Swapn in Gujarati Short Stories by devang books and stories PDF | સ્વપ્ન

The Author
Featured Books
Categories
Share

સ્વપ્ન

મારા જ રૂમ ના બેઠક ખંડ મા હુ સોફા પર બેઠા બેઠા કઇક નવી રચના લખવા વિશે વિચાર કરતો હતો અને ટેબલ પર ટી કોસ્ટર પર કપ મા કોફી એકદમ ઠરેલી હાલત મા હતી અને કોફી થી થોડા અંતરે એક નાનકડા પાણી ના ટીપા બરાબર જગ્યા મુકી ને કાગળ ના ડુચા એવિ રીતે હતા જાણે દુનિયા આખા ના બધા કાગળ ના કચરા મારી પાસે જ હતા એનિ બરોબર સામે સોફા પર બેઠા બેઠા હુ એ કાગળ ના ડુચા વધારવા મા યોગ્દાન આપ્તો હતો એક પછી એક થોડુ ઘણૂ લખી ના ગમે એટલે કાગળનો ડુચો કરી ટેબલ પર “સ્વાહા” કરી દેતો શુ લખવુ પ્રતિલિપિ ના નવા મેગેઝીન “સંકેત” માટે એ જ નતુ સમજાતુ. થોડી વાર મા મમ્મી ત્યાં આવી પહોચી અને બોલી

“બેટાઆ તુ ક્યાર નો શુ કરે છે?”

“આ જોવ ને મેઇલ આવ્યો છે નિમિષા મેડમ નો કે ૩૦ તારીખ પહેલા મારી લખેલી વાર્તા મોકલવા ની છે એમના નવા મેગેઝીન સંકેત માટે બસ એના માટે જ વીચારૂ છુ કે સુ લખુ. ક્યાર નો ટ્રાય કરૂ છુ કઇક નવુ લખ્વા ની પણ કઇ સમજાતુ જ નથી”

“અચ્છા તયે જ કે ને હુ તો વિચારૂ કે આ બધા કાગળ ના ડૂચા કેમ થય ગ્યા પણ ધ્યાન રાખજે ક્યાક આટલા ડૂચા જોઇ ને નગરપાલીકા દંડ ના લઇ લે તારી પાસે થી”

“મોમ પ્લીઝ અત્યારે હુ જરાય મજાક ના મૂડ મા નથી”

“એક આઈડીયો આપુ તને વાંધો ના હોય તો”

“બોલ” આટલુ કહિ ને હુ મારા હાથ મા રહેલા કાગળ ના પત્તા અને પેન ને સાઇડ મા મુકી દિધા અને મમ્મી ની વાત સાભંળવા એનિ તરફ ફરી ગ્યો

“તારી આગળ ની લખેલી કોઇ પણ એક સરસ મજા ની વાર્તા લઈ લે એમા ફેરફાર કર અને એમા શૈલી કે નિમિષાબેન નુ નામ લખી નાખ એને પણ સારુ લાગશે.”

“તુ એમ કે છે કે હુ એને માખણ લગાવૂ એમ”

“પ્રયત્ન કરી જો”

“એને માખણ લગાડવુ કઇ સહેલુ કામ નથી. એમા પણ શૈલી ને આવડી મોટી વેબસાઇટ બનાવી ૧૪૦૦ થી વધારે લેખક ગણ અને લાખો કરોડો ની સંખ્યા મા વાર્તા ઓ લખાય છે એના પેજ મા અને ખાલી ગુજરાતી જ નહી પણ હિન્દી તામીલ મરાઠી તેલુગુ અને દરેક ભાષા મા વાર્તા ઓ લખાય છે યા એને હુ બટર સપ્લાય કરૂ. અને બિજી નિમિષબેન દલાલ સુરત મા લેખિકા મંચ નિ સ્થાપક એની તમામ સહેલી ઓ ત્યા ભેગી થાય અને પોત પોતા ની રચનાનો નુ ત્યા ડિસ્કસન કરે. એનિ લખેલી વાર્તા વાંચી છે ને તે ખુબ જ સરસ લખાણ અને બધી વાર્તા ઓ એક થી ચડીયાતી એક અને ખુબ જ હદય સ્પર્શી વાર્તા ઓ લખે છે જો હુ આને બટર લગાવીશ ને તો એ બેય તો તરત જ મને પક્ડી લેશે.”

“તોય એક વાર ટ્રાય તો કર”

હજી તો અમારા બન્ને વચ્ચે આ વિચારણા હાલતી જ હતી ત્યા અમારા ભાડુઆત નો ૪ વર્ષ નો ટાબરીયો લલીત ત્યા આવિ ગ્યો પછી એનિ સાથે થોડા તોફાન મસ્તી કરવા મા એટ્લો વ્યસ્ત થઇ ગ્યો કે સમય નુ ભાન જ ના રહ્યુ લગભગ 3 કલાક જેટલો સમય એનિ સાથે પસાર કર્યો અને સુવા નિ તૈયારી કર્વા લગ્યો પણ ત્યા તો મમ્મી નો એક્દમ ગુસ્સા ભર્યો અવાજ ઓચિંતો કાન મા ગુંજ્યો

“દેવલા.......... આ કાગળ ના ડુચા કોણ ઉપાડશે..”

