Apurnviram - 2 books and stories free download online pdf in Gujarati

અપૂર્ણવિરામ - 2

નવલકથા

અપૂર્ણવિરામ

શિશિર રામાવત

પ્રકરણ ૨

મોક્ષ અને માયા સ્તબ્ધ થઈ ગયાં.

બંગલાના બીજા માળે ગેસ્ટ બેડરુમના દૃરવાજાને ધક્કો મારતાં જે દૃશ્ય ઊપસ્યું તે વધારે અકહ્લપ્ય હતું કે ભયાવહ તે નક્કી કરવું મુશ્કેલ હતું. અંધારીયા ઓરડાની લગભગ મધ્યમાં, ડબલબેડની ધાર પાસે, ઘુમરાઈ રહેલા ધૂમાડા અને મંત્રોચ્ચારણના ધ્વનિની વચ્ચે કોઈક ફર્શ પર પલાંઠી વાળીને બેઠું હતું. સામે લાલ મીણબત્તીઓ ટિમટિમાતી હતી.

‘'મોક્ષ...? ગભરાયેલી માયાએ કચકચાવીને એનો હાથ પકડી લીધો, ‘‘કોણ છે આ?

એ વ્યકિતનો ચહેરો સામેની દૃીવાલ બાજુ હતો, પીઠ દૃરવાજા તરફ હતી. અંધકાર અને ઘુમાડાને કારણે એના શરીરનો આકાર સ્પષ્ટપણે ઊપસી શકતો નહોતો. આ કોણ અજાણ્યું માણસ ઘરમાં ઘૂસી ગયું છે?

‘‘કોણ છે? મોક્ષે રાડ પાડી, ‘‘કોણ છે અંદૃર?

કશી જ પ્રતિક્રિયા નહીં. મંત્રોચ્ચારનો ગણગણાટ ચાલતો રહ્યો, પણ શરીર જાણે પથ્થરનું બનેલું હોય તેમ હહ્લયું સુધ્ધાં નહીં. એકાદૃ ક્ષણમાં ધુમાડો થોડો છંટાયો. મીણબત્તીના ધ્રૂજતા પ્રકાશમાં માનવદૃેહની રેખાઓ સહેજ સ્પષ્ટ થઈ. ટટ્ટાર પીઠ, છુટ્ટા વાળ અને ખુહ્લલા લિસ્સા હાથ.

આ તો કોઈ સ્ત્રી છે!

‘‘કોણ છો તમે? મોક્ષના શબ્દૃો તીરની જેમ ફેંકાયા, ‘‘ ઊભા થઈ જાવ. સ્ટેન્ડ અપ આઈ સે...

એ સાચવીને એક-બે ડગલાં આગળ વધ્યો.

‘'મોક્ષ... નો! માયાએ ડરીને એને પાસે ખેંચી લીધો. એના હૃદૃયના ધબકારા વધી ગયા હતા, ‘‘પાસે ન જતો!

મોક્ષે એને ઈશારાથી ચુપ રહેવા કહ્યું. પછી હાથ છોડાવીને ઓર આગળ વધ્યો. ઊંચા અવાજે એણે લગભગ ત્રાડ પાડી:

‘‘ઊભા થઈ જાવ આ જ ઘડીએ! તમને સંભળાય છે હું શું કહું છું તે?

સ્ત્રી કશું જ સંાભળતી નહોતી. હવે માયા પણ મોક્ષની સાથે થઈ. અંતર ઘટ્યું, પણ ખભા પર ઝુલી રહેલા વાળને કારણે સ્ત્રીનો ઢંકાયેલો ચહેરો હજુય દૃેખાતો ન હતો. એણે કાળા રંગનું ટૉપ જેવું કશુંક પહેર્યું હતું. સામે અનિયમિત આકારમાં ગોઠવેલી આઠેક મીણબત્તીનું પીગળેલું પ્રવાહી નીચે રેલાઈને ગઠ્ઠો થઈ ગયું હતું. મોક્ષની ધીરજ હવે ખૂટી રહી હતી. એણે તારસ્વરે કહ્યું:

‘‘ આ હું છેહ્લલી વાર કહી રહ્યો છું. તમે જે હો તે... ગેટ અપ એન્ડ ગેટ લોસ્ટ! મારા ઘરમાં ઘૂસવાની િંહમત કેવી રીતે થઈ તમારી?

