Kayo Love - Part - 13 books and stories free download online pdf in Gujarati

કયો લવ - ૧૩

કયો લવ ?

ભાગ (૧૩)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાની છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

પ્યારમાં પડનારા પ્રેમી પંખીડાઓની લવ ઘટનામાં પ્યાર, ધોખા અને સેક્સ જેવી વાતો તો બનતી જ રહે છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવાં માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ : ૧૩

ભાગ (૧૩)

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી, તે કોઈની સાથે પણ વાત કરવા માંગતી ન હતી, બસ માસુમ આંખોમાં આંસુ લઈ, એક જ વિચારમાં પડી રહી હતી, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“કયો લવ? અરે કયો લવ...વવવવવવ...”

“ આય એમ પ્રેગનેન્ટ, કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી ”

---------------

( જો તમે, ‘કયો લવ? ભાગ : ૧ થી ૧૨ ’વાંચી શક્યા ન હોય તો વાંચી શકો છો. અહીં ટુંકમાં પણ, કહી દેવા માગું છું, ભાગ:(૧) થી ભાગ:(૧૨) સુધીમાં આપણે વાચ્યું કે, મુખ્યપાત્ર પ્રિયા, બિન્દાસ બ્યુટીફૂલ કોલેજ ગર્લ હોય છે, જેની બેસ્ટ ફ્રેન્ડ સોની, બંને એક જ બિલ્ડીંગમાં રહેતા હોય છે.

SYBCOM નાં ક્લાસમાં ભણાવનાર હેન્ડસમ સર “નીલ વોરા” પ્રત્યે પોતે કેવી રીતે આકર્ષાઈ હતી અને કેવા સંજોગોમાં ૧૦ મિનીટની, છ મહિના પહેલા મુલાકાત થઈ હતી.....અને ફરી છ મહિના બાદ નીલ વોરા પ્રિયાની જિંદગીમાં કેવી રીતે આવે છે....

પ્રિયા પોતાને ઓળખાવી શકે, અને નીલને પોતાની તરફ આકર્ષવા માટે જાત જાતનાં અખતરા કરે છે...એક દિવસ નીલ સર પ્રિયાને ઓળખી જાય છે, એવામાં કુલદીપ નામના છોકરાનું, પ્રિયાના ગ્રૂપમાં એન્ટ્રી થાય છે...ક્રિસમસ વેકેશન દરમિયાન પ્રિયા ફરી, નીલને એક મોલમાં શોપિંગ કરતો જોય છે, અને ત્યાં બંનેની ફરી મુલાકાત થાય છે.

ક્રિસમસ વેકેશન પત્યા બાદ, પ્રિયા, કુલદીપનો ઇરાદો શું હતો, પોતાનાં ગ્રૂપમાં શામિલ થવાનો એ જાણી જાય છે, અને પોતાનો પિત્તો ગુમાવતા એક જોરદારની થપ્પડ ખેંચી દે છે, આ જોઈ વિનીત ગુસ્સામાં આવી પ્રિયાના બાવડે પોતાનાં આંગળીના લાલ નિશાન પાડી નાંખે છે.

રવિવારના દિવસે પ્રિયા પોતાનાં ફેમિલી સાથે એક લગ્ન પ્રસંગમાં જાય છે, જેમાં રુદ્ર નામના છોકરા સાથે મુલાકાત થાય છે, પણ તે પણ તોછડી મુલાકાત, જેઓ બંને નથી જાણતા કે, એકમેકના પરિવારજન, બંનેને ભાવી જીવનસાથીમાં જોવા માંગે છે.

રૂદ્ર અને પ્રિયા બંને મળે તો છે…સૌમ્ય અને રિંકલ બંને મળી હોટેલની ડાબી બાજું સ્થિત, એક ગાર્ડનવાળી જગ્યે બંનેને છોડીને આવે છે, જ્યાં બંને બેસીને પીગળેલી આઈસ્ક્રીમનો સ્વાદ માંડે છે, પરંતુ પ્રિયા, એના પહેલા રુદ્રના એકપણ સવાલનો જવાબ આપતી નથી.

