LEKHIKA - Magazine books and stories free download online pdf in Gujarati

લેખિકા મેગેઝીન

અંક – નવેમ્બર

કાવ્ય સંગ્રહ, અન્હોનીની કહાની સ્વયમ અને સંયમ નો પરિચય અને રહસ્ય સાથે લેખિકા નો આ નવેમ્બર મહિનાનો અંક આપની સમક્ષ રજુ કરતા અમે બંસી, બની, કાલિન્દી, ખ્યાતી, અને વનરાજસિંહ માતૃભારતી ના આભાર સાથે ખુબજ આંદિત છીએ, અને આપના સાથ સહકાર બદલ વાચક મિત્રોનો પણ ખુબ ખુબ આભાર.


આજના સમય માં

આજના સમય માં કેવી પરીક્ષા ભરાય છે ,

એકબાજુ રળારાળી

બીજીબાજુ ગાળાગાળી

ચારેબાજુ પેપરોની ચર્ચાઓ જણાય છે,

કેવું હશે પેપર આપણું ,

સહેલું હશે કે અઘરું હશે

વિદ્યાર્થીઓ માં આવી વાતો ખુબજ ફેલાય છે .

......................આજના સમય માં ..................(૧)

પેપર ભરવા જાય ત્યારે

ચિઠીઓ સંતાડે જ્યાં ત્યાં ,

ને કરે દેખાવ એમ જાણે પોતે હોશિયાર થાય છે.

સિક્યુરીટી કરે ચેક ને ,

કાઢે બધું સહિત્ય બહાર ,

ત્યારે પોતાના પરસેવા આપમેળે છૂટી જાય છે.

......................... આજના સમય માં ..................(૨)

છૂટે જો સિક્યુરીટીથી તો ,

લાગે જાણે બધું આવડશે,

પણ પેપરના સવાલો ગોતવામાં ચિઠીઓ ફાટી જાય છે .

ચિઠીઓમાંથી લખવા જતા ,

નાના નાના સવાલોમાં જ સમય વીતી જાય છે.

......................... આજના સમય માં ..................(૩)

પોતાની પાસે જો ના હોય કાઈ ને ,

ગોતે જ્યારે જવાબ ,

ત્યારે nirikxskનિરીક્ષકો જાણે ચિઠીઓ વર્તાય છે.

લાગે જાણે એમ કે છે આ ,

કોઈ ઘરલેશન પણ,

સમય પૂરો થતા જ પેપર લેવાય જાય છે.

પેપર ભરવા જતા જાણે ,

સવારો ની સવારો માં ,

વિદ્યાર્થી ની પરીક્ષા ની રીક્ષાઓ ભરાય છે.

......................... આજના સમય માં ..................(૪)

વિદ્યાર્થીઓ વાચે કઈ ને,

ત્યા જઇ ને લખે કઈ,

ત્યારે તેમાંનેતેમાજ મોટા પેપરો ભરાય છે,

ઘણી વાર થાય એવું કે,

નબળા નીકળી જાય છે ને હોંશિયાર જ ફેઈલ થાય છે .

......................... આજના સમય માં ..................(૫)

કોઈ લખે ભક્તીગાથા,

કોઈ લખે ફિલ્મસ્ટોરી,

સપલીઓની સપલીમાં પરીક્ષા શું જાય છે.

ચોરીઓ ના થતા કેવા પરસેવાના પાણી છુટે ,

જો પકડાઈ જાય તો એક્કો , બાદશાહ , રાણી તૂટે ,

કેમેરામાં દેખાતા જાણે હીરો ની જેમ વર્તાય છે.

......................... આજના સમય માં ..................(૬)

ક્યારેક એવું થાય છે કે ,

પેપર ફૂટી જાય છે .

આમ થવાથી બધીજ મહેનત પાણી માં જાય છે.

......................... આજના સમય માં ..................(7)

* * * * * *

આજે મને મારી શેરી કેમ સુની લાગે?