સ્ત્રી પર કશી જ અસર થતી નહોતી. એનો મંત્રજાપ ઊલટાનો વધારે તીવ્ર બન્યો. માયાનો હાથ પકડીને,પાંચ-છ ડગલાં ચાલીને મોક્ષ સ્ત્રીની સામે ઊભો રહી ગયો. માયા એની બાજુમાં લપાઈને ઊભી રહી ગઈ. સ્ત્રીનું માથું ઝુકેલું હતું. વાળ આગળ આવી ગયા હોવાથી ચહેરો સંપૂર્ણપણે ઢંકાઈ ગયો હતો.

‘‘ઈનફ! મોક્ષ ધૂંધવાઈને સ્ત્રી તરફ ધસતો તુંકારા પર આવી ગયો, ‘‘ જો આ જ ઘડીએ તું ઊભી નહીં થાય તો હાથ પકડીને

એ જ ક્ષણે સ્ત્રીએ ઝાટકા સાથે માથું ઊંચું કરીને વીંધી નાખતી નજરે સામે જોયું. હબકી ગયાં મોક્ષ અને માયા! જાણે અદૃશ્ય ધક્કો લાગ્યો હોય તેમ બન્ને એક ડગલું પાછળ હટી ગયાં. ઓરડાના અંધકારમાં સ્ત્રીની આંખો અંગારાની જેમ સળગી રહી હતી. આ દૃષ્ટિ, આ વેધકતા... કશુંક અકુદૃરતી હતું આ આંખોમાં.

‘‘કોણ છે તું? મોક્ષ ક્રોધથી ફાટવા લાગ્યો: ‘‘આ તું શું કરી રહી છે મારા ઘરમાં?

મોક્ષ પાછો એક ડગલું આગળ વધ્યો ને પેલીએ ત્રાડ પાડી:

‘‘સ્ટે અવે ફ્રોમ મી! મારી નજીક આવવાની કોશિશ પણ ન કરતા!

મોક્ષ ધ્રૂજી ગયો! એના પગ ખોડાઈ ગયા. સ્ત્રી અંગ્રેજીમાં બોલી હતી અને એના ઉચ્ચારણ ભારતીય નહોતા. મટકું માર્યા વિના, આંખોનું સંધાન એક પળ માટે પણ તૂટે નહીં તે રીતે ઊભાં થતાં યુવતી ગરમ અવાજે બોલી:

‘‘ત્યાં જ ઊભાં રહેજો. નજીક ન આવતાં, નહીંતર...

મોક્ષ તિલમિલાઈ ઉઠ્યો, ‘‘નહીંતર શું? મારા ઘરમાં ઘૂસીને મને ધમકી આપે છે? શું કરી લઈશ તું? એટેક કરીશ? હથિયાર-બથિયાર છુપાવીને રાખ્યું છે? બોલ?

‘'મોક્ષ... એક મિનિટ! માયાએ એને અટકાવ્યો. પછી યુવતી સામે જોઈને કહ્યું, ‘‘તારી નજીક નહીં આવીએ. તને કશું નહીં કરીએ... અને તું ખાતરી આપ કે તું પણ કશું નહીં કરે, ઓકે?

યુવતી સાશંક નજરે જોતી રહી. પછી નીચે વળીને સપાટામાં મીણબત્તીઓ બુઝાવી નાખી. ક્ષણાર્ધ માટે બધું જ અંધકારમાં ઓગળી ગયું. બીજી જ પળે સ્વિચ ઑન થવાનો અવાજ આવ્યો અને બત્તીઓમાંથી ફેંકાયેલા પ્રકાશમાં આખો બેડરુમ સજીવન થઈ ગયો. ગુલ થઈ ગયેલી વિજળી ક્યારે પાછી આવી ગઈ? મોક્ષ અને માયાની આંખો ઝીણી થઈ ગઈ.

