Diwalone Pan Kan Hoy Chhe books and stories free download online pdf in Gujarati

Diwalone Pan Kan Hoy Chhe

દિવાલો ને પણ દિલ હોય છે....

રઝીયા મિર્ઝા

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

પ્રસ્તાવના

‘‘દિવાલો ને પણ દિલ હોય છે’’

પુસ્તક ને લખવા થી લઈ ને પ્રકાશિત કરવા સુધી ની પ્રક્રિયા માં હું મારા કાર્યક્ષેત્ર ના સહકર્મચારીઓ, અને ખાસ કરીને પોલીસ મહાનિર્દેશક અને જેલોના ઇન્સપેક્ટર જનરલ ગુજરાત રાજ્ય અમદાવાદ શ્રી પી.સી. ઠાકુર સાહેબ તથા જેલ અધીક્ષક શ્રી આર.એફ સંગાડા સાહેબ તથા જેલ પરિવાર સ્ટાફ જે મારી ‘ફાર્માસીસ્ટ’’ ની ફરજો ની સાથે સાથે કેદી કલ્યાણની કે કેદી સુધારણા પ્રવૃત્તિઓ માટે ના કાર્યક્રમો માં મને સતત પ્રોત્સાહિત કરતા રહ્યા છે.

હું જેમના માટે લખી રહી છું એ લોકો ને કેમ ભુલાય, જેમની દિનચર્યા, જેમના આવેગો, લાગણીઓ,દર્દ કે વ્યથા,એકલતા કે વિરહ ,વિયોગ જાણે અજાણે થયેલી ભૂલો અને નવું જીવન જોવાના સ્વપ્નાઓ,કંઇક છાનું છાનું રુદન. એ બધું જ મારા લેખન માં સળસળાટ લખાતું રહ્યું લખાતું રહ્યું. મારા આ લેખન નો કોઈ વ્યક્તિ વિશેષ સાથે સબંધ નથી, પણ હા ક્યાંક ને ક્યાંક એમની વેદનાઓ ,લાગણીઓ,એકલતા મારા આ પુસ્તક માં ક્યાંક ને ક્યાંક ડોકિયું જરુર કરી જાય છે.

ક્યારેક છાપાઓ ના અને ઇલેક્ટ્રોનિક મિડીયા ના સમાચારો ગુનેગારો માટે ગુસ્સો લાવી દે છે, પણ પાછું થાય છે કે હું કોણ એ નક્કી કરનારી કે ‘કોણ ગૂનેગાર કોણ નિર્દોષ? છેવટે તો હું દિવાલ જ છું ને!!!!!

અનુક્રમણિકા

૧.દિવાલો ના પણ દિલ હોય છે....

૨.બીજ થી વૃક્ષ

૩.સ્ટોર રુમ

૪.લારી આવી.....

૫.મેરુ આપા

૬.હીરાબા

૭.એક હતી ગુનગુન

૮.૧ લી મે ગુજરાત સ્થાપના દિન

૯.વડ સાવિત્રીનો ઉપવાસ

૧૦.જેલ બદલી

૧૧.યાદ આવી જૂના પિંજરની

૧૨.ઓપન થિયેટર

૧૩.અંકુર નો અહેસાસ

૧૪.ઝૂ કે જેલ

૧૫.બિલાડી અને તેના બચ્ચાં

૧૬.સારેગમપધનીસા

૧૭.પાનખર

૧૮.મનીઓર્ડ

૧૯.ખાખી વર્દી ની પાછળ ધબકતું હ્‌રદય .૧

૨૦.ખાખી વર્દી ની પાછળ ધબકતું હ્‌રદય .૨

૨૧.આંખો નું રતન

૨૨.સાક્ષરતા

૨૩.જજમેન્ટ

૨૪.ચાંદની

૨૫.ભલમનસાહી

૨૬.અમરદોસ્તી

૧. દિવાલો ના પણ દિલ હોય છે....

દિવાલો ને પણ કાન હોય છે એ તો સાંભળ્યું છે પણ દિવાલો ના પણ દિલ હોય છે....એ ક્યાંય સાંભળ્યું છે. આ સમજવા માટે સૌ પહેલા આપણે દિવાલો ની વ્યાખ્યા શું??એ સમજવું પડશે. એક ઘર ની ચાર દિવાલ અને તેની વચ્ચે નો સંસાર, મંદિર કે મસ્જીદ ની દિવાલ અને તેની વચ્ચે ની આસ્થા, પણ કારાગાર ની દિવાલો ની વચ્ચે શું ???

હા વાત છે..જ્યાં બન્ને તરફ ની જીંદગી સમેટાઈ ને રહી જતી હોય છે..અંદર અને બાહર પણ . એ ‘કારાગાર’ ની દિવાલો ની..

દિવાલો ને પણ દિલ હોય છે.લખવા પાછળ મારો હેતુ એ જ કે દિવાલો ની અંદર અને બહાર એમ બે દ્રષ્ટિ દ્વારા મારો અભિગમ એ દર્શાવવાનો છે કે જ્યારે માનવ જીવન માં કોઈ એક પર તકલીફ આવે તેની સાથે સાથે પાછળ તેનું આખું યે તેનું ઘર કઈ રીતે હેરાન થાય છે. તેનું ચિત્રણ કરવાનો પ્રયત્ન કર્યો છે. દિવાલો ની આરપાર ની દ્રષ્ટિ થી બંદિવાનો ની દિનચર્યા,તેમની અંતરવ્યથા,સંવેદનાઓ,એકલતા ને મારા શબ્દો માં લખી રહી છું. જ્યારે દિવાલો ની બીજી બાજુ બહાર ના સમાજ માં થી આવતા બંદિવાનો ના સગા-સબંધીઓ, તેમની ઇંતેજારી,તેમનો વ્યય થતો સમય, તેમની સાથે આવેલા બંદિવાનો ના નાના નાના બાળકો,પત્ની, માતા-પિતા. ફક્ત વીસ મિનિટ ની મુલાકાત માં બસ કે રેલવે માં દૂર દૂર થી મુસાફરી કરીને આવેલા આ સગા-સબંધીઓ .આ બધા મારા આ કાલ્પનિક પાત્રો ની વ્યથા કોઈ માનવ જીવન માં ક્યાંક ને ક્યાંક ઝલકાતી હશે જ. સજા કાપતા બંદિવાનો ના બાળકો ની જવાબદારી,એમને ખવડાવવા થી માંડી ભણાવવાની અને પરણાવવાની ચિંતા. આ બધું તો સજા કાપતા બંદિવાનો કરતા પણ વધુ કષ્ટદાયક હોય છે.

એવું નથી કે હું ગુનાહ કે ગુનેહગારો ને છાવરવાનોપ્રયત્ન કરું છૂં. કે પછી એમને સમર્થન આપુંછું. કદાચ આ પુસ્તક વાંચી ને કેટલાક ને એમ પણ થશે કે આ ગુનેગારો એ કેટલાય ના જીવ લીધા હશે, કેટલાયે લોકો ના ઘર ભાંગ્યા હશે ,કેટલાયે મા બાપો ને પંગુ અને કેટલાયે બાળકોને અનાથ બનાવ્યા હશે.? એમના માટે આટલી સંવેદનાઓ?

એવું નથી ગુનેગારો ના પણ કુટુંબ હોય છે, ગુનેગારો ના ગુના માટે તેમના કુટુંબીજનોનો શું વાંક? કહો જોઈએ?

ક્ષણિક આવેગ માં આવીને કરેલી ભૂલો કે પછી કાયદા ની આંટી ઘૂંટી થી જાણે અજાણ્યે ફસાઈ જનાર વ્યક્તિ ને જીવન ના અમૂલ્ય વર્ષો સમાજ થી દૂર રહી ,એક નવા નંબર ની ઓળખાણ થકી જીવવું કેટલું તકલીફ દેહ હોય છે ! તે બતાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. દિવાલો ના પણ દિલ હોય છે....ના પાત્રો ને કોઈ મૃત કે જીવીત વ્યક્તિ સાથે સબંધ નથી, પણ હા, ક્યાંક ને ક્યાંક કોઈ સંવેદનાઓ અડે છે આ દિવાલો ને.. દિવાલો ના પણ દિલ હોય છે...વાંચ્યા પછી જો કોઈ એક વ્યક્તિ ના પગલા, ગૂનો કરતા પહેલા અટકી જશે તો મારી વાત સાર્થક થશે એમ હું માનીશ.

આજે હું મારી વાત કહું. હું એક દીવાલ , મેં એક એવા વર્ગ ની ગોળ ફરતે મજબૂત કિલ્લો ઘેરી લીધો છે.જેને સભ્ય સમાજ ના શબ્દોમાં અસભ્ય/તુચ્છ ગણાય છે..

એક મોટા લોખંડી ગેટ માં થી પોલીસ ની હથકડી સાથે અંદર આવનાર વ્યક્તિ પોતાની બહાર ની ઓળખાણ ગેટ ની બહાર મૂકી ને અંદર આવી જાય છે એક નવા વેશ /ચોલા સાથે.માન-સમ્માન ને નેવે મૂકી ને.અંદર અને બહાર ની દુનિયા માં ઘણો ફેર છે. જ્યારે અંદર થી બહાર જાય છે ત્યારે તેના આકાશ અને ધરતી સઘળું બદલાઈ ગયું હોયછે. સમાજ સ્વીકારતો નથી એને, જો કોઈ રીતે સ્વીકારી લે તો પણ તેનાસંતાનોના લગ્ન માં કે સબંધો માં થોડોક ડાઘ તો રહી જા જાય છે, અંદર નો.ગુનેગાર ના લેબલ લાગ્યાબાદ નવાસવા આવેલા બંદિવાનો જૂના બંદિઓ ને જોઈ પોતાની જીંદગી એડ્‌જ્સ્ટ કરવાના પ્રયત્ન કરતા રહેછે. ને પછી બની જાય છે મજબૂત. મારી જેમજ તો.

બરાબર વચ્ચે ના મોટા ગેટ માં થી અંદર આવનાર પોતાની ઓળખાણ બહાર મૂકી ને નવી ઓળખાણ સાથે જ્યારે અંદર દાખલ થાય છે ત્યારે અંદર રહેલા-વસેલાઓ એનો સ્વીકાર કરેછે બન્ને હાથો થી. પણા એ આવનાર વ્યક્તિ બહાર ના સમાજ માટે તુચ્છ બની જતો હોય છે. આખો દિવસ આ મોટા ગેટ નું અંદર-બહાર ચાલતું રહેછે. અને સાથેસાથે રજીસ્ટર માં નવા નામ લખાતા-ભૂંસાતારહેછે.

મેં આ લોકો ની ગોળ ફરતે મજબૂત કિલ્લો ઘેરી લીધો છે. અહીં ના મોટા ગેટ ની બરાબર સામે જ શીવજી નું મંદિર છે. .સવારે છ વાગે ભગવાન ને આરતી કરી જગાડવામાં આવે છે અને તે પછી ભક્તો ની આવન જાવનચાલુ થઈ જાયછે.સાંજે ૭ વાગે ભગવાન ને આરતી કરી સુવાડી દેવા માં આવેછે.

ભગવાન ના જાગ્યા અને સુતા ની વચ્ચે ના દર્શન કરવા આવતા ભક્તો ની પ્રાર્થનાઓ અને વેદનાઓ સાંભળું છું. ક્યારેક જાપ્તા માં જતા, કોર્ટ માં તારીખો માં જતા, ફર્લો પર કે પેરોલ પર જતા આ બંદિવાનો ની અને તેમના સગાઓ ની જ તો. બરાબર મંદિર ના દરવાજા ની જેમ જ અહીંની બેરેકો ના દરવાજા પણ બંધ થઈ જાયછે.......... બીજા દિવસ ની સવાર સુધી.

મારા થી થોડા દૂર ઘણાં ઝાડ છે. પણ ક્યારેક એની ડાળીઓ મારી નજીક મારા પર છાંયો કરવા આવે તે પહેલાં જ કાપી નાંખવામાં આવેછે. અરે ક્યારેકતો મારા પર જામેલી લીલ ને પણ ખોતરી ને ઉખેડી નાખવામાં આવેછે.ત્યારે મને ખૂબ દર્દ થાયછે. મારી પર જીવતા વાયરોને મૂકવામાં આવ્યા છે. તમને થશે કેમ? તો જાણો શિસ્ત અને સલામતી ના પગલા રુપે. હું એવી તો બદનસીબ છું કે મારી અંદર ના લોકોની સાથે બહારના લોકો ની ગતિવિધી ને પણ એક સાથે જોઈ રહીછું. આંખો બંધ કરી શકતી નથી. કારણ કે મારા નસીબ માં જ લખાયું છે આ બધું સહન કરવાનું.

દિવસભર નો તાપ સહન કર્યા બાદ ઢળતા સુરજ નો પડછાયો પેલી ડાળી ની વચ્ચે થી મારા પર પડે છે તો પાંદડાની અને ડાળી ની સુંદર છાયા ઉભરી આવેછે મારી પર, પણ રાત ની ચાંદની માં બેરેકો પર પડતા મારો પડછાયા થી ક્યારેક તો મને જ ડર લાગેછે.

આમ તો મારા કોટ કરેલા વિસ્તાર ની દરેક વાર્તાઓ તમારા હ્‌રદય ને રડાવશે,પણ તમને ખબર છે કે મારા હ્‌રદય ને સૌથી વધુ કઈ વાત રડાવતી હશે.....? જવાબ તમારે જ શોધવાનો છે મારી વાર્તાઓ માં થી જ.........

જુઓને વાદળ નો ગડગડાટ થયો..અરે આ છાંટા યે પડવા લાગ્યા...હાશ, આખાયે વર્ષ નો તાપ સહન કર્યા પછી થોડીક તો ઠંડક મળશે મને.

ચાલો વરસાદે એના આગમન નો સંકેત આપી દીધો. મારી સાથે સાથે ઝાડ પાન પણ ધોવાઈ રહ્યાછે. અરે......દૂર પેલું કોણ દેખાયછે.?

ફરી પાછી એ જ ભૂરી વાન, જેને અહીં ની ભાષા માં ‘ડબ્બો’ કહે છે. આવી ને ઊભી રહી ગઈ પેલા ઝાડ નીચે, ખાખી કપડા વાળા પોલીસ ભાઈઓ ઉતર્યા અને પાછળ હાથકડી ની સાથે ચાર પાંચ છોકરાઓ ઉતર્યા એમાંથી, પાછળ આવી એક ઓટો રિક્ષા, ને એમાંથી ઉતરી બે સ્ત્રીઓ, મેલા ગંદા કપડા માં આવેલ સ્ત્રીઓ માં એક વયસ્ક લાગતી હતી, બીજી સ્ત્રીએ માથે ઘૂમટો તાણ્યો હતો, હાથ માં કપડું ઓઢાળેલ કશુંક સળવળ્યું .ઉંહાઁ ઉહાઁ ઉહાઁ. ને પોલીસવાળા ભાઈઓ સાથે જતા છોકરાઓ માંથી એકે પાછ્‌ળ વળી જોયું. પગ થોડા અટક્યા ને ત્યાંજ પોલીસભાઈ નો અવાજ આવ્યો’ ચાલ પગ ઉપાડ, કેમ અટકી જાય છે’’ ને એ લોકો ને મોટા ગેટ માં લઈ ગયા,પેલી જડતી ની ઓરડી માંજ તો. રિક્ષા માં થી ઉતરેલી બન્ને સ્ત્રીઓ થોડીક રાહ જોઈ ને ઉભી રહી ગઈ. બાળક વાળી સ્ત્રી નીચે ખોળા માં બાળક ને લઈ ને બેસી ગઈ ખવડાવવા.

