Sagar books and stories free download online pdf in Gujarati

સાગર

સાગર

તારા ઉઠતા કદમ ને હાથ થામી ને ક્યારેય રોકવાનો પ્રયાસ નથી થતો સાગર. આમ તો તારું નામ જ એટલું વિશાળ છે જેમાં તું ગમે તેનો સમાવેશ કરી શકે છે, સાથે તારું દિલ પણ એટલું નાજુક છે જેમાં એક હૂંફ મળે છે કોઈ હોવાની.તારી સાથે ચાલી શકું છું પણ તારા ઉઠતા કદમ તને આગળ જ બોલાવે છે એટલે તને રોકી નથી શકતી.

હું તને ચાહી શકું મારા સરળ પ્રકારે;

ચાહવાનો એટલો સહેલો પ્રકાર થઇ જા.

તારા તરફ થી આવું આમંત્રણ આવતું હોય એટલા મર્મ ના શબ્દો નો સાદ આવ્યા કારે છે.એટલે જ કદાચ તારા સંગે તારી એકમેક થઇ ચાલવા લાગુ છું; કઈ અજાણ્યું નથી લાગતું એમાં.

એહ્સાસો સહુ વિખૂટા છે એક નાની શી તલાશ માં;

વહેતી નદી ને સાગર મળે નજદીક ને આસપાસ માં.

ને જાણતા અજાણતા વહેણ નું સરનામું નિશ્ચિત n હોવા છતાં નીકળી પડાયું અને આમાં ક્યાય ખબર ના હતી કેર આ સાગર સાથે મુલાકાત થશે;એનું નામ જાણીતું જ ક્યાં હતું?

"સાગર" આ નામ અને આ શખ્શિયત ને મળ્યા પછી કેમ તેના માં ખોવાતી જાઉં છું તેની ખબર જ નથી. તે નામ માં હું ખુદ ને દેખું છું,એક એવો સાગર જે મારો છે, એક એવો સાગર જે અધિક પોતીકો લાગે છે.તેની સામે કોઈ દર્દ ટકતા જ નથી તે સમાવી લે છે ને ખુદ માં એટલે કદાચ. રંગી દે છે રાતો હોય તો રાતા રંગ માં,આસમાની હોય તો પ્રેમ ના રંગ માં ને લાલાશ પડતો હોય તો હયા ને શફક થી બસ રંગી જ દે છે. ઉદય થતો સૂર્ય સાગર તારી સપાટીએ થી નીકળે છે,તારી સાથે રેહતો દરેક વ્યક્તિ ખુદ ને ખુબ નસીબદાર મેહસૂસ કરે છે કે એવા સાગર સાથે રહે છે જે સ્વતંત્રતા નો અર્થ સમજાવી દે છે, ને જેવી તેવી નહિ પણ એવી સ્વતંત્રતા કે જે જીવન નો ફલ્સૂફો સમજાવી જાય છે.

હું ય લીલોછમ,અડીખમ ને સળંગ ભીનો;

તું ય મુશળધાર થઇ જા;ધોધમાર થઇ જા.

તું ખુબ જ સારી રીતે નવી પાંખો ને ઉડતા શીખવે તેવો સાગર છે.આવી જ રીતે તારી ભીનાશ ની કુમાશ ને તું તરંગોસાથે વહેતી મુકે છે. તું બહાર થી જેટલો પણ ચંચળ ને તરંગીત લહેરો વાળો રહ્યો પણ તારી અંદર અરીસો છે, એવો અરીસો કે જેમાં ઊંડાણ પૂર્વક દરેક ખોવાઈ ને ખુદ ને ભાસી શકે, અંદર નું જીવન તે બહુ જ સારી રીતે ને આ દુનિયા થી છુપી રીતે સાચવી ને રાખ્યું છે તારી એ દુનિયા પણ ખુબ સુંદર છે સાગર. તને માણવા ની મજા છે, ને તને સમજવો આમતો કઠીન છે પણ એટલું જરૂર થી કહી શકાય કે તું નિર્મળતા, નિખાલસતા ને ઉદારતા નો એક અવનવો સાગર છે. તારા ખુદ ની અંદર કેટલી કહાનીઓ છુપાયેલી છે, કેટલીક બોટલ માં બંધ ચબરખી ની જેમ, કેટલી ક તારા રહસ્યો ની,ETC, ETC... તું હિલોળે ચડે તો મારી શ્વાસો ને કપકાપાવી દે છે ને મૌજ માં હોય તો જાને દુનિયા જ ભુલાવી દે છે. તારા પર વરસવું પણ મને તો થોડું હાસ્યજનક લાગે કારણ કે બૂંદો વરસે તો પણ તું એટલો વિશાળ છે કે એનું અસ્તિત્વ તારા માં અલોપ થઇ જશે. કોઈ તને લાખ ખુન્દેરી કે લાખ હચમચાવી જાય છતાં તું પ્રયાણ તરફ સ્થિર રહે છે, મને જાણ છે તે બધા જ મોતી તારી કોઈ ઉમદા પ્રકૃતિ ની દુનિયા માં સંભાળી ને રાખ્યા છે તારી એ દુનિયા પણ ખુબ સુંદર છે સાગર. તારી ઊંડાણ ની ઉડાન તે કોઈ ને ભરવા નથી દીધી એનું કારણ મને ખબર છે કેમ કારણ કે હું તને જાણું સમજુ છું એટલે. તું લાખ ખારાશ વાળો રહ્યો ભલે પણ મારા માટે મીઠાશ થી ભરેલો છે. પ્રેમ થી ભરેલો પ્રેમ સાગર, અને અખંડ વેહ્તો ઊર્મિસાગર એ તું છે ડીઅર સાગર, ને હું , હું તારા માં વેહતી એક ધાર છું .

टेडी मेडी राहों जैसा यह रिश्ता;

आती जाती साँसों जैसा यह रिश्ता.

थोड़े भीगे थोड़े सूखे हम दोनों;

दोपहेरी बरसातों जैसा यह रिश्ता.

એક એવી ધાર કે જેનું અસ્તિત્વ દર ક્ષણે સ્થળ આધારિત સમય આધારિત નવા નામકરણ કરતુ રહે છે. કઈ ક એવા હાજરો વાંકા ચુકા રસ્તાઓ માં થી પસાર થઇ ને તારા માં ભળી જવાની તારા પ્રકારે રંગાઈ જવાની; તારો સહજ પ્રકાર ધારણ કરવાની આ બધી જ ચાહના લઇ ને નીકળી પડું છું; તારી ભરતી અને ઓટ સાથે મારું સ્થિર છતાં તારા જેવું જ ચંચલ પ્રતિબિંબ લઇ ને ત્યાં જ્યાં મારા વહેંણ નું સરનામું મળે છે મને. મારું અંતિમ સ્થાન ને વહેણ નું સરનામું તારા માં ભળવું ને તારી સાથે જ ચાલવા લાગવું તે છે, હું તારી જ સખી ને તારા માં જ વેહતી એક ધાર છું.

આ મને તારા શબ્દો લાગ્યા કરે તું મને હમેશા કહ્યા કરતો ન હોય કે ચાલ મારી સાથે; ને હું પણ ધસમસતા પ્રવાહ ની માફક આમ જ તારો પ્રેમ બની; ઉમંગ ની ઉર્મીઓ બની ; આખા સફર ની સંગીની બની ભળી જાઉં છું તારી સાથે.

---ખુશ્બુ પંચાલ(ખુશી)