Oh My God-2 Part2 books and stories free download online pdf in Gujarati

Oh My God-2 Part2

Oh MY GOD 2

Part-02

GOD V/S Dark Politics

A story by

Parth J. Ghelani

j. ghelani

Dedicated to

My parents and my famil

Disclaimer

ALL CHARECTERS AND EVENT DEPICTED IN THIS STORY IS FICTITIOUS.

ANY SIMILARITY ANY PERSON LIVING OR DEAD IS MEARLY COINCIDENCE.

આ વાર્તા અને તેના દરેક પાત્ર કાલ્પનિક છે,તથા કોઈ પણ જીવિત અથવા મૃત વ્યક્તિ સાથે તેઓનો કોઈ સંબંધ નથી.અને અમારો મુખ્ય ઉદેશ્ય દર્શકો ને મનોરંજન પૂરું પાડવાનો છે.

આગળ જોયું,

બ્રહ્માજી મીટીંગ કરે છે અને તેમાં તે બરબાદ થતી પૃથ્વી ને જોઇને બધાને કહે છે અને ત્યારબાદ તેના નિરાકરણ માટે કૃષ્ણ ને પૃથ્વી પર મોકલે છે જેમાં કૃષ્ણે માણસો ને માણસો ના જ બનાવેલા કાયદા કાનુન મુજબ સમજાવવા માટે માણસ પર કેસ કરવા માટે કાનજીભાઈ ના પુત્ર અર્જુન પાસે નોટીસ મોકલાવે છે,

હવે આગળ,

મારી સમંતિ મળતા ની સાથે જ કાનજીભાઈ અર્જુન તરફ જોઇને બોલ્યા,આ મારો દોસ્ત તો છે જ પણ સાથે સાથે તે આ દુનિયા નું સર્જન કરનાર સ્વયં કૃષ્ણ ભગવાન છે.

શું??અર્જુન ને કંઇક પોતાના કાન ને વિશ્વાસ ના હોય એ રીતે બોલ્યો.

હાં,આ કોઈ સામાન્ય માણસ નથી આ ભગવાન છે.કાનજી ભાઈ એ ફરી કીધું એટલે અર્જુને મારા તરફ જોયું અને મને આંખો થી જ પૂછ્યું એટલે મેં તેને મારું અસલી રૂપ બતાવ્યું.આ જોઇને અર્જુન તો બે ઘડી સ્તબ્ધ જ થઇ ગયો અને થોડી વાર પછી મને પૂછ્યું,

તમે તો આ લોકો ને એકજ સેકન્ડ માં હરાવી શકો એમ છો તો પછી આ કેસ કરવાની શું જરૂર છે??

કારણ કે હું આ લોકો ને તેના જ બનાવેલ કાયદા અને કાનુન ના નીયમો થી હરાવવા માંગું છુ.મેં અર્જુન ને જવાબ આપ્યો અને સાથે સાથે પૂછ્યું,

કાલ ના કેસ માટે તું તૈયાર છે ને?

હાં હમણાં સુધી થોડો ડર હતો પરંતુ હવે તો તમે મારી સાથે જ છો એટલે હવે મને કોઈ પણ પ્રકાર નો ડર નથી.અર્જુન બોલ્યો

સારું,તો હવે તું જલ્દી થી સુઈ જા.કાનજી ભાઈ એ કીધું

ઓકેય,ગુડ નાઈટ.અર્જુન બોલ્યો અને ટેરેસ પર થી નીચે પોતાના રૂમ માં જઈને સુઈ ગયો.

