Sanvedna no taar - 7 books and stories free download online pdf in Gujarati

સંવેદના નો તાર -7

નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ :

મોબાઈલ નંબર - 9898504843

શીર્ષક : સંવેદના નો તાર - 7

શબ્દો : 1230

સજેસ્ટેડ શ્રેણી : પત્રમાળા

પ્રિય સખી સંવેદના,


તું આનંદમાં હોઈશ. ઘણાં વખતથી મને એમ થતું હતું કે પ્રેમનાં વિષયે તારી સાથે વાત કરું પરંતુ હમણાં હમણાંનું રૂટિન જ એવું કે સમય કાઢવાની ઈચ્છા હોવા છતાં તને પત્ર લખવા બેસવાની નવરાશ મેળવી જ નહોતો શકતો. આજે સવારથી જ નક્કી કરેલ કે આજે તો હું તને પત્ર લખીને જ રહીશ અને જો ધારેલ કામ પાર પડ્યે જ છૂટકો નાં ન્યાયે અહીં તને લખવા બેસી શક્યો. આજે મારે વાત કરવી છે પ્રેમની, આજનાં યુગમાં પ્રેમ શબ્દ ખૂબ સામાન્ય થઈ ગયો છે, ડગલે ને પગલે લોકો પ્રેમની વાતો કરવા લાગી જાય છે. કોઈને પોતાનાં જીવનમાં પ્રેમ ન હોવાનું દુઃખ છે તો લળી કોઈકને પ્રેમ હોવાનું દુઃખ છે અને આટ આટલાં અનુભવો છતાંમાણસને પ્રેમ ગમે છે.


કારણ બહુ સહજ છે, પ્રેમ જ એક એવું હથિયાર છે કે જેનાં થકી માણસની આખી જિંદગી તરી જાય છે, માણસને પોતાનું જીવન સુખમય અને આનંદમય લાગવા માંડે છે.


સંવેદના આપણે આમ જોવાં જઈએ તો તો પ્રેમની ઘણી વ્યાખ્યાઓ થયેલી છે અને છતાંય ક્યાંય પૂર્ણતાનો અહેસાસ સુધ્ધાં થતો નથી, કારણ પ્રેમની અનુભૂતિ જ એવી છે કે તેને સંપૂર્ણ શબ્દબધ્ધ કરી જ નથી શકાતી, ન તો ક્યેરેય શબ્દબધ્ધ કરી શકાશે.


જે શબ્દબધ્ધ થાય છે તે પૂરેપૂરો પ્રેમ નથી હોતો, કારણ જેની અનુભૂતિ હોય તેની સંપૂર્ણ વ્યાખ્યા હજુ સુધી કોઈ કરી જ શક્યું નથી.


જે વ્યક્ત થાય છે તે પ્રેમ નથી હોતો, એ તો હોય છે માત્ર આકર્ષણ. મોટાભાગે આજકાલ સૌ કોઈ આકર્ષણને જ પ્રેમ માનવાની ભૂલ કરી બેસે છે, લાંબા સમય બાદ તેમને એવાતનો અહેસાસ થાય છે કે જેને તેઓ પ્રેમ માની બેઠાં હતાં તે તો માત્ર આકર્ષણ જ હતું પરંતુ એ વખતે ઘણું મોડું થઈ જતું હોય છે.


તું પણ મારી વાત સાથે જરૂરથી સહમત હશે છે કે પ્રેમ અને આકર્ષણ વચ્ચે એક પાતળી ભેદરેખા છે. જેનો ખ્યાલ બહુ ઓછા લોકોને હોય છે, આકર્ષણ એ એવી ચીજ છે જે પ્રથમ નજરે જ થઈ જાય છે અને જેમ જેમ સમય પસાર થાય છે તેનું મહત્વ ઘટતું જાય છે, જ્યારે પ્રેમ તો આજીવન પ્રેમ જ રહે છે તેનું કોઈ વત્તા ઓછું પ્રમ્ણ ક્યારેય થતું નથી. હા જેમ જેમ સમય પસાર થાય છે તેની પરિપક્વતા વધતી જ જાય છે, એનાથી તદ્દન વિપરીત જેનાથી આકર્ષણ હોય છે તે સમય જતાં ઘટતું જાય છે અને એક સમય એવો આવે છે કે કે જેનાં પ્રત્યે અપાર આકર્ષણ હતું કોઈ કાળે તેનું મૂલ્ય જરા પણ રહેતું નથી.


