Ashram in Gujarati Short Stories by Divya Bhanushali books and stories PDF | આશ્રમ

Featured Books
Categories
Share

આશ્રમ

વાર્તા :- આશ્રમ

  • દિવ્યા ભાનુશાલી
  • (99305 19116)

    bhanushali.divya@gmail.com

    વાર્તા :- આશ્રમ

    “માફ કરજો તમને વાટ જોવી પડી”, મેનેજર નું અવાજ કાને પડતા સરલા બહેન ની આંખ ઉગડી ગઈ . વૃદ્ધા આશ્રમ ના પોતાના ખાટલા ઉપર સુતા સુતા સરલા બહેન એ પોતાને જ પ્રશ્ન કર્યો લાગે છે કોઈ આવ્યું છે. “આવો આવો” મેનેજર સાથે એક સુંદર સ્ત્રી એ પ્રવેશ કર્યો. આશ્રમ માં ફરી એક મેમ્બર નો વધારો થવાનો છે ,સરલા બેન મનમાં જ બબડ્યા.

    “આવો આવો મીરા જી આ જુવો આ હોલ ,દરેક હોલ માં ત્રણ ત્રણ ખાટલા છે” મીરાં એ ચારે તરફ નજર કરી. એક મોટો હોલ એની વચ્ચે વચ્ચે પાર્ટીશન કરેલું હતું. બે પાર્ટીશન ના વચ્ચે ત્રણ ત્રણ પલંગ હતા. પલંગ ની બાજુમાં નાનકડો ટેબલ જેની ઉપર પાણી નો ગ્લાસ, દવાઓ ,બામ , વિક્ષ, તેલ અને ચશમાં નો બોક્ષ પડ્યા હતા અને એની અડો અડ નાનકડું કબાટ હતા.

    “બે ટાઇમ જમવાનું ,સવારના ચા નાસ્તો , સાંજે ફક્ત ચા અને રાત્રે દુધ”. “સવાર સાંજ ટી.વી માં સમાચાર ,રોજ એક સીરીયલ , અને અઠવાડિયા માં એક પિક્ચર , મહિના માં બે વાર ડૉ આવે ચેકપ માટે.” મેનેજર એ એકી સાથે રોજ નું રુટીન બતાવ્યુ.

    ''ઓકે અને મહિના ના પૈસા ? “સાડા ત્રણ હજાર”, મેનેજર એ જવાબ આપ્યો. “આ તો વધુ કહેવાય કઈ ઓછા નહિ ?” “ના મેડમ આ તો સેવા છે એટલે , નહિ તો આવી મોંઘવારી માં ના જમાના માં શું પરવડે.તમારા દીકરા ના સ્કુલ નો ખર્ચો જ સાડા ત્રણ હજાર હશે.” “ઓકે ઓકે”, પેલી યુવતી એ મોઢું બગડતા બોલી . '' હું કાલે જ લઇ આવું છુ.''

    સામે સરલા બેન આ બધું સાંભળી રહ્યા હતા . આજે બધા ને આઝાદી જોઈએ છે બસ ઘર માં હુત્તો ને હુત્તી ખાઓ પિયો ને ઍસ કરો સરલા બેન મનમાં બબડ્યા.

    બીજા દિવસે એ પાછી આવી પણ આ વખતે એ એકલી ન હતી. એની સાથે એક વ્હીલચેર પર બેસેલી એક અપંગ સ્ત્રી હતી. તેમને દરવાજા પર જ છોડી ને એ પાછી જતી હતી પણ પેલી વૃદ્ધ સ્ત્રી એનો હાથ છોડવા તૈયાર ન હતી. “ના મને અહી છોડી ને નહિ જા, હું એક ખૂણા માં બેસી રહીશ , એક જ સમય જમીશ , બીજું કંઈ નહિ માંગીશ ,બસ મને અહી નથી રહેવું ,મને મૂકી ને નહિ જા. '' જાણે નાનું બાળક પહેલી વાર પહેલે દિવસે શાળા એ જતું હોય ને માં મૂકી ને જાય ત્યારે રડે તેમ નાના બાળક ની જેમ રડતી હતી. પેલી યુવતી હાથ દબાવી ને બોલી “ચુપ બિલકુલ ચુપ અહી તમાશો ઉભો ન કરો , આ તમારા દીકરા નો જ નિર્ણય છે ,એને મારા અને તમારા માંથી કોઈ એક ની સાથે રહેવું એવું ઓપ્શન મેં એને આપેલું એણે મારી સાથે રહેવાનું નિર્ણય લીધો છે.” એ સાંભળતા પેલી વૃદ્ધા ચુપ થઇ ગઈ . એ યુવતી ચાલી ગઈ અને વૃદ્ધા અંદર આવી ગઈ.