મને મારી શેરી આજે કેમ સુની લાગે?

પરંતુ આ શેરી ક્યારેય મને ન જૂની લાગે,

હમેશા હું જોઉં છું ત્યારે મળેછે નવી દિશાઓ,

અને આજ દિશાઓની તરંગીઓ મને હમેશા ઉની લાગે,

રાજાને ગમે જેમ રાની તેમજ ઘરને ગમે આ શેરી શાણી,

રોજ ખીલતા નવા વાતાવરણમાં આજેજ કેમ આ શેરી રૂ

ની લાગે,

હમેશા કરે છે મોટો બોજો સહન કઈજ બોલ્યા વિના

જાણે આ શેરી મહાન ઋષિ લાગે.

********

એકાદ સવાર તો એવી FINEFINEFINEfinefine આવે

એકાદ સવાર તો એવી FINE આવે ,

કે હું ONLINE હોઉં ભગવાન ONLINE આવે,

સવારે ખોલતાજ જયારે મન ના MOBAIL,

અને ઉઘાડી વિચારોના CHAT,

જોત જોતામાંજ ભગવાન ના MSG ની એકધારી LINE આવે,

જેવા સવારે બહાર નીકળતાજ વિચાર આવે,

કાશ ભાગવાન લઇ SUNSHINE આવે,

જયારે ડગલા ભરું છું કરવા માટે કામ,

તરતજ ભગવાનની AGREEMENT માં SIGN આવે,

જયારે જોઉં છું તેમનાજ આ ખુલા આકાશમાં,

ચારેબાજુથી તેમનીજ ARILINE આવે,

જયારે સૂવ છું તેમને યાદ કરીને,

તો બધાજ સપનાઓ હમેશા REFINE આવે,

હમેશા એકજ પ્રાથના કરું છું ભગવાન ને,

સારા કર્યોમાં સફળતાના VALAN

બની દવે

અનહોની ની રાત ૧

“વિશ્વાસઘાત” આ શબ્દ કેટલો દુખદાયી હોય છે, જયારે કોય વ્યક્તિ કોઈપર આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે, અને તે વિશ્વાસ તૂટી જાય છે, કે તે વ્યક્તિ તેના કોઈ ષડ્યંત્ર નો શિકાર બને છે, ત્યારે વ્યક્તિને આ વાત કરતા મોત વહાલું લાગે છે, અને તે ભાંગી પડે છે, આવીજ વિશ્વાસઘાતનો શિકાર બનીને મોત પામેલી પ્રેમિકાની વાત છે.

એક યુવતી તેનું નામ દિયા હતું, તે યુવતી તેના પ્રેમીને ખુબજ પ્રેમ કરતી હતી, અને તેના પ્રેમીનું નામ દેવેન હતું, દિયા દેવેન ને ખુબજ પ્રેમ કરતી હતી અને તેની ઉપર આંધળો વિશ્વાસ પણ કરતી હતી, પરંતુ દેવેન ખાલી દિયાની લાગણી સાથે રમત કરતો હતો અને તેનો ઉપયોગ કરતો હતો, પણ દિયા તે વાતથી સાવ અંજાન હતી.

એક સમય આવ્યો કે દેવેન એ દિયાને કહ્યું કે આપળે મારા ગ્રુપ સાથે મારા ફાર્મહાઉસ એ જઈએ એક રાત રોકાસુ અને ત્યાં બધા સાથે રહેશું મજા આવશે, દિયા એ વિચાર્યું કે ચાલને હું જાઉં પરંતુ તેને એ ખ્યાલ ના હતો કે તે ખુબજ મોટા ષડ્યંત્ર નો શિકાર બનવા જઈરહી છે, દિયા તેના ઘરે ખોટું કહે છે, કે હું મારી ફ્રેન્ડ ને ત્યાં વાચવા જાઉં છું, અમ કરીને તે દેવેન જોડે તેના ફાર્મહાઉસ એ જાય છે, દિયાને દેવેન પર એટલો વિશ્વાસ હોય છે, કે તે પૂછતી પણ ના હતી કે ત્યાં તારા ગ્રુપ માંથી કોણ આવે છે, આપણે કઈ જગ્યા એ જાય છે, આમ તે દેવેન ના વિશ્વાસ પર તેની જોડે જાય છે.

