TE part 2 in Gujarati Love Stories by Monil Parmar books and stories PDF | TE part 2

Featured Books
Categories
Share

TE part 2

*

‘તે’ને પુસ્તકો વાંચવાનો ગજબનો શોખ હતો.પુસ્તક જોતા જ ‘તે’ ઉછળકૂદ કરવા લાગતી. મારી પાસે રહેલા ઘણા પુસ્તકો તેની પાસે વંચાઈને તૃપ્ત થઇ ગયા હતાં. ‘તે’ મને ઘણીવાર કહેતી કે એકાદ નોવેલ લખને અને હું કહેતો કે જરૂરથી લખીશ અને એ નવલકથા મારી જિંદગીની ખાસ રચનાઓમાની એજ હશે. સમયે પોતાનો ધર્મ નિભાવ્યો સંપૂર્ણ નિષ્ઠાથી. આજે જિંદગીની હકીકત શબ્દોના માધ્યમ થી વર્ણાઈ રહી છે.

મને તેની સાથે વિતાવેલી હર એક પળ પર નાઝ હતો, તેની સાથે નહી વિતાવેલી હર એક પળનો એતરાઝ હતો, ખબર નહિ કેમ પણ આ એક રાઝ હતો અને હું ન’તો ઈચ્છતો કે આ રાઝ ક્યારેય પણ સાઝ થાય.

| શું આ પ્રેમ હતો ? |

મારું મન તો આને પ્રેમનું નામ આપવા ક્યારેય રાજી ન હતું. આ પ્રેમ ન હતો, હતું પ્રેમથી વિશેષ કંઈક...

મને તો બસ ‘તે’નો સાથ સુકૂન બક્ષતો હતો અને આ સુકૂનને હું કદી વિસરવા માગતો ન હતો.

પરંતુ, જિંદગી પણ કવે કમાલ છે! તેના ક્યા વળાંક પર શું થશે તે કાઈ નક્કી નથી હોતું. બન્યું પણ એવું જ અનિર્ણિત અને અકલ્પ્ય.

છેલ્લો એક મહિનો બાકી હતો બોર્ડની પરીક્ષાને.

‘તે’ની સાથેની થોડીક પળોની મુલાકાતમાં દોઢ વર્ષ ક્યારે વીતી ગયું તેની ખબર જ ના રહી !

પણ હવે સમય હતો કંઈક કરી દેખાડવાનો માટે ટ્યુશન જવું હવે હિતાવહ ન હતું. કમને પણ ‘તે’ને મનના એક ખૂણામાં સંતાડીને હું મારા અભ્યાસમાં લાગી ગયો.

છેલ્લે હું ‘તે’ને અંગ્રેજીના પેપરના આગલા દિવસે ટયુશનમાં મળ્યો હતો. પરંતુ, તે મુલાકાત ખુબ દુઃખદાયક હતી.

ઘાવ તેના પગમાં વાગ્યો હતો અને પીડા મારા હૃદયને થતી હતી.’તે’નું સરખું ચાલી ન શકવું વારંવાર મારી આંખોને ખુચતુ હતું અને દિલ ની ધડકનોને સદંતર વધારતું હતું.

એ મુલાકાતમાં પણ મેં એની આંખોમાં એ જ રહસ્ય જોયું હતું અને આંખોએ પોતાનું કામ કરી દીધું.

*

આખરે પરીક્ષા મંગલમય રીતે પૂરી થઇ.

મને સપનેય ખ્યાલ ન હતો કે તે દિવસની મુલાકાત મારી ‘તે’ની સાથેની આખરી મુલાકાત હશે. મને અંદાજ પણ ન હતો કે મારે બોર્ડની પરીક્ષા પૂરી થયાના બીજા જ દિવસે મારે ફર્ધર સ્ટડીઝ માટે સુરત જવાનું થશે.

હું તેને અખરીવાર મળી પણ ન શક્યો.

