કોફી હાઉસ - પાર્ટ-૧૨

રૂપેશ ગોકાણી

Contact no. – 80000 21640

કોફી હાઉસ પાર્ટ – 12

લવ સ્ટોરી

“ઉપ્પ્પ્સસસ.... આહહ્હ્હ્હ્હ....” કોફીમાં ઉભાર આવતા મે મારા હાથેથી જ વાસણ ઉંચકી લીધુ અને મારો હાથ જરા દાઝી ગયો. “શું કરે છે પ્રેય? કહેતા તેણે મારા બન્ને હાથ પકડીને વૉશબેસીનમાં નળ નીચે રાખી દીધા અને ફટાફટ સ્ટવ ઓફ કરી દીધો.

“ચલ હવે કાંઇ કરવુ નથી . અહી બેસ કહેતી તેણે મને સોફા પર બેસાડી દીધો. હું આજ્ઞાંકિત બની ત્યાં બેસી ગયો અને તે મારી બાજુમાં આવી મારો હાથ પકડી હળવે હળવે ફુંક મારવા લાગી.

“યાર ધ્યાન રાખવુ જોઇએ તારે. જો તો ફીંગર્સ કેવી લાલ થઇ ગઇ છે. અને તેણે એક પછી એક એમ મારી બધી આંગળીઓને ચુમવા લાગી. બળતા અંગારા પર જાણે શીતલ ચંદન રાખતા ઠંડક મળે અને મનને શાંતિ વળે તેમ મને તેના હોઠના સુખદ સ્પર્શથી આનંદ થવા લાગ્યો. બસ તે મારી ફીંગર્સ ચુમે જઇ રહી હતી અને હું હંમેશાની જેમ મારી કુંજમાં ભમવા લાગ્યો હતો. “તારી આ આદત જ મને ગમતી નથી. જ્યારે હોય ત્યારે ક્યાં ખોવાઇ જાય છે એ કાંઇ ખબર જ નથી પડતી. પ્રેય.”

“જાનુ તારી સુંદરતા જ એવી છે કે ન ચાહુ તો પણ ખોવાઇ જ જાઉ છું. આઇ લાઇક યોર નેચરલ બ્યુટી સો મચ. ન કોઇ સાજ, ન શ્રીંગાર, ન કાંઇ મેક અપ. છતા પણ તુ કોઇ અપ્સરાથી કમ નથી જાનુ.” “હવે તારી શેરો સાયરી રહેવા દે. આરામથી બેસ. હું કોલ્ડ ક્રીમ લાવું છું તારા માટે.” કહેતી તે કોલ્ડ ક્રીમ લાવી અને મારી આંગળી પર હળવેથી લગાવવા લાગી.

બહાર વાતાવરણ આજે જરા અલગ મુડમાં જ હતુ. અસહ્ય ગરમી હતી. જાણે વરસાદ પડે તેવી પણ શક્યતા હતી. હાથ દાઝી જવાના કારણે મને ગરમી થવા લાગી હતી અને દોડાદોડી કરવાના કારણે કુંજના ચહેરા પર પણ પ્રસ્વેદની બુંદો છવાઇ ચુકી હતી. “ચલ ઉપર મારા રૂમમાં જઇને જ પ્રોજેક્ટ વર્ક કરીએ, અહી હૉલમાં તો ખુબ ગરમી થાય છે ત્યાં એ.સી. માં કદાચ આરામ મળશે.”

