Kayo Love - Part - 19 books and stories free download online pdf in Gujarati

કયો લવ ભાગ : ૧૯

કયો લવ ?

ભાગ (૧૯)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાની છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

પ્યારમાં પડનારા પ્રેમી પંખીડાઓની લવ ઘટનામાં પ્યાર, ધોખા અને સેક્સ જેવી વાતો તો બનતી જ રહે છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ : ૧૯

ભાગ (૧૯)

“ ખોલને દરવાજો...પ્રિયા પ્લીઝ...પ્રિયા ફોર ગોડ સેક...દરવાજો ખોલ...” સોની દરવાજા પર બંને હાથે પછાડા કરતી આંસુ સારતી,કરગરતી,મોટા અવાજમાં તાણમાં કહેવાં લાગી.

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી, તે કોઈની સાથે પણ વાતો કરવા માંગતી ન હતી.

રાતના સમયે, બધી જ લાઈટ્સ ઓફ કરી, અંધકારમય બેડરૂમનાં એક ખૂણે, પોતાનું માથું ટેકીને, લાંબા છુટ્ટા વાળો લઈ, બંને હાથે માથું દબાવતી પ્રિયા, ટગરટગર એક પણ પલકારા માર્યા વગર અંધારામાં પણ સીલીંગ પર લટકેલું કાચના ઝુંમરમાં જાણે સર્વસ્વ ભાન ભૂલીને એવાં ગાઢ વિચારોમાં ધકેલાઈ ગઈ હતી, કે આંખમાંથી આંસુની અવિરતપણે ધારા ક્યાં વહીને, એના જ કપડાને ભીંજવીને સુકવી પણ નાંખતા, એનો ક્રમ અશ્રુનાં ટપ ટપ કરતા ટપકા જ જાણતા.

પ્રિયાને, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“ કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આઈ એમ પ્રેગનેન્ટ, કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી ”

( જો તમે, ‘કયો લવ? ભાગ : ૧ થી ૧૮ ’વાંચી શક્યા ન હોય તો વાંચી શકો છો. અહીં ટુંકમાં પણ, કહી દેવા માગું છું, ભાગ:(૧) થી ભાગ:(૧૮) સુધીમાં આપણે વાચ્યું કે, મુખ્યપાત્ર પ્રિયા, બિન્દાસ બ્યુટીફૂલ કોલેજ ગર્લ હોય છે, જેની બેસ્ટ ફ્રેન્ડ સોની, બંને એક જ બિલ્ડીંગમાં રહેતા હોય છે.

SYBCOM નાં ક્લાસમાં ભણાવનાર હેન્ડસમ સર “નીલ વોરા” પ્રત્યે પોતે કેવી રીતે આકર્ષાઈ હતી અને કેવા સંજોગોમાં ૧૦ મિનીટની, છ મહિના પહેલા મુલાકાત થઈ હતી.....અને ફરી છ મહિના બાદ નીલ વોરા પ્રિયાની જિંદગીમાં કેવી રીતે આવે છે....

પ્રિયા પોતાને ઓળખાવી શકે, અને નીલને પોતાની તરફ આકર્ષવા માટે જાત જાતનાં અખતરા કરે છે...એક દિવસ નીલ સર પ્રિયાને ઓળખી જાય છે, એવામાં કુલદીપ નામના છોકરાનું, પ્રિયાના ગ્રૂપમાં એન્ટ્રી થાય છે...ક્રિસમસ વેકેશન દરમિયાન પ્રિયા ફરી, નીલને એક મોલમાં શોપિંગ કરતો જોય છે, અને ત્યાં બંનેની ફરી મુલાકાત થાય છે.

ક્રિસમસ વેકેશન પત્યા બાદ, પ્રિયા, કુલદીપનો ઇરાદો શું હતો, પોતાનાં ગ્રૂપમાં શામિલ થવાનો એ જાણી જાય છે, અને પોતાનો પિત્તો ગુમાવતા એક જોરદારની થપ્પડ ખેંચી દે છે, આ જોઈ વિનીત ગુસ્સામાં આવી પ્રિયાના બાવડે પોતાનાં આંગળીના લાલ નિશાન પાડી નાંખે છે.

