Adhi Aksharno Vhem - 4 books and stories free download online pdf in Gujarati

અઢી અક્ષરનો વ્હેમ ભાગ ૪

અઢી અક્ષરનો વ્હેમ

સુત્રધાર: અશ્વિન મજીઠિયાઆ પ્રકરણના લેખક:
રવિ યાદવ

*પ્રસ્તાવના*

તો વાંચકમિત્રો, આ વાર્તાના ત્રીજા પ્રકરણમાં આપે શ્રી નિમિષ વોરાની કલમનો આસ્વાદ લીધો. ધાર્યા કરતા પણ સુરેખ રીતે, એક અનુભવી લેખકની જેમ જ તેઓએ વાર્તાને રસમય રીતે આગળ વધારી. ગોવામાંના કોઈક નવા પાત્રનો તેમણે ઉમેરો કર્યો, તો પ્રણાલી અને અનિકેતની અમુક આત્મીય ક્ષણોનો થોડાક શાયરાના અંદાજમાં તેમણે આસ્વાદ પણ કરાવ્યો. તે ઉપરાંત, ખુબ જ બેધડક રીતે અનિકેતની ‘ગે’ હોવાની..સમલિંગી હોવાની વાતને તેમણે તેમના એપિસોડમાં બેધાકપણે પુષ્ટિ આપી, મોટે ભાગે નર્યા કામુકતાસભર ગણાતા આવા સંબંધોને એક ઈમોશનલ-ટચ પણ આપ્યો.

હા, અમારો આ પ્રકલ્પ ‘વાર્તા એક, વહેણ બે’ શરુ કરતી વેળાએ જ અમે સોળે-સોળ સભ્યોએ નક્કી કર્યું છે, કે વાર્તાનો વિષય બોલ્ડ રાખીશું. તો આ વાત ધ્યાનમાં રાખીને નિમિષભાઈએ અનિકેત અને તેના મિત્ર અશ્ફાકના સંબંધોને ‘ખાસ’ દર્શાવ્યા છે.

ગુજરાતી સાહિત્યમાં ભાગ્યે જ કદાચ કોઈ લેખકે તેની વાર્તાના નાયકને સમલિંગી માનસિકતાવાળો બતાવ્યો હશે, પણ અહીં અમે વાર્તા-નાયકને સમલિંગી માનસિકતાવાળો જ નહીં, પરંતુ તેવી લાઈફ-સ્ટાઈલ જીવતો પણ બતાવ્યો છે.

વાંચકોને આ બધું થોડું અજુગતું લાગતું હશે, પણ સજાતીય સંબંધો એ આપણા સમાજની એક નક્કર હકીકત છે, કે જેને આપણે વહેલેમોડે સ્વીકારવી જ રહી. આપણા સમાજમાં આને એક માનસિક-વિકૃતિ ગણવામાં આવે છે, તો અમેરિકા અને યુરોપના પાશ્ચાત્ય દેશોમાં આને એક જીવન-શૈલી, એક જુદા પ્રકારની લાઈફ-સ્ટાઈલ ગણવામાં આવે છે. અમુક દાયકાઓ પહેલા, ત્યાં પણ આ એક વિકૃત-માનસિકતા જ ગણવામાં આવતી હતી, પરંતુ હવે તેનાથી આગળ વધી, આવી જીવન-શૈલીને ત્યાં સામાજિક સ્વીકૃતિ પણ આપવામાં આવી છે. સજાતીય સંબધોથી જોડેલ પુખ્ત વયના બે પુરુષોને ત્યાં લગ્ન કરવાની પણ કાયદાકીય છૂટ આપવામાં આવી છે, કારણ કેટલાયે સર્વેક્ષણોના તારણમાં એ જણાઈ આવ્યું છે, કે દર દસ પુરુષે એક પુરુષની, ભલે છાની, પરંતુ આવી માનસિકતા હોય જ છે.

આવે તબક્કે આ વાતને ધ્યાનમાં રાખીને અમારી ટીમ પણ આ વાર્તા-નાયકની આવી મનો-વૃતિને સહજ રીતે રજુ કરવા હિંમતભેર તૈયાર થઇ છે. આશા છે કે આપ વાંચક-ગણ પણ મનમાં કોઈ પૂર્વગ્રહ, કે એવી કોઈ જૂની સૂગ રાખ્યા વિના આ વાર્તાને માણશો.

તે પછીના આ પ્રકરણમાં વાર્તા-નાયક અનિકેતને સજાતીય અને વિજાતીય એવા બંને સંબધોમાં અટવાતો અને પછી, મુંઝાતો પણ દર્શાવવાનો હોઈ, ફરી એકવાર મારે એક નવયુવાન લેખકને આ એપીસોડની લગામ આપવાની હતી, તો અમારા ટીમના આરબ શેખ, એવા દુબઈના રહેવાસી રવિ યાદવ પર મારી નજર ઠરી.