***

બીજે દિવસે સવારે હું ,કાનજીભાઈ અને અર્જુન પોતાના વકીલ ના યુનિફોર્મ માં અદાલત પર પહોંચ્યા અને જોયું તો અદાલત ની બહાર મીડિયા વાળા ઓ ની લાઈનો લાગી ગઈ હતી અને અર્જુન ને સવાલો પૂછવા લાગી કે તમે શા માટે આપણા દેશ ના નેતાઓ પર કેસ કર્યા??અને અર્જુન જવાબ માં બોલ્યો,

No Comments,જે કંઇ પણ હશે તે અદાલત માં ખબર પડી જશે એટલું કહીને નીકળી ગયો અને અદાલત્ત માં અંદર ચાલ્યો ગયો.

હું અને કાનજીભાઈ હજુ બહાર જ ઉભા હતા અને થોડી વાર માં તો અદાલત ની બહાર પોલીસ ની કેટલીક જીપો એક જ લાઈન માં આવી અને તેની પાછળ એક મોટી સ્કોર્પિયો આવી જેમાંથી અંબિકા બહેન અને અમિત તથા તેની પાછળ ની બીજી સ્કોર્પિયો માંથી બીજા નેતાઓ ઉતર્યા આ જોઇને બધા જ મીડિયા વાળા અંબિકા બહેન તરફ ગયા અને તેને પૂછવા લાગ્યા,

પરંતુ તેઓ કંઇજ બોલ્યા નહિ અને તેઓ સીધા જ અદાલત ની અંદર ચાલ્યા ગયા અને તેની પાછળ અમિત અને બીજા નેતાઓ પણ ગયા.

કેસ શરુ થવા ના થોડા સમય પહેલા જ અમે બધા જ અદાલત માં જઈને ગોઠવાઈ ગયા અને બેસી ગયા થોડી વાર માં જજ સાહેબ આવ્યા એટલે કોર્ટ મા હાજર એવા બધા એ જ ઉભા થઈને તેનું સ્વાગત કર્યું અને પછી બેસી ગયા.

થોડી વાર રહીને જજ સાહેબ બોલ્યા,

કેસ ની કાર્યવાહી શરુ કરો.આટલું સાંભળતા ની સાથે જ અંબિકા બહેન નો વકીલ કરણ ઉભો થયો અને બોલ્યો,

માનનીય જજ સાહેબ તમને તો ખબર જ હશે કે અંબિકા બહેન એ કોણ છે??પરંતુ આપણા આ નવા બનેલા વકીલ સાહેબ ને કદાચ ખબર નથી એટલે જ તો તેણે આ રેપ્યુટેડેડ નેતા પર ચોરી ના આરોપ સાથે કેસ કર્યો છે.

આરોપ નથી મી.કરણ આ આરોપ નથી.તેણે ચોરી કરી છે એટલે જ તેમના પર કેસ કરવામાં આવ્યો છે.અર્જુન બોલ્યો

પરંતુ મારું તો એવું માનવું છે કે તેઓ તો આપણા રાજ્ય ના લીડર છે તો તેઓ શા માટે ચોરી કરે??કરણ બોલ્યો

ચોરી કરી છે એટલે કરી છે.અરે આ દુનિયા માં નેતાઓ જેટલી ચોરી ઓ કોઈ જ નથી કરતા.અર્જુન બોલ્યો

ચાલો આપણે માની લઈએ કે તેઓ એ ચોરી કરી છે,પરંતુ શાની ચોરી કરી છે??કરણ બોલ્યો

તેઓ એ મારા ક્લાયન્ટ ની પ્રોપર્ટી નો ઉપયોગ નહિ પરંતુ દુરઉપયોગ કર્યો છે અને તેનું ભાડું પણ નથી ચુકવ્યું.અર્જુન બોલ્યો

કોણે ભાડું નથી ચુકવ્યું?? અને કોણ છે તમારા ક્લાયન્ટ??કરણ બોલ્યો

મારા ક્લાયન્ટ શ્રી કૃષ્ણ વાસુદેવ યાદવ છે,જે જેને આપણે લોકો ભગવાન તરીકે ઓળખીએ છીએ.અર્જુન બોલ્યો

