Antar Aag - 19 books and stories free download online pdf in Gujarati

અંતર આગ - 19

19. ધ એન્ડ...

સાત તારીખની સવારનો સૂરજ જાણે રચિત અગ્નિહોત્રીના જીવનમાં અજવાળું કરવા જ ઉગ્યો હતો. કોર્ટમાં પોલીસે પોતાનું બયાન બદલી નવું બયાન આપ્યું અને કૉર્ટમાં રચિત અગ્નિહોત્રીને કોર્ટે માન ભેર નિર્દોષ જાહેર કર્યા. રેકોર્ડિંગ ઉપરથી કોર્ટમાં એ પણ પુરવાર થઇ ગયું કે અંતર આગ પુસ્તકના લેખક રચિત અગ્નિહોત્રી હતા એટલે પુસ્તકના બધા જ કોપી રાઈટ લેખક રચિત અગ્નિહોત્રીને સોંપી દેવામાં આવ્યા.

ડી.એસ.પી. રાણાએ મીડિયાને પ્રેશ કોંફરન્સમાં મીડિયાને બધી વિગતો આપી દીધી. લોકોમાં સિરિયલ કિલર અને અર્જુન રેડ્ડીનો ભય નીકળી ગયો. વડોદરાની પ્રજાએ નિરાંતનો શ્વાસ લીધો. ભૈરવસિંહને ડિસમિશ કરી દીધો એ પોતાના ગામ જતો રહ્યો. રુદ્રસિંહ અને મી. બક્ષીને પદ બઢતી કરવામાં આવી હતી. પ્રેશ કોંફરન્સમાં એક દુઃખદ સમાચાર પણ જાહેર કરવામાં આવ્યા મી. આદિત્ય જેવા કબીલ અફસર શહીદ થયા એ સમાચાર થી મી. આદિત્યના ચાહકોમાં એક દુઃખ વ્યાપી ગયુ. પણ તે છતાં રચિત અગ્નિહોત્રીના ચાહકો અને અર્જુન રેડ્ડીનો ભોગ બનેલા માણસોમાં એક સુખદ વાતાવરણ ફેલાયું.

રુદ્રસિંહ મી. રચિતને પોતાની જીપમાં સીધો જ હોસ્પિટલ લઈ ગયો.

"ઇન્સ્પેક્ટર તમે મને અહીં ....." મી. રચિતને હોસ્પિટલ જોઈ નવાઈ થઈ.

"મી.રચિત આજનો દિવસ તમારા માટે સુખદ છે. તમારો પરિવાર જીવે છે "

સુખનું મોજું , ઠનડકની એક લહેરખી મી. રચિતને સ્પર્શી ગઈ એમના પગ મજબૂત થઈ હોસ્પિટલની સીડીઓ ચડી ગયા.

એ જ્યારે હોસ્પિટલ પહોંચ્યા એ પહેલાં બધાને હોશ આવી ગયો હતો. હોશમાં આવતા જ આલિયા "પ્રદીપ" "પ્રદીપ" ની બુમો પાડવા લાગી હતી. એને પ્રદીપની છાતીમાં ઉતરતી ગોળીનું દ્રશ્ય દેખાતું હતું.

"આલિયા...." મી.રચીતે એને ખભેથી પકડી.....

"પ્રદીપ..." નાનું ભાઈએ પણ એજ શબ્દો ઉચ્ચાર્યા.

"શુ થયું પ્રદીપ ને ?" મી. રચિતે ગભરાઈને પૂછ્યું.

"એને રેડ્ડીના માણસે ગોળી " આલિયાને એજ દ્રશ્ય ફરી ફરી ને દેખાતું હતું એની આંખો મોટી થઈ ગઈ.

"ગોળી?" નાનુભાઈના ધબકારા વધવા લાગ્યા.

"હા એને રેડ્ડીના માણસે ગોળી મારી હતી..."

"કયા?" બધાના જીવ તાળવે થઈ ગયા.

"ત્યાં ફાર્મ હાઉસ ઉપર જ્યાં અમને એજન્ટ એ એ રાખ્યા હતા " આલિયા પાગલની જેમ હાથથી ઈશારા કરતી હતી.