રવિવારના દિવસે પ્રિયા પોતાનાં ફેમિલી સાથે એક લગ્ન પ્રસંગમાં જાય છે, જેમાં રુદ્ર નામના છોકરા સાથે મુલાકાત થાય છે, પણ તે પણ તોછડી મુલાકાત, જેઓ બંને નથી જાણતા કે, એકમેકના પરિવારજન, બંનેને ભાવી જીવનસાથીમાં જોવા માંગે છે.

રૂદ્ર અને પ્રિયા બંને મળે તો છે…સૌમ્ય અને રિંકલ બંને મળી હોટેલની ડાબી બાજું સ્થિત, એક ગાર્ડનવાળી જગ્યે બંનેને છોડીને આવે છે, જ્યાં બંને બેસીને પીગળેલી આઈસ્ક્રીમનો સ્વાદ માંડે છે, પરંતુ પ્રિયા, એના પહેલા રુદ્રના એકપણ સવાલનો જવાબ આપતી નથી.

રુદ્ર, પ્રિયાનો મોબાઈલ નંબર માંગે છે. પ્રિયા રોજની જેમ કોલેજ જાય છે ત્યાં જ વિનીત માંફી માંગવા માટે મોકાની તલાશ કરતો રહેતો હોય છે, પ્રિયા વિનીતની વાત સાંભળવામાં રસ દાખવતી નથી, ત્યાંજ વિનીત પ્રિયાનો હાથ પકડી, કુલદીપ વિશેની સફાઈ આપે છે, ત્યાં જ રુદ્રનો કોલ આવે છે.

પ્રિયા શોર્ટ જીન્સ પહેરીને પહેલી મુલાકાત માટે રુદ્રને મળવા માટે જાય છે, તે દરમિયાન, પ્રિયા, રુદ્રને પ્રશ્ન પૂછે છે કે,“મારા પ્રમાણે, હું બધાની જ વાત નથી કરી રહી, અમુક લોકોની વાત, જે લગ્ન પહેલા તો બલુનની જેમ રહેતા હોય છે, અને લગ્ન બાદ હસબન્ડ, રબરબેન્ડની જેમ થઈ જતા હોય છે, લગ્ન પહેલા હોટ અને સેક્સી કહી વખાણોનાં ફૂલો ઉગાવી દેતા હોય છે, અને લગ્ન બાદ આ બધી જ બાબતો માટેની, કરમાયેલી મર્યાદાઓ બતાવતા હોય છે.”

રૂદ્રે અને પ્રિયાની મુલાકાતમાં, સારી એવી વાર્તાલાપ થાય છે, એ દરમિયાન રુદ્ર પ્રિયાને “આય લાઈક યુ” કહી દે છે...કોલેજમાં પ્રિયા, વિનીત સાથે વાત નથી કરતી...શનિવારે જ વિનીતનો બર્થડે હોય છે અને તે જ દિવસે પ્રિયાએ રુદ્રને, કોલેજ રોડને ત્યાં, લાસ્ટ લેકચર પત્યાં બાદ, મળવા માટે બોલાવ્યો હતો.

પ્રિયા, વિનીતને બર્થડે વિશ નથી કરતી, તેથી વિનીતને ઘણું ખોટું લાગે છે...પ્રિયા, રુદ્રને મળવા માટે કોલેજ રોડને ત્યાં જઈ ઉભી રહે છે, ત્યાં તો વિનીત સ્પીડમાં પોતાનું બાઈક લઈ, પ્રિયાના ફરતે, બાઈકનાં ગોળ ચક્કર લગાવે છે, ત્યાં જ રુદ્રની કાર ઉભી રહે છે....રુદ્ર અને વિનીતની વચ્ચે ઝપાઝપી થાય છે, પ્રિયા આ જોઈ રુદ્ર સાથે મુલાકાત કરવા વગર પોતાનાં ઘરે ચાલી જાય છે, રુદ્ર ખૂબ નારાજ થઈ જાય છે, તે ઘરે આવી પ્રિયા અને પોતાની વચ્ચે પ્રઘાડ ચુંબન કરતું સપનું નિહાળે છે.

