Tujako Chalna hoga - 1 books and stories free download online pdf in Gujarati

તુજકો ચલના હોગા ૧

તુજકો ચલના હોગા...

“દોસ્ત, મહાભારત કે યુદ્ધ કો મૈ એક હી સેકન્ડ મેં ખત્મ કર દેતા અગર મેં હથિયાર ઉઠા લેતા, લેકિન વો મેરા કામ નહિ હૈ, મેરા કામ હૈ લોગો કો સહી ઔર ગલત કી સમાજ દેના..” ઓહ માય ગોડ મુવી નો આ ધમાકેદાર (પ્રેરણાત્મક) ડાયલોગ તો તમે સંભાળ્યો જ હશે. એટલે, ટુંકમાં ડીયર ગોડ આપણ ને એટલું જ કહેવા માંગે છે કે,”હું તેની જ મદદ કરું છું, જે પોતાની મદદ કરે છે.” અને આ વાત તો સાવ સાચી જ છે ને કોઈ દરવાજા પર લોક માર્યું હોય અને તમે તેને ખોલવા માટે મંત્ર-જાપ, પૂજા-પાઠ, હવન કે કઈ પણ કરાવો, તો પણ તે લોક ખુલવાનું નથી. તેને ખોલવા માટે તમારે જ તેની નજીક જઈ, ઈશ્વરે આપેલી બુદ્ધિ થી ચાવી પરોવી ને તાળું ખોલવું પડે. ત્યારે જે તમારી બુદ્ધિ ચાલે છે તે જ ઈશ્વર છે. ડીયર શ્રી કૃષ્ણ ભગવાન ગીતાજી માં કહી ગયા છે કે “માણસે અકર્મણ્ય(કોઈ પણ કર્મ ન કરતો હોય તેવો નવરોધૂપ માણસ) ન થવું જોઈએ, આ માનવ જાતી ને શોભતું નથી.” ઓહ માય ગોડ મુવી માં પણ જયારે કૃષ્ણ વાસુદેવ યાદવ ની એન્ટ્રી થાય છે ત્યારે તે પરેશ રાવલ ની પાછળ પડેલી મુશીબતો માંથી તેને ઉગારે છે પરંતુ, તેના ઘર સુધી નથી મુકી જતા ત્યારે તેનું કારણ પૂછતા પણ ભગવાન કહે છે કે,” હમારા કામ હૈ સિર્ફ રાસ્તા દિખાના, મંઝીલ તક પહુંચના આપકા કામ હૈ..”

તમે વિચારતા હશો કે આ લેખ નું આવું ટાઇટલ છે કે “તુજકો ચલના હોગા અને ગીતા અને કૃષ્ણ વિશે જ કેમ લખ્યું છે?” મારે તમને હજી ઘણું કહેવું છે. પરંતુ શરૂઆત આનાથી એટલા માટે કરી કારણ કે, ઘણા લોકો ભગવાન પર પુરો વિશ્વાસ રાખી બેઠા રહે છે. પરંતુ નિષ્ફળતા પીછો છોડતી નથી. જો ત્યારે તે હાથ ની રેખાઓને બદલવા માટે મુઠ્ઠી વાળી ને કામ કરવા લાગી પડે તો, સફળતા ની જલક નો પ્રકાશ દેખાવા લાગે છે, અને તે મુઠ્ઠી ઉચેરો માનવી બની શકે છે. ત્યારે ભગવાન આપનો પાર્ટનર બની ને જાણે આપણા કામ કરતો હોય તેવી અનુભૂતિ થાય છે. બાકી મેં કહ્યું તેમ અકર્મણ્ય માણસ ભગવાન ને પણ પસંદ નથી.

જયારે માણસ મુશીબત માં હોય ત્યારે ભગવાન ને મુસીબત નું સમાધાન પૂછે છે ત્યારે આપણે આપણા દિલ માં પણ પૂછી લેવું જોઈએ કારણ કે તેને પણ ખબર હોઈ શકે છે. તેમાં પણ ભગવાન છે જ. અને તેને પ્રશ્નો પૂછતા તમને કોઈ પુજારીઓ, મહામંડલેશ્વરો કે ચિંતકો રોકી નહિ શકે કારણ કે,” ઈ વો ભગવાન હૈ, જિન્હેં હમકો બનાયા હૈ, વો નહિ જીકો હમને બનાયા હૈ.” હું ૧૦૦ % ગેરંટી થી કહું છું કે તમે કન્ફ્યુઝન માં હો ત્યારે જરા દિલ ને પૂછી જુઓ તો તે તમને જવાબ આપે તેમાં સફળતા જ હોય અને તે રસ્તો સાચો જ હોય છે. આ મજાક નથી. ભગવાને આપણ ને મુશ્કેલી ની સાથે રસ્તાઓ પણ આપ્યા છે અને ન હોય તો, જ્યાં ફરવાલાયક કે સારું સ્થળ બને છે ત્યાં રસ્તાઓ ઉભા થઇ જ જતા હોય છે તેમ રસ્તાઓ ખેળવા પણ પડે. પણ તમારે જિંદગી માં સફળ માણસ ની રીતે જીવવું હોય અને સફળ થવું હોય તો શર્ત એટલી જ છે કે “તુજકો ચલના હોગા..” (હાંક માર અને કર્મ કરતો જા...)