"એજન્ટ એ? એ કોણ છે ? " રુદ્રસિંહને હજુ નવા નવા પ્રશ્નો થતા હતા.

"એ બધું પછી.... પહેલા પ્રદીપને હોસ્પિટલ લઈ જાઓ " કોકિલાબેન પણ ગભરાઈ ગયા હતા.

પ્રદીપની વાત માં કોઈનું ધ્યાન હોશમાં આવેલા બાળકો ,યુવતીઓ કે આર્યન ઉપર ન ગયું. એ બધા પણ આ બધું સાંભળવા લાગ્યા.

"પણ એ તો ત્યાં... હું ... હું... કેટલા દિવસથી આ હોસ્પિટલમાં છું ?" આલિયા સુજબૂજ ખોઈ બેઠી હતી.

"આલિયા .... હોશમાં આવ કૈક સમજાય એમ બોલ " મી. રાચીતે મોટા અવાજે કહ્યું.

"પ્રદીપ અને પૃથ્વી ત્યાં અમદાવાદ નજીક એક ફાર્મ હાઉસ ઉપર આવ્યા હતા જ્યાં અમને બધાને એજન્ટે રાખ્યા હતા. એ લોકો જ્યારે આવ્યા કે તરત એમની પાછળ અર્જુન રેડ્ડીને માણસો આવ્યા અને પ્રદીપ, પૃથ્વી , વિજય અને બીજા બે માણસો ઉપર ગોળીઓ વરસાવી દીધી અને અમને બધાને ત્યાંથી લઈ ગયા એ લોકો " કોકિલાબેને ઠંડા પડતા કહ્યું.

"તો તમે બધા બે દિવસથી જ અર્જુન રેડ્ડીના કબજામાં હતા ? એની પહેલા તમે કોઈ એજન્ટ ના ફાર્મ હાઉસ ઉપર સેફ હતા ?" રુદ્રસિંહને એક સવાલ નો જવાબ મળ્યો હતી

"હા ઉન્સ્પેક્ટર "

નાનુભાઈ મનોમન માતાજીને યાદ કરવા લાગ્યા હતા. એમને પ્રદીપને ફોન કર્યો પણ એનો ફોન પણ બન્ધ આવતો હતો.

"એક મિનિટ " રુદ્રસિંહે એકાએક કહ્યું " આ પૃથ્વી કોણ ?"

"એ પ્રદીપનો મિત્ર છે અને પોલિસ ડ્રાઇવર છે " નાનુભાઈ એ કહ્યું.

"પૃથ્વી દેસાઈ તો નઇ ને ?" રુદ્રસિંહે પૂછ્યું.

"હા પૃથ્વી દેસાઈ " આલિયા એ જવાબ આપ્યો.

"એતો મારો જ ડ્રાઇવર છે. શીટ તો પૃથ્વીએ કીલરને પકડવા માટે લિવ લીધી હતી....." કહી રુદ્રસિંહે પૃથ્વીને ફોન લગાવ્યો " હેલો મી. રુદ્રસિંહ સ્પીકિંગ "

"કોણ રુદ્રસિંહ ?"

"ઇન્સ્પેક્ટર રુદ્રસિંહ રાઠોર. તમે કોણ બોલો છો ? "

"હું રણજિત સિંહ "

"પ્રદીપ અને પૃથ્વી ક્યાં છે ?"

"બન્ને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છે. હું એમને હોસ્પિટલ લઇ આવ્યો છું. બન્ને હવે સેફ છે ડોન્ટવરી"

"ઓકે હું એમના પરિવારને લઈને આવુ છું ત્યાં સુધી તમે ત્યાં રહેજો ...... " રુદ્રસિંહે ફોન મુકી એક પોલિશ ટિમ બોલાવી બાળકો અને છોકરીઓના બયાન લઈ એમને ઘરે પહોંચાડવાની જવાબદારી ટિમ ને સોંપી દીધી. અને પોતે બધાને લઈને અમદાવાદ તરફ નીકળી પડ્યો..... બીજા બધાને પ્રદીપ અને પૃથ્વીની હાલત કેવી હશે એ પ્રશ્ન થતો હતો પણ મનુ અને રુદ્રસિંહ ના મનમાં બીજા કેટલાય ગૂંચવાળા પ્રશ્નો ઘુમરી લેતા હતા..... એ બધામાં મોટો પ્રશ્ન તો કિલર કોણ હશે એજ હતો.....

