harman books and stories free download online pdf in Gujarati

હરમન

“ હરમન “

નામ તો તેનું હરમન હતું,લોકો તેને હરમન કહેવાને બદલે હરમણ પણ કહેતા ખરી,હરમનને કઈ ધંધો ન હોવાથી વળી તેણે બાળપણમાં અભ્યાસ પણ કઈ કર્યો ન હોવાથી તે તેના પાપા અને એક નાના ભાઈ સાથે ખેતી કરતો હતો,હરમન ભલે અભણ હતો પણ તે ખેતી કરવામાં હોશીયાર હતો,તેના પાપાના ભાગમાં વીસ વિધા જમીન હતી,વળી તે જમીન પણ પાણીવાળી હોવાથી હરમન અને તેના પાપા તેના ખેતરમાંથી ત્રણે ત્રણ ઋતુનો પાક લેતા હતા,પાણીની તકલીફ ના હોવાથી વળી જમીન પણ દુજણી ગાય જેવી હોય તેમ તેમાં જેની પણ ખેતી કરવામાં આવતી તેને તેમાં મબલક પાક આપતી,

ખેતી કરવામાંને કરવામાં હરમનની ઉમર લગ્નલાયક થઇ ગઈ હોવાથી તેના પાપાએ પોતાના મોટા દીકરાના લગ્નની જાહેરાત કરી દીધી,જો કે હરમન પૈસેટકે સુખી હોવાથી વળી તે નાના એવા મકાનમાં રહેવાને બદલે બંગલો કહી શકાય તેવા આલીશાન મકાનમાં રહેતો હોવાથી કોઇપણ બાપ પોતાની દીકરીને હરમનને પરણાવવા તૈયાર હતા,પોતાના દીકરાના લગ્નની જાહેરાત કરી હોવાથી એક પછી એક માંગા હરમનને ઘરે આવતા રહેતા,હરમને એક બે યુવતી જોયી પણ તેને તે પસંદ ના આવી.એટલે નવા માંગા આવે તેની હરમન અને તેના પાપા રાહ જોવા લાગ્યા,

પૈસાદાર હોવાથી વળી ગામમાં આબરૂ પણ સારી હોવાથી ફરી નવા માંગા આવવા લાગ્યા,હરમનને આ નવા માંગામાંથી એક સરોજની નામની સુંદર યુવતી પસંદ પડી ગઈ,તેના પાપાએ સરોજનીના પાપા સાથે વાત કરીને હરમનના લગ્નની તારીખ પણ નક્કી કરી નાખી,હરમનને જેમ સરોજની ગમતી હતી તેમ સરોજનીને પણ હરમન પહેલી નજરમાં ગમતો હતો.

હરમન દેખાવે બહુ સુંદર નહોતો પણ દિલનો સાવ ભોળો અને દયાવાન હતો,કોઇપણ વ્યક્તિ તેને જોવે તો તેવો એવું ના કહી શકે કે આ વ્યક્તિ ખરાબ હોઈ શકે,હરમનનો ચહેરો જેવો નિર્દોષ હતો તેવો જ તે પણ દિલથી નિર્દોષ હતો,હરમનમાં આમતો નામ પ્રમાણે જ ગુણ હતા,તેને જોતાજ કોઇપણ યુવતી તેના પર આફરીન થઇ જતી,હરમન એટલે કે દરેકના મનનું હરણ કરનાર,આ બાજુ સરોજની દેખાવે સુંદર તો હતી સાથે સંસ્કારી પણ હતી વળી દરેક છોકરીઓ કે યુવતીને પોતાનું રૂપનું.દેખાવનું અભિમાન હોય છે પણ સરોજનીને લગીરેક પણ પોતાના રૂપનું અભિમાન નહોતું,

લગ્નની તારીખ આવી ગઈ હોવાથી ધામધૂમથી હરમન અને સરોજની લગ્નના બંધને બંધાય ગયા,જે એકલા પક્ષીઓ પહેલા આકાશમાં આમતેમ ભટકતા હતા તે હવે બે થવાથી ભેસ જેમ એક ખીલે બંધાય જાય તેમ એક ખીલે બંધાય ગયા હતા,અને પોતાનું સંસાર સાગરનું વહાણ ધીમે ધીમે હંકારી રહ્યા હતા,હરમન હવે ખેતી કરીને થાકી ગયો હોય તેમ તેણે પોતાના પાપાને કહીને એક ટ્રક લીધો,તેને હકાવતા આવડતું હોવાથી તે ટ્રકના ભાડા કરવા લાગ્યા,તેણે પોતાની ખેતી પોતાના નાનાભાઈ અને પાપાને સોપી દીધી જયારે તે ટ્રક ચલાવવાનો ધંધો કરવા લાગ્યો.