યુવતી ગોરી હતી, વિદૃેશી હતી. ધાર્યા કરતાં ઘણી વધારે યુવાન હતી. એના ચહેરામાં પકડી ન શકાય એવી ચુંબકીય ખૂબસૂરતી હતી. મીણબત્તીની રોશનીમાં એ ભયાનક લાગતી હતી, પણ હવે પૂર્ણ પ્રકાશમાં એનું વ્યકિતત્ત્વ એકાએક સૌમ્ય બની ગયું હતું. ઊંચું ચુસ્ત શરીર, સોનેરી વાળ, લાલ ભરેલા હોઠ, ચળકતી બ્લુ આંખો અને એમાં તગતગતી શંકા. એણે ગળામાં ધાતુ અને કાચના મણકાવાળી ત્રણચાર માળા પહેરી હતી. ગોઠણ સુધી પહોંચતું ઢીલું સ્લીવલેસ વન-પીસ ટૉપ પહેર્યું હતું. આ ટૉપની રેશમી કાળાશ સાથે એના લિસ્સા ઘાટીલા હાથ-પગની સફેદૃી આકર્ષક વિરોધિતા પેદૃા કરી નાખતી હતી. ત્રણેય મૂર્તિની જેમ સ્થિર ઊભાં હતાં. નજરો પરસ્પર ટકરાતી રહી, માપતી રહી, ચકાસતી રહી. તનાવ મૌન બનીને તેમની વચ્ચે ઘુમરાતો રહ્યો.

‘‘હું વારંવાર પૂછી રહ્યો છું પણ હજુ સુધી મને જવાબ મળ્યો નથી, મોક્ષે કહ્યું, ‘કોણ છે તું? મારા ઘરમાં કેવી રીતે ઘૂસી?

‘‘હું ઘરમાં ઘૂસી નથી, માનભેર પ્રવેશી છું! યુવતી મક્કમતાથી બોલી, ‘‘...અને ધારો કે કોઈએ દૃરવાજો ખોહ્લયો ન હોત તો પણ હું અંદૃર આવી શકી હોત. મારી પાસે ચાવીઓ છે ઘરની.

‘‘તારી પાસે ચાવીઓ ક્યાંથી આવી? મોક્ષનો ક્રોધ પાછો ભભૂકી ઉઠ્યો, ‘‘ ચોર છે તું? અહીં અંધારામાં ધુમાડો કરીને શું બબડાટ કરતી હતી? બોલ?

‘'મોક્ષ... માયાએ એનો હાથ દૃબાવીને અટકાવવાની કોશિશ કરી.

‘'માયા... પોલીસને ફોન કર. હમણાં જ!

‘‘તું શાંતિ રાખ, પ્લીઝ! માયા સહમી ગઈ.

‘‘ તું શાંતિ રાખવાની વાત કરે છે? કોઈ અજાણ્યું માણસ બળજબરીથી ઘરમાં ઘૂસીને આ

‘‘તમે ઈચ્છશો તો પણ મને ઘરની બહાર કાઢી નહીં શકો, મિસ્ટર મોક્ષ મહેતા! યુવતીએ એનું વાક્ય પૂરું થવા ન દૃીધું, ‘‘ યાદૃ રાખજો આ વાત!

મોક્ષ સ્તબ્ધ થઈ ગયો. શું બોલી રહી છે આ બાઈ? પળે પળે તે વધુ ને વધુ રહસ્યમય બનતી જતી હતી.

‘'મોક્ષ, એક મિનિટ. મને વાત કરવા દૃે... માયાએ યુવતી સામે જોયું, ‘‘લિસન, પોલીસ-બોલીસ નહીં આવે. ડોન્ટ વરી. અમને ફકત એ જાણવામાં રસ છે કે તું કોણ છે અને ક્યાંથી આવી છે? તને મોક્ષનુંં નામ કેવી રીતે ખબર છે?

‘'મને તમારું નામ પણ ખબર છે, માયા મહેતા! યુવતીએ વેધક નજરે માયા સામે જોયું. એના ચહેરા પર સૂક્ષ્મ ભાવપલટા થતા જતા હતા. એક ક્ષણ લાગતું હતું કે એ અંદૃરથી ભયભીત છે, પણ િંહમતનો મુખવટો પહેરી રાખ્યો છે. બીજી ક્ષણે લાગતું હતું કે એનામાં અજબ મક્કમતા છે અને ડરાવવાની કોશિશ કરી રહી છે.

એણે કહ્યું,‘‘સવાલ-જવાબ કરવા હોય તો આપણે નીચે હૉલમાં બેસીએ.

યુવતીના અવાજમાં રહેલો સત્તાવાહી રણકો સાંભળીને મોક્ષનું દિૃમાગ ફરી ગયું, ‘‘ તું અમારા ઘરમાં અમને ઓર્ડર કરે છે કે ક્યાં બેસવું ને ક્યાં વાતો કરવી? હાઉ ડેર યુ?

‘‘ મોક્ષ...ઈટ્સ ઓકે, માયાએ ફરી એને રોક્યો. પછી યુવતીને કહ્યું, ‘‘ ઠીક છે. ચાલ.

