Coffee House - 24 books and stories free download online pdf in Gujarati

કોફી હાઉસ - 24

કોફી હાઉસ પાર્ટ – 24

રૂપેશ ગોકાણી

વિષય – લવ સ્ટોરી

(આપણે આગળના ભાગમાં માણ્યુ કે પિતા અને માતા બન્નેના મૃત્યુ બાદ પ્રવીણ ભાંગી જાય છે. આ દુનિયામાં તેનુ પોતાનુ કહી શકાય તેવુ કોઇ તેની પાસે હોતુ નથી. હવે હોટેલમાં ધંધો કરી કમાવુ એ જ તેનો એકમાત્ર કામ રહ્યુ હતુ. અચાનક એક દિવસ શેઠ ફરી તેને રાજકોટ મોકલે છે. પ્રવીણ આ વખતે પોતાના પ્રોફેસર્સને મળવા જાય છે ત્યાં કોલેજમાં તેને પોતાની સહાધ્યાયી ધ્વની મળી જાય છે. ધ્વની પ્રવીણની સાથે જે બન્યુ એ જાણી બહુ દુઃખ વ્યક્ત કરે છે, વાતવાતમાં કુંજની વાત છેડાય છે ત્યાં ધ્વનીને કોઇનો કોલ આવતા તે ત્યાંથી ઉભી થઇ વાત કરવા ચાલી જાય છે. હવે આપણે માણીએ આગળનો સ્વાદ..............)

“હેલ્લો હાઉસ યુ ડીઅર? એવરીથીંગ ઑલરાઇટ?” ધ્વનીએ વાત કરતા પુછ્યુ. “નથીંગ ઇઝ ઓલરાઇટ હીઅર. તું જાણે જ છે કે મારી સાથે બધુ ઓલરાઇટ ક્યારે શક્ય છે.” “હા, ડીઅર એ હું જાણું છું પણ તને ખબર જ છે કે હવે ન તો તારાથી કે ન તો મારાથી કાંઇ થઇ શકે તેમ છે.” “હમ્મ્મ્મ્મ જેવા મારા નસીબ બીજુ શું? તુ બતાવ કેવુ ચાલે છે સ્ટડી?” “બહુ મજા નથી આવતી હવે અહી. કોલેજ જવા ખાતર જાંઉ છું બાકી જે પહેલા મસ્તી કરતા બધા સાથે મળીને તેની તો વાત જ કાંઇક ઓર હતી.” “હા સાચી વાત છે પણ ગૃપ છુટી જાય તેના માટે સ્ટડી તો છોડી શકાય નહી, એમ આઇ રાઇટ ધ્વની?” “હા, હેયય...... એક વાત કહેતા તો ભૂલી જ જાંઉ છું તને. ગેસ વૉટ.... અત્યારે હું અને પ્રેય બન્ને સાથે કોફી પી રહ્યા છીએ.” સામે છેડેથી કોઇ પ્રત્યુતર ન મળ્યો. બસ ફોન કટ થવાની બીપનો અવાજ સંભળાતા ધ્વની સમજી ગઇ કે કોઇની દુ:ખતી રગ પર હાથ મુકાઇ ગયો. તે પણ દુઃખી ચહેરા પર કૃત્રીમ હાસ્યને વેરતી પ્રેય પાસે આવીને બેસી ગઇ. “ધ્વની શું યાર કુંજની વાત અધુરી છોડીને ફોન પર ગપ્પા મારવા ચાલી ગઇ હતી??? પ્લીઝ મને જલ્દી કે શું થયુ મારી કુંજ સાથે? ઇઝ શી ઓલરાઇટ ઓર નોટ એન્ડ વ્હેર ઇઝ શી?”

“તેના વિષે ન પુછ તો જ સારૂ રહેશે પ્રેય. તેના વિષે જાણીને તને નિરાશા અને દુઃખ સિવાય કશુ નહી મળે.” એક ઊંડા નિઃશાસા સાથે ધ્વનીએ આ વાક્ય ઉચ્ચાર્યુ અને મારા ચહેરા પરની બધી ખુશી ફુર્રર્રર્ર કરતી ઉડી ગઇ. “તુ આમ બોલીને વાતને ઉડાવી ન દે. તેના વિષેની બધી વાત મને કર પ્લીઝ. તુ તો મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને તુ જ મને કાંઇ ન કહે એ યોગ્ય ન કહેવાય.” “ઠીક છે તારે જાણવું જ છે તો હું તને બધી ઘટમાળાથી અજાણ નહી રાખુ પણ પ્લીઝ તુ તારા દિલ અને મનને કાબુમાં રાખજે. એક તો તારી સાથે મીન્સ તારા પરિવારમાં ઘણું ન બનવાનુ બની ગયુ છે અને ઉપરથી કુંજની વાત એટલે આ બધી ઘટનાથી તું ટેન્શન ન લેતો પ્લીઝ.”

