મારી પાછળ આવીને જોડાઇ ગઇ…!

‘હર્ષ…. પ્લીઝ કહેને..!’, એણે ગરબા રમતા રમતા કહ્યુ.

‘શું કહુ….?’, મેં અજાણ્યા બનતા કહ્યુ,

‘હર્ષ પ્લીઝ. સરપ્રાઇઝ..! મારાથી નથી રહેવાતુ…!’, એણે નાના બાળકની જેમ કહ્યુ.

‘કઇ સરપ્રાઇઝ…?’, મેં હસતા હસતા કહ્યુ. ગરબો બદલાણો.

‘હર્ષ, પ્લીઝ…!’, મને એને આવી રીતે આતુર કરવાની મજા આવી રહી હતી.

‘ખરેખર તારે જાણવુ છે…..?’, મેં કહ્યુ.

‘હા…..!’, એ બોલી.

મેં એનો હાથ પકડ્યો અને અમે રાઉન્ડની બહાર નીકળ્યા. મેં એને પાછળ ફેરવી.

‘ઓહ્હ્હ…માય ગોડ…!’, એનો હાથ સીધો જ એના મોં પર આવી ગયો. એકાએક ઉદગારો નીકળી ગયા. એના એક્સપ્રેશન્સ તો ત્યારે જોવા જેવા હતા. એ સીધી જ દોડી પડી.

દ્રષ્ટિ ફુલ ટ્રેડીશનલ કપડામાં હતી અને એની સાથે જયદીપ પણ ટ્રેડીશનલમાં હતો. બન્ને હસી રહ્યા હતા. નીતુ સીધી જ દોડીને દ્રષ્ટિ પાસે ગઇ અને એને ગળે વળગી ગઇ. પાછળ મસ્ત ગરબાનુ બેકગ્રાઉન્ડ ચાલુ હતુ.

‘તમે બન્ને…..?’, એણે માત્ર એક જ પ્રશ્ન કર્યો.

‘હા અમે બન્ને….!’, દ્રષ્ટિએ જવાબ આપ્યો.

‘હજુ એક સરપ્રાઇઝ બાકી છે….!’, મેં ઉમેરતા કહ્યુ.

‘હર્ષ….!’, એણે મારી સામે જોઇને આંખો પહોળી કરી. મેં હું ડરી ગયો હોવ એવી એક્ટીંગ કરી. પછી મેં એના ખભા પર હાથ મુક્યો. અને દ્રષ્ટિ અને જયદીપને થોડા ખસવા કહ્યુ.

‘કોંગ્રેચ્યુલેશન્સ…..!’, એ જોઇને નીતુના મોંમાંથી ડાયરેક્ટ આ જ શબ્દો નીકળ્યા. મેં ઇશારો કરીને દ્રશ્ય અને તનવીને અમારા તરફ બોલાવ્યા. માસા માસી, અને એક અંકલ અને આંટી પણ આવી રહ્યા હતા. દ્રષ્ટિએ મને કહ્યુ હતુ તનવીના મમ્મી પપ્પા પણ આવવાના હતા.

નીતુ ખુબ ખુશ થઇ ગઇ હતી. માસાએ આવીને મને પ્રેમથી ગળે લગાવી લીધો. જે વસ્તુ મમ્મી પપ્પાની હાજરીમાં નહોતી બની. એ મમ્મી પપ્પાની ગેરહાજરીમાં બની. હું માસીને પગે લાગ્યો. નવરાત્રી ખરેખર ઉમંગનો તહેવાર હતો. આનાથી સુંદર પળો કઇ હોઇ શકે. પાછળ વાગી રહેલા સુંદર ગરબા અને બધાના ખુશખુશાલ ચહેરા…!

‘આ હર્ષ, જેમણે અમને હેલ્પ કરી છે.’, દ્રષ્ટિએ તનવીના પપ્પા સામે જોઇને કહ્યુ.

‘ખરેખર અમે કંઇજ હેલ્પ નથી કરી….! એ તારો પ્રેમ છે.’, મેં વિનયપુર્વક કહ્યુ.

દ્રશ્યએ તનવીના મમ્મી પપ્પાનો પરિચય કરાવ્યો. નીતુ ફરી દ્રષ્ટિને વળગી ગઇ અને કોન્ગ્રેચ્યુલેશન્સ કરવા લાગી…..! અમે લોકો બધાને ગ્રાઉન્ડ તરફ ખેંચી ગયા. કારણ કે ધીરે ધીરે ગરબા ચલતી તરફ જઇ રહ્યા હતા.

‘કઇ રીતે થયુ આ બધુ….?’, નીતુ ખુબ જ ખુશ હતી.

‘એ તને કાલે દ્રષ્ટિ જ કહેશે….!’, મેં દ્રષ્ટિ સામે નજર કરતા કહ્યુ. એ સ્માઇલ કરી રહી હતી. અમારો એક નાનો અમથો આઇડીયા, એક વિચાર કામ કરી ગયો હતો. અમે લોકો ફરી ગરબા રમવા ચડી ગયા.