રુદ્રને પ્રિયા વગર જરા પણ ન ગમતું હતું, તેથી તે રવિવારે પ્રિયાના ઘરે જવા માટે નિર્ધાર કરે છે...બીજી તરફ સોની અને પ્રિયા લગ્ન સમારોહનો કાર્યક્રમ પતાવી, ઓટોમાં પોતાની બિલ્ડીંગને ત્યાં પહોંચે છે ત્યાં તો કુલદીપ પહેલાથી જ ઊભેલો હતો, આ જોઈ પ્રિયા અને સોની કુલદીપને ધમકાવે છે. બીજી તરફ રુદ્ર પણ પ્રિયાનાં ઘરે મળવાં માટે આવેલો હોય છે, પરંતુ તે પ્રિયાની રાહ જોઈ, હવે નીકળવાની તૈયારી કરે છે.

રુદ્ર અને પ્રિયાની અણધારી મુલાકાત દાદરા પર થાય છે, જ્યાં બંનેનો ટકરાવ થાય છે, એવામાં જ પ્રિયા પોતાનું બેલેન્સ ગુમાવતાં, રીતસરનો રુદ્રની છાતીનો ટેકો લેવાઈ જાય છે...પ્રિયા પોતાને સ્વસ્થ કરતાં ત્યાંથી શરમાઈને દોડી જાય છે...રુદ્રને સ્ટેશન છોડવા આવતી પ્રિયાને, કુલદીપ તેની આસપાસ હોય એવો આભાસ થતો હોય છે.

પ્રિયા ફિક્કી પડી જાય છે, પરંતુ તરત જ પોતાને સ્વસ્થ કરી લે છે....રુદ્ર અને પ્રિયા એક હોટેલમાં જઈ બેસે છે, ત્યાં લગ્ન કરવાં માટેની ઈચ્છા શું છે એ અગત્યની વાત પ્રિયા, રુદ્રને જણાવે છે, ત્યાં જ પ્રિયાને વાંકડિયા વાળ વાળો કુલદીપનો ફ્રેન્ડ હોટેલમાં દેખાઈ આવે છે, પ્રિયા, એ છોકરાની પાછળ ભાગતી હોટેલની બહાર આવી જતાં કુલદીપ અને તેનો ફ્રેન્ડ બાઈક પર સવાર થઈ રફતારમાં જતાં રહે છે…

અચાનક કુલદીપ કોલેજમાં મળી જાય છે, પ્રિયા સામે તે ઘણી વાર, પોતે ઘણો પ્યાર કરે છે એવું રટતો જ રહે છે, પ્રિયા પોતાનો પિત્તો ગુમાવતાં જોરદારનો ચાટો લગાવી દે છે. વિનીત પણ કુલદીપને સમજાવે છે...વાતને ઠંડી પાડવા રોનક ટ્રીપ માટેનું સૂચન કરે છે...રુદ્ર સાથે મળીને પ્રિયા કુલદીપ વિશેની હકીકત જણાવે છે...મોબ ડાન્સનો દિવસ આવી જ જાય છે.

મોબ ડાન્સ પત્યા બાદ પ્રિયાને બે અણજાણ રોબર્ટ અને સના, નામનાં છોકરા છોકરી સાથે મુલાકાત થાય છે. પ્રિયા આ ઘટનાની બધી જ વિગત સોનીને કહે છે, સોની તેને ચેતવા માટે ઘણું બધું કહી રાખે છે. રવિવારે અણધારી રીતે એક મોલમાં નીલ સર સાથે પ્રિયાની મુલાકાત થાય છે, જ્યાં પ્રિયા સાથે રુદ્ર પણ હતો.

નીલ સર સામે, રુદ્રને પોતાને ઈગ્નોર થવા જેવું લાગતા, તે મોલની બહાર નીકળી જાય છે. રુદ્ર, પ્રિયા સાથે નારાજ રહે છે...પ્રિયા બધી જ વાત કરીને રુદ્રને મનાવી લે છે, ત્યાં જ રોબર્ટનો ફોન આવે છે.