રવિ યાદવ ૨૨-૨૩ વર્ષનો એક તરવરીયો નવયુવાન લેખક છે, કે જેની કલમનો આસ્વાદ તમે સૌ ‘માતૃભારતી’ પર માણી જ ચુક્યા છો. ‘ગોઠવાયેલા લગ્ન’ અને ‘બીજો પ્રેમ’ જેવી જબરદસ્ત હીટ વાર્તાઓ આપણને આપી રવિએ ટોપ-મોસ્ટ લેખકની શ્રેણીમાં પોતાનું સ્થાન જમાવી લીધું છે. કાયમ મસ્તી, મજાક અને હાસ્યના ફુવારા છોડવાની સાથે સાથે હમેશા પ્રફુલ્લિત રહેનાર અમારી ટીમનો આ તરવરીયો લેખક ક્યારેક રમતરમતમાં પણ એક સાદી સીધી વાત બહુ સુંદર રીતે સમજાવી જાય છે.

તો હવે તેની પાસે એક પ્રણયરંગી-પ્રકરણ લખાવી, તેની કલમનો કસબ આપ સૌની સમક્ષ રજુ કરતા મને ફરી એકવાર આનંદની લાગણી થાય છે.

.

શબ્દાવકાશ ટીમ વતી,

અશ્વિન મજીઠિયા..

પ્રકરણ ૪

.