“હાસ્તો બેબી. કોઇ જાતનું ટેન્શન નહી લઉ હું. ઉલ્ટાનુ હું કુંજને મદદ કરવાની ટ્રાય કરીશ અને મારા કર્યાનુ પ્રાયશ્ચિત કરવાનો પ્રયત્ન કરવાની કોશિષ કરીશ.”

“તારા ગયાના બીજા દિવસે જ્યારે કોલેજમાં કુંજ મને મળી ત્યારે તમે આગલા દિવસે તેના ઘરે મળ્યા હતા તે બધી વાત કુંજે મને કરી હતી. તે દિવસે કુંજ ખુબ જ ખુશ હતી. તેની ખુશી તેની આંખો અને તેના બોલ બયાન કરી રહ્યા હતા. મને કેટલી વખત ભેટીને તેણે પોતાના દિલની વાત કહી હતી કે કુંજ તારા ગળાડુબ પ્રેમમાં છે.” “શું..........? શું કહે છે તુ? સાચે કુંજ મારા પ્રેમમાં હતી? તે મને પ્રેમ કરે છે? આઇ એમ સો ગ્લેડ ધ્વની. યુ આર સો સ્વિટ ધ્વની કે તે મને આ બધી વાત કરી.” મારી ખુશી પણ મારા વચનોમાં છલકવા લાગી. “હા તે દિવસે જ કુંજ તને મળીને તેના દિલની વાત તને કહેવાની હતી. તેણે મને કહ્યુ હતુ કે તેણે પણ એક સરપ્રાઇઝ તારા માટે પ્લાન કર્યુ હતુ. તારા આવવાની તે બેશબ્રીથી રાહ જોઇ રહી હતી. નવ વાગવા આવ્યા છતા તું આવ્યો નહી ત્યારે તે ટેન્શનમાં આવી ગઇ.

મારા કહેવાથી તેણે તને ઘણા કોલ કર્યા પણ તારો ફોન સ્વિચ્ડ ઓફ જ આવી રહ્યો હતો. બહુ પ્રયત્ન કર્યા તેણે પણ બધુ વ્યર્થ ગયુ. તેની આંખમાંથી આંસુ બહાર નિકળ્યા ન હતા બસ તેની જ ખામી હતી બાકી તેના હ્રદયમાં ભારે તોફાન સળવળી ઉઠ્યુ હતુ. તેને જરા વારનું ચેન ન હતુ. આમથી તેમ બસ ચકરાવા લઇ રહી હતી. શું કરવું તેનુ તેને ભાન સુધ્ધા રહ્યુ ન હતુ. “એક કામ કર કુંજ, ચલ આપણે પ્રેયના મામાના ઘરે જઇએ. ત્યાંથી આપણે કાંઇ ક્લુ મળી રહે.” મે તેને આઇડિયા આપતા કહ્યુ. “ધ્વની અમે બન્ને ઘણો સમય સાથે વિતાવ્યો છે પણ ક્યારેય તેના મામાના ઘર સુધી હું ગઇ નથી અને ક્યારેય તેના મામાના ઘરનું સરનામુ પણ મે માંગ્યુ નહી, અરે સરનામુ તો દૂર તેના મામાના ઘરના નંબર કે કાંઇ મને ખબર નથી, હવે શું કરવું ધ્વની? કાંઇક વિચાર પ્લીઝ, મને પ્રેયની ખુબ ચિંતા થાય છે. કોઇ દિવસ એવુ બન્યુ નહી કે પ્રેય આ રીતે આટલા સમય સુધી તેનો ફોન બંધ રાખે અને મને કહ્યા વિના કોલેજમાં ગેરહાજર રહે. તેને કાંઇ થયુ તો નહી હોય ને? મારા મનમાં ન આવવાના વિચાર આવે છે ધ્વની, આઇ હોપ સો ધેટ પ્રેય વીલ બી ઓલરાઇટ.” કુંજ રડવા લાગી અને ધૃજતા સ્વરે બોલી ઉઠી. “કુંજ જસ્ટ ડોન્ટ થીન્ક લાઇક ધેટ. કદાચ એવુ પણ બને કે પ્રેયનો ફોન બગડી ગયો હોય અથવા ખોવાઇ ગયો હોય. તેથી આ રીતે તેનો ફોન બંધ આવી રહ્યો હોય.” મે તેને સાંત્વના આપતા કહ્યુ. “અરે યાર ફોન ખોવાય જાય કે બગડી જાય તો શહેરમાં ઘણા એસ.ટી.ડી. બુથ તો છે ને? તેમાથી એ ફોન ન કરી શકે મને? કાંઇ ખબર છે તેને કે મારી અહી શું હાલત થઇ રહી હશે?”