રોબર્ટનાં કહ્યા પ્રમાણે પ્રિયા સોની અને રોનક એક જુના બંગલે પહોંચે છે. ત્યાં સના, ત્રણેને બંગલાની અંદર લઈ જાય છે....રોબર્ટ અને રોનકની ઉશ્કેરાટમાં બોલચાલ થાય છે.

રોબર્ટ અને સના, પ્રિયા અને સોનીને બંગલાના પહેલા માળ પર લઈ જાય છે, જ્યાં સોની અને પ્રિયાનો આશ્ચર્યનો પાર ન હતો, તેઓ બંને એક છોકરીને એક સાંકળમાં બાંધેલી જુએ છે, જે બેહદ ખૂબસૂરત હતી...પ્રિયાના પૂછવા છતાં પણ રોબર્ટ કારણ નથી બતાવતો કે આ છોકરીને અહીં આવી રીતે કેમ બાંધવામાં આવી છે..!!... ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે, એના માટે ભાગ:૧ થી ભાગ:૧૮ જરૂર વાંચજો..)

હવે આગળ...........

“સોની યારા એક મિનટ વાત સાંભળી લેવા દે મને રોબર્ટની..” પ્રિયાએ વિપરીત માહોલમાં પણ પોતાનું મગજને શાંત રાખીને સોનીને સમજાવે છે.

પરંતુ સોની રડમસ સ્વરે પ્રિયાને કહેવાં લાગે છે, “ યારા, આપણાને અહીંથી નીકળવું જોઈએ, આ રોબર્ટ આપણાને ફસાવા માગે છે કેમ નથી સમજતી તું...”

બીજી તરફ રોનકનો જીવ અદ્ધર થઈ રહ્યો હતો કે બંને હજુ સુધી આવ્યા કેમ નહિ ?? તે વિચારતો હતો, શું ત્યાં બધું ઠીક તો છે ને ?? શું મને એમને ત્યાં જવા જોઈએ??

પ્રિયા અને સોની તે માસૂમ પણ દેખાવે બેહદ સુંદર લાગતી છોકરી જેની ઉંમર અંદાજે ચોવીસ-પચ્ચીસની હશે તેને નિહાળતા જ મનમાં દયાની ભાવના પણ ઉઠી રહી હતી.

“દેખો રોબર્ટ, પ્લીઝ ક્યાં કામ હે વો બોલ દો તુમ, ઔર યે લડકી કો છોડ દો...” પ્રિયા શાંતિથી કહેવાં લાગી.

“અરે કૈસે છોડ દુ, યે...યે..જો લડકી દીખ રહી હે ના વો વ્યસની બન ચૂકી હે...ઔર મેં નહી ચાહતા કી ઈનકી આદત ઔર આગે બઢે. ઔર હમલોગો કી તરહ લાઈફ બરબાદ કર દે.” રોબર્ટ મિશ્રભાવે એકધાર્યું કહેવાં લાગ્યો.

ત્યાં જ સોની વચ્ચે જ કહેવાં લાગી, “હા તો હમલોગ ક્યાં કર સકતે હે ? હમલોગ કોઈ ડોક્ટર નહી હે જો ઇનકા ઈલાજ કર શકે !!”

ત્યાં જ પ્રિયા સોનીને રોકતા, “ સોની પ્લીઝ..”

સોનીએ કહ્યું, “ પ્રિયાયા..”

“એ લડકી તુ અભી ચૂપ હી રેહ..” સનાએ આંખ દેખાડતા કહ્યું.

પ્રિયા સમજદારીથી કહેવાં લાગી, “ યે લડકી કા નામ ક્યાં હે ? ઔર તુમ ઈનકે ક્યાં લગતે હો..?”

“મેં ક્યાં લગતા હું, નહીં લગતા હું યે સબ બાત મુજે બતાના જરૂરી નહીં લગતી, ઇનકા નામ રોઝ હે..”

સોની અને પ્રિયા વિચારમાં પડી ગઈ નામ, એના સુંદરતા જેટલું જ રૂપાળું હતું.

“હા પર યે કામ કે લિયે, મુજે હી કયું ? ક્યાં આપલોગ મુજે પહલે સે જાનતે હો??” કુતુહલતાથી પ્રિયાએ પૂછ્યું.

