Aatmano Khauf - 3 books and stories free download online pdf in Gujarati

“આત્માનો-ખૌફ” (ભાગ-૩)

લેખક પરિચય

મારું નામ પટેલ સ્વપ્નીલ છે,જેવું નામ તેવાં જ સપના જોવાનુ મારુ કામ .સપના ની દુનિયા માં ડુબેલો સપનારૂપી નદીમાં ડુબકી લગાવવાનો શોખીન છુ.મન માં ઘણાં સપના જોયા છે,જેને સાકાર કરવાનો પ્રયત્ન કરી રહયો છું.હુ હાલ એંજીનિયરીંગ કરી રહયો છુ , કોલેજ ના ત્રીજા વર્ષમાં હોવા નો આનંદ છે.હરવા –ફરવા અને સિંગીંગનો ગાંડો શોખ છે.હું અંકલેશ્વરીયન નવોદિત લેખક છું.ભલે કેવો પણ લેખક હોય કે કથાકાર , વાંચકો અને શ્વોતા ના હુંકારા માટે તરસતો હોય છે ,ભલે એ કેવો પણ હુંકારો કેમ ના હોય.તમારા હુંકારા,ફીડબેક અને મેસેજ નો ભુખો છું.

Mobile- 8758807812

Facebook-

Instagram-@patel_swapneel1896

“આત્માનો-ખૌફ”

અને એ શૈતાન બની ગયો!!!!!! (ભાગ-૩)

લેખક- પટેલ સ્વપ્નીલ

નીરવે જોરથી રાડો નાખી,”નીલ.....નીલ......નીલ......નીલ......” પણ સદમાથી વ્યાપત અને શોકમગ્ન થઈ ગયેલો નીલ તો.......અડધા મરેલાની જેમ ધુણતા દીપકને જોઈને પળે પળે ડરથી મરી રહ્યો હતો અને કાંઈ સાંભળતો ન હતો.નીલ અવાચક બનીને દીપકના ધુણવાને જોયા જ કરતો હતો.......નીલનુ અડધુ મોઢુ ખુલી ગયુ હતુ.......મોઢામાંથી માંખી પસાર થઈ જાય એટલુ એનુ મોઢુ ખુલી ગયુ હતુ......

અચાનક એ જગ્યાએથી વિવિધ પ્રકારના અલગ-અલગ અવાજ આવવાં લાગ્યા,ક્યારેક કુતરાઓનો રડવાનો અવાજ,ક્યારેક ચામાચિડીયાઓનુ કર્કશ,ક્યારેક કોઈ સ્ત્રીનો રડવોનો અવાજ,ક્યારેક નવા જન્મેલા બાળકનુ રુદન અને ક્યારેક કોઈના બચાવો-બચાવોના અવાજ આવી રહ્યા હતા. નીલ અને નીરવના ખૌફની આગમાં આ અવાજો ઘી હોમી રહ્યા હતા.નીલના ચહેરાના ભાવ ધીરે-ધીરે બદલાવા લાગ્યા હતા.............

એની આંખો મોટી થઈ ગઈ હતી.......નીલને નીરવની એકેય વાત સંભળાતી ન હતી. ભાન ભુલેલા એવા દીપકના ગોળ-ગોળ ચક્કર જેવા ધૂણવાને જોતો એને પણ ચક્કર આવી જવાના હોય એવુ લાગી રહ્યુ હતુ.ડરને કારણે નીલનુ મોઢુ સફેદ જેવુ લાગતુ હતુ.

નીલના આ પ્રકારના અભિગમને કારણે નીરવને હદયમાં ધ્રાસ્કો પડ્યો હોય એમ એ ચોંકતો- ચોંકતો નીલ પાસે આવ્યો અને એના બે ખભાને પકડીને હલાવ્યો પણ ......એ ભાનમાં આવવાનુ નામ જ લેતો ના હતો...............................