બાજુ ના બાંકડે બેઠેલ કુમુદની આંખો આ દ્રશ્ય સતત જોઈ રહી હતી, અનેક સવાલો હતા!! આ બન્ને સ્ત્રીઓ કોણ હશે? કેમ આવી હશે? પેલા છોકરા સાથે શું સંબંધ હશે? છોકરાઓ ને કેમ પકડીને લાવ્યા હશે? શું આ છોકરાઓ પણ અનિલ પાસે જ જશે? વિચારો માં ખોવાયેલી કુમુદ ને રેતી માં રમતી ૩ વર્ષ ની રમીલા તરફ ધ્યાન નહતું. અનિલ પણ અંદર જ ગયો હતો ને, કુમુદ વિચારતી રહી. ત્યાંજ ફરી એક મોટી ગાડી આવીને ઉભી રહી ગઈ.’ઓ બહેન , આ તમારી દીકરી છે? રમીલા નું બાવળું પકડી ને એક પોલીસે કુમુદ પાસે લઈ આવ્યો. ‘‘હા’’ ગભરાયેલી કુમુદે પોતાની દીકરી નો હાથ જલદી થી પોલીસવાળા ના હાથ માં થી

છોડાવીને એને છાતી સરસી ચાંપી લીધી.’’જોતા નથી અહીં ગાડીઓ ની અવરજવર છે. સાચવી નથી શકતા તો સાથે લઈને શું કામ આવો છો? પોલીસવાળો બોલતો બોલતો ગેટની અંદર ચાલ્યો ગયો.’કશું ખાધું? દૂર ઉભેલા એક ભાઈ નજીક આવ્યા. સાડીનો પાલવ સરખો કરતાં કુમુદે હકાર માં જવાબ આપી દીધો. વધારે લમણાં પરાયા જોડે શું કુટવા વિચારતી રહી. પોતાના નિર્દોષ દે હકાર માં જવાબ આપી દીધો. વધારે લમણાં પરાયા જોડે શું કુટવા વિચારતી રહી. પોતાના નિર્દોષ પતિ અનિલ ને મળવા આવી હતી. હજી આ શહેર માં આવ્યે બાર મહિનાય પણ નહોતા થયા. અનિલ નાનકડી કંપની માં કામ કરતો હતો.એક રુમ માં ત્રણ ચાર જણ સાથે રહેતા હતા.વિધવા સાસુ સાથે રહેતી કુમુદ ને અનિલ કહેતો કે મારી નોકરી બરાબર જામી જશે પછી તને,રમી અને બા ને શહેર માં લઈ જઈશ. એ આશા માં ને આશા માં આઠ મહિના વીતી ગયા. ઘરભાડું પોષાય તેમ નહતું એટલે ‘મોલ’ ના બીજા ભાઈબંધો સાથે રહેતો હતો.ત્યાંજ વળી એની સાથે રહેતા છોકરા એ પ્રેમ-બ્રેમ ના લફરા માં આપઘાત કરી લીધો ને ત્રણ ભાઈબંધો સાથે અનિલ પણ અહીં જેલ માં આવી ગયો. કોણ જાણે ક્યારેય કેસ ચાલશે ને ક્યારે અહીંથી છૂટશે મારો અનિલ..કુમુદ વિચારતી રહી. અજાણી નજરો થી અજાણ કુમુદ.

૨. બીજ થી વૃક્ષ

આ આંબા એ કેટલીયે વસંતો ને કેટલીયે પાનખરો જોઈ નાખી. નવા આંબાની ક્યારી બનાવતા બનાવતા નં ૫૨૮૬૩ રામાકાકા વિચારતા હતા. જ્યારે જ્યારે બગીચા ની સફાઈકામ કરતા થાક લાગેછે ત્યારે આજ આંબા નીચે પોરો ખાવા બેસી જાયછે.

રામાકાકા ને ગામડે તો મોટું ખેતર છે. ને ખેતર માં ઘર. રામાકાકા ને મોટી આંબાવાડી. બાજુ માં થી હાઇ-વે નં ૮ ની લેન જતી. કો’ક કહેતું કે જો આ રસ્તે સી.......ધા જઈએ તો દીલ્લી પુગી જવાય.ત્રણ દિકરીઓ ના બાપ એવા રામાકાકા ને દીકરો ન હતો, પણ રામાકાકા પોતાના નાનાભાઈ મગન ને દીકરા ની જેમ જ ઉછેરીને મોટો કર્યો. ધૂમધામ થી નાત માં લગન કર્યા. રામાકાકા ની ત્રણેય દીકરીઓ તો સાસરે હતી.એટલે રામાકાકા ની ઘરવાળી ‘ચંપાકાકી ’’ ,દેરાણી ‘‘કંકુ ’’ ને દીકરી ની જેમ સાચવતી. ક્યાંય ઓછું આવવા નહોતી દેતી. પણ કહેવાય છે ને કે ‘‘કજીયારી વહુ ખોરડાં ભાગે’’ એમ જુદા રહેવાના અભરખા માં ને અભરખા માં જીદ કરી.બાપડા રામાકાકા ચંપા ને ભથ્થું ખેતરે લઈ આવવાનું કહી નિકળી પડ્યા ખેતરે જવા. થોડા ઘણા પહોંચ્યા જ હશે ને અમથારામ નો કાનિયો સાઈકલ લઈને દોડતો દોડતો આવતો હતો...એ કાકા,એ કાકા, દૂર થી આવતા કાનિયા ને જોઈ રામાકાકા ને દ્રાસકો પડ્યો...કાનિયા ને હાંફ ચઢ્યો હતો...’લે પાણી પી, નિરાંતે વાત કર શું થયું?રામાકાકા એ પૂછ્યું.

‘કાકા કંકુ ભોજાઈ ...કહી કાનિયો બેસી પડ્યો. ‘‘પણ શું થયું કંકુ ને એ તો કહે? રામાકાકા બોલ્યા.બળી ગયા કંકુ ભોજાઈ..કહી ને કાનિયા કાકા ને સાઈકલ પાછળ બેસાડી ગામ તરફ હાંકી ગયો.

બસ ત્યાર થી જ ‘રામાકાકા,ચંપાકાકી,મગન ત્રણેય અંદર છે. ૧૪ વર્ષ માટે. આ દિવાલ ની બીજી બાજુ ચંપા છે. આજે બન્ને સુખદુઃખ ના સાથી છુટા પડી ગયા છે. વારે તહેવારે ત્રણેય દિકરીઓ મળવા આવેછે.જમાઈ-દિકરીઓ ખેતરો ને સાચવી લે છે. પણ રામાકાકા ને એમના ખેતર ની માટી ની સોડમ યાદ આવેછે.૭ વરસો થઈ ગયા છે અંદર ને અંદર ‘કાકા’ વિચારે છે.હજી ૭ વરસો...કેમના કપાસે?

‘જલદી કર સાહેબ નો રાઉંડ છે. બરાબર સાફ કર,પાણી પાઈ દે આને’’ પીળી ટોપીવાળા ‘વોર્ડર’’ નો હુકમ થયો. આ વોર્ડર એટલે સિનિયર કેદી, ને પાછા કામ માં લાગી ગયા રામાકાકા... ષ્ઠષ્ઠષ્ઠષ્ઠષ્ઠ

૩. સ્ટોર રુમ

‘‘ચાલ આ બિસ્તરો લઈલે , ઉભી રે અને થાળી-વાટકી પણ તારી બેરેક માં લેતીજા, જ્યારેછુટી થાઉં ત્યારે અહીં જમા કરાવીને જજે’’ સ્ટોર રુમ ના મોટા રેક પર થી શેતરંજી અને થાળી-વાટકી ઉતારતા ઉતારતા ચંદા બા નવી આવેલી બાઈ અંજુ ને પોતાના ભારે અવાજ થી કહ્યું

બિચારી અંજુનું નામ હમણાં જ રજીસ્ટર પર મોટા બહેને ચઢાવ્યું ત્યાં તો ‘સિનિયર વોર્ડર’’ ચંદાબા એને સ્ટોરરુમ માં પકડી લાવ્યા, સામાન આપવા.

‘‘હા બા’’ કહી ને ધ્રુજતા હાથે ,માથે મેલા સાડલા નો છેડો ખેંચી ને અંજુ એ શેતરંજી હાથ માં લઈ અને વાસણો બગલ માં દબાવ્યા.અને સ્ટોર રુમ માં થી નિકળી ,ને બેરેક માં જવા નીકળી ત્યાંજ ભાવના ભટકાઈ એની સાથે.

ગઈ કાલે આવેલી ભાવના ને આજે તાવ આવતો હતો, ઉલટીઓ થતી હતી અને માથા ના દુખાવાની ફરિયાદ કરવા આવી હતી ચંદાબાને.

’’ તે જેલ માં તો ઘર જેવું થોડું હોય, બુન, આતો જેલ કે’વાય.બધું યે થાય, તારા સરીખી ઉમર હતી ત્યાર ની અહીંયા છું ,બોલો કોને કહેવું? તમને આયે હજી બે’દિ નથી થ્યા ને માથું દુખવા માંડ્યું ને તાવ ય આવી ગ્યો?હજી ઘણાં કાઢ્‌વાના બાકીછે તારે બુન, જા દવાખાને જઈ ડોકટર મેડમ પાસે જઈ દવા લઈ આય’’ ‘સિનિયર વોર્ડર’’ચંદાબા એ ભાવના ને કહ્યું.

’’ અમેય ૧૪ ૧૪ વરસો કાઢી નાખ્યા અહીં વટ થી, કર્યો’તો ગૂનો ,ને ભોગવી સજા, વળી રડે શું વળે, જે કર્યું છે તે તો ભોગવવાનું જ છે ને? હેં કે નહિં? ‘‘મર્દ જેવા પડઘમ અવાજ થી ચંદા બા એ પરાણે અંશુ ને હકાર માં જવાબ લેવા મજબુર કરી.

‘સિનિયર વોર્ડર’’ ચંદા બા આજ થી ૧૪ વર્ષ પહેલાં આવ્યા હતાં અહીં આ જેલ માં, ત્યારે બિલ્કુલ ભાવના જેટલી જ ઉમર હશે, ૩૩ વરસ ની આસપાસ. પતિ ના ખુન કેસ માં આવ્યા હતા. પણ એમના મોઢા પર અને વર્તન માં ખુન કર્યા નો જરા પણ વસવસો કે પશ્ચાતાપ નહોતો. કહેતા હતા ‘‘મૂઆ એ કર્યું જ એવું કે મારે એને માર્યા વગર છૂટકો જ નહોતો. પીવા માં ને પીવામાં મને એના ભાઈબંધોને વેચવા બેઠો’તો મૂઓ’’

પચાસ ની નજીક પહોંચેલા ચંદા બા ને તેમના એક ના એક પુત્ર એ પણ માફ નહોતા કર્યા . ચૌદ વર્ષે જ્યારે જેલખાતા એ તેમના પુત્ર નો અભિપ્રાય માંગ્યો ત્યારે પોતાની આંખ સામે રણચંડી બની ને પિતા નું ખુન કરતી માતા નું ચિત્ર હજી યે તાજું હતું, એટલે અભિપ્રાય સારો ના મળતાં ચંદા બા ને ચૌદ વર્ષ ની ઉપર નો સમય અહીં જ રહેવાનું રહ્યું. થોડા વર્ષો કૂંડા કામ, પછી અનાજ કામ, પછી વોચમેન અને હવે છેલ્લા બે વર્ષ થી વોર્ડર ની જવાબદારી નિભાવે છે.

‘વોચમેન’ એટલે સફેદ સાડી પર જાંબલી કલર ની બોર્ડર વાળી પટ્ટી. અને વોર્ડરએટલે સફેદ સાડી પર પીળા કલર ની બોર્ડરવાળી પટ્ટી.

અહીંયા પણ કોલેજ ની જેમ જ સિનિયર અને જુનિયર ની પ્રથા છે. ‘રેગિંગ’ ની જેમજ, પણ છાનામાના.

જો ને રુઆબ તો જેલરબેન કરતાંયે વધારે છે.’’

હા, અમથી, સવારે એમને પગે લાગવાનું ,ના લાગીએ તો મોઢું ચઢી જાય, ને પાછી જેલરબેન ને ફરિયાદ કરે’’

અનાજકામ કરતી કરતી બાઈઓ ગુસપુસ કરવા લાગી.

ને ધમધમ કરતાં ‘ચંદા બા’’ સ્ટોરરૂમ ની ચાવીઓનું ઝુમખું હલાવતા હલાવતા પહોંચી ગયા.. જેલરબેન ’ પાસે

૪. લારી આવી.....

લારી આવી, માઁ લારી આવી..નાનકડો ભોલો આજે જીદ પર હતો.

મહિને એકવાર જેલકેન્ટીન માં થી લારી આવતી જેમાં જેલ બેકરી માં બનાવેલા બિસ્કીટ,નાશ્તા,સાબૂ,કપડા ધોવાનો સોડા, માથા માં નાખવાનું તેલ,પાઉડર,ટૂથપેસ્ટ વગેરે કૂપનો થી ખરીદી શકે તેવી વ્યવસ્થા જેલ સતાધિશો તરફ થી હતી,જેલ મેન્યુઅલ માં આવતું.

‘‘માઁ મને બિસકીટ લઈ આપને’’ વળી પાછો ભોલો જીદ પર આવી ગયો.મંજુ ના ખાતા માં પૈસા જમા નહોતા થયા. કારણ કે તેની બહેને મનીઓર્ડર નહોતો કર્યો.એટલે કૂપન કઢાવી શકી નહોતી.ભોલાએ જીણકી ના હાથ માં બિસ્કીટ જોતા જીદ પકડી હતી..

સમરત સાબુ લેવા ઉભી હતી લારી પાસે,એને વળી દયા આવી ગઈ ભોલા પર ને સાબુ ની કુપન ભોલાને આપી દીધી બિસકીટ લેવા. ભોલો બિસ્કીટ નું પેકેટ લઈ દોડતો દોડતો જતો રહ્યો પોતાની બેરેક માં, ને સમરત ખાલી હાથે,સાબુ લીધા વગર...’’કાંઇ નહિં જેલ ના એક સાબુ ને મહિનો ચલાવી લઈશ’ વિચારતી વિચારતી..બળી આ જીંદગી માં ,હવે શું નહાવું શું ધોવું?

૫. મેરુ આપા

એક રસપ્રદ વ્યક્તિત્વ, ૫૦ થી ૫૫ ની ઉમર,જેલ માં જ્યારે પણ કોઈ ક્રિએટીવ વર્ક શરુ થાય, મેરૂ આપાનું નામ સૌ પહેલું હોય, સીવણ, ભરતકામ,વણાટકામ,રમત-ગમત હરિફાઈઓ, જેવી કે લીંબુ —ચમચી કે પછી કોથળા દોડ હોય. મેરૂ આપા ને ક્યારેય ઉમરબાધ નહોતો. અરે હમણાં ટિંડોળા —સોય હરીફાઈ માં પણ નંબર વન રહ્યા.૫ મિનિટ માં સો થી વધુ ટિંડોળા ભરી લીધા સોય-દોરા માં.કોઈ પૂછે કે હવે સિલાઈ-ભરત સીખી ને શું કરશો? જવાબ મળે મારી નાતી-પોતીઓ ને શિખવાડીશ બહાર જઈને. લવ મેરેજ કર્યા હતા મેરૂ આપાએ.નાનપણ થી ભરતકામ ના શોકીન મેરૂઆપા ભરતકામ શીખવા જતા ક્લાસ માં ,અને મહેબૂબ ભાઈ જોડે ટંકો ભરાઈ ગયો શાદીનો. ચાર બાળકો ના સંસાર માં રચ્યા પચ્યા થઈ ગયા. બે દિકરા ને બે દીકરીઓ. પડોશ માં ઝગડો થતાં પડોશીની વહુએ આત્મહત્યા કરી લીધી. વહુ ના પિયરીયાઓ એ વેવાઈની સાથે મેરૂઆપા-મહેબૂબ ભાઈ નું નામ પણ લખાવી દીધું.ને મેરૂઆપા-મહેબૂબભાઈ જેલ માં આવી ગયા.પણ બન્ને પતિ-પત્ની જુદી જુદી જેલો માં હતા. બે દિકરીઓ ને એક દીકરા ને તો પરણાવી દીધો હતો.પણ ચોથો ઇમરાન બાકી હતો પરણવા માટે. હજી હમણાં જ ફર્લો રજા પર ગયા ત્યારેજ ઇમરાન નું સગપણ કરી દીધું હતું. લગ્ન ની તારીખોય નક્કી કરીને આવ્યા હતા. કંકોત્રી પર રજા પણ મંજૂર થઈ ગઈ હતી.