રુદ્ર, પ્રિયાનો મોબાઈલ નંબર માંગે છે. પ્રિયા રોજની જેમ કોલેજ જાય છે ત્યાં જ વિનીત માંફી માંગવા માટે મોકાની તલાશ કરતો રહેતો હોય છે, પ્રિયા વિનીતની વાત સાંભળવામાં રસ દાખવતી નથી, ત્યાંજ વિનીત પ્રિયાનો હાથ પકડી, કુલદીપ વિશેની સફાઈ આપે છે, ત્યાં જ રુદ્રનો કોલ આવે છે.

પ્રિયા શોર્ટ જીન્સ પહેરીને પહેલી મુલાકાત માટે રુદ્રને મળવા માટે જાય છે, તે દરમિયાન, પ્રિયા, રુદ્રને પ્રશ્ન પૂછે છે કે,“મારા પ્રમાણે, હું બધાની જ વાત નથી કરી રહી, અમુક લોકોની વાત, જે લગ્ન પહેલા તો બલુનની જેમ રહેતા હોય છે, અને લગ્ન બાદ હસબન્ડ, રબરબેન્ડની જેમ થઈ જતા હોય છે, લગ્ન પહેલા હોટ અને સેક્સી કહી વખાણોનાં ફૂલો ઉગાવી દેતા હોય છે, અને લગ્ન બાદ આ બધી જ બાબતો માટેની, કરમાયેલી મર્યાદાઓ બતાવતા હોય છે.”

રૂદ્રે અને પ્રિયાની મુલાકાતમાં, સારી એવી વાર્તાલાપ થાય છે, એ દરમિયાન રુદ્ર પ્રિયાને “આય લાઈક યું” કહી દે છે...કોલેજમાં પ્રિયા, વિનીત સાથે વાત નથી કરતી...શનિવારે જ વિનીતનો બર્થડે હોય છે અને તે જ દિવસે પ્રિયાએ રુદ્રને, કોલેજ રોડને ત્યાં, લાસ્ટ લેકચર પત્યાં બાદ, મળવા માટે બોલાવ્યો હતો.

પ્રિયા, વિનીતને બર્થડે વિશ નથી કરતી, તેથી વિનીતને ઘણું ખોટું લાગે છે...પ્રિયા, રુદ્રને મળવા માટે કોલેજ રોડને ત્યાં જઈ ઉભી રહે છે, ત્યાં તો વિનીત સ્પીડમાં પોતાનું બાઈક લઈ, પ્રિયાના ફરતે, બાઈકનાં ગોળ ચક્કર લગાવે છે, ત્યાં જ રુદ્રની કાર ઉભી રહે છે....રુદ્ર અને વિનીતની વચ્ચે ઝપાઝપી થાય છે, પ્રિયા આ જોઈ રુદ્ર સાથે મુલાકાત કરવા વગર પોતાનાં ઘરે ચાલી જાય છે, રુદ્ર ખૂબ નારાજ થઈ જાય છે, તે ઘરે આવી પ્રિયા અને પોતાની વચ્ચે પ્રઘાડ ચુંબન કરતું સપનું નિહાળે છે.

રુદ્રને પ્રિયા વગર જરા પણ ન ગમતું હતું, તેથી તે રવિવારે પ્રિયાના ઘરે જવા માટે નિર્ધાર કરે છે...બીજી તરફ સોની અને પ્રિયા લગ્ન સમારોહનો કાર્યક્રમ પતાવી, ઓટોમાં પોતાની બિલ્ડીંગને ત્યાં પહોંચે છે ત્યાં તો કુલદીપ પહેલાથી જ ઊભેલો હતો, આ જોઈ પ્રિયા અને સોની કુલદીપને ધમકાવે છે. બીજી તરફ રુદ્ર પણ પ્રિયાનાં ઘરે મળવાં માટે આવેલો હોય છે, પરંતુ તે પ્રિયાની રાહ જોઈ, હવે નીકળવાની તૈયારી કરે છે.