સંવેદના, સાચું કહેજે, તેં પણ આવો અનુભવ કર્યો જ હશે ને ? મને તો સતત એવું જ લાગ્યા કરે છે કે આકર્ષણમાં માણસ સતત કંઈક લેવાનાં કે પામવાનાં પ્રયત્નોમાં જ હોય છે, જ્યારે જે ખરા હૃદયથી પ્રેમી મનુષૂય હશે તે લેવા કરતાં વિશેષ આપવાને મહત્વ આપતો હશે. પ્રેમ એ એક એવી ભાવના છે જે ઉત્તરોત્તર વધતી જ રહે છે. સાચો પ્રેમ ક્યારેય બોલતો જ નથી, તે મૌન રહે છે, તે હૃદયનાં એક ખૂણે નિઃશબ્દ બેસી રહીને બસ વ્યક્ત થયા કરવાનું જ કાર્ય કરે છે. આમ પ્રેમની કોઈ શબ્દો વાળી ભાષા નહીં હોવાં છતાં એ ભાષા એટલી બધી અસરકારક છે કે જે કામ પૈસા કે ઓળખાણથી કે અન્ય કોઈ સંબંધથી થી થતું તે કામ પ્રેમથી ચપટી વગાડતામાં થઈ જાય છે.


જેનાં હૃદયમાં પ્રેમ ભાવના છે તેને જગત આખુંય પ્રેમમય દીસે છે, તેની નજરમાં દરેક વસ્તુ સારી અને સુંદર હોય છે, કારણ પ્રેમ એ એવી ભાવના છે છે જખતને જોવાની એક નવી જ દ્રષ્ટિ કેળવી આપે છે. સાચો પ્રેમ કોઈ સ્વાર્થ રાખતો નથી. બીજાનાં દુઃખે દુઃખી અને બીજાનાં સુખે હરખાઈ ઉઠવાની ભાવના આ પ્રેમ થકી જ આપણામાં કેળવાય છે.


જ્યાં પ્રેમ છે ત્યાં ઊંચ નીચ, કે નાત જાતનો ભેદભાવ રહેતો નથી, તે ત્યાં ગૌણ બની જાય છે. પ્રેમમાં વ્યક્તિનું મૂલ્ય હોય છે, તેનાં રૂપ રંગ, નાત જાત, કે ઊંચ નીચ નું નહીં.એકવાર માણસનાં મનમાં કોઈના માટે પ્રેમ પ્રસ્થાપિત થાય પછી કોઈ કાળે તે લુપ્ત થતો નથી. કે તે ઓછો પણ થતો નથી જ. પ્રેમ છે તે જીવન પર્યંત પ્રેમ જ રહે છે. પ્રેમની ભાવનામાં બીછાનું સુખ સમાયેલું હોય છે અને આણસ પણ પોતાની જાતને પ્રેમમાં પેડ્યાં પછી જાણે કે ભૂલી જ જતો હોય છે, તે પ્રેમમાં એટલી હદે પાગલ થઈ જાય છે કે તેને પોતાની જાત કરતાં અન્યની જાત વધુ યાદ રહે છે, માણસ જગત આખાયને એ બીજાની નજરે જ જોવા લાગે છે જેને એ પ્રેમ કરે છે. અનેપછી જગત તેને એટલું સુખમય અને સુંદર લાગવા લાગે જે કે એની જીવન પ્રત્યેની સમૂળગી દ્રષ્ટિ જ બદલાઈ છાય છે. તે જીવનને વિશાળ અર્થ થી જોવા લાગે છે.


પ્રેમમાં પડ્યા પછી જ મનુષ્યને જીવન અર્થપૂર્ણ અને ખાસ કરીને મહત્વપૂર્ણ લાગવા લાગે છે. પોતે નહીં હોય તો આપણાં પ્રેમપાત્રનું કોણ અને એથીય વિશેષ જેને એ પ્રેમ કરે છે તે ન હોય તો પોતાનું શું એની સતત એને પરવાહ થયા કરે છે.


સંવેદના, મને પ્રેમમાં સતત મુક્તતા નો જ અનુભવ થાય છે, હું માનું છું ત્યાં સુધી પ્રેમમાં સતત મુક્તતા છે, સ્વતંત્રતા છે, અને બીજાને સમજવાની ભાવના છે. પ્રેમ ખરું જોવા જઈએ તો સ્થૂળતામાં નહીં બલ્કે સૂક્ષ્મતામાં જ રાચે છે.


