Kayo Love - Part - 11 books and stories free download online pdf in Gujarati

કયો લવ - ૧૧

કયો લવ ?

ભાગ (૧૧)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાની છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

પ્યારમાં પડનારા પ્રેમી પંખીડાઓની લવ ઘટનામાં પ્યાર, ધોખા અને સેક્સ જેવી વાતો તો બનતી જ રહે છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવાં માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ : ૧૧

ભાગ (૧૧)

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી, તે કોઈની સાથે પણ વાત કરવા માંગતી ન હતી, બસ માસુમ આંખોમાં આંસુ લઈ, એક જ વિચારમાં પડી રહી હતી, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“કયો લવ? અરે કયો લવ...વવવવવવ...”

“ આય એમ પ્રેગનેન્ટ, કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી ”

---------------

( જો તમે, ‘કયો લવ? ભાગ : ૧ થી ૧૦ ’વાંચી શક્યા ન હોય તો વાંચી શકો છો. અહીં ટુંકમાં પણ, કહી દેવા માગું છું, ભાગ:(૧) થી ભાગ:(૧૦) સુધીમાં આપણે વાચ્યું કે, મુખ્યપાત્ર પ્રિયા, બિન્દાસ બ્યુટીફૂલ કોલેજ ગર્લ હોય છે, જેની બેસ્ટ ફ્રેન્ડ સોની, બંને એક જ બિલ્ડીંગમાં રહેતા હોય છે.

SYBCOM નાં ક્લાસમાં ભણાવનાર હેન્ડસમ સર “નીલ વોરા” પ્રત્યે પોતે કેવી રીતે આકર્ષાઈ હતી અને કેવા સંજોગોમાં ૧૦ મિનીટની, છ મહિના પહેલા મુલાકાત થઈ હતી.....અને ફરી છ મહિના બાદ નીલ વોરા પ્રિયાની જિંદગીમાં કેવી રીતે આવે છે....

પ્રિયા પોતાને ઓળખાવી શકે, અને નીલને પોતાની તરફ આકર્ષવા માટે જાત જાતનાં અખતરા કરે છે...એક દિવસ નીલ સર પ્રિયાને ઓળખી જાય છે, એવામાં કુલદીપ નામના છોકરાનું, પ્રિયાના ગ્રૂપમાં એન્ટ્રી થાય છે...ક્રિસમસ વેકેશન દરમિયાન પ્રિયા ફરી, નીલને એક મોલમાં શોપિંગ કરતો જોય છે, અને ત્યાં બંનેની ફરી મુલાકાત થાય છે.

ક્રિસમસ વેકેશન પત્યા બાદ, પ્રિયા, કુલદીપનો ઇરાદો શું હતો, પોતાનાં ગ્રૂપમાં શામિલ થવાનો એ જાણી જાય છે, અને પોતાનો પિત્તો ગુમાવતા એક જોરદારની થપ્પડ ખેંચી દે છે, આ જોઈ વિનીત ગુસ્સામાં આવી પ્રિયાના બાવડે પોતાનાં આંગળીના લાલ નિશાન પાડી નાંખે છે.

રવિવારના દિવસે પ્રિયા પોતાનાં ફેમિલી સાથે એક લગ્ન પ્રસંગમાં જાય છે, જેમાં રુદ્ર નામના છોકરા સાથે મુલાકાત થાય છે, પણ તે પણ તોછડી મુલાકાત, જેઓ બંને નથી જાણતા કે, એકમેકના પરિવારજન, બંનેને ભાવી જીવનસાથીમાં જોવા માંગે છે.

રૂદ્ર અને પ્રિયા બંને મળે તો છે…સૌમ્ય અને રિંકલ બંને મળી હોટેલની ડાબી બાજું સ્થિત, એક ગાર્ડનવાળી જગ્યે બંનેને છોડીને આવે છે, જ્યાં બંને બેસીને પીગળેલી આઈસ્ક્રીમનો સ્વાદ માંડે છે, પરંતુ પ્રિયા, એના પહેલા રુદ્રના એકપણ સવાલનો જવાબ આપતી નથી.

રુદ્ર, પ્રિયાનો મોબાઈલ નંબર માંગે છે. પ્રિયા રોજની જેમ કોલેજ જાય છે ત્યાં જ વિનીત માંફી માંગવા માટે મોકાની તલાશ કરતો રહેતો હોય છે, પ્રિયા વિનીતની વાત સાંભળવામાં રસ દાખવતી નથી, ત્યાંજ વિનીત પ્રિયાનો હાથ પકડી, કુલદીપ વિશેની સફાઈ આપે છે, ત્યાં જ રુદ્રનો કોલ આવે છે.