એ મોક્ષનો હાથ પકડીને બહાર નીકળી ગઈ. પાછળ યુવતી દૃોરવાઈ. પહેલા માળે સુમનના ઓરડા પાસે મોક્ષના પગ અનાયાસ થંભી ગયા. યુવતી બોલી, ‘‘તમારી બહેન સલામત છે. ઘસઘસાટ સૂતી છે. ડોન્ટ વરી, યુવતી બોલી.

મોક્ષ અને માયાએ એકબીજા સામે જોઈ લીધું: આ સ્ત્રી સુમનને પણ ઓળખે છે!

સુમન અને કેરટેકર મુકતાબેન બન્ને ઊંડી નિદ્રામાં હતાં. સુમન તો માનસિક રીતે વિકલાંગ છે, એક વાર પથારીમાં પડે પછી તેને જગાડવી મુશ્કેલ છે, પણ ઉપર ગેસ્ટ રુમમાં આટલો મોટો વંટોળિયો આવી ગયો તો પણ મુકતાબેનને અણસાર સુદ્ધાં ન આવ્યો?

સીડીઓ ઊતરીને બધાં નીચે આવી ગયાં. હૉલનો માહોલ સામાન્ય લાગતો હતો. મોક્ષને અચાનક ભાન થયું કે ઘરમાં પગ મૂકતાં જ પેલી જે તીવ્ર વાસ નાકમાં ઘૂસી ગઈ હતી તે હવે તદ્દન ગાયબ થઈ ચૂકી છે.

‘‘બોલો, યુવતી મોક્ષ અને માયાથી દૃૂર સફેદૃ સોફા ચેર પર સાવધાનીથી બેઠી, ‘‘ શું જાણવું છે તમારે?

મોક્ષે માંડ ગુસ્સાને કાબૂમાં રાખ્યો, ‘‘સ્ટોપ બિઈંગ ઓવર-સ્માર્ટ, વિલ યુ? તને બરાબર ખબર છે કે અમે શું જાણવા માગીએ છીએ

‘‘ઓલરાઈટ! યુવતીએ કાતિલ ઠંડકથી કહ્યું, ‘'મારું નામ મિશેલ છે. મિશેલ વિલિયમ્સ.

મિશેલ વિલિયમ્સ? આ નામ ક્યારેય સાંભળવામાં આવ્યું હોય એવું યાદૃ આવતું નથી.

‘‘હું ઓસ્ટ્રેલિયાથી આવી છું. હું અને આર્યમાન... અમે સાથે રહીએ છીએ, મારા ફ્લેટમાં. વી આર હેિંવગ અ લિવ-ઈન રિલેશનશિપ. અમે લગ્ન કરવાનાં છીએ. કદૃાચ ક્રિસમસ પછી.

મોક્ષને ઝટકો લાગ્યો, ‘‘વોટ? તું અને આર્યમાન...

આર્યમાન એનાથી ત્રણ વર્ષ નાનો ભાઈ હતો. ઓસ્ટ્રેલિયામાં રહેતો હતો. મોક્ષથી માયા સામે જોવાઈ ગયું. એની આંખોમાં પણ પ્રશ્ર્ન તરવરતો હતો. આર્યમાને મિશેલ નામની છોકરી વિશે તો ક્યારેય વાત કરી જ નથી!

...પણ આર્યમાન ખૂલીને ક્યારે કોઈ વાત કરી છે કે આ વાત કરે? બન્ને ભાઈઓ વચ્ચે આત્મીયતાનો સેતુ વર્ષો પહેલાં તૂટી ચૂક્યો હતો. એકમેકના વિચારો જાણી શકાતા નહોતા, કારણ કે સંવાદૃ થતો નહોતો. સંવાદૃ થઈ શકે તેવી કોઈ ભુમિકા જ બચી નહોતી. કેવળ ઉગ્ર ઝઘડા થઈ જતા હતા. પછી તો એ પણ બંધ થઈ ગયા. ફકત લોહીનો સંબંધ બચ્યો હતો. તે પણ એટલા માટે કે એને ભૂંસી શકાય તેમ નહોતો. રકતના સંબંધોને શૂન્ય કરી શકાતા નથી. તે તૂટી જાય તો પણ ટુકડાઓમાં શાંત કણસ્યા કરે છે.

...અને આજે અચાનક આર્યમાનની ગર્લફ્રેન્ડ આંખ સામે ખડી થઈ ગઈ હતી.

‘‘આર્યમાન ક્યાં છે? મોક્ષે પૂછ્યું.