મોટો દીકરો સલીમ અને વહુ લેવા આવ્યાં મેરૂ આપાને.’’તારા અબ્બા ક્યાં? અચાનક અમ્મા ના સવાલ થી સલીમ ચોંકી ગયો. અમ્મા ,અબ્બા ઘરે આવી ગયા હશે,અમે તને લેવા આવ્યા છીએ.લાડકા ઇમરાન ને પરણાવવાની ખુશી સમાતી નહોતી મેરૂ આપા માં.જલ્દી ઘર આવી જાય એવી તાલાવેલી હતી.

....................પણ હ્‌રદય માં ઊંડાણ માં કંઇક ખુંચતું હતું. ઘર આવી ગયું. બધા બાળકો ને વારા ફરતી ગળે લગાવ્યા. દીકરીઓ ને નાતી-પોતા ને મળી હર્ષ માતો નહોતો.‘‘તારા અબ્બા ક્યાં? ફરી પાછો એ જ સવાલ.

’અરે ઘર માં શાદી છે,દોડધામ માં હશે, નણંદબા એ સૂર પૂરાવ્યો.ને થાક્યા પાક્યા મેરૂઆપા રાત્રે સૂઈ ગયા પોતાના ઘર માં ચેન થી, કાલે વહેલી સવારે જાન લઈને જવાનું છે એ વિચારે જ તો.

સવારે જાન નીકળવાની તૈયારીમાં ફરી એજ સવાલ’ અબ્બા ક્યાં તારા?

અરે અમ્મા આગળ ની ગાડી માં છે. વેવાઈએ જાન નું સ્વાગત કર્યું, પુરુષો મહિલાઓ ને જુદો જુદો ઉતારો આપ્યો હતો. ઇમરાન નો નિકાહ થઈ ગયો. રૂપાળી શબનમ ઘરે આવી ગઈ. જ્યારે દુલ્હા-દુલ્હન ને પોંખવા માટે મેરૂ આપા ફરી અબ્બા ને શોધવા લાગ્યા ત્યારે ઇમરાન પોક મૂકી રોઈ પડ્યો.’અમ્મા ,અબ્બા નહિં રહે’ મહેબૂબ ભાઈ ખુદા ને પ્યારા થઈ ગયા હતા.દીકરા ના લગ્ન ની રજા પર હજી બે દિવસ પહેલા જ આવ્યા હતા, ને અચાનક એટેક આવતાં મહેબૂબભાઈ નો ઇંતેકાલ થઈ ગયો હતો. પણ ઇમરાન ની શાદી ની તારીખ લેવાઈ ગઈ હતી, શાદી કઈ રીતે રોકી શકાય અને વળી મેરૂ આપા ને આ ગમ નો અચાનક આંચકો પણ આપવો યોગ્ય નહતો એટલે જ શાદી બાદ જ જાહેર કરવાનું નક્કી કર્યું હતું સૌએ.

‘મેરૂ આપા નિઃશબ્દ હતાં. આ આંચકાએ એમને નિઃશબ્દ બનાવી દીધાં, દીકરાઓ ની વહુઓ અને દીકરીઓ ‘‘માઁ’ ને વળગી ને ખૂબ રોઈ. પણ મેરૂ આપા ની આંખ માં આંસુ નહોતા.

ફર્લો ને પંદર દિવસ પૂરા થઈ ગયા, આજે પાછા ફરવાનું હતું જેલ માં, વાળમાં થી મેંદીનો કેસરી રંગ ઉડી ગયો હતો,આંખોં માં સૂરમો નહતો, મારુતીવાન માં સૌ કોઈ ગોઠવાઈ ગયા, મેરૂ આપા ને ફરી મૂકવા જેલ ના સળિયાઓ પાછળ.

૬. હીરાબા

બરાબર મધ્યે ચોગાન માં બનેલી નાનકડી દેરી પણ અહિં ની બહેનો ના કહેવાતા મંદિર માં બાઈઓની ભીડ ભેગી થઈ છે. આરતી ઉતારી ને લાગેછે ભજન ગાઈ રહ્યા છે. પ્રસાદ તૈયાર થઈ રહ્યો છે. અને હવે વહેંચાઈ રહ્યો છે. કરગરીને બાધાઓ,માનતાઓ માની રહ્યા છે. આજે કોઇને ભૂખ નથી લાગી.કદાચ ભગવાન ને મનાવવામાં આવી રહ્યા છે. ટન..ટન..ટન...ડેલા ના મોટા દરવાજા નો ઘંટ વાગ્યો.કોઈ આવ્યું હોય તેવું લાગેછે. ભજન નો અવાજ થોડો મંદ થઈ રહ્યો છે,બહેનો ની નજર મોટા ગેટ તરફ છે.અંદર અંદર વાતો ચાલુ થઈ ગઈ છે.’’મેટ્રન’કોઈ સંદેશ લઈ ને અંદર આવ્યા અને જઈને મોટા જેલર બહેન ને કોઈ સંદેશ આપતા લાગેછે. બહેનો કાન સરવા કરી સાંભળવાનો પ્રયત્ન કરેછે, અને મોટા બહેન ના ચહેરા પર ના હાવભાવ પણ,

ટોળું વળીને બેઠેલ બાઈઓ માં થી એક જાંબલી પટ્ટા વાળી વોચમેન મોટા જેલરબેન પાસે જાય છે. બધાની નજર મોટા જેલર બહેન ના ચહેરાને વાંચવાનો પ્રયત્ન કરેછે. અને જેલરબેન નું સ્મિત જ એનો જવાબ હોય છે. દોડતી દોડતી ટોળા તરફ આવેછે, એના પગલાં ની ગતિ થીજ બેઠેલી બાઈઓ માં જાણે પ્રાણનો સંચાર થઈ જાયછે.આખું યે ટોળું ઉભું થઈ જઈ એકબીજા ને વળગી પડેછે.

બધી બહેનો આનંદ ની કિલકારીઓ પાડેછે. સમાચાર હતા સરકારી દવાખાને ઓપરેશન માટે ગયેલા ‘’’હિરા બા ’’નું ઓપરેશન સક્સેસ થઈ ગયું હતું. આ એજ હિરાબા હતા જે સૌથી જૂના કેદી હતા, એમના પર ના જાણે કેટલીયે કલમો લાગેલી હતી. હિરાબા ને કેટલાયે સમય થી પેટ નો દુખાવો મટતો નહતો.જેલ માં આવેલા દવાખાના ના ડોક્ટરો એ સર્જનો એ તપાસ્યા હતા ઘણી વાર , પણ કોઈ રોગ પકડાતો જ નહતો.છેલ્લે એમને સરકારી દવાખાના માં બધાયે ટેસ્ટ કરાવ્યા ત્યારે રોગ પકડાયો હતો. સરકારી હોસ્પિટલ ના સર્જન સાહેબે ‘કોલોસ્ટોમી’’ એટલે આંતરડા નું ઓપરેશન કરાવવાની સલાહ આપી હતી. જેલ ના અધિકારીઓ એ હિરાબા ના એક પુત્ર ની પરવાનગી માગતો પત્ર લખી ને તુરંતજ ઓપરેશન માટે પરવાનગીઆપી. આખોયે જેલ સ્ટાફ અને કેદીઓ હિરાબા ના સ્વાસ્થય માટે ચિંતા કરતા હતાં અને ‘’’હિરા બા ’’નું ઓપરેશન સક્સેસ થઈ ગયું હતું હિરાબા ના નસીબ માં હજી જીવવાનું હતું , સજા પૂરી કરવા.

૭. એક હતી ગુનગુન

એનો અવાજ ,એની ચાલ,એની દ્‌ર્ષ્ટિ,એનું હાસ્ય, બધું જા એના નામ પ્રમાણે હતું. સદયે ગુનગુનાતી રહેતી ગુનગુન.

સફેદ વસ્ત્રો માં પણ સદયે સ્મિત વેરતી રહેતી ગુનગુન ,બેરેક ની બહાર આવતી તો અજવાળું ,બેરેક માં રહેતી તો પણ અજવાળું જ. ઘણી બધી ખૂબીઓ થી ભરપૂર હતી ગુનગુન.

એને જોઈને કોઈને લાગતું જ નહોતું કે તે એક ‘કેદી’છે. વયસ્ક કેદીબહેનો ને શ્રિક્ષિત કરવાની એની જવાબદારી હતી. જેલ ના દરેક સાંસ્કૃતિક કાર્યક્રમ માં એ ભાગ લેતી જ હોય. અને એ પાત્રમાં એટ્‌લી તો ગળાડૂબ થઈ જાય કે.....

અરે હમણાં જ એક કાર્યક્રમ માં તેણે ભાગ લીધો હતો,એના ભૂતકાળ પર જ જાણે સ્ક્રિપ્ટ લખાઈ હતી. એનો રોલ હતો દારુડિયા પતિ ની પત્નિ નો. ઘર ના કકળાટ માં પતિને ભૂલ થી ધક્કો વાગી જતાં એ ટેબલ સાથે અથડાઈ ને મરી જાયછે ત્યારે તેનો પડોશી કકળાટ સાંભળી ને આવી પહોંચે છે. અને પતિના મોત ના કેસ માં ગુનગુન સાથે તેનો પડોશી પણ જેલ ના સળિયા પાછ્‌ળ ધકેલાઈ જાય છે. નાના બાળકો અનાથાશ્રમ માં મૂકાઈ જાયછે. જેલ માં ગુનગુન ઘણા બધા ઉધ્યોગો શીખી જાયછે. ઓપનયુનિવર્સિટી થી બી.એ. થઈ જાયછે. અને આ દરમ્યાન જ કોઈ કાર્યક્રમ તૈયાર થઈ ગયો.

બિલ્કુલ ભુતકાળ જ ભજવવનો હતો ગુનગુને સ્ક્રિપ્ટ મુજબ. નાટક આગળ વધી રહ્યું હતું. દ્રષ્યો એકપછી એક ભજ્વાતા રહ્યા. છેલ્લો સીન હતો જેલ ના ગુજારેલ વર્ષો બાદ આઝાદ થવાનો,બાળકો સાથે ભવિષ્ય ના સપના જોતી ગુનગુન ને આ સીન એ રીતે ભજવવાનો હતો કે તે છૂટી જાયછે અને પોતાના ઘરે આવેછે. ઘર માં પ્રવેશતાં જ તે જુએછે કે જે રીતે ઘર માં થી ગઈ હતી, ઘર એજ હાલત માં હતું, પડી ગયેલું ટેબલ,

બાળકો ના દફ્‌તર,વોટર બેગ, વગેરે વગેરે.... દિવાલ પર લટ્‌કેલું ઘડિયાળ ,એજ સમય પર અટકી ગયેલું હતું જ્યાં થી ગુન ગુન ની જીંદગી અટકી ગઈ હતી. એ જોર થી રડેછે. એના કલ્પાંત થી સામે બેઠેલા બંદિ પ્રેક્ષ્કો પણ રડી પડેછે. ગુનગુન બેસી પડેછે. નાટક ના અંત માં દરેક પાત્ર ગુનગુન પાસે આવીને હિંમતા આપેછે. ગુનગુન ઉભી થાયછે.પરદા પાછળ ગીત વાગેછે’રુક જાના નહિં...તૂં કહીં હારકે....અને નાટક નો પરદો પડી જાયછે.

બેરેક માં ગયા બાદ ગુનગુન થાકી ને સુઈ જાયછે. જ્યારે તેની આંખ ખુલે છે ત્યારે એને અહેસાસ થયા છે કે તે એકા નાટક નું પાત્ર હતી. ત્યારે ગુનગુન ખુબજ રડેછે. નાટક ના પાત્ર માં ગુનગુન એટલીતો ઓતપ્રોત થઈ ગઈ હતી કે તેને પોતાની અસલી જીંદગી માં જેલ ની આઝાદી મળી હોય તેમ લાગવા માંડ્યું હતું.

થોડાક જ મહિનાઓ બાદ ગુનગુન ની સારી કામગીરી અને ચાલચલગત ને લઈને જેલ અધિકારીઓ એ ૪૦ દિવસ ની માફી આપી દીધી, ગુનગુન એના બાળકો પાસે પહોંચી જાયછે....સ્ટેજ પર ભજ્વેલા નાટક ને અસલી જીંદગી માં ભજવવા.

૮. ૧ લી મે ગુજરાત સ્થાપના દિન

સાંભળ્યું છે સરકાર ગુજરાત સ્થાપના દિન આ અવસરે ‘કેદીઓ’ને માફી આપવાની છે. જે લોકો છુટવાના છે તેમના નામા નું લિસ્ટ જેલર બેન પાસે આવી ગયું છે. છેલ્લા કેટ્‌લાયે વર્ષો પહેલાં ઘણાંબધા કેદીઓ ને માફી મળી હતી, ટકાવારી માં. સારી કામગીરી માટે જેમની ચોપડીઓ ચોખ્ખી છે તેઓ આશા રાખીને બેઠા છે. માફી મળશે તો ચાર-પાંચ વર્ષા જલ્દી બહાર ની દુનિયા જોઈ શક્શે.

જમનાડોશી, હંસા,વેણી,ભૂરીબા, ગોપાલકાકા, મનસુખલાલ, એમા લગભગ ૪૦ નામા છે પણ જડાબા નું નામ આ લિસ્ટ માં નથી. ક્યાંથી હોય? ૨૬૮ ની ભાગેડુ ની કલમ લાગી ગઈ છે જડાબા ને. જડાબા એમની દિકરી સાથે જેલા માં આવ્યા હતા પાંચા વર્ષો પહેલાં, દિકરી ગાંડીથઈ ગઈ હતી. જડાબા ના પતિ નાથાલાલ અને બીજો દિકરો બાજુ ની જેલ માં હતા. ફર્લો રજા પર ગયા બાદ નાથાલાલ બિમારી માં જ ગુજરી ગયા ને ગાંદી દિકરી પણ, જડાબા ની માનસિક હાલત બગડીગઈ. જડાબા સમયસરા જેલ માં હાજર ના થઈ શક્યા અને એમની પર ૨૬૮ ની કલમ લાગી ગઈ અને જડાબા ‘વોન્ટેડ’’ જાહેર થઈ ગયા. બે દિવસ પછી જેલા માં હાજર તો થઈ ગયા પણ તેમની પર લાગેલી ‘૨૬૮’ની કલમ એમને આજે નડી . કારણ કે ‘માફી’ માં વોન્ટેડ કેદીઓ ના નામ નથી હોતા.