જંગલ માં દેવેન નું ફાર્મહાઉસ હતું, અને ખુબજ સુમસામ જગ્યા હતી, રાતનો સમય હતો, દેવેન,દિયા, અને દેવેન ના ૪ મિત્રો હતા, તે લોકો ફાર્મહાઉસ માં ગયા અને ત્યાં જામ્યું સાથે બેઠાહતા, દિયા ખુબજ ખુશ હતી કે તે દેવેન જોડે છે, પંરતુ આગળ દેવેન શું કરશે તેની જોડે તે દિયાએ સપનામાં પણ નોહ્તું વિચાર્યું, બધા લોકો સાથે બેસીને ડ્રીંક કરી રહ્યા હતા, અને દેવેન સાથે તેના મિત્રો પણ નશામાં હતા, દિયા એજ ભાનમાં હતી, દેવેન એ દિયાને બેડ રૂમ માં જવામાંટે કહ્યું દિયા બેડરૂમમાં જાય છે, અને તે દેવેનની રાહ જોવે છે, પરંતુ ત્યાં દેવેન નહિ દેવેનનો મિત્ર જાય છે, અને દિયા નો બળાત્કાર કરે છે, દિયા ખુબજ રડો પડે છે, દેવેનને બોલાવે છે, પરંતુ દેવેન બારી માંથી બધું જોતા જોતા ખુશ થતો હોય છે, દિયાને આ જોતા ખુબજ આઘાત લાગે છે, પણ ત્યાં પોતાનું કોઈજ ના હતું, દિયા એકલીજ હતી, ત્યારબાદ દેવેન બીજા તેના ૩ મિત્રોને મોકલે છે, અને તે ૩ મિત્રો પણ ખુબજ બેરેહામીથી દિયાનો બળાત્કાર કરે છે, તેને ખુબજ હેરાન કરે છે, જયારે દેવેન અને તેના ૪ હવાશ્ખોર મિત્રો બળાત્કાર કરી કરીને ધરાઈ જાય છે, ત્યારે તે દિયા ઉપર કેરોસીન છાંટીને જીવતી સળગાવીદે છે, આમ દિયાનો વિશ્વાસ અને તેનો પ્રેમ ભાસ્મિભૂત થયજાય છે,

બીજા દિવસે દિયા જયારે ઘરે નથી પોહાચતી ત્યારે દિયાનો ભાઈ દિયાને શોધતો શોધતો દિયાની ફ્રેન્ડ ના ઘરે પોહાચે છે, ત્યારે દિયાની ફ્રેન્ડ દીયાના ભાઈને સાચું કહે છે કે દિયા દેવેન જોડે દેવેન ના ફાર્મહાઉસ પર ગઈ હતી, દિયાનો ભાઈ દેવેન ને પકડે છે, અને બધી વાતની જાણ થતા દિયાનો ભાઈ દેવેનને અને તેના ૪ મિત્રોને મારીનાખે છે, અને ખુદ પોલીસ ના હવાલે થાય છે, આમ દિયાનો વિશ્વાસઘાત તો થાયજ છે પણ દિયાનો ભાઈ જેલ માં જાય છે, દિયાના માતાપિતા ખુબજ દુઃખીને હેરાન થાય છે, અને દેવેન નું પણ મૃત્યુ થાય છે, આમ બધાની જિંદગી ખરાબ થાય છે.

જે ફાર્મહાઉસ માં દિયાની બે રેહામીથી મોત થય હતી ત્યાં દિયાની આત્મા ભટકી હોય છે, ત્યાં કોઈ નથી જય શકતું અને દિયા તેનો વિશ્વાસઘાતનો બદલો બીજા નિર્દોષ વ્યક્તિ પાસેથી લેછે, તે ફાર્મહાઉસ એ માં જે કોય જતું હતું તેને દિયા હેરાન કરતી હોય છે.

