Ek Ajani Mitrata - 1 books and stories free download online pdf in Gujarati

એક અજાણી મિત્રતા- ૧

એક રાત અજાણી છોકરી સાથે ભાગ - ૧

તારકના હજુ નવા નવા લગ્ન થયા હતા, એવું કહી શકાય કે પીઠીનો રંગ પણ હજુ ઉતર્યો નહોતો. કસક તેને વડોદરા રેલ્વે સ્ટેશન પર તેની મમ્મી સાથે મુકવા આવી હતી, કસકના ચહેરા પર વિષાદ ડોકાતો હતો. તેની અણીયાળી આંખો તારકના ચહેરા પરથી ખસતી જ નહોતી.

તમે ટુર પર ન જાવ તો ન ચાલે? કસકે તારક જાણે ભારત ભૂમી માટે લડવા કોઈ વીર

સિપાહીની જેમ જઈ રહ્યો હોય અને કાં તો શહીદ થઇ જવાનો હોય અથવા છ મહિના

પછી ઘેર આવવાનો હોય તો જેવી વેદના થાય એવા દયામણા મોંએ સવાલ કર્યો.

ગાંડી............તારકે કસકનો કોમળ હાથ પોતાના હાથમાં લીધો.

અમારી કંપનીમાં ટુર તો રહેવાની જ, એ તો મારો સાહેબ સારો કે આપણા લગ્ન થયાને પાંચ મહિના થયા પછી ટુર પર મોકલે છે બાકી અમુક લોકોને તો લગ્ન પછી પંદર દિવસમાં જ ટુર પર જવું પડે છે. અને મેં તો તારી મમ્મીને પણ અહીં તેડાવી લીધેલ છે, જયારે મારે તો ટુર દરમ્યાન એકલા જ રહેવાનું.

તમને પુરુષોને એ નહિ સમજાય. કસકની આંખમાંથી એક અશ્રુ બિંદુ આંખમાંથી પડીને ગાલ સુધી રેલાયું.

તારક કશું બોલે તે પહેલા વડોદરા રેલ્વે સ્ટેશન નિયંત્રણ કક્ષમાંથી પ્લેટફોર્મના દરેક સ્પીકર પર એક મધુર સ્ત્રી સ્વર ગુંજ્યો.

કૃપયા ધ્યાન દે, ગાંધીધામ સે કામખ્યા જાને વાલી ગાડી નંબર 15667 પ્લેફોર્મ ક્રમાંક તીન પર આ રહી હૈ. સભી યાત્રી અપના સ્થાન ગ્રહણ કરે. યાત્રીઓ સે નિવેદન હૈ કી કિસી અનજાન વ્યક્તિ દ્વારા દિયા જાના ખાના ન ખાયે, ઇસ મેં નશીલા પદાર્થ હો શકતા હૈ. આપ કી યાત્રા મંગલમય હો.

તારકની ટ્રેન આવી ગઈ, તારક અને કસક તારકની સેકંડ AC કોચમાં રિજર્વ બર્થમાં બેઠા. બંને એક બીજાનો હાથ મજબૂતાઈથી પકડી બેઠા ત્યાં તો ટ્રેન ઉપડવાની વ્હીસલ વાગી. તારકે કસકને નીચે ઉતારી તે દરવાજા પર જ ઉભો રહ્યો, એક આંચકા સાથે ટ્રેન ઉપડી. તારક અને કસક બંને એક બીજાને ત્યાં સુધી ફ્લાઈંગ કિસ આપતા રહ્યા. જ્યાં સુધી બંને એક બીજાને દેખાતા બંધ ન થયા.

ધીમે ધીમે ટ્રેને ગતિ પકડી. સામેના બર્થ પર એક યુવતી અને તેની મમ્મી ડીનર લઇ રહ્યા હતા. તારકે પોતાની સાથે લાવેલ લેખક જોસેફ મેકવાનની આંગળીયાત નવલકથા બહાર કાઢી અને વાંચવા લાગ્યો. વાંચતા વાંચતા તેની નજર અનાયાસ સામેના બર્થ પર જતી હતી, જ્યાં યુવતીના વાળની લટ પવન સાથે ગેલ કરતી હતી.