અરે,તમારો પ્રોબ્લેમ શું છે??અર્જુન ભાઈ.આજથી પાંચ વર્ષ પહેલા તમારા પપ્પા એ ભગવાન પર કેસ કર્યો હતો અને આજે તમે તેના તરફ થી કેસ લડી રહ્યા છો,અને મને એક વાત જણાવો કે તમારા આ ક્લાયન્ટ ની કઈ પ્રોપર્ટી નો દુર ઉપયોગ કર્યો છે આપણા અંબિકા બહેને??કરણ બોલ્યો

તેઓ એ મારા ક્લાયન્ટ ની પ્રોપર્ટી એટલે કે પૃથ્વી નો દુરુપયોગ કર્યો છે તથા ભાડું પણ નથી ચુકવ્યું.અને હાં એક બીજી વાત કે મારા ક્લાયન્ટ ને ભાડા માં કોઈ પૈસા કે રૂપિયા ની જરૂર નથી.અર્જુન બોલ્યો

તો શું જોઈએ છે તમારા ક્લાયન્ટ ને??કરણ બોલ્યો.

મી.કરણ તમારી પાસે કાર તો હશે જ??અર્જુન ને કરણ ને પૂછ્યું

હાં ,છે ને.કરણ બોલ્યો

કઈ કાર છે??અર્જુને ફરી પૂછ્યું

હોન્ડા સીટી.કરણ બોલ્યો

હવે માનો કે હું તે કાર તમારી પાસે થી તે એક દિવસ માટે લઇ જાવ છુ અનેતમને જ્યારે રીટર્ન કરું ત્યારે હોન્ડાસીટી ને બદલે વેગેનાર આપું તો ચાલે???અર્જુને કરણ ને પૂછ્યું

ના,ચાલે.કરણ બોલ્યો

આ બધું સાંભળીને જજ સાહેબ બોલ્યા અહીં આપણે અદાલત માં છીએ કોઈ કાર એક્સ્પો માં નથી તો કેસ ને રીલેટેડ જ વાત કરો.

જી જજ સાહેબ.અર્જુન બોલ્યો અને અર્જુને કરણ ને પૂછ્યું

કેમ??

મને મારી જે કાર હતી તે જ જોઈએ.કરણ બોલ્યો

નોટ કરજો જજ સાહેબ કરણ ની વાતો.અર્જુન જજ સાહેબ તરફ જોઇને બોલ્યો

એટલે મી.અર્જુન તમે શું સાબિત કરવા માંગો છો??કરણ બોલ્યો

એ જ કે તમને જેમ તમારી જ કાર જોઈએ છે એમ જ ભગવાન ને પણ તેમની પૃથ્વી જેવી આપી હતી તેવી જ જોઈએ છે.અર્જુન બોલ્યો

પરંતુ તમે કેવી રીતે કહી શકો કે પૃથ્વી મારા ક્લાયન્ટ જ ખરાબ કરે છે??શું આપણે લોકો નથી કરતા??કરણ બોલ્યો

બધા જ રાજ્યો માં તે રાજ્યો ના લીડરો દ્વારા જ આ કામ સૌથી વધારે થાય છે અને આપણે ત્યાં આપણા આ નેતા ઓ ને લીધે.અર્જુન બોલ્યો

હાં,પરંતુ કેવી રીતે??કરણ બોલ્યો

હમણાં જ તે આ અંબિકા બહેન અને અમિતે કોઈ વિદેશ ના લોકો સાથે નવી ફેક્ટરી બનાવવા માટે જમીન આપી છે અને એ પણ ગીર ના જંગલ ની.અર્જુન બોલ્યો

પરંતુ ત્યાં તો જંગલ છે ને.કરણ બોલ્યો

હાં,પરંતુ તે ઓ આ જંગલ ને કાપી ને તે જમીન વિદેશ ના લોકો ને વેચવાના છે.અર્જુન બોલ્યો

