Apurnviram - 3 books and stories free download online pdf in Gujarati

અપૂર્ણવિરામ - 3

નવલકથા

અપૂર્ણવિરામ

શિશિર રામાવત

પ્રકરણ ૩

ગૉડ... કેન યુ બિલીવ ધિસ? કેવું કેવું બની રહ્યું છે આપણા ઘરમાં, નહીં?

પહેલા માળે આવેલા માસ્ટર બેડરુમમાં પ્રવેશીને માયાએ સીધું પલંગ પર પડતું મૂક્યું. એનાથી હસાઈ જવાયું. જાણે હસી લેવાથી માહોલમાં ફેલાઈ ગયેલો તનાવ ઓછો થઈ જવાનો હોય, એમ. મોક્ષ એની પાછળ ધીમેથી અંદૃર આવ્યો. એના ચહેરા પરની ગંભીરતા યથાવત હતી. કશું બોહ્લયા વિના બ્લેઝર ઊતારીને એ ડબલબેડની ધાર પર બેસીને જૂતાં ઊતારવા લાગ્યો. માયા એને તાકતી રહી. પછી રંગેલા લાંબા નખવાળી આંગળી મોક્ષની પીઠ પર ઘુમાવીને ઊભી લીટી કરી.

"મોક્ષ...

હં...

તું બહુ ટેન્શન નહીં લે, માયાએ સમજાવટથી કહ્યું, ઈટ્સ ઓકે. આવડું મોટું ઘર છે. છોકરી પડી રહેશે ગેસ્ટ રુમમાં. શો ફરક પડે છે?

સવાલ એ નથી, માયા. સવાલ એટિટ્યુડનો છે. આર્યમાન આને મોકલતા પહેલાં આપણને ઈન્ફોર્મ પણ કરતો નથી? આટલો ઘમંડ, આટલી નફરત? અને આ છોકરી... ઘરમાં આવતાં વેંત દૃાદૃાગીરી કરવા લાગે છે આપણી સામે? ધિસ ઈઝ જસ્ટ નોટ એકસેપ્ટેબલ.

રિલેકસ! આટલા બધા હાઈપર થવાની જરુર નથી. તું જ કહેતો હોય છેને, િંજદૃગી ઈવેન્ટફુલ હોવી જોઈએ! સારુ-માઠું-પોઝિટિવ-નેગેટિવ કંઈ પણ બનતું રહેવું જોઈએ લાઈફમાં. તો જ જીવવાની મજા આવે! આ બધું મારે તને કહેવાનું ન હોય.

એ મોક્ષની બાજુમાં લપાઈને બેસી ગઈ. પછી હસવા લાગી, આવી જુવાન છોકરી... ફોરેનર, બ્યુટીફુલ ને પાછી એકલી. ટેન્શન તો મને થવું જોઈએ! તું બહારથી ગુસ્સે થવાનો ડોળ કરે છે પણ મનમાં તો અરમાન જાગી ગયા હશે!

વોટ રબ્બીશ! મોક્ષે આંખો પહોળી કરીને સામે જોયું. એનાથી અનાયાસ સ્મિત થઈ ગયું. છોકરી બ્યુટીફુલ છે, એમ? મારું તો ધ્યાન જ ન ગયું! તેં કહ્યું એટલે હવે વ્યવસ્થિત જોવી પડશે એને!

શટ અપ!

બન્ને ખડખડાટ હસી પડ્યાં. વાતાવરણમાંથી તંગદિૃલીના અણુઓ શોષાઈને બહાર ફેંકાઈ ગયા. માયાને સંતોષ થયો. મોક્ષે એને નજીક ખેંચી.

"મારે કોઈ ઓસ્ટ્રેલિયનમાં રસ લેવાની જરુર નથી, માયાના ખુહ્લલા ખભા પર, ગાલ પર અને હોઠ પર અટકી અટકીને, રોકાઈને, મોક્ષ શાંતિથી ચુંબન કરતો ગયો, "મારા માટે આ દૃેસી ગર્લ પરફેકટ છે!

