Prem Rog Maha Rog books and stories free download online pdf in Gujarati

પ્રેમ રોગ મહા રોગ

ભલભલા રોગનો ઈલાજ શોધાયો છે પણ પ્રેમનો કોઈ જ ઈલાજ હજી સુધી કોઈ જ મેડિકલ સ્ટોરમાં મળતો નથી કે કોઈ ડૉક્ટર પણ એની દવા બતાવામાં અસમર્થ રહ્યો છે. હા પ્રેમ રોગ એક મહા રોગ છે જેનો ફેલાવો કોલેજ ઓફિસ જેવા સ્થળો પર જનારાને થવાની શક્યતા વધુ રહે છે. દોસ્તો પ્રેમમા પડવુ કોને ના ગમે? ઇનફેકટ પ્રેમમા કોઇ પડતુ નથી બસ ઉપડે છે સુંદર યાત્રમા ઉપડે છે. “ હસવુ ગમે એમા રડવુ ગમે આ પ્રેમ છે એમા પડવુ ગમે”. પ્રેમની ભીની ભીની લાગણી મનને તરબતર કરી મુકે છે. સુવાળા સપનામા મન રાંચ્યા કરે છે. પ્રેમમા પડેલો જીવ સઘળા દુખ ભુલીને ફકત પ્રેમીને એની યાદોને વાગોળયા કરે છે. એક અજબ તાકાત હોય છે જેને કારણે ગજબ સ્ફુર્તિ અનુભવે છે. એક દિવસનુ જન્મેલુ બાળક પણ પ્રેમની ભાષા સમજતુ જ હોય છે. મુક ઢોર પંખી જીવજંતુ પણ આમા અપવાદ નથી. આ પ્રેમ હવે તો માનવી નિર્જીવ વસ્તુ એટલે કે યંત્રથી પણ કરવા લાગ્યો છે. સ્ત્રીનો ઘરેણા પ્રેમ જીવનના કોઇ પણ તબકકે ઓછો થતો જ નથી. પુરાણોમા વર્ણવેલા અમૄતને તો આપણે ચાખ્યુ નથી પણ જો જેણે પ્રેમ રસ ચાખ્યો હોય તેમને સારી પેઠે જાણ હશે અમૄતરસની.