સફેદ વાળ સાથે મેચ ખાતા સફેદ સાડી માં જડાબા ની પતિ અને પુત્રીના મોત માં રડી રડી ને સુજી ગયેલી આંખો, માફી મળેલા બંદીવાનો ને બહાર જતા જોઈ રહીછે. કદાચ એમને પણ જો સમયસર માફી મળી ગઈ હોત તો આજે ઘરવાળા સાથે હોત ને કદાચ પતિ-દિકરી ને ખોવાનો વારો ના આવ્યો

બહાર જનાર બધી બહેનો જડાબા ને વળગી ને રડી રહી છે, પણ જડાબાની આંખો કોરી છે. આંસુ સુકાઈ ગયા છે.ર્ ીંર્ીં.‘એમનું હ્‌રદય બોલી રહ્યું હતું ’હવે માફી મળે તો યા શું કામની? કોના માટે ઘરે જાઉં?

૯. વડ સાવિત્રીનો ઉપવાસ

એક તૂટેલા નાનકડા વડ ની આસપાસ બધી બાઈઓ નવા નવા કપડાં પહેરીને ભેગી થઈ છે. આજે સૌ બહેનો ના ઉપવાસ છે...વડ્‌સાવિત્રીના .કેટલી બહેનો એ તો જેઠ સુદ તેરસનાં દિવસે થી વ્રતનો પ્રારંભ કર્યો છે. જેઠ સુદ તેરસથી પૂનમ સુધી એટલે આજ ઉપવાસ કર્યા છે. લોકવાયકા છે કે વડના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે. ‘સાવિત્રી’ કાયમ રહે છે. એટ્‌લે કે વડ ના થડ માં વિષ્ણુ નો વાસ છે.વડ ની શાખાઓ માં મહાદેવજી નો વાસ છે. એટલે વડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેનો વાસ છે. એટલ. વડ નીચે બેસીને વ્રત પૂજન કરવાથી કે કથા સાંભળવાથી મનોકામના પૂરી થાય છે.આ વ્રત ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ જ કરે છે અને સાથે રહેવાની મંગલકામના સાથે કરે છે. જેલ અધિકારી સારા છે. જેલ માં પણ બધા જ તહેવાર ઉજવવાની પરવાનગી આપેછે.

બધી બહેનો પોતપોતાની થાળીમાં હળદર, કંકુ,ફૂલ,કાચો દોરો (સૂત) પલાળેલા ચણા, નારિયેળ, ધૂપ,બિંદી. કાંસકો,બંગડી,અરીસો અને મંગલસૂત્રના કાળા મોતી લઈને બેઠીછે. એક પછી એક બહેન હવે વડને ફળ-ફૂલ ચઢાવી તેનીચારે બાજુ કાચો દોરો લપેટી વડ ની પરિક્રમા કરી રહીછે. હવે સૌ નીચે બેસી ને હાથમાં ચોખા લઈને વટ સાવિત્રિ ની કથા સાંભળવા બેસી ગઈ છે ચોતરફ.

એક ખૂણા માં નકામા ગણાતા પડી રહેલા કોઈ વૃધ્ધ ની જેમા આ નકામા વડ નો રુઆબ આજે કંઇ ઓર જ છે. એની પર બાંધેલું સૂત એનું આજનું મુલ્ય બતાવી રહ્યું છે.

‘માથે ઓઢીને સાવિત્રી-સત્યવાન ની કથા સાંભળી રહેલી ‘સરીતા’નો સાડલાનો છેડો પકડી ને ઉભેલો ‘રાજુ’માં ની પૂજા ને નિરખી રહ્યો છે. એની આંખો ધૂપ થી બળી રહી છે. એટલે વારંવાર માં ને ઉભી કરવાની જીદ કરી રહ્યો છે.સરીતા કોણી વડે રાજુ ને હળ્વેક થી ધક્કો મારે છે. પણ જીદ પર અડેલો રાજુ માનતો જ નથી. ‘માઁ’મને ખોળા માં લઈલે...તારા ખોળામાં આવવું છે મારે .

નાનકડા રાજુ ને જેલ માં આવેલા દવાખાના ની નર્સ બહેન ખોળા માં ઉંચકી લે છે. ‘જો રાજુ , તારી મમ્મી ભગવાન ની પૂજા કરશેતો તારા પપ્પા બહુ જીવશે.તારા માટે સારા સારા રમકડા લાવશે.ખાવાનું લાવશે. રાજુ ,નર્સબહેન ની વાતો સાંભળી ને ચૂપ થઈ ગયો. મો માં અંગૂઠો નાખીને ખૂબ લાંબા વિચાર માં પડી જાય છે.

દૂર આસોપાલવ ને અડીને બેઠેલી રતન ના ખોળા માં બેઠેલી ચાર વર્ષ ની ’દિશા’ એની માં ને જોઈ રહી છે. ક્યારેક માં તરફ ક્યારેક વડલા તરફ જોઈ રહીછે. વીણા માસી એને વડ પાસે લઈ જાય છે પ્રસાદી અપાવવા. જ્યારથી વીણા રતન અને એની દિકરી ને લઈને અંદર આવીછે ત્યારથી જ રતન ચૂપ છે. આંખો સામે પ્રગટાવેલા ધૂપ ના ધૂમાડા માં વીણા ને કાંતાભાભી દેખાય છે..સળગતા ‘‘બચાવો બચાવો ‘‘ની બૂમો પાડતા. બિચારી વીણા તો બહેના રતન ની સુવાવડ કરાવવા આવી હતી પિયર માં,પહેલી સુવાવડ હતી રતન ની, એને તેડી લાવ્યા હતા, હજી બે મહિના પહેલા જ પરણીને ગયેલી વીણા ને માં એ કાગળ લખીને બોલાવી’તી’ દિકરા તુ આવીશ તો મને ઘરકામ માં મદદ રહેશે. વીણા બાપડીને શું ખબર કે એનું આગમન કાંતાભાભીનો જીવ લઈ લેશે?

રતન ની સુવાવડ થઈ ગઈ, સુંદર રુપાળી દિશા નો જન્મ થયો હતો. રતનના ઘરવાળા ,બનેવી આજે છ્‌ઠ ને દિવસે નામકરણ કરવા આવવાના હતા. નણંદ-ભોજાઈ ભેગા મળી પૂરીઓ તળવા બેઠા, ગરમ ગરમ તેલ નું કઢાયું અચાનક ચૂલા પર થી ગબડી પડ્યું ને કાંતાભાભી.........ને ત્યાર બાદ રતન, વીણા, ને દિશા હંધાય અંદર, માં યે હતી અંદર પણ એ તો માફી માં છૂટી ગઈ હતી..

તો દૂર ..બેરેક ના દરવાજા ને ટેકો દઈને બેઠેલી સીતા એ વડ ને જોવાનો પ્રયત્ન કરેછે, ને ક્યારેક સુંદર સજેલી બાઈઓ ને. એને હવે શણગાર ની કોઈ જરુર નથી લાગતી ,કોણ છે એને ચાહવાવાળો હવે? એને યાદ છે હજી પાંચ વર્ષ પહેલા જ મંદિર માં જઈ લગ્ન કર્યા હતા ભાઈઓ થી છૂપા છૂપા કનુ જોડે. પણ ઘર માં ભાઈ-ભાભીઓ ની સાથે રહેતી હતી. કોણ જાણે ભાઈ-ભાભી વચ્ચે રાત્રે શું બન્યું હતું કે સવારે ભાભી પંખા ને લટકી ગઈ હતી, સવારે પોલીસ બધાને અંદર લઈ આવી જેલ માં. કોઈને ખબર નહોતી કે સીતા એ મંદિર માં લગ્ન કરી લીધા છે કનુ જોડે.એક ભગવાન સાક્ષી હતો ને બીજી એની ખાસ બહેનપણી માયા.

બીજે દિવસે કનુ સીતા ની બહેનપણી ને લઈ ને મળવા કોર્ટ માં આવ્યો ત્યારે ખુબ રડી હતી સીતા .કનુ એ દિલાસો આપ્યો હતો એને, થોડાક વર્ષો બાદ સીતા ને કસુરવાર ઠેરવવામાં આવી ને સજાપડી આજીવન. સીતા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી કોર્ટ પટાંગણ માં. ત્યારે કનુ એ હૈયાધારણા આપી, હું જન્મો જન્મ તારી રાહ જોઈશ. સીતા એ પોતાની ખાસ બહેનપણી માયા પાસે કનુ નું ધ્યાન રાખવાનું વચન લીધું. ને કનુ ને માયા સાથે લઈને ગઈ, પહેલા પહેલા તો મહિને એકાદ કાગળ આવતો કનુ નો, ને પછી છ મહિનાઓ સુધી ના આવ્યો, સીતા ને ચિંતા પેઠી કનુ બિમાર તો નહિં હોય? કોઈ સમાચાર જ નહોતા. વર્ષ બાદ સીતા ને પેરોલ મળી, જલ્દી થી કનુ ને મળવાના આનંદ માં દોડી ગામ તરફ, ઘર ખુલ્લું હતું, રસોડા માં કોઈ રસોઈ કરતું હતું,સીતા હરખભેર રસોડામાં ગઈ જોયુંતો માયા, ‘માયા તું કેમ કનુ ના સમાચાર નથી આપતી, કનુ ક્યાં? સીતાના અચાનક આવવાથી અને આ સવાલ થી ઘભરાયેલી માયા સીતાને પોતાના રૂમ માં દોરી ગઈ.સીતા ની નજર દિવાલ પર લટકાયેલ તસ્વીર પર પડી, માથે સિંદુર ભરેલી માયા ની સાથે કનુ નો ફોટો હતો.સીતા પરિસ્થિતી સમજી ગઈ. માયા-કનુ એ સીતા ની સાથે બેવફાઈ કરી હતી. ને સીતા દોડી ને ઘર ની બહાર નીકળી ગઈ. હવે એને કનુ ને સવાલ પૂછવાની પણ હિંમત નહોતી.

‘લો આપ્રસાદ,સેવક બહેન ના અવાજ થી સીતા ઝબકી ગઈ.

છેલ્લા પાંચ વર્ષ થી વડ-સાવિત્રીનો ઉપવાસ કરતી હતી. ગયા વર્ષે જ કનુ સાથે બેસીને વ્રત ખોલ્યું હતું. બહેનપણી સાથે ઘરસંસાર માંડી ને બેઠેલા કનુ માટે ‘વડ સાવિત્રી નો ઉપવાસ?

૧૦. જેલ બદલી

સાંભળ્યું છે કે નવી જેલ તૈયાર થઈ ગઈ છે મોટા સીટી માં. અહીંના બંદિવાનો ને પોતપોતાના ગામ ની

નજીક લઈ જવાશે. અને પછી અહીંના બાકી રહેલા કેદીઓ ને અહીંની નવી જેલ માં લઈ જવાશે.બધા પોતપોતાનો સામાન જેલ ના મોટા સ્ટોર રુમ માં જઈને ભેગો કરી રહ્યા છે.

વર્ષો થી એકબીજા ના સાથ-સંગાથે રહેલા આ સમદુખિયાઓ હવે એકા બીજા થી વિખુટા પડી જશે. ઘરકુટુંબ

ના સભ્યો કરતા પણ વધુ આત્મિયતા રાખતા આ બંદીઓ ને એકબીજા થી છુટા થવું પડશે.

હું એમની સાક્ષી છું, એમની એક એક હરકત, એમના સુખ દુખ ની. એક એક ને ખુબ નજીક થી ઓળખુંછું.

મારી બહાર ની તરફ ચાર વાન તૈયાર છે. એક પછી એક બંદીવાનો તેમાં બેસી રહ્યા છે. પાછળ ફરીને મને જોઈ રહ્યા છે.કદાચ વિચારતા હશે ‘આ દિવાલ ની પાછ્‌ળ અમારી જીંદગી ના કેટલાયે વર્ષો વિતી ગયા.હવે નવી દિવાલ પાછળ કોણ જાણે કેટલા વર્ષો.....

એક જ બેરેક માં સાથે રહેતા, સાથે જમતા, જેલા ની શેતરંજીઓ પર સાથે સૂતેલા. એક્બીજા ના દર્દ વહેંચતા

વર્ષો વિતાયેલા આ બંદિવાનો ને વિખુટા પડી જુદાઈ નો ઘુંટ પીતા વાન ની નાનકડી બારી માં થી જોઈ રહીછું.મારી પણ આત્મીયતા બંધાઈ ગઈ હતી વાન માં જતા સોમાકાકા,હિરેનભાઈ,સમજુમા,નીતુ,રાઘવભાઈ સાથે.

અહીં રહેલા સૌના મોઢા પર વિષાદ છે એમના જુના સાથિયો થી વિખુટા પડવાનો. વાન માં બેસી ને નવી જેલ માં ગયેલી નિતુ ને શારદા માં ની ચિંતા છે. એમનું કોણ ધ્યાન રાખશે? છુટા પડતી વખતે એમની સાથે આવવાની હિંમત નહોતી,એટલે જ જલ્દી થી વાન માં જઈને બેસી ગઈ.

સોમાકાકા ને આ મારી સાથે એવીતો આત્મિયતા હતી કે ઇંટ ના નાનકડા ટુક્ડા ને એકા ખૂણામાં સાચવી રાખ્યો હતો. દરરોજ એક લિટો પાડતા મારી ઉપર...એ ગણવા કે કેટલા દિવસો અહીં ગાળ્યા? સોમાકાકા ને ખબર નથી રહી કે કેટલા લિટા રહી ગયા આ જીંદગીના!!

૧૧. યાદ આવી જૂના પિંજરની

આજે વર્ષા નો કાગળ આવ્યો છે મોટા બહેન પર , બધા ભેગા થઈ ને વાંચવા બેઠા છે.

લખેછે કે ...

મોટા બહેન , પ્રણામ, તમે સૌ મજા માં હશો, અમે પણ ખૂબ જ મજા માં છીએ. અહીંની બેરેકો નવી નવી છે. બેરેક ની દિવાલો તો ચક્ચક છે નવી હોસ્ટેલ જેવી. અહીં જુદા જુદા બાથરુમ છે તમારે ત્યાં જેવી ભીડવાળા નહિં. અહીં કોઈ ઝાડ પાન નથી એટલે અમને અહીં વાંદરાઓ જોવા મળતા નથી.કોઈ પંખી જોવા મળતા નથી. એક દિવસ ભૂલ થી એક કબૂતર આવી ગયું હતું પણ અમારી બેરેકોમાં જે નવા પંખા છે ને એમાં એની પાંખો કપાઈ ગઈ, ત્યાર પછી અમારી બેરેકો માં થોડીક પણ જગ્યા નથી આખી કે આવા પંખીઓ ભૂલથી આવી જાય. બહેન ગુસ્સો તો નથી આવતો ને આ વાંચીને..?

હા, અમે બધા અહીં નવા પાંજરા માં આવી ગયા છીએ હેમખેમ. અમારું કુટુંબ અહીં નજીક જ રહેછે. પહેલા અમે બધા અમારા કુટુંબ થી ૧૦૦ કિ.મી દૂર હતા ત્યારે અમને એવું લાગતું હતું કે અમારા કુટુંબ વાળાઓ ને અમારી મુલાકાત લેવા આવવું દૂર પડતું હશે. વારે તહેવારે કોઈ અમને ઘર ના લોકો મળવા ના આવે તો બે’ન ! તમે પણ અમને એવું જ કહેતા હતા ને?કે ઘર દૂર છે બિચારા ક્યાંથી આવે?

મોટા બહેન મેં આગળ જે લખ્યું છે તે રડી રડી ને લખ્યુંછે. સાચી વાત તો એ છે કે.....બહેન અમે તો હવે અમારા સગાઓ ની નજીક આવી ગયા છીએ,પણ અમારા ભાઈ,બહેનોકે સગા કોઈ મળવા નથી આવતા ,કે’છે સમય મળશે તો આવીશું. અરે બે’ન મારા ભાઈએ રાખડી પણ કવર માં મોકલી, શું ,મને મળવા નહોતો આવી શક્તો?

