Saraswati Chandra - 1 Chapter - 7 books and stories free download online pdf in Gujarati

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 7

સરસ્વતીચંદ્ર

ભાગ : ૧ : બુદ્ધિધનનો કારભાર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૭

વાડામાં લીલા

મહાદેવની પાછળના વાડામાં થોડા દિવસ થયાં મોગરો, ગુલાબ,

ચંપો અને એવાં ફૂલની વાડી જેવું બનાવવા યત્ન કરવામાં આવ્યોૅ હતો.

મૂર્ખદત્તનો એક સૂતળીનો ભરેલો ઊંચાનીચા પાયાવાળો ખાટલો વચ્ચોવચ

પડ્યો રહેતો. તેમાં એકલો હોય ત્યારે તે ચતો સૂતો સૂતો કઠોર ગાયન કરતો અથવા અશુદ્ધ શ્લોક ગાતો. અલકકિશોરી અને કુમુદસુંદરીએ વાડામાં આ ખાટલાની બેઠક શોધી કાઢી અને એક બાજુ ઉપર બેઠાં. સાહેલીઓ

માથા અને પાંગથ આગળ બેઠી. અલકકિશોરીએ ઊઠી ફૂલ તોડી સૌને વહેંચી આપ્યાં.

‘કહો, ભાભીસાહેબ, ક્યું ફુલ લેશો ?’

‘તમો આપો તે.’

‘ના, પણ તમે પસંદ કરો.’

‘તમે આપશો તે હું પસંદ જ કરીશ.’

‘બધી બાબતમાં એમ કરશો તો તમને ભારે પડશે.’

‘આખા સારા તમારા આપેલા ભાઇને લીધા તો હવે એમ શા મેળે કહો છો ?’

‘લો ત્યારે આ શાહાળી લો. તમારા જેવાં નાજુક ને તમારા જેવાં રંગવાળાં.’ હસતાં હસતાં કુમુદસુંદરીએ નાજુક હથેલીમાં ફૂલ લીધાં. લાંબા કરેલા, રૂપેરી પાણીવાળી નદી જેવા હાથમાં ફૂલ શ્વેત કમળ જેવાં લાગવાં

માંડ્યાં.

અલકકિશોરી : ‘જો વનલીલા, એમાં તે કંઇ મણા હોય ?’

રાધા : ‘બહેન ! તમારી ભાભી, એમાં તે કંઇ મણા હોય ?’

વનલીલા : ‘તમે આ ફૂલ આપ્યાં પણ એવાં ફૂલની વેણી ગૂંથાવી આપો અને અંબાડે ઘલાવો. આ વસંતના દિવસ છે.’

રાધા : ‘વસંતે નવો અને એ પણ નવાં.’

અલકકિશોરી : ‘જો, આ ફૂલના હાર કરાવી એમના પલંગની ચારે પાસ બાંધીશું ને ગુલાબનું ફૂલ ઘાલી વેણી કરીશું.’

વનલીલા : ‘તે ચંપા અને મોગરાના ગજરા કરજો.’

અલકકિશોરી : ‘ને ભાભી, મારા ભાઇ પાસે મુજરા કરજો.’

કૃષ્ણકલિકા : (હસી પડી) ‘મરો, મુજર તો ગુણકા કરે.’

અલકકિશોરી : ‘મેર, મેર, બોલનારી ન જોઇ હોય તો. લાજ.’

કાળી અને શીળીના ડાઘાવાળા મોંવાળી પણ શક્કદાર કૃષ્ણકલિકા ઓછી બુદ્ધિની હતી અને વર્તણૂકમાં શિથિલ હતી એટલે આ ઠપકો નકામો ગણ્યો અને મનમાં અલકકિશોરીને ડહાપણડાહ્યલી અને ચોળી ગણવા લાગી.

એમાં તે શું કહ્યું એમ જ મનમાં આવ્યું. એનું વચન સાંભળી કુમુદસુંદરીનું

મોં ઊતરી ગયું. પોતાની અવગણના થઇ લાગી. પોતે નીચ સોબતનું ફળ

ભોગવે છે એમ વિચાર થયો. શરીરનો ભોગ અને વૈભવ પૂરા પાડનાર

પ્રમાદધન સાથેના સંબંધ ઉપર તર્ક કરવા લાગી અને તે જોતાં, ‘ખરે, આ શું ખોટું કહે છે ?’ એમ મનમાં આવ્યું. પોતાનાં પ્રિય પુસ્તકો સાંભર્યાં.