‘‘નથી આવ્યો.

‘'મુંબઈ તું એકલી જ આવી છે?

‘‘હા.

‘‘એટલે આર્યમાન ઓસ્ટ્રેલિયા જ રહી ગયો અને તને ઘરની ચાવીઓ આપીને અહીં મોકલી દૃીધી... મોક્ષની આંખો તીક્ષ્ણ બની, ‘‘કેમ?

મિશેલ કશું ન બોલી. ચુપચાપ સ્થિર નજરે જોતી રહી. મોક્ષ અકળાયો. આ છોકરી કેમ આટલી વિચિત્ર નજરે અમારી તરફ જુએ છે?

‘‘હું તને કશુંક પૂછી રહ્યો છુંં, મિશેલ!

‘'મારે ઈન્ડિયામાં થોડું રિસર્ચ કરવાનું છે.

‘‘શાનું રિસર્ચ?

‘‘એમાં તમારે રસ લેવાની જરુર નથી, કહીને મિશેલ અટકી. પછી બોલી ગઈ, ‘‘હું અહીં રહીને જ મારું કામ કરવાની છું.

મોક્ષનો ચહેરો ખેંચાઈ ગયો,‘‘વોટ ડુ યુ મીન? તને અહીં રહેવાની પરમિશન કોણે આપી? આ અમારું ઘર છે... એન્ડ વી ડોન્ટ વોન્ટ યુ ટુ સ્ટે હિઅર!

મિશેલ મૌન રહી. એના ચહેરા પર અકળ ભાવ છવાયા.

‘‘તને સમજાય છે હું શું કહું છું તે? આજની રાત અહીં રહી શકે છે, પણ કાલે વહેલી સવારે અહીંથી તારા બેગબિસ્તરા લઈને તારે કોઈ હોટલમાં ચેક-ઈન કરી લેવું પડશે.

‘‘હું ક્યાંય જવાની નથી... મિશેલે દૃઢતાથી કહ્યું, ‘‘હું અહીં જ રહીશ. આ જ ઘરમાં. મારું રિચર્સ પૂરું ન થાય ત્યાં સુધી...

મોક્ષ માની ન શક્યો. આ કયા પ્રકારની મૂઢ સ્ત્રી છે?

‘‘તારામાં આત્મસન્માન જેવું કંઈ છે, મિશેલ? મોક્ષ અચાનક ઊભો થઈને એક ડગલું આગળ વધ્યો, ‘‘આટલા સ્પષ્ટ શબ્દૃોમાં તારું અપમાન થઈ રહ્યું છે તો પણ આ ઘરમાં ચીપકી રહેવું છે તારે?

‘‘ત્યાં જ ઊભા રહેજો મિસ્ટર મોક્ષ મહેતા!

મિશેલ ગભરાઈને છટપટી ઊઠી. એની આંખોમાં પહેલી વાર નક્કર ડર દૃેખાયો. મોક્ષ થંભી ગયો.

‘‘તમે ત્યાં જ બેસી રહો, સોફા પર... તરત જ મિશેલના ચહેરા પર પુન: કરડાકી આવી ગઈ, ‘'મારી નજીક આવવાનો વિચાર પણ ન કરતા!

મોક્ષે હેરાન થઈને માયા તરફ જોવા લાગ્યો. બન્નેની આંખોમાંથી ફેંકાયેલા પ્રશ્ર્નનાર્થ સામસામા ટકરાઈને વિખેરાઈ ગયા.

માયાએ જરા સમજાવટથી કહ્યું, ‘‘જો મિશેલ, તારે ડરવાની જરુર નથી. મેં તને પહેલાં પણ કહ્યુંને! તું એકલી છો, સ્ત્રી છો, આર્યમાનની ફિયૉન્સે છો. તું અમારા ઘરમાં મહેમાન બનીને આવી છો

‘‘આ પ્રોપર્ટી તમારા એકલાની નથી, માયા! મિશેલનો અવાજ ધારદૃાર થઈ ગયો, ‘‘આ પ્રોપર્ટી જેટલી તમારી છે એટલી આર્યમાનની પણ છે... અને આર્યમાનની ફિયૉન્સે હોવાના અધિકારથી હું અહીં જ રહેવાની છું!