બહેન, અમને શાંતાબા, કમળાબા,મધુ,બધા કેમ છે?ચંદાબા છૂટ્યા કે નહિં? જડાબા ને હવે કેમ છે? બધાજ બહુ યાદ આવેછે.નાની નીશા, સોમુ શું કરેછે? કાશીબા અને સવિતા બા ને કેમ છે? અને હા રહેમતખાલા ના કેસ નું શું થયું? બિચારા છુટી જાયા તો સારું.

બહેન, અમને આ સોનાનું પાંજરું નથી ગમતું, અમારું અહીં કોઈ નથી, અમને અમારી જુની બેરેકો ની જુની જુની દિવાલો જ યાદ આવેછે. પેલો આસોપાલવ, લીમડો, નાનકડું મંદિર જ્યાં અમારા ભગવાન હતા.ખબર છે જ્યારે અમારી બેરેક ના નવા પંખાએ ભોળા કબૂતર ની પાંખો ને કાપી નાખી ત્યારે અમે બધા ખૂબ રડ્યા હતા. બહેન ભગવાન કોઈને ય આવા દિવસો ના દેખાડે.

ચાલો બહેન હવે વધારે લખવાની હિંમત નથી રહી. બધાને અમારી બધાની યાદ આપજો. મોટા જેલર સાહેબ ને પણ પ્રણામ કહેર્જોીંર્ીંઆપને અને જુના અમારા ઘર ની યાદો ને કરતી આપની વર્ષા ના પ્રણામ

૧૨. ઓપન થિયેટર

ઓપન થિયેટર નું સ્ટેજ ,એક એવી જગ્યા જ્યાં બંદિવાનો પોતપોતાનો રોલ જીંદગીનો ભજવતા રહ્યા છે વર્ષો થી. આજે બંદિવાન મહિલાઓ મહિલા દિન ની ઉજવણી કરી રહી છે. થિયેટરા ને શણગારવામાં આવી રહ્યો છે. પરદા બંધાઈ ગયા છે. બંદિવાના ભાઈઓ અને બહેનો વચ્ચે એકા મોટો પરદો બાંધી દેવામાં આવ્યો છે. જેથી કરીને બન્ને એકસાથે સ્ટેજ ના કાર્યક્રમ જોઈ શકે.

‘હમ કો મન કી શક્તિ દેના અને ‘તૂં હી સૂર્ય તૂં હી ચંદ્ર’ પ્રાર્થના કરીને કાર્યક્રમ ની શરુઆત થઈ. નાના નાના ભૂલકાઓએ સુંદર નૃત્ય કર્યા. ‘વિનાશ કાળે વિપરીત બુધ્ધિ ‘નાટકથી જાણે કે બહેનો એ પોતાના જીવન ની જ ઘટનાઓ રજુ કરીને દર્શકો ની સાથે સાથે અધિકારીઓ ને પણ ભાવુક કરી દીધા.

આ ઓપનથિયેટર માં કાર્યક્રમ થતા રહેછે, જેથી બંદિવાનો હળવાશ અનુભવી શકે. થોડા સમય પહેલા શહેર ની એક જાણીતી સંસ્થાએ ત્રણ દિવસ નો કેન્વાસ પર ચિત્રો દોરવાનો વર્કશોપ રાખ્યો હતો. બંદિવાનો ને વિષય આપવામાં આવ્યો ‘મારું ઘર’.દરેક બંદિવાને ‘મારુંઘર ’ વિષય પર ચિત્રો દોરવાના હતા.

જ્યારે આ ચિત્રો તૈયાર થયા ત્યારે દરેકે પોતાની લાગણીઓ એમાં દર્શાવી હતી. કોઈએ પોતાના નાનપણ ને દોર્યું તો કોઈએ પોતાની પત્ની અને બાળકો બતાવ્યાં, તો કોઈએ પોતાની વૃધ્ધ વિધવા માતાનું ઘરના આંગણાં માં એકાંત બતાવ્યું તો કોઈએ પોતાની બહેન ની રાખડી, કોઈએ પોતાના ખેતરો, કોઈએ ઘોડિયું બાળક સાથે દોર્યું. આમા દરેકે પોતાની લાગણીઓ વહેતી મૂકી આ ચિત્રોમાં ,

મને ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એમ ત્રણેય કાળ દેખાતા હતા આ ચિત્રો માં. સદાયે શાંત રહેતા બંદિવાનો આ ચિત્રો માં ઘણું બધૂં કહી ગયા હતા.

૧૩. અંકુર નો અહેસાસ

મધુ ફર્લો રજા પર ગઈ હતી. ૭ વર્ષ પહેલા આવી હતી અહીં. સેશન્સ કોર્ટ ની સજા ને હાઈકોર્ટે માન્ય રાખી હતી. .એટલે મધુને હવે પૂરી સજા ભરવાની હતી આજીવન. તેથીજ તો હવે તેનો રજા નો હક થતો હતો.

તેની રજા કોઈ પાસા વાળી બાઈ એ ભરાવી હતી, જે એની સાથે રહી ચુકી હતી ..લવમેરેજ કર્યા હતા મધુ એ સાત વર્ષ પહેલાં. પિયરીયાઓ એ તો એના નામ નું નાહી લીધું હતું. લગ્ન ને ચાર મહિના માં જ એના દારુડીયા પતિ ના કકળાટ માં લગ્ન ભાંગી પડ્યું અને મધુ પણ.

પણ.હવે બહાર ની દુનિયા માં તેનું કોઈ નહોતું, પાસા વાળી સરસ્વતીએ તેના માટે રજા ભરાવતી વખતે કહ્યું હતુંકે હું તને મારા ઘરે લઈ જઈશ. અને તે દરમ્યાન બોર્ડ બેસી ગયું હતું, સરસ્વતી છુટી ગઈ બોર્ડ માં અને મધુ ની રજા પાસ થતાં મધુ ને પોતાના વાયદા મુજબ પોતાના ઘરે લઈ ગઈ હતી. મધુ ને સરસ્વતીએ સારુ સારુ ખાવાનુ અને નવા નવા કપડા આપ્યા.મધુ તો સરસ્વતી ને વળગી ને રોઈ પડી’’ તમે મારા માઁ કરતા પણ વધુ છો, આજના જમાના માં કોણ આટલું કરે? તમે મારી રજા ભરાવી, નવા નવા કપડા, સારુ ખાવાનું આપ્યા,માં તમારો ઉપકાર જીવનભર નહિં ભૂલું માઁ’’

‘‘અરે ગાંડી ,આ તો કશું જ નથી કર્યું મેં તારા માટે મધુ, તારા પહેલા એક બીના હતી. બાપડી એનુંયે કોઈ નહોતું. જોકે એતો છુટી ગઈ, મેં એને એક સારો નોકરી વાળો છોકરો શોધી ને પરણાવી. આજે ઘર લઈને બેઠી છે. તૂં યે છુટી જઈશ તો તને ય પરણાવી દઈશ. જે થયું તે ભૂલી જવાનું દીકરા.’’ ચાલ તૈયાર થઈ જા કાંકરીયા ફરવા જવું છે ને!!’’ સરસ્વતીમાઁ ની જીભ પર મધુ ને સાક્ષાત સરસ્વતી બેઠા હોય તેવું લાગ્યું.સાતા સાત વર્ષો થી પૂરાયેલા પિંજરનું પંખી આજે કાંકરીયા ની પાળે ઉડવાનું હતું. મધુ જલ્દી જલ્દી તૈયાર થઈ ગઈ. સરસ્વતીમાં આજે ખુબ સુંદર લાગતા હતા. પચાસ વર્ષ ના હતા પણ હજી ચાળીસ ના હોયા તેવા લાગતા હતા. બગલ માં ચામડા નું પર્સ ઝુલાવતા નીકળ્યા.ફળિયા ના નાકે રિક્ષાવાળો ઉભો જ હતો,

એ સુર્યા, ચલ લઈલે કાંકરિયા.’’ શેઠાણી ની જેમા ભપકાદાર રૂઆબ, થી બોલતા બોલતામધુ ને ઇશારો કર્યો. મધુ પણ હસી પડી, સરસ્વતીમાં જોડે રિક્ષા માં બેસી ગઈ. ને રિક્ષાવાળાએ બરાબર પાણીપુરી ની લારી પાસે જા ઉભી રાખી. રિક્ષા માં થી ઉતરતાં જ એક ગોગલ્સ-ટોપી વાળા ભાઈ ભટકાયાં ’ અરે તમે સરસ્વતી બેન! ક્યાં હતા આટલા’દિ! બહારગામ ગયા હતા? અને આ કોણ?’’ એકપછી એક ઉપરા છાપરી

સવાલ નો મારો કરતાં સરસ્વતીબેને તેમને રોક્યા’’ ઉભા’તો ‘રો. હું ક્યાંયા નહોતી ગઈ,અહીં જ હતી. તમે જા નહોતા દેખાતા. આ મારી દીકરી મધુ ને કાંકરિયા ફરવા લાવીછું .ચાલો ત્યારે જઈએ. ઘરે આવજો નિરાંતે વાતો કરીશું.’’ ને સરસ્વતીમાં ,મધુ નો હાથ પકડી કાંકરિયા ફેરવવા લાગ્યા.સાંજે ઘરે પહોંચ્યા ત્યારે રાત પડી ગઈ હતી.ઘર માં જતા જ જોયું તો પલંગ પર પેલા ગોગલ્સ-ટોપીવાળા ભાઈ બેઠા હતા. સરસ્વતી અંદર ના ઓરડા માં ગઈ, થોડીવાર પછી કપડા બદલીને બહાર આવી ત્યારે પેલાભાઈ નીકળી ગયા હતા.’’માઁ પેલા ભાઈ જતા રહ્યા.હું કપડા બદલી ને પાણી આપવા આવવાની જ હતી’’ મધુ ને ડર લાગ્યો કે ક્યાંક માં ને ખોટું લાગી ગયું હશે તો?

ના દીકરી,અહીં બેસ, એ તો આપણ ને કાંકરીયા માં જોયા તો મળવા આવી ગયા ઘરે, બિચારો એકલો જ છે. બાયડી સુવાવડ માં જ મરી ગઈ, મેં કહ્યું ભાઈ જીંદગી આમાં ના જાય તો કે’છે’ કે કોઈ સારુ પાત્ર મળે તો પરણુ ને? .સરસ્વતીમાં મધુ ના ચહેરા ના હાવભાવ જોવા લાગી. ’’ એમને તો કોઈ પણ પરણી જાય , આટલા સુંદર તો છે’ મધુ એ જવાબ આપ્યો.

સરસ્વતી ને એનો જવાબ મળી ગયો હતો’ જો બેટા એકવાત કહું એ તને મળવાજ આવ્યા હતા’’ એ તને પરણવા માગેછે. પણ તું તૈયાર છે? સરસ્વતી મન માં ને મન માં ખુશ થઈ ગઈ, હકાર માં ડોકું હલાવ્યું

‘‘તો કાલે આવવાના છે તારો જવાબ લેવા એમની જોડે ફરી આવજે, તુ યે એમને ઓળખી લઉં ને! આ તો જીંદગી નો સવાલ છે. મેં કહ્યું છે કે હજી સાત વર્ષ અંદર છે તો એમનું કહેવુંછે. સાત વર્ષ રાહ જોઈ લઈશ,અને હજી સુપ્રિમ કોર્ટ તો બાકી જ છે ને?

એક આનંદ ની આશા માં ને આશા માં જીવનાથી હારેલી મધુ માં આશા જાગી. આખી રાત જાગી સવાર માટે.બીજા દિવસે પેલા ગોગલ્સ-ટોપીવાળા સાહેબ પોતાનું ઘર બતાવવા લઈ ગયા મધુ ને, ને મધુ ખોવાઈ ગઈ એ ઘર અને ભવિષ્યના વર માં.સવારે મધુ ને આવવાનું હતું પાછું જેલમાં .સરસ્વતીમાં મૂકવા આવ્યા પેલા ગોગલ્સ-ટોપીવાળા ની ગાડી માં.

ભવિષ્ય ના સુંદર સપનાઓ સાથે મધુ રજા પુરી થતાં જ અંદર આવી ગઈ.એક મહિનો બે મહિના વીતતા ગયા.મધુ ને ઉલટીઓ થવા લાગી. એણે સરસ્વતીમાં ને સમાચાર કહેડાવ્યા .પણ કોઈ જવાબ ના આવ્યો.

રાત્રે ભાવના કહેતી હતી’ સરસ્વતી ના તો આજ ધંધા છે.’ સવાર માં ઉઠતાં જ મધુ ને ચક્કર આવી ગયા.ઠોકર લાગી બેરેક ના થાંભલા ની, પછડાટ થી મધુ ઉંધા પેટ થી નીચે પડી ગઈ. એનો પગ બારમાસી ના છોડવા પર પડ્યો, ને બારમાસી ની કળી અંકુરિત થતાં પહેલાં જ પડી ગઈ.

૧૪. ઝૂ કે જેલ

સાંજના છ વાગીગયા છે. બધા જ બંદિવાનો પોતપોતાની બેરેકો માં જતા રહ્યા છે. હજુ અંધારું થવાને વાર છે. ભથ્થું ખાધા પછી વધેલી રોટલીઓ ના ડબ્બા પાસે વાંદરાઓ નું ટોળું ચિચિયારીઓ પાડી રહ્યું છે. નાનકડો સોમું પોતાના બિસ્કિટ બેરેક ની બહાર નાખી ને વાંદરાઓ ની બચ્ચાઓને બોલાવે છે.’ લે, બચુડી ખા, આ બિસ્કિટ લે.રોટલી તો જાડી છે. લે આ બિસ્કિટ પોચા પોચા છે. લે ખા, અહીં આય.’’ને વાંદરા ના પાંચ-છ બચ્ચાઓ બેરેક ના સળિયા પાસે આવી ને સોમું ના હાથ માં થી બિસ્કિટ ઝૂંટવી લે છે. ને સોમું ખુશ થઈ ને કુદી પડે છે.બહાર વાંદરાઓ બચ્ચાઓ ને લઈ ને બેરેક ના સળિયા પાછળ થી બેરેક માં જુએ છે. રેવામાસી હાથ તાળી વડે દૂર ભગાડી દે છે. ફરી પાછા વાનરવેડા શરુ કરી દે છે વાંદરાઓ.