સરસ્વતીચંદ્ર સાથેનો સંબંધ સર્વ ઇચ્છાઓ તૃપ્ત કરત - સર્વ મનોરથ પૂરા કરતા એવો અસંતોષ થયો, સરસ્વતીચંદ્રના ગુણ સાંભરી આવ્યા, હૈયું ભરાઇ આવ્યું અને રોવા જેવી થઇ ગઇ. સર્વેએ જાણ્યું કે કૃષ્ણકલિકા પર ખોટું લાગ્યું અને ઠપકો દેવા તથા કુમુસુંદરીને સમજાવવા મંડી ગયાં.

કુમુદસુંદરીએ આંખો લોહી મનોવિકારનું કારણ આપી શકી નહીં એટલે સૌને પોતાનો તર્ક ખરો જ લાગ્યો. સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરી એકબીજાને ઘણાક દિવસ ઉપર માત્ર એક જ વખત મળ્યાં હતાં અને પ્રમાદધન સાથે તો આટલો સંબંધ થયો હતો - પ્રમાદધનનો ‘સવારથ’ (સ્વાર્થ) દીઠો હતો તે છતાં બિચારીના મનમાં એ ચંદ્ર જેવાના સ્મરણનો સ્પર્શ થતાં ચંદ્રકાન્તમાંથી રસ ઝરે તેમ શોકમય રસ ઝરતો. સરસ્વતીચંદ્ર રૂપવાન છે કે નહીં તેનો તેને વિચાર પણ નહોતો થયો. માત્ર તેના પત્રવ્યવહાર અને વચનામૃત છતાં આ મોહ પામી હતી. અને પ્રમાદધન કાન્તિવાળો, ફક્કડ અને ભોગી હતો તે છતાં આ મોહ ખસતો ન હતો. વયમાં અને શરીરમાં તેમ જ વિદ્યા, બુદ્ધિ, ડહાપણ, ચતુરાઇ અને રસિકતા તેમાં પણ ઘણી કરતાં સ્ત્રી

ચડતી ન જોઇએ. એવી સ્ત્રી કજોડાનું દુઃખ ભોગવે છે, પતિથી તૃપ્ત થઇ

શકતી નથી. પતિ મોટો છે એવું સમજી શકતી નથી. તેને મનમાં માન આપતી નથી, તેના પર સ્નેહ થતો નથી. તેની સાથે અંતરમાંથી એક થઇ

શકતી નથી. જો કુલીનવૃત્તિવાળી ન હોય તો મનમાં તિરસ્કાર પણ કરે છે.

કુમુદસુંદરીમાં ઇશ્વરે કુલીનતા વાળી હતી, માબાપે ઉછેરી હતી અને વિદ્યાએ ફળફૂલવાળી કરી હતી. પણ બુદ્ધિધનનાથી વિદ્યાચતુરના ઘરની હવા જ જુદી હતી અને તેમાં એ ઊછરી હતી. વર અને સાસરિયાં સર્વને ચાહતી હતી, સર્વનું સારું વાંછતી હતી, અને તેમનાથી મનમાં પણ જુદાઇ ન આણવા મથતી હતી. પરંતુ તેની શક્તિની હદ હતી અને પાણી વગર હવામાં માછલી તરફડે તેમ વિદ્યા વગરના ઘરમાં વિદ્યાચતુરની બાળકી વલોપાત કરતી હતી, મહામહેનતે એ વલોપાત ઓછા થવા આવ્યા હતા, એટલામાં આ કૃષ્ણકલિકાના વચનની સરસ્વતીચંદ્ર પાછો સાંભર્યો. તેણે

મોકલેલા શ્લોકવાળો કાગળ અત્યારે પણ કમખામાં હતો. સૌના દેખતાં કાગળ કાઢ્યો તો નહીં, પણ એમાં મન ભરાયું. મગજમાંથી છાતીમાં તાર ગયો હોય તેમ કાગળના સ્પર્શનું ભાન આણી હૈયું ધબકવા માંડ્યું. ટાઢની કંપારી આવી હોય તેમ શરીરમાં ચમકારા થયા અને રૂંવેરૂંવા ઊભાં થયાં.

કાંઇક પરસેવો પણ થયો. પરંતુ આ સર્વ તેણે એકલીએ જ જાણ્યું. મોં

ઉપર આનંદ ઉત્પન્ન કર્યો. અને રંગમાં ભંગ પડ્યો હતો તે જતો રહ્યો.