સવારનાં ઠંડા આહલાદક વાતાવરણની વચ્ચે મિતુલ ગોવાની એક હોટેલમાં ઉતરી ગયો હતો અને તરત જ તેણે પહેલું કામ ટોનીને ફોન કરવાનું કર્યું હતું.
ટોની એક જીગોલો હતો. પૈસા માટે દેહ-વિક્રય કરનારો પુરુષ-વેશ્યા. પણ તેનું કાર્ય-ક્ષેત્ર ફક્ત ગે-પુરુષો પુરતું જ સીમિત હતું.
મિતુલ અવારનવાર ગોવા આવતો એટલે તેની ટોની સાથે ઓળખાણ હતી. તે જાણતો હતો કે ટોનીનું કનેક્શન મુંબઈનાં કેટલાય ગે-યુવકો સાથે હતું, અને માટે તેને લાગ્યું કે ટોનીનાં આ જોડાણ થકી પોતે એ તપાસ કરી શકશે, કે અનિકેત ગે છે કે નહીં. આ પહેલાં પણ તેણે ટોની પાસેથી અન્ય સેવાઓ લીધી હતી. તે જાણતો હતો કે ટોની પૈસા માટે ફક્ત શરીર જ નહીં પોતાનું ઈમાન પણ વેચી નાખે તેવી નિમ્ન કક્ષાનો છે, તો પૈસા લઈને પોતાનું આટલું એવું કામ તો તે હસતાં હસતાં કરી નાખશે.
મિતુલનો ફોન આવવાથી ટોની તરત જ હોટેલ પર પહોચી ગયો હતો, અને મિતુલની સામે હાજર થઇ ગયો હતો."
યસ બોસ..! તમે ગઈકાલે કાંઇક વધારે ખુશ દેખાઈ રહ્યા હતા. કોઈ ખાસ વાત..?""
નથીંગ આઝ મચ. લેટ્સ કમ ટુ ધ પોઈન્ટ ટોની. વાત એમ છે મારાં ભાઈ અનીલની દીકરીના લગ્ન એક અનિકેત નામના છોકરા સાથે નક્કી થયા છે, અને અમને ખબર પડી છે કે તે HIV+ છે. એટલે તેનાં વિષે આપણે હવે થોડી એડીશનલ ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની છે, ડુ યુ અન્ડરસ્ટેન્ડ? ""
યસ, ઓલ્વેઝ એટ યોર સર્વિસ, હુકુમ કરો.""
ઓકે..તો મોસ્ટ ઈમ્પોર્ટન્ટ વાત એ છે, કે અનિકેત મોસ્ટલી દર શુક્રવારે અંધેરીના ‘રેઇનબો બાર’માં જાય છે""
રેઈનબો-બાર..? યસ, ધેટ ગે-ફ્રેન્ડલી બાર? યુ મીન.. યસ, તમારે એમ જાણવું છે કે આ છોકરો ગે છે કે નહીં?"
"એકઝેટલી..! ખુબ ઈન્ટેલીજન્ટ છો તું ""
કોઈ ખાસ રીઝન આ બધી તપાસ કરવાનું?”"
ઈન્ટેલીજન્ટ કહ્યો, એટલે તરત જ બેવકૂફ જેવા સવાલ કરવાનાં? કોઈ પણ સમજદાર માણસ પોતાની ભત્રીજીના મેરેજ એક ગે છોકરા સાથે કરે? સ્ટુપીડ...!”"
સોરી સર, પણ તો પછી કોઈ સમજદાર માણસ HIV+ યુવાન સાથે પણ પોતાની દીકરીના લગ્ન શા માટે કરે?""
જો ટોની, છોકરો હજી તો HIV+ છે એઇડ્સગ્રસ્ત નથી. છોકરીનાં પ્રેમલગ્ન છે. તો જો છોકરી જીદ કરીને એવો તર્ક આગળ કરે, કે શરૂઆતનો સ્ટેજ જ હોય અને જો દવા અને કાળજી વ્યવસ્થિત લેવાય તો એઇડ્સ લાગુ પડતા બીજા વીસ-પચીસ વર્ષ પણ લાગી જાય કદાચ. અને આટલા લાંબા સમયગાળામાં તો એઈડ્સની દવા પણ કદાચ શોધાય જાય. તો છોકરીની આવી તર્કબદ્ધ જીદ સામે કદાચ તેનો બાપ નમતું જોખીને જોખમ લઇ પણ લે, કે સેફ-સેકસ અને બચ્ચું દત્તક લઈને આ લગ્ન સફળ બનાવી શકાય. પણ આવે વખતે જો એ વાત સામે આવે કે છોકરો ગે છે..તો છોકરી, એ પોઈન્ટને બહુ સીરીયસલી લઇ લે, અને ભલે પ્રેમમાં હોય તો પણ લગ્ન કરવાનું તો માંડી જ વાળે.""
રાઈટ સર, પણ તો પછી તે છોકરી આ છોકરાને નહીં, તો કોઈ બીજા છોકરાને પરણશે. તેનાથી આપણને શું ફરક પડે?" "
પડે. ફરક પડે. નાઉ લીસ્સન.. મારા એક ફ્રેન્ડ કેતન પટેલનો છોકરો છે રવિ. મારી ભત્રીજીની કોલેજમાં છે અને તેને વન-સાઈડેડ લવ કરે છે. કેતન માલદાર છે અને દીકરાની ખુશી માટે ખાસ્સા પૈસા ફેંકે તેવો છે. તો આ રવિને અહીંયા ફીટ કરવાની મારી ટ્રાઈ ચાલુ છે. પણ તેમાં આ અનિકેત વચ્ચે આવી ગયો. હવે જો એ ‘ગે’ છે, એવું કોઈ પ્રૂફ મળી જાય, તો બસ કામ થઇ જાય. રવિ સાથે મેરેજ થઇ જાય તો આપણને એકાદ કરોડ મળી જાય તેમ છે, અને તેનાથી મારી આ ખખડધજ હોસ્પિટલને રીનોવેટ કરવાનું આસાન થઇ જાય.""
વેલ પ્લાન્ડ...બોસ..!" ટોનીએ બટરપોલીશ કરવાનું શરુ કર્યું.”"
ઓકે ઓકે. સ્ટાર્ટ યોર વર્ક ઈમીડીયેટલી, કમ ઓન..!”
ટોની તરત જ ફોન કાઢીને હજુ કોઈને લગાવવા જતો જ હતો, કે ત્યાં જ એનો બીજો ફોન રણક્યો અને ટોની થોડી સામાન્ય વાતોએ ચડ્યો. "
યસ. કેમ છે? નોકરી કેમ ચાલે છે? સાંભળ. ડોક્ટર મિતુલ મારી સામે જ બેઠા છે. કામ કરવામાં ધ્યાન રાખજે.""
કોણ છે?" મિતુલે તરત જ પૂછ્યું
ટોનીએ આંખ મિચકારીને ટોનમાં જવાબ આપ્યો, “એ જ...કે જેનાં કામથી તમે ખુબ ખુશ છો. માય કઝીન સ્ટેલા.""
ઓકે. વાત જલ્દી પુરી કર, અને આપણું આ કામ સ્ટાર્ટ કર..ઇટ'સ મોર ઈમ્પોર્ટન્ટ."
તરત જ ટોનીએ પોતાના કોન્ટેક્ટમાં ફોન કર્યો, અને ‘રેઈનબો બાર’નાં કોઈ મહત્વના માણસની શોધખોળ કરવા લાગ્યો, કે જે દરેક વાતની માહિતી સચોટ રીતે આપી શકે. ટોનીએ એકને ફોન કર્યો, એકે બીજાને કર્યો અને બીજાએ ત્રીજાને ફોન કર્યો. આવી રીતે કોન્ટેક્ટની સાંકળ રચાતી ગઈ, અને છેલ્લે રેઈનબો-બારનાં ડ્રમ પ્લેયર સંજુનો નંબર મળ્યો.
ટોનીએ તેની જોડે બધી વાત કરી અને અનિકેત વિષે પોતાને જાણ હતી, એટલી બધી જ માહિતી આપી અને અનિકેત વિષે વધુ જાણકારી મેળવવા માટે સંજુને કહી દીધું. તેમ જ ડો.મિતુલ જો રેનબો-બારમાં આવે, તો તેમને પૂરો સહકાર આપવાનીય સલાહ આપી. "
કામ થઇ જશે, પૈસા તૈયાર રાખજો." સામેથી ફક્ત એટલો જ રીપ્લાય આવ્યો. ફોન મુકતા જ મિતુલને મોઢા પર સ્મિત લહેરાઈ ગયું. તેને ખાતરી થઇ ગઈ કે પોતે સાચી રાહ પર છે.**==**==**==**==**