પ્રેમને કઇ અમથી જ જીવનની વસંત કહી નથી. જેમ વસંત ઋતુમા વૄક્ષોને કોમળ કોમળ કળી અને પણો ફુટે છે અદલ તેમ જ માનવીના મનમા પ્રેમી માટે નવી નવી લાગણીઓ જન્મે છે, અને પર્ણોથી લચીલા વુશો જેમ હિલોળા લે છે બસ તેમ જ લાગણી આશા અને સપનાઓથી માનવીનુ મન હિલોળા લે છે. ફળ, ફૂલ, પર્ણથી આચ્છાદિત વૄક્ષ જેમ પશુ પંખી માનવીને સધિયારો આપે છે, પોષણ કરે છે. બસ તેમ જ પ્રેમી યુગલ સાથે મળીને સમાજનુ નિર્માણ કરે છે, રક્ષણ કરે છે, પ્રેમની સર્વોચ્ચ લાગણી શબ્દોમા વર્ણવી સાચે જ અશકય છે. મિત્રો પ્રેમ જેટલી સુંદર સહેલ કરાવે છે એટલી જ દુઃખ ભરી યાતના પણ કરાવે છે . પ્રેમ જેટલો સ્વર્ગિય આનંદ અપાવે છે તેટલો જ વ્યથિત પણ કરે છે. પ્રેમમા ઘાયલ માણસ કયાયનો રહેતો નથી. પણ સાથે તે પણ એટલુ જ સત્ય છે કે એ જ માણસ પાછો પ્રેમની તલાશમા ભટકવા માંડે છે. પછી ભલેને તેણે ગમે તેટલી મોટી નિરાશા કેમ ના મળી હોય. પ્રેમમાં હારેલો, ઠોકર ખાયેલો માનવી અંદરથી તૂટી જાય છે. વેરવિખેર થઈ જાય છે. જાણે શિખર પરથી સીધો તળેટીમાં પટકાયો હોય, તેની માનસિક વેદના તેની આશા સપનાઓ ચકનાચૂર થઈ ગયા હોય છે, હા શાયર તેને જ દિલ તૂટી ગયું તેમ કહે છે...!!!!!! ઝીંદગીમાં ભયંકર હદે નિરાશા છવાઈ જાય છે અને દૂર દૂર સુધી ક્યાંય આશાનો પરપોટો દેખાતો જ નથી. જેમ પ્રેમમાં પડેલાની ભૂખ ઊંઘ ઉડી જાય છે તેમ જ પ્રેમમાં હારેલાની પણ ભૂખ ઊંઘ ઉડી જાય છે, અને સૌથી ખરાબ સ્થિતિ એટલે માનહાની થયાની, છેતરાયાની, એકલા અટુલા પડી જવાની, પોતાની લાગણીના થયેલા અસ્વીકારનો વસવસો ક્યારેય ના ભૂલી શકાય એવો હોય છે. આકર્ષણ મિત્રો પ્રેમની નિષ્ફ્ળતા પચાવવી જ રહી. સાચે જ તેનો બીજો કોઈ વિકલ્પ નથી. પ્રેમમાં નિષ્ફ્ળ માનવીને ચોતરફ નિરાશા દેખાય છે, જે ઘણે ખરે અંશે સમજી શકાય તેવી હોય છે. બસ આ સમયે પણ ધીરજ કેળવો. વિશ્વાસ રાખો, બધુ જ સમું સુતરું પાર પડી જશે. યાદ રાખો જયારે પાત્ર તરફથી તિરસ્કૃત થવુ પડે ત્યારે તમારી જાતને કોસો નહીં કે તમારા નસીબને પણ દોષી ના ઠેરવો, બસ તમારી કૂણી કૂણી લાગણી માટે તમારું પાત્ર લાયક નથી તેની માટે મનમાં સજાવેલી કલ્પના, યાદો માટે તે બિલકુલ યોગ્ય નથી . સુંદર એ નહિ પણ તમારા વિચારો હતા જો પાત્ર સાચે જ સારું ને સમજુ હોય તો તમને છોડીને જાય જ નહિ કારણ કે તેની સારપ તેને તેમ કરતા રોકી લેત.

મિત્રો સૌપ્રથમ તો પ્રેમ અને આકર્ષણ વચ્ચેના ભેદ સમજવો અને ત્યાર પછી જ આગળ વધવું જોઈએ. જયારે પણ કોઈ એક વિજાતીય પાત્રના સંપર્કમાં આવો અને જો કંઈક અવનવું અનુભવો તો ચોક્કસ તેનાથી દુરી કેળવો. જો તો પણ તેના વિચારો દિલ દિમાગમાંથી દૂર ના થાય તો જ આ પ્રેમ, બાકી આકર્ષણ . જયારે વિજાતીય પાત્રની કમી ખૂબી લાગે તેને પ્રેમ ના સમજો પણ જયારે એ જ કમીને સહી શકવાની તૈયારી બતાવી શકો તેને પ્રેમ સમજો. પ્રેમીને મળવાની ઉત્કંઠા શમાવીને તેની સગવડ મુજબ મળવાની તૈયારી કેળવી શકો એ પ્રેમ. મિત્રો પ્રેમનું બીજું નામ એટલે ફક્ત અને ફક્ત પ્રતીક્ષા અને સંયમ બસ આ જ પ્રતીક્ષા અને સંયમમાં તમને એ સમજાય જશે કે શું પોતે તેની વગર જીવી શકે છે? શું સામે પાત્ર પણ એટલી ધીરજ લઈને બેઠું છે જો જવાબ હા છે તો એ પ્રેમ. નહીં તો જબ વી મેટ ની કરીના કપૂરને યાદ કરો કેવી ચુલબુલ હતી દુનિયાની છળકપટથી દૂર એવી ભોળી ગીત નિષ્કપટ અવિરત પ્રેમ કરતી હતી દર્શકોને તેની પારદર્શકતા ખબર હતી જયારે તેનો પ્રેમી તેને દગો દે છે અહીં કરિનાનું પાત્ર જેટલું સુંદર હતું મિત્રો આપણામાંના ઘણા એવા જ ભોળા હોય છે માટે જાતને ના કોસો બસ તમારી માટે તે પાત્ર લાયક નથી તેમ સમજી મન મનાવી લેવું ઈશ્વર ક્યારેય આપણું અહિત કરતો નથી માટે તેને પણ કયારેય ભલું બૂરું કહેવું નહિ

