Safaltani rahe - 2 books and stories free download online pdf in Gujarati

સફળતાની રાહે - 2

૨.ધ્યેય

''જીવનમાં ધ્યેય નકી કરવાનું નથી હોતું,

પરંતુ દયેય આપો-આપ આવીજાય છે“.

જીવનમાં ધ્યેય (GOAL) વગર કોય પણ વ્યક્તિને જીવનમાં કઈ પણ મેળવવાની આશા નથી હોતી. તેથી કહેવાયા છે ને વ્યક્તિને ધ્યેય ન હોય તે વ્યક્તિ સાધું પુરુષ પણ જો સાધુને પણ જીવનમાં પોતાના આંતરિક અથવા બાહ્ય મોહ-માયાના સુખોની આશા હોય તો તે સાધુ , સાધુ ન કહેવાય. એટલે જ હું ધ્યેયને બીજું નામ આપતા કહું છું.

''ધ્યેયનું બીજુનામ એટલે ઈચ્છા''

GOAL=DESIRE જીવનમાં ધ્યેય કેવી રીતે આપણાં જીવનમાં આવે છે. તે સમજીએ.

  • હમેશા જીવનમાં ધ્યેય બે રીતે આપણાં જીવનમાં આવે છે.
  • ૧. દેખા-દેખીથી =

    કોઈની પાસે આપણે કઈ પણ વસ્તુ,પૈસા અથવા તો કઈ બીજું સારું જોઈએ અને તે આપણને લેવાનો અથવા એ સારા સુધી પહોચાવાનું મન થાય છે. કોય વ્યક્તિ અમુક અલગ ટાઈપના કપડા અથવા મોજ-શોખની વસ્તુ ખરીદે એ વ્યકિત આપણાં અંગત ગ્રુપનો અથવા નજીકનો હોય અથવા સમાજમાં નામ કમાય ગયેલો હોય તો તેને જોયને આપણને [બધાને] થોડું તો મનમાં થાય કે મારે આ વસ્તુ ખરીદવી છે? લેવી છે?

    ૧. કોઈને નાનપણમાં જ અમુક[Sportmen] ખેલાડી ને જોઈ જીવાનામાં પોતે પણ આ વ્યક્તિ જેવો અથવા તો આનાથી પણ સારો ખેલાડી બનશે એવું લક્ષ બનાવી લે છે.

    ૨. કોઈ વ્યક્તિ સારા બીસનેસમેનને (Businessmen) જોયને પણ નક્કી કરે પણ મારા બીસનેસને(Business) અમુક હદ સુધી વિસ્તારવો છે.

    એકવાર તમે લોકો જ તમારી આત્માને પૂછી જુઓંને કે તમારા જીવનામ આવેલા મોટા ભાગના ગોલ (ધ્યેય) બીજાને કોય સારા ગોલ જેવા કે સમાજ સુધારક ,રાજકીય નેતા,ક્રાંતિકારી, સાધુ- સંતો , દેશ-ભક્તો ,કોઈ નો ફિલ્મ નો હીરો અથવા હિરોઈન ,ખેલાડી આ બધા માંથી પ્રેરણા લઈને તમે તમારા જીવનનું લક્ષ નક્કી કર્યું હશે.

    ૨) ઓછી આવડતથી

    આમતો કહેવા જઈ તો કહેવાય છે કે જીવનમાં (Impossible) નામનો કોઈ શબ્દ નથી ભગવાને જીવનમાં સોંને અલગ અલગ આવડતો આપી છે. કોઈ ને વધારે અથવા કોઈને ઓછી. પછી ઓછી આવડત વાળો પણ જો પોતાનું લક્ષ મક્કમ બનાવી લે તો તે ધારે તે કરી શકે છે. તેથી મને અંગ્રેજીમાં પેલી કહેવત યાદ આવે છે. ''TrY AgAiN TrY WiLl Be SuCcEsS'' બીજી હિન્દીમાં કહેવત છે. “કોશીશ કરને વાલો કી કભી હાર નહી હોતી” પણ આપણે લક્ષ આપણાં જીવનમાં ઓછી આવડતથી આવી શકે. તેના વિશે વાત કરવાની છે. એમાં પણ આપના સમાજમાં વ્યક્તિ અસફળ હોય ઓછી આવડત હોય તો લોકો મેણા-ટોણા વધારે મારે છે. અમુક પ્રસગોમાને બધે ભેગા મળીને બીચારીને ઉડાવતા હોય છે. અને ખરેખર આવી ટીખળ પ્રવુતિજ માણસને પોતાનું લક્ષ બની જાય છે.

    વ્યક્તિ પોતાની ઉપર લાગેલા આ મેણાને દુર કરવા લાગી જાય છે. અને ઉપરવાળો જોનારો તો આજ નહી તો કાલ સાચા દિલથી અને પુરા ખંતથી મહેનત કરવા વાળા ને ફળ આપે જ છે. એ કોઈનું કઈ રાખતો નથી પણ મહેનત કરતા બમણું આપે છે .અને માણસ ના મન માં આવા ગોલ ઉભા થાય છે .

    -આવતા વર્ષે હું આટલો જ નફો કરીશ

    -હું આટલું કમાઇશ

    -મારે પરીક્ષામાં ૯0% લાવવા જ છે.પેલો નંબર તો લાવવો જ છે.