વેઈટ! સુખની તરલ ક્ષણોમાં થોડી વાર વહી લીધા પછી માયા ઊભી થઈ ગઈ. આંખો ચમકાવીને એ બોલી, હું શાવર લઈ આવું છું. પછી તું પણ નાહી લે.

ગ્રેટ!

માયા બાથરુમમાં જતી રહી. એકલા પડેલા મોક્ષે ટેરેસના પારદૃર્શક કાચના સ્લાઈિંડગ ડોરને હળવેથી એક તરફ ધકેલી દૃીધો. દૃરિયાઈ હવાનો ખુશનુમા જથ્થો જાણે રાહ જોઈને બેઠો હોય તેમ તરત અંદૃર ધસી આવ્યો. મોક્ષ બહાર આવીને દૃીવાલ પાસે ઊભો રહી ગયો. ચંદ્રની સંપૂર્ણ ગેરહાજરીમાં અંધકાર ઘૂંટાઈ ચુક્યો હતો.આજે અમાસ છે? મોક્ષના મનમાં સહજ સવાલ જાગ્યો. હા, અમાસ છે આજે. કદૃાચ ન પણ હોય. શું ફરક પડે છે? ચંદ્રની સ્થિતિ પ્રમાણે આકાશની શ્યામલ ઘનતામાં વધ-ઘટ થયા કરશે, એટલું જ. અંધકારનાં મોજાં આજે છેક ટેરેસની દૃીવાલ સુધી અથડાઈ રહ્યાં હતાં. બંગલાના ત્રણેય માળે દૃરિયા તરફના કમરાઓમાંથી બાહ્લકની યા તો ટેરેસ ખેંચવામાં આવી હતી. મોક્ષ અને સુમનના કમરા પહેલા માળે હતા. બીજા માળે બે ગેસ્ટરુમ્સ હતા. ત્રીજા માળે આવેલો એન્ટરટેનમેન્ટ રુમ મોક્ષનો ફેવરિટ હતો, પણ ત્યાં જવાનું બહુ ઓછું થઈ ગયું હતું.

મોક્ષે ઊંડો શ્ર્વાસ લીધો. બંગલાના કમ્પાઉન્ડમાં ઊગેલાં ઊંચાં વૃક્ષોને પેલે પાર શરુ થઈ જતો રેતાળ બીચ, આજુબાજુના બંગલા, ખુહ્લલો દૃરિયો, વક્રાકાર ક્ષિતિજ અને એના પર ફેલાયેલું આકાશ - આ બધું જ અંધકારની વિરાટ ચાદૃર નીચે ઢંકાઈને ધીમું ધીમું હાંફતું હતું. આ દિૃશાઓ, પોતાની ભ્રમણકક્ષામાં ગતિ કરી રહેલી પૃથ્વી, આસમાનમાં વિખરાયેલા અસંખ્ય ગ્રહો, સમગ્ર બ્રહ્માંડ... કદૃાચ આ બધું જ હાંફી રહ્યું હતું એક કોસ્મિક લયમાં. મોક્ષ ક્યાંય સુધી સ્થિર ઊભો રહ્યો. જાણે કોસ્મિક લયને ઊકેલવાની કોશિશ કરી રહ્યો એમ.

અહીં અંધારામાં ઊભો ઊભો શું કરે છે?

માયા આવીને પાછળથી એને વળગીને ઊભી રહી. એના તાજા નહાયેલા શરીરમાંથી બહુ જ સરસ હલકી હલકી ખૂશ્બુ આવી રહી હતી. મોક્ષ એના તરફ ફર્યો. માયાએ શિફોનનું આછું ગુલાબી વન-પીસ નાઈટગાઉન પહેર્યું હતું. મોક્ષ ખુશ થઈ ગયો.