ક્યારેક બંને પાત્ર બેપનાહ પ્રેમ કરતા હોય છે પણ સંજોગોને આધીન થઇ છુટા પડી જાય છે દોસ્તો યાદ રાખો જે થાય છે સારા માટે જ થાય છે અહીં ફક્ત પ્રેમ જ હોય છે અને જયારે વાત પ્રેમની હોય તો પ્રેમ તો દૂર રહીને પણ તો જતાવી શકાય છે ને એટલે તો રાધા કૃષ્ણની પૂજા હજારો વર્ષોથી કરવામાં આવે છે મિત્રો જયારે પ્રેમીની ખુબ જ યાદ આવતી હોય પછી તેનું કારણ મીઠી જુદાઈ હોય કે પછી આયખા ભરનો ઝુરાપો કે પછી બેવફાઈ, સંગીત નો સહારો લો, મનગમતા વિષયોના પુસ્તકો વાંચો, મિત્રો સંબંધીઓ વચ્ચે રહો, કોઈ ને કોઈ કામમાં જાતને વ્યસ્ત રાખો. પ્રેમ પામવો હોય તો પ્રેમ કરતા શીખો એ જરૂરી નથી કે વિજાતીય પાત્રને પ્રેમ કરાય, ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ, જેની સાથે રોજ ઉઠતા બેસતા હોઈએ તેની સાથે, સહકર્મી સાથે બધા સાથે પ્રેમથી વર્તો બસ તમારા જીવનમાં પ્રેમ જ પ્રેમ હશે.

માનવ જગત ફિલ્મોથી એટલો અંજાયેલો છે કે શાક લેવા જાય અને પ્રેમમાં પડી જાય એમ ના થવું જોઈએ પ્રેમ એક દિવ્ય અનુભૂતિ છે અને તેને દિવ્યતા આપવા આપણે છીછરાપણું ના કરવું જોઈએ સમાજની ઘટના ફિલ્મોમાં દર્શાવાય છે અને ફિલ્મી ઘટના સમાજમાં બનતી રહે છે. ફિલ્મો અને ગીતોના ઓછાયા હેઠળ આપણે એ હદે આવી ગયા છે કે બસ આ જ મારો પ્રેમ છે આ મારી માટે જ બની છે હું જ તેનો છું એવી આપણી વિચારધારા થઇ ગઈ છે પણ સબૂર હકીકત આવી હોતી નથી સાઇકોલોજિસ્ટના મતે આજના જીવનમાં એક થી ઘણા વધારે સાથે પ્રેમ કે આકર્ષણ થવું સાહજીક છે માટે થોડી હસી મજાક કે ફોંન નંબરની આપ લે ને પ્રેમ કદાપિ ના સમજો.. એક નક્કર હકીકત ધ્યાનમાં રાખો જે ફિલ્મો આપણને સાચા પ્રેમની વાતો બતાવે છે એ જ ફિલ્મોના હીરો હીરોઇન સાચી ઝીંદગીમાં એકથી વધુ અફેર્સ હોય છે તેઓ તો એક વાર હૃદયભગ્ન થાય પછી આગળ વધે છે તો તેનું આ અનુકરણ પણ આપણે કરવું જોયે ને ? તે લોકો પણ પાછા પોતાની કારકિર્દી સેટલ કરવામા વ્યસ્ત થઇ જ જાય છે ને ?