મમ્મી, મમ્મી યાદ છે આપણે કાંકરિયા ગયા હતા!! ત્યાં આપણા જેવા જા મોટા મોટા પાંજરાઓ હતા ને! પણા મમ્મી , પપ્પા તો કહેતા હતા કે એને પ્રાણી સંગ્રહાલય અને ‘ઝૂ’ કહેવાય, તો આપણે બંધ છીએ એને માણસ સંગ્રહાલય કેમ નહિ.?’’સોમુ-પીંકી ની મમ્મી નીશા માટે બાળકો ના આ નિર્દોષ સવાલ નો જવાબ આપવો ખુબ કઠીન હતો. એ ભૂતકાળ માં સરી જાય છે. એ યાદ કરેછે કે તે દિવસે નિતિન ખુશ ખુશ ઘરે આવ્યો હતો, આજે એની બેગા વજનદાર હતી. નીશા ના સવાલ પર નિતિને જવાબ આપ્યો કે એના ભાઈબંધાનો સામાનછે. અને તે દિવસે નિતિન, નીશા, સોમુ અને પીંકીને લઈ ને કાંકરિયાની બાલવાટિકા માં ગયા હતા. બાળકોને કોઈ રાઇડ કે નાની ટ્રેન માં રસ નહોતો એમને તો ઝૂ જોવા જવું હતું ’ ‘‘બાપરે!!!કેટલોમોટો સિંહ!!!જો ને કેટલો મોટો હિપોપોટેમસ, હાથી કેવો છે? આ પક્ષીઓ કેટલા સુંદરછે? પેલા વાંદરાઓ સીંગ કેવી ખાય છે? ‘‘પપ્પા આ પક્ષીઓ અને પ્રાણીઓ ને કેમ પાંજરા માં પૂર્યા છે? કેટલા રૂપાળા છે ને પાંજરા કેટલા ગંદા? મમ્મી જો ને આ નાનકડું સફેદ કબુતર બહાર આવવા કેવી પાંખો ફફળાવે છે? એને ખોલી કેમ નથી દેતા’’?પપ્પા કહેતા બેટા આને પ્રાણી સંગ્રહાલય કહેવાય અંગ્રેજી માં’’ ઝૂ’’.એ સાંજે કેટલા ખુશ હતા, નિતિન,નીશા, સોમુ અને પીંકી!! સાંજે ઘર માં આવ્યા ને પાછળ પાછળ પોલીસ. નિતિન ની બેગ પોલીસે લઈ ને પોલીસ સ્ટેશન લઈ ગયા બધાને. અને ‘નાર્કોટિક્સ’ ની કલમે આખાયે પરિવાર ને અંદર કરી દીધું. નીશા બબડતી હતી ’હું ક્યારેય નિતિનને માફ નહિં કરું.ભલે સરકાર કરીદે તો પણ..

૧૫. બિલાડી અને તેના બચ્ચાં

જેલ ના સ્ટોરરૂમ માં કંઈ ખખડાટ થતો હતો, બહાર તાળું હતું ‘તો અંદર કોણ હશે’’ ? સૌના મોઢા પર સવાલ હતો. સ્ટોર રૂમ ની ચાવીઓ તો મોટા બહેન પાસે રહેછે. પણ આજે રવિવાર બહેન ને રજા છે. એટલે સીલ તોડાય નહિં..’’ કોણ ભરાયું હશે?બધી બાઈઓ ટોળું વળી ઉભી રહી ગઈ.

‘અલા કોઈ તો બેલ વગાડો’ બેન ને બોલાવો.કોક ભરાઈ ગયું છે. સેવક બાળકો ને ગણવા લાગી..એક,બે,ત્રણ,ચાર......છોકરાઓ તો બધા જ છે.અને અંદર કોણ જાય, બહાર તો તાળું છે.

‘‘શું છે આ બધૂં? કેમ ટોળું વળ્યા છો?’’ અચાનકજેલર બહેન આવી ગયા. ‘‘ખસો બધા મોટા બહેન ને અંદર જવાદો.’’ સિનિયર વોર્ડર ‘‘ચંદા બા એ બધા ને વિખેર્યા.તાળું ખોલી ને સ્ટોર રૂમ માં ગયા.’’મ્યાઉં’’કરતી એક બિલાડી બહાર નિકળી. ‘‘લો આ તો બિલાડી, તમે યા લોકો ખરા છો. ચલો સ્ટોર રૂમ બંધ કરો ચંદા’’ કહેતા મોટા બહેન રૂમ માં થી બહાર નિકળી ગયા.

બહેન ના ગયા પછી ફરી પાછો સળવળાટ થવા લાગ્યો સ્ટોર રૂમ માં. ‘મ્યાઉંમ્યાઉં મ્યાઉં ’’ નાનક્ડા બિલાડી ના બચ્ચાઓ હતા,બિલાડી ફરી પાછી આવી, બારી ના તૂટેલા કાચ માં થી સ્ટોર રૂમ માં જઈ બચ્ચાઓ ને મોઢા માં દબાવી ,રસોડા બાજુ ચાલીગઈ.

થોડા દિવસો બાદ બિલાડીના બચ્ચાઓ ખુલા કંમ્પાઉંડ માં આમ થી તેમ કરવા લાગ્યા. બાળકો સાથે હળીમળી ગયા. બિલાડી ને તેના બચ્ચાઓ ની ચિંતા નથી કારણ કે અહીં બહાર જેવા કૂતરાઓ નથી.

૧૬. સારેગમપધનીસા

થોડા દિવસો માં તો તમે સંગીત વિશારદ થઈ જશો બધાની પરીક્ષા લેવાની છે. તમે સૌ તૈયાર છો ને? એક સંસ્થા માં થી આવતા સંગીત ટીચર સુલેખાબહેને પૂછ્યું.

’’હા ટીચર, અમે સૌ તૈયાર છીએ. તાર સપ્તક,મંદ સપ્તક શીખતી નીલા એ જવાબ આપ્યો. તેની સાથે બીજી દસ બહેનો પણ સંગીત શીખી રહી છે લગભગ એક વર્ષ થી. પણ નીલા નો હાથ હાર્મોનિયમ ને અડતાં જ સુંદર સૂર નીકળેછે.

’’ બેટા,આ તો કલા છે. શીખવી જરુરી છે., તમે ગમે તેવી ચિંતા માં હો, આ ગીત-સંગીત તમને એકા નવી દુનિયા નો આનંદ આપે છે.’’ પિતા ના શબ્દો યાદ આવતા હતા નીલા ને.

નીલા ના પિતા લક્ષ્મીચંદ પરીખ સારા ગાયકઅને સંગીતજ્ઞ હતા. શાસ્ત્રીય સંગીત ના વર્ગો ચલાવત. દરરોજની ત્રણ બેચ ચાલતી. સવારે, બપોરે અને સાંજે. લગભગ દોઢ્‌સો જેટલા વિધ્યાર્થીઓ તાલીમા લેતા સંગીત ની. સાંજની બેચ નોકરીયાત વર્ગ માટે હતી, જે સાંજે ઓફિસ થી છુટી ને સીધા સંગીત ના વર્ગ માં આવતા.

લક્ષ્મીચંદ ને ઘણી ઇચ્છા હતી કે એમની નીલા સંગીત શીખે, પણ નીલા નું ધ્યાન નહોતું પપ્પાની વાત માં, મમ્મી ના ગુજરી ગયા પછી પપ્પાએ બીજા લગ્ન ના કર્યા ફક્ત નીલા માટે જ, લાડ્‌કોડ માં ઉછરેલી આ વણિક પરિવાર ની નીલા ને કોલેજ માં પાટિદારના પુત્ર સુશીલ સાથે પ્રેમ થઈ ગયો. પપ્પા આ લગ્ન ની વિરુધ્ધ હતા એટલે નીલા એ સુશીલ સાથે કોર્ટ મેરેજ કરી લીધા.પપ્પા આ આઘાત સહન ના કરી શક્યા. ને પ્રભુધામે પહોંચી ગયા.

લગ્નના થોડા જ મહિનાઓ માં નીલા ને ખબર પડી ગઈ કે સુશીલ કેટ્‌લો સુશીલ છે.સુશીલે તેના ભાઈબંધોને પોતાના ઘરે લાવવાના શરુ કરી દીધા અને નીલા ને તેમની સાથે સબંધો બાંધવા મજબૂર કરી.સુશીલ પાસે કોઈ કામ નહોતું. નીલા એ આખરે સુશીલ ના ત્રાસ થી કંટાળી ને સુશીલ ને એક રાત્રે.....પતાવી દીધો અને જાતે જ પોલીસ સ્ટેશને હાજર થઈ ગઈ.

‘‘ચાલો ચાલો નીલા બહેન, હવે તમે વગાડો.....સારેરેગગમમપપધધનીનીસાસા અને અવરોહ પણ વગાડજો સાસાનીનીધધપપમમગગરેરેસાસા...નીલા ની આંગળીઓ ફરી રહી છે...એને સામે બેઠેલા ટીચર માં પિતાજી દેખાઈ રહ્યા છે.

૧૭. પાનખર

મોટા કમ્પાઉંડ માં આવેલા મોટા મોટા વૃક્ષો ના પાંદડાઓ પીળા થઈ ને નીચે ખરી રહ્યા છે. આસોપાલવ,જંબુડો,પીપળા ,લીમળા પર થી એક પછી એક , ટપ ટપ, કાશીબા, દશરથકાકા, સવિતાબા,અમરતદાદા ની જેમ. ને સૂકા પાંદડાઓ વચ્ચે ખીસકોલી ના બચ્ચા ઓ દોડાદોડ કરેછે ત્યારે કોઈ ચાલ્તું હોય તેવો અવાજ આવેછે.તેની બરાબરા બાજુ ની ખુલ્લી બેરેક માં ફર્નિચર નું કામ ચાલીરહ્યું છે. ફર્નિચર બનાવવા કપાતા લાકડા ને કાપવા રંધા ના અવાજા થી ખિસકોલીના બચ્ચાઓ મા પાસેદોડી જાય છે.

લાકડાઓ ને પોતાની આવડત વડે નવા નવા રૂપ આપતા કેદી નં ૪૫૬૮૭ ,સુરેશ ભાઈ ને આ રંધો પકડતા પકડતા આજે બાર વર્ષ પૂરા થઈ ગયા છે. પલંગ, ખુરશી,ટેબલ,મેજ, કબાટ, ભગવાના ના નાનકડા મંદિર, અરીસાઓ, સોફાસેટ ના જાણે કેટ્‌કેટ્‌લું ફર્નિચર બનાવ્યુંછે સુરેશભાઈ એ.

સુરેશભાઈ બી.એ પાસ હતા, પણ બાપદાદા નો વર્ષો થી ફર્નિચર નો ધંધો ચાલતો હતો.એમના દાદા કહેતા ‘અલા સુર્યા તારે ભણવું હોય એટલું ભણ, પણ તારે ધંધોતો આજ કરવાનો. ગામ ના પાદરે એમનું એકલાનું જ કારખાનું હતું. દૂર દૂર થી ઓર્ડર આવતા,સરકારી કચેરીઓ ના ટેબલ-ખુરશીઓ, શાળાઓ ની બેંચ,નગરપાલિકા ના રમત ગમત ના સાધનો,બધૂં જ આ કારખાના માં તૈયાર થતું.સુરેશભાઈ જ્યારે મારુતીફ્રંટી લઈને પોતાના બંગલે થી કારખાના માં જતા ત્યારે થેલો ભરી ને નાસ્તો પોતાના કારીગરો માટે લઈજતા.બધા ની સાથે ભેગા મળીને સુરેશભાઈ પોતે પણ ગોટા —ખમણ ખાતા. કારીગરો ને પોતાના કુટુંબ ના જ વ્યક્તિ સમજતા.

પણ એક જુના કારીગર ‘‘સંતોષ’’નું બેનસા માં મરેલી હાલત માં મળવું ‘‘શેઠ સુરેશભાઈ’’ ને અહીં જેલ માં લઈઆવ્યું.કારીગરો પાસે થી શીખેલી ડિઝાઈન ને સુરેશભાઈ અહીંના ફર્નિચર માં અજમાવેછે.લાકડા પર રંધોમારતા , ઉડતી લાકડા ની ભૂસી ક્યારેકા આંખો પર અને વાળ પર, કપડા પર શરીર પર ચોંટી જાયા છે. એને ખંખેરીને પાછા કામે લાગી જાય છે.

કારખાના માં લાકડા ને કાપતા રંધાનો અવાજ જાણે કે એમનું કાળજું ચીરતો હોય તેવો તીણો લાગે છે. આખાયે દિવસ ની શરીર પર ચોંટેલો લાકડા નો વેર રાત્રે કરડે નહિં તેથી સાંજે બેરેક માં જતા પહેલા નાહવા જવું પડેછે. કાલે શું બનાવવાનું છે તેની ગણતરી કરતા કરતા સુરેશભાઈ સૂઈ જાય છે, ફરી સવારે લાકડા ને નવો અવતાર આપવા.

૧૮. મનીઓર્ડર

‘અલ્યા ફરી પેલા ૩૦૮૯૨ નો મનીઓર્ડર આવ્યો છે.’’ વોર્ડર મહેંદ્ર એ વોચમેન કૌશિક ને કહ્યું ’’કોનેપણ નામ બોલને એનું’’ કૌશિકે મહેંદ્ર ને પૂછ્યું. ’’ અરે જા બોલાય પેલા પૂજાકાકા ને, તને એટલીયે ખબર નથી? મહેંદ્ર વોર્ડર ગુસ્સે થઈ ગયો. ‘‘હા ભાઈ હા બોલાવું છું,લે આ ચાલ્યો’’ ને કૌશિક દોડતો ગયો બેરેક નંબર ૮ માં પૂજાકાકા ને બોલાવવા. વોર્ડર મહેંદ્ર અને વોચમેન કૌશિક બન્ને જેલા ના વિશ્વાસુ કેદીઓ હતા એટલે એમને ટેબલકામ સોંપવામાં આવતું. કેદીઓની રજાઓ, મનીઓર્ડર, કોર્ટ ના કાગળિયાઓ વગેરે માં બન્ને જેલર સાહેબો ના કારકુનો નો સાથ આપતા. કૌશિક કેદી નંબર ૩૦૮૯૨ એટલે પૂજાકાકા ને લઈ આવ્યો હાથ પકડીને.’’ કોણે મોકલ્યોછે દિકરા આ મનીઓર્ડર?’’ પૂજાકાકા એ દરવખત ની ફરી એજ સવાલ કર્યો. ખબર નહિં કાકા દર વખતે મોકલે છે એ જ હશે કોઈ તમારો દેવતા’’ મહેંદ્રએ પૂજાકાકા ને કહ્યું .પૂજાકાકા નું આ દુનિયા માં કોઈ નહતું. પૂજાકાકા કોઈ કેસ માં વર્ષો અગાઉ આવ્યા હતા પણ જામીન થઈ જતાં જામીન પર છૂટી ગયા હતા.વીસ વર્ષ પછી હાઈકોર્ટ માં કેસ હારી જતાં ફરી પાછા જેલ માં આવી ગયા હતા. અહીંના બંદિઓ તેમને બહુ સાચવતા, એ હતા જ એટલા કોમળ કે કોઈ પણ એમને ચાહવા લાગીજતું . બધા એમજ કહેતા કે જજે ખોટી જ સજા કરીછે.પૂજાકાકા કોઈ ગૂનો કરી જ ન શકે!!

’’ પણ આની પર તો દિલ્હી ની પોસ્ટ ઓફિસ નું સરનામું છે. જો મહેંદ્ર બરાબર ને’’ કૌશિકે કહ્યું ’’ હા લાય જોવા દે, હા બરાબર આ તો દિલ્હી થી મનીઓર્ડર છે. કોણે કર્યોહશે? અત્યાર સુધી તો ગુજરાત ની લોકલ પોસ્ટઓફિસના સ્ટેમ્પ થી આવતો હતો,હવે દિલ્હી? બન્ને વિચારોમાં હતા.

અને અચાનક કૌશિક અને મહેંદ્ર બન્ને ને લાઈટ થઈ,’’ અરે આ તો આપણા જ એસ.પી સાહેબ,ગૌરવસાહેબ જેને આપણી સરકારે દિલ્હી માં મોટી પોસ્ટ પર મોકલ્યા છે. તે જ ગૌરવ સાહેબ!!! હા હા હા બરાબર આ જ સાહેબ.પૂજાકાકા એ સાંભળી લીધું’’ હા મારા દિકરાઓ એ જ દયાળુ સાહેબ અત્યારસુધી મને મનીઓર્ડર કરતા રહ્યા ને હું ના ઓળખી શક્યો. ‘‘હે પ્રભુ એ સાહેબ ને તોં ખુબ સુખ આપજે’’ પૂજાકાકા ગૌરવસાહેબ ને હાથ ઉંચા કરી આશીર્વાદ આપતા રહ્યા.

