time will tell... Wow books and stories free download online pdf in Gujarati

સમય પણ કહેશે... વાહ

            આકાશ માંથી અંગારા વરસાવતો સૂર્ય જાણે કોઈ કાંડ  કરીને ઘરે આવ્યા હોય અને પપ્પા નો ચહેરો લાલઘૂમ હોય અને પરસેવે નાઈ લીધું હોય તેમ બસની વાટ જોતા જોતા વિવાન કોલેજની બાર બસ ની વાટ જોવે છે . ગરમી વરસાવતા સુરજ દાદાએ પરસેવે વિવાનને નવડાવી દીધો. ખભામાંથી થેલો (બેગ) ઉતારે અને નાકુ હાથમાં પકડે તેવામાં બસ આવી જાય છે. વિવાન ફટાફટ બસ માં ચડી જાય છે. લાસ્ટ જઇને ને ખાલી પડેલ બારીવાળી સીટ પર બેસી જાય છે. તેટલી જ વાર માં બસ ચાલવા લાગે છે, તેવામાં જ ધીરી બસમાં એક છોકરી ચડે છે અને વિવાનની બાજુમાં આવીને બેસી જાય છે.

             વિવાન બારીની બાર ગરમીથી પરેશાન પંખી, લારીવાળા મજૂરોને જોવામાં ખોવાય જાય છે.તેને તેની બાજુમાં આવીને કોઈ બેસી ગયું તેનું પણ ખ્યાલ રહ્યો નથી. થોડી વાર માં ટિકિટ ચેકર આવે છે પણ વિવાન પાસ બતાવવા જાય ત્યારે

              ટિકિટ ચેકર: રેવા દે ભાઈ...જોઈ લીધો તમારો પાસ.

              વિવાન: સ્માઈલ કરતા કરતા જોઈ લો..જોઈલો.. હજુ રીન્યુ ના બે દિવસ બાકી છે..!

               ટિકિટ ચેકર: તું તો રેગ્યુલર માણસ...!  પાણી ના પાયું આજે ?

               વિવાન :અંકલ મારુ પણ ગળું સુકાઈ રહ્યું છે. આ ગરમીમાં  આજે પાણી બધુ જ પીવાય ગયું.

                ટિકિટ ચેકર:- હા બેટા કઇ વાંધો નઈ...એમ કહીને આગળ ટિકિટ ચેક કરવા નીકળી જાય છે.

બાજુમાં બેસેલી છોકરી વિવાનને પાણીની બોટલ આપે છે. વિવાન સામું જોયને પાણીની બોટલ લે છે, અને પાણી "પી" ને "thank you" કહીને પાણીની બોટલ પાછી આપી દે છે. બંને એકબીજાની સામે જોઈને થોડી સ્માઈલ આપે છે.