વાસ્તવમાં પ્રેમ સુંદર નથી હોતો હા આશ્ચર્ય ના અનુભવતા પ્રેમમાં પડેલા હોય એના વિચારો એની કલ્પના જગત એની સ્વપ્નસૃષ્ટિ સુંદર હોય છે એટલે લો એક માં તેના શ્યામ બાળકને પણ અનહદ પ્રેમ કરતી હોય છે અને એક દીકરો એની વૃદ્ધ માંને પ્રેમ કરતો હોય છે પણ જ્યાં વિજાતીય પાત્ર આવે એટલે બસ એની સુંદરતાની જ નોંધ લેવાતી હોય છે એવું ના કરવું જોઈએ વળી એ સુંદરતા પણ શું કામની છે જે એક સુંદર દિલની ભાવના ના સમજી શકે માટે આવા બનાવ વખતે શાણપણ સમજીને જીદ છોડી દઈને એ પાત્રને જીવનમાંથી વિદાઈ આપવી જ સારી રહી કારણકે ભગવાને તમારી ઝીંદગીમાં એનાથી સુંદર વ્યક્તિ ઘડી છે જરૂર છે તો થોડી રાહ જોવાની તમારી જિંદગી પણ પ્રેમમય બની જશે છાશવારે અખબારમાં પ્રેમમાં હતાશ થઈને આત્મહત્યાના સમાચાર સામાન્ય થઇ ગયા છે આવા માણસો સાચે જ અભાગી હોય છે કારણ કે તેઓ તેના ફેમિલી મેમ્બર્સના અમૂલ્ય પ્રેમને ઓળખી શકવામાં ભૂલ કરે છે સાચા પ્રેમમાં ફક્ત દેવાની ભાવના હોય છે પછી એ સ્વતંત્રતા હોય એ પ્રેમના સબંધથી સામા પાત્રને છુટકારો જોઈતો હોય.

સામાન્યપણે લોકો પ્રેમ શોધતા હોય છે પણ એ કઈ શોધવાની વસ્તુ નથી એ તો પામવાનો હોય છે જો તમને કોઈ અનહદ પ્રેમ કરતુ હોય તો તેને સ્વીકારવો જોઈએ કારણ કે કહેવાય છે કે સુખી ત્યારે થવાય જયારે સામું પાત્ર આપણને પ્રેમ કરતુ હોય સાચા પ્રેમમાં શરીર પામવાનો કોઈ વિચાર જ ના આવવો જોઈએ પણ સાથે જ તનના મિલનને પ્રેમ એક પૂર્ણ સ્વરૂપ પણ આપે છે અને પ્રેમીઓને એક પ્રગાઢ નજદીકી આપે છે અહીં તો તમારે જ સમજવું રહ્યું કે ક્યારે અને કોણ સાચા પ્રેમનો હકદાર છે પ્રેમ એ એક સંજીવની છે તેમાં પાડનાર માનવ અચાનક જ ચંચળ બની જાય છે ક્યાં પણ સંજોગમાં પ્રેમમાં વિચ્છેદ પામેલી વ્યક્તિ એ સામા પાત્રને બદદુઆ કે શ્રાપ ના આપવો જોઈએ કે તેના માટે ઘસાતું પણ ના બોલવું જોઈએ બસ એ જ તમે કરેલા તેને પ્રેમની ઈજ્જત છે

ભૂતકાળના પ્રેમને ક્યારેય ભુલાતો નથી એ એક અનમોલ ખજાનો બની જાય છે તેની સાથે વિતાવેલી પળોને યાદ કરીને દુઃખી થવા કરતા સાથે મળીને કરેલી વાતોથી ખુશ થાવ કે ચાલો એ મારી સાથે તો હતી જો તમે સહી શકતા હોવ અને તેની નિશાની સાચવી રાખી હોય તેને તેને આપેલી ભેટને ક્યારેય ક્યારેક હાથમાં લઈને પંપાળો બહુ જ સારું લાગશે અને એના માટે મનમાં શુભ કામના કરો બસ તમને પછી એ યાદો બિલકુલ નહિ સતાવે તેની સાથે જે સ્થળે ફરવા ગયા હોવ ત્યાં જાવ શાંતિ થી ત્યાં બેસો તે અહીં બેસી હતી તેને આ દુકાનમાંથી મારા માટે આઈસક્રીમ લીધી હતી તે બધું જ યાદ કરો શરૂઆતમાં દુઃખ થશે પણ પછી મન હળવું થઇ જશે એક વાત ધ્યાનમાં રાખજો એ પાત્ર પણ તમને ચોક્કસ યાદ કરતુ હશે બસ તમે સમયને અનુકૂળ થવા પ્રયત્ન કરજો ક્યારેય તેની માટે બેવફા કે ટાઈમપાસ જેવા શબ્દો ના કાઢવા કારણ કે દરેકને કોઈક મજબૂરી હોય છે જેમ તમે એની સાથે કોઈ એક સ્થળની તેની સાથે મુલાકાત લીધી હતી તેમ તે પણ તો તેમાં ખુશીથી સામેલ હતી તેની સાથે જોયેલી ફિલ્મો ફરીથી જુઓ કોઈ એક ગીત જે તમે તેની માટે ગયું હોય કે તેને પસંદ હોય તે ફરીથી તમારા લાઈબ્રેરીમાં સામેલ કરો જે પણ કઈ યાદો હોય જે તમને સતાવતી હોય જેનાથી તમારો શ્વાસ અટકાઈ જતો હોય એ બધું જ આંખ બંધ કરીને યાદ કરો અને તેને ખુશીથી સ્વીકારો તેને ભૂલવા કે યાદ કરીને દુઃખી ના થાવ જીવન એ જીવવાનું નામ છે અને બસ તેને ખુશીથી યાદ કરીને જીવ્યે રાખો