પ્રિયા શોર્ટ જીન્સ પહેરીને પહેલી મુલાકાત માટે રુદ્રને મળવા માટે જાય છે, તે દરમિયાન, પ્રિયા, રુદ્રને પ્રશ્ન પૂછે છે કે,“મારા પ્રમાણે, હું બધાની જ વાત નથી કરી રહી, અમુક લોકોની વાત, જે લગ્ન પહેલા તો બલુનની જેમ રહેતા હોય છે, અને લગ્ન બાદ હસબન્ડ, રબરબેન્ડની જેમ થઈ જતા હોય છે, લગ્ન પહેલા હોટ અને સેક્સી કહી વખાણોનાં ફૂલો ઉગાવી દેતા હોય છે, અને લગ્ન બાદ આ બધી જ બાબતો માટેની, કરમાયેલી મર્યાદાઓ બતાવતા હોય છે.”

રૂદ્રે અને પ્રિયાની મુલાકાતમાં, સારી એવી વાર્તાલાપ થાય છે, એ દરમિયાન રુદ્ર પ્રિયાને “આય લાઈક યું” કહી દે છે...કોલેજમાં પ્રિયા, વિનીત સાથે વાત નથી કરતી...શનિવારે જ વિનીતનો બર્થડે હોય છે અને તે જ દિવસે પ્રિયાએ રુદ્રને, કોલેજ રોડને ત્યાં, લાસ્ટ લેકચર પત્યાં બાદ, મળવા માટે બોલાવ્યો હતો.

પ્રિયા, વિનીતને બર્થડે વિશ નથી કરતી, તેથી વિનીતને ઘણું ખોટું લાગે છે...પ્રિયા, રુદ્રને મળવા માટે કોલેજ રોડને ત્યાં જઈ ઉભી રહે છે, ત્યાં તો વિનીત સ્પીડમાં પોતાનું બાઈક લઈ, પ્રિયાના ફરતે, બાઈકનાં ગોળ ચક્કર લગાવે છે, ત્યાં જ રુદ્રની કાર ઉભી રહે છે....રુદ્ર અને વિનીતની વચ્ચે ઝપાઝપી થાય છે, પ્રિયા આ જોઈ રુદ્ર સાથે મુલાકાત કરવા વગર પોતાનાં ઘરે ચાલી જાય છે, રુદ્ર ખૂબ નારાજ થઈ જાય છે, તે ઘરે આવી પ્રિયા અને પોતાની વચ્ચે પ્રઘાડ ચુંબન કરતું સપનું નિહાળે છે.......ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે, એના માટે ભાગ:૧ થી ભાગ:૧૦ જરૂર વાંચજો..)

હવે આગળ............

ચોકલેટનાં સ્વાદ સાથે હોઠોનાં મીઠાં રસને માણી રહ્યો હતો, બંને આવેશમાં આવી હોઠોનું પ્રગાઢ ચુંબન લઈ રહ્યાં હતાં. પ્રિયા પણ સામેથી સારો એવો પ્રતિસાદ આપી રહી હતી.......

ઓહ્હ...નો...મને આવા સમણાં નહી જોવા જોઈએ....રુદ્ર એક ઝાટકે જ જાણે પોતાનાં જોયેલા સમણાંને વેરવિખેર કરી દેતા કહી રહ્યો હતો...“ ના આવું હમણાં તો નહી જ.”

પછી થોડોક વિચાર કરતાં કહી દે છે, “ પ્રિયાને મને આવતીકાલે મળવું જ છે, હું ઘરે જઈશ પ્રિયાનાં...યા હું ઘરે જઈશ પ્રિયાના....”

રુદ્ર વિચાર કરતો, ગાઢ નિદ્રામાં, આંખ બંધ થતાં જ ઊંઘી જાય છે........

બીજી તરફ પ્રિયા રાતનાં દસ વાગ્યે, આજે બનેલી રુદ્ર અને વિનીતની ઝપાઝપીની ઘટના વિગતમાં સોનીને કહી રહી હતી.

“પણ પ્રિયા, આમાં રુદ્રની ગલતી શું હતી, એ કેટલા દૂરથી તને મળવા માટે આવ્યો હતો, થોડીક બેસીને વાત તો કરી લેવી હતી ને ?” સોનીએ તાણમાં પૂછ્યું.