આમ તે ફાર્મહાઉસ માં દિયા અને દેવેન ના નામથી ડરીને કોય નથી જઈશકતું, અને ત્યાં દિયા સાંજે ૭ વગ પછી તે ફાર્મહાઉસ માં દેખાય પણ છે તેવું કહે છે.

ફાર્મહાઉસ પર કોલેજ ના વિદ્યાર્થીઓ મુવી બનવા જતા હેરાન થાય છે, અને મૃત્યુ પામે છે, તે વિશ્વાસઘાત ૨ માં દર્શાવામાં આવ્યું છે.

કાલિન્દી વ્યાસ

અનહોની ની રાત ૨

“અનહોની ની રાત ૧” માં દર્શાવ્યા મુજબ કોલેજ માં એક ગ્રુપ હોય છે, તેને કોલેજ માંથી એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવાનો પ્રોજેક્ટ બનાવામાં આપ્યો હોય છે, અને તે કોઈપણ વિષય ઉપર બનાવી શકાય તેવું હતું, કોલેજનું આ ગ્રુપ કોલેજમાં બધી બાબત માં ખુબજ આગળ હતું તે ગ્રુપ માં ૨ યુવતી હતી અને ૩ યુવક હતા, ખુબજ મસ્તીખોર અને ભણવામાં પણ આગળ તેવું આ ગ્રુપ હતું તેનું બધુજ કામ કોલેજ માં ખુબજ શાબશીને પાત્ર હતું, તો બધાજ વિચારે છે, કે કયા ટોપિક પર તે લોકો ડોક્યુમેન્ટ્રી બનાવશે, તે લોકોને કૈક અલગ જોઈતું હતું, કે જેમાં તે લોકો રીસર્ચ કરી શકે, અને લોકો સામે લાવી શકે, તો બધાજ પોતાના સજેશન આપતા હતા, તેમાંથી એક યુવક એ આ ફાર્મહાઉસ વાડી વાત ક્યાંક સાંભળેલી હતી, તો તે તપાસ કરે છે, અને ત્યાં જવાનું નકી કરે છે, બધાલોકો, તેલોકોનો કોન્સેપ એવો હતો કે આવું ભૂતપ્રેત કશુજ નથી હોતું લોકોનો અંધવિશ્વાસ અને ડર દુર કરીશકે.

આમ તે કોલેજ ગ્રુપ ફાર્મહાઉસ પર પોહાચે છે સવારના સમયે, તે લોકો સવારે ફાર્મહાઉસ ની એક એક જગ્યા એ કેમેરા ગોઠવે છે, અને તે કેમેરા ઓન રાખે છે, તેથી તે ત્યાં ગયેલાના એક એક પળને કેમેરામાં કેદ કરીને લોકો સુધી પોહચાડી શકે, આમ ત્યાં જઈને તે લોકો થોડી સાફ સફાઈ કરે છે કે ત્યાં પોતે રહી શકે, ત્યાં બધું જમવાનું લઈજાય છે, આમ આ બધુજ કેમેરામાં કેદ થતું હોય છે, તે લોકો ત્યાં મજાક મસ્તી કરતા હોય છે, આમ કરતા કરતા સમય પસાર થાય છે, સૂર્ય આથમે છે, અને અંધારું થવા લાગે છે, ૭ વાગી ચુક્યા હોય છે, તે કોલેજ ગ્રુપ એલર્ટ થાય જાય છે, કેમેરા ચાલુજ હોય છે.