                પણ  વિવાન કઈ બોલ્યા વગર જ બારીની બહાર જોયા કરે છે. અને બાજુ માં બેસેલી અજાણી છોકરી પણ બારીની બાર જોતી હતી કે  વિવાનને તાકી તાકી ને જોઈ રહી હતી એ કઈ ખબર પડતી નથી. ક્યારેક ક્યારેક વિવાન બસમાં નજર કરે, બસ માં ઘણા છોકરાઓ મસ્તી કરી રહ્યા છે. ઘણી  બાયું અલક-મલકની વાતો કરે છે. કોઈ શાંતિથી કાનમા ઇયર ફોન લગાવી મૂવી જોઈ રહ્યું છે. તો કોઈ પ્રેમી પંખીડા બાજુ બાજુમાં બેસી એકબીજા વગર અધૂરા છે એમ ખુશ ખુશાલ એકબીજામાં વાતો કરે છે કોઈ ખભે મથું ઢાળીને સુતા છે, અને કેટલાક  ફોનમાં તો એવા મશગુલ થઇ ગયા છે કે આજુબાજુમાં શું થઇ રહ્યું છે એનું ભાન જ નથી. પણ આ ફોન  આવવાથી માનવ જીવન ઘણું સરળ બન્યું  પણ એટલું જ અભિશાપ બન્યું છે. તેને માણસ માણસ વચ્ચેના હૃદયના અંતરોને તોડી નાખ્યા છે. માનવ-જીવનને ભાવ પ્રેમ અને કરુણા દયા જેવી ફીલિંગ માત્ર ફોન અને સ્ટેટ્સમાં જ રહી ગઈ છે.  ફોનને લીધે માણસ પોતાનાને મૂકી બીજા સાથે સેટ થઇ જાય છે. અને પ્રેમમાં પડી બીજા ચાર જણાની જિંદગી નષ્ટ કરી નાખે છે. આજ જોવા જઇયે તો બે છોકરાની માં પણ પ્રેમ માટે સોશ્યલ મીડિયા માટે ફાંફા મારી રહ્યાં છે. વાત થોડી સાચી છે એટલે કડવી તો લાગશે.  પણ સાચી છે ! પણ વિવાન આજ ફોન કે મિત્રો સાથે બેસ્યા વગર એકલો ખૂણામાં ને ખૂણા માં જ બારી બાર જોતો રહે છે. ક્યારેક બસ માં નજર જતા બાજુમાં બેસેલી છોકરી સામે પણ જોવે છે. એવામાંજ થોડીવારમાં સ્ટેશન આવી જતા બસ ખાલી થઇ જાય છે. અને બધા પોત-પોતાની રીતે ઘરે જવા નીકળી જાય છે.             

બીજા જ દિવસે વિવાન બસનો પાસ રીન્યુ કરાવવા માટે ડેપો પાર જાય છે. અને લાઈનમાં ઉભો રહે છે. તેવામાં જ પાછળથી કોઈ મીઠા મથુરા અવાજ સાથે કહે છે

      -"પાણી પીશો"

વિવાન થોડીવાર વિચારમાં પડી જાય છે. અને વિચાર કરે છે. આ અવાજ તો મેં કઈ સાંભળ્યો છે.

અને પાછળ ફરીને જોવે છે. અને કહે છે

       "તું અહીંયા”……!!!

        -હા, અમે અહીંયા ના આવી શકીયે! છોકરી બોલી

     -હા, હો અમે, અહીંયા ના આવી શકીયે! છોકરી બોલી

સ્માઈલ કરતા કરતા વિવાન એકી નજરે એકબીજાની આંખો માં જોવા લાગે છે. અને પેલી છોકરી નીચે આંખો રાખી થોડું શરમાય જાય છે.૫.૫" ફૂટ ની ઉંચાઈ,  જાણે કોયલ જેવો અવાજ, વર્ણ એનો ગોરો, ગોળમટોળ  છે  ચેહરો,કોઈ પણ રંગનું કપડું, ના ઝાંખું પડે રૂપ એનું ચન્દ્ર જેવી શીતળ છે, એની મંજરી આંખો, જાણે એમજ લાગે કે જાણે ઇન્દ્ર લોક થી કોઈ અપ્સરા ધરતી ઉપર આવી ને ઉતરી ના હોય! કોઈ પણ ની નજર એક વાર એના ઉપર પડ્યા વગર ના જાય એવું તો બને જ નહિ.

        વિવાન: તારે પણ પાસ કાઠવાનો છે ? ( સામે ઉભેલી છોકરી ને પુછે છે.) પણ તારું નામ શું છે?

છોકરી : કેમ નામની શું જરૂર પડી ?

વિવાન : કઈ ની એમજ ક્યારેક બોલવાની થાય તો શું કેવું એટલે, એમ બી કેવું હોય તો જ બાકી આપણે કઈ એવું અભિમાન નય. વિવાન અને છોકરી બંને થોડું થોડું હશે છે.

વિવાન બોલે છે ખાલી એ તો કહી દે કઈ કોલેજ માં છો?