અમે બન્ને તેના રૂમમાં ગયા, “હાઉઝ યુ ફીલ પ્રેય? દર્દ થતુ નહી ને વધુ?” ચિંતીત સ્વરે તે મારો હાથ પકડી પુછ્યુ. “અરે નહી ડીઅર. ડોન્ટ વરી જાનુ. આવી નાની નાની તકલીફ તો ચાલે રાખે બેબી. પ્લીઝ કાલ્મ ડાઉન, આઇ એમ ઑલરાઇટ.” “ઓ.કે. પણ ધ્યાન રાખવું જોઇએ તારે પ્રેય. ક્યાંક કોઇ વધુ પ્રોબ્લેમ ક્રીએટ થઇ જાય તો?” “ઓ.કે. જાનુ તુ કહે છે તો હવે ધ્યાન રાખીશ. નાઉ યુ કાલ્મ ડાઉન બેબી. આ જો એ.સી. ઓન છે છતા તને પસીનો આવી રહ્યો છે.” કહેતા મે તેના ચહેરા પર મારા હાથને પસવાર્યો અને તેની લટને સંવારવા લાગ્યો. “આટલી કેમ મારી ચિંતા કરે છે મારી સ્વીટુ? મને કાંઇ નહી થાય. જસ્ટ નોર્મલ દાઝ છે, બીજુ કાંઇ નહી. ટેઇક ઇટ ઇઝી બેબી.” હજુ તો તે કાંઇ બોલે ત્યાં લાઇટ ઓફ થઇ ગઇ. ૭.૩૦ વાગવા આવ્યા હતા અને આમ પણ વાદળ છયુ વાતાવરણ હતુ તો અંધારૂ થઇ ચુક્યુ હતુ. તેના રૂમનો એક દરવાજો ટેરેસમાં ખુલતો હતો. તો અમે બન્નેએ બહાર ટેરેસમાં જઇ બેસવાનુ નક્કી કર્યુ.

“ટેરેસમાં અમે ગયા. તેની ટેરેસ પણ ઘરની જેમ જ ડેકોરેટીવ હતી. ચારેય ખુણે રંગબેરંગી ફુલના કુંડા રાખેલા હતા અને વચ્ચે ઝુલો હતો. ઝુલાની ફરતે નીચે બન્ને તરફ મોટા કુંડા રાખ્યા હતા અને તેમાથી વેલ આખા ઝુલામાં વીટૅલાયેલી હતી અને તેમા ઘણા બધા ફુલો ઉગેલા હતા. ટેરેસમાં જતા જ ઠંડકનો એહસાસ થવા લાગ્યો. એક તો ઠંડો પવન વાઇ રહ્યો હતો અને સાથે સાથે મઘમઘતા ફુલોની ખુશ્બુ તન અને મનને ફ્રેશ કરી રહી હતી. અમે બન્ને ઝુલા પર બેસી હળવે હળવે ઝુલી રહ્યા હતા. “કેટલુ સુંદર અટ્મોસ્ફિયર છે નહી જાન? ઠંડક દિલને ખુબ સુકુન આપે છે.”

“યા પ્રેય, જ્યારે હું ફ્રી હોઉ ત્યારે અહી બેસીને જ મારો ટાઇમ સ્પેન્ડ કરુ છું. પાપાએ ખાસ મારા માટે જ અહી ઝુલો મુકાવ્યો છે અને આ સજાવટ કરાવી છે. મને ઝુલવુ ખુબ જ ગમે.”

“તો એક કામ કરુ, આજે તો તુ ઝુલ અને હું તને ઝુલાવું.” કહેતો હું ઝુલા પરથી ઉતરી મારી હ્રદયસામ્રાજ્ઞીને ઝુલાવવા લાગ્યો. “અરે યાર આજે મને એકલા બેસી ઝુલવુ નથી, તુ મને સાથ આપીશ તો સોનામાં સુગંધ ભળી જશે. સો પ્લીઝ કમ એન્ડ જોઇન મી.” કહેતી તેણે મને હાથ પકડી તેની પાસે બેસાડી દીધો. અમે બન્ને એકબીજાના હાથમાં હાથ મિલાવી ઝુલતા હતા “અમારુ મિલન જાણે કુદરતને પણ ગમતુ હોય તેમ અચાનક વરસાદની ઝીણી ઝીણી બુંદો અમને સ્પર્શવા લાગી. જોત જોતામાં વરસાદ વધવા લાગ્યો. હું દોડીને કુંજના રૂમ તરફ દોડ્યો પણ મારી કુંજ તો ફરી પોતાની બાહો ફેલાવી વરસાદને પોતાનામાં સમાવતી ભીંજાવા લાગી. આ મોસમની પ્રથમ વર્ષા હતી તો તેમાં ભીંજાવુ તો હરએકને ગમે અને એ પણ આપણી પ્રિય વ્યકિત સાથે મોસમની પ્રથમ વર્ષાનો લહાવો લેવો એ તો ખરેખર એક અનેરી તક કહેવાય. “હેય પ્રેય, કમ હીઅર, જો વરસાદ કેવો મન મુકીને વરસવા લાગ્યો. ચલ આવી જા અહી ખુલ્લા આસમાનની નીચે અને આ વરસાદનો આનંદ લે મારી સાથે.”