રુદ્ર અને પ્રિયાની અણધારી મુલાકાત દાદરા પર થાય છે, જ્યાં બંનેનો ટકરાવ થાય છે, એવામાં જ પ્રિયા પોતાનું બેલેન્સ ગુમાવતાં, રીતસરનો રુદ્રની છાતીનો ટેકો લેવાઈ જાય છે...પ્રિયા પોતાને સ્વસ્થ કરતાં ત્યાંથી શરમાઈને દોડી જાય છે...રુદ્રને સ્ટેશન છોડવા આવતી પ્રિયાને, કુલદીપ તેની આસપાસ હોય એવો આભાસ થતો હોય છે.........ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે, એના માટે ભાગ:૧ થી ભાગ:૧૨ જરૂર વાંચજો..)

હવે આગળ...........

“પ્રિયા શું થયું ? તને આરામ કરવો જોઈતો હતો ને, તમને મળી તો લીધું હતું, તમે સ્ટેશન સુધી કેમ આવ્યાં.? ” રુદ્ર પ્રિયાનો ફિક્કો પડી ગયેલો ચહેરો જોતા કહ્યું.

પ્રિયા ચારે બાજું રસ્તાની આમેતેમ જોવા લાગી, તે વિચારવા લાગી કે,“ નાં, આ મારો ભ્રમ નથી, કુલદીપ મારી આજુબાજુ જ છે.”

“પ્રિયા, તમે કહેશો, શું થઈ રહ્યું છે તમને ??” રુદ્ર ચિંતાતુર થતો કહી રહ્યો હતો.

પ્રિયાને, પોતે ગભરાઈ ગઈ છે એવું દેખાડવું ન હતું, કે નાં કુલદીપ વિશેની કોઈ ચર્ચા કરવાં માંગતી હતી, કારણ એટલું જ કે શનિવારે રુદ્ર મળવા આવ્યો ત્યારે પણ વિનીત સાથે ઝપાઝપી ચાલું થઈ ગઈ હતી અને આજે ફરી પોતે રુદ્ર ઘરે મળવા આવ્યો, એટલે રુદ્રને આવી બધી વાતો કરીને મૂડ ખરાબ કરવાનો જરા પણ ઈરાદો દેખાડવો ન હતો.

“રુદ્ર ડોન્ટ વરી, આઈ એમ ઓ.કે, ચાલો સામેની હોટેલમાં જઈને બેસીએ.” પ્રિયા ખોટી મોઢા પર સ્માઈલ લાવતાં કીધું.

બંને સામેની હોટેલમાં જ, એક કોર્નરનું ટેબલ પસંદ કરીને ત્યાં બેસે છે. રુદ્ર કોફીનો ઓડર કરે છે.

રુદ્ર, પ્રિયાનાં ચહેરા પર એકીટશે જોતો રહે છે.

પ્રિયા ગંભીર થતાં રુદ્રને કહેવાં લાગે છે, “ રુદ્ર, હું તમને અગત્યની વાત કહેવાં માગું છું, મને લગ્ન કરવાં માટે જરા પણ ઉતાવળ નથી કરવી, હમણાં એસ.વાય.બીકોમ ની ફાઈનલ પરીક્ષા થઈ જશે એટલે મારા ટી. વાય.બીકોમનાં પ્રાઈવેટ કલાસીસ ચાલું થઈ જશે, જે મેં એડમિશન પણ લઈ લીધું છે, એટલે મારા માટે ફાઈનલ યર ઈમ્પોટેન્ટ છે, અને મને લાગે છે કે અરેંજ મેરેંજમાં કોઈ બે વર્ષ તો એકમેકને જાણવાં માટે એમને એમ તો આપતાં જ નહી હશે ? કા તો સગાઈ કરી નાંખતા હશે, અને પછી લગ્નનો સમય ગાળો લંબાવતા હશે....?”