દિયાના ત્યાં હોવાનો અહસાસ ની રાહ જોવે છે, અને તે અહસાસ થાય પણ છે,દિયા પહેલો અહસાસ ઇલેક્ટ્રિક દ્વારા કરાવે છે, તેથી તે લોકોની લગાવેલી બધીજ લાઈટ ચાલુ બંધ થવા લાગે છે, આવું ઘણી વાર થાય છે, તો પણ તે લોકો નથી સમજતા હોતા મજાક માં લેછે, અને ત્યાજ રહે છે, ત્યારબાદ ખુબજ અલગ અલગ અવાજો થવા લલે છે, પણ કોલેજ નું ગ્રુપ મસ્તીમાંથી ઉચુજ નથી આવતું હોતું, અને આ બધીજ ઘટ કેમેરામાં કેદ થાય છે, આવા ઘણાજ અનુભવ મૃત દિયા એ કરાવ્યા કોલેજ ના ગ્રુપને પણ તે લોકો સમાંજવા ત્યાર ના હતા, આમ રાતનો સમય નજીક આવતો જાય છે, તો પણ તે લોકો ત્યાજ હતા, આમ રાત પડતાજ તે ગ્રુપ ના ૬ લોકોમાંથી એક ગાયબ થય જાય છે, અને બાકીના ૫ તેને શોધવામાં અલગ થય જાય છે, ત્યાર પછી એક પછી એકને મૃતદિયા હેરાન કરે છે, અને તે ૬ માંથી ૨ યુવક મૃત્યુ પામે છે, બાકીના ૪ એક બીજાને શોધતા શોધતા એકબીજાને મળે છે, અને તે તેમાંથી એક યુવતીના શરીરમાં મૃતદિયા પ્રેવશ કરે છે, અને તે યુવતી હાલત એટલી ભયંક થાય છે, કે તે પણ મૃત્યુ પામે છે, આમ આ ૩ નું મૃત્યુ જોતા બીજી ૧ યુવતી અને બે યુવક ભાગવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે ભાગી નથી શકતા અને તે પણ ત્યાજ મૃત્યુ પામે છે.

આમ આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થાય છે કોલેજ વાળાને ખ્યાલ પડે છે, કે આ ગ્રુપ એ અળતું મોટું પગલું ભર્યું હોય છે, આમ શોધતા શોધતા તે લોકો ફાર્મહાઉસ પર પોહાચે છે, અને ત્યાંથી કેમેરા ઓ લેછે અને ત્યાં ૬ ના મૃત્યુ થયા હતા તેના દેહ ને ઘરે પોહાચાડીને અંતિમસંસ્કાર કરે છે, આમ માત્ર આ ગ્રુપ ની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ જ રહે છે, અને તેનો ઓવર કોન્ફીડંસ તેને મોતના હવાલે કરે છે.

ભૂતપ્રેત ની વાત કરીએ તો વિજ્ઞાન એ પણ માની લીધું છે કે ભૂતપ્રેત હોય છે, તો તેના એગોને ઠેસ પોહાચાડવાનું કામ માનવી સુ કરવાને કરે છે, અને હાથે કરીને મોતને હવાલે થાય છે, બસ આ વાતમાંથી એટલુજ શીખવાનું છે કે ઓવરકોન્ફિડન્સ ખુબજ ખરાબ હોય છે, આપણા વડીલોની અમુક વાત ખુબજ સાચી અને આપણા સારા માટેની હોય છે, તેથી તેના આનુભવમાં આપડો તર્ક ખોટો હોય છે.