.
સાંજના સાડા છ ની આસપાસનો સમય અને અનિકેત પોતાની ‘યામાહા’ પર સવાર થઇ પોતાની રૂમ તરફ આવી રહ્યો હતો. ઠંડી હવાની લહેરખીઓ તેની ઉત્તેજીત અવસ્થાને વધુ રોમાંચક બનાવી રહી હતી. "
અય મેરે દિલ કે ચૈન, ચૈન આયે મેરે દિલકો દુઆ કીજીયે." સિટીમાં રાજેશ ખન્નાના ગીતનું ટયુન વગાડતો તે જાણે પ્રણાલીને જ કહી રહ્યો હતો કે આટલી ઉત્તેજના, આટલો ઉન્માદ..! કેમ હેન્ડલ કરી શકીશ હું એકલો? તું કંઇક કર. અને કંઇ ન કરી શકતી હો, તો પ્રાર્થના જરૂર કર કે વગર શરાબનો તારો આ સુરુર પોતાની અસર થોડી ઓછી દેખાડે.
પ્રણાલી, કે જેને પોતે હમણાં જ મળીને ઘરે પાછો ફરતો હતો, તે તેની બે સખીઓ રંજીતા અને શેફાલી, અને પોતે, કોલેજ-કેન્ટીનમાં પાછલા એકાદ કલાક જેટલો સમય ચારેયે સાથે જ વિતાવ્યો હતો. અને આ એક કલાક દરમ્યાન પ્રણાલીએ તેને સતત અનન્ય સ્પર્શ-સુખ આપ્યું હતું.

તેને ખ્યાલ તો હતો જ કે પાછલા કેટલાય મહિનાંઓ દરમ્યાન પ્રણાલી જયારે જયારે તેની સાથે હોતી, તો કોઈ ને કોઈ બહાને નિરંતર તેને સ્પર્શ કરતી રહેતી. પણ આ બે દિવસ પહેલાં પોતે સાવ અચાનક જ તેને પ્રોપોઝ કર્યું, પછી તો જાણે કે પ્રણાલીની હિમ્મત ખુબ જ વધી ગઈ હતી. પરમદિવસે ત્યાં દરિયાકિનારે તો તેણે હદ જ કરી નાખી હતી. જો અશ્ફાકે તાવનું બહાનું બતાવી તેને બોલાવ્યો ન હોત, તો એક હદ કદાચ પાર પણ થઇ ગઈ હોત.

અને આજે પણ કેવું થયું..! પોતે બંને હાથે મેનુ પકડીને બેઠો હતો, ને ત્યારે બાજુમાં બેઠેલી પ્રણાલીનો હાથ તેની સાથળ પર ફરવા લાગ્યો હતો. પબ્લિક-પ્લેસમાં આવું બધું? તેનો હાથ હટાવી દેવાનો પોતાનાં મગજનો હુકમ હતો. પણ તેનું મન આ હુકમ માનવા તૈયાર નહોતું. પોતાને તો જાણે કે પસીનો જ છૂટી આવ્યો હતો. એ વાત યાદ આવતા અનિકેત મનોમન મલકાયો. "
પ્રણાલી..! ફૂલ મૂડમાં લાગે છે તું તો," સામે બેઠેલી બે સખીઓમાંથી શેફાલીની નજર પ્રણાલીની હરકત પર જતા જ તે બોલી પડી હતી. "
ફોર યોર કાઈન્ડ ઇન્ફોરમેશન..મારા હેન્ડસમ હન્ક સાથે હું ઓલ્વેઝ મૂડમાં જ હોઉં છું. એની ઓબ્જેક્શન?" પ્રણાલીએ હાથ હટાવ્યા વગર જ જવાબ આપ્યો હતો.
પોતાની તો ત્યારે હાલત જ કફોડી થઇ ગઈ હતી. પણ..ગમતીલી રીતે કફોડી.
ખેર, તે ત્રણે જણીઓને કોઈકની બર્થડે પાર્ટીમાં જવાનું હતું એટલે, નહીં તો પોતે ચોક્કસ એ બંને જોગમાયાઓને અલીબાગનો રસ્તો બતાવી, પ્રણાલીને આ જ યામાહા પર પાછળ બેસાડી, અત્યારે પોતાને ઘેર લઇ આવી, રંગ-ઝુલામાં ક્યાંક ઝુલતો હોત.“
ના ઘરમાં નહીં, ઘરે તો અશ્ફાક હોય.” અનિકેત મનોમન આવું વિચારી રહ્યો હતો.
અશ્ફાક.. કે જેની સાથે આવી રીતે પોતે અનેક વાર આવા રંગ-ઝૂલામાં ઝૂલી ચુક્યો હતો. પણ...પ્રણાલી સાથે તો વાત જ જુદી છે...એકદમ જુદી. અશ્ફાક એટલે રેશમી ઝૂલો, તો પ્રણાલી મખમલી હિંડોળો..!

પોતે પ્રણાલીને પ્રોપોઝ કર્યું છે તે વાત હવે તેને કહેવી તો પડશે જ. જેટલું મોડું કહીશ એટલા વધુ બહાનાં કરવા પડશે. માથે તલવાર લટકે છે, તે ક્યાં સુધી લટકવા દેવાની? એક વાર તો માથે પડવાની જ છે, તો ભલે ને આજે જ. ઘરમાં પ્રવેશતા જ સામે અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઇને બુટ સમેત જ અનિકેત ત્યાં અરીસાની સામે જઈને ઉભો રહી ગયો. "
આ મૂછનાં ગુચળા છોલી નાખતો હો તો." પ્રણાલીએ વર્ષ દરમ્યાન કેટલીય વાર તેને કહ્યું હશે. એટલે મૂછને પોતાની હથેળીમાં છુપાવી, મુછ વગર પોતે કેવો લાગે, તેની તે કલ્પના કરવા લાગ્યો. અને ત્યાં જ અશ્ફાક આવી ચડ્યો."
ક્યા બાત હૈ જાની? અભી સે સજધજ કે બૈઠ ગયે? ઈરાદા સાલા ખતરનાક દીખ રહા હૈ. એટલે જ હું વિચારું ક્યારનો, કે કોણ ક્યારનું ગાઈ રહેલું છે- સજના હૈ મુજે, સજના કે લિયે.."