કોઈ સ્ત્રી આટલી મોડી રાતે આટલી બધી ફ્રેશ કેવી રીતે દૃેખાઈ શકે?

દૃુનિયાની કોઈ પણ સ્ત્રી કે કોઈ પણ પુરુષ આટલી મોડી રાતે ફ્રેશ દૃેખાઈ શકે છે, જો એ બાથરુમમાં જઈને ચુપચાપ નાહી લે તો! માયાએ કહ્યું, જા! તારા કપડાં અંદૃર મૂકી રાખ્યાં છે.

મોક્ષ ઝુકીને એને ચુમવા ગયો, પણ માયા દૃૂર સરકી ગઈ.

આ બધું જ થશે, પણ પહેલાં શાવર! એ હસીને બેડરુમ તરફ ચાલવા માંડી, ત્યાં સુધીમાં હું બેડશીટ ચેન્જ કરી નાખું છું.

મોક્ષ એનાં શરીરના આકારની આરપાર જોતો રહ્યો. થોડી વાર પહેલાં ઘરમાં ભયાનક ચક્રવાત ઊઠ્યો હતો, એ કાંપી ઊઠ્યો હતો, અસ્થિર થઈ ગયો હતો, પણ માયાએ એને સંભાળી લીધો. માયાને મારી પરવા છે, એ જાણે છે. એને ખબર છે કે મારું મન અશાંત થઈ ગયું છે અને એના પર લેપ કરવાની જરુર છે. તેથી જ પોતે સખ્ખત થાકી હોવા છતાં બધું ભુલીને મને પ્રેમ કરવા માગે છે. શરીરનાં માધ્યમથી મારી ભીતર પહોંચીને મને શાતા પહોંચાડવા માગે છે. મોક્ષનું હૃદૃય પીગળ્યું.

આઈ લવ યુ, માયા!

અંદૃર જવા માટે હજુ તો બે કદૃમ માંડ્યાં કે અચાનક મોક્ષ થંભી ગયો. એની કીકી ઘુમવા લાગી. પછી ઝાટકા સાથે ગરદૃન ઉઠાવીને એણે ઉપર નજર ફેંકી, સહેજ ત્રાંસે, બીજા માળના ગેસ્ટરુમની ટેરેસ તરફ. ટેરેસની દૃીવાલ પાસે મિશેલ ઊભી હતી. પૂતળાની જેમ સ્થિર. એની કમરથી ઉપરનો હિસ્સો આછો આછો દૃેખાતો હતો, પણ એની આંખો ભયાનક રીતે ચમકી રહી હતી, અંધારામાં એકાએક પ્રકાશી ઉઠતી બિલાડીની આંખોની જેમ. મોક્ષને વિચિત્ર રીતે તાકી રહેલી મિશેલની દૃષ્ટિમાં કશુંક ન સમજાય એવું તત્ત્વ હતું. મોક્ષ છળી ઉઠ્યો!

તો શું મિશેલ ક્યારની અંધારામાં ચુપચાપ ઊભી ઊભી દૃૂરથી મોક્ષનું નિરીક્ષણ કરી રહી હતી?

૦ ૦ ૦

માયા બીચ પર સવારે જોિંગગ પૂરું કરીને ફ્રેશ થઈ ગઈ ત્યારે પણ મોક્ષ ઊંધો ફરીને ઘસઘસાટ સૂતો હતો.

ઊઠો, આળસુ માણસ! માયાએ એની ખુહ્લલી માંસલ પીઠ થપથપાવી, કેટલું સુવું છે?