તમારી પાસે શું સાબિતી છે??કરણ બોલ્યો

જજ સાહેબ હું મી.થોમસ ને બોલાવવા માગું છુ.અર્જુન બોલ્યો

ઇઝાઝ્ત હૈ.જજ સાહેબ બોલ્યા

મી.થોમસ આવ્યા અને તેની પાસે ભગવત ગીતા પર હાથ રાખીને કસમ ખવરાવવા માં આવી અને ત્યારબાદ અર્જુને તેને પૂછ્યું,

તો મી.થોમસ અમે લોકો એ જાણવા આતુર છીએ એ તમારી અને અમારા અંબિકા બહેન વચ્ચે હમણાં જે મીટીંગ થઇ હતી તે શેના માટે થઇ હતી??

જી અમે લોકો અમારી નવી ફેક્ટરી બનાવવા માંગીએ છીએ અને તેના માટે અમારેં ખુબજ વધારે જમીન ની જરૂર હતી એટલા માટે અમે ગીર ના જંગલ જમીન ખરીદવા માટે મીટીંગ થઇ હતી.મી.થોમસ બોલ્યા

તમારો આભાર મી.થોમસ તમે જઈ શકો છો.અર્જુને મી.થોમસ ને કહ્યું

તો સાંભળ્યું તમે જજ સાહેબ આ લોકો એ ફેક્ટરી માટે ઝમીન વેચી દીધી અને ત્યાં જંગલ છે તેને પણ તેઓ કાપશે એટલે અહિયાં ફેક્ટરી બનશે તો તેની આજુબાજુ માં રહેતા લોકો ને નુકશાન થશે અને બસ ચારે બાજુ વાતાવરણ પ્રદુષિત થઇ જશે અને આ પૃથ્વી પર વાતાવરણ ની ચાલી રહેલી સાઇકલ ખોરવાઈ જાય છે તેના કારણે શિયાળા માં જરૂર કરતા વધારે ઠંડી,ઉનાળા માં જરૂર કરતા વધારે ગરમી અને ચોમાસા માં સમયસર વરસાદ જ નથી આવતો અને આવે ત્યારે જરૂર કરતા વધારે જેનાથી ખેડૂતો ના પાક નાશ થઇ જાય છે અને તેઓ આત્મહત્યા કરવા માટે પ્રેરાય છે. અર્જુન બોલ્યો

તો તેમાં અમે શું કરીએ અમે લોકો તો લોકો ની ભલાઈ કરવા માટે આ બધું કરીએ છીએ.અંબિકા બહેન બોલ્યા

લોકો ની ભલાઈ માટે નહી પરંતુ તમારા ભલા માટે કરો છો.અર્જુન બોલ્યો

તેમાં અમને શું મળે,અરે ફેક્ટરી બને તો ત્યાં ના લોકો ને કામ મળશે.તેઓ બેરોઝ્ગર નહિ રહે.અંબિકા બહેન બોલ્યા

તમને તો માંગો એટલા પૈસા મળે તે વિદેશી કંપની તરફ થી.અર્જુન બોલ્યો

તો હવે તમારા ક્લાયન્ટ શું ઇચ્ચે છે?કરણ બોલ્યો

મારા ક્લાયન્ટ ઇચ્ચે છે કે આ લોકો પૃથ્વી ને બેલેન્સ કરે એટલે તેમણે જેવી પૃથ્વી માણસો ને આપેલી તેવી કરી દે.અર્જુન બોલ્યો

કેસ નો અંતિમ ફેસલો આગળ ની સુનવાઈ માં કરવામાં આવશે.જજ સાહેબ બોલ્યા

અદાલત માં આજ ની સુનવાઈ પૂરી થતા બધા જ બહાર આવ્યા પરંતુ મીડિયા વાળા ઓ હજુ પણ બહાર જ હતા અને તરત જ અંબિકા બહેન તરફ માઈક્રોફોન લઇ જઈને પૂછવા લાગ્યા,

મેમ તમે કશું કહેવા ઇચ્ચો છો??તમારા પર આટલો મોટો આરોપ મુકવામાં આવ્યો છે શું તે સાચો છે??