બીજો કોઈ દિવસ હોત તો અનિકેત ચોક્કસ આવી કમેન્ટનો આ જ સ્ટાઈલમાં જવાબ આપત, પણ આજે તેનું કોઈ મન નહોતું થતું. તેણે માર્ક કર્યું કે આજે અશ્ફાક કંઇક વધુ જ હેપી-મૂડમાં હતો. અશ્ફાકે એક એન્વેલપ તેની તરફ ફેક્યું, એવું વિચારીને, કે અનિકેત કેચ કરી લેશે. પણ અનિકેતે તેમ ન કરતા, એન્વેલપને પલંગ પર પડી જવા દીધું."
મૈ ફ્રેશ હો લૂં પહેલે, ફિર તેરી બારી" પાછળ જોયા વગર અશ્ફાક બાથરૂમ તરફ ગયો.
જેટલી વાર અશ્ફાક બાથરૂમમાં હતો, અનિકેત પોતાની જાતને વધુ ને વધુ મક્કમ કરતો રહ્યો."
જાની, એક જબરદસ્ત બાત કરની હૈ તુજસે..!" બાથરૂમમાંથી ટુવાલભેર આવતા જ અશ્ફાક બોલ્યો."
પહેલાં મારી વાત સાંભળ. આઈ ઓલ્સો હેવ સમથીંગ ઈમ્પોર્ટન્ટ ટુ કન્ફેસ, વેરી મચ ઈમ્પોર્ટન્ટ." પોતે નબળો પડે તે પહેલા જ અનિકેતે ઉતાવળમાં અશ્ફાકની વાત કાપી."
કન્ફેસ? વોટ ધ હેલ..!" અનિકેતનો મક્કમ અને કરડો ચહેરો જોઈ અશ્ફાક ટટ્ટાર થઇ ગયો."
યસ, પરમદિવસે મેં પ્રણાલીને પ્રપોઝ કર્યું છે. શી ઈઝ રેડી એન્ડ નાઉ આઈ પ્લાન ટુ મેરી હર, એન્ડ સ્ટાર્ટ માય ફેમીલી.”

અશ્ફાક અવાચક રહી ગયો..આંખો પલકારા મારવાનું ભૂલી ગઈ, જાણે."
ક્યા બોલ રહા હૈ?" બસ એટલું જ વાક્ય...અને ગળે ડૂમો ભરાઈ ગયો."
હાં યાર ઐસા હી કુછ સોચા હૈ." અશ્ફાકને ઢીલો પડેલો જોઈ અનિકેત થોડો નરમ પડી ગયો.
અશ્ફાકથી જાણે કે હવે ઉભું રહેવાતું નહોતું. ટુવાલભેર જ તે પલંગ પર બેસી ગયો. થોડી વાર સુધી બંનેમાંથી કોઈ કઇ જ ના બોલ્યું."
ઠીક હૈ, સોચ હી લિયા હૈ તો સહી હી સોચા હોગા. ભરોસો છે તારી પર દોસ્ત, જિંદગી તારી છે મારી શી અહેમિયત તેમાં? તું તારે લગ્ન કરીને મોકળો થા, ને હું ભી અહીંથી હમેશને માટે રુક્સદ લઇ લઉં.""
નહીં યાર..! અશ્ફાક..ઐસા મત બોલ""
ઠીક છે દોસ્ત, મારું ટેન્શન ન લે. મારી લાઈફ તો આમ જ વીતી જશે. અરે, હતું શું મારી લાઈફમાં પહેલા પણ? અબ્બા તો મેરે બચપનમેં હી ગુઝર ચુકે. ઔર ગુઝરે તો ગુઝરે..અમ્મી કો ભી દિલકી બીમારી દે ગયે. કેટલાય વર્ષો સુધી ત્યાં વતનમાં દવાથી ફાયદો ન થયો, એટલે અડોસપડોસ કે મશવરે પર સોલહ-સત્રહ સાલ કી ઉમરમેં હી ઈલાજ કે લિયે મૈ ઉસે ઇસ અનજાન શહરમેં લેકર આયા. તો બસ દો સાલ કે અંદર વો ભી ચલ બસી. ભણવા માટે અહિયાં રોકાયો હતો. હવે તે પણ પૂરું થઇ જશે, તો અહિયાં રહીને પછી મતલબ શું? ઇસ જિસ્મ કી મીટ્ટી કો વતન કી મીટ્ટી મિલે, ઉસ'સે બડી અલ્લાહ કી રહેમત ક્યા હોગી?" બોલતા બોલતા અશ્ફાકની આંખો છલકાઈ ગઈ.
અનિકેત તેને એકટશ નજરે તાકતો રહ્યો."
મત દેખ મુજે તું ઐસે દોસ્ત..! બાત સમજ મેરી. તું મેરી ઝીંદગીમેં આયા, તો ઝીંદગી જીને કે કાબિલ લગી. વરના મેરી લાઈફમેં ક્યા ખાક બચી થી? અરે, મેરા તો બાપ ભી તુ, ઔર મા ભી તુ હી થા. મેરી બીવી ભી તુ, ઔર મેરા શોહર ભી તો તુ હી થા. સાલે કુત્તે..અબ તુ જો જા રહા હૈ, તો મેરા તો જૈસે પરિવાર હી ખત્મ હો ગયા. તો અબ મુજસે ક્યા ઉમ્મીદ રખતા હૈ તુ?"