રુદ્ર આટલું સાંભળીને પ્રિયાની વાતને ત્યાં જ અટકાવતાં કહેવાં લાગે છે, “ પ્રિયા પ્લીઝ તમે તમારો સમય લઈ શકો છો.”

પ્રિયા ફરી ગંભીર થતાં કહ્યું, “ રુદ્ર વાત મારા સમયની હું નથી કરી રહી, સમય તમારો વેડફાઈ જશે એની વાત કરી રહી છું. મને, બે વર્ષ સુધી જાણવામાં તમારો સમય તો નક્કી જ જશે, અને લગ્નનો મારો જવાબ હા કે નાં એ હું મારી ફાઈનલ બોર્ડની પરીક્ષા થઈ જશે, પછી જ કહીશ, જો તમને લગ્નની ઉતાવળ નાં હોય તો ??”

રુદ્ર ફરી કહ્યું,“ પ્રિયા મારો જવાબ તો હા માં જ છે, ફક્ત હું તમારા હાં ની રાહ જોઉં છું.”

રુદ્ર, બે વર્ષ સુધી તમે રાહ જોશો મારી ? અને મારો ના માં જવાબ હોય તો ?? પ્લીઝ, તમે અરેંજ મેંરેજ કરવાનાં છો એટલે હું તમને આટલું સજેસ્ટ કરીશ કે તમને પસંદ પડી જાય એવી બીજી છોકરીઓ લગ્ન માટે જોતાં રહેજો, જો તમને પસંદ આવી જશે, તો તમે તમારું લગ્ન જલ્દીથી ગોઠવી શકશો.” પ્રિયાએ ઘણા કાળજીથી અને શાંતિથી પોતાની વાતો પૂરી કરતાં કહ્યું.

રુદ્રને પોતાનાં માટે ચિંતા કરતી પ્રિયાની વાતનો હલ આપતાં, એકશ્વાસે પ્રિયાની આંખોમાં આંખ નાંખતા કહી દીધું, “ પ્રિયા હું તમારી જિંદગીભર રાહ જોઈશ.”

પ્રિયા રુદ્રની આંખો અને એના કડક શબ્દ પરથી થોડી ચિંતામાં આવી ગઈ, પ્રિયા વિચારવાં લાગી કે, “રુદ્રની આંખો અને શબ્દોમાં એક જાતની જીદ હતી, કે કંઈ પણ થાય, પણ હું તને મેળવીને જ રહીશ.”

“રુદ્ર, હું એક વાત કહેવાં માગું છું, આપણા લગ્ન ભલે નાં થાય પણ આપણે ફ્રેન્ડ્સ બનીને કાયમના રહીશું, પ્રોમિસ..?” પ્રિયાએ પોતાનો જમણો હાથ આગળ ધરતાં પૂછ્યું.

રુદ્ર પોતે અસમંજસમાં હતો, તે વિચારવા લાગ્યો કે, “ પ્રિયા એવું શા માટે કહી રહી છે, શું પ્રિયાનો કોઈ બોયફ્રેન્ડ છે, કે પછી પ્રિયા કોઈ બીજાના પ્રેમમાં છે?”

રુદ્ર પ્રિયાનાં હથેળી પર પોતાનો હાથ આપીને દબાવતાં કહ્યું પ્રિયા આપણે ફ્રેન્ડ્સ તો રહીશું જ ને, બટ આઈ લાઈક યુ સો મચ, એન્ડ ઓલ્સો આઈ......” રુદ્ર એટલું કહેતાં ચૂપ થઈ ગયો.