    આશ્રમ માં છોડવા આવી એ વૃદ્ધા સ્ત્રી ની વહુ હતી મીરાં અને વૃદ્ધા નું નામ વૈજંતી.

    વૈજંતી બહેન ચુપચાપ રહેતા ન કોઈ થી બોલે ન પૂરું ખાય અને હંમેશા વિચારો માં રહેતા. બધા એમની સાથે વાતો કરતા અને પૂછતા, બહાર લઇ જતા પણ વૈજંતી બેન ઉદાસ જ રહેતા . મીરાં અવાર નવાર આવતી ક્યારેક ફ્રુટ નાસ્તો તો ક્યારેક સાડી અને પુસ્તકો લાવતી. જોકે બીજા વૃધો ના છોકરા એટલી પૂછા નોતા કરતા જેટલું મીરાં કરતી. પણ એ આવતી અને બહાર થી જ ચાલી જતી ,ક્યારેક બન્ને સામસામે થઇ જતી તો મીરાં મોઢું ફેરવી લેતી અને તિરસ્કાર ની નજરે વૈજંતી બેન ને જોતી જાણે કહતી હોય કે હું જીતી ને તું હારી અને એના ગયા પછી પાછુ એ જ વૈજંતી બેન છાતી ફાટી જાય એવું રુદન કરતા રડતા રડતા એકજ વાત કરતા મને ગૌરવ પાસે જવું છે, મારે ગૌરવ ને જોવું છે. ફોન આવતો તો ફોન પર પણ એ ખુબ રડતા મીરાં સાથે એ એક જ વાત કરતા કે “હું તારી પાસે એટલું જ માંગું છુ મારે મારા ગૌરવ ને જોવું છે ફક્ત એક વાર મને મળી જાય હું તને હાથ જોડું છુ મને ગૌરવ ને મળવું છે.”

    “ હા મોકલીશ ” પાછો એ જ જવાબ “સમય મળશે તો મળી જશે નવરો નથી”, કડક અવાજ માં મીરાં ધમકાવતી. બીજા વૃધો મેનેજર થી જગડતા કે “એ શામાટે ફોન કરે છે અને આવે છે અમારા છોકરા નથી આવતા તો છતાય અમે જીવીએ છીએ ને ? વૈજંતી બેન પણ જીવી લેશે તમે શા માટે આવવા દો છો એ નફફટ છોકરી ને .”

    એક દિવસ તો વૈજંતી બેન સરલા બેન સાથે વાતો કરતા કરતા ખુબ રડ્યા, પહેલી વાર એમણે પોતાના ઘર ની અને મન ની વાત કહી “મારો ગૌરવ તો શ્રવણ જેવો હતો, એણે પોતાના બાપુજી ની દિવસ રાત સેવા કરી કોઈ દિવસ એ અમને બંને ને જમાડ્યા વગર ન જમ્યો, એના બાપુજી ના દેહાંત પછી એણે એક દિવસ પણ મને એકલી છોડી ન હતી. માંદાઈ માં તો ગણા કરતા હશે પણ હું સાજીમાજી હતી ત્યારે પણ એ કલાકો સુધી મારા પગ દબાવ્યા કરતો, મારી સાથે વાતો કરતો ખુબ હસતો હસાવતો, એણે કોઈ દિવસ એના પિતા ની કમી થવા ન દીધી. કંપની ના કામ માટે ફક્ત એક મહિનો એ પુના ગયો અને ત્યાં જ એણે મીરાં સાથે લગ્ન કરી લીધા. ન જાણે એ જાદુગરની એ શું જાદુ કર્યો કે ગૌરવ મને મળવા પણ નથી માંગતો , હું એને કદી એ માફ નહિ કરીશ કોઈ દિવસ નહિ.”