મોક્ષની ઊંઘ ઊડી. અધૂરાં રહી ગયેલાં સપનાનાં અવશેષો, થોડા વિચારો, થોડાં દૃશ્યો વેરવિખેર થઈને અદૃશ્ય થઈ ગયાં. એણે આંખો ખોલી. માયા એના પર ઝુકીને વહાલથી જોઈ રહી હતી. પછી હળવેથી એની દૃોઢ દિૃવસની વધી ગયેલી દૃાઢીને કારણે સહેજ ખરબચડા થઈ ગયેલા ગાલને ચુમી લીધા. મોક્ષના અધખૂલી આંખોવાળા મુસ્કુરાતા ચહેરા પર સુખ પ્રસરી ગયું. પ્રેમની ભરપૂર રાત પછીનું સુખ.

ધિસ ઈઝ પરફેકટ! મોક્ષે એને ઓર નજીક ખેંચી, દિૃવસની શરુઆત હંમેશા આવી હોવી જોઈએ અને અંત હંમેશાં કાલ રાત જેવો!

હું તને કમસે કમ દિૃવસની શરુઆતની ગેરંટી તો આપી જ શકું એમ છું! માયા અળગી થઈને ઊભી, નાઉ કમ ઓન, ગેટ અપ! બ્રેકફાસ્ટમાં શું ખાઈશ?

કંઈ પણ! મોક્ષે સ્ટાન્ડર્ડ જવાબ આપ્યો.

માયાએ બધા જ પડદૃા એક તરફ સરકાવી દૃીધા. કાચના બારણામાંથી દૃેખાતાં નાળિયેરીનાં વૃક્ષો અને તેને પેલે પાર ચમકતો દૃરિયો અનાવૃત્ત થઈ ગયાં. બેડરુમની તમામ ચીજવસ્તુઓ પ્રકાશિત થઈ ગઈ.

ફ્રેશ થઈને નીચે આવી જા. લેટ ન કરતો કહીને માયા નીકળી ગઈ.

મોક્ષ ઊભો થયો. બાથરુમમાં જવાને બદૃલે સીધો ટેરેસ પર આવી ગયો. માહોલ સામાન્ય હતો, રોજ જેવો. એની નજર અનાયાસ મિશેલના રુમ તરફ વળી. ત્યાં કોઈ નહોતું. ગઈ રાતે મિશેલ જે રીતે ત્યાં ઊભી હતી તે વાત એણે માયાને નહોતી કરી. હવે કરવી જોઈએ?

ના, જરુર નથી. મોક્ષે વિચારી લીધું.

નાનું બગાસું ખાઈને, ઝપાટામાં થોડી સ્ટ્રેિંચગ એકસરસાઈઝ પતાવીને મોક્ષ અંદૃર આવી ગયો. સામેની દૃીવાલ પર સ્વર્ગસ્થ માતાપિતાનો ફ્રેમ કરેલી મોટી તસવીર લટકતી હતી. એની નજીક જઈ, આંગળીથી ફોટોગ્રાફનો સ્પર્શ કરી મોક્ષે આંખો બંધ કરીને નમન કરી લીધું. પિતા હરિલાલ મહેતાએ લંડનની પ્રતિષ્ઠિત ધ આર્કિટેકચરલ અસોસિએશન સ્કૂલ ઓફ આર્કિટેકચર (એ.એ.)માંથી ડિગ્રી મેળવી હતી. સફળ આર્કિટેકટ તરીકે વર્ષો સુધી સક્રિય રહ્યા પછી બિહ્લડર બનીને તેઓ ચિક્કાર કમાયા. મમ્મી ડો. કુસુમ મહેતા મૂળ રાજકોટનાં, પણ પરણીને મુંબઈ આવ્યાં પછી પાક્કાં મુંબઈગરાં બની ગયાં હતાં. મમ્મી પહેલેથી ભણેશરી પ્રકૃતિનાં હતાં. મોક્ષનો જન્મ પછી લગભગ તરત એમણે પીએચ.ડી. કરવા માટે મન બનાવી લીધું હતું. એ દૃોઢેક વર્ષનો થયો ત્યારે મમ્મીએ ભણવાનું શરુ કર્યો. મોક્ષ પછી અઢી વર્ષે જન્મેલો આર્યમાન ચાલતા શીખ્યો ત્યાં સુધીમાં મમ્મીને ‘સંસ્કૃત અને ગ્રીક ભાષા વચ્ચેના આંતરસંબંધ વિષય પર લખેલા મહાનિબંધના આધારે ડોકટરેટ મળી ચુક્યું હતું. આર્યમાન પરિવાર માટે લકી પૂરવાર થયો. એનાં જન્મ પછી જ આર્થિક સમૃદ્ધિમાં નાટ્યાત્મક ઊછાળો આવ્યો. મઢ આઈલેન્ડ પર એરંગલ બીચ પર ઊભેલા આ ખૂબસૂરત બંગલામાં રહેવા આવ્યા ત્યારે મોક્ષ સાડાસાત વર્ષનો હતો અને આર્યમાન પાંચનો.