“આય નો, રુદ્રની ગલતી નથી, પણ મારું મૂડ જરા પણ ન હતું ત્યારે, હું કેવી રીતે મારા સ્વભાવને કન્ટ્રોલ કરીને, રુદ્ર સાથે સારી એવી મીઠી મધૂરી વાતોની ચર્ચા કરવા જ હોટેલમાં જઈને બેસી જતે?” પ્રિયા પોતાનાં બાવડા ઉલાળીને એક સાથે બધું જ કહી દીધું.

“હા સમજી શકું તારી વાતને, પણ પ્રિયા, રુદ્રને કેટલું ખરાબ લાગ્યું હશે ને ?” સોનીએ સહેજ પૂછ્યું.

“ખરાબ તો લાગ્યું જ છે રુદ્રને, અને મને પણ સારું ન લાગ્યું, એમને નાં પાડીને !!” પ્રિયા થોડું નારાજ થતાં કહ્યું.

“હેય પ્રિયા, એક પૂછું તને, તને શું લાગે છે, રુદ્ર અને તારા લગ્ન થશે કે નહી ?” સોની પોતે કુતૂહલતાંથી પૂછવાં લાગી.

“મને સાચ્ચે જ કંઈ ખબર નથી પડતી, રુદ્ર સાથે થશે કે નહી મારાં લગ્ન?” પ્રિયા દ્વિધાભરી આંખોથી કહેવાં લાગી.

પ્રિયા, રુદ્ર તને લાઈક કરે છે, પણ તું પોતે, રુદ્ર માટે એવું કંઈ લાઈક જેવું ફિલ નથી કરી રહી.” સોનીએ પ્રશ્ન પૂછ્યો.

“તું છોડને યાર, મને એવી, હજું કોઈ ફીલિંગ નથી આવી રહી રુદ્ર માટે.” પ્રિયા વાતને જાણે સ્પષ્ટ કરવાં ન માંગતી હોય, તેવી રીતે કહી ગઈ.

“ઠીક છે, ચાલ હવે ચિલ્લ માર, હું તને આવતીકાલનો પ્રોગ્રામ વિષે કહું છું.” સોની મોટી આંખો દેખાડતી નખરા કરીને કહી રહી હતી.

“ચલ ચિલ્લ માર્યું, કોનસા પ્રોગ્રામ હૈ બેના, વો તો બતા ?” પ્રિયા પણ ઉછળીને પોતાનું મૂડ સારું કરતા કહી રહી હતી.

સોની ફિલ્મી અંદાજમાં જેવું આવડે તેવું કહેવાં લાગી, “ તો કાન ખોલ કે સુન લે, અપના વો ઈડલી અંકલ હૈ પતા હૈ, ઉનકી બિટિયા કા શાદી, કલ હોને વાલા હૈ, તો બોલ, ક્યાં બોલતી તું ?”

પ્રિયા જોર જોરથી પહેલા હસવાં લાગે છે.

પ્રિયા અને સોનીનું, બંનેનું એવું પહેલાથી જ રહેતું કે, બંને એકમેકનું મૂડ સારું કરવા માટે કંઈ પણ રીતનો, એકમેકને હસાવાં માટેનો પ્રયત્ન, પહેલા કરતાં.

પ્રિયા, પુરતું હસી લે છે, અને ત્યાર બાદ કહે છે, “ હા યાર, મોમે મને કીધું હતું કે, ડેડ અને બ્રો તો આ રવિવારે નહી રહેશે, અને મોમને તો કંઈને કંઈ માંદગી માટેના સૌ બહાના હોય એટલે કીધું હતું કે, બિલ્ડીંગનાં લોકો સાથે તું પણ જઈને આવજે.” પ્રિયા યાદ કરતાં બધું કહેવાં લાગી હતી.

“ચલ ફિર કલ નિકલ પડતે હૈ.....સાડી ?” સોની પ્રશ્ન પૂછતાં કહી રહી હતી.

ક્યાં યાર કુછ ભી, ક્યાં સાડી યાર ?? પ્રિયા કંટાળતા કહેવાં લાગી.

“ અરે મને પહેરવી છે ને, એટલે કહું છું, તું હવે નાં નહી પાડ હા.” સોની, પ્રિયાને મનાવતાં કહી રહી હતી.