“નહી કુંજ, યુ જસ્ટ કેરી ઓન. હું અહી ઠીક છું.” કહેતો હું ડોર પાસે અદબ વાળી તેને નીહાળવા લાગ્યો. તે તો બસ પોતાનામાં ખોવાયેલી હતી અને વરસાદને મન ભરીને માણી રહી હતી અને હું તેને અને તેની સુંદરતાને માણી રહ્યો હતો. અચાનક તેણે વરસાદના પાણીને તેની હથેળીમાં ભરી મને ઉડાવ્યુ, અને હસવા લાગી. “ડીઅર મસ્તી નહી પ્લીઝ.”

“નહી તો શું કરીશ જરા કે જોઇએ, મને ભી ખબર પડે કે પ્રેય શું કરી શકે તેમ છે.” કહેતા તેણે બીજી વખત મને પાણી ઉડાવ્યુ. “યુ કુંજુળી...... કહેતો હું તેને પકડવા દોડ્યો કે જરા વારમાં હું ભીંજાઇ ગયો. હું તેને પકડવા તેની પાછલ દોડ્યો, તે મારાથી બચવા દૂર ભાગી પણ જરા દૂર ગઇ કે મે પાછળથી તેનો હાથ પકડી લીધો. તે શરમાઇને બીજી તરફ જોઇ ગઇ. “હેય કુંજ, કેમ શરમાઇ છે જાનુ? હું કોઇ પરાયો તો નથી.” મે તેના મુખને મારી તરફ કરી કહ્યુ. પણ હજુ તેની નજર ઝુકેલી જ હતી. તેની એ અદ્દા પર તો આખી દુનિયા લુટાવી જાઉ હું. મે તેને મારી તરફ ખેંચી અને મારા બન્ને હાથ તેની કમર ફરતે વીટળાઇ ગયા. તે પણ મારી બાહોમાં સમાઇ જવા ઉત્સુક જ હોય તેમ કોઇ પ્રતિકાર કરતી ન હતી.

વરસાદ પુરબહારથી પડી રહ્યો હતો. વીજળીના ગડગડાટ થઇ રહ્યા હતા. વરસાદના અમીછાંટણામાં અમારા બન્નેના શરીર ભીંજાઇ રહ્યા હતા સાથે સાથે હું તેને અને તે મને એકીટશે એકનજરે નીહાળે જઇ રહ્યા હતા. ખુલ્લા ગગનમાં વીજળીનો ગડગડાટ થઇ રહ્યો હતો, પવન પણ ફુંકાઇ રહ્યો હતો. કુંજનું સર્વાંગ વરસાદથી ભીનુ થઇ જતા તેના શરીરના અંગોના વણાંક ખુબ ઉભરીને દેખાઇ આવતા હતા.

અચાનક મે કુંજને મારી નજીક ખેંચી લીધી. હું તેના હ્રદયના ધબકારને સાંભળી શકુ તેટલી તે મારી નજીક હતી. તેની ઝુકેલી નજરો એ બયાન કરતી હતી કે તે પણ મારા પ્રેમમાં મદહોશ બની ખોવાઇ જવા આતુર છે અને હું પણ તેના પ્રેમને પામવા ઉત્સુક હતો જ. વરસાદની મોસમ જ પ્રણયની મોસમ છે. વરસાદી માહોલમાં કોઇપણના મનની સ્થિતિ એવી હોય છે કે તે તેના મનના માણીગરને યાદ કર્યા વિના રહી જ ન શકે અને મારી તો મનની કોયલ આજે મારી બાહોમાં હતી તો હું કેમ તેનાથી દૂર રહી શકું??? “તો શું અંકલ તમે પ્રેમનો ઇઝહાર કરી દીધો??? કુંજ આન્ટીએ શું રિપ્લાય આપ્યો?” વ્રજેશ અધિરાઇથી બોલી ગયો. “ચુપ રે વજ્યા, છાનો બેસ. વચમાં ડાહ્યો ન થા.” ઓઝાસાહેબે વ્રજેશને હળવી ટપલી મારતા કહ્યુ. “હાસ્તો, અચાનક જ મે કુંજની લટને સંવારતા તેની આંખ પર હળવુ ચુંબન કર્યુ. ત્યાર બાદ તેના બન્ને ગાલ પર ચુંબન કર્યુ. તે બસ આંખ બંધ કરી મારા ચુંબનને મેહસુસ કરી રહી હતી અને મારી ખુબ જ નજીક આવી ચુકી હતી. ત્યાર બાદ મે તેના ગુલાબી મખમલી હોંઠ પર ચુંબન કરવાની સરૂઆત કરી કે તે પણ મને ભેંટી પડી. આવા વરસાદી માદક વાતાવરણમાં હું અને કુંજ એકબીજાના અધરોષ્ઠનુ પાન કરી રહ્યા હતા. હજુ સુધી તેની આંખો બંધ જ હતી જાણે કે તે સંપુર્ણપણે મારા આગોશમાં આવી ખોવાઇ જવા માંગતી ન હોય. અમારા બન્નેના મિલનનુ સાક્ષી બીજુ કોઇ ન હતુ પણ કુદરત અમારા બન્નેના મિલનના સાક્ષીરૂપે અનરાધાર વર્ષા વરસાવી રહી હતી.