અનિકેતની આંખોમાં હવે આંસુઓ આવી ગયા. તેને રડતો જોઈ અશ્ફાકથી ન રહેવાયું, અને તેણે અનિકેતને પોતાની આગોશમાં ભીંસી લીધો. પણ બીજી જ પળે તેનાથી અળગો થઇ ગયો, "અબ તો તુજસે લિપટને કા હક્ક ભી તુને છીન લિયા હૈ, મુજસે"

અશ્ફાકથી દૂર ઉભા રહીને અનિકેત એક ક્ષણ માટે તેને તાકતો રહ્યો, અને બીજી જ પળે દોડીને તેને વળગી પડ્યો,

"ઐસા મત સોચ કમીને..! મત બોલ ઐસા."

અને બંને દોસ્તો હવે છૂટથી રડવા લાગ્યા. પોણા છ ફૂટનાં કઠણ..પહાડ જેવા બે મર્દો એકમેકને વળગીને રડવાથી એક ગજબનું હૃદયદ્રાવક દ્રશ્ય રચાઈ ગયું.

"
અનિકેત! મેરી જાન..ખુશ રહેના મેરે દોસ્ત. ખુદાને મુજે ઝીંદગી હી ઐસી દી હૈ, કે મર્દો કે સાથ હી મુજે ઉસે ગુઝારની હૈ. પણ તને તો તેણે બે ઓપ્શન આપ્યા છે. કોઈ ભી એક પસંદ કરવા જેટલો ખુશકિસ્મત છે તુ, તો દોસ્ત..શુકર માન ઉસકા, અને તારી નવી લાઈફ શરુ કર."
કેટલીય વાર સુધી રડીને થાક્યા બાદ બંને ચુપ થયા.

"તુ ભી અશ્ફાક કોઈક જોરદાર ખબર આપવાનો હતો. ક્યા થી વો?" અનિકેતે માહોલ બદલવા માટે પૂછ્યું."
હા, સૌરાષ્ટ્રની મારી જમીન બાબતનો જે કેસ વર્ષોથી ચાલી રહ્યો હતો, તેનો ફેસલો આવી ગયો. હમ જીત ગયે. અબ કલ સુબહ કી ફ્લાઈટ સે રાજકોટ જાના પડેગા, કુછ કાગઝાત પે દસ્તખત કરને.""
વાહ! યે તો સહી બાત હો ગઈ." અનિકેતે થોડો ઉમળકો દેખાડતા કહ્યું."
હાં. ઔર યે ગઝબ કા ઇત્તેફાક ભી હો ગયા, જાની. માલિકે તારા માટે એક રસ્તો ખોલી આપ્યો, તો એક રસ્તો મારા માટે પણ. અબ મૈ જબ યહાં નહી રહના ચાહતા, તો ઉસને વતનમેં મેરે લિયે ભી એક રાસ્તા ખોલ દિયા કે વહીં રહ કર મૈ કુછ કામ-ધામ કર સકું.""
મત જા અશ્ફાક, મત જા શહર છોડ કર." આથી વધુ અનિકેત કંઈ ન બોલી શક્યો. પણ અશ્ફાકે કોઈ જવાબ ન આપ્યો.

થોડીવાર બાદ કંઇ પણ ખાધા પીધા વગર બંને સુઈ ગયા. આજે પહેલી વખત બંને અલગ અલગ સુતા. એક પલંગ પર તો બીજો સોફા પર.
વહેલી સવારે લગભગ સાત વાગે અનિકેતે ઉઠીને જોયું, તો અશ્ફાક જતો રહ્યો હતો. પેલા સોફા પર, જ્યાં તે સુતો હતો, ત્યાં ગઈ કાલવાળું પેલું એન્વેલપ પડ્યું હતું, કે જે આવતાની સાથે જ તેણે પોતાનાં તરફ ફેક્યું હતું, એ આશા સાથે કે અનિકેત તે ખોલીને જુએ, પણ ત્યારે તેણે તે ખોલ્યું નહોતું.

અનિકેતે તે કવર અત્યારે ખોલ્યું. જોયું તો અંદર રાજકોટની ફ્લાઈટની એક ટીકીટ હતી 'અનિકેત પંડ્યા'નાં નામની..!
હા, અશ્ફાક તેને પોતાની સાથે રાજકોટ લઇ જવાનો હતો. પણ હવે તે એકલો જ ચાલ્યો ગયો, કદાચ..
કદાચ..કાયમ માટે.. ?**==**==**==**==**

.