સરસ રીતે ગોઠવાયેલું અને સીધી લીટીમાં આગળ વધતું બાળપણ હતું મોક્ષનું. છિદ્રો વગરનું, લાગણી અને આર્થિક સ્તરે સંપૂર્ણ સુરક્ષિત. મમ્મી અને પપ્પા બન્નેનું વ્યકિતત્ત્વ શાલીન હતું. દૃામ્પત્યજીવનની ગરિમા જળવાઈ રહે તે માટે બન્ન સતત સતર્ક રહેતાં. તેમને ક્યારેય લડતાં-ઝઘડતાં જોયાં હોવાનું મોક્ષને યાદૃ નથી. બધું જ બરાબર હતું, બધું જ સાચી દિૃશામાં જઈ રહ્યું હતું, પણ સુમન જન્મી ને મહેતા-પરિવારનું ફુલગુલાબી ચિત્ર ખરડાઈ ગયું.

સુમન...

બાથરુમમાં અરીસા સામે ઊભા રહીને બ્રશ કરી રહેલો મોક્ષનો હાથ થંભી ગયો.

ચિત્ર ખરડાઈ ગયું?

સુમનના સંદૃર્ભમાં ‘ખરડાઈ જવું જેવો ખૂંચે એવો નકારાત્મક શબ્દૃપ્રયોગ કેમ મનમાં ઊગ્યોે?

મોક્ષને અપરાધી જેવી લાગણી થઈ આવી. એણે શરીરમાં મોટેથી શ્ર્વાસ ખેંચ્યો. પછી પ્રયત્નપૂર્વક ગિહ્લટને મનમાંથી ખંખેરી નાખ્યુંં.

સુમનને સૌથી પહેલી વાર જોઈ હતી તે ક્ષણ મોક્ષને હજુય યથાતથ યાદૃ છે. મોક્ષ તે વખતે દૃસ વર્ષનો હતો. મમ્મી હોસ્પિટલના બિછાનામાં સૂતી હતી. એ થાકેલી, નિચોવાયેલી લાગતી હતી છતાંય એના ચહેરા પર સંતોષ અને સુખના અજબ ભાવ ફેલાયેલા હતા. મોક્ષે મમ્મીનો આવો ચહેરો અગાઉ ક્યારેય નહોતો જોયો.

અહીં નજીક આવ, બેટા... પપ્પાએ આનંદૃપૂર્વક કહ્યું હતું.

એ ઉત્સુકતાથી બે ડગલાં આગળ વધ્યો હતો. મમ્મીની બાજુમાં એક માનવબાળ લપાઈને સૂતું હતું. સફેદૃ કપડાંમાં લદૃાયેલું, સાવ નાનું નાનું, આસપાસની દૃુનિયાથી તદ્દન બેખબર, ઝાકળ િંબદૃુ જેવું શુદ્ધ.

આ છે તારી નાની બહેન...

નાની બહેન!

એ જ ક્ષણથી સંબંધ પ્રસ્થાપિત થઈ ગયો હતો. ક્યારેક એક જ ક્ષણ લાગતી હોય છે સંબંધને પ્રસ્થાપિત થવામાંં! એવો સંબંધ જે આજીવન અનેક રંગોમાં ધબકતો રહે છે...