સૌ પાછાં વિનોદમાં પડ્યાં. ખાટલો ખૂંચવા લાગ્યો અને સૌ ઊઠ્યાં. વનલીલા અને કુમુદસુંદરી આંગળીએ વળગી તળાવ ભણીની બાજુએ ચાલ્યાં.

અલકકિશોરીએ કૃષ્ણકલિકાને ગળે હાથ નાંખી વાડા વચ્ચોવચ ફરવા માંડ્યું.

રાધા મોગરાના છોડની ડાળ હલાવતી ઊભી.

અલકકિશોરી કૃષ્ણકલિકા સાથે વાતોમાં પડી : ‘અલી, ખરેખર ું બોલજે. કાલ પેલાં નણંદભોજાઇ જતાં હતાં અને અગાડી જમાલ ને મેરુલો હતો તેમાં મેં મોં મરડવું તેથી એ કાંઇ બોલ્યાં ?’

‘ના ના.’

‘રાંડ કાળકા માતા, ખરું બોલ !’ કહી ગળા પરના હાથ વડે ઉન્મત્ત કિશોરીએ કૃષ્ણકલિકાને ગાલે ચૂંટી ભરી.

‘બળ્યું, આમ ચૂંટી શું ખણો છો જે ? તમારા ઘરમાં જ સુવર્ણપુરનું રાજ્ય હશે !’ કહી કૃષ્ણકલિકાએ ડોકું ધુણાવ્યું. અલકકિશોરીએ એને બે હાથ વડે બાથ ભરી જોરથી દાબી.

‘બોલ, બોલ, હવે ડાહીલી.’

‘જેવું તમે કર્યું તેવું તેણે કહ્યું.’

‘શું કહ્યું ?’

‘આ ખલદનંદાએ કહ્યું જે આ જોને આજકાલની ટીચકુડી સતી થઇ

બેઠી છે ? હું ખરી જે એનો મદ ઉતારું.’

‘મેર, રાંડ, તું તે શું ઉતારનારી હતી ? - પછી ?’

‘રૂપાળી બોલી કે ચાળણી કરબડાને હસે છે. આ જોને.’

‘જોયું, જોયું. મારી વાત કોણ કરનારું હતું જે ? કૂવામાં હોય ત્યારે હવાડામાં આવે કની ? મારામાં કવાણો નહીં હોય તો એ વાત શી કરશે

?’

‘કોઇ બોલે સાચું તો કોઇ બોલે જૂઠું. કોણ સાચું જૂઠું જોવા જનાર છે ?’

‘જીભ ખેંચી નાંખું, મારી વાત કરે તો.’

‘કારભારીની દીકરી છે.’

અલકકિશોરીએ ઓઠ વડે પુકાર કર્યો :

‘બહુ સારું કારભાર કેવો રહે છે તે જોશે.’

‘પણ બહેન, આપણે અભિમાન ન રાખીએ. ગમે તેટલું પણ એ

મોટા ઘરની.’

‘વારુ વારુ. આ એની સાથે કની તો હું બોલુંયે નહીં.’

એક પાસ આ સંવાદ ચાલે છે. બીજી પાસ કુમુદસુંદરી અને વનલીલા છાનાંમાનાં ફરતાં હતાં અને વનલીલા ઝીણે રાગે ગાતી હતી :

‘આશાભંગ થઇ ભામિની,

રુએ, સ્તુતિ કરે સ્વામીની.’

પોતે પણ ‘આશાભંગ’ થઇ હતી તે કુમુદસુંદરીને સાંભર્યું. હળવે રહી વનલીલાથી છૂટી પડી અને ઓટલાના મૂળ આગળ મહાદેવની પછીતની ભીંતને અઠીંગી તલાવ ભણી જોતી જોતી એકલી ઊભી રહી. વનલીલાવાળી કડી ફરી ફરી ગાતાં અણધારી એક નવી કડી એનાથી એને મળે જ જોડાઇ

ગઇ - ગવાઇ ગઇ.

‘ગયો ચંદ્ર ક્ષિતિજ તજી ક્યાંય ?

પડ્યું તિમિરે કુમુદ મીંચાય !’

વળી થોડી વાર અટકી એ બોલી ઊઠી :

‘સૂંઝ્‌યું ભ્રમર તને શાથી આવું રે ?