અચાનક તેને શું થયુ કે તે દોડીને રૂમ તરફ જતી રહી. આજે હું પણ કાંઇક અલગ મુડમાં જ હતો. હું પણ તેની પાછળ ગયો. તે પોતાના બેડ પાસે શરમાઇને ઉભી હતી, મે તેને પાછળથી મારી બાહોમાં ભરી લીધી. તેની ડોક પરથી વાળને આગળ તરફ સરકાવી મે તેને ચુંબન કર્યુ કે તે આહ્હ્હ્હ ભરી ઉઠી. તેનુ વરસાદથી ભીનુ શરીર મને તેની તરફ ખેંચી રહ્યુ હતુ. મારા મનની જેવી સ્થિતિ હતી તેવી જ સ્થિતિ તેના મનની હતી.

મે હળવેથી તેને મારી ગોદમાં ઉઠાવી અને બેડ પર મારી પ્રિયતમાને સુવાડી દીધી. તેની બાજુમાં હું બેસી તેની સુંદરતાને નિહાળી રહ્યો હતો અને મારો હળવો સ્પર્શ તેના ચહેરા પર પસવારી રહ્યો હતો. હળવે હળવે તેની આંખ, તેનુ નાજુક નમણું નાક અને ગુલાબની પંખુડી સમાન તેના મુલાયમ હોંઠ અને સુવાળી સુરાહી સમાન ગરદન પર મારા હાથની આંગળીઓ ફરી રહી હતી. અને તે તેનો સંપુર્ણ આનંદ લઇ રહી હતી. અચાનક કુંજે મને તેની તરફ ખેંચ્યો કે હું તેના પર ફસડાઇ પડ્યો અને તેણે મને પકડીને તસતસતુ ચુંબન મારા હોંઠ પર કરવા લાગી અને હું પણ તેને સાથ આપવા લાગ્યો. મારા હાથ હવે તેના સર્વાંગ પર ફરી રહ્યા હતા. તેનુ અંગઅંગ ખીલી ઉઠ્યુ હતુ. તેના સ્તનના ઉભારો પર મારા હાથનો સ્પર્શ થતા તે મદહોશ થઇ ઉઠી અને તેની પકડ મારા પર મજબુત બની ગઇ. અચાનક તેણે મારા ટી-શર્ટને ખેંચી ઉતારી કાઢ્યુ અને મારી છાતી પર તેની મુલાયમ આંગળીઓ ફરવા લાગી. તેની લટને સંવારતો હું તેની આ ચેષ્ટાને માણી રહ્યો હતો. આજે તે સંપુર્ણપણે મસ્તીના મુડમાં હતી અને હોય જ ને, માહોલ જ એવો હતો કે કોઇપણ પ્રેમમાં ભાન ભુલી જાય. હવે કુંજ મારી ઉપર હતી, તે માદક અદ્દાથી મને જોઇ રહી હતી. હું પણ તેને નીહાળી રહ્યો હતો. હવે તે મારી ગરદન અને છાતી પર ચુંબનની વર્ષા વરવાવવા લાગી હતી. બહાર વરસાદ વરસી રહ્યો હતો અને રૂમમાં કુંજ મારા પર વરસી રહી હતી. અમે બન્ને એકબીજામાં સમાવવા આતુર હતા. મારા હાથ તેના સ્તનને સહેલાવી રહ્યા હતા. ત્યાં અચાનક ડોરબેલ વાગી............. ડોરબેલનો અવાજ સાંભળી અમે બન્ને સફાળા બેઠા થઇ ગયા. કુંજ હાંફળી ફાંફળી થવા લાગી. મારા ચહેરા પર પણ ડરના ભાવ અંકિત થઇ ઉઠ્યા.

