True Feeling books and stories free download online pdf in Gujarati

ટ્રૂ ફિલિંગ

ટ્રૂ ફિલિંગ.......

હું બારમાં ધોરણમાં હતી ત્યારે એક છોકરાનું નવું એડમિશન થયું જેનું નામ નિસર્ગ હતું. હજી તો પ્રેમ, લાગણી, લગ્ન જેવા શબ્દોથી ઘણી દુર હોવા છત્તા નિસર્ગને પહેલીવાર જોતા જ થોડી તેના તરફ આકર્ષીત થઈ. ત્યારે દિલમાં સમજી ન શકાય તેવો કઈક અનોખો જ અહેસાસ થયો. ક્લાસમાં પણ એની તરફ જ નજર અને મન બન્ને વારંવાર અટકી જતા. સ્કૂલમાં છુટતી વખતે છોકરા-છોકરીઓની અલગ લાઈન થતી અને અલગ રસ્તેથી જ ઝાંપા તરફ જવાનું થતું, લાઈનમાં સામસામે જ્યારે અમે ક્રોસ થતા ત્યારે હું તેને ત્રાસી નજરથી જોતી. તેનું હસવું, બોલવું, ચાલવું વગેરે મને તેની તરફ વધુને વધુ આકર્ષીત કરતું. સમય જતા ખબર પડી કે પ્રેમ તો એકતરફી છે. મને એવું હતું કે બારમું ધોરણ પત્યા પછી અમે બન્ને એક જ કોલેજમાં એડમીશન લઈશું ને સાથે જ ભણીશું, પણ એવું ન બન્યુ નિસર્ગે અલગ કોલેજમાં એડમીશન લીધું, અને કઈ કોલેજમાં લીધું તે પણ ખબર ન પડી. આ ઘટનાની મોટી અસર મારા જીવન અને ભણતર બન્ને પર પણ પડી. આખરે ધીરે-ધીરે મનને મનાવ્યું. હવે કોલેજના ત્રીજા વર્ષની છેલ્લી બોર્ડની પરીક્ષામાં નિસર્ગનો અને મારો નંબર એક જ કોલેજમાં આવ્યો છે, તેની જાણ થતા જ મારી ખુશીનો પાર ન રહ્યો. બધા વિદ્યાર્થીઓ અલગ-અલગ કોલેજમાંથી આવ્યા હતા. જેમા હું અને નિસર્ગ જ એકબીજાને ઓળખતા હતા. પરીક્ષા પુરી થવાનો સમય આવ્યો. ત્યારે થયું કે અત્યારે નિસર્ગ સાથે દોસ્તી કરી લઉં પછી ધીરે-ધીરે મારી ફિલિંગ તેને જણાવીશ. હાલ દોસ્તી થઈ જશે તો હું તેના કોન્ટેક્ટમાં રહી શકું. મે કીધું આપણે દોસ્ત બનીશું ? તેને મારી દોસ્તીની ઓફર આસાનીથી સ્વીકારી. પરીક્ષા પુરી થઈ, અમે છુટા પડ્યા. ઘરે પહોચતાની સાથે જ મેં નિસર્ગને મેસેજ કર્યો. લગભગ ૪૮ કલાકનાં સમય બાદ તેણે સ્માર્ટલી અંદાજમાં રીપ્લાય કર્યો. હવે વાતોનો સિલસિલો શરૂ થયો, અને નવા રિલેશનસીપની શરૂવાત થઈ. હું નિસર્ગના વિચારોમાં ખોવાવા લાગી કે થોડીવારમાં ડોરબેલ વાગી. મેં દરવાજો ખોલ્યો તો લાલ ગુલાબનું મનને મોહક બનાવતું સુંદર ફ્લાવર બૂકે લઇ એક માણસ ઊભો હતો. હું વિચારવા લાગી, મને વળી કોણે બૂકે મોકલાવ્યું હશે ? મેં સ્માઇલ આપી બૂકે રિસીવ કર્યું અને દરવાજો બંધ કર્યો. બૂકે જોઈ ખુશી અને આશ્ચર્યની મિશ્રીત લાગણીથી બૂકેમાં રહેલી ચિઠ્ઠી વાંચતા જ ઘણા વર્ષથી હ્રદયમાં દબાયેલ રોમાંચક સફરની શરૂઆત થઈ, અને એક અહેસાસ જરૂર થયો કે તે પ્રેમ એકતરફી નહોતો. બસ થોડા સમયની, થોડી સમજની, થોડી દુરીની જરૂર હતી.

પ્રિય આરતી,

મેં તને જ્યારે સ્કૂલમાં પહેલીવાર જોઈ ત્યારે જ હું તારાથી થોડો પ્રભાવીત થયો. તું ક્લાસમાં ઊભી થઈ ટીચરને સવાલ પૂછતી, તો ક્યારેક જવાબ આપતી, તારી ફ્રેન્ડસ સાથે મસ્તી કરતી, વાતો કરતી, તારુ હસવું, બોલવું, ચાલવું, લાઈનમાં સામસામે જ્યારે આપણે ક્રોસ થતા ત્યારે તારું ત્રાસી નજરથી મને જોવું વગેરે તારી તરફ વધુને વધુ પ્રભાવીત કરવા લાગ્યું, પણ હું નક્કી નહોતો કરી શકતો કે એ શું હતું !? આથી મેં તારાથી અલગ કોલેજમાં એડમીશન લઈ દુર જવાનો નિર્ણય કર્યો. ત્રણ વર્ષમાં મેં તને ખુબ મિસ કરી અને મારી ફિલિંગને સમજી. આખરે જ્યારે એક જ કોલેજમાં નંબર આવ્યો તેની જાણ થતા જ એ ખુશી હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. તારી દોસ્તીની ઓફર હું આસાનીથી એટલે સ્વીકારી શક્યો કારણ કે હું તને ચાહવા લાગ્યો છું. આજે વૅલન્ટાઇન ડેના દિવસે સાંજે પાંચ વાગ્યે કોફી શોપ પર મળીને આપણા રોમાંચક સફરની શરૂઆત કરીશું કોફી ના એક કપ સાથે.

હેપ્પી વૅલન્ટાઇન ડે,

નિસર્ગ...

આરતી ભાડેશીયા