લગભગ ત્રણેક કલાક અનિકેત આમ જ પથારીમાં પડ્યો પડ્યો અશ્ફાકનાં જ વિચારોનાં વમળમાં અટવાયેલો રહ્યો. અત્યાર સુધીમાં તો તે રાજકોટ પહોંચી ગયો હશે. તે પાછો આવશે તો ખરો ને? અશ્ફાકને ફોન કરવાનો અનિકેતને એક વિચાર આવ્યો. પણ પછી તેને થોડી સ્પેસ દેવાનો નિર્ણય કરી, તેણે પોતાનો આ વિચાર માંડી વાળ્યો.

અનિકેતની મૂંઝવણ અને વિચારોની હારમાળા ત્યારે જ તૂટી, કે જયારે કોઈએ ડોરબેલ વગાડી. અનિકેતે ઉભા થઈને દરવાજો ખોલ્યો, અને જોતાવેંત તે આભો બની ગયો. કોલેજમાં રજા હોવાથી પ્રણાલી તેને બહાર લઇ જવા માટે તેનાં ઘરે આવી હતી.

તેણે બ્લેક જીન્સ, અને બ્લુ એન્ડ વ્હાઈટ ચેક્સવાળું સ્લીવલેસ ટી-શર્ટ પહેર્યું હતું, જેમાંથી એની છાતીનાં ઉભારો ડોકિયું કરી જતા હતા. કાનમાં સ્ટાર-શેઈપના એરિંગ પહેર્યા હતા, અને કાજળ આંજેલી આંખો. ગાલ પરનું એ સ્મિત સાથેનું ખંજન, ગુલાબી કલરની લીપસ્ટીક કરેલા હોઠ, એની વચ્ચે જાણે આર્મીની ફોજ એક લાઈનમાં ગોઠવાયેલી હોય એ રીતે શિસ્તબદ્ધ ગોઠવાયેલા શ્વેત દાંત. માથામાં સ્કાર્ફને હેર-રિબનની જેમ બાંધીને કેદ કરેલા એ વાળ, અને કપાળ પર આવતી એની રેશમી વાળની લટ જોઇને અનિકેત થોડીવાર માટે ભૂલી ગયો કે પોતે ક્યાં છે.

અનિકેતને આવી રીતે પોતાની સામે લોલુપ નજર કરતો જોઇને પ્રણાલીના શરીરમાં એક ઝણઝણાટી ઉઠી ગઈ, કારણ કે અનિકેત પણ હજુ ફક્ત ટ્રાઉઝરમાં જ હતો. અને એનાં કારણે અનિકેતનું એ કસાયેલું સિક્સ પેકવાળું બોડી અને મસલ્સ એની માચો-મેનની ઈમેજ ક્રિએટ કરતા હતા.
બીજી જ પળે સીટી મારતી એ અનિકેતને હળવો ધક્કો દઈને ઘરની અંદર આવી ગઈ, અને ખુરશી પર બેસી ગઈ.“
ક્યા ગયો અશ્ફાક? તારો પેલો હીરો.." પ્રણાલી આંખ મિચકારતા બોલી. પરંતુ એને ક્યાં ખબર હતી કે એની આ મજાક અનિકેતને છેક સુધી અંદર ઉતરી ગઈ હતી.“
એ એના ગામડે એના જમીનના કામ માટે ગયો છે.” અનિકેતે ઉડાઉ જવાબ આપી દીધો.
હજુ એ ગઈ કાલની વાત અને દુઃખ ભૂલ્યો નહોતો, એટલે નીચું મોઢું કરીને સીધો જ કિચનમાં ચાલ્યો ગયો અને ચા બનાવવા લાગ્યો.
પ્રણાલીએ મનમાં એક સુખદ આંચકો અનુભવ્યો, અને તરત જ એકદમ અલગ મુડમાં આવી ગઈ.
થોડીવારે કિચનમાંથી અનિકેતનો અવાજ આવ્યો, “તું શું નાસ્તો કરીશ ? ચલ આજે મારા હાથે તને બનાવી દઉં." પ્રણાલીના આગમને ઘરનું વાતાવરણ બદલવા માંડ્યું, તો અનિકેતે પણ થોડા હળવા થવાનો પ્રયાસ કર્યો.
પ્રણાલી એકદમ નટખટ અવાજમાં બોલી, “હા.. લે. કેમ નહીં? અત્યારથી તું પ્રેક્ટીસ શરુ કરી દે નાસ્તા બનાવવાની, કારણ હું તો તારા હાથે જ જમવાની છું. હું નહીં બનાવું કંઈ.”"
એ હા દેવી શ્રી પ્રણાલી, જેવી તમારી આજ્ઞા." કિચનની બારીમાંથી બહાર ડોકું કાઢીને બંને હાથ જોડીને અનિકેતે થોડો મજાકિયો બનવાની કોશિશ કરી અને બોલ્યો, “પણ અત્યારે શું ખાઈશ એ તો બોલ..!”"
હું આજે નાસ્તામાં તને ખાઇશ." પ્રણાલી એકદમ તોફાની અવાજમાં બોલી.
અનિકેત ધીમું હસ્યો, "કેમ? તે નોન-વેજ ખાવાનું ક્યારથી શરુ કર્યું છે?""
બસ આજકાલ મને નોન-વેજ ખાવાની ખુબ ઈચ્છા થઇ રહી છે, કારણ કે આજકાલ ઇમરાન હાશ્મી મારો ફેવરીટ હીરો બની ગયો છે." બોલીને તરત જ બાજુમાં પડેલા સ્પીકરમાં ગીત શરુ કર્યું.