અબ્દુલ કલામ થી માંડી ને આઇન્સ્ટાઇન સુધીના તમામ સફળ માણસો ના જીવન માં ડોકિયું કરી લો, નસીબ ની વાતો કોઈ કરતુ જ ન હતું, તેઓ એવું જ કહેતા હતાં કે, નસીબ જેવું કશું હોતું જ નથી,આપણે જ તેનું નિર્માણ કરવું પડે છે. અબ્દુલ કલામ કહેતા હતાં કે, “સુરજ ની જેમ ચમકવું હોય તો, સુરજ ની જેમ તપવું પણ પડે.” એટલે પોતાના કામ માં વ્યસ્ત રહો, મસ્ત રહો. કારણ કે, આ જિંદગી નું સનાતન સત્ય કહું તો,” જયારે આ જિંદગી ની છેલ્લી સાંજ હશે ત્યારે આ આખું જીવન શું કર્યુ તે સામે દેખાતું હશે અને તેવો વિચાર આવશે કે મારે કેટલી મોજ-મસ્તી અને કેટલું પ્રાપ્ત કરવાનું રહી ગયું..” એટલે લાગી પડો જિંદગી ને ખરા અર્થ(જીંદાદીલી થી, જેમાં દિલ પણ જીવિત હાલત માં હોય) માં જીવવા માટે એક જિંદગી પણ ઓછી પડે તેમ છે.”

આ દુનિયા માં તમારો હાથ કોઈ ઝાલે તેમ નથી. તમારે તમારો ઉદ્ધાર તમારી જાતે જ કરવાનો છે. તો પછી રાહ શેની જુઓ છો? તમે નક્કી કરેલો એવો કયો ચોક્કસ સમય છે? જયારે તમે કામ શરુ કરશો ! (તેવો કોઈ સમય હોતો જ નથી છતાં ઘણા લોકો આવા સમય ની રાહ જોઈ બેઠા હોય છે.) ક્યાં સુધી આવી રીતે નમાલા ની જેમ પડ્યા રહેશો ? સખત પરિશ્રમ નો કોઈ ઉપાય નથી. મિત્રો ! સ્વામી વિવેકાનંદ પણ કહી ગયા છે કે “ ૩૩ કરોડ દેવ ને માથું નમાવી આવ્યા પછી પણ તમારે સફળ થવું હોય તો મેં કહ્યું તેમ જ કરવું પડશે ,” કર્મ ને જ પ્રાધાન્ય આપવું પડશે” અને હજી મગજ માં કે હૃદય માં ચમકારો ન થયો હોય તો ગીતા ને વાંચી લેજો કારણ કે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ ને જ નમાલા, નવરા અને હારી ગયેલા માણસો ગમતા નથી.

તમે સો વાર આ વાત થી દુર જશો પણ એક સો એક મી વાર તો તમારે પણ કબુલ કરવું જ પડશે કે સફળ થવા માટે મહેનત તો કરવી જ પડે તેનો કોઈ વિકલ્પ નથી. તો પછી પેલી જ વાર માં સમજુતી કેમ ન કરી લેવી. કોઈ તમને આ વાત પણ સમજાવવા નહિ આવે અને આ વાત આપણે સફળ થવું છે, એટલે આપણે જ સમજવી પડે. તમારી હોડી તમારે જ હાંકવી પડે, તેમાં કોઈ બીજું હલેસાં મારવા આવે નહિ, તમારું કોઈ કરી દેવાનું નથી અને કોઈ હલેશા મારશે તો તે મધદરિયે જઈને તમને ધક્કો પણ મારી શકે છે. એટલે જો સફળ થવું હોય તો પોતાની જાત ના પડે તો તેની સાથે પણ લડવું પડે. સફળ થનારો માણસ દરરોજ લડતો જ હશે ને? તેને પણ અડચણ આવતી જ હશે ને ?

જયારે માણસ ને સાથ ની જરૂર હોય છે ત્યારે કોઈ મદદ કરવા માટે આવતું નથી પણ થોડું સાહસ કરી ને સફળતા ના માર્ગે ચળે છે ત્યારે તેને સલાહ આપવા માટે ઘણા અજ્ઞાનીઓ ટાટિયા ખેચવા આવી જાય છે તેવા સમયે માણસે પાછું ન પડવું જોઈએ. ત્યારે be deaf ! ,બહેરું થઇ જવું પડે. અને તેમને પણ કહી દેવું પડે.

મિત્રો! ભગવાન પર ભરોસો રાખી ને એકલા સફળતા મેળવવા નીકળી પડો તો સફળતા મળવાની જ છે કારણ કે, શ્રી કૃષ્ણ ભગવાન પોતે જ કહી ગયા છે કે, તું કર્મ કરતો જા, ફળ ની ઈચ્છા ન કર, મદદ તને મળી રહેશે.

નદિયા ચલે, ચલે રે ધારા, ચંદા ચલે ચલે રે તારા, તુજ કો ચલના હોગા, તુજ કો ચલના હોગા.

  • હાર્દિક રાજા
  • E-mail :-

    Mo. :- 95861 51261