Chaskathi lokchahna sudhi books and stories free download online pdf in Gujarati

“ચસ્કાથી લોકચાહના સુધી”

“ચસ્કાથી લોકચાહના સુધી”

દરેક વ્યકિતમાં એક ચસ્કો રહેલો હોય છે,દુનિયામાં એવું કોઈ માણસ મળશે નહી જેમાં ચસકો ના હોય. ચસકો કોઈ પણ વસ્તુ નો, શોખનો, કોઈ પણ વ્યકિતનો, કોઈ દિવ્ય વસ્તુનો હોય શકે.પણ એ ચસ્કો તો દરેકમાં હર હંમેશ સળગતો રહે છે.એ ચસ્કો જ દુનિયાના વ્યકિતઓના નિર્ણયો , એમની આદતો, એમના સ્વભાવ, એમના વલણો પર ચોક્કસ પણે અસર કરતો હોય છે. ચસ્કાના ચોક્કસ પણાનો આપણે , આપણા ફાયદા અને ગેરફાયદા માટે ઉપયોગ કરતા હોય છે, હવે સીધી બાબત છે કે કોઈ પોતાના ગેરફાયદા માટે ચસ્કો કેમ વાપરતો હશે, તો આનો જવાબ, મન અને ઈન્દ્રીઓ છે. મન જ આપણને જ્યાં-ત્યાં ઘુમાવતો હોય છે.પણ હવે આપણે આપણા સારા કે ખરાબ ચસકાનો આનંદ લેતાં-લેતાં ફેમના પગથિયા પર કેમ ચઢવું એ આઈડીયા હુ તમને આ લેખમાં આપીશ. આપણા શોખો ,ચસ્કાઓ અને ફેમના એકબીજા સાથેના સંબંધો અને એની ફિલોસોફી હુ તમને જણાવીશ.

યાદ રાખો કોઈ ચીજ તમારી કમજોરી (ખોટી ટેવ) હોય તો એને એટલું વધારે ,અને એટલી સારી રીતે કરો કે જેથી એ જ ખરાબ ટેવ તમારી તાકાત બની જાય, હવે જો તમે ફેસબુકના કારણે તમે ઘરમાં જ ઘરકુકડા થઈને બેસો તો આનુ કારણ ફેસબુક નથી, કારણ એ જ છે કે તમે ફેસબુકનો ઉપયોગ, બીજાની અપલોડ કરેલી પોસ્ટ વાંચવા માટે કરો છો.આ એક શોખ છે. તમારો દોષ માત્ર એ જ છે કે તમે તમારા શોખને માત્ર બીજાની પોસ્ટ વાંચવા માટે રાખી મુક્યો છે.તમારે શરૂઆત કરવી પડશે, કંઈક એવું કરો કે ફેસબુક ને કારણે લોકો તમને જાણે.

ચાલો હુ તમને એક ઉદાહરણ આપુ,”કેટલાય વર્ષો પહેલા મારા મિત્ર એ ફેસબુક પેજ બનાવ્યુ હતુ,એ પેજનુ નામ હતુ, “દ્રાક્ષ ખાટી છે” એ જોતજોતામાં પેજ ઘણુ ફેમસ થઈ ગયુ, ઘણા બધા લોકો એને લાઈક કરવા લાગ્યા ખબર છે કેમ....?!! કેમકે એ પેજ પર ગલ્ડફ્રેંડ અને બોયફ્રેંડના (એ પ્રેમીઓના)ચોરી થી ખેંચવામાં આવેલા ફોટાઓ અપલોડ થતા હતા, જે બાગ-બગીચાઓમાં ચોરી છૂપે એકબીજાને મળવા આવતા હતા. એક છોકરી એના મમ્મી-પપ્પા સાથે બસ સ્ટેશન પર ઉભી હતી અને એનો લવર પણ કોઈ અજાણ વ્યકિત બની ઉભો રહ્યો હતો એ બંનેની આંખમિચોલી મારો મિત્ર જોઈ રહ્યો હતો અને એ પળની વાર જોઈ રહ્યો હતો કે જ્યારે કંઈક, બે વચ્ચે થાય અને ફોટો કિલ્ક થઈ જાય અને આવુ જ બન્યુ,” છોકરી એ એના પપ્પાની પીઠ પાછળથી છોકરાને વાળેલુ કાગળ પાસ કર્યુ, હશે એમાં છોકરીનો મોબાઈલ નંબર કે લવ લેટર શુ ખબર? પણ એ બંનેની કારીગરીથી સ્પષ્ટ સમજાતુ કે કાગળ શાનુ હોય શકે!!!.