સામેની બર્થવાળી યુવતી અને તેની તેની મમ્મીએ ડીનર પૂરું કર્યું, હવે તેની નજર સોહામણા યુવક તારક પર ગઈ. યુવતીની મમ્મીએ તારક સામે મધુર સ્મિત કર્યું, યુવતી મનમાં બબડી મમ્મીએ સુંદર છોકરો જોયો નથી અને તેને તેમાં તેને પોતાના જમાઈના દર્શન થયા નથી.

યુવતીએ પણ એક નજર તારક પર નાખી, ઓહ માય ગોડ...આ તો બહુ હેન્ડસમ છે, ફિલ્મના હીરો જેવો લાગે છે. પરણેલો હશે કે કુંવારો?

યુવતીની મમ્મીના સ્મિતના જવાબમાં તારક મોકળા મને હસ્યો તેના ગાલ પર પડતા ખંજને માં દીકરી બંનેને આકર્ષ્યા.

હું તારક, વડોદરામાં એક જાણીતી કંપનીમાં ઇલેક્ટ્રોનીક્સ એન્જીનીઅર તરીકે કામ કરું છું, તારકનો પૌરુષત્વ સભર અવાજમાં મદહોશી હતી.

હું સરિતા સોલંકી, મારા પતિ નાગાલેન્ડમાં એક કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર છે અને આ મારી દીકરી રાધિકા, હમણા જ M S યુનીવર્સીટીમાંથી ફાઈન આર્ટસનો કોર્ષ પૂરો કર્યો. અમે મૂળ પોરબંદરના. અને તમે ક્યાંના?

મારું મૂળ ગામ મોરબી પણ ઘણા વરસોથી અમે વડોદરામાં સ્થાયી થયા છીએ. તારકે જવાબ આપ્યો. સાથે કાઠીયાવાડી સ્મિત પીરસ્યું.

અમારી રાધિકા એના પપ્પાની બહુ લાડકી હો, અને જીદ્દી પણ બહુ જ, નહિ નહિ તો ત્રણ ડઝન છોકરા જોઈ નાખ્યા પણ કોઈને ગમાંડતી જ નથી. હવે આ કુંવરીબા માટે અમારે ક્યાંથી રાજકુમાર લઇ આવવો? સરિતાના ચહેરા પર ચિંતાની રેખાઓ ઉપસી આવી.

તમે ઘેર ફ્રુટની દુકાન ચલાવો છો? તારકે સવાલ કર્યો.

ના ભઈ, એવું કેમ તમને લાગ્યું?

આ તમે ત્રણ ડઝનની વાત કરી એટલે હસતા હસતા તારક બોલ્યો, અને સાથે જ ત્રણેય ખડખડાટ હસી પડ્યા.

તમારી છોકરી ગુલાબના ફૂલ જેવી છે તો પછી તેનો સાહ્યબો પણ ગલગોટા જેવો જોઈએને?

બરાબર ને રાધિકા, તારકે પહેલી વાર રાધિકાનું નામ ઉચ્ચાર્યું ત્યારે તારકના દિલમાં મીઠા સ્પંદનો જાગ્યા.

રાધીકાનું મુખ શરમથી લાલચોળ થઇ ગયું, તેની નજરો નીચે ઢળી ગઈ.

રાધિકાએ મનમાં વિચાર્યું કે તમે પણ ગુલાબના છોડ જેવા જ લાગો છો, પણ મૌન રહી.

થોડી વાર કોચમાં મૌન પથરાઈ ગયું, ટ્રેન પોતાની વેગથી દોડતી હતી ત્યારે તેનો અવાજ અને ક્યારેક ટ્રેનની વ્હીસલનો અવાજ નિશબ્દતાને છેદતો હતો.

તમે પરણેલા છો? મૌનને કાપતા સરિતાએ પૂછ્યું.

હા, શબ્દ કહેવા જતા અચાનક જ તારકના મુખમાંથી ના શબ્દ બહાર ફેંકાયો.

સરિતા અને રાધિકાના ચહેરા અનેરી ખુશીથી ચમકી ઉઠ્યા.