ખ્યાતી ભટ્ટ

સંયમ અને સ્વયમ

સ્વયમ અને સંયમ તે બંને એક બીજા પર આધારિત છે. સ્વયમ માટે સંયમ જરૂરી છે. અને સંયમ માટે સ્વયમ જરૂરી છે. અને આ બંને પોતાના સફળ જીવન માટે ખુબજ જરૂરી છે. આ સૃષ્ટિ માં બધાજ મનુષ્યના સ્વભાવ, સદ્સંભાળ અને સંયમ ઈચ્છતા હોય છે. આ જગત માં દેખભાળ અને સંયમ ની જરીરિયાત ના હોય તેવો એક પણ મનુષ્ય જોવા નથી મળતો. અને આ જગત માં પ્રાણ અને પ્રકૃતિ યોગ્ય સમય એ સુધારી શકે તે પણ જરૂરી નથી. કોઈ ડોક્ટર એ કહ્યું છે કે મર્યાદા કરતા વધુ પરિશ્રમ, ઠંડી અને ગરમી ની અસર, સારા પૂરતા પ્રમાણ માં ખોરાક ની કમી, નિર્બળતા વગેરે મનુષ્ય ના દુશ્મન સમાન હોય છે, પરંતુ આ બધાજ કરતા વધારે પ્રભાવ મનુષ્ય ના સ્વભાવ નો પડે છે.મનુષ્ય ના સ્વભાવ અને પ્રાણ પ્રકૃતિ ની અસર બીજા પર વધુ પડે છે, નહિ કે કોઈ ના શરીર કે માંદગી ની. મનુષ્ય ના જીવન પર તેના સ્વભાવ અને સંયમ ની અસર સારાપ્રમાણ માં પડતી હોય, મનુષ્ય નો સ્વભાવજ મનુષ્યને દુર્બળ, શક્તિવાન કે તેના જીવન માં સફળ કે નિષ્ફળ બનાવે છે.

જીવન માં આજ કારણે સંયમ ખુબજ જરૂરી બને છે, જીવન માં કોઈ પણ સમય સરખો નથી હોતો, ખરાબ સમય હોય કે ખરાબ, પણ આ સમય માં ટકવા માટે સંયમ ખુબજ જરૂરી બને છે. મનુષ્ય નો સંયમ અને તેનો સ્વભાવ તેને સારો કે ખરાબ બનાવતો હોય છે, મનુષ્ય ના આજ સ્વભાવ ના કરને વ્યક્તિ લોકપ્રિય પણ બને છે, અને લોકોને નડતર રૂપ પણ બને છે, મનુષ્યને ને પોતાની વાચા અને વાણી પર સંયમ રાખવો ખુબજ જરૂરી બને છે, બાકી તે લોકો થી દુર અને નિષ્ફળતાને પામે છે, ઈશ્વર એ મનુષ્ય ને યોગ પ્રાણાયામ જેવી અમૂલ્ય વસ્તુ આપી છે, આના દ્વારા મનુષ્ય પોતાના જીવન માં પોતાના સ્વાસ્થ્ય ને અને પોતાના મન પર સંયમ પામી શકે છે. ઈશ્વર એ મનુષ્ય ને ઈચ્છા શકતી નું વરદાન પણ આપ્યું છે. મનુષ્ય પોતાની ઇચ્છાશક્તિ ના આધાર થી તે એછે તે પામી શકે છે. મનુષ્ય ની આસપાસ નું વાતાવરણ તેની ઈચ્છાઓ નું ફળ મનુષ્યને આપે છે.

આ સૃષ્ટિ માં ઘણા તેવા મનુષ્યો જોવા મળે છે, જે નિરાશા માં હોય છે, તેના કારણે તે પોતાના આત્મવિશ્વાસ અને પોતાના અંદર ની ક્ષમતાને દબાવીદે છે, અને અંતે તેને નિરાશાનો અને બધીજ વાતમાં વિઘ્ન નો અનુભવ થાય છે, અને તે પોતાના નબળા વિચારો અને નબળી ઈચ્છાઓ ના કરને તે આ બધો અનુભવ કરે છે. આથીજ પોતાની ઈચ્છાઓ પર સંયમ પણ ખુબજ જરૂરી બને છે.