એક છોકરો વરસાદમાં પલળાય રહ્યો હતો તો એની ગલ્ડફ્રેન્ડે એનું પાકીટ છોકરાના માથાની ઉપર રાખ્યુ જેથી એનો પ્રેમી પલળાય નહી.....આવી જ રીતે એક છોકરા એ છોકરીને પોતાના બે હાથોથી પ્રેમથી ઉંચકી અને છોકરીએ મંદિરનો ઘંટ વગાડ્યો...આવા ઘણા બધા ફોટા...!!!,આવા ૫૦૦થી પણ વધારે ફોટો એણે અપલોડ કર્યા હતા.

આનાથી હુ કંઈ આમ નથી કહેવા માંગતો કે તમે આમ કરો ,મારા કહેવાનો ભાવાર્થ એ છે કે ચસકો કોઈ પણ ચીજનો હોય એ ખોટો કે નરસો હોતો નથી .માણસ ચસકાથી બચી જ શકતો નથી. આનો ચસકો તમારામાં નહી હોય તો બીજાનો હશે,પણ ચસકો તો હોવાનો જ છે.કેટલાયને ભણવાનો ચસકો હોય છે તો કેટલાને દારૂનો પીવાનો ચસકો. જોવા જઈએ તો બંનેમાં કોઈ ફરક નથી.

જો તમને કોઈ ચીજનો ચસકો હોય કે આદત હોય અને એ કરવામાં તમને મજા આવતી હોય તો એ આદતને તમારી તાકાત બનાવો. એ જ તમારો નશો છે એજ તમારુ જુનુન છે, અને સાચુ કહુ તો એજ તમારી તાકાત છે, એ કામને કરતા કરતા તમે ક્યારેય થાકશો નહી. જે હુ તમને સમજાવીશ એ સૌથી મોટો નહી પણ નાનું કામ છે જે ફેસબુકના માધ્યમ થી તમે કરી શકો. થીક છે , કોઈ તમારો ફોટો લાઈક કરતુ નથી, કોઈને પડેલી હશે નહી કે તમે કોણ છો!!પણ આ કામને એટલો જબરદસ્ત અને ફાડુ રીતે કરો કે જેથી કે આ તમારી તાકાત બની જાય. તમારી દરેક ફોટો એવી જગ્યાએ ક્લિક થયેલી હોવી જોઈએ કે જ્યાં કંઈક એવું થઈ રહ્યુ હોય જે સામાન્ય રીતે લોકોને જોવા નથી મળતુ, જેવુંકે શહેરના ભિખારીઓ સાથે ફોટો પડાવો કે સાધુ-સન્યાસીઓ સાથે પડાવો. મોટાભાગના લોકો સેલીબ્રિટીઓ સાથે ફોટા પડાવે છે. આનો અર્થ એમ નીકળે કે એ લોકો પોતાના ફેસબુકના જુનુન પર કામ કરી રહ્યા છે, અને આવા લોકો માત્ર બીજાની પોસ્ટ જોતા નથી પણ સાથેસાથ પોતાની પોસ્ટથી બધાને છક કરી મુકે છે. એક છોકરાએ પડછાયાઓનો ફોટો લેવાનુ અને પોસ્ટ કરવાનુ ચાલુ કર્યુ, જેમકે કોઈ વૃક્ષ છે અને એનો પડછાયો કોઈ છોકરી નો આકાર બનાવે છે, કવિતા લખો, વાર્તા લખો ....લેખો લખો,બસ તમારે તમારી જાતમાં રહેલી હોબીઓને નીચવવાની છે.