***

સિવિલ હોસ્પિટલ પહોંચયા ત્યારે સદનસીબે પ્રદીપની આંખો ખુલી ગઈ હતી. રુદ્રસિંહે ડોક્ટરને મળીને પ્રદીપ અને પૃથ્વીને અલગ રૂમમાં ખસેડવાની સુવિધા કરી હતી.

પ્રદીપ હજુ બોલી નહોતો શકતો. નાનુભાઈ અને આલિયા ચિંતાતુર ચહેરો લઈને ઉભા હતા. ડોકટરે પ્રદીપને હવે ખતરો નથી એવુ કહ્યું હતું છતાં આલિયાના ચહેરા ઉપરથી ભયના એક પણ ભાવ ખર્યા નહોતા. પ્રદીપ હાથ હલાવીને હસ્યો પછી બધાને થોડી રાહત થઈ હતી.

"તો તું પણ જાસૂસ બનવા માંગે છે પૃથ્વી !" પૃથ્વીના બેડ પર બેસતા રુદ્રસિંહે કહ્યું.

રુદ્રસિંહની મજાક પૃથ્વીને હસાવી શકી નહીં એના મનમાં હજુ એ રુદ્રસિંહ નો ફોટો અને એની પાછળ લખેલું 'મેઈન હેલ્પર' શબ્દ ફરતો હતો.

રુદ્રસિંહે બધાને એન્કાઉન્ટરની વાત કરી ત્યારે જ પૃથ્વીને ભરોસો આવ્યો હતો. પૃથ્વીએ પણ એણે કરેલું આયોજન કહી સંભળાયું. રુદ્રસિંહે એને સાબાસી આપી અને પદ બઢતી કરવાની ખાતરી આપી.

ચારેક દિવસ વીત્યા પછી પ્રદીપની હાલતમા સુધાર આવ્યો હતો. એ હવે બોલી શકતો હતો. બધી વાતો દરેકને હવે સમજાઈ ગઈ હતી પણ હજુ કિલર કોણ હશે એ સવાલ બધાના મનમાં વમળની જેમ ઘુમરાતો હતો. અને એ સવાલનો જવાબ આલિયા અને કોકિલાબેન પાસેથી મળી શકે એમ હતો. એ દિવસે પૃથ્વી રહી ન જ શક્યો.

"આલિયા એજન્ટ એ ને તે જોયો તો હશે ને ?"

"હા પૃથ્વી પણ એક જ વાર "

પૃથ્વીએ કિલરની ખાતરી કરી લેવા એક પછી એક ડિટેઇલ્સ પૂછતો ગયો.

"તને જે યાદ હોય એ બધું કહી સાંભળવ"

"ડેડીનો અને પ્રદીપનો કેસ વકીલને સોંપીને આવ્યા પછી અંકલ હોટેલ ઉપર ગયા હતા. અમે બધા થાકીને ઊંઘયા હતા. હું જ્યારે જાગીને બહાર નીકળી ત્યારે જ મને ખબર પડી કે બહાર લડાઈ ચાલતી હતી. સુમસામ નજારો હતો. બધા ઘરના દરવાજા બંધ હતા. હું જ્યારે બહાર આવી ત્યારે બારી પાસે એક માણસ બેહોશ પડ્યો હતો એની આસ પાસ બારીના કાચ તૂટીને પડ્યા હતા. હજુ હું કઈ સમજુ કે વિચારું એ પહેલાં તો મારી નજર સામે પડી " આલિયા જાણે એજ દ્રશ્ય નજર સામે દેખતી હોય એમ સ્તબ્ધ થઈ ગઈ.

"સામે શુ દેખ્યું ?" પ્રદીપે હળવેથી એની સ્તબ્ધ નજરને ખલેલ કરી.