છોકરી : બસ તારી બાજુની ગીર્લ્સ કોલેજમાં.

વિવાન : કઈ ફેકલ્ટી માં ?

છોકરી : B.કોમ

વિવાન : F.Y માં ?

છોકરી : હા હો...

વિવાન : કઈ સ્કૂલ માં હતી ?

છોકરી : અમરેલી સંકુલમાં

વિવાન : ગુડ

છોકરી : નામ ના કીધું ??

છોકરી: તું જ વાંચી લે જો આઈ કાર્ડ માં લખ્યું છે.

        વિવાન હાથમાં આઈ કાર્ડ લઇ ને થોડું જોરથી વાંચે છે, ધરતી !!!

        ધરતી : હવે ફોર્મ ક્યાંથી લેવાનું એ તો કે હમણાં બસ આવી જશે તો હું ફટાફટ જઈ ને ફોર્મ લૈયાવું.

        વિવાન : મારી પાસે એક એક્સટ્રા ફોર્મ છે જોઈએ તો આપું ?

         ધરતી : આપને તો મારે લાઈનમાં ઉભું રહીને સમય બગાડવો નય. પણ તું મને ફોર્મ ભરવામાં હેલ્પ તો કરીશને જ્યાં મને સમાજ ના પડે ત્યાં એમ તો જરૂર નઈ  પડે

વિવાન : હા એમ તો છે જ ને તું હોશિયાર !

ધરતી : હા પેલેથી જ...

વિવાન: તો આ લે ફોર્મ… કરી દે ભરવાનું સ્ટાર્ટ કરો

(ધરતી ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરે છે, વિવાન બાજુમાં ઉભો ઉભો હેલ્પ કરાવે છે. બંને એકબીજા સાથે એવા મળી ગયા જાણે એકબીજાને વર્ષોથી જ જાણતા હોય.થોડી વાર માં ફોર્મ ભરી બંને ફ્રિ થઇ જાય છે. ને ફોર્મ માં ખાલી પ્રિન્સિપાલ નો સ્ટેમ્પ બાકી રાખે છે. વિવાન ફોનમાં સમય જોવે છે, કહે છે ....

 

વિવાન : ચાલ હવે ૯ વાગવા આવ્યા છે અને બસ આવવાનો સમય થઇ ગયો છે. પાછી જગ્યા નય મળે બેસવાની.

ધરતી : હા,... ચાલ , પણ મારુ નામ તો જાણી લીધું તમારું શુભનામ  શું છે??

સ્માઈલ આપતા આપતા વિવાન બોલ્યો "વિવાન"

ધરતી: ઓ.... નાઇસ નેમ

વિવાન : થૅન્ક યુ...!

ધરતી: આજ કેટલા લેકસર છે?

વિવાન : પાંચ, કાl ના સમયે જ છૂટવાનું છે. તારે ..??

ધરતી : મારે પણ …  જગ્યા રાખજે…! ... રે તો…

વિવાન : વેલા આવવું પડે નહીંતર બીજા બેસી જાય તો જગ્યા ના પણ મળે.

ધરતી :( (કતરાતી નજરે સામે જોઈને ધરતી બોલી ) બધે એવું જ છે , રાખજે નહીંતર બીજે જગ્યા  હશે તો ત્યાં બેસી જઈશ.

વિવાન : ચાલ હવે ૯ વાગવા આવ્યા છે અને બસ આવવાનો સમય થઇ ગયો છે. પાછી જગ્યા નય મળે બેસવાની.

ધરતી : હા,... ચાલ , પણ મારુ નામ તો જાણી લીધું તમારું શુભનામ  શું છે??

સ્માઈલ આપતા આપતા વિવાન બોલ્યો "વિવાન"

ધરતી: ઓ.... નાઇસ નેમ

વિવાન : થૅન્ક યુ...!

ધરતી: આજ કેટલા લેકસર છે?