તો સૌથી પહેલા પોતાની એક પોસ્ટ કોઈ પણ પ્રકારની પણ એ પોસ્ટ કંઈક એવી હોવી જોઈએ કે એ પ્રકારની પોસ્ટ સામાન્યપણે ક્યાંય જોવા ન મળે એના એકશન્સ,અંદાજ અને હાવભાવ બેજોડ હોય, બસ આવા ફોટો કિલ્ક કરો અને પોસ્ટ કરો,હુ તો કહુ છુ કે એકીસાથે દસ ફોટાઓ પોસ્ટ કરો, પણ પહેલા આરામથી કિલ્ક કરી લો. કેટલાક લોકો એને લાઈક કરશે અને કોઈ નહી કરે તો તમારા દોસ્તો તો લાઈક કરશે જ. ફેસબુકનો નશો જેને હોય એને ૨૦૦૦ જેવા ફેસબુક ફ્રેન્ડસ તો હોવાના જ.

અને હવે જ્યારે લોકોને તમારી પોસ્ટ ગમવા લાગસે એટલે તમને પોતાના અંદરથી થવા લાગસે કે હવે મારે વધારે ફોટા/પોસ્ટ મુકવા જોઈએ. તમને પોતાને અંદરથી કલાકાર જેવી ફિલીંગ આવવા લાગસે. તમારી આત્મા તમને ઘરથી બહાર ધકેલશે, તમારુ ઘર તમને કદવા આવશે. જે ખુરશી પર બેસી તમે ઘરકુકડા બન્યા છો એ ખુરશી તમને આગનો અંગારો લાગવા લાગશે.

યાદ રાખજો કે આઈડિયા, આપણા વખાણ સાંભળતા આપોઆપ જ આવે છે. બીજો કોઈ રસ્તો નથી, નવા લાજવાબ વિચારો લાવવાનો!!,એટલા માટે જ આર્ટિસ્ટોના વખાણ કરતા રહો કે જેથી તેઓ તમને સારામાં સારુ કામ આપતા રહે. હવે તમે નવો ફોટો ક્લિક કરવા ભાગશો. આમ નવી ઘણી સંભાવનાઓ તમારી આંખોને દેખાવા લાગશે. અહીંથી એક નવું મુડ આવશે.તમને ખબર પડશે કે તમે ફેસબુકને સમય આપવાનુ ઓછુ કરી દીધુ છે. કોઈ ચીજ/નશાથી પીછો છુડાવવાનો રસ્તો એજ છેકે એ કામને પ્રેમ કરો, એનો વધારેમાં વધુ વ્યવહારમાં લાવો.તમે આ રીતે વ્યવહારમાં લાવશો એટલે તમને ખબર પડશે કે એના આગળ પણ કેટલાય દરવાજાઓ ખુલે છે. હમણા તમારી મુશ્કેલ એ છે કે તમે પહેલા દરવાજા પર જ અટકી ગયા છો.

કેટલાક ઉદાહરણો-- નીચના આપેલા ઉદાહરણો માંથી તમારી હોબી ,અથવા શોખ હોય શકે.

૧) માની લો કે કોઈને કવિતા વાંચવાનો શોખ હોય અને તમે માત્ર ઘરે બેસીને બુક માંથી કવિતા વાંચ્યા કરો તો વાંક બુકનો નથી,એ વ્યકિતનો છે જે સારી કવિતા લખી શકે છે. જો એ વાંચતો જ રહેશે તો એ પાગલ થઈ જશે એટલી કવિતા લખાયેલી છે. પણ, જો એ કવિતા લખવા લાગશે તો એને સમજાશે કે સારી કવિતા લખવા માટે એને અનુભવોની જરૂર છે, અને એ ઘરકુકડો ઘરની બહાર નીકળશે. કોઈ સુંદર છોકરીને મળશે અને એની વખાણના વેણ એના મુખમાંથી આપોઆપ સરી પડશે અને કવિતા બની જશે. એ ખૂબ સારુ અને સુંદર લખી શકશે અને ફરી-ફરીને એ લખેલુ વાંચવાથી એનો આત્મવિશ્ર્વાસ આપોઆપ વધવા લાગશે. એ વધારે સારુ લખવા માટે બીજીને મળશે,પછી ત્રીજી અને પછી ચોથી આમ એ ક્યારેય પુરા ન થનારા દરવાજાઓની દૂનિયામાં પહોંચી જશે.