મનુષ્ય એક સમાજ વ્યવસ્થામાં જીવન જીવે છે, તેથી સમાજ માં રેહવા માટે સંયમ ખુબજ જરૂરી હોય છે, મનુષ્ય ના જીવન માં તેના પોતાના પરિવાર નો ખુબજ મોટો ફાળો હોય છે, મનુષ્ય ના જીવન માં પોતાના પરિવારનું ખુબજ મહત્વ જોવા મળે છે. મનુષ્ય પોતાના જીવન માં લાગણી, હૂફ તે બધાની ખુબજ જરૂર હોય છે, અને જે સમાજ વ્યવસ્થાનો પાયો કહેવામાં આવે છે. તે લગ્ન જીવન હોય છે. અને લગ્ન જીવન માં પ્રેમ હૂફ તે બધું ખુબજ જરૂરી હોય છે. અને જો આ જોવા ના મળે તો તે લગ્ન જીવન જોખમ માં મૂકી શકે છે. આથી મનુષ્ય ને પોતાની જાત અને સંયમ તે ખુબજ જરૂરી બને છે. અને પરિવારમાં સુખ, શાંતિ માટે પણ ખુબજ જરૂરી છે.

મનુષ્ય ને પોતાના જીવન માં ચરિત્ર ઘડતર, પૈસા, ઈચ્છા, મોહમાયા, પરિવાર, માન, મોભો, લાગણી, બંધન, તે બધું જ જીવન જીવવા માટે અનિવાર્ય છે, પરંતુ મનુષ્ય પોતાના ભીતર થી ખુશ છે ખરી? આ બધા માં પોતાનો સમય વેડફી નાખે છે. અને વેડફવો પણ જોઈએ. પરનું ભીતર ને પોતાની જાતને પામવું પોતાની જાતને શોધવું, તે જરૂરી છે, મનુષ્ય ના જીવન માં ધર્મ નું પણ એટલુજ મહત્વ હોય છે, અને જ્ઞાન નું પણ. મનુષ્ય ના જીવન માં પોતાના ઇષ્ટ ને મહાત આપવું તે પહેલો ધર્મ બને છે, કોઈ પણ મનુષ્ય ની પાછળ પોતાનું ઇષ્ટ બળ ખુબજ કામ કરતુ હોય છે. તે આત્મવિશ્વાસ પોતાની જાત ને સાચી રીતે જોવાની દ્રષ્ટિ પૂરી પડે છે, તેથી પોતાના ધર્મ પ્રમાણે પોતાના ઇષ્ટ માટે સમય ફાળવવો ખુબજ મહત્વ નો હોય છે. મન ની શાંતિ સાથે સાથે પોતાની અંતર આત્મા સાથે નો મિલાપ ખુબજ અનિવાર્ય હોય છે.

મનુષ્ય ના મસ્તક ની રચના ખુબજ રહસ્યમય હોય છે, વિજ્ઞાન દ્વારા મનુષ્ય ના મસ્તક ઉપર ઘણું સંશોધન કરવામાં આવ્યું છે, અને તે સંશોધન હજુ ચાલુ પણ છે, મનુષ્ય ના શરીર નું સંચાલન મનુષ્ય નું મન કરે છે. મનુષ્ય ના મનમાં આવતા વિચારો ની અસર મનુષ્ય ના શરીર પર પડતી હોય છે. પ્રોફેસર ગેટ્સ એ તેના પ્રયોગ દ્વારા જણાવ્યું છે, કે મનુષ્ય ના મનમાં આવતા દુષિત વિચારો મનુષ્ય ના રક્ત ને પણ દુષિત કરીદે છે. તે મનુષ્યના મનમાં પ્રવેશતાની સાથે જ મનુષ્ય ના કેટલાક તત્વો પોતાના કાર્ય ને બંધ કરીદે છે, અને પરિણામે રક્ત દુષિત થવા લાગે છે. ખરાબ વિચારોની ઝેરી અસર મનુષ્ય ના શરીર માં તેના પોષક તત્વો પર પણ પડે છે. શરીર માં નબળાઈ આવે છે, આળસ આવે છે, મનમાં કોઈ ખરાબ વિચાર આવે તેનો પ્રભાવ મનુષ્ય ના મગજ પર પડે છે. તેથી મગજ ની કેટલીક કાર્યશક્તિ અટકી જાય છે, આ પરિણામે મનુષ્ય નું સ્વાસ્થ્ય બગડે છે, અને તે હમેશા નિરાશા અને બેચેની નો જ અનુભવ કરે છે. તેથી આ બધા જ ની ઉત્તમ, શ્રેષ્ઠ, દવા સંયમ છે, મનુષ્ય પોતાના મન પર સંયમ રાખી શકે અને સારા ઉત્ચ વિચાર કરે તો તે ખુબજ સારું સુંદર અને સરળ જીવન જીવી શકે છે, મનુષ્ય ના ખોરાક ની પર અસર તેના મન અને શરીર પર પડે છે તેથી તામસી ખોરાક થી દુર રહેવું પણ એટલુ જ જરૂરી હોય છે. આજ કારણે મનુષ્ય ને સારું સુંદર ખુશાલ જીવન જીવવા માટે સંયમ ખુબજ જરૂરી બને છે.