‘‘ઓહ્હો! માયા, સાંભળ્યું? મોક્ષ કડવાશથી બોહ્લયો, ‘‘શબ્દૃ કેવા વાપરે છે આ છોકરી, જોયું? ઘર નહીં, પ્રોપર્ટી! નાઉ આઈ અન્ડરસ્ટેન્ડ...આર્યમાનને ત્યાં ઓસ્ટ્રેલિયામાં બેઠા બેઠા આ ‘પ્રોપર્ટી પર હક જતાવવો છે એટલે આ છોકરીને ઈન્ડિયા મોકલી આપી છે. શાબાશ!

મિશેલના ચહેરાની રેખાઓમાં કશો ફર્ક ન પડ્યો. મોક્ષ બોલતો ગયો, ‘‘મિશેલ, અમારો વિધુર બાપ બીમાર થઈને ડેથબેડ પર પડ્યો હતો ત્યારે આર્યમાનને ઘર યાદૃ ન આવ્યું? એકની એક પાગલ બહેનની ચાકરી કરવાની આવે છે ત્યારે એને કેમ કંઈ યાદૃ નથી આવતું? અને હવે ઓિંચતા ઘર-પ્રોપર્ટી-વારસો બધું યાદૃ આવવા લાગ્યું છે?

મિશેલ સાંભળતી રહી.

‘‘એક વાત કાન ખોલીને સાંભળી લે, છોકરી. તું આર્યમાનની ફકત લિવ-ઈન પાર્ટનર છો, પત્ની નથી. તારો કોઈ કાનૂની હક બનતો નથી આ ઘર પર...અને આર્યમાન તારી સાથે લગ્ન કરશે જ એની શી ગેરંટી છે? તારી પહેલાં ઘણી છોકરીઓ આવી ગઈ છે એની લાઈફમાં. તારાં નામનો ઉહ્લલેખ સુધ્ધાં કર્યો નથી અમારી સામે.

‘‘અત્યાર સુધી ન કર્યો હોય તો હવે કરી લેશે. ખાતરી થતી ન હોય તો એની સાથે વાત કરી લો, મિશેલે ઠંડકથી ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો. પછી ઉશ્કેરતી હોય તેમ ઝેરીલું હસીને ફોન મોક્ષ સામે ધર્યો, ‘‘આ લો. કરી લો વાત. કરી શકશો?

મોક્ષ ઘા ખાઈ ગયો. એ કશું જ બોલી ન શક્યો.

‘'મોક્ષ, લીવ ઈટ... માયાએ એના હાથ પર હથેળી મૂકી, ‘‘ભલે રહેતી. વી કાન્ટ સ્ટોપ હર. આર્યમાને મોકલી છે. આપણી મહેમાન કહેવાય. આર્યમાન ભુલો કરશે, પણ આપણે ખાનદૃાની છોડવાની નથી.

‘‘પણ...

માયા મિશેલ તરફ ફરી, ‘‘મિશેલ, સાંભળ. તું અહીં રહી શકે છે, ઓકે? ક્યાં છે તારો સામાન? ઉપર ગેસ્ટરુમમાં જ છે, રાઈટ?

માયા બોલી તો ખરી, પણ એને ખુદૃને પોતાનો અવાજ એકાએક અપરિચિત લાગવા માંડ્યો હતો. શબ્દૃો જાણે હવામાં તરતા અથડાતા વેરાઈ ગયા હતા. મિશેલ ઊભી થઈ. એના હોઠ પર વિજયસ્મિત અને આંખોમાં ઉપહાસ હતો. એ ઘીરે ધીરે પગથિયાં ચડવા લાગી. અચાનક શાંત થઈ ગયેલા ડ્રોઈંગરુમમાં મોક્ષનો ઉગ્ર થઈ ગયેલો અવાજ ગૂંજી ઉઠ્યો, ‘‘મિશેલ...

મિશેલ અટકી ગઈ. ગરદૃન ઘુમાવીને એણે નીચે જોયું.મોક્ષ ફાટી આંખે દૃાંત કચકચાવીને કહી રહ્યો હતો:

‘‘થોડી વાર પહેલાં ઉપર ગેસ્ટરુમમાં તું શું ભેદૃ-ભરમ કરી રહી હતી? ધુમાડો ને કેન્ડહ્લસ ને એ બધું શું હતું? શાનો બબડાટ ચાલતો હતો? અહીં રહેવું હશે તો આ બધાં નાટક નહીં ચાલે, સમજે છે તું?

મિશેલ કશું જ ન બોલી. માત્ર એના હોઠ પર અર્થગંભીર રહસ્યમય સ્મિત ઝબકી ગયું....