નાનકડો મોક્ષ રાજી રાજી થઈ ગયો હતો. મમ્મી પ્રેગનન્ટ હતી ત્યારથી એક જ ખ્વાહિશ હતી. એક ભાઈ તો છે, હવે એક બહેન જોઈએ છે. બસ, પછી ફેમિલી કંપલીટ થઈ જશે!

"મોક્ષ, તું જન્મ્યો ત્યારે બિલકુલ ટકલુ હતો, પણ બેબીના માથા પર કેટલા બધા વાળ છે, જો! પપ્પા કહી રહ્યા હતા, બેબીને ટચ કરવું છે?

પછી મોક્ષની આંગળી પકડીને બાળકીના પોચા ગાલ પર ધીમેથી સ્પર્શ કરાવ્યો હતો. મોક્ષ રોમાંચિત થઈ ગયો હતો.

કેવી લાગી નાની બહેન, મોક્ષ? મમ્મીએ ક્ષીણ અવાજે પૂછ્યું હતું.

મોક્ષ પહેલાં તો કશું બોલી શક્યો નહોતો. એના ખુશખુશાલ ચહેરા પરથી સ્મિત વિલાતું નહોતું. પછી ધીમેથી કહેલું, "મસ્ત!

પણ બહેન 'મસ્ત નહોતી...

એ દૃોઢ-બે મહિનાની થઈ ત્યારે મમ્મી-પપ્પા એને રુટિન ચેકઅપ માટે હોસ્પિટલ લઈ ગયાં હતાં. બિલકુલ જાપાની ગુડિયા જેવી દૃેખાતી હતી એ. લોબીમાંથી પસાર થઈ રહેલા એક ડોકટર બેબીને જોઈને ઊભા રહી ગયા.

તમારા ડોકટરે તમને કંઈ કહ્યું છે બેબી વિશે? એમણે ગંભીર થઈને પૂછ્યું.

શું ડોકટર?

તમને કંઈ ખબર છે?

પતિ-પત્ની એકબીજાનું મોં જોવા લાગ્યાં, ના... પણ તમે શાના વિશે વાત કરી રહ્યા છો?

કમ વિથ મી.

પોતાની ચેમ્બરમાં લઈ જઈને ડોકટરે ધીરજપૂર્વક સમજાવ્યું માંડ્યું, જુઓ, આપણે ફર્ધર ચેકઅપ કરાવીશું જ, પણ તમારે અમુક હકીકત માટે અત્યારથી જ તૈયાર થઈ જવું પડશે.

કઈ હકીકત, ડોકટર? વીતી રહેલી પ્રત્યેક ક્ષણ સાથે દૃંપતીનું હૃદૃય ભીંસાતું જતું હતું.

તમારા જીવનમાં મુશ્કેલીઓ વધવાની છે. તમારી બેબી... નોર્મલ નથી. સાદૃી ભાષામાં કહીએ તો તમારું બાળક મોંગોલોઈડ પ્રકારનું છે. આવાં બાળકોનો અને માનસિક વિકાસ ઓછો થાય અને એમનું આયુષ્ય પણ ટૂંકું હોય...

મસ્તક પર વીજળી પડી હતી આ સાંભળીને.

"મોક્ષ... અચાનક માયાનો ગભરાયેલો અવાજ આવ્યો ને મોક્ષનો વિચારરેખા તૂટી. એ તરત બાથરુમમાંથી બહાર ધસી આવ્યો. માયા સખ્ખત ગભરાયેલી લાગતી હતી.

શું થયું, માયા?

સુમનને કશુંક થઈ ગયું છે...

શું? મોક્ષને ફાળ પડી.

ખબર પડતી નથી, પણ પેલી મિશેલે એને...

(ક્રમશ:)