કેમ કમળ તજી દઇ જવાયું રે ?’

ચિત્તવૃત્તિ આમ સળગ્યે જતી હતી અને તેન ભડકો કલ્પનાના રાતાપીળા રંગ ફેરબદલ ધારી વધ્યે જતો હતો. વિચાર અંજાઇ ગયા અને કોમળ અંતઃકરણ તપી જતાં આંખે અને કાને પોતાનું કામ કરવું છોદી દીધું. જાગ્રત અવસ્થાનાં સ્વપ્નની પેઠે કુમુદસુંદરીના મગજમાં સરસ્વતીચંદ્ર

આબેહૂબ ખડો થયો. પળવાર એક મોટા અરણ્માં એક ઝાડની છાયા તળે ઊભેલો દેખાયો. બીજી પળે એક ગામડાની ભાગોળે કોઇ કણબીના ખાટલા ઉપર થાક્યો પાક્યો બેઠેલો લાગ્યો. વળી એક મહાનગરના ધોરી રસ્તા પર ભીડમાં એકલો અજાણ્યો અપ્રસિદ્ધિ આથડતો લાગ્યો. થોડીવારમાં એક ધર્મશાળામાં માંદો પડેલો અને કોઇ સંભાળનાર ન મળે એવું સ્વપ્ન થયું.

પોતાની પાસે વેશ બદલી ઊભો રહ્યો હોય અને પોતે ઠપકાભરી આંખે જોતો હોય એમ લાગ્યું. આ જાગતી નિદ્રા - આ અવસ્થા - તેને ઘણીવાર અનુભવવી પડતી હતી, પરંતુ તે તેને પતિવ્રતાધર્મથી વિરુદ્ધ લાગતી હતી અને કાંઇક ઉપાય કરવા ઇચ્છતી હતી. સાસરે આવ્યા પછી આ આધિથી તે દૂબળી થઇ ગઇ હતી અને મન પણ નબળું પડ્યું હતું. સુવર્ણપુરનું પાણી નવા આવનારને માફક થઇ જતાં વાર લાગે છે એવું કેટલાકનું

માનવું હતું. ઔષધ ઉપચાર અને વસાણાં ચાલવા માંડ્યાં હતાં પણ ગુણ

લાગતો ન હતો. બુદ્ધિધનનો ખ્યાલ એવો હતો કે વહુ પિયર સંભારી સોરે છે. તેથી તેણે હુકમ કર્યો હતો કે એને સોબતમાં રાખવી, રમતગમતમાં એનો દિવસ કઢાવવો, અને ગામ બહાર હરવાફરવા લઇ જવી, કારણ વિદ્યાચતુરના ઘરમાં સુધારો હતો. અને સ્ત્રીવર્ગને ફરવાહરવાની ટેવ હતી તે બુદ્ધિધનને માલૂમ હતું. આ હુકમનો અમલ અલકકિશોરી પૂરા ભાવથી કરતી. પણ કુમુદસુંદરી પોતાનો રોગ જાણતી હતી અને એમાંથી મુક્ત થવા પ્રમાદધનને મુંબઇથી કેટલાંક પુસ્તક મંગાવવા કહ્યું હતું, તે એવું ધારીને કે પુસ્તકમાં લક્ષ જવાથી પરપુરુષ થયેલા સરસ્વતીચંદ્રનું ભૂત મગજમાંથી જતું રહેશે. પુસ્તક હજુ આવ્યાં ન હતાં એટલે આ અવસ્થા ઘણીવાર થઇ

આવતી અને અનુભવહીન બાળકી પુસ્તકની વાટ જોતી હતી. પરંતુ આજ તો સ્વપ્ન જોસભર આવ્યું હતું અને નિઃશ્વસત બની ભીંત સાથે લપાઇ

રહેલી આ પૂતળીના અંતરમાં કેવી જાતનો સંચો ચાલતો હશે તેની કોઇને ખબર ન હતી. એટલામાં વનલીલા છૂટી પડી હતી તે ગાી ગાતી પાસે આવી :

‘સહિયર વેરણ ક્યાં થઇ લાગી,

મને નિદ્રામાંથી જગાડી રે

પિયુથી વિખૂટી મને પાડી રે - સહિયર.’

પાસે આવી ગાતી બંધ પડી. ‘ભાભીસાહેબ ! આ તો જુઓ.’