    આશ્રમ ના વૃધો વૈજંતી બેન ને શાંત કરાવતા હતા . પણ વૈજંતી બેન ને તો આજે જાણે બોલવું જ હતું. વધુ રડવાથી અને બિમારી ના લીધે એમના શરીર માં અશક્તિ અને કમજોરી આવી ગઈ હતી , જેના લીધે એ બોલતા બોલતા બેશુધ્ધ થઇ ગયા . પણ બેશુધ્ધિ ની હાલત માં પણ એમના મોઢા માંથી એક જ શબ્દ નીકળતો હતો “ ગૌરવ ”

    “અરે હવે તો એના છોકરા ને બોલાવો” સરલા બેન મેનેજર નું કોલર પકડતા બોલ્યા. “તમે ન બોલાવો તો મને ફોન નંબર આપો હું બોલવું. આજે તો બોલાવવું જ પડશે” ત્યાં સુધી માં ડોક્ટર આવ્યા ડોકટરે વૈજંતી બેન ને તપાસ્યું થોડીક વાર પછી મેનેજર સામે જોઈ ને ઈશારો કર્યો. બધા સમજી ગયા ક વૈજંતી બેન હવે નથી રહ્યા.

    સરલા બેન એ મેનેજર ને કહ્યું “હવે તો બોલાવશો ને ? બિમાર માં ને જોવા તો ન આવ્યો હવે એમની ચીતા ને અગ્નિ આપવા તો આવશે ને ?” મેનેજર એ માથું હલાવતા ના નો ઈશારો કર્યો “તમારો મતલબ શું છે એ નહિ આવે ? ભગવાન દુશ્મન ને પણ આવા વહુ ને દીકરા ન આપે... પણ આજે તો એમને આવવું જ પડશે.”

    મેનેજર એ સરલા બેન ને કહ્યું “ના એ નહિ આવે કદી નહિ આવે”. “શું કહેવા માંગો છો “ કરશન કાકા એ મેનેજર નું હાથ ખેચતા કહ્યું, “હા કાકા એ નહિ આવે કારણ ગૌરવ આ દુનિયા માં નથી ,જે દિવસે એ પૂના જતો હતો ત્યારે જ એની કાર નો અકસ્માત થયો અને એ અકસ્માત માં એનું મૃત્યુ થયું. મીરાં અને ગૌરવ એકબીજાને પ્રેમ કરતા હતા અને બન્ને કંપની ના જ કામ માટે પુના જતા હતા , એ અકસ્માત માં ગૌરવ અને બીજા બે જણ નું મૃત્યુ પામ્યા અને મીરા અને ડ્રાઈવર બન્ને બચી ગયા.

    મરતી વખતે ગૌરવે મીરા પાસે થી વચન લીધું કે એના મૃત્યુ ની જાણ એની માં ને નહિ થવા દે. એક તો કુવારી છોકરી ઉપર થી અપંગ વૈજંતી બેન ની સેવા કરવાનું મીરા માટે શક્ય ન હતું .ગૌરવ ની મૃત્યુ ની જાણ થાય તો વૈજંતી બેન જીવતાજીવ મરી જાય , એ સહન ન કરી સકત ,એટલા માટે મીરા એ નાટક કર્યું . એણે નક્કી કર્યું કે તે છેલ્લી ઘડી સુધી ગૌરવ ના મૃત્યુ ની જાણ વૈજંતી બેન ને થવા નહિ દે.

    એ વૈજંતી બેન ના મન માં એના અને ગૌરવ પ્રત્યે ખુબ નફરત ભરી દેશે. કારણ એ ગૌરવ વગર જીવી શકે . વહુ ન હોવા છતાં મીરા એ વહુ ની ફરજ નિભાવી . એ રોજ ફોન કરતી ,સારા માં સારા ડોક્ટર પાસે ઈલાજ કરાવવા પૈસા મોકલતી , હવે તમે કહો હું વૈજંતી બેન ની ઈચ્છા કેવી રીતે પૂરી કરું અને એ તો મીરા નું મોઢું જોવા પણ નોહતા ઈચ્છતા. ગૌરવ ને હું ક્યાં થી લાવું ?” મેનેજર ના સવાલ નું કોઈ ની પાસે જવાબ ન હતું.

    સમાપ્ત

    લિ. દિવ્યા ભાનુશાલી ( 9930519116)