હરમન ક્યારેક કોઈ પથ્થરની ગાડી ફરવા પોતાનો ટ્રકનો ઉપયોગ કરતો તો ક્યારેક કોઈ માલ-સામાનની હેરફેર માટે ઉપયોગ કરતો,હરમન એક બાજુ શાંતિથી પોતાનું સંસારનું પૈડું ચલાવતો હતો જયારે બીજી બાજુ તે પોતાના ટ્રકનું પૈડું ચલાવતો હતો,ડાયવર હોવાથી હરમનને જ્યાંત્યા જવાનું થવાથી નવા નવા તેના જેવા ડાયવર હોય તેવા મિત્રો થવા લાગ્યા,ડાયવર હોય તે લગભગ દારૂ તો પિતા જ હોય,જોકે હરમને હજી સુધી દારૂનો સ્વાદ લીધો નહોતો પણ પોતાના મિત્રોને માન આપીને ત તેણે પણ એકદિવસ દારૂની મહેફિલ માંણી,હરમનને દારૂ પીવાની બહુ મજા આવી હોય તેમ હવે તે પણ પોતાના મિત્રો સાથે દારૂની લતે ચડી ગયો,

તે ડાયવરનો ધંધો કરતો હોવાથી તેને ધરે આવામાં અનિયમિત થઇ જતું હતું,વળી તે પત્ની સરોજની બિચારી પથારી પર જૂરી જૂરી હરમનની રાહ જોવામાં એકલીને એકલી સુઈ જતી.હરમન પહેલા તો બહાર હોય ત્યારેજ દારૂ પીતો પણ હવે તો તે ધરે આવીને પણ દારૂ પીવા લાગતો.જે હરમન પહેલા નિર્દોષ હતો તેજ હવે તેના કુટુંબ માટે ભયાનક થવા લાગ્યો હતો.તેના પાપા અને તેનો ભાઈ તેને દારૂ ના પીવા બહુ સમજાવતા પણ તે કોઈનું માનતો જ નહી.તેની પત્ની પણ પોતાના પતિને આ વ્યસનથી દુર થવા ધણી વખત કહેતી પણ હરમનના જીવનમાં દારૂનો નશો એ પ્રકારનો ચડી ગયો હતો કે કોઈ તેને મારી નાખે તો તે મરવા તૈયાર થઇ જતો પણ દારૂ તો જીવનની અંદર ક્યારેય મુકવા માંગતો નહોતો,

હરમન પહેલા બધાનો માનીતો હતો તેટલો તે હવે બધાથી દુર થવા લાગ્યો હતો,દારૂના વ્યસને તેના જીવનમાં કેટલાય તોફાનો સર્જ્યા હતા છતાં તે તેનો દારૂ મુકવા તૈયાર નહોતો,સરોજનીએ પહેલા પોતે કોઈ ખરાબ કર્મો કર્યા હોય અને તેનું ફળ તેને અત્યારે મળતું હોય તેમ તે માનવા લાગી હતી,

હરમન હવે દિવસેને દિવસે બધાનો પરાયો બનવા લાગ્યો હતો,સરોજની પણ તેને પરાયો બનાવવા માગતી હતી પણ શું થાય પતી એ જ પરમેશ્વર છે એવું કહેવામાં આવતું હોવાથી સરોજનીને હરમનના દારૂના વ્યસન પર ભારોભાર નફરત હોવા છતાં તે હરમનને પહેલા જેટલો જ દિલથી પ્રેમ કરતી હતી,હરમનના લગ્ન જીવનમાં બે વર્ષ પણ થઇ ગયા હતા અને ભગવાને પણ લગ્નના ફળ સ્વરૂપે એક નાની અને પરી જેવી દેખાતી એક સુંદર હસમુખી બાળકી આપી હતી.