ડરથી વ્યાપી ગયેલો નીલ હવે,ભાન ભુલી ગયો અને ચક્કર ખાઈને નીચે પડ્યો..........નીરવે આ જોઈ જોરથી બૂમ પાડી,”નીલ......!!!!!! નીલ.........!!!!”

નીલને બચાવવા નીરવ તરત નીચે ઝુક્યો,અને નીલને ટેકો આપવા લાગ્યો. નીરવને આ બધુ જોઈને એનો ડર વધી ગયો હતો.નીરવનુ હૈયુ કાપવાં લાગ્યુ હતુ.

પોતાના બધાય મિત્રો મુશકેલી અને ખરાબ પરિસ્થિતમાં હોય તો કયા મિત્રનુ હદય કંપાયમાન થયા વગર રહી શકે!!?

એ વર્ષના છેલ્લા દિવસની એ કાળી રાત, પોતાની ઘોર નિંદરમાંથી જાગી ગઈ હતી,પોતાની આસપાસ ઘટી રહેલા આ ભયાનક અનુભવને કારણે કદાચ એની નિંદર કદાચ ઉડી ગઈ હતી,બિચારી એ રાત આ ઘટનાને જોઈ શકતી ન હતી અને એ પોતાની આંખને થોડીવાર માટે મીંચી દેતી અને પાછી ખોલતી.......એને ધવલના હૈયાફાટ સ્વર સંભળાઈ રહ્યા હતાં.......એને નીરવની મનહસ્થિત સમજાતી હતી,એકબાજુ દીપક ના માથામાંથી લોહીની ધારા સતત વહેતી હતી,અરે! દીપકને બિચારાને એય ભાન ન હતુ કે એ શુ કરી રહ્યો છે,બિચારાનુ આખુ કપાળ લોહીલુહાળ વાળુ લાલઘુમ થઈ ગયુ હતુ.બિચારા દીપકને તો જાણે શાની સજા મળી હતી બિચારો જાણે કેમ પોતાની જાતને જ સજા આપી રહ્યો હતો,બીજી બાજુ બિચારો ધવલ ઝાડ સાથે અથડાઈને પડ્યો હતો,એની હાલત કેવી છે એય ખબર નહતી,બિચારો એય બેભાન પડ્યો હતો,એની સફેદ ટી-શર્ટ પુરી લાલ થઈ ગઈ હતી,બિચારા ધવલનો શ્વાસ પણ ઉંચે ચડ્યો હતો ,અને બિચારો એ પાણી!!!! પાણી!!!! ના સ્વર આલાપી રહ્યો હતો.

એક એવી ઘટના જે નીરવે એની ખુદની આંખે જોઈ શકતો અને એ, એવી ઘટના હતી કે વિશ્વાસ ના કરી શકાય.નીરવને ચંદ્ર ક્યારેક એકદમ પીળો દેખાતો, તો ક્યારેક એકદમ સફેદ થઈ જતો.ક્યારેક વાદળાઓમાં વીટળાઈ જતો અને ક્યારેકતો એકદમ લાલ જેવો થઈ જ જતો.

નીરવ ત્યાં મનમાં ને મનમાં ભાંગી રહ્યો હતો અને એની આંખમાંથી આંસુઓનો દરિયો વહેવા લાગ્યો.........

હે ભગવાન મારા જ મિત્રો સાથે જ આમ કેમ થયુ,અમે જીંદગીને ખુલ્લા દિલથી જીવવા નીકળ્યા હતા,અમે તો જીંદગીના ગીતને ગાવા નીકળ્યા હતા,અમે તો જીવનને હસી-ખુશીથી માળવા નીકળ્યા હતા,અમે કોઈનુ બુરુ કર્યુ નથી,અમારી યારી શુ તને એ હદ સુધી નડવા લાગી કે તારાથી અમારી ખુશી ના જોવાય!!!!શુ તને આ વાત સમજાતી નથી,શુ તારામાં માનવતા જેવી વસ્તુ છે કે નથી ? બોલ......બોલ.......કેમ ચુપ બેઠો છે........હા તુ તો ચુપ જ બેસવાનો ને!!!!

