To Bano Vegetarian books and stories free download online pdf in Gujarati

તો બનો વેજીટેરીયન

બ્રાયન આદમ ( હોલીવુડ સુપરસ્ટાર ), બ્રાટ પીટ ( હોલીવુડ સુપરસ્ટાર ), પામેલા એન્ડરસન ( હોલીવુડ એક્ટ્રેસ ) , જેમ્સ કેમરોન ( હોલીવુડ ડાઈરેક્ટર ) , પીટર સીડલ ( ઓસ્ટ્રેલીયન ક્રિકેટર ) ,અલ ગોર ( અમેરિકન પૂર્વ ઉપ-રાષ્ટ્રપતિ ) , પ્રિન્સ ( સિંગર ) , બીલ ક્લીન્ટન ( એક્સ અમેરિકન પ્રેસીડન્ટ ) વગેરે વગેરે ....વેઇટ ખાલી વિદેશી નામો જ વાચવામાં રસ નાં હોય તો આ રહ્યા થોડા આપણા અપના નેમ્સ ....આમીર ખાન + પત્ની કિરણ રાવ , કંગના રાનાવત , સેલીના જેટલી , રેખા , વિદ્યા બાલન , અમિતાભ બચ્ચન , કરીના કપૂર , શાહિદ કપૂર , ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ આઝાદ , બોક્ષર શુશીલ કુમાર , ક્રિકેટર્સ વીરેન્દ્ર સેહવાગ - વિ વિ એસ લક્ષ્મણ ...અને લાસ્ટ બટ નોટ લીસ્ટ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી . ...ઉફફ્ફ્ફ્ફ ચકરાવે ચડો એ પહેલા જણાવી દઉં કે આ બધા જ જુદા જુદા ક્ષેત્રના સફળ અને પ્રતિષ્ઠિત મહાનુભાવો છે પણ આ બધામાં એક વસ્તુ કોમન છે અને એ છે કે આ બધા જ સમ્પૂર્ણ શાકાહારી છે ..... મતલબ ઈંગ્લીશમાં કહીએ તો વેગન કે વેજન .. છે ..આઈ મીન પ્યોર વેજીટેરીયન ....!!!!

આ પૃથ્વી પર મનુષ્યનો પ્રાદુર્ભાવ થયો ત્યારથી બે ચીજનો એનો મોહ હમેશા અકબંધ રહ્યો છે , એક છે વસ્ત્રો અને બીજું છે ભોજન . શરૂઆતમાં કદાચ જે મળે એ ખાય લેતો મનુષ્ય સમય જતા ખાન-પાનની વિવિધ કળા વિકસાવતો થયો એ વાતને યુગો વીતી ગયા અને હવે એ સમય આવ્યો છે કે ખોરાકની શરીર પરની અસરો વિષે વધુ વિગતે ચર્ચાઓ થઇ રહી છે અને એમનો એક અને હમેશા ઉકળતા દાવાનળ જેવો મુદ્દો રહ્યો છે માસાહાર શ્રેષ્ઠ કે પછી શાકાહાર ? બીજા શબ્દોમાં કહીએ તો માંસાહાર કરાય કે નહિ ? હજુ ત્રીજા શબ્દોમાં કહીએ તો માંસાહારથી શું લાભ કે હાની તો એ જ રીતે શાકાહારથી શું લાભ કે હાની ? છેલ્લા ઘણા વર્ષોથી આ એક બે કે ત્રણ સવાલો પર કરોડો ચર્ચાઓ , દાવાઓ , દલીલો , પુરાવાઓ અપાતા રહ્યા છે - ફેવરમાં કે વિરુદ્ધમાં પણ હજુયે કદાચ ચોક્કસ જવાબ મળતો હોય એવું લાગતું નથી . ઈનફેક્ટ આપણે પણ એ સવાલને બાજુમાં રાખીને થોડા એવા તથ્યોની વાત કરીશું કે જે કદાચ સવાલોના જવાબની નજીક હોય અથવા ના પણ હોય ...