એમ એણે બૂમ પાડી કુમુદસુંદરીના રોકાયેલા મગજમાં બૂમના પહેલાં ગાયન અને તેના સંસ્કાર બૂમ કરતાં લાંબા પહોંચ્યા.

‘ભાભીસાહેબ ! આ તો જુઓ.’ વનલીલાએ ફરી કહ્યું. ‘વેરણ’

થયેલી ‘સહિયર’ના સામું ટકટક જોઇ રહી કુમુદસુંદરી જાગી હોય તેમ

બોલી : ‘હા, શું કહો છો ?’

‘એ તો આ એક કૌતુંક જોવું હોય તો. આ ઓટલા પર કોક સૂતું છે ને વળી ચોપડી વાંચતાં વાંચતાં સૂતું હશે ને ઊંઘ આવી હશે તે ચોપડી છાતી પર પડી ગઇ છે. લોકો શું કરે છે ? તળાવ પરે ચોપડી ?’

‘હશે, આપણે શું ? પારકા પુરુષની આપણે શી ચિંતા ?’

‘પણ કલાંઠી બદલતાં કે ઊઠતાં તળાવમાં પડશે તે ?’

‘જગાડો ત્યારે.’

‘અરે ઓ ભાઇ, ઓ ભાઇ !’

કાનમાં સ્વર જતાં નવીનચંદ્ર જાગ્યો અને પાછું જોયું. ‘જરા સંભાળીને ઊઠજો. ઊંઘમાં પાસું બદલતાં તળાવમાં પડાય માટે જગાડ્યાં છે.’

‘બહુ સારું કર્યું, બહેન.’

નવીનચંદ્ર બેઠો થયો. એની અને કુમુદસુંદરીની પળવાર

‘મળી દૃષ્ટોદૃષ્ટ.

નવીનચંદ્રની આંખ તો આ સહજ હોય એમ પાછી ફરી અને તે પાછો ચોપડી ઉગાડવા જાય છે એટલામાં મંદિરના દ્ધાર ભણી ‘નિઘા રખો

મહેરબાન’નો પોકાર સાંભળ્યો એટલે રાણો જતો હશે જાણી જોવા ઊઠ્યો અને ચોપડી ત્યાં જ મૂકી ઓટલાની પેલી પાસ ગયો.

ગરીબ બિચારી કુમુદસુંદરી ! નવીનચંદ્ર પાછળ એની આંખ ગઇ, પોતે અને વનલીલા પાછાં ફર્યાં તોપણ આંખ પાછી ફરી નહીં, અને એક પાસ આંખ અને બીજી પાસ શરીર એમ ચાલ્યાં. થોડીક વાર પહેલાં જેનો ચિતાર મન આગળ હતો તેના જેવો જ નવીનચંદ્ર લાગ્યો. ‘શું એ જ સરસ્વતીચંદ્ર ? ભમતા ભમતા અહીંયા આવ્યા હશે ? ના, ના, એમ તો ન હોય. મારી કેવી દશા થઇ તે જોવા અહીંયા આવ્યા હશે ? ના, ના, એ મારા દુઃખની મશ્કરી કરે એવા નથી. ફણ છે તો એ જ - હા કહો કે ના, હશે.’ - નિઃશ્વાસ નાંખી - ‘મારે હવે એની સાથે શો સંબંધ છે ?

એનો તો વિચાર જ કાઢી નાંખવો. એ હોય તોયે શું ને બીજો કોઇ હોય

તોય શું ? ઇશ્વરે જેની સાથે પાનું પાડ્યું તે ખરો, બીજા સૌ ખોટા.’ નરમ

બની જઇ મરજી ઉપરાંત વનલીલા સાથે ચાલી. વળી વિચાર થયો : ‘પણ એ જ હશે તો એની વિદ્યા ઢાંકી નહીં રહે, કોઇક વખતે પણ તેનાં ઝરણ ઝરશે અને આ વિદ્યાના દેશમાં - અરણ્યમાં - એનાં સંસ્કારી વચનામૃત આઘેથી પણ મારે કાને આવશે.

‘ના, ના, પણ એટલોયે સંબંધ ખોટો.’

‘પણ એવા અશરીર સંબંધમાં શો દોષ ?’

‘પણ શાથી જાણ્યું કે આ તે એ જ ?’

‘એ જ મુખારવિંદ. વળી પુસ્તક પાસે હતું - એ તો અમથું હોય.

કોણ જાણે શુંયે હશે.’