વિવાન : પાંચ, કાલના સમયે જ છૂટવાનું છે. તારે ..??

ધરતી : મારે પણ…  જગ્યા રાખજે રે તો ?

વિવાન : વેલા આવવું પડે નહીંતર બીજા બેસી જાય તો જગ્યા ના પણ મળે.

ધરતી :( (કતરાતી નજરે સામે જોઈને ધરતી બોલી ) બધે એવું જ છે , રાખજે નહીંતર બીજે જગ્યા  હશે તો ત્યાં બેસી જઈશ. 

વિવાન: કઈ સમજાયું નહિ, What 's Up વાપરે છે ?

ધરતી : હા કેમ ? અત્યારે કોણ એવું હોય કે What 's Up ના વાપરે.

વિવાન : એ તો હોય ઘણા વાપરતા ના હોય અને એવા પણ હોય કે વાપરતા હોય અને ના પાડે.

ધરતી: આપણે હોય એવું કહેવા વાળા, એમ ભી બીજી મુલાકાતમાં કોણ નંબર આપે, સમય આવે ત્યારે સામેથી આપીશ. ઇન્સ્ટા  વાપરે છે ?

વિવાન : હા

ધરતી : “ધરતી_કટ_૨૨” શોધી લેજે જો આપણું સ્ટોપ આવી ગયું ચાલો ઉતરીશું ?

                   મિત્રો સાથે મજાક મસ્તીમાં જ્નારો સમય આજ કેમ શાંતિથી નીકળી ગયો અને કેમ કોલેજ આવી ગઈ એ ખબર જ ના પડી. પણ આજ વિવાન એટલો ખુશ હતો કે જે પોતાની આખી જિંદગી માં એટલો ખુશ નાય થયો હોય. વિવાન તમને પણ જાણવાની ઈચ્છા હશે કે આ વિવાન છે કોણ કે જિંદગીમાં પેલી વાર એટલો ખુશ એ પણ માત્રને માત્ર નાની એવી બે જ દિવસ ની મુલાકાતમાં શું ? ને એકબીજાને નાનપણથી જ ઓળખતા હશે ? અને ઓળખતા હશે ? તો કેમ એકબીજા અજાણ્યાની જેમ રહયાં. એકવાચક તરીકે તમને આ બધા પ્રશ્નો થવા જરૂરી છે. અને એટલા સમયમાં પ્રથમ મુલાકાતમાં  વગર માગ્યે પાણી મળ્યું. શું ધરતી પણ વિવાન ને જાણતી હશે? કોઈ જૂનો એ બંનેનો કોઈ નાતો હશે? અને આ દુનિયામાં એકબીજાને મળવું એ પણ કુદરત આગળ પાછળના કોઈ અધૂરા ખાતા  પુરા કરવા માટે જ મિલન કરાવે છે, અને એ વાત તો સનાતન સત્ય છે. હંમેશા દુનિયાથી અલગ વિચારવા વાળો અને લોકોને વિચાર અને ભાવથી જોઈને વ્યક્તિ ની પરખ કરી લેનાર આજ વિવાન કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર  અંજાન અજાણી છોકરી સાથે મક્કમ એવી દોસ્તી મનોમન કરી નાખે છે. આજ પેલી વાર કોઈ અજાણ પાર વિશ્વાસ કરી લે  છે.