@ @ @ @

સવારે તારક ઊંઘમાંથી ઉઠ્યો ત્યારે સૂરજદાદાની સવારી નીકળી ચુકી હતી, સરિતા અને રાધિકા ઘેરથી લાવેલ નાસ્તો પેપર પાથરી ગોઠવી રહી હતી. બંનેના ચહેરા ખીલી ઉઠ્યા હતા.

તારકે ઊંઘરેટી આંખોએ ગુડ મોર્નીગ કહ્યું, બંનેએ એક સાથે સસ્મિત જવાબ વાળ્યો. સરિતા બોલી અમે ક્યારના નાસ્તો કરવા માટે તમારી રાહ જોઈ રહ્યા છીએ. તમે સહેજ સળવળ્યા એટલે નાસ્તો બહાર કાઢ્યો. ચાલો જલ્દી ફ્રેશ થઇ આવી જાઓ મને બહુ ભૂખ લાગી છે.

તારક ટુથ બ્રશ, નેપકીન, સાબુ, ટુવાલ વગેરે લઇ વોશ બેશીન પર ગયો ત્યાં બ્રશ કરી ફ્રેશ થવા બાથરૂમાં ગયો. પાછો આવ્યો ત્યારે તેણે છાંટેલ પરફયુમથી આખો કોચ મઘમઘી ઉઠ્યો.

તારક નાસ્તો કરવા સરિતા અને રાધિકા સાથે બેઠો, જુઓ આ થેપલા, લસણની ચટણી, અને ભરેલા મરચા રાધિકાએ બનાવ્યા છે. સરિતા એવી રીતે બોલી જાણે તારક રાધિકાને જોવા આવ્યો હોય અને તારકને ગમે તે ભોગે પોતાનો જમાઈ બવાવવા માંગતી હોય.

નાસ્તો કરતા કરતા તારક ખુશ થઇ ગયો દરેક વસ્તુ ખુબ જ સ્વાદિષ્ટ બની હતી. કસક જયારે સ્વાદિષ્ટ વાનગી બનાવતી ત્યારે તારક હંમેશા કહેતો "ક્યાં સ્વાદિષ્ટ ખાના બના હૈ, જી કરતા હૈ કી બનાનેવાલા કા હાથ ચૂમ લુ. " પણ અહીં તો હાથ ચૂમી શકાય તેમ નહોતા.

તારકની નજરો રાધિકાના મહેંદી લગાવેલ હાથ તરફ ગઈ. તે બોલ્યો જમવાનું એકદમ ટેસ્ટી છે. સરિતા હેતથી તારકને સમ આપીને ખવડાવતી ગઈ. રાધિકા નવવધૂની માફક શરમાતી હતી.

એક અજાણ્યો જ રિશ્તો બંધાતો જતો હતો, રાધિકાને સાવ પરાયો તારક પોતાનો લાગતો હતો. સરિતાને પણ આ અજાણ્યા યુવક પ્રત્યે હેત ઉભરાતું હતું. તારકનો ચહેરો નિર્દોષ લાગતો હતો, પાછો કુંવારો હતો.

રાધિકાને જોવા ઓછામાં ઓછા વીસ છોકરા આવેલ એમાંથી અઢાર તો સાવ ઢંગ ધડા વગરના હતા, જેથી રાધિકાએ જ સામે ચાલીને ના પાડી હતી. બે છોકરા કંઈક ઠીક હતા જેમાં એકે રાધિકાને ના પાડી જયારે બીજાએ એટલું દહેજ માંગેલ કે રાધિકાના પિતા આપી શકે તેમ નહોતા. પણ એ વીસે વીસમાંથી એક પણ તારકની તોલે આવે તેવા નહોતા.

તારકના મોબાઈલ ફોન પરથી "ડી જે વાલે બાબુ મેરા ગાના મેરા ગાના બજા દે " નો રીંગ ટોન રણકી ઉઠયો. તારકના હોશ ઉડી ગયા, કસકનો ફોન હતો તારકે ટુર પર જતા પહેલા કસકને રોજ ઓછામાં ઓછા પાંચ વખત ફોન કરીશ તેમ કહ્યું હતું. જયારે આખી રાત વીતી ગઈ હતી અને બીજા દિવસના સવારના દશ વાગ્યા હતા. પણ તારક ફોન કરવાનું ભૂલી જ ગયો હતો, હવે શું જવાબ આપવો તારક વિચારી રહ્યો. અને રાધિકા અને સરિતાની નજરમાં તો તે અપરણિત હતો.