ભગવાન શ્રી કૃષ્ણ એ ગીતાજી માં કહ્યું છે, કે મનુષ્ય માં પ્રકૃતિ ના ત્રણ ગુણ સ્થીત હોય છે. રજોગુણ, તમોગુણ, સત્વગુણ, અને મનુષ્ય આ ત્રણ ગુણ સાથે પોતાનું જીવન વ્યતીત કરે છે, તેથી જ આ ત્રણ ગુણ ને બેલેન્સ કરવા ખુબજ જરૂરી બને છે. સત્વ ગુણ પર ધ્યાન આપવાથી તે ગુણ માં વૃદ્ધિ કરવાથી રજો ગુણ અને તમો ગુણ બને ની અસર ઓછી થાય જાય છે. અને મનુષ્ય ના જીવન માં સારા અને ઉછ વિચારો ની વૃદ્ધિ થાય છે, મનુષ્ય માં સંયમ વધે છે. અને તે પોતાના વિચાર પર પોતાના જીવન માં સંયમ રાખી શકે છે, અને મનુષ્ય એક સારી અને ખુશાલ જીવન જીવી શકે છે, અને જો આજ સંયમ નો ઉપયોગ કરે તો તે મનુષ્ય ની સંતતિ માં પણ તે જ ગુણ અને તે જ સંયમ નો સંચાર થાય છે,

વનરાજસિંહ ઝાલા

બુલેટ રહસ્ય

બુલેટ રહસ્ય આ નામ સાંભળતાજ વિચાર આવે કે આ બુલેટ રહસ્ય સુ હશે? પણ હા મિત્રો આમાં પણ એક રહસ્ય છે,

રાજેસ્થાન માં જોધપુર થી ૫૦ કિલોમીટર દુર એક મંદિર છે, આ મંદિર નેશનલ હાઇવે ૬૫ ઉપર બનાવેલું છે, પણ આ મંદિર માં કોઈજ પ્રતિમા કે મૂર્તિ નથી પણ અહિયાં ૩૫૦સિસિ રોયલ ઇનફિલ્ડ બુલેટ ની પૂજા કરવામાં આવે છે, આ ઘટના ૨૦ વર્ષ પહેલાની છે ઓમસિંહ રાઠોડ ઘરેથી આ બાઈક લઈને જ્તાહતા ત્યારે તેમનું એકસીડન થયું અને તે એ જગ્યા એક મૃત્યુ પામ્યા, ત્યારબાદ પોલીસ ની બધી કાર્યવાહી બાદ જયારે આ બુલેટ પોલીસ સ્ટેશન માં હતું ત્યાંથી ગાયબ થયને જ્યાં ઓમસિંહ રાઠોડ મૃત્યુ પમ્યાહતા તે જગ્યા એ પોહચી ગયું આવું આપમેળે ઘણી વાર બન્યું તેથી તે જગ્યા એ મંદિર બનાવી અને ત્યાં આ બુલેટ ને રાખવામાં આવ્યું છે લોકો માનતા મને છે અને ત્યાં પ્રશાદ માં બુલેટ બ્રાંડ ની બીયર પણ ચડાવામાં આવે છે.

bansi dave