ચસ્કો એ બતાવે છે કે તમારી અંદર એક આર્ટિસ્ટ છુપાયેલો છે, જે કોઈ ચીજ પાછળ પાગલ થવાને મરી રહ્યો છે.ચસ્કો તો એક શરૂઆત હોય છે આવનારી હસીન સફરની.....

ઉદાહરણ૨) જો કોઈને ખુબ ગુસ્સો આવે છે અને એ વ્યકિત બધા સાથે લડતો રહેતો હોય તો એણે બોક્સિંગ જેવુ રમત કૌશલ અજમાવવુ જોઈએ, બોક્સિંગમાં તમને સૌથી પહેલા શિસ્ત શીખવે છે,પોતાની તાકાત પર, પોતાના મન પર નિયંત્રણ અને પોતાના ગુસ્સાને સાચી દિશામાં ઉપયોગ કરવાનું શીખવે છે.એ વ્યકિત કસરત કરશે,પોતાની ખાણી-પીણી પર ચોકકસ ધ્યાન રાખશે અને એટલી શિસ્તથી નિયમોનું પાલન કરશે કે તમે ખુદ હેરાન થઈ જશો. એ વ્યકિત સમયે સુઈ જશે જેથી પુરો આરામ મેળવી ઉઠી શકે , દોડવા જઈ શકે, વ્યાયામ કરી શકે, ધ્યાન કરી શકે.

હવે એનો હેતુ, ગુસ્સાથી કોઈનું નાક તોડવાનો હશે નહી પણ સારા મુદ્દાઓ બનાવવા પર હશે જેથી એ લડાઈ જીતી શકે.

ત્રીજુ ઉદાહરણ આપુ તો , જો મસાલેદાર, ચટપટુ અને સ્વાદિષ્ટ ભોજન તમારી નબળાઈ છે, અને જો તમે ચટાકેદાર અને મસ્ત રસથી ભરપુર ભોજન જોઈને તમે પાગલ થઈ જતા હોય તો આ તમારી નબળાઈ નથી પણ તમારા શોખ અને “true interest” આમાં જ છે. તો તમારે કુકિંગ કલાસીસ માં જવુ જોઈએ, ભગવાને તમને અલગ-અલગ સ્વાદ ઓળખવાનો અજોડ હુનર આપ્યો છે ,તમે સુંઘીને કહી શકો કે આ રસોઈ માં મીઠુ વધારે પડ્યુ છે કે ઓછુ ,તમે એ ડીશ ને જોઈને કહી શકો કે રસોઈ સ્વાદ, સુગંધથી બરાબર બની છે કે નહી, મોટી મોટી કંપનીઓ જેવી કે KFC, Mc.Donald જેવી ઘણી બધી કંપનીઓમાં નોકરી મેળવી શકો.પોતાની રેસ્ટોરન્ટ પણ ખોલી શકો.

જો મ્યુઝિક તમારી કમજોરી હોય, ડાન્સ તમારી કમજોરી હોય તો એ શીખો. એવું થતુ હોય કે ખુબ જ સુંદર છોકરીઓ, મેકઅપ અને હેરસ્ટાઈલ તમને પાગલ કરી નાખે છે તો બસ મારુ એક જ કહેવાનુ “બ્યુટીશયન” બનો. કેટલાક લાકો મને પુછે કે આપણને કઈ વસ્તુ ગમે છે અને કંઈ વસ્તુમાં interest છે!?એ કેવી રીતે જાણવું? ૩-idiots film માં બતાવવામાં આવ્યુ છે કે “એવું કામ કરો જેને કરવામાં મજા આવતી હોય,પણ મને તો કોઈ શોખ જ નથી.