"મેં જોયું એક માણસ ત્યાં સામે પણ મરેલો પડ્યો હતો. ત્યાં ધૂળની ડમરી ઊડતી હતી પણ મને ખાસ્સું સપસ્ટ દેખાતું હતું. ત્યાં એની પાસે એક છ ફૂટનો મજબૂત માણસ ઉભો હતો. કોઈ ફિલ્મ કે નવલકથામાં પણ ન હોય એવો ભયાનક એ દેખાતો હતો. " આલિયા ધ્રૂજી ઉઠી.

"તો એ બધી લાશનું શુ કર્યું ? પોલીસને તો કોઈ લાસ મળી નહોતી ...." રુદ્રસિંહે પૂછ્યું.

"આલિયા ત્યાં પૂતળાની જેમ ઉભી હતી જ્યારે અમે બહાર આવ્યા. " કોકિલાબેને કહ્યું " એ માણસ પેલા માણસની બોડીને ઉપાડીને લઈને આવ્યો અને અમારા ઉપર એક નજર કરી પોતાની મુંછો ને વળ દેતો એ સીધો જ ઘરમાં ગયો. અમે બધા ડઘાઇને જોતા જ રહયા. એ ફરી બહાર આવ્યો અને બારી પાસેથી બોડી ઉઠાવી ફરી ઘરમાં ગયો. "

"બોડી ઘરમાં ?" પૃથ્વીને નવાઈ લાગતી હતી.

"હા મને પણ એજ પ્રશ્ન થતો હતો " આલિયા એ આગળ તંતુ જોડ્યો " હું એની પાછળ ઘરમાં ગઈ ત્યારે પાછળની ગેલેરીમાં પણ એક બોડી પડી હતી મને એજ નહોતું સમજાતું કે એ બોડી ઘરમાં ક્યાંથી આવી.....!"

"બેકઅપ કિલર " પૃથ્વી ધીમા અવાજે બબડ્યો.

"બેકઅપ કિલર ? એટલે શું ?" નાનુભાઈએ પૂછ્યું

"બેકઅપ કિલર ઘરની પાછળ હોય છે નાનુભાઈ. જ્યારે પોલિશ કે માફિયા કોઈના અડ્ડા કે ઘર ઉપર એટેક કરે ત્યારે ઘરમાંથી કોઈ બચીને ભાગી ન નીકળે એટલા માટે એક શૂટર ઘરની પાછળ હોય છે." રુદ્રસિંહે સમજાવ્યું.

બધા સ્તબ્ધ થઈને સાંભળતા હતા. મી. રચિત અગ્નિહોત્રી અને મનું કાઈ બોલ્યા વગર જ સાંભળતા હતા.

"તો સર એને હુમલાની પહેલેથી જ ખબર હતી ?" પૃથ્વીએ પૂછ્યું.

"હા પૃથ્વી એને બધી જ પહેલેથી ખબર હોવી જોઈએ અને હુમલો કોણ કરવાનું છે એ પણ બધી ખબર જ હોવી જોઈએ."

"આલિયા પછી શું થયું ?" પૃથ્વીએ ફરી તંતુ જોડ્યો.

"ગેલેરીમાંથી બોડી ઉઠાવીને એ પણ પેલી બે બોડી પાસે ગોઠવી દીધી અને મને બહાર જવા ઈશારો કર્યો એટલે હું બહાર નીકળી ગઈ."

"એ ફરી બહાર નીકળ્યો એના હાથમાં એક પૂંઠા જેવું કૈક હતું . એણે પુંઠું પેલી તૂટેલી બારીના કાચમાં ફિટ કરી દીધું . મને એ વિચિત્ર માણસની હરકત પણ વિચિત્ર લાગતી હતી પણ ગમે તેમ એણે અમને બચાવ્યા હતા એટલે અમે કાઈ બોલ્યા નહિ એને જોઈને બોલવાની હિંમત પણ ન જ થાય. "

"કેમ ? એના હાથમાં ગન હતી ?" પ્રદીપે પૂછ્યું.