“અરે યાર આવી જશે એ. કાંઇક નાનંકડુ બાળક તો છે નહી પ્રેય કે ખોવાઇ જાય કે તેને કોઇ કિડનેપ કરીને ઉઠાવી જાય.” મે તેને હસાવવા માટે પ્રયત્ન કર્યો. “ધ્વની જસ્ટ સ્ટોપ યોર કીડીંગ પ્લીઝ. મને અહી પ્રેયની ચિંતા થઇ રહી છે અને તને આવા મજાક સુઝે છે?” “થોડી વારમાં આપણા ગૃપના બધા ફ્રેન્ડસને આવતા જોઇ મે તેને શાંત રાખી અને પાણી પીવડાવી ચુપ થવા કહ્યુ.” બધા આવી મજાક મસ્તી કરવા લાગ્યા જેથી કુંજ ત્યાંથી ઉઠીને ચાલી નીકળી. એવી પરિસ્થિતિમાં કુંજને એકલી છોડવી મને મુનાસિબ ન લાગતા હું દોડીને તેની સાથે ચાલી નીકળી. આ જ કોફી હાઉસમાં આવી એકલી બેસી તે જોરજોરથી ધૃસકે ધૃસકે રડવા લાગી. “હેય કુંજ, પ્લીઝ સ્ટૉપ ક્રાઇંગ યાર. આ રીતે પબ્લીક પ્લેસમાં તને આ રીતે રડતી જોઇ લોકોના મનમાં હજારો પ્રશ્નો ઉઠી જશે. તેના શું જવાબ આપીશું આપણે, પ્લીઝ કન્ટ્રોલ યોરસેલ્ફ.”

“જેમ તેમ કરીને પરાણે મે તેને શાંત કરી પણ હજુ તેના મનમાં અનેક પ્રશ્નોરૂપી સમુદ્ર ઘુઘવી રહેલો મને દેખાઇ રહ્યો હતો. તે આખો દિવસ હું તેની સાથે રહી અને તેને દિલાસો આપતી રહી. તેના જ કહેવાથી તે રાત પણ હું તેની સાથે રોકાઇ. જરા વારનું તેને ચેન ન હતુ પ્રેય. પાંચ પાંચ મિનિટે તે તને કોલ કરવાનો પ્રયત્ન કરે જઇ રહી હતી પણ તારો ફોન સતત બંધ આવતા વળી તેના આંસુઓ આંખમાંથી રસ્તો શોધી બહાર આવી જતા હતા.” “તુ તારી દ્રષ્ટીએ સાચો હતો કે તારા પરિવાર પર બહુ મોટી આફત આવી હતી અને રસ્તામાં તારો ફોન પડી ગયો હતો પણ શું આટલા વર્ષો વીતી ગયા તેમા એક પળ માટે પણ કુંજની યાદ ન આવી???એ શું કરતી હશે? તારા આમ એકાએક જવાથી તેના જીવનમાં કાંઇ ફર્ક આવ્યો હશે કે નહી? તેનો જરા પણ વિચાર ન કર્યો તે? શું આ જ તારો પ્રેમ હતો???