“હા ઠીક છે, ઠીક છે, વધારે બટર નહી લગાવ હવે, આવતી કાલે સાડી....ડન..” પ્રિયાએ ડન કરતો હાથનો અંગૂઠો દેખાડ્યો.

સોની, ગુડ નાઈટ કરી, પોતાનાં ઘરે જતી રહે છે.......

બીજે તરફ વિનીતને પણ આજે ઊંઘ આવી રહી ન હતી, વિનીતે સાંજે સારી એવી બર્થડે પાર્ટી પોતાનાં ફ્રેન્ડ્સને આપી હતી. પરંતુ એ પણ સમગ્ર ઘટનાને વિસ્તૃતમાં વિચારી રહ્યો હતો કે, આજે બપોરથી એની સાથે કેવો બનાવ બન્યો હતો, એ પણ બર્થડેનાં દિવસે, પણ હવે હાશકારો હતો કે, પ્રિયાએ બર્થડે તો વિશ કર્યું.

વિનીત બીજું પણ વિચારી રહ્યો હતો કે, પ્રિયા અને સોનીને સોમવારે કોલેજમાં જ પાર્ટી આપી દેશે....

બીજા દિવસે, રવિવારના બપોરના બાર વાગ્યેની આસપાસ, પ્રિયા અને સોની સાડી પહેરીને, લગ્ન સમારંભમાં, તૈયાર થઈને નીકળી ગયા હતાં.

રૂદ્રે, આજે દ્રઢ નિર્ણય લઈ લીધેલો હતો કે, આજે પ્રિયાનાં ઘરે જશે. પણ સાથે એ પણ વિચારી રાખ્યું હતું કે, તે પ્રિયાને જણાવાનાં બદલે, પ્રિયાની મોમને કોલ કરીને જણાવશે કે, હું તેઓનાં ઘરે આવું છું.

રુદ્ર બપોરનાં અઢી વાગ્યાંની આસપાસ બોરીવલીનાં સ્ટેશને પહોંચે છે અને ત્યાંથી, વિરાર જવા માટેની લોકલ ટ્રેન પકડે છે.

તે ટ્રેનમાં જ બેસીને પ્રિયાની મોમને મોબાઈલ કરે છે.

“હેલ્લો, આંટી, રુદ્ર બોલું છું.” રૂદ્રે, પ્રિયાની મોમને કહ્યું.

હા રુદ્ર બેટા કેમ છો ? પ્રિયાની મોમે કહ્યું.

હા આંટી મજામાં, હું હમણાં, બોરીવલીમાં છું, વિરારમાં મારું કામ છે, તો હું તમારા ઘરે પણ મળતો જઈશ.” રૂદ્રે કહ્યું.

“ઠીક છે બેટા..આવીને મળી જજો, તમે આવશો ત્યાં સુધી, પ્રિયા પણ આવી જશે.” પ્રિયાની મોમે કીધું.

હેલ્લો...હેલ્લો, આંટી અવાજ નથી આવી રહ્યો, હું તમને પછી કોલ કરું છું.” રુદ્ર ઉંચા સ્વરમાં કહી રહ્યો હતો.

રુદ્ર ટ્રેનમાં હોવાથી મોબાઈલમાં સ્પષ્ટપણે અવાજ ન આવતાં તે ‘પ્રિયા પણ આવી જશે’, એ સાંભળી શકયો નહી.

રુદ્ર વિરાર સ્ટેશન પર ઉતરે છે, બપોરનો સમય હતો તેથી લોકોની ભીડભાડ કમી દેખાતી હતી. તે સીધો પ્રિયાનાં ઘરે પહોંચવા માટે ઓટો પકડે છે. પણ તેને ત્યાં જ યાદ આવે છે કે, પ્રિયા માટે તો ચોકલેટનું ગિફ્ટ લીધેલું જ છે, એમનાં મોમ માટે શું લઉં ?

રુદ્ર આમતેમ નજર ફેરવે છે, તેને કંઈ સમજાતું નથી, ત્યાં જ તેને થોડી આગળ જતાં, ગિફ્ટશોપ દેખાય છે, તે તરજ જ ત્યાંથી એક નાનકડી રાધાકૃષ્ણજીની મૂર્તિ ખરીદી કરે છે, અને ઓટો પકડી સીધો જ પ્રિયાની બિલ્ડીંગને ત્યાં પહોંચે છે.

પ્રિયાની ઘરે પહોંચતા જ ચાર વાગ્યાંની આસપાસ સમય પસાર થઈ ગયો હતો.