પ્રેમની ભાવના કેળવાય પછી માણસ વ્યક્તિવાદી મટી અને સમષ્ટિવાદી બને છે અને તે જગતને નવી આંખે નિહાળી સમસ્ત જીવન માટે આશાવાદી અને ઉત્સાહી બની શકે છે. જીવનમાં ભલે કશું જ સુખ પ્રાપ્ત ન થાય પરંતુ જો માણસને અઢળક પ્રેમ મળે તો પણ માણસ ઉલ્લાસ અને આનંદથી જીવન પસાર કરી શકે છે.
પ્રેમ એ એક ન બોલાયેલું સત્ય છે, તે એક ન બોલાયેલું મૌન પણ છે, પ્રેમને કેટલાં નામ આપવાં ? પ્રેમ નિષ્ઠા છે, પ્રેમ વિશ્વાસ છે અને પ્રેમ એ એક એવું મુક્ત બંધન છે જે માણસને પ્રેમથી બંધાયેલાં રહેવાની ફરજ પાડે છે.
પ્રેમ પૂજા છે, પ્રેમ આરાધના છે. પ્રેમની ભાવના હૃદયમાં ઊઠે પછી જેનાં પણ માટે મનમાં પ્રેમ જાગે છે તેનાં માટે એક પ્રકારનો આદરભાવ જાગે છે, પ્રેમ પ્રગટ્યા પછી ઈશ્વરની નજીક પહોંચ્યાની અનુભૂતિ થાય છે. પ્રેમ એ એક એવી વિભાવના છે છેની સુવાસથી માનવમન મહેંકી ઊઠે છે.


સંવેદના! કદાચ પ્રેમ એક જ એવી આધારશિલા છે જેનાથી માણસને હૂંફ, સંતોષ, શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય છે. જીવનમાં સુખની અનુભૂતી આ પ્રેમની અનુભૂતિ થી જ થાય છે.


અલબત્ત પ્રેમમાં કોઈ શરત ન હોય, કોઈ બંધન ન હોય તો જ પ્રેમ રહે છે, નહીંતર પ્રેમ છે તે પ્રેમ નહીં રહેતાં એક સ્વાર્થ પૂર્ણ સંબંધ માત્ર જ સાબિત થાય છે. જે સ્વાર્થ પૂર્ણ થતાં જ પૂરો થઈ જાય છે.
સંવેદના, કઈ વાત કે લાગણીને મારાં પ્રેમ તરીકે તારી સામે પ્રદર્શિત કરવી તે પ્રશ્ન જ ક્યારેક મને મૂંઝવણમાં મૂકી દેતો હોય છે, કારણ પ્રેમ તો શ્રધ્ધા અને વિશ્વાસનાં પાયા ઉપર જ ચાલતી ગાડી જેવો છે, પરસ્પરની નિષ્ઠાથી જ તો પ્રેમ સતત વધતો રહે છે, અને જેમ જેમ જીવન આગળ વધતું ચાલ્યું જાય તેમ તેમ તે વધુ ખાઢ અને મીઠો બનતો જાય છે, તું મારી સાથે અત્યાર સુધીમાં જેટલાં વિશ્વાસ અને નિષ્ઠાથી રહી છે તે જ તો તારાં મારી પ્રત્યેઆં પ્રેમનું સાચું પ્રમાણ છે, અને તારી મારાં પ્રત્યેની આ નિષ્ઠાને લીધે જ મને મારું જીવન સદાય પ્રેમાળ લાખે છે. જો પ્રેમ નથી તો જોવન શૂન્ય છે, પ્રેમ વિના જીવન ભારરૂપ લાગે છે અને માણસ જિંદખીને એક બોજ માનીને જ જીવન પસાર કરવા લાગે છે, મારું ચાલે તો આખા જગતને હું એક જ શિખામણ આપું કે જીવનને જો અરૂથપૂર્ણ બનાવવું હોય તો અન્યને પ્રેમ કરતાં શીખો, બીજાને પ્રેમ આપતાં શીખશો તો આપો આપ તમને પણ પ્રેમ મળશે જ તેમાં સ્હેજ પણ સંશય નથી.


જીવનમાં બસ એક જ સૂત્ર અપનાવો, પ્રેમ આપો... પ્રેમ મેળવો... હૃદયમાં એવી શુધ્ધ ભાવના પ્રગટાવો જેથી સમસ્ત જગતને પ્રેમ કરવાની દ્રષ્ટિ પ્રાપ્ત થાય, તું પણ મારાં જીવનમાં સતત પ્રેમનાં અજવાળા પાથરતી રહી છે અને એને કારણે જ હું આજ દિવસ સુધી ટકી શક્યો છું, વધુ તો કંઈ નહીં કહું પણ એક વાત કબૂલીશ કે હું ય તને કૂબ પ્રેમ કરું છું સંવેદના બસ મને એ વ્યક્ત કરતાં કદાચ ન આવડે તો મને સાચવી લેજે, બોલ સાચવીશને ?


લિ. તારો માત્ર તારો જ


સંવેદન.

નામ : જ્યોતિ ભટ્ટ
ઈમેઈલ :

મોબાઈલ નંબર - 9898504843