પ્રિયાએ ધીમેથી પોતાનો હાથ સરકાવી લેતાં કહ્યું, “ રુદ્ર આઈ થીંક આપણી આ ત્રીજી કે ચૌથી મુલાકાત છે રાઈટ, અને મને એટલી નજદીકી સારી નથી લાગતી, મને તમારી સારી દોસ્ત ગણી શકો છો, હમણાં એનાથી વધુ હું કહી કહેવાં નથી માંગતી.”

વેઈટર કોફીનાં બે મગ મૂકી ગયો હતો, પ્રિયાની વાત પૂરી થતાં બંને પોતપોતાની કોફીને ન્યાય આપી રહ્યાં હતાં, એમાં રુદ્ર ફક્ત પ્રિયાની આંખોને જ કોફીનો ઘુટડો લેતાં જોઈ રહ્યો હતો.

ત્યાં જ પ્રિયા કોફીની બીજી ઘુટ લઈ રહી હતી કે અચાનક, એક વાંકડિયા વાળ વાળા છોકરા પર નજર ગઈ, એ છોકરાને જોતાં જ એવું લાગી રહ્યું હતું કે તે કોઈને હોટેલમાં શોધતો હોય !!

પ્રિયા એ વાંકડિયા વાળ વાળા, છોકરાને જોતાં જ વિચારવા લાગી, “ અરે!! આને ક્યાંક જોયો છે, હમણાં જ જોયો છે, પણ ક્યાં...ઓહ્હ યાદ આવ્યું, આ તો થોડી વાર પહેલાં દેખાયો હતો, હા..આ કુલદીપને મારી બિલ્ડીંગને ત્યાં બાઈક પર લેવાં આવ્યો હતો !!”

પ્રિયા અને એ વાંકડિયા વાળ વાળા છોકરાની નજર એક થાય છે.

પ્રિયા પોતાનો કોફીનો મગ ત્યાં જ ટેબલ પર મૂકી, તે ઝડપથી ઉઠીને તે છોકરા પાસે જવાં લાગે છે, ત્યાં તો પ્રિયાને સામે આવતી જોઈ તે છોકરો ત્યાંથી ભાગવા માંડે છે.

પ્રિયા દોડ લગાવીને હોટેલની બહાર આવે છે, ત્યાં તો કુલદીપ બાઈક સ્ટાર્ટ કરી રહ્યો હતો, અને એ વાંકડિયા વાળ વાળો છોકરો, એના પાછળ બેસીને, ત્વરાથી બાઈકને ભગાવી મુકીને એ બંને રફુચક્કર થઈ ગયાં એની પણ ખબર નાં પડી.

તે જ સમયે રુદ્ર પણ પ્રિયાની પાછળ ભાગતો હોટેલની બહાર આવી ગયો હતો, અને એને પણ બાઈક પર બે સવાર છોકરાઓ જતા, પાછળથી જોયા હતાં.

“રુદ્ર હું ઘરે જાઉં છું જસ્ટ નાઉ.” પ્રિયા ફરી ફિક્કી થતાં કહ્યું.

રુદ્ર, પ્રિયાનો ફરી એવો જ ફીક્કો ચહેરો નિહાળતો એ પણ થોડો ગભરાઈ ગયો હતો, અને કહેવાં લાગ્યો, “ઓ.કે પ્રિયા, એક મિનિટ..એક મિનટ..તમે અહિયાં જ ઊભા રહેજો, પ્લીઝ જતાં નહી, હું બીલ પે કરીને આવું છું, પ્લીઝ જતા નહી..”

રુદ્ર બીલ પે કરવાં માટે હોટેલમાં વળે છે.

પ્રિયાને ગુસ્સો કરવું જોઈએ, કે ડરવું જોઈએ, કે કુલદીપને પકડીને ગાલ પર બે તમાચા મારવાં જોઈએ, એ જ સમજાતું ન હતું, તે હોટેલની મોકળાશ જગ્યે આટાફેરા કરવા લાગી.