રુદ્ર, પ્રિયાને ઘરે પહેલી વાર આવ્યો હતો, રુદ્રની ધડકન તેજ થઈ રહી હતી, બીજું, તે પોતે એ વિચારતો હતો કે, પ્રિયા શું વિચારશે ? કે, ‘કેવો પાછળ જ પડી ગયો છે, જે ઘર સુધી પહોંચી ગયો.’

રુદ્ર, પ્રિયાનાં ઘરની બેલ વગાડે છે, ત્યાં જ પ્રિયાનાં મોમ દરવાજો ખોલે છે.

પ્રિયાની મોમે, સારો એવો આવકાર આપી રુદ્રને, સોફા પર બેસવા માટે કહી, રુદ્ર માટે પાણી, અને નાસ્તાનો બંદોબસ્ત કરવાં કિચન તરફ વળે છે.

રુદ્ર સોફા પર બેસતાં જ ડ્રોઈંગરૂમનું ઇન્ટેરિઅર જોઇને દંગ થઈ જાય છે, પ્રિયા કેટલી રિચ ઘરાનાની છે, એ દેખાઈ આવતું હતું. સોફાની સામેજ થોડા અંતરે ફ્લેટ ટીવી હતું. ટીવીનાં પાછળની દિવાલ પર નવાં જ પ્રકારની ટેક્ચર કરેલી ડિઝાઈન દેખાતી હતી, એ દિવાલને જ અડીને બીજી જમણી દિવાલ પર, એક પોસેટિવ વિચાર શૈલીવાળું એબ્સ્ટ્રેક્ટ આર્ટવાળું મોટું પેન્ટિંગ દેખાતું હતું. અને ઉપર સીલીંગ પર જોતા જ અદ્યતન પ્રકારનાં, કાચનાં બનાવટથી બનેલી, દેખાવે પાતળી લાગી રહી, એવી બે એકસાથે લટકાવેલી ઝુંમરો દેખાતી હતી, જે ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. ઘરની દીવાલો સફેદ રંગની હતી, જયારે પરદાઓ લાઈટ વાયોલેટ કલરના દેખાતાં હતાં. ઘરમાં પ્રવેશ થતાંની સાથે જ, ઘરનું વાતાવરણ શાંતિમય લાગી રહ્યું હતું.

પ્રિયાની મોમ, પાણી સાથે બીજો નાસ્તો અને જ્યુસ લાવ્યાં હતાં. તે રુદ્રને ખાવાપીવા માટે આગ્રહ કરે છે.

રુદ્ર પહેલા તો ઘરની, દિલથી વખણાઈ કરતાં કહી રહ્યો હતો, “આંટી ઘર તમારું ખૂબ જ સુંદર છે, સજાવટથી લઈને બધું જ.” રુદ્ર દિવાલ પર અને ઘરની સીલીંગ પર નજર કરતાં કહી રહ્યો હતો.

હા બેટા થેંક યું, પણ આ બધું જ પ્રિયા અને એના મોટા ભાઈ સૌમ્યનાં, ગમતાં પ્રમાણે કરેલું છે.

રુદ્ર આમ તેમ નજર, ફરી, ફેરવે છે, રુદ્રને ખબર પડી નાં રહી હતી કે, પ્રિયાને મળવાં માટે આવ્યો છું, તો પણ પ્રિયા કેમ નથી આવતી સામે ?

થોડીક આમતેમની વાતો કર્યા બાદ, રુદ્ર જ કહી દે છે, “ આંટી પ્રિયા......”

હા પ્રિયા, લગ્નમાં ગઈ છે, હમણાં આવતી જ હશે. થોડી રાહ જોજો, હમણાં આવી જશે.” પ્રિયાની મોમે તરત જ કહ્યું.

રુદ્ર પોતાને એકલો મહેસૂસ કરી રહ્યો હતો, તે વિચારમાં સરી પડ્યો હતો કે, “પ્રિયા ઘરે નથી, ક્યારે આવશે, મુલાકાત થશે કે નહી ?”

ત્યાં જ પ્રિયાની મોમ, પ્રિયાના મોબાઈલ નંબર પર કોલ કરી જોય છે, ત્યાં જ સામે છેડેથી નોટ રીચેબલ આવી રહ્યો હતો, પ્રિયાની મોમે સોની પર પણ કોલ કરી જોયો, તો તેનો પણ સામે છેડેથી, નોટ રીચેબલ કરીને સંભળાતું હતું.