સવાલ અહી એ નથી કે માંસાહાર ખરાબ છે અને શાકાહાર શ્રેષ્ઠ છે કે એ પણ નથી કે શાકાહાર કરતા માંસાહાર વધુ સારો છે પણ મૂળ વાત એ છે કે આકડાઓને નજરમાં લઈએ તો વિશ્વમાં ધીમેધીમે બહુ મોટો વર્ગ શાકાહારી થતો જાય છે અને આ હકીકત છે . ઉપર જે નામ લખ્યા એ તો ફક્ત સેમ્પલ છે આનાથી પણ અનેકગણા સેલેબ્સ શાકાહારીઓ બની ચુક્યા છે અને મજાની વાત એ છે કે દરેકના શાકાહારી થવાના અલગ અલગ કારણો છે . તાજોતાજો જ વેગન થયેલા આમીરની જ વાત સાંભળો . આ પીકે સ્ટારનું કહેવું છે કે પત્ની કિરણ રાવે બતાવેલા વિડીયોમાં ખોરાકને લીધે મૃત્યુ થવાના કારણોમાં એક કારણ માંસાહાર પણ હતું જે જોઇને મેં નિર્ણય કર્યો કે હું શુદ્ધ શાકાહારી બનીશ , ઇવન દૂધ કે દૂધની બનાવટો પણ આમીરે છોડી દીધી . આમિરનું કહેવું છે કે ખોરાકના બદલાવથી વધુ સારી અને સ્વસ્થ લાઈફ જીવી શકાય છે અને આ બદલાવમાં એક પગલું શાકાહારી બનવાનું પણ છે , જે મેં લીધું છે . પત્ની કિરણ તો ઓલરેડી શાકાહારી જ છે એટલે હવે મિયા આમીર પણ એમાં સામેલ છે .

જગપ્રસિદ્ધ મેગેઝીન ટાઈમના ફેબ્રુઆરી અંકની એક સ્ટોરી પર નજર કરીએ . ટાઈમ લખે છે કે જામા ઇન્ટરનલ મેડીસીનના વિવિધ સર્વેના આધારે એ વાત બહાર આવીં છે કે માંસાહારીઓ કરતા શકાહારીઓમાં લોહીનું દબાણ વધુ સ્ટેબલ રહે છે મતલબ કે શાકાહારથી લોહીનું નીચું દબાણ જાળવી શકાય છે . રીપોર્ટ આગળ લખે છે કે ૨૦૧૩ના એક સર્વે મુજબ શાકાહારીમાં માંસાહારી કરતા મૃત્યુ દર અંદાજે 12% નીચો હોય છે . જો કે જરૂરી નથી કે માંસાહારી વહેલા જ મૃત્યુ પામે પણ સર્વેના આંકડાઓ એ ખુલાસો કરે છે કે શાકાહારી વધુ જીવે છે . 2012માં આ કોયડો ઉકેલવા એક અનોખો પ્રયોગ થયેલો . સર્વે માટે ત્રણ જૂથ બનાવાયેલા અને ત્રણેયને જુદા જુદા ખોરાક અપાયેલા જેમકે એક ગ્રુપને બધા જ પ્રકારનો માંસાહાર , બીજા ગ્રુપને ફક્ત માછલી અને ત્રીજું ગ્રુપ સમ્પૂર્ણ શાકાહારી . બીજા પરિણામો કરતા પણ એક પરિણામ રસપ્રદ આવ્યું અને એ પરિણામ એ હતું કે માંસાહારી અને માછલી-હારી ગ્રુપ કરતા શાકાહારી ગ્રુપના સભ્યોનો મુડ વધુ આનંદિત અને ઉત્સાહ્પ્રેક રહ્યો હતો .