‘પણ એ તો અહીંયાં રહે તો સારું એની ક્ષેમકુશળતા જાણીને જ

મગ્ન રહીશ. મારો રોગ જશે. મારે બીજું વધારે શું જોઇએ ? આટલો જ સંબંધ રહે તેમાં શો દોષ ? એની સાથે બોલીશચાલીશ નહીં. એના સામું જોઇશ નહીં. માત્ર એ કોઇની સાથે વાત કરશે તે સાંભળીશ. એને ક્ષેમકુશળ

જાણી મને ચિંતા નહીં રહે.

વિચારમાળાનો મેર આવ્યો. બે જણાં ચાલતાં ચાલતાં. અલકકિશોરી ભણી ગયાં. અલકકિશોરી પાસે આવી, ભાભીને ખભે હાથ મૂક્યા. સામું જોઇ રહી અને બોલી :

‘કેમ ભાભીસાહેબ ! આજ આમ કેમ છો ? કાંઇક ઊંડા વિચારમાં પડ્યાં છો ? તમારો શોક તો હોય નહીં. મનસૂબા તો કાભારીઓ કરે.

કહો, પિયર સાંભર્યું છે કે મારો ભાઇ સાંભર્યો છે ?’

‘ઇશ્વર જાણે શાથી, આજ હું થાકી ગઇ હોઉ તેવી થઇ છું.’

એટલામાં વાડમાં બારણાં ઊઘડ્યાં, આગળ બુદ્ધિધન અને પાછળ

મૂર્ખદત્ત - તાળું કૂંચી હાથમાં લીધેલાં એવો - એમ બે જણ અંદર આવ્યા.

અલકકિશોરી, કુમુદસુંદરી, વનલીલા અને કૃષ્ણલિલા સૌ એકઠાં થઇ ગયાં એ અમાત્યની સામે ટોળુ બની વીંટળાઇ વળ્યાં. રાધા એકલી ફરી હતી તેણે ઓટલા ઉપર એકલી ચોપડી પડેલી દીઠી. ‘કોની હશે ?’ ‘કોણે અહીંયા મૂકી હશે ?’ કહી ઓટલે જઇ નીચે વળી લીધી અને પાનાં ફેરવી જોવા લાગી. સૌને બતાવવા પાછી આવે છે તો ટોળું થતાં દીઠાં. તેમાં પોતે પણ ભળી અને કુમુદસુંદરીને ખભે એક હાથ મૂકી ઊભી રહી.

‘રાધા ક્યાં ?’ કહી પાછું જુએ છે તો અને અલકકિશોરીએ દીઠી.

કુમુદસુંદરીએ એના હાથમાંથી ચોપડી લઇ જોઇ.

‘શાની ચોપડી છે ?’ બુદ્ધિધને પુછ્યું. ચોપડીમાં પાનું જોતી જોતી શરમાતી કુમુદસુંદરી બોલી : ‘આ તો રાધાના હાથમાં હતી. એનું નામ -

ધી પંડિત - કાશીવિદ્યાસુધાનિધિ’ એવું છે. એમાં સંસ્કૃત તથા અંગ્રેજી

‘આર્ટિકલો’ તથા જૂનાં પુસ્તકોના ઉતારા આવે છે. મારા પિતાજીને ત્યાં

પ્રતિમાસે આવે છે.’ સૌ સ્ત્રીવર્ગ જોઇ રહ્યો. કાંઇ સમજાયું નહીં.

રાધા : એ તો પેલે ઓટલે પડી હતી કોકની તે મેં આણી.

મુર્ખદત્ત : ‘આપણી ધર્મશાળામાં ઊતરેલા છે તેમની ચોપડી છે એ.

એ ખોળતા હશે.’

બુદ્ધિધને ચોપડી હાથમાં લીધી અને નવીનચંદ્રને વાડામાં બોલાવવા કહ્યું. તપોધન દોડ્યો. નવીનચંદ્ર પાછો ફરી શોધતો હતો તેને ક્હ્યું કે

‘અમાત્ય બોલાવે છે. આ ઓળખાણનો પ્રશંગ ઠીક છે. તમારી ચોપડી એમની પાસે છે, ચાલો.’ બંને જણ આવ્યા. નવીનચંદ્રે નમસ્કાર કર્યા, બુદ્ધિધને ગંભીરતાથી સ્વિકાર્યા, સ્ત્રીવર્ગ છેટે સંકોચ પામી ઊભો રહ્યો અને

