Aa Te Kevu? 1 books and stories free download online pdf in Gujarati

Aa Te Kevu? 1

આ તે કેવું ?

લેખક

દિલીપ શાહ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

પથ્થર મારો

શસ્ત્ર-પૂજા

સીટી - સ્કેન

૧. પથ્થર મારો

‘‘કોઈ ‘પથ્થર’ ના મારો દિવાનોસે....’’ ( બુલેટથી મારવો છે ? ) ‘‘કિસી ‘પથ્થર’ કી મુરતસે મહોબતકા ઈરાદા હૈ...’’ ( મંદિરમાં કોઈ ભગત રિયાઝ કરે છે કે શું ? ) ‘‘પથ્થર’’ કે સનમ, તુઝે હમને મહોબતકા ખુદા માના ( બહેનજી, ચશ્માના નંબર ચેક કરાવો ! ) હિન્દી ફિલ્મોએ ‘પથ્થર’ ને ભગ્નહૃદય માટે યુ..ગોથી બદનામ કર્યો છે!

‘‘પ’’ પતંગનો કે પનિહારીનો કક્કામાં ઘૂંટાયો હશે. હાલમાં તો ‘પ’ ગૃહિણીઓ માટે પકોડીમાં, યુવા પેઢી માટે પસંદગીમાં, રાજકારણીઓ માટે પક્ષ-પલટુમાં અને ઝનુંને ચડેલા તોફાની બારકસો માટે ‘પ’ પથ્થરમાં લર્નીંગ લાયસંસનું સ્થાન પામ્યો છે. પથ્થર ટોચે ચઢી શિખર બન્યો, સમુદ્ર કિનારે ખડક બન્યો, ઈમારતમાં પાયો બન્યો, વામન અવતાર ધારણ કરી કાંકરો બન્યો, શિશુના હાથમાં ઢેકાળો બન્યો, માટીમાં વટલાઈ ઠીકરી બન્યો, નદીના તટે નાનામોટા ચકમક પથ્થર ( ષઇબબલઇસ ) બન્યો અને કાર્યાલયના કાગળિયાં ઉપર પેપર વેઇટ થઇ રાજ કરવા માંડયો.

પથ્થર લારીવાળાના જૂના ત્રાજવામાં ‘વજનિયું’ બની ગયો. રમતમાં ‘નાગોરચિયું’ બની ગયો અરે ! વરસાદમાં ઝુપડપટ્ટીના તકલાદી છાપરા ઉપર તાડપત્રીના પાડોશી તરીકે કંપની આપી તારણહાર પણ બન્યો. ‘રામસેતુ’ ના નિર્માણમાં અને શલ્યા-અહલ્યા પ્રકરણમાં તે મોક્ષ પામ્યો. ગામને પાદરે પાળિયા બન્યો, ચારરસ્તે તકતી કે સ્ટેચ્યુ બની ફૂલહારનો હકદાર બન્યો. મંદિરમાં પથ્થરનું પ્રમોશન થયું... મૂર્તિ બની અને ભગવાનના હોદ્દા સુધી પ્રમોશન પામ્યો અને આપણા સુખદુઃખની કથા-વ્યથાનો સાક્ષી બન્યો.

ઇતિહાસમાં પથ્થરયુગથી પ્રકરણો લખાયા છે. શિવાજી મહારાજના સૈન્યો ગોફણથી પથ્થર મારો કરતા. મનમાં થાય છે પથ્થર પર પી.એચડી કરવા માંડુ કોઈ કવિનું ઉપનામ ‘પથ્થર’ કેમ નથી ?

મરી-મસાલા

એક બાજુ છે ‘‘પથ્થર થર થર ધ્રુજે...’’ બીજી બાજુ છે... ‘‘ગીત ગાયા પથ્થરોને...’’

૨. શસ્ત્ર-પૂજા

નવ દિવસનો ઉજાગરો આજે રવિવારના મૂડમાં હતો. ફાફડા-જલેબીની હાજરીથી આજે જરૂર દશેરા હશે એવું કેલેન્ડરનું હવામાન ખાતું આગાહી કરતુ હતું.

રૂટીન મુજબ ફેમીલી ગોર મહારાજ જૂના ખખડધજ વાસ્યા સ્કૂટર પર શીખાઉ ચિરંજીવી સાથે શસ્ત્રપૂજા માટે આવી ગયા. સૌ પ્રથમ ઘરના મોભી માતા-પિતાએ બાજઠ પર શાસ્ત્રો મૂક્યા, પછી ત્રણ ભાઈઓએ અને નાની બેને પણ શસ્ત્રો બાજઠ પર મૂક્યા.

શસ્ત્રો આકર્ષક પેકમાં નજરકેદ હતા. વિધિ શરુ થઇ. કંકુ, અબીલ, ગુલાલ બધો પૂજાપો શસ્ત્રો પર શાસ્ત્રોક્ત મંત્રોથી પાવન થયો.