આટલું વાચ્યા પછી નોન-વૈજ લોકોનો જીવ નહિ તો મુડ ઉકળી ઉઠે એવું બને કેમકે વાત એકપક્ષી જઈ રહી હોય એમ લાગે છે ને ? જો કે સાવ એવું પણ નથી જ . અગત્યનું એ નથી કે કોને શું ખાવું કે નાં ખાવું પણ મૂળ વાત એ છે કે જગતમાં જયારે વધુને વધુ લોકો શાકાહારી બની રહ્યા હોય ત્યારે એ જાણવું જરૂરી બને છે કે તો શું માંસાહારમાં ફક્ત ખરાબી ખરાબી જ છે ? આગળ કહ્યું ને દાવા-પ્રતિદાવા વર્ષોથી ચાલ્યા કરે છે અને હજુ ચાલતા રહેવાના જ . ખરેખર કોઈ ખોરાક પોતાનામાં ખરાબ નથી હોતો સવાલ એ હોય છે કે તમે એનો કેટલો અને કેવી રીતે ઉપયોગ કરો છો ખોરાકમાં હોવા જોઈએ પોષક તત્વો , મિનરલ્સ , પ્રોટીન , વિટામિન્સ , ખનીજ વગેરે વગેરે અને આ બધું જ આ બંને પ્રકારના ખોરાકમાં ઉપલબ્ધ છે જ . હવે શેમાં કયું વધુ છે અને શેમાં કયું ઓછું છે એની પિષ્ટપીંજણમાં પડ્યા વગર આપણે એ વાત પર આવીએ કે વૈજ્ઞાનિક અને શારીરિક રીતે કયો ખોરાક વધુ સારો કે વધુ શ્રેષ્ટ હોય શકે . માઈન્ડ ઈટ અગેન કે સારા - ખરાબની તુલના કરવા આપણે નથી જ બેઠા કેમકે આગળ લખ્યું એમ ખોરાક એ સંપૂર્ણપણે ખાનારની મુનસફી પર નિલંબિત છે અને રહેશે .

પશ્ચિમ જગતને તડકે મુકીને વિચારીએ તો આપણે ત્યાં આવા મુદ્દા પર મત રજુ કરતા એક બીજું જોખમ ધર્મોનું આવીને ઉભું રહે એ નક્કી છે એટલે બહેતર એ છે કે જીવ-દયા , ધાર્મિક માન્યતાઓ કે સામાજિક રૂઢિઓને બાજુ પર રાખીને ફક્ત એની જ વાત કરીશું કે જેમાં બંનેની સિક્કાની બંને બાજુ આવી શકે . અઠવાડિયા પહેલાના જ એક રીપોર્ટ મુજબ અમેરિકામાં પ્યોર વેજ લોકોની સંખ્યા લગભગ દોઢ કરોડે પહોચી ગઈ છે જે ૨૦૦૯ માં માંડ એકાદ કરોડ જેટલી હતી . ઈઝરાઈલમાં વેજીટેરીયનની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં લઈને ત્યાની સરકારે સેનામાં વેજ ફૂડ સર્વ થાય એવી વ્યવસ્થા કરી છે ઈનફેક્ટ તેલ-અવિવ તો વેજીટેરીયન લોકોનું સ્વર્ગ બનતું જાય છે . તાજેતરમાં જ ડોમિનોઝ ઇઝરાયલે પોતાનો સૌપ્રથમ સમ્પૂર્ણ વેજ પિઝ્ઝા પણ લોન્ચ કર્યો .ચીન, ન્યુઝીલેન્ડ , યુરોપ વગેરે વગેરે દેશો અને ક્ષેત્રોમાં વૈજ લોકની સંખ્યા વધતી જાય છે તો સામે છેડે એક સર્વેના અહેવાલ મુજબ ૨૦૧૫માં મીટના વેચાણમાં કે ખપતમાં ૩% નો વધારો પણ નોંધાયો છે . મતલબ એવું નથી કે જગત આખું સમ્પૂર્ણ વેજી થતું જાય છે કે છે અને વધુ ચોકાવનારી બાબત આ સર્વેની એ પણ છે કે ભારત કે જ્યાં ૪૦ થી ૬૦% પ્રજા શાકાહારી છે એ ભારત મીટના વેચાણ કે ઉત્પાદન ક્ષત્રે બહુ ઝડપથી ટોચ તરફ પહોચી રહ્યું છે . છે ને બંને અલગ અલગ તસ્વીરો . પશ્ચિમના દેશોમાં ધીરે ધીરે શાકાહારનું ચલણ વધી રહ્યું છે અને આપણે ત્યાં ભલેઓછી માત્રામાં પણ ચોક્કસપણે ઘટી રહ્યું છે ..!!!! સો સેડ ના ??? સેડ એટલા માટે કે આપણી તો સન્સ્કૃતિ અને ધર્મોથી લઈને રીતિરીવાજો અને સામાજિક ન્યાયોમાં પણ માંસાહાર નિષેધ છે ...પણ હું કેર્સ હે ને ???