યે સભી સવાલો કે જવાબ, તુમ્હે મિલેગે, પર કામ હોને કે બાદ..” ગંભીરતાથી રોબર્ટે કહ્યું.

“કામ..કોનસા..?” સોનીએ પૂછ્યું.

“બોલાના, કિતની બાર બોલેનેકા, યે રોઝ કો પહેલે કી તરહ ઠીક કરના હે, ઇન્હેં સબ નશે સે દૂર કરના હે..!!” રોબર્ટે કહ્યું.

“સબ નશે સે..ક્યાં મતલબ..!!” પ્રિયાએ આશ્ચર્યથી પૂછ્યું.

સભી તરહ કા નશા ઇન્હેં લગ ગયા હે, સિગારેટ, દારૂ, ડ્રગ્સ..” રોબર્ટ પોતાની ભાષામાં બોલતો ગયો.

સોની અને પ્રિયા અવાક બની ગયા હતાં. ત્યાં જ સોની ફરી કહી ઉઠે છે, “ દેખો રોબર્ટ, પ્રિયા ડોકટર નહી હૈ, ઔર નાહી પ્રિયાને કોઈ નશા મુક્તિ કા સેન્ટર ખોલ કે રખા હે..” સોનીએ એકસાથે કહી દીધું.

સોનીને ફક્ત પ્રિયાને આ રોબર્ટનાં ઝંઝટમાંથી કાઢવું હતું, કારણકે સોનીને લાગી રહ્યું હતું કે રોબર્ટ, પ્રિયાને ફસાવા માંગે છે.

“હા પર ઇનકો વ્યસન કૈસે લગ ગયા ?? યે લડકી કોન હે ઇતના બતા સકતે હો રોબર્ટ તુમ ?” પ્રિયા વ્યગ્ર થતાં કહેવાં લાગી.

“દેખો પ્રિયા મેને બોલ દિયા હે કી, યે રોઝ કો પહલે તુમ ઠીક કરો, ઈસકે બાદ હી, યે રોઝ નામકી લડકી કોન હે ? તુજે હી કયું યહાં બુલાયા ગયા, ઈસકા આન્સર હે મેરે પાસ..દુગા..દુગા.. ઈસકા આન્સર ભી દુગા..” રોબર્ટ ડોકું ધુણાવતો કહી રહ્યો હતો.

પ્રિયા ઉચાટ અનુભવી રહી હતી. તેની જિજ્ઞાસા હજુ વધી રહી હતી. તેને આ બધી વાતમાં કોઈ રહસ્ય છુપાયેલું હોય તેવું લાગવા માંડ્યું...!! તેને થોડો વિચાર કર્યો, અને પછી મક્કમતાથી કહ્યું, “ ઠીક હે, રોઝ કો મેં સભી નશે સે છુટકારા દીલાઉન્ગી.”

સોની પ્રિયા સામે આંખ કાઢીને દાંત ભીંસતા, સ્પષ્ટતા કરતા બધાની સામે જ કહેવાં લાગી. “ ઓહ્હ સાચ્ચે, પ્રિયા મેડમ મને જણાવશો, તમે એવાં કેટલા મરીજોને ઠીક કર્યા છે?”

રોબર્ટને થોડું ઘણું સમજાતું હતું કે સોની પ્રિયાને શું કહી રહી હતી.

“ એહહહ લડકી...રોઝ ક્યાં તુજે મરીજ દીખ રહી હે ? મરીજ નહી હે સમજી ક્યાં..” રોબર્ટ ગુસ્સે થતાં તરજ જ બબડવા લાગ્યો.

આ બધી જ વાતો પરથી પ્રિયાને એક વાત તો સમજણમાં આવી ગઈ હતી કે રોઝ અને રોબર્ટનો કોઈ ગાઢ સંબંધ હોવો જોઈએ...!!

“દેખો તુમ મુજે કુછ ભી, કયું નહી બતા રહે હો...” પ્રિયા જાણે બધું જ હારી ગઈ હોય એવી રીતે થોડા ઉચ્ચા સ્વરમાં કહેવાં લાગી.