તને તો આ બધુ જોઈને તો ઘણી મજા આવતી હસેને!!! બરાબરને?? બોલ......ભાઈ બોલ હમણા કેમ ચુપ બેઠો છે?,શુ તને હજુય મજા જોઈએ છે?મારો બેસ્ટી એવો દીપકને જાણે શુ થયુ છે?એ બિચારો તો ખુબ સારા સ્વભાવનો છે......એ તો નથી કોઈનુ બુરુ ઈચ્છતો ,નથી કોઈનીય જોડે બુરુ કર્યુ, નથી કોઈનીય સાથે ઝઘડો કર્યો, નથી કોઈ જાતના વ્યસનો,એણે કોઈ દી ગાળોય આલાપી નથી,એ તો દારૂની ચુશ્કી ય લગાવતો નથી,એટલો તો એ સીધો સાદો છે.અમે ત્રણેય મસ્તીખોરો ભલે રહ્યા પણ દીપકતો અમારા રંગમાં રંગાવા પણ માંગતો નહતો,પણ અમે એને અમારા રંગમાં રંગ્યો,શુ આજ અમારો ગુનો હતો?શુ લાઈફને એન્જોય કરવો એજ ગુનો છે......તો ભલે. હા અમે કર્યો છે આ ગુનો........પણ તુ તો અમારી મદદ કરીજ શકે ને........!!! ભગવાન તમે તો પરમ કૃપાળુ છો,પ્લીઝ હેલ્પ કરોને અમારી...............નીરવ હાથ જોડીને આંખમાંથી આંસુડા સારતો.......સારતો.......મનમાં ને મનમાં પ્રાથના કરી રહ્યો હતો.........

ઘણો વખત થઈ ગયો પણ એ દિવ્ય શકિતની કોઈ પ્રેરણા ન મળતા,નીરવ ત્યાં દર્ઢ સંકલ્પથી બોલી ઉઠ્યો,”ભગવાન તારે અમારી મદદ કરવી ના હોય તો કંઈ નહી........હુ તો મારી બનતા પ્રયત્નો કરીશ અને એ પણ મારા મિત્રોને આ સંકટમાંથી બચાવવા,કોઈ શકિતની હિંમત નથી અમારી મિત્રતાને કોઈ હાથ પણ લગાવી શકે..............નીરવે દર્ઢ સંકલ્પ કર્યો અને પોતાના કાર્યને પાર પાડવા આગળ વધ્યો.નીલને ધીરેથી જમીન પર સુવાડી નીરવ ઉભો થયો.

ધવલ અને નીલ જમીન દોસ્ત થઈ નીચે પડ્યો હતો,તેથી હવે નીરવ બધી ઘટના અને એ સ્થાનેથી આવતા, અજીબોગરીબ અવાજોની પરવા કર્યા વગર નીલને ભાનમાં લાવવાના પોતાના બનતાં પ્રયત્નો ચાલુ કરી દીધા.નીરવ જલદીથી ગાડી તરફ દોડ્યો..........એ એટલો જલદીમાં હતો કે દોડવામાં ને દોડવામાં બિચારો ઠોકર ખાઈને નીચે પડ્યો પણ એ જરાય ભાંગ્યો નહી મનથી પણ નહી અને શરીરથી પણ નહી.......પોતાના ફ્રેન્ડને બચાવવા એ ઉભો થયો અને ફરીથી ભાગ્યો,ગાડી પાસે પહોચ્યો ત્યારે ગાડીના દરવાજાને ખોલવા ગયો ત્યાં તો ખબર પડી કે ચાવી નીલના પોકેટમાં રહી ગઈ હતી.આ વાત યાદ આવતા તરત નીરવ, નીલ તરફ ભાગ્યો અને નીલના પોકેટ માંથી ચાવી કાઢી અને ગાડી તરફ ભાગ્યો........હવે ગાડી તરફ પહોંચી તેમાંથી નીલ માટે પાણીનો બોટલ કાઢ્યો અને પાછો નીલ તરફ આવવા લાગ્યો...........તેણે નીલના ચહેરા પર પાણીના છાંટા નાખ્યાં........