પછી હુ એમને કહુ છુ કે શોખ કેવળ સારા જ હોવા જરૂરી નથી, જો તમને “wild life photography” અને “music”નો શોખ હોય , તો જ તમારે તમારુ ગમતુ કામ કરવુ એ જરૂરી નથી. ૮૦% શોખો આપણી ખોટી આદતોમાં છુપાયેલા હોય છે.તમે સાંભળ્યુ હશે કે “લોહા હી લોહે કો કાટતા હૈ”બસ એવી જ રીતે ચસ્કો કોઈ પણ ચીજનો હોય, જો એનાથી મુક્તિ મેળવવા માંગતા હોય તો એ ચસ્કાને વધુ સારી રીતે જીવવુ.એ શોખને એટલુ વધારે કરોકે તમે એની આગળ નીકળી જાવ. એ શોખની પેલી પારના લેવલ સુધી પહોંચી જાવ.

તમે જાણો છો કે મશીન્સ દુનિયાના કેવા લોકોએ બનાવ્યું!? જે લોકો આળસુ હતાએ લોકોએ. એવાં લોકો એ કામ ને તો કરવા માંગતા હતા પણ, મહેનત કરવા માંગતા ન હતા. જેણે વોશિંગ મશીન બનાવ્યુ ,એ વ્યકિત જ મહેનતુ હોતે તો મશીન બનાવતે જ શુ કામ!? હોથોથી જ કપડા ધોતે ને! સુસ્તી એમની કમજોરી હતી અને આળસ એમની ખરાબ આદત હતી. જેમણે ફોન બનાવ્યા એ દરરોજ ભાઈબંધના ઘરે ચાલીને જવા માંગતો નહતો. જેણે સ્ટવની શોધ કરી એ, રોજ આગ લગાવીને ખાવાનુ બનાવવા માંગતો નહતો. આ વૈજ્ઞાનિકો મહેનતુ હોતા નથી, આ ફિલોસોફર, આ ધંધાર્થી....

તમને એક વાત કવ, હુ પણ સુસ્ત અને આળસુ માણસ છુ, મને ગધ્ધામજુરી પસંદ નથી, મને માત્ર કલ્પનાઓમાં જીવવાના બુરો શોખ હતો ,તો મે શુ કર્યુ ખબર!!??, મારી કલ્પનાઓને કાગળ પર ઉતરવાનુ ચાલુ કર્યુ અને તમે જોઈ શકો કે મારી બુક સારી એવી ડાઉનલોડ થાય છે, મારી લવ નોવેલ ,” મારો પ્રેમ તારાથી જ” મારી કલ્પનાનું જ વૃક્ષ છે. જે ખૂબ વખાણાઈ છે અને ત્રીજા ભાગની લોકો વાર જોઈ છે, કે ક્યારે આવશે.....

તમે જોયું મારા ક્લપનાના શોખથી આજે મને મારા જીલ્લાની બહાર પણ લોકો મને ખુબ આદર સાથે માન આપે છે અને મને વખાણે છે, મારી કલ્પનાની દૂનિયાની કવિતા , “મા ના પ્રેમનો ઘેલો” એટલી બધી પસંદ આવી કે હુ માતૃભારતી તરફથી આયોજીત “કવિતા હરીફાઈ” માં હુ સાતમાં નંબરે જીત્યો અને તમને જાણતા આનંદ થશે કે આ મારી પહેલી કવિતા હતી જે આખા ગુજરાતના કવિઓ વચ્ચે નામના પાત્ર અને પસંદગી પાત્ર બની. આ બધુ તમને મારા વખાણ કરવા નથી બોલતો, પણ કહેવા માંગુ છુ કે કંઈ પણ વસ્તુ કે કરવુ ગમતુ હોય એને એટલી હદે વાપરો જેથી તમે પણ વખણાવ. મારા ભાઈબંધો મને પુછતા હોય કે કોલજમાં સવારથી સાંજના ૬ વાગા સુધી તુ કોલેજમાં જ વ્યસ્ત હોય અને અપડાઉન કરતો હોય તને લખવાનો ટાઈમ ક્યાથી મળે!? તુ થાકતો નથી!? કોલેજનું એસાઈનમેન્ટ,ફાઈલ અને ઘરનુ કામ તથા પેલા અપડાઉન નો થાક...