તારક બાથરૂમ તરફ ગયો, ત્યાંથી રાધિકા કે સરિતા જોતા નથી ને એમ નજર ચૂકવી ટ્રેનના પાંચ ડબ્બા છોડી ફોન ઉપાડી મોટેથી બસાસુ ખાધું.

કેમ હજુ સુધી મને ફોન કરતા નથી? કસકનો ચીડ અને વિરહની વેદના ઘૂંટાતો મિશ્ર અવાજ આવ્યો.

અરે ડાર્લિંગ મારી તબિયત જ ખરાબ થઇ ગઈ છે. હજુ હું ઉઠયો પણ નથી.આળસ મરડતા તારક બોલ્યો. તારકને આ બીજી વાર જુઠું બોલવું પડયું, એક તો રાધિકા અને સરિતા સાથે અને આજે તેની વ્હાલી પત્ની કસક જોડે. તેનું મન ખિન્ન થઇ ગયું.

બાપ રે મેં તો તમને તાવ કે શરદીની દવા પણ આપી નથી. કસક ચિંતાથી અરધી અરધી થઇ ગઈ. અને મેં તમારા માટે થેપલા, લસણની ચટણી અને ભીંડાનું શાક બેગમાં મુકેલ છે તે ઉઠો ત્યારે ખાઈ લેજો.

તારકને જુઠથી પહેલેથી જ નફરત હતી, જુઠ્ઠાડાઓથી તે હમેંશા દુરી બનાવી રાખતો. છતાં તે બે વાર કેવું સિફતતાથી જુઠ્ઠું બોલી ગયો. તેણે પ્રસિદ્ધ અંગ્રેજી કહેવત સાંભળી હતી કે "પ્રેમ અને યુદ્ધમાં બધું જ ચાલે." અને કનૈયો પણ બાળપણ અને યુવાનીમાં કેટલું જુઠ્ઠું બોલતો? દરેક ગોપીને એમ જ લાગતું કે તે માત્ર તેણે જ પ્રેમ કરે છે.

કદાચ તારક રાધિકાના પ્રેમમાં પડી ગયો હતો. કારણ કે જયારે સરિતાએ તે પરણેલો છે કે કુંવારો તેવું પૂછ્યું ત્યારે તેની નજર રાધિકા પર મંડાઈ હતી અને અનાયાસ તેના મુખમાંથી નીકળી ગયેલ કે હજુ નથી પરણ્યો.

વિચારોની ગડમથલ સાથે તારક પોતાના કોચ પર આવ્યો ત્યારે સરિતા પોતાના બર્થમાં સુતી હતી અને રાધિકા તેના બર્થમાં " આંગળીયાત" નવલકથા વાંચતી હતી. તારક તેની બાજુમાં બેઠો. રાધિકાએ પુસ્તકમાંથી નજરો ઉંચી કરી. બંનેની નજરો ટકરાઈ. રાધિકાની નજરોમાં જાણે અમૃત ભર્યું હતું. તારકે તે નજરોમાં પોતાપણું અનુભવ્યું.

આ તરફ રાધિકા પણ તારક પ્રત્યે અદમ્ય આકર્ષણ અનુભવતી હતી, કિશોરાવસ્થાથી માંડી તેને લગ્ન માટે જોવા આવેલ છોકરાઓ માટે આવો લગાવ થયો જ નહોતો. શું આને પ્રથમ નજરનો પ્રેમ કહેવાતો હશે? રાધિકા મનમાં મીઠી મુંજવણ અનુભવી રહી હતી.

એક મોટું સ્ટેશન આવવાથી ટ્રેન ઉભી રહી હતી, તારક બહાર જવાનું વિચારતા બોલ્યો ચાલો નીચે એક આંટો મારી આવીએ. કશી આનાકાની વગર રાધિકા તૈયાર થઇ ગઈ. તે તારકની એટલી અડોઅડ ચાલતી હતી કે જાણે તારકની પત્ની હોય.