ગોર મહારાજે શસ્ત્રોના પેક ખોલ્યા. બધા પેકમાં નાના મોટા એક જ શસ્ત્ર. શસ્ત્રો આજે યુનિફોર્મમાં હતા. શસ્ત્રોનો ગુ.સા.અ. હતો ‘‘કાતર’’ જીંદગીમાં ‘કાતર-પૂજા’ નો મહિમા જાણવા ગોર મહારાજે આજીજી કરી. શેરલોક હોમ્સની અદાથી પિતાજીએ સમજાવ્યું.... ‘‘જૂઓ મહારાજ, મોટો ફાઈવસ્ટાર હોસ્પીટલનો સર્જન છે, સવાર-બપોર-સાંજ આ ‘કાતર-કૃપા’ થી ટકી રહ્યો છે, વચલો ટેલર (ઈલિઝાબેથવાળો નહિ !) છે સૂટના માપ લેવા મિસ-ઇન્ડિયા રાખી છે અને ‘કાંટ-છાટ’ નું કામ તેની મોંધી ‘કાતર’ છે. સૌથી નાનાને મુંબઈની લોકલટ્રેનમાં ‘‘ભાઈ’’ ની પાર્ટનર શીપમાં ખિસ્સા કાપવાનો ધંધો પૂરબહારમાં છે (અત્યારે તો સિઝનમાં ઓવરટાઈમ ચાલે છે)... નાની બેબી ફોરેન રીટર્ન છે, સિંગાપુરથી હેર-ડીપ્લોમાં છે સલૂન ચલાવે છે, શહેરની બધી કીટી-પાર્ટીવાળીઓના ચોટલા, વીગ, બોલ્ડહેર એની કાતરની કરામત છે સમજ્યા ? મારા વાઈફ સેન્સર બોર્ડમાં છે આતમ સૌંગના ઓવરડોઝથી એની કાતર સોનાના ઈંડા આપતી મુરઘી છે... ઘરનો નોકર નાથુ સોસાયટીના બધા છાપાઓની કુપન કાપવા ચાઇનીઝ કાતર વાપરે છે.. મહારાજ, રાઈટમાંથી મારી કાતર આપો... આજે ફાઈવસ્ટાર ટોઇલેટનું ઉદ્દઘાટન એનાથી થશે !!!

મરી-મસાલા

‘‘ડાર્લિંગ ! તારી જીભ ભાર કાઢ, કંકુ ચોખા, ફૂલ-પાન મને ચડાવવા દે, આજે દશેરા છે, શસ્ત્રપૂજા કરવા દે !’’

૩. સીટી - સ્કેન

સીટી એટલે ભગવાને આપેલા હોઠથી થતું એક ‘‘બીજું’’ સારું કામ. સીટી એટલે હવાનો સંગીતમય અવતાર ! અવાજ જયારે ડાયેટીંગ કરે ત્યારે સીટીના મોડમાં આવે છે. કાનને સરવા કરવા સીટી ટ્રાફિક સિગ્નલ છે.

સિટીનો પરિચય નાનપણમાં માતા કરાવે છે. ચોકડીમાં બે હાથની પકડમાં રોતા શિશુને ઉત્સર્જન - પ્રક્રિયામાં માતાની સીટી ઉદ્રીપકનું કામ કરે છે. રોતું બાળક બોખા ચહેરામાં મરક મરક સ્માઈલી આપે છે સીટીની આ પહેલી બોણી ! નિશાળમાં ભણવા જઈએ ત્યારે રમત-ગમતના મેદાનમાં ડ્રીલ કરાવતા પી.ટી. માસ્તરની સીટીનો જો ભંગ થાય તો મોટી સાઈઝના ચૂંટલાની પ્રસાદી કેડમાં સણકાની પ્રસાદી આપતી ! નોકરીમાં પાર્કિંગ-ઝોનમાં સિક્યુરીટી ગાર્ડની સીટી મેનેજરના રુઆલને ઝાંખી પાડતી હોય છે. ઘરમાં ગૃહિણીના રસોઈઘરની કુકરની સીટીની ગણતરી કરવાની ભગીરથ જવાબદારી બોલો, નથી ભોગવવી પડતી ? ( મોમાં સીટી બંધ થઈ ગઈ ને ? ) હસબંડ ઉપરાંત નાના - મોટા પાલતું પ્રાણીઓના શોખ ધરાવતી કીતી-પાર્ટી બ્રાન્ડ માનુનીઓ પેટ માટે કેવી સીટી મારવી એના ટ્રેઈનીંગ ક્લાસ પણ (ઘણીવાર ચોકઠા સાથે) ભરતી હોય છે.

જથ્થાબંધ સીટીનું એપી સેન્ટર સિનેમાગૃહોમાં સલમાન‘ભાઈ‘ની એન્ટ્રી હોય, સન્ની લીઓનીનો અંગ મરોડ હોય, હોઠ દાંત નીચે દબાવી નખરાં કરતી આઈટમ-ગર્લ નું સોંગ હોય કે... થીએટરમાં ૪૮૦ વોલ્ટનો સીન ચાલતો હોય ને અચાનક સ્ક્રીન બ્લેન્ક થઈ જાય પછી... જૂ..ઓ જથ્થાબંધ સીટીઓ (શહેરી વિસ્તારની પોળોના વસવાટનો પ્રતાપ અને અનુભવ) થીએટરના મેનેજરને પ્રોજેક્ટર રૂમ સુધી દોડતા કરી દે છે.

સીટી કેળવણીનું દાન કરવા છે...ક યુનીવર્સીટીમાં ગઈ, ૨૪ જ્ઞ ૭ આપણને સેવા આપવા સીટી, ઈલેક્ટ્રીસીટીનો મિન્ડાસ ટચ બની, રાજકારણમાં પાવર માટે કેપેસીટી બની ‘નગરી નગરી દ્વારે દ્વારે’ ફરી ઉદેપુરમાં લેઈક-સીટી બની, અમદાવાદમાં સાયન્સ સીટી બની ગાંધીનગરમાં ગીફ્‌ટ-સીટી.. અરે.. ઘરમાં વડીલોને સીનીયર સીટીઝન બનાવી ગઈ.

મરી મસાલા

હીરોઈન કહે છે ‘‘શામ ઢલે, ખીડકી તલે તુમ સીટી બજાના છોડ દો.’’ હીરો કહે છે ’’ જબ ગમ સતાએ સીટી બજાના... હૈ !’’