હરમન જયારે ઘરે ના હોય ત્યારે સરોજની પોતાની નાની એવી પરી સાથે સમય પચાર કરતી અને જયારે હરમન રાત્રે કોઈ કટાણે આવે ત્યારે તેની સાથે પોતાનો સમય પચાર કરતી,હરમન જોકે ત્યારે જ ઘરે આવતો જયારે સરોજની નિંદ્રા દેવીના સાનિધ્યમાં આરામ કરી રહી હોય.

એક દિવસ હરમનને કોઈ ગામમાં રહેતા એક તેના પાપાના દોસ્તનો કપાસ લઈને યાર્ડમાં લઇ જવાનો થયો,કપાસ તો ટ્રકમાં ભરાય ગયો હતો પણ સાથે કોઈ ઘરધણીને પણ આવવું જોઈએ એટલે ઘરમાં કોઈ માણસ નહી હોય એટલે એક પરણિત સ્ત્રી હરમન સાથે આવી,હરમન ગામમાં રહેતો હોવા છતાં તેણે પહેલી વખત તે સ્ત્રીને જોઈ હતી,હરમન જોતાવેજ તેના પર કુરબાન થઇ ગયો,હજી હરમને તે સ્ત્રીનું મુખ જોયું નહોતું છતાં તે તેના પ્રેમમાં પડી ગયો,

યાર્ડ દુર હતું વળી રસ્તો પણ બહુ લાંબો હતો એટલે પેલી સ્ત્રીએ પોતાના મુખ પરથી લાજ ઉઠાવીને હરમન સામે પહેલી વખત હોવાથી લજ્જાથી વાતો કરવા લાગી,હરમનને તો જે જોયતું હતું તે મળી ગયું હોય તેમ તે પણ પેલી સ્ત્રી સાથે પ્રેમથી વાતો કરવા લાગ્યો.હરમને પેલી સ્ત્રીનું નામ પૂછ્યું તો તેણે પોતાનું નામ “ કોમલ “

પેલી સ્ત્રીએ કોમલ કહ્યું હોવાથી હરમન મનમાં જ બોલવા લાગ્યો : જેવું નામ છે તેવા જ ગુણ છે અને તેવો જ દેખાવ છે,”જો કે પેલી સ્ત્રી પણ હરમનના નેત્રબાણથી ધાયલ થઇ ગઈ હોય તેમ તે તેને પસંદ કરવા લાગી હોય તેમ તે પહેલા દુર બેઠી હતી તેની જગ્યાએ તે ધીમે ધીમે હરમનની નજીક બેસવા લાગી,કોમલને પણ હરમનની જેમ એક દીકરી હતી અને તેનો પતિ પણ હરમનની જેમ દારૂનો હેવાયો- વ્યશની હતો.

કોમલ અને હરમનની પહેલી જ મુલાકાત જાણે પ્રેમ માટે થઇ હોય તેમ બન્નેએ એકબીજાના પોતાના મોબાઇલ નંબરની આપલે કરી,નંબર આપવાને લીધે હરમન પણ ખુશ થયો અને કોમલ પણ ખુશ થયો,પ્રેમ થતા તો થઇ ગયો પણ પછી ઘરે પેલી સરોજની અને પરી અને ફૂલ જેવી નાની એક બાળકી છે તેનું શું કરવું તેના જ હરમનને મનમાં વિચારો આવવા લાગ્યા,વિચારોમાં વિચારો હરમન યાર્ડમાં પહોચી ગયો અને ત્યાં પેલો બધા કપાસ પણ વેચી નાખ્યો,

ફરી બન્ને પોત-પોતાના ઘરે આવતા રહ્યા,આ બાજુ ઘરે હરમનને ક્યાય ચેન પડતું નથી જયારે બીજી બાજુ કોમલ પણ હરમનને ઝંખવા લાગી હતી,હરમન હવે પોતાના માટે વિચારવાને બદલે સરોજની અને તેની દીકરી વિષે જ વિચારવા લાગ્યા કારણ કે હવે હરમનને બન્નેથી અલગ થઇ જવું હતું અને કોમલ સાથે નવો સંચાર સાગર માણવો હતો.