                   બસ માંથી નીચે ઉતરી વિવાન મનમાં ને મનમાં ગીતો ગાતો કોલેજમાં જાયછે. આજ ચેહેરા પર એટલી ખુશી છે જાણે આખું ભારત જીતીને ના આવ્યો હોય.  અને એની સ્માઈલની દીવાની છોકરીઓ તો આજ તાકી-તાકી ને કોઈ  પણ જાતની શરમ રાખ્યા વગર વિવાની સામે એકી ટચ જોઈ રહ્યું છે કે જાણે મીરાંને કૃષ્ણ એની શબરીએ પ્રથમ વાર રામ ને જોયા હોય. વિવાન પણ જયારે કોલેજમાં જાય અને એને ઓળખતી એના ક્લાસ ની કોઈ છોકરી એને બોલાવ્યા વગર કે સ્માઈલ આપ્યા વગર રહે જ નય. વિવાન જાણે એને ક્લાસમાં એકને એક કાનો હોય એવું જ લાગતું. આખી કોલેજ માં વિવાનને કોઈ ઓળખતું ના હોય એવું ના બનતું. ચેહરા પર રહેલી સ્માઈલ થી જ આખી કોલેજ અને શિક્ષકોનો પણ એ લાડકો હતો. એમાં પણ એની હેર સ્ટાઇલ જોઈને બાકીની  છોકરીઓ Viv's  (વીવ'સ) કહીનેજ બોલાવતી, કોલેજની બહાર કેમ્પસ માં સૌથી વધુ પ્રશંશા એના વાળ અને સ્વભાવ થી જ સૌના દિલમાં રાજ કરતો હતો. પણ આજ સુધી વિવાનના દિલમાં રાજ કરવા વાળું આવ્યું નાતુ પણ બસ વાળી ઘટના પછી લાગી રહયું હતું કે એ દિવસ દૂર નથી ...

          ધરતી અને વિવાન  કોલેજમાંથી રજા પડતા જ ફટાફટ પારકી પંચાયત કાર્ય વગર સ્ટેશને બસ પકડવા પહોચી જાય છે. બને એક બીજાને જોઈ સ્માઈલ આપે છે. બંને એકબીજાને પાણી આપે છે. પણ વારે વારે બંને એકબીજાની આંખોમાં આંખ નાખી  દે છે. વાત પણ નવાય છે જયારે એકબીજાને આંખો મળે તો સાધારણ રીતે એક પ્રેમ કહાની છે. એવું માની લઈયે છીએ. પણ જયારે આંખો માં આંખ મળે ત્યારે   કોઈ આપણી ઓળખાણ ઉભી  થતી હોય છે. જયારે આંખોમાં આંખો નાખી ને વાત થાય ત્યારે અને ખાસ કરીને કોઈ પણ વ્યક્તિને ખાસ તમે નોટિસ કરતા હોવ ત્યારે તમે તેને જજ કરી શકો છો.

વિવાન : કોણ છે તું ?

ધરતી :કેમ

વિવાન: તું મને ઓળખે છે ?

ધરતી : તું ઓકે  તો છે ને ....હું તને ક્યાંથી ઓળખું હજુ...!  હમણાં તો મળ્યા છીએ.

વિવાન: મને કેમ લાગે છે, કે  તું મને ઓળખે છે.

ધરતી: હું તને ઓળખું છું.  કે તું મને....???

વિવાન : શું ..? કઈ સમજાયું નહિ.

ધરતી : શું યાર મગજ વાપરે છે. જો બસ  આવી  ગઈ. એવું કહીને ધરતી વાત ફેરવી નાખે છે .

વિવાન અને ધરતી બંને બસ માં જગ્યા શોધી બેસી ને વાતો કરતા કરતા જાય છે.કન્ડક્ટરને પાણી પાય છે. બાય કહીને બંને છુટા પડે છે. પણ બંને એકબીજા પ્રત્યે આકર્ષણ વધી જાય છે. ધરતી એ તો કીધું તું મને ઓળખે છે. પણ વિવાન કોઈ પણ જાત નો ઈશારો સમજી શકતો નથી.;પણ બીજા દિવસે પરાણે સવાર માં ઉઠતો વિવાન વેળા ઉઠે છે ફટાફટ ટાયર થાય ને બહેનને કહે છે દીદી ફટાફટ ભાખરી બનાવ મારે કોલેજ જવાનું લેટ થાય છે . બંને બહેનો હસ્વ લાગે છે. બહેન પુછે છે 'ભયલુ આજ ડે કઈ બાજુ ઉગ્યો' આજે તો રવિવાર છે . ફોન માં વાર જોઈને પાછો સુઈ જાય છે.