પ્રેમને ભૂલીને આગળ વધનારાએ “ આતી હે તો વેલકમ જાતી હે તો ભીડ કમ” સૂત્ર અપનાવવું જ રહ્યું કોઈ એક ટેસ્ટી વાનગી જે તમારા પેટને સદતી ના હોય શું એ તમે ખાઈ શકશો? બસ તમારો પ્રેમી કે પ્રેમિકા ગમે તેટલો તમને ભૂતકાળમાં પ્રેમ કરતી હોય યાદ રાખો વર્તમાન એકદમ વેગળો છે જાત સાથે સખ્ત બનો એકલામાં બેસીને રોઈ લેવું છે રોઈ લો તેને આપેલી ભેટ ફેંકી દેવી છે ફેંકી દો જે રીતે ગઇ કાલ પછી નથી આવી શકતી ગયેલો પ્રેમ પણ પાછો નથી આવતો અને જો આવ્યો તો મહદ અંશે તેનો તેમાં સ્વાર્થ જ હોય છે માટે તેને ભૂલવો જ રહ્યો ભૂતકાળના પ્રેમ સંબંધો કોઈ માટે બોજારૂપ હોય છે તો કોઈ માટે અમૂલ્ય ખજાનો કોઈ એ યાદોને વળગીને રહે છે તો કોઈ તેને યાદ કરતા જ સમસમી જાય છે તો કોઈ દુઃખી થઇ જાય છે જે કઈ પણ લાગણી થાય બસ તેને સ્વીકારો તેનાથી ભાગો નહિ

ઘણા પ્રેમભગ્ન દેવદાસ થઈને ફરે છે હંમેશા દુઃખી દુઃખી જ હોય છે આમ કરવાથી પ્રેમ પાછો નહિ આવે જરા વિચારો તમને જે પસંદ ના હોય એ તમારી વાટ જોતું હોય શું તેની જિંદગી બનવા તૈયાર છો ? નહિ ને ? જેમ તમારી એક ચોક્કસ પસંદ છે તેમ તેની પણ એક પસંદ છે અગર તે તમને પ્રેમી તરીકે ના જુવે તો કઈ નહિ બસ એ ખુશ રહે એ જ પ્રાર્થના કરો ઘણી વાર એવું બને છે કે પ્રેમભગ્ન એક રૂમમાં ભરાય રહે છે સામાજિક મેળાવડામાં જવાનું ટાળે છે હૃદયભગ્ન ગીતો સાંભળ્યા કરે છે ઈન્ટરનેટ પર હવે તો સેડ મટેરીઅલ પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે એ વાંચ્યા કરે છે આમ કરવાથી દુઃખ વધવાનું જ છે જો રોઈ લેવાનું મન થાય તો રોઈ લો એકલામાં કે કોઈ નજીકની વ્યક્તિ પાસે જેથી મન મોકળું થઇ જાય મન માં જ બોજો રહી જશે તો ઉદાસી બહાર કેમ જશે ? અને તમે ઉદાસ રહેશો તો ઘરમાં લોકો પણ તમારી સાથે ઉદાસ રહેશે યાદ રાખો મમ્મી પપ્પા મોટા ભાઈ બહેનને આપણા હાવભાવની ચોક્કસ ખબર પડી જતી હોય છે હા એવું બની શકે કે તેઓ આપણી સાથે ખુલી ચર્ચા ના કરે પ્રેમમાં નિરાશા મળે ત્યારે થોડી વાર માટે બ્રેક લઇ લો જેને ચાહો છો તેને ના મળો પોતાની જાતને તેના વગર કેળવો થોડો આત્મવિશ્વાસ આવી જાય પછી નક્કી કરી લો કે તેની સાથે મિત્રતા રાખવી છે કે નહીં હા પણ તેની માટે કોઈ જ પ્રકારની આશા રાખવી નહિ સાથે પડેલા ફોટોસ, ગિફ્ટ્સ ફાડીને ફેંકી દો અને જો મન ના માને તો ઘરમાં ક્યાંય એવી જગા પાર મૂકી દો જેથી કરીને જલ્દી સામે ના આવે ફોટોસ અને ગિફ્ટ્સ મનને નબળું કરી મુકશે મોબાઇલ નંબરનું બેકપ લઇ લો અને ડિલિટ કરી નાખો મેસેજ ની આપ લે પણ તદ્દન બંધ થઇ જશે. જો પ્રેમી પ્રસ્તાવ નકારી લે અને દોસ્તી રાખવા કહે તો સ્પષ્ટ ના પાડી દો કારણ કે આમ ના કરવાથી તમને ખોટી આશા જાગે છે.