"ના પ્રદીપ એનો દેખાવ..... એનો દેખાવ જ એવો હતો. એનું મજબૂત શરીર. એના નેવું બ્લુ કાર્ગો અને લોહીથી ખરડાયેલી સફેદ ટી શર્ટ, એની ઉપર ખુલ્લું પહેરેલું લેધર બ્લેક જેકેટ, એના તેજસ્વી ચહેરા ઉપર કરેલું ભસ્મનું તિલક, પરસેવા અને લોહીથી એ ભસ્મ અને ધૂળ એના ચહેરા ઉપર ખરડાઈ ગઈ હતી એ જોઈને એને સવાલ કરવાની હિંમત જ નહોતી" અલિયાના શરીરમાંથી એક ધ્રુજારી ફરી વ્યાપી ગઈ.

"એ ફરી ઘરમાં ગયો અને બહાર આવી એણે બધા બારી બારણાં બંધ કરી દીધા અને એની ગન નીકળી અમને દૂર જવા ઈશારો કર્યો પછી એણે કોઈને ફોન કર્યો અને એની ગન ને સાયલનશર લગાવ્યું અને ઘરની બારી ઉપર શૂટ કર્યું અને ઘર ધડાકા સાથે સળગવા લાગ્યું "

"માય ગોડ મતલબ એણે જે બારીને પુંઠું ફિટ કર્યું એની પાછળ આ કારણ હતું. એ ઘરમાં જઈને ગેસ સિલિન્ડર ઓન કરી આવ્યો હતો " રુદ્રસિંહે પૃથ્વી સામે જોયું.

" હા અમને પણ એ બધી ત્યારે જ ખબર પડી જ્યારે ઘર આગની જ્વાળામાં લપેટાઈ ગયું. જોતજોતામાં એક ટેક્સી આવી અને અમને એ ટેક્સીમાં બેસવા કહ્યું. કોઈ સવાલ કર્યા વગર અમે બધા બેસી પણ ગયા. એ માણસે જ્યારે ટેક્સી ડ્રાઇવરથી વાત કરી ત્યારે જ અમને ખબર પડી કે એ બધા અર્જુન રેડ્ડી નામના કોઈ માફિયાના માણસો હતા અને એ ડ્રાઇવરનું નામ વિજય હતું...."

"તો એ માણસનું નામ પણ તમને એ વાતચીતમાં સાંભળવા મળ્યું હશે ને?" રુદ્રસિંહે આંખો જીણી કરી.

"ના સર. વિજય એ માણસને 'એજન્ટ એ' કહેતો હતો."

"તો પછી તમે બધા એ ટેક્સીમાં અમદાવાદ એ ફાર્મ હાઉસ ઉપર ગયા જ્યાં અમે તમને શોધતા આવ્યા હતા?" પ્રદીપે પૂછ્યું.

"ના પ્રદીપ બધા નહિ એજન્ટ એ અમારી સાથે નહોતો આવ્યો. એણે વિજયને કહ્યું હતું કે એક એસકેપ થયો છે. એટલે અર્જુન રેડ્ડીને માણસો અમને શોધશે. ત્યારે એ બધી વાત માં અમને કોઈને કાઈ ખબર નહોતી પડતી અમને એ જ નહોતી ખબર કે અર્જુન રેડ્ડી કોણ છે અને અમને શુ કામ મારવા માંગે છે !"

"મેં જ્યારે છેલ્લી વાર ટેક્સીની બારીમાંથી એજન્ટ એ ને જોયો ત્યારે એ સળગતા ઘર અને ટેક્સી વચ્ચે પહાડની જેમ ઉભો હતો."

"તો તમે ફાર્મ હાઉસ ઉપર એટલા દિવસ વિજય સાથે રહ્યા તો કોઈ સવાલ જવાબ ...."

"ઘણા સવાલ કર્યા હતા પૃથ્વી.... પણ વિજય કે બીજા કોઈએ અમને એજન્ટ એ વિશે એક શબ્દ પણ કહ્યો નહોતો. ઘણી વાર એજન્ટ એ નો ફોન આવતો અમે સાંભળતા. અમને વિજયે બસ એટલું જ કહ્યું હતું કે એજન્ટ એ મારા ડેડીને સેફ કરી દેશે. વિઠ્ઠલદાસ અને રાજવીરે અર્જુન રેડ્ડીને સુપારી આપી હતી એટલે એના માણસો અમને મારવા આવ્યા હતા. અર્જુન રેડ્ડી અમને છોડશે નહિ એટલે અહીં દૂર અમને રાખ્યા છે."