મારી પાસે તેનો ફોન નં. પણ ન હતો. સાચું કહું તો ક્યારેય માગવાનો વિચાર જ આવ્યો કે પછી હિમ્મત જ ન થઇ કારણકે ભારતમાં આ બાબતમાં માત્ર થીયેરીના જ ક્લાસ ચાલે છે.

દિલ ગમ ખાઈ ગયું પણ દિલને પચ્યું નહી. જ્યારે ખાવાનું પચતું નથી ત્યારે ઉલટી થઇ જાય છે. તેની યાદોએ મને ડીપ્રેસન ના ઝરણામાં જકડી લીધો.

પરંતુ, કહેવાય છે કે અંત હંમેશા સુખદ જ હોય છે અને જો ન હોય તો તે અંત નથી.

મને નિરાશાના વાદળોમાંથી ઉગારતી આશાની કિરણ લઈને સંગીત મારી પાસે આવ્યું. નિરાશાના વાદળો સંપૂર્ણ દૂર તો ન થયા પણ ઝાંખા જરૂર પડી ગયા. પણ હું હજુ પણ આશા પર કાયમ હતો.

‘તે’ની રહસ્યમય આંખો હજુ પણ મને યાદ હતી.

| શું ‘તે’ પણ મને યાદ કરતી હશે? |

હું બહારથી હંમેશા મારા ચહેરા પર મુસ્કાન રાખતો પણ અંદરથી એટલો જ તડપતો હતો જેટલો ચંદ્ર સૂરજને મળવા માટે તડપે છે.

જીંદગીને તો દિલ થી માની હતી અને હવે જીવન વીતાવતા પણ શીખી ગયો હતો.

*

એકાદ મહિના બાદ ૧૨TH નું રીઝલ્ટ આવ્યું અને હું સારા માર્કસે ઉત્તીર્ણ થયો.

તે દિવસે સવારથી જ બધાના અભિનંદન માટેના ફોન ચાલુ જ હતા પણ મારું મન તો ક્યાંક અનંતમાં જ ભટકતું હતું. મને ‘તે’ની ખુબ જ યાદ આવતી હતી. આંખમાંથી આંસુ ટપકવા માટે આતુર હતા પણ શું કરું નહી રડવાની મેં મારા મનને કસમ આપી હતી.

અંતે, કંટાળીને મોબાઈલને સ્વીચ ઓફ કરવો જ પડ્યો.

સમગ્ર દિવસ નીરસતાથી પસાર થયો.

સાંજ થઇ.

મેં મોબાઈલ ઓન કર્યો.

કોઈ અજાણ્યા નંબરના ૧૦ મિસ્ડ કોલ હતા.

એટલામાં જ અચાનક તે જ અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો.

કહેવાય છે કે કોઈ વસ્તુને પૂરી નિષ્ઠાથી યાદ કરો તો આખી કાયનાત તેને મળાવવામાં લાગી જાય છે.

મેં મેસેજ ઓપન કર્યો.

તેમાં લખેલું હતું...

“Congratulations dear.

Feeling very very proud.

God bless u.

Miss u so much.

Yours lovingly,

‘b’

With the mysterious eyes…

હાં! તે ‘તે’ જ હતી.

અને જાણે વર્ષોથી પ્રખર તાપમાં ધગધગતાં સહારાના રણ સમુ મારુ હૃદય વર્ષાની એક બુંદ સમા મેસેજથી તૃપ્ત થયું અનહદ.

ઈન્તજાર સમાપ્ત થયો.

મનમાં હાશ! થઇ.

અને હૃદય ફરીથી ચેતનવંતુ થયું.

જિંદગીને એક નવી રાહ મળી..........................’તે’નું ફરી આગમન થયું !

*

| જિંદગી ફરી મળી તેના આવવાથી,

આંખ ખુલી ગઈ તેના અજવાળાથી,

સૂતો’તો સદીથી દુઃખની ચાદર ઓઢીને

ચંદ્ર પણ સૂરજને હવે આકાશમાં મળે. |

***************