ત્યાં જ અચાનક રોઝનો, જાગી જવાથી કણસવાનો અવાજ આવવા લાગ્યો. તે પોતાની તંદ્રામાંથી જાગી ગઈ હતી, પોતાનો હાથ લોખંડી ચેઈનમાંથી છોડાવવા માટે બંધ કરેલી મુઠ્ઠીને આમ તેમ ફેરવવા લાગી. તેના સૂકા પરંતુ ગુલાબી રંગના હોઠ ફડફડવા લાગ્યા. તે કંઈક બળબળતી હોય તેવું લાગતું હતું.

તેને, સામે જ સના દેખાવા લાગી. તે કાવરીબાવરી થતાં તૂટક શબ્દોમાં તરજ જ સનાને કહેવાં લાગી, “સ...ના..પ્લીઝ..ઓપન માઈ હેન્ડ...”

સનાની નજર રોબર્ટ પર ગઈ, ત્યારે જ રોઝ પણ સનાને જોતા, આ નવા ઊભેલા લોકોનો ચહેરો મુંઝવણ ભરી દ્રષ્ટિએ જોવા લાગી.

પ્રિયા અને સોની પણ જાગી ગયેલી રોઝને નિહાળવા લાગ્યાં.

પ્રિયા, એ માસૂમ છોકરીને જોતી જ રહી ગઈ, એ ખરેખર સુંદર લાગતી હતી, પરંતુ એણી માંજરી, બદામી આકારની આંખો તદ્દન હતાશા ભરી સુકીભઠ્ઠ દેખાતી હતી. આંખોમાં કોઈ જાતની ચમક દેખાતી ન હતી.

પ્રિયા સામેથી થોડીક સ્માઈલ આપવા માંડે છે.

રોઝ આ જોતા જ પોતાની બંને આઈબ્રો ઉપર કરી દે છે, તેને પોતાનું માથું ભારે થયેલું હોય તેવું જણાતું હતું, તે લોખંડી ચેઈનથી બાંધેલા હાથ વડે જ પોતાનાં કપાળ પર હાથ રાખીને થોડુંક દાબવાનો પ્રયત્ન કરવા લાગી.

રોબર્ટ ત્યાં જ કહી ઉઠે છે, “ અબ તુમ લોગ જા સકતે હો, ઔર યે ભી સુન પ્રિયા, મેં તુજે કોઈ જબરજસ્તી નહી કર રહા હું, તું ઘર પર જા, ઔર આરામ સે સોચના, ઉસકે બાદ તું તેરા ફેસલા ફોન પર હી બતા દેના..”

ત્યાં જ સોની ઉતાવળે કહી ઉઠી, “ હા યે બાત સહી હે, પ્રિયા ઘર પર જા કર શાંતિ સે સોચેગી, ઉસકે બાદ તુજે કોલ કરેંગી હા..” એમ કહેતા સોની પ્રિયાનો હાથ ખેંચવા લાગી અને ધીમેથી જ પ્રિયાને સંભળાય એવી રીતે કહેવાં લાગી, “ અરે પ્રિયા ચાલને હવે, શું કામ ઉભી છે??”

સોની જે હાથથી પ્રિયાને ખેંચી રહી હતી, તે સોનીના હાથને મજબૂતાઈથી પકડતા પ્રિયાએ કહ્યું, “ મુજે ઘર પર જા કર કુછ સોચના નહી હે, મેને બોલ દિયા ના મેં રોઝ કો ઠીક કરુગી.”

ત્યાં જ સોનીએ છણકાથી પ્રિયાનો હાથ છોડાવી દીધો.

“ઠીક હે અબ તુમ લોગ યહા સે નીકલ સકતે હો...” રોબર્ટે બે આંગળીના ઈશારા દ્વારા જવા માટે કહ્યું જાણે હમણાં કંઈજ ઘટ્યું ના હોય.

સોની તો પહેલા જ ગુસ્સે ભરાયેલી હતી, તે તો સીધી જ દાદરથી ઉતરવા લાગી. પ્રિયાને ખબર હતી કે સોની નારાજ છે, પણ તેને મનાવા માટે પ્રિયા પાસે અનેકો રસ્તા હતાં.