નીલ હજુય બેભાન હતો,મનમાં તો હજુય દીપકનુ ધુણવાનુ ચાલી રહ્યુ હતુ,અને દીપક બોલી રહ્યો હતો કે નીલ તુ મને જોઈને આટલો કેમ ડરી રહ્યો છે?હુ તારોજ દોસ્તાર છુ, યાર......ભઈલા માનની મારી વાત......મારી હેલ્પ કર મારા ભાઈ.............મને છોડીને ના જતો........

નીલની સ્વપ્નસૃષ્તિમાં ચાલી રહેલા દીપકના સપનાને જોઈ રહેલો નીલ,નીરવના આંખે પાણી છાંટવાથી જાગ્યો......નીલ,દીપકના આવા વર્તનથી શોકમગ્ન બની ગયો હતો નીલ બોલ્યો આપણો દીપક સારો છેને.........ક્યાં ગયો એ!!! નીલના આવું પુછવાથી નીરવે, નીલને પહેલા તો જોરથી ભેટી લીધુ......અને આંસુ સારવા લાગ્યો........નીલે એને થોડીવાર રડવા દીધો અને પછી એના બંને ખભાને બે હાથે પકડી દર્ઢતાથી કહ્યુ...............નીરવ હવે તુ રડ નહી.આપણે જોડે આ સમસ્યાનો હલ લાવીશુ અને નીરવના આંસુ પોતાના હાથે ધીરેથી લુછ્યા.

નીલે,દીપક તરફ જોયુ......હજુય એ ભાન ભુલેલો ધુણી જ રહ્યો જ હતો..........અને આજુબાજુની ધુણ ઉડાડી જ રહ્યો જ હતો,સામેની બાજુ ધવલ બેભાન લોહીલુહાણ વાળી અવસ્થામાં ઝાડ નીચે પડ્યો હતો.નીરવે નીલને પુછ્યુ શુ કરવુ છે? જલ્દી બોલ..........

નીલ બોલ્યો એક કામ કર, તુ દીપકને કોઈ વાતોમાં ફસાવ અને તારી પ્રવૃતિથી જ બાંધી રાખ,અને હુ ધવલને ઉચકીને ગાડીમાં લઈ જાવ......પણ પેલી ભુતિયા બુક “અને એ શૈતાન બની ગયો” તારે એ બુકના નિયમોનુ જ પાલન કરવાનુ છે.....યાદ રાખજે.....!!!!!!

નીરવે કહ્યુ ,”સારુ,લે આ પાણીની બોટલ લઈ જા”

નીલે કહ્યુ ,”સારુ”

નીરવ હવે દીપકની સામે એવી રીતે ઉભો રહ્યો જેથી,દીપકને નીલ દેખાઈ જ નહી અને નીલ પોતાનુ કામ પાર પાડે..........

એ કાળો સાયો,એના પાછળની સત્યઘટના,એ ચારેય સાથે થવાની ઘટના અને આગળની સ્ટોરી માટે.......જરા શ્ર્વાસ લઈ લો.......પછીનો ભાગ જલદી થી જ અપલોડ કરીશ

ટહુકો-

તમારી હોરર સ્ટોરી કે લવ સ્ટોરીને કે તમે લખેલા લેખને મને વોટ્સએપ કે મેઈલ કરો કરો.....તમારા લેખોને હુ તમારા નામ સાથે મુકીશ .મારુ પ્રયત્ન,મારું લખાણ, આવકારવાં બદલ આભાર ,દિલ થી થેંક્યુ,તમારા ફીડબેક અથવા મેસેજ નો ભુખ્યો છું,ક્રીપ્યા તમારા લેખક મિત્રને ભુખ્યો ના મારતા પ્લીઝ”પસંદ પડેતો તમારા દોસ્તો અને યારો સાથે શેર કરજો.

-------------------------------------------------------- અસ્તુ ---------------------------------------------