પ્રિયાને ગુસ્સો જ આવી રહ્યો હતો, તે ગુસ્સામાં જ બડબડ કરવાં લાગી, “ કુલદીપ એટલા બધા નાટક શાના માટે કરી રહ્યો છે, હું જ દુનિયાની અપસરા છું કે, મારી પાછળ જ હાથ ધોઇને પડ્યો છે!!

રુદ્રને આવતાં જોતા જ, કુલદીપનો ગુસ્સો, રુદ્ર પર કાઢતાં પ્રિયા કહી ગઈ, “ તમે ક્યારનાં ગયેલા, જલ્દી ન કરાય કે ??

રુદ્ર પ્રિયાનાં ખબે હાથ રાખતાં શાંતિથી કહ્યું, “ જસ્ટ રીલેક્શ પ્રિયા, હું તમને છોડવા આવું છું ઘરે.”

“કેમ મને શું થયું, તમે છોડવા પાછા આવાના ?? હું જઈશ હા રુદ્ર પ્લીઝ.” પ્રિયાનું જાણે આજે દિમાગ કામ નાં કરી રહ્યું હતું તેવું તે બોલવા લાગી.

ઓ.કે ઠીક છે, આ લો તમારો મોબાઈલ અને તમારું પર્સ, તમે ત્યાં હોટેલમાં, ટેબલ પર છોડીને આવ્યાં હતાં, પણ ઘરે પહોંચી ગયા પછી એક કોલ, નહી તો મેસેજ કરશો ને? કે તમે ઘરે પહોંચી ગયા છો?

“ઠીક છે કરી લઈશ, થેંક યું, આ તો મોમનો મોબાઈલ લાવી છું, સોનીનાં પર્સમાં જ મારો મોબાઈલ પડ્યો છે, અને મોબાઈલ લેવાનું પણ ભૂલી ગઈ..” પ્રિયાએ શાંતિથી જવાબ આપ્યો.

રુદ્ર પ્રિયાનાં મૂડને સમજી શકતો ન હતો, પ્રિયા સાથે પગલા ભરતો રુદ્ર વિચારવાં લાગી ગયો કે, પ્રિયામાં માસુમિયત કેટલી બધી ભરી પડી છે.

રુદ્ર અને પ્રિયા હોટેલનો મેઈન ગેટ વટાવી દે છે, અને જ્યાં રીક્ષાઓ આવતી જતી હતી, ત્યાં જઈ ઉભા રહી જાય છે. ત્યાં સુધી સાંજ પૂરી થતાં અંધારું થવા આવી રહ્યું હતું.

રુદ્ર જાણતો હતો કે પ્રિયાને હમણાં કંઈ પણ પૂછવું વ્યર્થ જ ગણાશે, અને બીજો વધારાનો ગુસ્સો કરવા લાગશે અને ફરી ઘરે છોડવા પણ જવાય એવું પણ નથી લાગતું, એમાં પણ પ્રિયા નાં જ પાડી રહી છે. તેથી રુદ્ર પ્રિયાને ઓટોમાં બેસાડી દે છે.”

“હું ઘરે પહોંચીશ એટલે તમને મેસેજ કરું છું.” પ્રિયાએ આટલું કહીને ઓટોવાળાને જવાનો ઈશારો કર્યો.

રુદ્ર પ્રિયાની ઓટોને જતાં જ, તરત જ બીજો ઓટો પકડી પ્રિયાની બિલ્ડીંગનું નામ લેતા, તે ઓટોની દિશામાં જ પોતાની ઓટો જતા જોઈ રહ્યો હતો.

રુદ્ર પોતાનાં રીક્ષાવાળાને કહીને રીક્ષા પ્રિયાની બિલ્ડીંગને ત્યાં જ થોડા અંતરે થમાવી દેવા માટે જણાવે છે, રુદ્ર રીક્ષામાંથી જ જોઈ રહ્યો હતો કે, પ્રિયા રીક્ષાવાળાને પૈસા ચૂકવી બિલ્ડીંગનાં ગેટમાં જતી દેખાય છે.