    - બાજુવાળી અથવા બાજુવાળા છોકરા કરતા વધારે % લાવવા છે.

    -મારે એક દુકાનને બદલે બે દુકાન કરવી છે

    હું આમ બનીશ /કરીશ એ માટે લાયક બની તેના માટે જેટલી મહેનત ની જરૂર પડે તે હું કરીશ.

    "જ્યારથી મહેનત અને ઈચ્છા ભેગી થાય ત્યારે તમે જીવનમાં સફળતા ના પાયા નાખો છો એવું સિદ્ધ થવા લાગે છે".

    -ડાંખરા સાવન

    જીવન માં ધ્યેય એ સફળતા નથી પણ અપણા જીવન માં તેને મેળવવા માટે મોટીવેશન(Motivation) આપવા માં મદદરૂપ થાય છે. મનમાં તે ધ્યેય યાદ આવે ત્યારે સફળતા માટે કદમ મેળવવા ત્યાર થાય છે

    आधी नखौफ न खतरा हवाओं का
    मैंने दिये बनाएं हैं सूरज को तोड़ के ।

    મનુષ્ય-માત્રના જીવનમાં ધ્યેય હોવું જરૂરી છે. અને આ હરીફાઈના(Compitition) યુગમાં ધ્યેય વગર માનવીનું જીવન અશક્ય બની ગયું હોય એવું લાગે છે. જેમ જેમ જીવનરૂપી આ ગાડાને આગળ ચલાવતા જઈએ છીએ તેમ તેમ માનવજીવનમાં દરેક માનવીના ધ્યેય પણ બદલાતા જાય છે. આ દુનિયા માં ૧% લોકો એવા હશે કે જેનું લક્ષ નાનપણથી લઈને અંતિમ લક્ષ સુધી એકનું એક લક્ષ હશે .જે વ્યક્તિ જીવનમાં એક જ લક્ષ હોય છે. તે વ્યક્તિનું જીવન વધુ સરળ હોય છે. બાકી તો અપણા જેવા સામાન્ય લોકોનું જીવનમાં ધ્યેય સમય ની સાથે બદલાતા જાય છે.

    Do more than is required. What is the distance between someone who achieves their goals consistently and those who spend their lives and careers merely following? The extra mile.

    -Gary Ryan Blair
    આજ સવારે જ નક્કી કર્યું હોય કે હું ભ્રષ્ટ્રાચાર નહિ કરું અને નહિ કરવા દવ. પણ થોડા જ સમય પછી તમે રસ્તા પર બાઈક લઈને ઘરેથી નીકળે ને પોલીસે પકડ્યો હોય એટલે પ્રેમથી બધું ભૂલી જાય અને કહે! સર, ચા-પાણી ના લઇ લો!!.......એમ કરનારી વ્યક્તિ જીવન માં કદી આગળ આવી ના શકે. જે વ્યક્તિ મન મક્કમ કરી ધ્યેય અથવા લક્ષ ને પકડી જ લેવાનું ક મારે આ વસ્તુ કરાવી જ છે. તો પછી ગમે તે થાય ! ‘Any How and Any Time’ I do and I can do.

    એમાં પણ અપણા સમાજ માં વ્યક્તિ અસફળ હોય અથવા તો ઓછી આવડત હોય તો લોકો તેને પ્રોત્સાહન આપવા ને બદલે ટ્યુબલાઈટ સ્ટાર્ટ કરવા મા આવે ત્યારે તે પહેલા ઝટકા ખાતી ખાતી ચાલુ થાય છે અને આખરે આખી પ્રકાશી ઉઠે છે તેવી જ રીતે ધ્યેય પણ આપણા વિચારો ને મન અને મગજમાં વારમ-વાર યાદ અપાવે છે . જેમ કે ટ્યૂબલાઈટની સ્વિછ પાડતા જે ઝાટકો લાગે તેમ આખરે આપણને પણ આપણું મન એ કાર્ય કરવા તૈયાર કરે છે . અને અને એ કાર્ય કરવા માટે તૈયાર પણ થઈ જઈએ છીએ.

    I prefer to win titles with the team ahead of individual awards or scoring more goals than anyone else. I'm more worried about being a good person than being the best football player in the world. When all this is over, what are you left with? When I retire, I hope I am remembered for being a decentguy.
    - Lionel Messi.

    ધ્યેય ને તમે સરળ રીતે જીવન માં સમજવા માટે તમે આ સાદું સ્લોગમ તો સાંભળેલું જ હશે કે તમે ઘરે થી નીકળો ત્યારે તમે નક્કી કર્યું હોય ત્યાંજ પહોંચવા ના પણ જયારે બાઇક લઈ ને ઘરેથી નીકળો ત્યારે કંઈપણ નક્કી ન હોય ત્યારે આપણને થાય છે કે ક્યાં જઈશ ? એ તમારી જાતે એ એક વાર વિચારી જોશો એટલે તમને ખ્યાલ આવશે આમ આવી જ રીતે જીવન માં દયેય વિના સફળતા ના શિખર સુધી પહોછાય જ નહીં તેથી જ આપણા ગુજરાત માં કહેવત છે "દયેય વિના સિદ્ધિ નહીં "