નીતુ જે રીતે દ્રષ્ટિનો હાથ પકડીને રાઉન્ડમાં લઇ ગઇ એના પરથી લાગી રહ્યુ હતુ કે એ કેટલી ખુશ હતી. દ્રષ્ટિએ પણ મને કેટલીવાર થેંક્યુ કહ્યુ હતુ. બટ મેં એને એમ જ કહ્યુ કે મેં કંઇ નથી કર્યુ. બધી મહેનત તમારી જ છે. મેં એક પછી એક બધાને ગરબા રમવા રાઉન્ડમાં ખેંચ્યા. ગ્રાઉન્ડમાં અમારૂ ગૃપ ખુબ મોટુ થઇ ગયુ હતુ. બધાના ચહેરા પર સ્માઇલ હતી. બધા જ ખુશ હતા. એનાથી વધારે હું કંઇ જ નહોતો ચાહતો. દ્રષ્ટિને જયદિપ મળી ગયો. મામા-માસી સાથેનો બગડેલો સંબંધ ફરી બંધાઇ ગયો. એ દિવસે હું ખુબ ખુશ હતો.

અમે લોકો ફરી ગરબા રમવામાં રંગાઇ ગયા. બટ નીતુ સતત મારી આંખોમાં જોઇ રહી હતી. એની આંખોમાંથી છલકાતો પ્રેમ હું જોઇ શકતો હતો. એની આંખો જ એની ખુશીઓને વ્યક્ત કરી રહી હતી. અમે બન્ને સતત પાંચ મિનિટથી એકબીજાની આંખોમાં જોઇને ગરબા રમી રહ્યા હતા. એ રાઉન્ડમાં મારી સામેની સાઇડ હતી. ધેટ વોઝ વેરી ઇમોશનલ એન્ડ ટચી મોમેન્ટ ફોર મી. નીલ, પ્રિયા, રોહન, શીના, કેવલ, પ્રિયા, જયદિપ, દ્રષ્ટિ, દ્રશ્ય અને તનવી બધા જ ખુબ જ ખુશીમાં ગરબા રમી રહ્યા હતા. મારી અને નીતુની નજર એકબીજાથી દુર નહોતી હટતી. અમે તો રોજ મળતા હતા. રોજ એકબીજા સાથે વાત કરતા હતા. રોજ એકબીજાને ભેટતા હતા. એ છતા અમારા વચ્ચે આજે કોઇ અલગ રીતે જ નજરો મળી રહી હતી. આજે પાક્કુ થઇ ગયુ હતુ હું અને નીતુ એકબીજા માટે જ બન્યા હતા….! એ ચાલુ ગરબે રાઉન્ડમાંથી બહાર નીકળી. તરત જ હું પણ નીકળી ગયો અને એની પાસે ગયો….!

અમારા બન્નેની આંખો ભીની થઇ ગઇ….! અમે ભીની આંખે થોડીક ક્ષણો એકબીજા સામે જોઇ રહ્યા.

‘હર્ષ…!’, કહીને એ મને ભેટી પડી. હું મહેસુસ કરી શકતો હતો એ કેટલી ખુશ હતી. જેટલી એ ખુશ હતી, એની ખુશીઓના કારણે હું બે ગણો ખુશ હતો…!

પરંતુ ખુશીઓની સાથે ડર પણ વધતો જતો હતો….! હું ડરતો હતો કે ક્યાંક એવી કોઇ વીજળી ના પડે જે બધી જ ખુશીઓને બાળીને ખાખ કરી નાખે.

***

કઇ રીતે દ્રષ્ટિ અને જયદીપ એકબીજાને મેળવી શક્યા? શું હતી એમની સ્ટોરી.? કેવી હાલત થશે જ્યારે નીતુને ખબર પડશે કે હર્ષે એનાથી શું છુપાવ્યુ છે.. જાણવા માટે વાંચતા રહો. આપના રીવ્યુ મને ફેસબુક અથવા કમેન્ટમાં જણાવવાનુ ભુલતા નહિ facebook.com/iHirenKavad ….. વધુ આવતા શુક્રવારે…! ધ લાસ્ટ યરની પેપર બેક કોપી પ્રીબુક કરવા માટે 8000501652 વોટ્સએપ નંબર પર પીંગ કરો.

લેખક વિશે

હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઇટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઇટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઇનરથી વધુ કંઇ જ નથી. હાલ એ ફુલ ટાઇમ આર્ટ્સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. એક્ટીંગ અને રાઇટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.

એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય લીટરેચર અને આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. હાલ એ ‘એન્જીનીયરીંગ ગર્લ’ નામની એક નોવેલ, શોર્ટ સ્ટોરીઝ અને નાટકો પર કામ કરી રહ્યા છે.

આ સ્ટોરીઝના રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.

Facebook : www.facebook.com/Ihirenkavad

Google Plus : www.google.com/+hirenkavad

Twitter : www.twitter.com/hirenkavad