“ભૈયા સ્ટેશન લે લો.” રુદ્ર પ્રિયાને બિલ્ડીંગમાં જતાં જોઇને હાશકારો અનુભવતાં કહેવાં લાગ્યો.

ત્યાં જ રૂદ્રનાં મોબાઈલની રીંગ વાગી ઉઠે છે, કોલ પ્રિયાનો હતો. પ્રિયાએ જણાવી લીધું હતું કે તે ઘરે પહોંચી ગઈ છે, અને રૂદ્રે પણ કહી રાખ્યું કે તે કોલ કરશે.

રુદ્રને આજે પહેલી વાર અફસોસ થઈ રહ્યો હતો કે તે આજે કાર લઈને પ્રિયાને મળવા માટે ન આવ્યો, અને બીજી તરફ રુદ્રને આ બે છોકરા કોણ હતાં, અને પ્રિયા કેમ ડરી રહી છે એણી માહિતી પ્રિયા પાસેથી જ કેવી પણ રીતે મેળવવી હતી.

રુદ્રને બોરીવલી જતી લોકલ ટ્રેન સમયસર મળી જતાં તે પોતાનાં ઘરે સમયસર પહોંચી જાય છે......

પ્રિયા રાત્રે સોનીને કુલદીપ વિશેનો બધો જ બનાવ કહી દે છે.

સવાર પડી એટલે પ્રિયા કોલેજમાં તૈયાર થઈને જવા લાગે છે, આજની સવારે, કેમ જાણે, પણ પ્રિયાનાં પગ કોલેજ તરફ જવા માટે ઉપડતાં જ ન હતાં.

પ્રિયા જેમતેમ પોતાનાં ક્લાસમાં જઈ બેસી જાય છે. પ્રિયાને આજે નીલ સરને જોવા હતાં, મન ભરીને જોવા હતાં. પ્રિયાનાં જિંદગીમાં, રુદ્ર ભલે લગ્ન કરવાં માટે આવ્યો હતો, પ્રિયા ભલે રુદ્ર સાથેની દરેક મુલાકાતો ઔપચારિક પ્રમાણે અને દોસ્તી પ્રમાણે નિભાવી રહી હતી, પરંતુ જે પસંદની અને પ્રેમની જે લાગણી હોવી જોઈએ તે ફક્ત નીલ સરનાં માટે જ હતી.

લાસ્ટ લેકચર નીલ સરનો આવી જ ગયો, પ્રિયા આજે નીલ સરને ધરાઈને જોતી રહી. નીલ સરને એમ તો પોતાનાં ભણાવા સાથેનો મતલબ હતો, પરંતુ જયારે જયારે નીલ સર ભણાવા આવતાં ત્યારે એક નજર પ્રિયાની બેંચ પર પણ નાંખી જ દેતા. આટલું જોતા પણ પ્રિયાનાં દિલને ઘણો હાશકારો થતો.

લેકચર પત્યાં બાદ, દરરોજની જેમ પ્રિયાનું ગ્રૂપ નીચે કેમ્પસમાં ઉભું રહે છે, આમ તો પ્રિયા થોડા દિવસોથી ગ્રૂપમાં જઈ ભળતી ન હતી એનું મુખ્ય કારણ કુલદીપ હતું. પણ વિનીતને શનિવારના દિવસે કહી રાખ્યું હતું કે તે કોલેજમાં મળીને વાત કરશે.

વિનીત તો ક્યારનો કેમ્પસમાં ઉભા રહી રાહ જોતો જ હતો, એ પણ પ્રિયાને, પોતાનાં બર્થ ડે ની પાર્ટી આપવાં માંગતો હતો.