ઓ.કે. આક્ડાઓને ખાસ કરીને ભારતને લગતા આકડાઓને નઝર અંદાઝ કરીને ફરીથી શાકાહાર તરફ આગળ વધીએ તો ટાઈમના રીપોર્ટ મુજબ ૪૪૦૦૦ લોકો પર થયેલા સર્વેમાં એ વાત જાણવા મળી કે સમ્પૂર્ણ વેજીટીરીયન લોકોમાં હ્રદયરોગનું પ્રમાણ માંસાહારીઓ કરતા ૩૨% ઓછું હોય છે . એ જ રીતે યુનીવર્સીટી ઓફ કેલીફોર્નીયાના સ્ટડી મુજબ શાકાહારીઓમાં કેન્સર થવાની શક્યતા ઓછી રહે છે એ જ રીતે શાકાહાર વધુ ચરબી ચડાવતા રોકે છે અને માંસહારીઓમાં ડાયાબીટીસ થવાના ચાન્સીસ વધુ હોય છે . જો કે અદોદળા અને જાડિયા વેજી લોકોને જોઈએ ત્યારે એમ થાય કે આમાં ચરબી નહિ ચડે વાળો ડાયલોગ તો બોલી શકાય એમ જ નથી ..!!! જો કે આ બધા ફાયદાની સામે ગેરફાયદાઓ પણ ઉભા જ છે અને સૌથી મહત્વનો અને મેઈન ગેરફાયદો એ છે કે શાકાહારીઓમાં ન્યુટ્રીશનની ઉણપ વધુ જોવા મળે છે .

ધર્મો અને સમાજને બાજુ પર રાખીને વાતને વધુ આગળ ફરી એકવાર આંકડાઓ જોઈએ તો ઓસ્ટ્રેલીયામાં ૨૪૩૦૦૦ ( કુલ વસ્તીના ૩% ), બેલ્જીયમ ૨૦૪૦૦૦ ( ૨% ) , ફ્રાંસ ૧૨૦૦૦૦ ( ૨% ) , નોર્વે ૯૨૦૦૦ ( ૨% ) , ઇઝરાયલ ૫૯૫૦૦૦ (૮.૫% ) ટોટલ વેજીટેરીયન લોકોની સંખ્યા છે . આંકડાઓ ઓછા લાગે કે નાના લાગે પણ આગળ કહ્યું એમ ૨૦૦૯ પછીથી એકલા અમેરિકામાં વેજીટેરીયનની સંખ્યા ડબલ થઇ ગઈ છે. સ્વાભાવિક છે કે શાકાહારનો પ્રચાર કરતી અને એ માટે કાર્યરત સંસ્થાઓના અંક્ડાઓ કદાચ થોડા વધુ લાગે કે બતાવે પણ સેલ્બ્સમાં વધતી જતી વેજીટેરીયન થવાની સંખ્યાનો લાભ ચોક્કસપણે આવી સંસ્થાઓને મળી રહ્યો છે . સુપરસ્ટારો અને વિવિધ ક્ષેત્રની હસ્તીઓ દ્વારા થતી વેજી થવાની જાહેરાતોથી પણ શાકાહારી ઝુંબેશને બળ મળી રહ્યું છે ને એ પણ એવા દેશોમાં કે જ્યાં માંસાહાર નિષેધ પણ નથી કે સુગ પણ નથી . યુકે માં તો બાકાયદા વેગન ફેસ્ટીવલ ઉજવાય છે જેનું નામ છે વેજ્ફેસ્ટ યુકે . અમેરિકાના લગભગ પ્રમુખ શહેરોમાં વેજીટેરીયન સોસાઈટી ના નામે કાર્યરત સંસ્થાઓ છે જે વેજીટેરીયન બનવા વિષે કાર્ય કરે છે . વાનકુવર કેનેડા ની વેબ્સાઈટ પર તમને ફક્ત વેજીટેરીયન રેસ્ટોરાં ના નામ મળી શકે છે .યુરોપિયન વેજીટેરીયન યુનિયન નામની સંસ્થા યુરોપમાં શાકાહાર ને પ્રોમોટ કરવાનું કાર્ય કરે છે .