"પણ એ બધું થયા પછી અર્જુન રેડ્ડીને શુ ખબર કે તમે જીવો છો ? પોલિશ રિપોર્ટમા તો તમે બધા ઘરમાં સળગી મર્યા હતા ને ?" પૃથ્વી જડ સુધી જાવા માંગતો હતો.

"એ બધી ખબર તમારા માટે હતી પૃથ્વી. પણ જ્યારે એજન્ટ એ હુમલાખોરોને માર્યા ત્યારે એમાંથી એક ભાગી નીકળ્યો હતો. અને એટલે જ અમને એ ફાર્મ હાઉસ ઉપર રાખવામાં આવ્યા હતા. અને અર્જુન રેડ્ડીને અમારી સાથે એ દિવસે પર્શનલ દુસમની બંધાઈ હતી કેમ કે એનો ભાઈ એજન્ટ એ ના હાથે એ દિવસે માર્યો ગયો હતો. એજન્ટ એ ને બે ત્રણ મહિના લાગશે વિઠ્ઠલદાસ, રાજવીર અને અર્જુન રેડ્ડીને સંભાળતા એવું વિજયે કહ્યું હતું પણ એજન્ટ એ વિશે ક્યારેય કોઈ વાત નહોતી કહી. વિજય અને એના માણસો અમને પરિવારની જેમ રાખતા હતા પણ વિજય અને એના માણસો.... " એટલું કહેતા જ વિજયની ગોળીઓથી છન્ની લાસ નજર સામે પડી હોય એમ આલિયા રડી પડી.

"તો એજન્ટ એ નો પીછો કરીને અર્જુન રેડ્ડીના માણસો એના કોઈ અજીજ ને કિડનેપ કરવા કેમ માંગતા હતા એ હવે સમજાયું " ક્યારનોય ચૂપ બેઠો મનું બોલ્યો અને બધા એની તરફ જોવા લાગ્યા.

"મતલબ ?" રુદ્રસિંહે પૂછ્યું.

"મતલબ કે અર્જુન રેડ્ડીના માણસો એજન્ટ એ ના કોઈ માણસ ને પકડી એજન્ટ એ ને મજબુર કરી ને એજન્ટ એ ને પોતાના અડ્ડા ઉપર નિહાથો એકલો બોલાવી એને ખતમ કરવા માંગતા હતા. અને એની પાસેથી મી. રચિત નો પરિવાર ક્યાં છે એ જાણવા માંગતા હતા. "

"તને કઈ રીતે ખબર કે એજન્ટ એ ને અર્જુન રેડ્ડીના માણસો પીછો કરતા હતા ?" મનુંને રુદ્રસિંહે પૂછ્યું.

બધા નવાઈથી મનું સામે જોઈ રહ્યા.

"ભસ્મનું તિલક, ભારે અવાજ, છ ફૂટ હાઈટ, મજબૂત શરીર, વાતે વાતે મુંછો ઉપર તાવ દેવાની ટેવ, લાલ સૂકી આંખો, આગથી રમવાની આદત અને અર્જુન રેડ્ડીના માણસો જેનો પીછો કરતા હોય એવો માણસ કોણ હોય ? તમે હજુ ન સમજ્યા ?" મનું એ નજર ઊંચી કરી રુદ્રસિંહ સામે જોયું એની આંખો માંથી સતત આંસુ વહેતા હતા.....

રુદ્રસિંહે મનુને નજીક ખેંચી લીધો " આદિત્ય..... " રુદ્રસિંહની આંખો પણ છલકાઈ ગઈ " કેટલું મોટું પ્લાનિંગ કર્યું તે આદિ તે જ બધા ખૂન કર્યા અને તે મને, મી. બક્ષીને અને ડી.એસ.પી.ને પણ કેસ માં ઘુમાવ્યા. હું ખરેખર તારો મેઈન હેલ્પર હતો અને મને ખબર જ નતી. અને છેલ્લે પોતાની જાત ને પણ શાહિદ કરી " રુદ્રસિહે રડતા મનુની આંખો લૂછતાં કહ્યું " મનું બહાદુર ની સહીદી ઉપર રડવાનું ન હોય એ આપણા વચ્ચે હમેશા જીવતો જ રહેશે એ હમેશા આપણને પ્રેરણા અને હિંમત આપશે."