મીડિયા વાળા ઓ ના સવાલો સાંભળીને અંબિકા બહેન બોલ્યા,

આ બધું જ ખોટું છે,માત્ર ને માત્ર વકીલ સાહેબ પોતાની પબ્લીસીટી માટે આ કાવતરું ઘડ્યું છે.

હાં આ બિલકુલ સાચી વાત છે આ એક પબ્લીસીટી સ્ટંટ છે અને અમે લોકો પણ જોઈએ છીએ કે જો અમે પૃથ્વી ને બેલેન્સ નહિ કરીએ તો શું કરી શકશે આ ભગવાન.અમિતે મીડિયા વાળાઓ ને જવાબ આપ્યો અને તે અંબિકા બહેન ની સાથે ત્યાંથી નીકળી ગયો.

તો તમે જોઈ શકો છો કે આપણા દેશ ના લીડરો એવા અમિતભાઈ અને અંબિકા બહેન આપણા ભગવાન ને ખુલ્લેઆમ ચેલેન્જ આપી રહ્યા છે.હવે ,આ ચેલેન્જ નું કેવું પરિણામ આવે છે તે જાણવા માટે જોતા રહો સ્ટાર ન્યુજ કેમેરામેન પ્રદીપ કે સાથ.

***

હેય પ્રભુ આ લોકો એ તો ખુલ્લી ચેલેન્જ આપી છે હવેં શું કરીશું??અર્જુન મારા તરફ જોઇને બોલ્યો

હવે જે કઈ પણ કરીશ એ હું કરીશ તું બસ જોતો રહે હવે.મેં ગુસ્સ્સે થઈને અર્જુન ને જવાબ આપ્યો

પરંતુ હવે તમે શું કરવા ઇચ્ચો છો??અર્જુન બોલ્યો

હવે હું આ પૃથ્વી નો વિનાશ કરી દઈશ અને તેના પર રહેવા વાળા તમામ લોકો નો પણ વિનાશ કરી દઈશ.હું બોલ્યો

પરંતુ તમે તો અહીં પૃથ્વી ને બચાવવા માટે આવ્યા છો તેનું શું??અને આ વિનાશ માં બીજા માસુમ લોકો પણ મરી જશે તેનું શું??અર્જુને મને પૂછ્યું

તમારા જેવા સારા લોકો ને કારણે જ મેં ઘણીય વાર પૃથ્વી નો નાશ કરવાને બદલે તમને લોકો ને વોર્નિંગ આપી પરંતુ તમે લોકો જેવા છો એવાજ રહ્યા.મેં અર્જુન ને કીધું

પહેલા કયારે તમે વોર્નિંગ આપેલી??અર્જુને મને પૂછ્યું

તને યાદ હોય તો ૨૦૧૨ માં દુનિયા નો નાશ થઇ જશે એવી અફવા આવેલી તે,નીલોફર નું વાવાજોડું,ઉતરાખંડ,જમ્મુ કશ્મીર,જાપાન વગેરે વગેરે..આ બધું જ મેં કર્યું હતું તમને લોકો ને ડેમો બતાવ્યા હતા પરંતુ તમે લોકો ના સમજ્યા અને બસ ભગવાન બનવાના ચકકર માં પૃથ્વી નો બેફામ દુર ઉપયોગ કરીને સામે ચાલીને વિનાશ ને આમંત્રણ આપ્યું છે.મેં અર્જુન ને કીધું

પરંતુ તેમાં અમુક સારા લોકો છે તેનું શું??અર્જુને મને પૂછ્યું

આ પૃથ્વી ને નાશ કરવામાં બધાજ લોકો નો બરાબર નો હાથ છે એટલે આ વખતે તો ફાયનાલી નાશ કરી જ દેવો છે.મેં અર્જુન ને કીધું