પ્રિયાની મોમ જાણી ગઈ હતી કે, રુદ્ર પ્રિયાને મળવા આવ્યાં છે, પણ હવે પ્રિયાનો મોબાઈલ નંબર પણ લાગી રહ્યો ન હતો, પ્રિયાની રાહ જોવા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો.

રુદ્ર અને પ્રિયાની મોમે, ઘણી બધી વાતો તો કરી, પ્રિયાની રાહ જોતાં, પણ પ્રિયા હજું સુધી ઘરે પહોંચી ન હતી .

રુદ્રને હવે લાગી રહ્યું હતું અને સ્વગત જ કહેવાં લાગ્યો હતો કે,“ મને હવે નીકળવાં જોઈએ, એક કલાકથી તો રાહ જોઉં છું, ક્યાં છે પ્રિયા?”

બીજી તરફ પ્રિયા અને સોની પોતાનાં ઘરે જવા માટે ઓટો પકડે છે, અને બિલ્ડીંગનાં ગેટ સુધી પહોંચી જાય છે.

ત્યાં જ પ્રિયા અને સોની કુલદીપને, પોતાની બિલ્ડીંગનાં ગેટને, ત્યાં ઊભેલો જોય છે.

પ્રિયાની નજર ખૂબ જ સારી રીતે પરખી રહી હતી કે, “કુલદીપ મારું રૂપને નિહાળી રહ્યો છે, એ પણ ઘણી ગંદી નજરોથી....”

પ્રિયાથી તેને ધમકાવા વગર રહેવાતું નથી, તે તરત જ કુલદીપનાં નજદીક જાય છે, અને ગુસ્સેથી કહેવાં માંડે છે, “ એ બતમીઝ લડકા, તું યહા ક્યાં કર રહા હે બે ?

“સોની દેખા તુંને, યે લડકા કોલેજ મેં નહી દીખ રહા હૈ, પર મેરે આગે પીછે જરૂર દિખેગા, બોલ બે, તું ક્યું યહાં પર ખડા હૈ ??” પ્રિયા ગુસ્સેથી કહી રહી હતી.

“હેય પ્રિયા, આપ ગલત સોચ રહે હો, મેં યહાં, મેરા ફ્રેન્ડ કા વેઈટ કર રહા હું.” કુલદીપે સ્વસ્થ સ્વરે કહ્યું.

પ્રિયા જાણતી હતી કે, કુલદીપ તદ્દન ખોટું બોલી રહ્યો છે.

પ્રિયા જડબાને સખ્ત કરતા કહી રહી હતી, “મુજે પતા હૈ તું યહાં પર, કીસી ફ્રેન્ડ કે લિયે ખડા નહી હૈ, ચલ અબ, બિલ્ડીંગ સે દૂર ખડા રહે, યે અપુન કા એરિયા હૈ, જ્યાદા ભાઈગીરી યહાં પર મત દિખાનાં, સમજે ક્યાં, પિટેગા તું, બહોત બૂરી તરહ સે, અબ ફૂટ લે યહાં સે, અચ્છે છે.”

પ્રિયા સાથે રોજની જ મુસીબતો રહેતી જ હતી, પણ કુલદીપ નામની, એક મહામુસીબત આવી પડી હતી, જે પ્રિયાનાં જિંદગીમાંથી જવાનું નામ જ નાં લઈ રહી હતી.

સોનીએ પણ, આજે ગુસ્સાથી, પણ સારી રીતે સમજાવતાં કહી નાખ્યું, “ દેખ કુલદીપ, તું આવારાગીરી મત દીખા, ઔર પ્રિયાકા પીછા કરનાં છોડ દે, નહીં તો સચ મેં પિટેગા તું.”

કુલદીપ હજું પણ એવો જ નિસ્તેજ થઈ ચૂપચાપ ત્યાં જ ઊભો હતો, જાણે પ્રિયા અને સોનીની વાતોની અસર એના પર થતી જ નાં હતી.

બીજી તરફ રુદ્ર, હવે જવાં માટે ઊભો થાય છે, અને પ્રિયા માટેનું ગિફ્ટ અને પ્રિયાની મોમને આપવાં માટેનું ગિફ્ટ આપતાં કહે છે, “ આંટી તમારી સાથે મળીને ઘણું સારું લાગ્યું, પ્રિયા આવે ત્યારે મારી યાદ અપાવજો.”

(ક્રમશ: ...)