૧૯. ખાખી વર્દી ની પાછળ ધબકતું હ્‌રદય .૧

બેટા’’ મારા દિકરા નો ઘણા વખત થી કોઇ કાગળ નથી. જરા ખબર લઈ આપો ને સાહેબ!!’’જ્યારેજ્યારે મોટા સાહેબ નો રાઉંડ હોય ત્યારે ત્યારે ૮૫ વર્ષ ના ‘ભાનુમા ’’લાકડી ના ટેકે ઉભા થઈ જતા જેલ અધીક્ષક ની સામે અરજ કરવા.અને કરગરવા ’’ બેટા મને છોડાય અહીંથી’’ બે હાથ જોડીને વિનંતી કરતા ભાનુમાં સૌને દયા લાગણી હતી. આજુબાજુ બંદિવાનો ની લાઇનો હતી, રાઉંડ દરમ્યાન સૌએ હાજર રહેવું તેવો કાયદો હતો એટલે કેદીઓ ની સાથેસાથે જેલ ના સ્ટાફ ને પણ હાજર રહેવાનું હોય. ૮૫ વર્ષ ના ભાનુમાં ની આંખો માં જેલ અધીક્ષકે જોયું, માછલીઓ ની જેમા સફેદ કીકીઓ આંસુ ની સાથે તરતી હતી. જેલ અધીક્ષક ભાનુમાં ના જોડેલા બે હાથ પકડી ને દિલાસો આપવા લાગ્યા.ભાનુ માં ના કરચલીયો વાળા જોડાયેલા હાથ પકડતી વખતે અધિક્ષકસાહેબ ના હ્‌રદય માં લાગણી થઈ આવી. થોડીવાર પકડી રાખ્યા ભાવુક થઈ ને કહ્યું ‘‘માઁ ’’ હું તમારા દિકરા જેવો જછું ને! કાગળ લખીશ તમારા દિકરા ને બસ,’’ કહી આજુબાજુ જોયું, બધાયે ની નજર અધીક્ષક સાહેબ અને ભાનુમાઁ પર હતી.બધા જોઈ રહ્યા હતા કે ‘‘ખાખીવર્દી પાછળ કેટલું લાગણીશીલા હ્‌રદય છે સાહેબ નું’’ સાહેબે ખોંખારો ખાધો અને દબાતા અવાજે બહાર જવાનો ઇશારો કરી નિકળી ગયા.

અધીક્ષક સાહેબ નું પોસ્ટીંગ અત્યાર સુધી આમ તો સીટી માં જ રહેતું.આમા તો જીલ્લા ના ડી.એસ.પી સાહેબ તરીકે એમની નામના હતી.તેમની જ્યાં પોસ્ટીંગ થતી ત્યાં ના ચોપડે ચઢેલા લોકોમાં’સાહેબ બહુ કડક છે.’’ નો ડર રહેતો. જુદાજુદા લોકો સાથે મળવાનું થતું ક્યારેક મોટા નેતાઓ,ની સાથે મિટિંગો રહેતી. ક્રિમિનલ્સ લોકો નો ઇતિહાસ ચોપડા કરતાં પણ વધુ તેમના મગજ માં રહેતો.જેલ માં છેલ્લા બે વર્ષ થી હતા, અહીંયા તો બસ ગૂનેગારો ની જ દુનિયા હતી.અહીં દરેક દરેક કલમો લાગેલા લોકો હતા, ચોરી,લૂંટ,બળાત્કારી,ભાગેડૂ,અરે કેટલાક તો ખૂંખાર કેદીઓ પણ હતા. પણ આજે ૩૦૨ ની કલમ વાળા ‘ભાનુમા’એ જેલા અધીક્ષક સાહેબ માં રહેલા લાગણીશીલ માણસ ને હચમચાવી નાખ્યો.

૨૦. ખાખી વર્દી ની પાછળ ધબકતું હ્‌રદય .૨

ગંગા બા ની સજા ને સાતા વર્ષ પૂરા થઈ ગયા છે. આજે એમને છુટવાનું છે. પણ અફસોસ કે તેઓ બહાર ની દુનિયા માં નહિં જઈ શકે. કરમ ની કઠિનાઈ તો જુઓ, ફક્ત ૩૫૦૦ રુપિયા નો દંડ ભરવાનો છે. જો પૈસા ભરી દે તો આજે ને આજે છુટી જાય તેવું છે પણ......ગંગાબા ના પતિ પણ જેલ માં જ છે.પણ તેમને હજી બે વર્ષ બાકી છે, કારણ કે તે જ્યારે રજા પર ગયા હતા ત્યારે તેમનું ઓપરેશન થયું હતું ત્યાંના ડોકટરે મેડીકલ સર્ટિફિકેટ આપતા તેમને બહાર રોકાવું પડ્યું હતું .એટલે તેમને હજી બે વર્ષ રહેવું પડશે.

ગામડે ખેતીકામ કરતા મથુરકાકા-ગંગાબા ના ખેતર માં થી એમના ખેતર માં કામ કરતા દાળિયા ની લાશ મળતા મથુરકાકા-ગંગાબા જેલ માં આવી ગયા હતા. ત્રણેય દિકરીઓ ને પરણાવી દીધી હતી. એક દીકરી તો ગામ માં જા હતી, બે નજીક ના ગામ માં હતી. ખેતર નો દેખભાલ ગામ માં પરણાવેલ દીકરી-જમાઈ જ કરતા. અને ખેતી ની આવક અનાજા બધું ત્રણેય દીકરીઓ વહેંચી લેતી.

પણ આજે.......આજે પોતાની માઁ ને છોડાવવા ૩૫૦૦ રુપિયા નહોતા દીકરીઓ પાસે. પૈસા નથી કે પછી પૈસા ખર્ચવા નથી એ તો રામ જાણે!!! ગંગાબા બિમાર થઈ ગયા ત્યારે જ દવાખાના વાળા બહેન સમજી ગયા કે ગંગાબા મન માં ને મન માં મુંઝાય છે. ગંગા બા પાસે થી આખીયે વાત કઢાવી, હવે ખબર પડી કે ગંગાબા જો વહેલા છુટી જાય તો ખેતર ની આવક માંથી મથુરકાકા ને પણ એક વર્ષ નો દંડ ભરી વહેલા છોડાવીશકે. પણ પહેલો સવાલ હતો ગંગાબા ના છુટવાનો. દવાખાના વાળા બહેન ને લાગ્યું કે ફક્ત ૩૫૦૦ રુપિયા માટે જીંદગીના ૩૬૫ દિવસો જેલ માં કાઢવાના!!

દવાખાનાવાળા બહેને મોટા સાહેબ પાસે આ વાત કરી અને મોટા સાહેબે પોતાના ખીસામાંથી ગંગાબા ને છોડાવવા ૩૫૦૦ રુપિયા ભરી દીધા ,કોઈને ય જાણ કર્યા વગર. જ્યારે અચાનક ગંગાબા ને મુક્ત કરવાની ચિઠ્ઠી આવી ત્યારે કોઈ ને ય ખબર નહોતી કે અચાનક કોણે પૈસા ભર્યા ગંગાબા ના? બધા કેદીઓમાં એજ ચર્ચા થતી કે ગંગાબા ના ૩૫૦૦ રુપિયા કોણે ભર્યા ?કોણ હશે આ દાનવીર! કોનેઆ કેદી માટે લાગણી થઈ હશે? ફક્ત આ વાત બે જ વ્યક્તિ જાણતા હતા એક મોટા સાહેબ બીજા દવાખાનાવાળા બહેન...

૨૧. આંખો નું રતન

આજે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ઠંડું ઠંડું મને ભીંજવી રહ્યુંછે. વરસાદ એટલો ધોધમાર છે કે સામેનો રસ્તો પણ દેખાતો નથી. પણ આ શું,

પાર્કિંગ ની સામે આવેલા ઝાડ નીચે આ કોના પડછાયા દેખાય છે? ચહેરા તો જોઈ શકાતા નથી, કોણ હશે, વરસાદ ધીમો પડે તો ખબર પડે.

હાશ! હવે ખમ્મા કર્યા વરસાદે,લાવ જોઈએ કોણ છે આ બાંકડા પર!! અરે ! આતો મનહર ના માં-બાપ છે. બિચારા ૫૦૦ કિ.મી. દૂર થી મળવા આવ્યા હશે મનહર ને. બિચારા...

દિકરા ને પરણાવે હજી બે મહિના જ થયા હતા ને વહુ સળગી ગઈ. માંબાપ જાત્રા એ હતા એટલે બચી ગયા નહિંતર એય જેલ માં આવી ગયા હોત બાપડા. મનહર કહેતો હતો ,માઁ મારે એની સાથે નથી પરણવું, પણ માં એ પોતાની બહેનપણી ને નાનપણ થી વાયદોકર્યો હતો કે તારી દિકરીમારીવહુ બનશે , એ વાયદોપુરો કરવામાં ને કરવામાં મનહર ની જીંદગીવેરણ કરી દીધી. છોકરી ને તો એના પિયરમાં જા કોઈની સાથે સબંધ હતો, એ સાસરીમાં જવા માગતી જ નહોતી. જ્યારે સાસુ-સસરા જાત્રાએ ગયા ત્યારે ન કરવાનું કરી નાખ્યું.પોતે તો સળગી ગઈ ને બિચારા મનહર ની જીંદગી સળગાવી ગઈ.

આજીવન સજા કાપતા મનહર ને મળવા માં-બાપ આવ્યા હતા આજે. ’’ આ વરસાદ રોકાઈ જાયા તો જલદી મનહર ને મળી લેવાય, પોલીસવાળો નામ તો લખી ગયો છે. ૨૦ મિનિટ ની મુલાકાત માટે ૫૦૦ કિ.મી દૂર થી આવેલા મનહર ના માંબાપ વાતો કરતા હતા. ત્યાંજ બૂમ પડી’’ ચાલો ’’ મનહર આવી ગયો છે’ ષ્ઠષ્ઠષ્ઠષ્ઠષ્ઠ

૨૨. સાક્ષરતા

‘‘જલદી કર સાયરા, તારો ભાઈ ક્યારનોયે તને લેવા આવ્યો છે’’ મોટા બહેને સાયરા ને બોલાવી ને કહ્યું.વિજાપુર ના એકા ગામડા ની સાયરા છેલ્લા પાંચ વર્ષ થી જેલ માં છે. ગરીબ માં બાપ ની એકા ની એકા દીકરી ને ભણવાના ખુબ અભરખા હતા પણ એમના સમાજમાં કોઈ ભણતું ન હતું એટલે ભણી ના શકી. એને બસ અંગૂઠો કરતાં આવડતું હતું.

કોઈ એવા સમય અને સંજોગ એને જેલ ના સળિયા પાછળ લઈ આવ્યાખેતમજુરી કરતો ભાઈ બહેન ને વારે તહેવારે કે લગ્ન પ્રસંગે ફર્લો રજા પર કે પેરોલ પર લેવા આવી જતો.

‘બહેન હું જાઉંછું તૈયાર થઈ ગઈ કેવી લાગું છું? નખરા કરતી કરતી સાયરા મોટા બહેન સામે લાડ કરવા લાગી. ‘‘જા છાની માની’’ કહી ને મોટા બહેને પણ તેને જવા નું કહ્યું.

સાયરા તેના ભાઈ અબ્દુલ ને જોઈ ને વળગી પડી. રિક્ષા કરીને બેઉ ભાઈ બહેન બસસ્ટેશન પહોંચ્યા. ‘‘અહીં ઉભી રહે, સાયરા, આપણે હજી દૂર ગામડે જવાનું છે તારા માટે નાસ્તો લઈ આવું ત્યાં સુધી બસ આવી જશે’’કહી ને અબ્દુલ નાસ્તો લેવા ગયો.ત્યાંતો ગામ ની બસ આવી ગઈ.

સાયરા એ ભાઈ ને બૂમ પાડી’’ ઓ અબ્દુલભાઈ જલ્દી, બસ આવી ગઈ, ‘‘

અબ્દુલ દોડતો દોડતો આવી ગયો. ’’ ભાઈ જો આ માણસા ની બસ છે. રસ્તા માં આપણું ગામનું નામ પણ છે.’’સાયરા બોલી

અબ્દુલ સાયરાને જોતોરહી ગયો. બન્ને બસ માં ચઢી ગયા. અબ્દુલે સાયરા ને પૂછ્યું’’ સાયરા તને વાંચતા આવડે છે ? પણ તૂં તો.....

હા ભાઈ હું જેલ માં રહી ને ભણી છું, તને ખબર છે ફક્ત લખતા વાંચતા આવડે છે એવું નથી.અમારે ત્યાં જેલ માં ઘણા બધા અભ્યાસક્રમ ચાલે છે. અને એમાં જશીખી ને હું પેલા ઇગ્નુ ના ક્લાસ થી ગ્રેજ્યુએટ થઈ ગઈ છું.તને ખબર છે મને કોમ્પ્યુટર પણ આવડેછે.સાયરા એપોતાના અવાજ ને ખોંખારી ને કહ્યું.

અબ્દુલ, ગામ ની નાનકડી દુકાને થી મીઠા મરચાના પડીકાને સાચવીને રાખતી અને તેની પર ના લખાણો ચિત્રો ને જોઈને વાંચવા-સમજવાનો પ્રયત્ન કરતી નાનકડી સાયરા ને શોધતો હતો આ ગ્રેજ્યુએટ સાયરા માં.

૨૩. જજમેન્ટ

પાસા માં આવેલી રેણુ ને એના કાઠિયાવાડ માં સૌ લેડી ડોન ના નામ થી ઓળખતા. આ જેલ માં તેને લાવ્યા ત્યારેજ તેની પાસે કેટલાક એવા હથિયારો અને નવી નવી જાતના કેમેરા હતા કે મોટા જેલર બહેન ને તેનો સામાન જમા કરવામાં નાકે દમ આવી ગયો.

’’ આ તો બહુ માથાભારે છે. કેમ છો ,સારુ છે, એટલો જ સબંધ રાખવાનો’’બહુ વાતો કરવાની નહિં એની સાથે આપણી’’ બાઈઓ અંદર અંદર ગુસપુસ કરવા લાગી.

ટી-શર્ટ પેંટ, જીંસ, પંજાબી સૂટ, ટ્રાઉઝર, જેવા જુદા જુદા ડ્રેસ પહેરીને વાળા છૂટ્ટા રાખીને , કાજલ,પાઉડર લગાવી ને જ્યારે રેણુ બેરેક ની બહાર નીકળતી તો બહેનો એને જોઈ રહેતી કતરાતી આંખ એ. રેણુ ને વિશ્વાસ હતો કે તે બહુ જલદી બહાર નીકળી જશે બોર્ડ બેસતાં જ. ‘હાય હાય રે કેટલી બધી ગરમી, હું તો એસી માં રહેવા ટેવાયેલીછું. મારેતો સવાર સાંજ ફ્‌રુટ જોઈએ, અહીંનું ખાવાનું મને ના ભાવે, છી, બાપરે ક્યારે છુટીશ અહીંથી? મારા રાજવીર( રેણુ ના દિકરા નું નામ રાજવીર હતું) ને તો ખબર જ નથી કે હું અહીં છું.એની સ્કૂલ માં કેવી છાપ પડે ,એ તો ઇંગ્લીશ મિડીયમ માં ભણે છે ને!!!’’ રેણુ પોતાની બડાઈ હાંકતી રહેતી.