કેવી રીતે??અર્જુને મને સવાલ કર્યો

અરે આ લોકો એક વૃક્ષ કાપે તો તમે સામે બીજા બે નવા વૃક્ષ રોપો.પરંતુ નહિ કોઈ ને કઈ જ કરવું નાથી અને કહ્યા કરવું છે ગરમી વધારે છે,ઠંડી વધારે છે,વરસાદ આવતો નથી.પરંતુ હવે ફાયનાલી આ વખતે દુનિયા નો નાશ કરીને જ રહીશ.મેં અર્જુન ને કહ્યું

***

બીજે દિવસે હું,અર્જુન અને કાનજીભાઈ ટીવી જોઈ રહ્યા હતા તો તેમાં સમાચાર આવ્યા કે આ દેશ માં તથા વિદેશ માં જેટલા પણ પોલીટીક્સ ની સાથે જોડાયેલા લોકો છે તે બધાની ઘર સહીત ની જેટલી પણ પ્રોપર્ટી છે તે બધા નો જ ભયંકર ભૂકંપ માં નાશ થઇ ગયો છે.આ ન્યુજ જોતા ની સાથે જ અર્જુને અને કાનજીભાઈ એ મારી તરફ જોયું.

તો તમને શું લાગે છે કે આ ભગવાન ને આપેલી ખુલ્લી ચુનોતી ને કારણે માત્ર આ પોલીટીક્સ વાળાઓ ના જ ની પ્રોપર્ટી નાશ પામી હશે.ટીવી માંથી ટીવી રિપોર્ટર બોલી

(અર્જુન ની મનોગત)

ધીરે ધીરે હવે ભૂકંપ નું જોર વધવા લાગ્યું,નદીઓ અને દરિયો માં પાણીઓ વધવા લાગ્યુ અને સાંજ સુધી માં તો ચારે બાજુ બસ ભાંગી ને ભુક્કા થઇ ગયેલી બિલ્ડીંગો,તથા તેની ઉપર આગ ના ગોળાઓ જે પણ ચેનલ કરો બસ આ એક જ સમાચાર આવી રહ્યા હતા પરંતુ અહીં અમારા રાજ્ય માં માત્ર ને માત્ર પેલા અંબિકા બહેન અને અમિતભાઈ તથા બીજા પોલીટીક્સ ના લોકો ની પ્રોપર્ટી જ નાશ પામી હતી અને આવતી કાલે કોર્ટ માં પણ જવાનું હતું અને મને ખબર હતી કે આ બધું શા માટે થઇ રહ્યું છે એટલે મેં કૃષ્ણ ને મનાવવા માટે વાત કરી,

બસ કરો હવે ભગવાન જો હજુ પણ આ બધું ચાલુ રહેશે તો આ દુનિયા માં રહેલા સારા માણસો પણ મારી જશે.મેં કૃષ્ણ ભગવાન ને કીધુ

જો અર્જુન આ બધું હવે ચાલુ થઇ ગયું છે અને તેને હું ના અટકાવી શકું અને અટકાવવા ની એક જ શરત છે જો પેલા પોલીટીક્સ વાળા આ પૃથ્વી ને બેલેન્સ કરવાની વાત માને.કૃષ્ણ એ મને કીધું

તે લોકો ને હું મનાવીશ.મેં કૃષ્ણ ને કીધું

***

(આગળ ના દિવસે અદાલત માં)

કેસ કી કાર્યવાહી શરુ કરી જાયે.કોર્ટ માં જજ સાહેબ આવીને તરત જ બોલ્યા

જજ સાહેબ મારી તમને એક વિનંતી છે કે હવે જલ્દી ને જલ્દી આ કેસ નો ફેંસલો સંભળાવવા માં આવે કારણ કે મારા ક્લાયન્ટ ને બહાર ચાલી રહેલા આ ભયંકર તુફાન માં ફસાયેલા લોકો ને બચાવવા માટે જવાનું છે.કરણ બોલ્યો

સીધું સીધું કહો ને કે તે લોકો ભાગવા માંગે છે.પરંતુ તે ગમે ત્યાં જશે તેની સાથે આજ થશે કારણ કે આ બધું થયું જ છે તેના કારણે.મેં કરણ ને કીધું.