બંને એક લીલા નાળીયેરવાળા પાસે ગયા તારકે બે નાળીયેર મંગાવ્યા તો રાધિકાએ કહ્યું ના એક જ મંગાવો. હું તમારી સાથે પી લઇશ. નાળીયેરવાળાએ એક નાળીયેર સાથે બે સ્ટ્રો આપી. રાધિકા સાહજીકતાથી તારક સાથે નાળીયેર પાણી પીવા લાગી. તારકના ગાલ રાધિકાના ગાલને સ્પર્શતા હતા. વાળની લટો તારકના મુખ સાથે છેડખાની કરતી હતી.

અચાનક જ ટ્રેનની વ્હીસલ વાગી, બંને સફાળા ભાગ્યા. ઉતાવળમાં રાધિકા પડતા પડતા રહી ગઈ, જો તારકની મજબુત બાંહોનો સહારો ન મળ્યો હોત તો નીચે જ ગબડી પડત. તારકે ગજબની સ્ફૂર્તિ દાખવી. જાણે રાધિકાને ઊંચકી જ લીધી. રાધિકાને તારકનો સ્પર્શ બહુ મીઠો લાગ્યો. તેના રોમેરોમમાં ઝણઝણાટી વ્યાપી ગઈ.

ટ્રેન ઉપાડવાની વ્હીસલ અને એન્જીન ચાલુ થવાથી જે આંચકો આવ્યો તેનાથી સરિતાની ઊંઘમાં વિક્ષેપ પડયો, આંખો ખોલીને જોયું તો રાધિકા અને તારક સીટ પર નહોતા. મનમાં ચિંતાની એક લહેર પ્રસરી ગઈ, ત્યાં તો રાધિકા અને તારક મલકાતા મલકાતા આવ્યા. સરિતાના જીવમાં જીવ આવ્યો.

@ @ @ @

રાતના ઘડિયાળનો કાંટો બે વાગીને પીસ્તાલીશ મિનીટ બતાવતો હતો, અચાનક જ તારકની ઊંઘ ઉડી ગયી. કોચમાં બધા જ ભર ઊંઘમાં હતા, તારક હળવેથી રાધિકાના બર્થ પાસે ગયો. ધીરેથી તેની ચિબુક ખેંચી. રાધિકાથી ચીસ પાડવા ગઈ પણ આંખો ખોલી તો તારક તેની પથારી પાસે હતો. તારકે નાક પર આંગળી રાખી હતી.

રાધિકા કે ઈશારો કર્યો કે શું? તારક રાધિકાને તેની સાથે આવવા કહી રહ્યો હતો.

રાધિકા ધીરેથી બર્થ પરથી ઉભી થઇ, તેની મમ્મીનું ઓઢવાનું સરખું કર્યું. અને તારક સાથે ચાલી નીકળી.

તારક તેને બાથરૂમમાં લઇ આવ્યો અને હળવેથી બાથરૂમનો અંદરથી બંધ કરી દીધો.

તારક રાધિકાના કાન પાસે મુખ રાખી ગણગણ્યો. રાધિકા તું મને બહુ ગમે છે, I Love You ....

ખબર નહિ કેમ પણ તારક આજે બધાનો વિશ્વાસ તોડી રહ્યો હતો, કદાચ અમુક પુરુષો માટે આવું નૈતિક સ્ખલન શક્ય બનતું હશે. એવું પણ બને રાધીકાનું સૌન્દર્ય જોઈ તારક લલચાયો. અહીં તારક ત્રણ સ્ત્રીઓનો દ્રોહ કરી રહ્યો હતો.

રાધિકાના સમગ્ર શરીરમાં એક અજીબ ચેતના પ્રવાહિત થઇ, તેનું ગૌર મુખ વધુ તેજોમય બન્યું.