મુકુદસુંદરી ધ્રુજવા લાગી - પુસ્તક ઉપરથી તેની શંકા વધારે બળવાન બની હતી અને સૌની પાછળ ઊભા રહી બધાં પોતાને દેખે નહીં એમ સૌનાં

માથાંની વચ્ચે રહેતા અંતરમાંથી નવીનચંદ્રનું મુખ નિરાંતે અને નિઃશંક ન્યાળી શકતી હતી. તેના મનમાં એમ હતું કે જો મારી શંકા ખરી હશે તો એ મારો દૃષ્ટિપાત ખમતાં ક્ષોભ પામશે.

બુદ્ધિધન : ‘તમે ક્યાંના વતની છો ? અહીંયા કાંઇ પ્રયોજને આવવું થયું હશે.’

નવીનચંદ્ર : ‘હું મુંબઇ ભણીથી આવું છું. રજવાડો નજરે ન્યાળવાના હેતુથી આણી પાસ આવ્યો છું.’

‘તમે મુંબઇમાં કાંઇ ધંધો કરો છો ?’

‘આપણા દેશમાં કહેવાય છે કે અન્નપૂર્ણા કોઇને ભૂખ્યું મૂકી સૂતી નથી તે હું અનુભવવા ઇચ્છું છું. મુંબઇમાં હું વિદ્યાર્થી હતો, હવે અનુભવાર્થી છું.’

‘તો કાંઇ ધંધો કરો.’

‘એક ધંધામાં એક જ જાતનો અનુભવ આવે છે. મારે સૌ જાતનો અનુભવ જોઇએ છે.’

બુદ્ધિધનને આ માણસ વિચિત્ર લાગ્યો અને કાંઇક હસવું આવ્યું.

‘તમે એ કાર્ય સી રીતે પૂરું પાડશો ?’

‘હું બોલ્યા વગર જોઇ શકું છું, કાને સાંભળેલું મનમાં રાખી શકું છું. જાતે રંગાયા વિના સૌ રંગ જોઇ શકું છું.’

બુદ્ધિધને મહામહેનતથી હસવું ખાળી રાખ્યું.

‘આ પુસ્તક તમારું છે ?’

‘હા જી.’

‘તમે શું ભણ્યા છો ?’

‘કાંઇક અંગ્રેજી અને કાંઇક સંસ્કૃત.’

‘ક્યાં શીખ્યા છો ?’ કુમુદસુંદરી ઉત્તર સાંભળવા આતુર થઇ.

‘મુંબઇમાં.’ કુમુદસુંદરી ઉત્તર સાંભળવા આતુર થઇ.

‘લો આ પુસ્તક; તમે જ્ઞાતે કેવા છો ?’

‘જી, આપની જ જ્ઞાતિનો છું.’

‘અત્રે રહો ત્યાં સુધી આપણે ઘેર જમજો.’

‘જેવી ઇચ્છા.’

કુમુદસુંદરીની ચિત્તવૃત્તિને ગમ્યું, તેની પતિવ્રતાવૃત્તિને ન ગમ્યું.

બુદ્ધિધન પોતાને ઘેર વિચિત્ર મનુષ્યોનું પ્રદર્શન જમાવતો તેમાં ઉમેરો થયો જાણી રાજી થયો. નવા અતિથિને યોગ્ય સત્કાર કરવાનું અલકકિશોરીને માથે પડ્યું - તેણે માથે લીધું. તપોધનને હુકમ થયો કે વાળું વખત નવીનચંદ્રને ઘેર આણવો.

કુમુદસુંદરી જાણી જોઇ આના સામું જોઇ રહી હતી. કદી કદી તેના દૃષ્ટિપાત ન ખમાતા હોય એમ આંખો મળતાં તે આંખ ખેંચી લેતો હતો.

ઘડીક બેધડક જોઇ રહેતો. ઘડીક દરકાર ન હોય તેમ જોઇ બીજે ઠેકાણે નજર નાંખતો. પરીક્ષાના કાર્યમાં સુંદરીના મનની અમૂંઝણ ધોવાઇ ગઇ.

‘ચંદ્ર’ અને ‘ભ્રમર’ વાળી કડીઓ જોઇ હતી તે ફરીફરી મનમાં ગાતી સૌની જોડે ગાડીમાં બેઠી. બુદ્ધિધન પોતાની ગાડીમાં બેસી ગયો.