હરમનને સરોજની સાથે કઈ રીતે અલગ થવું તેના વિષે ઘણું વિચાર્યું અંતે તેને કોઈ યુક્તિ મળી ગઈ હોય તેમ તે એકલો એકલો હસવા લાગ્યો અને પાસે બેઠેલી સરોજની કહેવા લાગ્યો : “સરોજની હું તને પહેલા બહુ પ્રેમ કરતો હતો પણ હવે હું તને મારાથી મુક્ત કરવા માગું છું,આમપણ તું મારાથી કંટાળી ગઈ છે,અને મને પણ હવે તારી સાથે રહેવું બહુ ગમતું નથી,કારણ કે મારું દિલ જાણતા-અજાણતા કોઈક ચોરી ગયું છે,”

હરમનને પ્રેમથી વાત કરી એટલે સરોજની કઈ વધુ બોલી નહી પણ તેને દુખ બહુ થયું કારણ કે હરમન ભલે તેને પ્રેમ કરતો નહોતો પણ તેતો તેને ખુબ જ પ્રેમ કરતી હતી,હરમનને સ્વેચ્છાએ કહી દીધું હોવાથી મન મક્કમ કરીને સરોજની પોતાની બાળકી લઈને તેનાથી દુર રહેવા રાજી થઇ ગઈ,

હરમનને હવે જે કરવું હતું તે થઇ ગયું હતું પણ તે એમ ને એમ સરોજની ખાલી હાથે અલગ થવા દેવા માંગતો નહોતો,આથી તેને હવે ટ્રક ચલાવવામાં કંટાળો આવતો હોવાથી તેણે કોઈને પણ પૂછ્યા વગર પોતાનો ટ્રક વેચી માર્યો અને પોતાના મમ્મી-પાપા પાસેથી પોતાના ભાગની જે જમીન આવતી હતી તે પણ તેણે લઈને તેને પણ તેણે સારી એવી કીમતમાં વેચી નાખી.

હરમને આ બધું એટલા માટે વેચી નાખ્યું કે તેને વિશ્વાસ હતો કે કોમલ તેને પોતાના ઘરે આશરો આપશે,હરમને જે પણ બધા રૂપિયા આવ્યા તે બધા રૂપિયા પોતાની પત્ની સરોજનીને આપીને તેને જ્યાં પણ રહેવું હોય ત્યાં તે રહેવાની છૂટ આપી દીધી,હરમનને પોતાના બધા રૂપિયા આપી દીધા હોવાથી તે હવે ભિખારી જેવો થઇ ગયો હતો,સરોજની તો તેના પૈસા લેવા માગતી નહોતી પણ હરમને તેને દીકરીના સમ આપ્યા હોવાથી તે પૈસા લઈને હરમનને પગે લાગીને પોતે પોતાની દીકરી સાથે નાના એવા શહેરમાં રહેવા જતી રહી.

હરમનને હવે ઘર ન હોવાથી વળી કોમલે તેને પોતાના ઘરે આવવાનું કહ્યું હોવાથી તે સીધો જ કોમલની ઘરે ગયો.હરમનને આવતો જોઇને પહેલા તો કોમલ હરખાય ગઈ,પછી ખુશી સાથે કહેવા લાગી : “ આવો આવો મારા વાલમ,” વાલમ કહ્યું હોવાથી હરમન ખુશ થઇ ગયો અને ઘરની અંદર આવીને એક ખાટલે બેઠો,કોમલે તેને પાણી ભરીને આપ્યું,હરમનને બહુ તરસ લાગી હોય તેમ તે પાણી એકી સાથે પી ગયો,હવે કઈ કરવાનું થતું નથી એમ માની કોમલ પણ હરમન બેઠો હતો ત્યાં તેની પાસે બેસી ગઈ,અને ધીમેકથી હરમનને કઈક પૂછતી હોય તેમ કહેવા લાગી : “ મેં સાંભળ્યું છે કે તમે તમારી બધી સંપતી વેચી મારી છે અને તેની રોકડી કરી લીધી છે “

“ હા હા કોમલ મેં મારું બધું જ વેચી માર્યું છે અને હવે હું હમેશ માટે તારી સાથે રહેવા આવી ગયો છે “

હરમન પોતાની સાથે હમેશ માટે રહેવા આવી ગયો છે તે જાણીને કોમલ બહુ રાજી થઇ પણ પછી કઈક વધુ બોલવું હોય તેમ ફરી કહેવા લાગી : હા એ વાત તો સાચી પણ તમે જે સંપતી વેચી તેમાંથી કઈક મારે માટે કઈક રાખ્યું છે કે નહી એટલે કે મારા માટે કઈ પૈસા રાખ્યા છે કે નહી “