“કુંજ અત્યારે કોણ આવ્યુ હશે એ પણ આવા વરસાદમાં?” મે પુછ્યુ. “આઇ ડોન્ટ ક્નો પ્રેય. સાયદ પાપા આવી ગયા હોય તેમ બને.”

પપ્પાનું નામ સાંભળતા જ મારા પગ ધૃજી ગયા. તેના ઘરમાંથી બહાર જઇ શકાય તેનો માત્ર એક જ રસ્તો હતો અને તે હતો મેઇન હોલમાંથી. હવે કઇ રીતે બહાર નીકળવું તે હું વિચારવા લાગ્યો ત્યાં ફરી ડોરબેલ વાગવા લાગી.

મે મારુ ટી-શર્ટ પહેરી લીધુ અને કુંજને તેના વાળ અને કપડા વ્યવસ્થિત કરી મને ત્યાં તેના જ બેડરૂમમાં છુપાવાનુ કહી નીચે ડોર ખોલવા જતી રહી. હું તેના રૂમમાં જ ઉભો ઉભો બહાર કઇ રીતે નીકળવુ તેનો વિચાર કરવા લાગ્યો. હું દોડીને ટેરેસમાં ગયો અને નીચે જોયુ તો ટેરેસની બાજુમાંથી એક પાઇપલાઇન નીચે તરફ જતી હતી. મનોમન વિચારી જ લીધુ હતુ કે મારા કારણે કુંજના ચારીત્ર્ય પર કોઇ ડાઘ ન થવો જોઇએ. ચારે બાજુ સન્નાટો છવાઇ ગયો હતો. ધોધમાર વરસાદને કારણે આજુબાજુના લોકો ઘરની અંદર જ હતા. ચારે તરફ નજર કરી ભગવાનું નામ લઇ હું તે પાઇપલાઇનના સહારે નીચે ઉતરવા લાગ્યો. મનમાં ડર તો હતો કે આ રીતે મને કોઇ જોઇ જશે તો બહુ મોટો ઇશ્યુ બની જશે પણ કુંજની મને મારા કરતા પણ વધુ ચિંતા હતી તેથી હળવે હળવે હું નીચે ઉતરી ગયો. નીચે પહોંચી આજુબાજુ નજર કર્યા વિના બાઇક સ્ટાર્ટ કરી હું ત્યાંથી પુરપાટ નીકળી ગયો. આખા રસ્તે બસ એક જ વિચાર મનમાં ઘુમી રહ્યો હતો કે કોઇ પ્રોબ્લેમ ન થાય તો સારૂ.હું બાઇકને પુરપાટ દોડાવતો મારા મામા ના ઘરે આવી ગયો.

જલ્દી અંદર મારા રૂમમાં જઇ કપડા ચેન્જ કરવા જતો રહ્યો. કપડામાંથી આવતી કુંજના પરફ્યુમની ખુશ્બુથી મારુ મન બેકાબુ બની ગયુ. આજે તેનો મિજાજ જ કાંઇક ઑર હતો. મારી કુંજને મન ભરીને પ્રેમ કરવાની ઇચ્છા હતી પણ એ શક્ય ન બની શક્યુ. મને અહી મારા રૂમમાં પણ ચોતરફ કુંજ જ નજર આવી રહી હતી. આવા વરસાદી માહોલમાં કામદેવના બાણ્ સતત મને જ લાગતા હોય તેવુ લાગતુ હતુ. ઇશ્વરે કામની રચના ન કરી હોત તો આ દુનિયામાં કોઇ રસ જ રહેત નહી.