પ્રિયા દાદરા પરથી ઉતરવા જ લાગી હતી, તેને એક વાર દરવાજાની તરફ જોવાનું મન થઈ આવ્યું. ત્યાં તો રોબર્ટ બહાર આવીને પોતાનાં મોઢામાં એક સિગારેટ મૂકી દીધી હતી, અને તેને સળગાવાનો જ હતો એટલામાં તો પ્રિયા મોટેથી બૂમ પાડી , “ એ રોબર્ટ..”

પ્રિયા એટલું બોલતાની સાથે જ રોબર્ટની સામે આવીને ઊભી રહી ગઈ અને મોઢામાં નાખેલી સિગારેટને પકડીને નીચે ફેંકી દીધી.

“એહયય..ક્યાં હે યે..” ગુસ્સે ભરાતા રોબર્ટે કહ્યું.

પ્રિયાએ પણ ટટ્ટાર થતાં કડક શબ્દોમાં રોબર્ટને સમજાવ્યું, “ પહેલે તું ખુદ સુધર જા...બાદમે સબકો સુધરને કે લિયે બોલના...”

રોબર્ટ ચુપચાપ જોતો જ રહી ગયો.

પ્રિયા ફરી બે ચૂટકી જોરથી વગાડતા રોબર્ટ સામે કહ્યું, “ સમજે..”

એટલું કહી પ્રિયા દાદરા પરથી નીચે ઉતરી જાય છે.

સોની હજુ પણ એવું જ મોં ફુલાવીને રોનક સાથે ઉભી હતી. હમણાં પ્રિયાએ એક પણ શબ્દ સોનીને કહ્યું નહિ. અને તેઓ ત્રણેય અંધેરી સ્ટેશન ભણી જેવા આવ્યા હતાં તેવા જવા લાગ્યાં. તેઓ ફરી પાવભાજીની લારીને ત્યાં આવી પહોંચે છે. ત્યાં જ સામે પ્રિયાને રુદ્રની જ કાર પાર્ક કરેલી હોય તેમ દેખાય છે, પ્રિયાને રુદ્રના કારનો નંબર બરાબર યાદ હતો. તે મનમાં જ કહેવાં લાગી રુદ્રની કાર ના હોય તો સારું....તે નજદીક આવી તો તેનો આશ્ચર્યનો પાર ના હતો, હા તે રુદ્રની જ કાર હતી!!

એમાં જ સોનીની નજરને એકાએક, સામે ચાઈની લારીને ત્યાં બેઠેલો રુદ્ર દેખાયો.

તે જોરથી જ પ્રિયાને કહી ઉઠે છે, “પ્રિયા, રુદ્રદ્રદ્ર...!!”

સામેથી રુદ્રનું પણ આવું જ થયું તે પ્રિયા સોની અને સાથે એક છોકરાને આવતા નિહાળે છે.

રુદ્ર સામેથી જ, પ્રિયા અને સોનીના નજદીક આવીને આશ્ચર્યના સૂરમાં કહેવાં લાગ્યો, “ પ્રિયા, તમે અહિયાં!!” શું મને જ મળવા આવ્યા છો ?” રૂદ્રે મજાક પણ કરી લીધી.

પ્રિયા પોતાનાં હોઠો પર સ્મિત લાવતા કહ્યું, “હા, તમને જ મળવા માટે આવ્યા..”

પ્રિયા, રોનક અને રૂદ્રનો પરિચય કરાવે છે. ત્યાં જ સામેથી રુદ્ર પણ પોતાનો ફ્રેન્ડ સાથે આવ્યો હતો તેનો પરિચય કરાવતા કહે છે, “ પ્રિયા, માઈ બેસ્ટ ફ્રેન્ડ, આદિત્ય..”

પ્રિયાએ સામેથી સ્માઈલ આપતા હેલ્લો કહ્યું.

ત્યાં જ આદિત્યને પણ પ્રિયાનો પરિચય આપતા રુદ્ર કહેવાં લાગ્યો, “ આદિત્ય...પ્રિયા..માઈ.....”

ત્યાં જ રુદ્રની વાત કાપતા આદિત્ય વચ્ચે જ બોલી ઉઠ્યો, “ હા ભાઈ સમજ ગયા મેં, ‘ભાભી’.

બધા એકસાથે ખળખળાટ હસવા લાગ્યા.