“એ ઉપાડુ છુ”

કાગળ ના એ નકામા ડુચા ને કચરા પેટી મા નાખી ને હુ સુવા ભેગો થ્યો સુ લખ્વુ એ વિચારતા વિચારતા ક્યારે તંદ્રાવસ્થા મા થી નિંદ્રાસન મા પોચી ગ્યો ખબર જ ના પડી વિચાર મા ને વિચાર મા જ આખો બંધ થઇ ગઇ અને સપના મા એક પરી મળી ગઇ સરસ મજા ની રૂપાળી દેખાતી લામ્બા લામ્બા વાળ. કાજળ ભર્યા નયનો જામ ના પ્યાલા સમ કેફ ફેલાવતા હતા એના ગાલ પર એક નાનકડા ડાઘ જેવુ તીલ એનિ સુંદરતા નુ મોહતાજ બનેલુ હતુ અને એના હાથ મા રહેલી એક લામ્બી લાકડી અને એ લાક્ડી પર એક કોહીનુર ની રોશની પણ ઝાંખી પાડી દે એવી ચમકવાળો હીરો જડેલો હતો હુ એનિ સુંદરતા મા જ ક્યાક ખોવાયો હતો કે તરત જ એણે મને એક સરસ મજા નો સવાલ પુછ્યો

“મને ઓળખી કે નહી”

“માફ કરજો દેવી હુ તમને ના ઓળખી સક્યો પણ તમે જે કોઇ પણ છો ખુબ જ સુંદર દેખાવ છો”

“મને હતુ જ કે તુ મને નહી ઓળખી સકે જો ને નાનો હતો ત્યારે તો રોજ મને મળવા આવતો આજે તો કેટ્લા દાયકા પછી મને જોવે છે”

“મને કાઇ સમજાણુ નહી”

“ચાલ તને લઇ જાવ મારી સાથે તુ કદાચ ઓળખી જા મને”

આટલુ કહી એ કાઇક બોલી પણ પછી શુ થયુ મને કઇ ખબર જ ના પડી એનિ એ જાદુ નિ છડી ના એ હીરા માથીએક જોરદાર અને આખો ને આંજીદે એવો ભયાનક પ્રકાશ નીકળો થોડી જ ક્ષણો મા હુ એક રાજમહેલ જેવા સ્થળ ની અંદર હતો

“આ હુ ક્યા પોચી ગ્યો”

અંદર નુ દ્રશ્ય ખુબ જ નયન રમ્ય અને મનહર હતુ મહેલ નિ દરેક દિવાલો સોના અને હીરા જડીત હતી મહેલ નિ એ બારી માથી સુંદર બગીચા નુ એ દ્રશ્ય એમા પણ રંગબેરંગી ફુવારા કોઇ મા લાલ પાણી તો કોઇ મા પીળુ અને બાગ નિ એ હરિયાળી અને એ સુમન નિ મહેક એ તો મારા મન મા કાઈક નવી ઉમંગ જ જગાવી દિધી.

“આવ દેવાંગ બેસ અહી” પરી એ મને એક રાજા ના સિંહાસન જેવી ખુરશી પર બેસવા કહ્યુ

“ખુબ ખુબ આભાર આપનો પણ આપ મને જણાવસો કે આપ કોન છો અને મને અહી સા માટે લાવ્યા છો?”

“બેસ તો ખરા બધુ જ જણાવુ છુ”

થોડોક ડર હતો મન મા પણ કોન જાણે કેમ મને એવુ લાગ્તુ હતુ કે હુ પેલા પણ અ જગ્યા ની મુલાકાત લઇ ચુક્યો છુ એ છતા પણ હુ બેસી ગ્યો પરી મારા બાજુ મા આવેલી એક સામાન્ય પ્લાસ્ટીક ની ખુરશી પર બેઠી

“દેવાંગ તને જરાય યાદ નથી કે હુ કોણ છુ“

“ખબર નહી પણ મને એવુ લાગે છે કે હુ અહી પહેલા પણ આવિ ચુક્યો છુ પણ કઇ ખાસ યાદ નથી આવતુ”

“તુ સાવ નાનો હતો ને ૪-૫ વર્ષ નો ત્યારે રોજ મારી સાથે રમવા આવતો તુ ઘરે રોજ બહુ તોફાન મસ્તી કરતો અને હજી પણ કરે જ છે તારા જેવડા નાના છોકરાવ સાથે મસ્તી કરી તુ ઘરે આવ્તો ત્યારે તારા દાદી તને રોજ મારતા તોય તુ એવો ને એવો જ હતો સુધર્યો નહી ક્યારેય પણ તુ રોજ ધુળ મા રમ્તો અને આખો ધુળ ધુળ ભરાય ને આવતો ક્યારેક તો તને ઓળખવો પણ અઘરો હતો તોય તુ રમતો અને દાદી ના હાથે માર ખાધા પછી તારા દાદી રોજ એના હાથે તને જમાડતા અને પછી પછી એ એના ખોળા મા તારુ માથુ રાખી રોજ તને મારી પાસે મોકલતા”

“એક મિનિટ તમે એ પરી છો કે રોજ દાદી મને વાર્તા કહેતા એ”

“હા હુ એ જ પરી છુ પણ તે મને ઓળખી નહી હવે તને એનિ સજા મળશે”

“શુ??”

“ચલ ઉઠ હવે”

“આ તમે સુ કહો છો એક તો આટલા વર્ષે મળ્યા”

“ઉઠ હવે જલ્દી કર સવાર ના ૮ વાગી ગ્યા છે” કોણ જાણે આ અવાજ મને જાણીતો લાગ્યો

“હવે ઉઠે છે કે લાક્ડી લવ હાથ મા”

પછી તો ઓચિંતા નુ સુ થ્યુ કે મારી નિંદર જ ઉડી ગઇ અને જોયુ તો મમ્મી મને ઉઠાડતા હતા અને મારી પર હસ્તા હતા

સુ સ્વપ્ન હતુ એ કદાપી ભુલાય નહી એવુ