જગતના દેશોમાં વેજીટેરીયન કલ્ચરની વાત કરીએ તો સૌથી પહેલું નામ ભારતનું જ આવે એ સ્વાભાવિક છે , ભલે ને આગળ લખ્યું એમ આપણે માસની નિકાસ કે ખપતમાં અગ્રેસર થતા જતા હોઈએ પણ હકીકત છેકે હજુ પણ અંદાજે ૫૦% જેવી ભારતીય પબ્લિક શાકાહારી તો છે જ એમાં કોઈ શક નથી . ભારત પછી બીજું નામ ઇંગ્લેન્ડનું આવે કે જ્યાં વૈજ કલ્ચર ભારતની જેમ જ સારી રીતે વિકસેલું છે કે વિકસી રહ્યું છે કે જ્યાં લગભગ દરેક શહેરોમાં મીટ-ફ્રી ખાદ્યપદાર્ધો અચૂક મળી જ જાય . એ જ રીતે સી-ફૂડની વિવિધ ડીશો માટે વખણાતું થાઈલેન્ડ પણ વૈજ લોકો માટે સરળ છે . વાંચીને અચરજ લાગશે પણ મુસ્લિમ બહુમતી વાળું ટર્કી પોતાની વૈજ ડીશો માટે પણ એટલું જ ફેમસ છે અને આ લીસ્ટમાં છેલ્લું નામ આગળ લખ્યું એ ઈઝરાઈલનું આવે છે . આ નામો એટલા માટે લખ્યા કે આપણને એમ થાય નહિ કે ફક્ત ભારત જ એકમાત્ર સમ્પૂર્ણ રીતે વેજીટીરીયન લોકો માટે વધુ અનુકુળ છે , જો કે ખુદ ભારતમાં જ એવા પ્રદેશો છે જ્યાં ઓથેન્ટિક વૈજ ફૂડ મેળવવાના ફાંફા પડી શકે છે પણ એનું કારણ આપણા દેશમાં રહેલી ખાન -પાનની અનેક વિવિધતાઓ કારણભૂત છે . ગુજરાતમાં માંસાહાર એટલો પ્રચલિત નથી ( ભલે છાનો છપનો ધોમ ખવાતો હોય તો પણ !!! ) એવી જ રીતે ઘણા રાજ્યોમાં શાકાહાર એટલો પ્રચલિત નથી એટલે સ્વાભાવિક રીતે આ બંને પ્રદેશોના લોકોને એકબીજાના રાજ્યોમાં પ્રવાસ વખતે ખાન-પાનની આ મુશ્કેલી પડે જ પણ બહુધા ભારત શાકાહારી છે જ એટલે સાવ બ્રેડ ખાઈને કે મેગી ખાઈને દિવસો કાઢવા પડે એવું તો ભાગ્યે જ બને ...!!!

વનસ્પતિ પણ વેગન ?? :- યૂટીકુલારિયા પ્રજાતિના બ્લાડરવર્ટસ છોડ કીટકભક્ષી છોડની પ્રજાતિ છે, જે નાના-નાના કીટકોનો આહાર કરે છે. જોકે નવા અભ્યાસથી જાણવા મળ્યું છે કે, હવે આ છોડ સંતુલિત પોષણ માટે શેવાળ અને પરાગનું સેવન કરે છે.