રુદ્ર થોડું અટ્ટહાસ્ય કરતા પ્રિયાને જ કહેવાં લાગ્યો, “ પ્રિયા, આદિત્યને મજાક કરવાની આદત છે હા..”

બેસ્ટ ફ્રેન્ડો, જીવનમાં ઉગારે પણ છે અને ક્યારેક મજાકમાં મરાવે પણ છે એવી જ કંઈક હાલત હમણાં રુદ્રની થઈ રહી હતી.

“હા હું મજાક જ કરી રહ્યો છું, પણ હજુ મજાક થોડુંક બાકી છે.” આદિત્યે, રુદ્ર સામે આંખ મારીને કહેવાં લાગ્યો.

રૂદ્રે પણ દબાયેલા સ્વરે આદિત્યને કહેવાં લાગ્યો, “ યાર આજ હી મરવાયેગા ક્યાં..”

પ્રિયાની, સોની જેમ બેસ્ટ ફ્રેન્ડ હતી એવી જ રીતે આદિત્ય પણ રુદ્રનો બેસ્ટ ફ્રેન્ડ હતો. આદિત્યને પણ રુદ્ર અને પ્રિયા વિશેનું બધું જ ખબર હતું. આદિત્ય એ પણ જાણતો હતો કે રૂદ્ર પ્રિયાને ઘણો ચાહે છે, જયારે પ્રિયાએ હજુ સુધી પોતાનો જવાબ આપ્યો નથી.

રૂદ્રે હસતાં સ્વરે સ્પષ્ટ કરતા કહેવાં લાગ્યો, “ આદિત્ય બહુ ઝડપી છે દોસ્તી કરી દોસ્તો બનાવા માટે..સો કૂલ પ્રિયા..બધી જ વાત મજાકની જ હશે.”

“એક્સક્યુઝ મી પ્રિયા, તમે બે મિનટ તમારી આપશો?” આદિત્યે કહ્યું.

બધાને મજાક લાગી રહ્યું હતું, પરંતુ આદિત્ય ગંભીર હતો. તે પ્રિયાને સાઈડ પર લઈ જતા કહેવાં માંડ્યું, “પ્રિયા, હું અને રુદ્ર સ્કૂલથી જ એકમેકના બેસ્ટ ફ્રેન્ડ છીએ.”

પ્રિયા સ્માઈલ જ આપી રહી હતી.

આદિત્યે ફરી કહેવાં માંડ્યું, “ પ્રિયા રુદ્ર તમને ઘણો પસંદ કરે છે..”

અહિયાં આદિત્યને કહેવું હતું કે ‘રુદ્ર તમને ઘણો ચાહે છે અને તમારી સાથે જ લગ્ન કરવા માંગે છે’ પરંતુ તે બોલી ના શક્યો.

પ્રિયા બસ સ્મિત આપીને સાંભળી જ રહી હતી, પરંતુ તેનો ચહેરો એવામાં જ થોડો નિસાસાજનક થઈ ગયો, તે સામે રોબર્ટને આવતા જોઈ રહી હતી. પ્રિયા, રુદ્રને આ વાતની ભનક લગાડવા માગતી ન હતી. તેથી આદિત્યની વાતને અદ્ધવચ્ચે જ કાપતા તે કહી ઉઠી, “આદિત્ય સોરી અમને જલ્દી જવું છે, પ્લીઝ આપણે નિરાંતથી મળીશું..”

આદિત્ય સમજી ના શક્યો કે તેની વાતથી પ્રિયાને ખોટું તો નથી લાગ્યું ને !! પણ પ્રિયા આવી તો નથી જ કે તેને આ બધી વાતોથી ખોટું લાગી જાય. પરંતુ પરિસ્થિતિ આજે વેગળી જ બની ગઈ હતી. પ્રિયાને હમણાં તો તે જગ્યેથી નીકળવું જ હતું.

તે રુદ્ર અને આદિત્યને બાય કહીને સોની અને રોનકને લઈને નીકળી જાય છે.

રુદ્ર આદિત્ય સામે સહેજ ખચકાતાં એટલું જ કહ્યું, “ આદિત્ય..!!”

(ક્રમશ:.. )