મારો જવાબ એજ હોય કે, મજા કરવામાં કોઈ દાડો થાક લાગે!!? ઉલટી મજા આવે અને એ પણ ગામની...આવુ કામ તમે ૨૪ કલાક કરો તોય તમને તો એવુ જ લાગે કે તમે આ કામ કરી રહ્યા જ નથી તમે માત્ર મજા કરતા હોય છે એ કામ સાથે. તો તમારા માટે આ કામ કયુ હોય શકે?!

દિવસ દરમિયાન તમને ગધ્ધામજુરી જેવુ લાગતુ કામ કરતા હોવ ત્યારે એ ગધ્ધામજુરી વચ્ચે તમે આનંદ મેળવવા માટે જે કામ કરતા હોવ અને જેનાથી તમે Refresh થઈ જતા હોવ, ભગવાને તમને એ કામ માટે જ બનાવ્યા છે અને તમે પણ, એ કામ કરવા માટે જ જન્મ્યા છો.

હવે છેલ્લી વાત ખોટા ચસકાની,”જો તમને દારૂ પીવાનો ચસ્કો છે,તો તમારી એ આદત તમારી તાકાત બની શકે છે, તમે વિચારતા હશો કે કેવી રીતે...!? તો જવાબ સાંભળો મારો.....(આ નીચેનો અભિપ્રાય મારો નથી,મેં પણ ક્યાંક વાંચ્યુ છે, તેથી એવું સહેજે માનવુ નહી કે લેખક જ ગયો ગુજર્યો છે!!)

જાણો છો કે દુનિયામાં ૯૦૦૦ પ્રકારની દારૂ છે, જો તમે અલગ-અલગ પ્રકારની પીતા હો તો, ૯૦૦૦ના સ્વાદ જાણવા ૨૪ જેવા વર્ષ લાગે. દુનિયામાં એવા ઘણા લેખકો છે જે કહી શકે કે કઈ આઈટમ વિશ્વની બેસ્ટ દારૂ છે અને કેવા પ્રકારના પીણાથી કેવો નશો થાય છે! અને આવા લેખકો કે માણસોની માર્કેટમાં demand સારી હોય છે. દારૂ બનાવનારી કંપની આવા માણસને, કહે એટલા રૂપિયા આપવા તૈયાર હોય છે. જેથી એ લોકો એમની બુકમાં એ શરાબ વિશે લખે અને એમને ફાયદો થાય.પણ ૯૯ ટકા લોકો એક જ પ્રકારના પીણાને જીંદગીભર પીતા હોય પણ આગળના સ્તર સુધી પહોંચતા જ નથી. હુ એવુ નથી કહેવા માંગતો કે તમે તમારા નશામાંથી મુકત થાવ જ નહી, પણ મહત્વતા બતાવુ છું શોખની અને પેશનની, જે તમને શોખથી પ્રગતિના ઊંચા શિખરો ને સર કરી શકો.

તમારુ પેશનેટ કામ તમારી જીંદગીમાં ઉંજણ તરીકે કામ કરશે, જે ઘસાતી તમારી જીંદગીને Smooth ચલાવશે,મશીનમાં કેવુ ઓઈલ નાંખ્યા પછી થાય એમ......બસ તમારા ગમતા ચસકા અને શોખો કરતા રહો. યાત્રામાં એક અનોખું કામ મળશે જેમાં તમને મજાને પેલે પાર આનંદ મળશે, બસ એ કામને કરવાનુ, વધુ સારી રીતે કરવાનુ જ રહ્યુ.

(મનમાં રહેલુ સૌનુ “સ્વપ્ન”-“પટેલ સ્વપ્નીલ”)