કેમ તેના કારણે??કરણ બોલ્યો

તે દિવસે જો સીધી રીતે આ અંબિકા બહેન અને અમિત ભગવાન ને ચેલેન્જ આપવાને બદલે તેની વાત માની લીધી હોત તો આજે આ દિવસ જોવા નો સમય જ ના આવ્યો હોત.અને આ હવે માત્ર કેસ કોર્ટ નથી રહ્યો પરંતુ આ હવે બની ગયું છે Wor between GOD and Politics .મેં કરણ ને કીધું

તો હવે તેનું સોલ્યુશન શું છે??કરણ બોલ્યો

જો અંબિકા બહેન અને અમિતભાઈ આ પૃથ્વી ને બેલેન્સ કરવાની વાત માની લે તો આ બધું જ અટકી શકે છે.મેં કરણ ને કીધું

તમે લોકો કૃષ્ણ વાસુદેવ ની વાત માનો અને તેની માફી માંગો.જજ સાહેબે તેનો ફેંસલો સંભળાવી દીધો

અમે લોકો આ બધું અટકાવવા માટે ગમે તે કરવા માટે તૈયાર છીએ.બોલાવો તમારા ક્લાયન્ટ ને અહીં અદાલાત માં.અંબિકા બહેન બોલ્યા.

થોડા જ સમય માં કૃષ્ણ ત્યાં આવે છે..

તો તમે લોકો મારી વાત માનવા માટે તૈયાર છો??કૃષ્ણ એ પૂછ્યું

હાં અમે આ પૃથ્વી ને બેલેન્સ કરીશું અને હવે આગળ થી ક્યારેય પણ કોઈ પણ સંજોગો માં કોઈ પૃથ્વી ને નુકશાન થાય તેવું કઈ પણ નહિ કરીએ.તે બંને એક સાથે બોલ્યા

ઓકે.પરંતુ એક વાર વિનાશ શરુ થઇ ગયા પછી તેને અટકાવવો શક્ય નથી.કૃષ્ણ ભગવાન બોલ્યા

પરંતુ તમે તો ભગવાન છો તો પછી કેમ આ શક્ય નથી.કરણ બોલ્યો

જો આ વિનાશ અટકાવવો હોય તો મારે આના બદલા માં કોઈ બીજી વસ્તુ નો નાશ કરવો પડે તો જ આ અટકાવી શકાય.કૃષ્ણ બોલ્યા

હવે આના બદલામાં શું નાશ કરીશું??.મેં કૃષ્ણ તરફ જોઇને કહ્યું

હું આ વિનાશ અટકાવવા ના બદલામાં માનવસર્જિત તમામ વસ્તુ ઓ નો વિનાશ કરીશ.કૃષ્ણ બોલ્યા

એટલે?જજ સાહેબ બોલ્યા

એટલે કે તેવી તમામ વસ્તુ કે જેનું નિર્માણ મેં નથી કર્યું પરંતુ તમે લોકો એ તમારા ફાયદા માટે કર્યું છે જેમ કે મોબાઈલ,વાહનો,શીપ,પ્લેન,તમામ ફેક્ટરી ઓ વગેરે...વગેરે..કૃષ્ણ ભગવાન બોલ્યા..અને અચાનક જ ગાયબ થઇ ગયા.

***

શું મિત્રો તમે આવી દુનિયા માં રહી શકશો?જો તમારો જવાબ ના હોય તો આજ થી જ આપણી આ પૃથ્વી ને બેલેન્સ કરવાનું ચાલુ કરીદો.

THE END