અમે બન્ને એકબીજાની નજીક આવ્યા ત્યારથી તે મારી નજીક જ્યારે જ્યારે આવી ત્યારે તેના શરીરને મન ભરીને માણવાની મારી ઇચ્છા જોર કરી આવતી પણ એક ડર પણ મનમાં આવી જતો કે ક્યાંક કુંજ મને કે મારા ઇરાદાને ગલત ન સમજે એટલે હંમેશા મે મન પર કાબુ રાખ્યો હતો પણ આજે તેના તરફથી પોઝીટીવ રિસ્પોન્સ મળતા હું તેની નજીક ગયો. આજે કુંજની હાલત પણ મારા જેવી જ હતી, એવુ લાગતુ હતુ જાણે તે પણ મારા પ્રેમને ઝંખતી જ હતી. આજે તે મારામાં એકદમ ઓતપ્રોત બની ગઇ હતી. મનમાં આજે એક મક્કમ નિર્ણય કરી જ લીધો હતો કે કાલે જ કુંજને પ્રપોઝ કરીશ જ અને જલ્દી અમે બન્ને એકબીજા સાથે લગ્ન કરી બે માંથી એક થઇ જશું. પણ કહેવાય છે ને કે માણસના ધાર્યા પ્રમાણે કરે તે મશીન અને ઇશ્વરના ધાર્યા પ્રમાણે ચાલે તે સંસાર. આ સંસારમાં હરએક વખતે આપણી મનમરજી પ્રમાણે નથી થતુ. મારી સાથે પણ એવુ જ બન્યુ. તે દિવસે આખી રાત મે મનમાં કુંજના જ વિચાર કર્યા અને મનોમન તેને મારી સાથે જ મેહસુસ કરી.

બીજે દિવસે વહેલો ઉઠી નાહીધોઇ રેડ્ડી થઇ ગયો. તેને પસંદ વ્હાઇટ ટી-શર્ટ અને બ્લ્યુ જીન્સ પહેરી, શેવીંગ કરી અને કોલેજ જવા નીકળતો જ હતો ત્યાં મારા ફોનની રીંગ વાગી. મને હતુ જ કે કુંજનો જ કોલ હશે કે હું ફટાફટ ફોન લેવા દોડ્યો. ફોન પર વાત સાંભળતા જ મારા પગ નીચેથી જાણે જમીન ખસી ગઇ અને હું ફટાફટ મામાના ઘરેથી કોઇને પણ કાંઇ કહ્યા વિના નીકળી ગયો. “કાકા શું થયુ હતુ તમને કે ઉતાવળે ભાગતા તમે નીકળી ગયા??? કુંજ આન્ટીને મળવાની એટલી તે ઉતાવળ આવી ગઇ હતી કે શું??? કહેતી શિલ્પા હસવા લાગી. “હમ્મ બેટા, હવે જરા ઘડિયાળ પર ધ્યાન આપ. નવ વાગવા આવ્યા છે. જે થયુ અને શું થયુ એ બધુ કાલે તમને કહીશ.” પ્રેય(પ્રવીણભાઇ) બોલ્યા. “પ્રવીણ્યા આમ સસ્પેન્સ ઉભુ કરી ભાગવા નહી દઇએ તને. એ તો કહેતો જ જા કે કુંજળીને મળવા ક્યાં દોડી નીકળ્યો હતો?” પ્રતાપભાઇ ઉત્સુકતાથી બોલ્યા. “અંકલ આજે મને જવા દો પ્લીઝ. કોફીહાઉસમાં આજે બે વેઇટર નથી તો મારે જવુ પડશે. પ્લીઝ કાકા જીદ્દ ન કરો તો સારૂ.” બોલતા પ્રવીણભાઇ ઉભા થઇ નીકળી ગયા. “હમ્મમ નક્કી પ્રવીણ્યો દુખી થઇ ગયો છે આજે એટલે જ કામનુ બહાનુ કરી અહીથી નીક્ળી ગયો છે.” પ્રવીણભાઇની આંખનો ભીનો થયેલો ખુણો ઓઝાસાહેબથી છુપો રહી ન શક્યો એટલે તે મનોમન વિચારતા ત્યાં બેસી રહ્યા.

To be contined…………

***

Rate & Review

Verified icon

Aakash 3 months ago

Verified icon

Narendra Makwana 5 months ago

Verified icon

Anita 10 months ago

Verified icon

Dya Rajput 10 months ago

Verified icon

Anil Vaghela 1 year ago