લોકો હંમેશા કહેતા હોય છે કે રૂપાળી છોકરીઓને ફસાવવા છોકરા જાત જાતના પ્રલોભનો આપતા હોય છે. પહેલા પણ મારી સાથે આવું બની ચુક્યું છે. પણ હું ક્યારેય કોઈ છોકરાની મીઠી વાતોથી ભોળવાઈ નથી. રાધિકા મનના વિચારતી રહી, પણ તારકના ચહેરા પર એવું કયું અદમ્ય આકર્ષણ છે કે પોતે કોઈ અદ્રશ્ય શક્તિથી ખેંચાય રહી છે.

તારકે મૃદુતાથી રાધિકાના બંને હાથ પકડી રાખ્યા હતા.

તમે ખરેખર મને ચાહો છો?.........જાણે કોયલ ખુબ ધીરેથી ટહુંકી.

તારકને એક વખત થયું કે સાચી સ્થિતિ જણાવી દઉં,

પણ તેને તેના મિત્રો યાદ આવ્યા જેઓએ સ્ત્રી શરીર પામવા લગ્ન કરવાનું જુઠું વચન આપ્યું હતું.

અને ઘણા પુરુષો તેમ પણ કહેતા છોકરીની ના ને પણ હા સમજવી.

તેનું મન બહેર મારી ગયું. ત્યાંથી નાસી છૂટવાનું મન થયું.

અંતે તારકના અંદર રહેલ શેતાનનો વિજય થયો, શેતાને તારકના માનવતાના ભાવોને દુર હડસેલી દીધા.

હા રાધિકે હું તમે ખુબ જ ચાહું છું. તારકના હાથ રાધિકાની કમરે વીંટળાઈ ગયા. તેણે રાધિકાને ગાઢ આલિંગનમાં લીધી. રાધિકા પણ તારકને વેલીની જેમ વીંટળાઈ ગઈ.

બંનેના આખા શરીરમાં મદહોશી છવાઈ ગઈ, તારકે સહુથી પહેલા રાધિકાની મહેંદી રચેલી હથેળી ચૂમી. અને ધીરે ધીરે પ્રેમના નશામાં પાગલ બન્યો. ટ્રેનની તેઝ રફતારને કારણે ક્યારેક રાધિકા તારક તરફ નમી જતી હતી તો ક્યારેક તારક રાધિકા બાજુ નમી પડતો હતો.

બંને સ્વર્ગીય અનુભૂતિમાં વિચરતા હતા. રાધિકા માટે તો આ પહેલો અનુભવ હતો, શું પુરુષ સ્પર્શ આટલો રમણીય હોઈ શકે? કે પછી તારકને કારણે આવી મદહોશી અનુભવાય છે? ત્યાં અચાનક જ તારકે પોતાના તાજા પરણેલા હોઠ રાધિકાના સાવ જ વણ બોટ્યા અને કુંવારા હોઠ પર મૂકી દીધા. રાધિકાએ અનુભવ્યું કે તેના હોઠ પર કોઈએ અમી કુંભ ઠાલવી દીધો છે. તે અમૃતના ઘૂંટડા પીવા લાગી.

બંને કયા સુધી ગાઢ ચુંબનની અવસ્થામાં ઉભા રહ્યા, તારકને આ ચુંબનમાં એક અલગ જ આનંદ મળ્યો. તારકે રાધિકાને આલિંગનથી લગભગ ભીંસી નાખી, રાધિકા હવે તારકના હોઠોને ચૂમવા લાગી. રાધિકા માટે આ એક નવી અને અનન્ય સફર હતી. પ્રેમમાં શરીર પણ ઇંધણ પૂરું પાડે તેનો આ પહેલો અનુભવ હતો, અને આ અનુભવ અલૌકિક હતો.

( વાચક મિત્રો આ વાર્તા ૩થી ૪ ભાગમાં વહેંચાયેલ છે. વાર્તાને પૂરી માણવી હોય તો બધા જ ભાગ વાંચવા પડે. આ વાર્તા માટે આગળના ભાગ માટે કોઈ સૂચનો હોય અને સ્વીકૃત હશે તો વાર્તાને તે તરફ પણ આગળ વધારી શકાય. આપના સૂચનો આવકાર્ય છે. હવે પછીની સ્ટોરી ભાગ- ૨ માં વાંચવા મળશે.)