પણ આ જ રાહ જોવા માં જોવામાં ત્રણ મહિના નો સમય વિતી ગયો. હવે રેણુ સીધા સાદા કપડા પહેરવા લાગી બાઈઓ ની જેમ, થાકી ગઈ હતી બોર્ડ માં છૂટવાની આશાએ. ધીરે ધીરે રેણુ ,અહીંની બાઈઓ સાથે પોતાને એડજ્સ્ટ કરવા લાગી. એને પણ આ બાઈઓ સાથે રહી, એમની એકલતા માં સાથ આપતા આપતા લાગણીવશ થવા માંડી.ને એક દિવસ એવો આવ્યો જ્યારે રેણું એકદમ બદલાઈ ગઈ..

કાચાકામ ના કેદી એટલે કે અંડર ટ્રાયલ પ્રિઝ્‌નર રહેમત ખાલા ના કેસ નું જજમેંટ હતું.અહીંની બાઈઓ તેમને ‘‘ખાલા’ના નામ થી જ સંબોધતી.ખાલા એટલે માતા ની મોટી બહેન.તો ટેવાયેલી હતી આ જજમેંટ ના દિવસો થી. કોઈ છુટી જતું કાં તો કોઈ ને સજા પડતી. બસ સૌ બહેનો ભેગી થઈ ને કેસ ના જજમેંટ ની એક સાથે રાહ જોતી.

હા, આજે રહેમત ખાલા ના કેસ નું જજમેંટ હતું, લાલ-લીલી બાંધણી પહેરી ને રહેમત ખાલા કોર્ટ માં ગયા હતા ત્યારે ખુબ રુપાળા લાગતા હતા સાઈઠ વર્ષે પણ.

સૌ કોઈ રાહ જોતા બેઠા હતા. સાંજ પડ્‌વા આવી ,બાઈઓ ની ગુસપુસ રેણુ ને બેચેન કરવા લાગી, ‘‘શું ગુસપુસ સરો છો? હમણાં જ જોજો ને છુટીને આવશે રહેમત ખાલા’’

થોડીવાર માં મોટો ગેટ ખૂલ્યો મોટા બહેન સાથે હતા રહેમત ખાલા, બધી બહેનોને જોઈ રહેમત ખાલા તૂટી પડ્યા.એમને સજા પડી હતી આજીવન કેદ ની. બધી બહેનો રહેમત ખાલા ને સાંત્વના આપવા લાગી. ’’ ’’ ‘‘હિંમત રાખો ખાલા ,હજી હાઈકોર્ટ બાકીછે ને! જુઓ અમે કેવી હિંમત રાખીએ છીએ.અમારે તો નાના નાના બાળકો છે, પણ શું કરીએ , કરમ માં આજ લખાયેલું છે તો’’ કોકીલા હિંમત આપવા લાગી.

‘લો પાણી પી લો ખાલા’’ રેણુ ના અવાજ થી સૌ કોઈ ચોંકી ગયા .નીચેબેસી ને રેણુ ખાલા ને વળગી પડી. રહેમત ખાલા ને હવે કાચાકામ ના કેદી એટલે કે અંડર ટ્રાયલ પ્રિઝ્‌નર ની બેરેક માં થી પાકા કામ ના કેદીઓની બેરેક માં લઈ જવાના હતા. લાલ-લીલી બાંધણી પહેરી ને સેશંસ કોર્ટ માં ગયેલા રહેમત ખાલા ને હવે જેલ ના સફેદ વસ્ત્રો પહેરવાના હતા. કારણ કે તેઓ હવે પાકા કામ ના કેદી તરીકે ચોપડે નોંધાઈ ગયા હતા.

અંડર ટ્રાયલ પ્રિઝ્‌નર ની બેરેક માં આજની રાત સૌ કોઈ જાગવાના હતા કારણ કે તેમની બેરેક માં થી એક રહેમત ખાલા શિફ્‌ટ થયા હતા બેરેકનં ૧ માં. એક જજ્મેંટ કેટલાની જીંદગી નું જજમેંટ બની જતું હોયા છે!!!

અડધી રાત્રે સેવકબહેન ને કોઈ બબડતું હોય તેવું સંભળાયું. ઉભા થઈ ને જોયું તો રેણુ ઉંધ માં બબડતી હતી કોઈ રહેમત ખાલા ને સફેદ સાડી ના પહેરાવો, પ્લીઝ ,ના પહેરાવો એમને....

જ્યારે કોઈ કાચાકામ ના કેદી ને પાકા કામ ના કેદીનો ઇલ્કાબ મળેછે અને તેમના રંગીન કપડા સફેદ વસ્ત્રો માં તબદિલ થાય છે. આ દ્રષ્ય...ઓહ , બસ..મારી મજબૂતાઈ પણ ત્યારે કમજોર થઈ જાય છે,ને હું હચમચી જાઉંછું એમના રુદનો થી.

૨૪. ચાંદની

કોઈ મ્યુઝિકલ પાર્ટી આવવાની છે. હાશ, થોડીવાર માટે બહાર ઓપન થિયેટર માં જવાનું મળશે તો ખરું. બધા તૈયાર થઈ રહ્યા છે. નવા નવા ગીતો સાંભળવા મળશે. જ્યાર થી માનવઅધિકાર બાબતે વેલફેર સાહેબ ને અહીં મૂક્યા છે ત્યાર થી આવા કાર્યક્રમો થતા રહેછે.

‘ત્રણવર્ષ ની ચાંદની એ ગુલાબી રંગ નું ફ્રોક પહેર્યું છે. પેલી સંસ્થા વાળા બહેને આપ્યું હતું તે. ચાંદની ને આનંદ છે કે આજે તે તેના પપ્પા ને જોશે. જ્યારેજ્યારે કાર્યક્રમ પતી જાય છે ત્યારે બધા બાળકો ને સાહેબ સ્ટેજ પર બોલાવીને ચોકલેટ આપેછે, એટલે ચાંદની એના પપ્પા ને કેદીઓ ની ભીડ માં પણ શોધી લે છે.

ચાંદની નો જન્મ જ અહીં થયો છે. એને બહાર ની દુનિયા ની ખબર જ નથી. ગુડ્ડી ના મમ્મી-પપ્પા મિલીંદ-જાહ્‌ન્વી ને અહીં ત્રણ વર્ષ પહેલા લઈ આવવામાં આવ્યા હતા. મિલીંદ-જાહ્‌ન્વી એક્બીજા ને ખૂબ ચાહતા હતા. સમાજ એમનેસ્વીકારે એ શક્ય જ નહોંતું . જુદી જુદી નાતી ના હતા, અને વળી જાહ્‌ન્વી તો હજી ૧૭ વર્ષ ની જ હતી.

બન્ને ની પાગલ બુધ્ધિ એ તેમને ઉલટા રસ્તે ચઢાવ્યા અને બન્ને ઘર છોડી ભાગી ગયા, જાહ્‌ન્વી ના પિતાએ પોલીસ ફરિયાદ કરી કે મારી સગીર વય ની પુત્રી ને મિલીંદ ભગાડી ગયો છે. એને હજી ૧૮ વર્ષ માં ૩ મહિના બાકી છે.તપાસ કરતાં અસલીયત જાણવા મળી કે જાહ્‌ન્વી એ પોતાના લિવીંગ સર્ટિફિકેટ માં ઉમર સુધારી દીધી હતી. જાહ્‌ન્વી ને જેલ થઈ સરકારી દસ્તાવેજ સાથે ચેડાં કરવાની મિલીંદ ને સગીર બાળા ને ભગાડ્‌વાની.આમ બન્ને અંદર.

જાહ્‌ન્વી હવે પ્રેગનંટ હતી. જાહ્‌ન્વી ના માતા પિતા એ તો પુત્રી મરી ગઈ એમ જ માની લીધું. જાહ્‌ન્વી પાસે ના તો માંબાપ હતા ના તો મિલીંદ .આમ ને આમ જાહ્‌ન્વી એ એક સુંદર બાળકી નામ ‘ચાંદની’ ને જન્મ આપ્યો. મિલીંદ પણ ખુશ થયો હતો આ સાંભળી ને. અઠવાડિયે એકવાર બન્ને જેલ ટુ જેલ મુલાકાત લઈ શકતા હતા. ચાંદની હવે ત્રણ વર્ષ ની થઈ ગઈ હતી જેલ માં જ. એને બહાર ની દુનિયા શું છે એ ખબર નહોતી. એને એટ્‌લી ખબર હતી કે દર અઠ્‌વાડિયે જે મુલાકાત લેવા આવેછે એ તેના પપ્પા છે. કોઈ વાર ચોકલેટ કે બિસ્કીટ મોકલાવે છે.

કાયદાઓથી અજ્ઞાન્તા ક્યાં થી ક્યાં પહોંચાડીદેછે, જાહ્‌ન્વી વિચારતી હતી. બિચારી ચાંદની એણે તો બહાર ની દુનિયા જોઈ જ નથી, બહાર ગયા પછી એનેશું જવાબ આપશે પોતે? વિચારો માં હતી ત્યાં જ ઓપન થિયેટર પર ગીત વાગવા માંડ્યું.

‘‘જિંદગી એક પહેલી હૈ.....

રાત્રે જાહ્‌ન્વીએ જોયું કે ચાંદની ના ગાલ પર કશુંક ચળકતું હતું અંધારા માં ઉજાસ જેવું.એણે ઉપર નજર કરી તો જોયું કે બેરેક ની છત પર એક તૂટેલા નળિયા માં થી પૂનમ ના ચાંદ ની ચાંદની નાનકડી ચાંદની ના ગાલ પર ઉતરી આવી હતી.

૨૫. ભલમનસાહી

અપુન કા માથા ફીર ગયેલા થા જો ઇસ ઝમેલે મેં પડ ગયા’ બે બાળકો અબ્દ્‌લ અને અર્શદ ના પિતા ઉસ્માન ભાઈ એક પંક્ચર ની દુકાન થી પોતાનું ઘર ચલાવતા હતા. આ વખતે તો નક્કી જ કર્યું હતું કે કોઈ ના ઝગડા માં વચ્ચે પડીશ નહિં.

વાત એમ હતી કે ગામ ના થોડાક ગંદા તત્વો નજીક ના ગામ ની કોલેજ માં આવતી છોકરીઓ ને હેરાન કરતા હતા. ઉસ્માનભાઈ દરરોજ આ હરકત જોતા, એમનો કારીગર મદન જેને ઉસ્માન ભાઈ એ નાનપણ થી મોટો કર્યો હતો એ એમનો ગુસ્સો જાણતો હતો એટલે વારે ઘડીએ ઉસ્માન ભાઈ ને સમજાવતો કે ‘અબ્બા ગુસ્સો તબિયત માટે સારો નથી, કોઈ ખોટું કામ થઈ જશે તો બાલબચ્ચાઓ રખડી જશે, આપણે શું? આપણે થોડા સમાજ ના ઠેકેદાર છીએ કે સમાજ સુધારક છીએ.’’ત્યારે ઉસ્માન ભાઈ ટાઢા થઈ ને બેસી જતા,

પણ એક દિવસ એવો આવ્યો કે ન થવાનું થઈ ગયું. ગામના એક માથાભારે રાજકારણી નો છોકરો પપ્પુ એક છોકરી ને હેરાન કરવા લાગ્યો,ગમે તેમ કમેંટ કરવા લાગ્યો. ઉસ્માન ભાઈ થી જોવાયું નહીં,ઉભા થઈ ને એક ઝાપટ મારી ને પેલો પપ્પુ પડ્યો મોટા ટાયર પર ને પછી એનું માથું ભટકાયું ઝાડ સાથે ને ત્યાંજ બેહોશ, કાન માં થી ધડધડ લોહી વહેવા લાગ્યું,ઉસ્માનભાઈ દોડ્યા એને પોતાને ત્યાં રીપેરીંગ માં આવેલી ગાડી લઈને હોસ્પિટલ માં, પણ પપ્પુ ને હેમરેજ થઈ ગયું હતું અને ત્યાંજ પપ્પુ મોત ને ભેટ્યો. ઉસ્માનભાઈ ને સજા પડી ગઈ. હવે ઉસ્માનભાઈ ના વફાદાર કારીગર મદને તેમનો પંકચર બનાવવાનો ધંધો સાચવી લીધો છે.એનો કાગળ આવ્યો છે લખેછે કે ‘‘અબ્બા, તમે ચિંતા ના કરો, અબ્દુલ ને હવે અઢાર પુરા થશે એને ભણવા દો હું આપણા અબ્દુલ ને કોલેજ કરાવીશ અને અર્શદ ને પણ ભણાવીશ.’અમ્મા ની ફિકર ન કરતા.હું એમનો દીકરો જ છું .

૨૬. અમરદોસ્તી

બહાર ની દુનિયા માં તેમને ભલે તોફાનીઓ કહેવામાં આવતા હોય પણ અહીં બધા સરખા જ છે. જ્યારે જ્યારે ચૂંટણીઓ નજીક આવતી હોય છે કે તહેવારો નજીક હોય છે ત્યારે ત્યારે કહેવાતા આ તોફાની તત્વો ને કસ્ટડીમાં લઈ લેવાય છે.એક વખત છપાઈ ચૂકેલા આ લોકો જ્યારે જેલ માં આવી જાય છે ત્યારે એકબીજા ના સગા ભાઈઓની જેમ રહેતા હોય છે. છે. અહીં આવ્યા બાદ તેમને લાગેછે કે એમનો ઉપયોગ જ થયો છે. એ વખતે એમની બુધ્ધિબહેર મારી ગઈ હોય છે. કોઈ ના હાથા કે મહોરા બની ગયેલા આ લોકો નો અહીં એક સમાજ જાણે કે બની ગયો હોય છે. સમય ની સાથે પોતાના કારસ્તાનો ને યાદ કરતા કરતા એકબીજા ના સુખ દુખ માં ભાગીદાર બની જાય છે. સામાસામે ઝગડા માં આવી ગયેલા રશીદ અને રાજીવ આજે એકબીજા ના પાકા ભાઈબંધ બની ગયા છે.કહેછે કે જો અંદર ના આવ્યા હોત તો બહાર એકબીજા ની સાથે લડ્યા જ કરતા હોત અને વારંવાર પોલીસ ના હાથે ચઢતા રહેતા. પણ કોમવાદી ઝગડા માં આવેલા આ બન્ને ભાઈબંધો ની બધેજ ચર્ચા છે.

રાજીવ ને કમળો થઈ ગયો હતો,ખાવા પીવા પર ડોકટરો એ ધ્યાન રાખવાનું કહ્યું હતું એટલે રશીદ રાજીવ નું પુરેપુરું ધ્યાન રાખતો રહ્યો. રાજીવ ને જે ખાવાનું મળતું એવું મોળું મરચા મીઠા વગરનું ખાવાનું રશીદ ખાતો.જ્યાં સુધી રાજીવ બેઠો ન થયો ત્યાં સુધી રશીદ ગુમસુમ રહેતો. રાજીવ ને સરકારી દવાખાના માં દાખલ કરાયો ત્યાર થી રશીદ સુનમુન થઈ ગયો હતો.રાજીવ માટે કેટલીયે મન્નતો માની બેઠો હતો રશીદ, નમાઝ,દુઆ માં અલ્લાહ પાસે રાજીવ ની દુઆ કરતો.એને પોતાના કુટુંબ ના સભ્યો કરતા સગા ભાઈ થી પણ વધુ ચાહતો હતો.

અને છેવટે ઉપરવાળાએ રશીદ ની દુઆ માં કહો કે અસર આપી અને રાજીવ હેમખેમ સરકારી દવાખાના થી પાછો આવ્યો. જેલ ના બંદિવાનો ની સાથે સાથે જેલકર્મચારીઓ પણ રાજીવ-રશીદ ની દોસ્તી ને અમરદોસ્તી કહેછે.