                                        ******

                     વિવાન એક  નાનકડા ગામના ખેડૂતનો દીકરો હતો. એના પપ્પા ગુજરાતી તૂટેલું ફુટેલુ વાંચી લખી શકતા. પણ એના પપ્પા નું એક જ સપનું હતું હું ભણી શક્યો નથી તો મારા છોકરાને હું ગમે તેમ કરીને ભણાવી ગણાવી સારી રીતે સેટ કરીશ. પ્રાથમિક શિક્ષણ તેને પોતાના ગામમાં જ  સરકારી શાળામાં મેળવ્યું પણ વિવાન ને હજજુ જીવનમાં કઈ કરી પોતાની પરિસ્થિતિ સુધારી દેશમાં મોટું નામ કરવું . તેણે ગામમાં ને ગામમાં જ માધ્યમિક શિક્ષણ મેળવ્યું ઉચ્ચ-માધ્યમિક નો અભ્યાસ કરવા બાજુના ગામમાં જવાનું  થતું કેમ કે તેનું ગામ નાનું હતું તેથી ઉચ્ચ મચયમિક ની સુવિધા હતી નહિ. વિવાન અને તેનો નાનો ભાઈ અને બે બહેન  મોટી હતી. પરંતુ ભાંગતા ગામડા ને કારણે વિવાનના પપ્પાના બધા જ ભાઈયો અને સગા-વહાલાઓ શહેરમાં આવી વસવા લાગ્યા હતા. કોઈ ભૂલથીજ સગું ત્યાં મળી જતું ત્યાંનો પટેલ પરિવાર ગામડા મૂકી શહેર જવાની હરણ ફાળ પકડી હતી. ગામડામાં રહેતા હોય એને છોકરાને કોઈ છોકરી પણ આપતું ના હતું.  ધીરે ધીરે છોકરાઓ પણ મોટા થઇ રહ્યા હતા . અમુક સમય થાય એટલે સમાજની સાથે ચાલવા માટે સમાજમાં મIન અને મોભામાં ટકી રહેવા માટે વિવાનના મમ્મી પપ્પા એ પણ શહેરમાં જવા માટે નો નિર્ણય લઇ લીધો. અને ત્યાંની બધી જમીન ગામ ના કોળીભાયુંને વાવવા આપી દીધી. અને વિવાનનું  ૧૨મુ પૂરું થતા ભાડાના મકાન રાખી શહેરમાં વસે છે. આમ વિવાન શહેરમાં આવે છે. વિવાનને કઈ નવીન ન હતું લાગતું કારણકે ઇન્ટરનેટ અને સ્માર્ટ ફોન તથા આજના સ્માર્ટ ટીવી થી ફેશન અને રહેણીકરણી થી કોઈ અજાણ રહ્યું નથી. આજના ગામડામાં શહેર કરતા વધુ સારી ફેશન અને રહેણી કારની જોવા મળે છે. પણ એના મમ્મી-પાપા ને થોડું સેટ થતા વાર લાગી પણ ધીરે ધીરે એ પણ શહેરના રંગે રંગાઈ ગયા. નાની નોકરી શરુ કરી અને બહેન અને મમ્મી ભણતા ભણતા સાડી નું એવું ઘરે નાનું કામ કરી ઘર સાંભળી લીધું પપ્પા ધીરે ધીરે નોકરી મૂકી પોતાનો ધંધો ચાલુ કરી દીધો.ટૂંક સમય માં લોન પર ઘણું મકાન પણ લઇ લીધું.  ટૂંક સમયમાં પોતાના દમ પર સારી એવી મહેનત કરી  સમાજમાં અને કુટુંબમાં પોતાની જગ્યા બનાવી લીધી. અને વિવાને કોલેજમાં એડમિશન પણ લઇ લીધું.