"એજન્ટ એ હવે એજન્ટ એ જ રહેશે મી. રુદ્રસિંહ તમે ફિકર ન કરો અમારી વચ્ચે જ આ રહસ્ય રહેશે " મી. રાચીતે કહ્યું.

રુદ્રસિંહે આંખો લૂછતાં બધાની સામે આભાર કહેતી નજર કરી " ચાલ મનું "

"ક્યાં સર?"

"એજન્ટ એ ની એક ઈચ્છા હતી કે તું મોટો કાબીલ અફસર બને.." રુદ્રસિંહની આંખોમાં ન સમજાય એવી ચમક ન સમજાય એવા ભાવ હતા.

"જલ્દી ડ્યુટી ઉપર આવી જજે." કહી રુદ્રસિંહે પૃથ્વીના પગ ઉપર દંડો ઠપકાર્યો. વેદના થવા છતાં પૃથ્વી હસી પડ્યો. એણે પડ્યા પડ્યા હાથ ઊંચકી સેલ્યુટ કરી " યસ સર "

રુદ્રસિંહ મનુને ઊંચકીને બધાને હાથ હલાવતો નીકળી પડ્યો.

***

વર્ષો વીતતા ગયા આલિયા અને પ્રદીપ સુખી લગન જીવન જીવતા હતા. એમને બે બાળકો હતા. પ્રદીપ હવે મોટો કોન્ટ્રેક્ટર બની ગયો હતો નાનું ભાઈને હવે હોટેલની નિવૃત્તિ મળી હતી. પૃથ્વી પણ બઢતી થઈને હવે સબ ઇન્સ્પેકેર બની ને વડોદરામાં દારૂના અડ્ડા, ચોરી, લૂંટફાટ પાછળ રાત દિવસ ભાગતો હતો.

રુદ્રસિંહે મનુને એજન્ટ એ ની ઈચ્છા મુજબ જ પોલિશ શાળામાં ભણાવીને ઇન્સ્પેક્ટર બનાવી દીધો હતો. રુદ્રસિંહ એના મિત્રને ક્યારેય ભુલ્યો નહોતો એણે પોતાના દીકરાનું નામ પણ આદિત્ય જ રાખ્યું હતું.

***

આઠેક વર્ષ વીતી ગયા એ વાતને. એ દિવસે ઇન્સ્પેક્ટર મનું એની ચેમ્બરમાં ચા ની ચૂસકી લેતો છાપામાં આવતા લેખક આર્યન અગ્નિહોત્રીની 'ક્રાઈમ કોલમ' વાંચતો હતો.

"જબરું લખે છે યાર આર્યન મી.રચિત જેવો જ ધારદાર લેખક છે બાકી " એ મનોમન બબડ્યો. અને ત્યાં જ એના ઇન્ટરકોમ ની ઘંટડી રણકી......

"હલો."

સામેથી કોઈ અવાજ આવ્યો નહિ મનુએ ફોન મૂકી દીધો. પણ ફરી ઘંટડી રણકી

"હલો કોણ છે બદતમીજ " મનુ ભારે અવાજ માં બરાડયો.

"કન્ટ્રોલ... તમે મી. ચા વાળા બોલો છો ને ? ગુસ્સો અક્કલનો દુષમન હોય સાહેબ....." સામેના છેડાથી એક ભારે અવાજ આવ્યો અને પછી એ માણસ ખડખડાટ હસ્યો.....

મનું એ અવાજને સારી રીતે ઓળખતો હતો "સાહેબ નહિ સર કહેવાય અંગ્રેજીમાં સર કહેવાય " મનું ખડખડાટ હસવા લાગ્યો.’

ધ એન્ડ

ખેલ : અંતર આગ રીટર્ન્સ થોડાક દિવસોમાં આવશે

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

authorvicky.com