હરમન કોમલનો આવો પ્રકારનો પ્રશ્ન સાંભળી બહુ નવાઈ લાગી વળી તેની પાસે તેનો કઈ જવાબ ન હોય તેમ તે શાંતિથી બેસી ગયો,કઈ બોલ્યો નહી એટલે કોમલે ફરી કહ્યું :” મેં પ્રશ્ન પૂછ્યું તેનો તમે કઈ જવાબ આપ્યો નહી કેમ તમે શાંતિથી બેસી ગયા છે,મને જવાબ તો આપો “

હવે જવાબ આપવા સિવાય ઉદ્ધાર નથી એમ માનીને હરમનને કઈ જવાબ દેવો નહોતો છતાં તે કહેવા લાગ્યો :” મેં મારી તમામ સંપતી મારી પત્નીને આપી દીધી છે કોમલ,મેં તારા માટે એક ફૂટી કોડિય રાખી નથી,આટલું બોલીને હરમન નીચું મોઢું કરી ગયો.

હરમનનો જવાબ સાંભળી કોમલ ખુશ થવાને બદલે ક્રોધિત થઇ હોય તેમ કહેવા લાગી : “તમે અત્યારેને અત્યારે મારા ઘરેથી જતા રહ્યા,એક તો અમારે ખાવાના પણ ફાફા પડે છે તેમાં હું તમને કઈ રીતે ખવડાવું દાવું, મને એમ હતું કે તમે આવશો તો એકલા રહેવા નહી આવો પણ સાથે તમારી થોડીક સંપતી પણ લેતા આવશો પણ તમે તો સાવ ભિખારી થઈને આવતા રહ્યા,હું તમને ફોનમાં પણ એટલે જ વારંવાર કહેતી હતી કે તમે મારા માટે થોડીક સંપતી રાખી હશે પણ અત્યારે ખબર પડી કે તમે તો સાવ પાયમાલ થઇ ગયા છે,ચાલો હવે તમારે જ્યાં રહેવું હોય ત્યાં જાવ,હું તમારા જેવા ભિખારીને મારા ઘરમાં રાખી શકું નહી “

કોમલની આવી તીખાસભરી વાણી સાંભળી પહેલા તો હરમન દધાય ગયો પણ પછી તેને ખ્યાલ આવી ગયો કે કોમલ મને નહી પણ મારી સંપતીને પ્રેમ કરતી હતી તેને હું નહી મારી સંપતી જોઈતી હતી,એટલે જ તે મને તેના ઘરે બોલાવતી હતી પણ હવે મારી પાસે કઈ નથી એટલે તે મને તેના ધરમાંથી બહાર કાઢી મુકે છે,કોઇપણ વધુ દલીલ કરવાને બદલે હરમન કોમલને “ વાહ તારો પ્રેમ કોમલ,વાહ તારો પ્રેમ કોમલ “ આટલું વાક્ય બે વાર બોલીને હરમન વિલામોએ ઘરની બહાર નીકળી ગયો હતો,

હવે સાંજનો સમય પણ થઇ ગયો હતો,વળી હરમનને દારૂ સિવાય ચાલે એમ નહોતું એટલે તે એક દારૂના અડ્ડામાં જઈને જેમફાવે તેમ મર્યાદાવગરનો દારૂ પીવા લાગ્યો,તેણે આટલો બધો દારૂ એકીસાથે શા માટે પી રહ્યો હતો તેને પણ ખ્યાલ નહોતો,કદાચ તેને કોમલે આપેલા દગાથી તે વધુ દારૂ પીતો હતો કે પછી સરોજની સાથે અલગ થયો તે દુખે વધુ દારૂ પીતો હતો તે કહેવું મુશ્કેલ હતું,એકી સાથે વધુ દારૂ પીવાથી અચાનક શરીરમાં કોઈ ઝટકો આવ્યો હોય તેમ હરમન જમીન પર ઢળી પડ્યો,જમીન પર ઢળી પડતા જ તે બેભાન થઇ ગયો કે પછી મૃત્યુ પામ્યો તેતો ભગવાન જાણે.......

>>>>> BE HAPPY YAAR <<<<<

  • રીબડીયા જીગ્નેશ