વિનીત પ્રિયાને આવતી જોતાં સામેથી જ સ્વાગત કરતો આવકાર આપી રહ્યો હતો, અને કહેવાં લાગ્યો, “ પ્રિયા...હાઈ ! કેમ છો ?”

“હમ્મ.. આઈ એમ ફાઈન.” પ્રિયાએ ઘણા શાંતિથી કીધું.

વિનીત જાણી ગયો હતો કે પ્રિયા વાત કરવામાં જરા પણ રસ ધાખવી રહી નાં હતી.

ત્યાં જ સોની અને રોનક અને બીજા ગ્રૂપનાં ફ્રેન્ડો મળીને આમતેમની વાતો અને મજાક કરવાં લાગ્યાં અને વાતવરણને થોડું હળવું કરવાની કોશિશ કરવાં લાગ્યાં.

પ્રિયા થોડું પોતાને સંભાળતા, વિનીતને કહેવાં લાગી, “ વિનીત, આ કુલદીપ ક્યાં રહે છે?”

“હાં એ એમના માસીને ત્યાં અમારી બિલ્ડીંગનાં સામે જ રહે છે.” વિનીતને ખબર હતું એટલું કહ્યું.

“વિનીત મને કુલદીપને મળવું છે ? તું હેલ્પ કરશે મારી?” પ્રિયાએ ચિંતાતુર સ્વરે કહ્યું.

ત્યાં જ રોનકે કુલદીપને સામે આવતાં જોયો અને કહી ગયો, “ યે રહા કુલદીપ.”

પ્રિયા કુલદીપને જોઈને ઉકળી ગઈ. તેને જોરથી બુમો પાડતાં કહ્યું, “ એ કુલદીપ... ઈધર આ ..”

કુલદીપને આવી રીતે પ્રિયા મળી જતાં, પ્રિયાને ત્યાં જવા સિવાય બીજો કોઈ રસ્તો ન જડ્યો.

પ્રિયા, કુલદીપને ત્યાં સામે જઈને, દાંત કકડાવતાં કહ્યું, “ અબે તું ક્યાં ચાહતા હે, યે બાર બાર મેરે પીછે પડને કા મતલબ ક્યાં હે ??”

કુલદીપ પોતાની સફાઈ આપતાં નિસ્તેજ ચહેરે કહી ગયો, “ પ્રિયા હું તમને ગાંડાની જેમ ચાહું છું.”

પ્રિયાએ એક શબ્દ ન કહ્યો, પણ તેને ગુસ્સાથી જોતી રહી.

કુલદીપે ફરી કહ્યું, “પ્રિયા મેં આપસે બહોત પ્યાર કરતાં હું.”

“પ્યાર કરતે હો તો, ઈસકા મતલબ ક્યાં ?? તુમ મેરા પીછા કરતે રહોંગે કહી ભી ??” પ્રિયાએ હવે કકડીને કહ્યું.

“પ્રિયા પ્યાર અંધા હોતા હે.” કુલદીપ ઘણો આરામથી કહી રહ્યો હતો.

પ્રિયાને કુલદીપના વાહિયાત જવાબો સાંભળીને ક્રોધથી ચહેરો લાલઘુમ કરી લેતા, કુલદીપને એક જોરનો, બધા સામે તમાચો ચોળતા કહે છે, “ પર મેં અંધી નહી હું, ફિર સે મેરા પીછા કિયા તો જેલ કી હવા ખાની પડેગી.”

આ અચાનક બનેલો બનાવ જોતાં જ કોલેજનાં છોકરા છોકરીઓનું ટોળું જમાં થઈ જાય છે.

પ્રિયા ફરી બે ચૂટકી કુલદીપને ત્યાં વગાડતાં કડક શબ્દોમાં કહ્યું, “ અન્ડસ્ટેન્ડ, યુ બેટર અન્ડસ્ટેન્ડ.”

(ક્રમશઃ..)