"ભીગે હોઠ તેરે, પ્યાસા દિલ મેરા,
લાગે અબ્ર સા, મુજે તન તેરા,
જમ કે બરસા દે, મુજ પર ઘટાયે,
તું હી મેરી પ્યાસ, તું હી મેરા જાં,
કભી મેરે સાથ કોઈ 'સુબહ' ગુઝાર,
તુજે 'દોપહર' તક મેં કરું પ્યાર.
ઓ ઓ ઓ... યે.. ઓ ઓ ઓ.."

અનિકેતને પ્રણાલીની આ હરકતથી ખ્યાલ તો આવી ગયો હતો કે આજે એનો પોતાનો જ નાસ્તો બનવાનો છે અને આ મને ‘ખાલી ડીશ’ બનાવીને જ મુકશે.

અનિકેત કિચન કાઉન્ટર પાસે ઉભો હતો. પ્રણાલી ધીરેથી એની પાછળ કિચનમાં આવી. અનિકેતની પૌરુષ સભર સશક્ત પીઠ, એના હાથ અને બાવડાનું હલનચલન અને લહેરાતાં ઝુલ્ફાં એના મનને વિચલિત કરી ગયાં. એ ધીમા ડગલે અનિકેતની નજદીક સરકી, અને અનિકેતની પીઠ પાછળથી એની બાહોંના અંકોડા ભરાવ્યા. પ્રણાલીના ઉભરેલા સ્તનયુગ્મ અનિકેતની પીઠ પર ચંપાયા. પ્રણાલીનો હાથ અનિકેતની છાતી પર નજાકતથી ફરતો હતો. પ્રણાલીનું આ વર્તન અનિકેતને આનંદાશ્ચર્ય જગાવી ગયું. પ્રણાલીના હોઠ એના કાનની નજદીક આવ્યા અને ખુબ જ હળવેકથી એ એના કાનમાં ‘આઈ લવ યુ, અની’ ગણગણી.

અનિકેતની ગરદન પર પ્રણાલીનો ગરમ શ્વાસ એક અજીબ થીરકન પેદા કરતો હતો. અનિકેતનું પુરુષત્વ જાગી ચુક્યું હતું. એણે પાછા ફરીને પ્રણાલીને બાહોમાં જકડીને ઉષ્માપૂર્વક એના હોઠ પર હોઠ ચાંપી દીધા. આજે પ્રણાલીના શ્વાસ વધુને વધુ ગરમ હતા, જેનાં કારણે આજે એ ચુંબન એક પ્રગાઢ ચુંબન બની રહ્યું, અને અનિકેતનાં દિલોદિમાગમાંથી અશ્ફાકનાં ખ્યાલોને હટાવીને તેની વાસનાને જ્વાળાને પેટાવી રહ્યું હતું. ઘણીવાર સુધી બંને એકબીજાનાં હોઠનો અમૃતરસ પીતા રહ્યા, અને ધીમે ધીમે અનિકેતના હાથ હવે સાપની જેમ પ્રણાલીના શરીર પર ભરડો લઇ રહ્યા હતા. છેલ્લા બે દિવસથી ભભૂકતી દેહ-પ્યાસ આજે છીપાશે જ. હોઠે આવી આવીને રહી જતો પ્યાલો આજે પી શકાશે જ તેવી અનિકેતને આજે ખાત્રી થઇ ગઈ. અને તેનું બદન ફરી પાછું એક અનન્ય ઉત્તેજના અનુભવવા લાગ્યું.
પોતે એક ક્ષણ માટે અલગ થયો, કે તરત જ પ્રણાલીએ ફરીથી અનિકેતનો ખભો પકડીને એને ફરીથી પોતાની પાસે ખેંચ્યો, અને ફરીથી હોઠ પર હોઠ મૂકી દીધા. પ્રણાલીના આ દબાણને કારણે અનિકેત પ્રતિકાર ન કરી શક્યો. તેનાં મનનાં કોઈક ખૂણે અશ્ફાકનું નારાજ થઈને દુર જવાનું દુઃખ તો હતું જ. પણ પ્રેમસભર આ સંવેદનશીલ વેળામાં લાંબુ વિચાર્યા વગર જ તે પણ પ્રેમ-ક્રીડામાં જોડાઈ ગયો, અને લાગણી અને આવેગ વહાવી દીધાં.

એકદમ ઉત્કટ સેક્સ કર્યા બાદ થોડી વાર સુધી બંને એમ જ પલંગ પર નિર્વસ્ત્ર પડ્યા રહ્યા, અને પ્રણાલી એકદમ ઊંડા શ્વાસો ભરતી આંખ બંધ કરીને સંતોષની અદમ્ય લાગણીને માણી રહી હતી. જો કે ત્યારે બંનેમાંથી કોઈને ય એ વાતનો ખ્યાલ ન રહ્યો, કે તેમણે સાવ જ અસુરક્ષિત સેક્સ માણ્યું છે...કે જેનું કોઈક અણધાર્યું પરિણામ પણ આવી શકે છે. [ક્રમશ:]

.

-રવિ યાદવ..

Top of Form