પ્રેમમાં હતાશા મળે તો આયોજન કરો, મિત્રો સાથે ફરવા જાવ, ઘરમાં રસોઈ બનાવો, જાતજાતના શોખ કેળવો, હળવી કસરત કરો, વજન વધુ હોય તો ઓછું કરવામાં ધ્યાન કેળવો અને ઓછું જ હોય તો શેપમાં લાવવા પ્રયત્ન કરો જેથી તમે તમારા પ્રેમ માં પડી શકો તમે જાતને ચાહશો તો જ દુનિયા તમને ચાહશે. જબ વી મેટ નો ડાઈલોગ યાદ કરો મેં ખુદ કી ફેવરિટ હું બસ તમારો આત્મવિશ્વાસ આમ કેળવો. શરૂઆતમાં તમને બધું અજુગતું લાગશે પણ પછી ધીરે ધીરે મન હળવું થતું જણાશે. શોપિંગ કરો, ચોકોલેટ પસંદ હોય તો એ ખાવાથી મન ખુશ થાય છે એવું સાયન્ટિસ્ટએ પુરવાર કર્યું છે. ઘણી વાર એવું બને છે કે એક પ્રેમમાં હતાશા મળે એટલે તરત જ બીજા રિલેશનમાં બંધાય જાય છે આમ બિલકુલ ના કરવું જોઈએ યાદ રાખો પ્રેમ કરવા માટે પ્રેમ નથી કરતો પણ પ્રેમમાં એકબીજાને સમજવું ખુબ જ જરૂરી છે. માટે સામેવાળી વ્યક્તિને જાણો. સમજો તેનો વર્તારો બધું જ સમજો પછી જ આગળ વધો .પ્રેમભગ્ન અચાનક જ પોતાની કાળજી લેવાનું છોડી દે છે. આમ કરવાથી તમે ખુબ જ હતાશ થઇ જશો .તમારા શરીરને પૂરતું પોષણ આપો, સારો ખોરાક લો, પૂરતી ઊંઘ લો, રાતભર એના ખયાલોમાં ઉજાગરા ના કરો, સારા કપડાં પહેરો, તૈયાર થાવ, જો તમે બહુ જ વ્યથિત થઇ ગયા હોવ તો રોજિંદા જીવનમાં થોડો બ્રેક લો, જેમ કે ઓફિસમાંની વ્યક્તિથી પ્રેમ હોય અને બ્રેકપ થાય તો થોડા દિવસની રજા લઇ લો. ઘરમાં આરામ કરો. શક્ય હોય તો બેચાર દિવસ ક્યાંય ફરવા ચાલ્યા જાવ, પર્યટન સ્થળની ખુશનુમા સવાર તમારી યાદોને ભૂલવા ચોક્કસ મદદ કરશે. ખાસ ધ્યાનમાં રાખો તમે એવી વ્યક્તિના સંપર્કમાં રહો જે તમને સધિયારો આપે, જે તમને મોટીવેટ કરે, જે તમારો મોરાલ બુસ્ટ કરે. આમ થવાથી તમે સકારાત્મક વિચાર કરશો અને જરૂર પડે તો થેરાપીસ્ટની વિઝીટ લો. તેને તમારી મૂંઝવણ જણાવો અને તે કહે એમ વિચારો અને વર્તો.