“ધ્વનીના પ્રશ્નોથી હું હચમચી ગયો. એવુ ન હતુ કે મને ક્યારેય કુંજની યાદ આવી ન હતી પણ સમય અને સંજોગ જ એવા બની ગયા હતા કે હું ક્યારેય કુંજનો કે મારા કોઇ મિત્રનો સંપર્ક જ ન કરી શક્યો.” ફરી ધ્વનીએ પોતાની વાત આગળ વધારતા કહ્યુ, “પ્રેય ભગવાન આવી સજા તો કોઇ દુશ્મનને પણ ન આપે જેવી સજા કુંજે તારા વિયોગમાં સહન કરી છે. એક-બે દિવસમાં તો સુકાઇને કાંટા જેવી તે બની ગઇ હતી. ન કોઇ સાજ, ન શ્રીંગાર, ન ખાવાનું ભાન કે ન તેને ભણવાનુ કોઇ ભાન હતુ. બસ સવારે કોલેજ જવાનુ કહીને ઘરેથી નીકળી રાજકોટના ઘણા ખરા એરિયામાં જઇ તે તારા મામાને શોધવા પ્રયત્ન કરતી હતી, પણ તેને ખબર જ ન હતી કે જેની કોઇ ઓળખ જ ન હતી તેને તે શોધવા મથી રહી હતી. ઘરે ઘરે જઇ તે પોતાના ફોનમાં તારો ફોટો બતાવતી અને તને શોધતી. બહાવરી બની ગયેલી કુંજ મીરાથી કાંઇ કમ લાગતી ન હતી. પણ મીરાની જેમ તેને પોતાના મનનો સ્વામી ન મળ્યો તે ન જ મળ્યો. “આખરે કેટલા દિવસ સુધી એક પિતાની નજરથી તેની વહાલસોયી પુત્રીની તકલિફ છુપી રહેવાની હતી? આખરે બન્યુ પણ એમ જ. કોલેજમાંથી પ્રિન્સીપાલનો ફોન કુંજના પિતાને આવતા તેની ગેરહાજરીની ખબર તેના પિતાને પડી જતા તેના પિતાને શક ગયો અને પહેલા તો પ્રેમ અને હુંફથી કુંજની પુછપરછ કરી પણ કુંજે કાંઇ સીધો જવાબ ન આપતા તેના પિતાજીએ ધાક ધમકી અપનાવી લીધી અને આખરે કુંજને બધુ સત્ય તેના પિતાજીને કહી દીધુ.

કુંજને એમ હતુ કે તેના પિતાજી તેના પ્રેમને સમજીને તને શોધવા મદદ કરશે પણ બન્યુ તેના તદ્દન ઉલ્ટુ. તમારા બન્નેના પ્રેમની વાત સાંભળતા જ તેના પિતાજી બહુ ગુસ્સે થઇ બેઠા અને જીવનમાં પહેલી વાર તેના પર હાથ ઉપાડી લીધો.” “કુંજનની હાલતની વાત સાંભળી રહ્યો હતો ત્યારથી મારો ગુસ્સો કોફીના કપ પર ઉતરી રહ્યો હતો અને જેવી કુંજને મારવાની વાત મે સાંભળી, મને એટલો ગુસ્સો આવી ગયો કે મારા હાથે કોફીનો કપ તૂટી જ ગયો અને કાચનો એક ટુંકડો મારા હાથમાં ફસાઇ ગયો.” “એ જોઇ ધ્વની ગભરાઇ ગઇ અને મારા હાથમાંથી કાચને કાઢવાની કોશિષ કરવા ગઇ પણ ખુનથી ખરડાયેલા હાથને મે ખેંચી લેતા કહ્યુ, “ધ્વની કુંજ સાથે જે બન્યુ છે તેના પ્રમાણમાં આ દુઃખ કાંઇ નથી, વહેવા દે આ ખુનને આજે.”

“બહાવરો ન બન ગાંડા. આ રીતે ખુન વહાવવાથી કાંઇ કુંજ તને મળી નહી જાય સમજ્યો? ચુપ થા.” કહેતા ધ્વનીએ મારો હાથ ખેંચી કાંચને ખેંચી લીધો અને કોફીહાઉસ વાળાને કહીને મને પાટો બાંધી દીધો. “શું તુ પણ યાર, બન્ને એક જેવા જ છો. પેલી કુંજને પણ જ્યારે તેના પિતાજીએ મારી ત્યારે તે પણ આમ જ ગુસ્સો કરી રૂમમાં ભરાઇને બેસી ગઇ હતી. ત્યારે હું તેના ઘરે જ હતી. તેના પિતાજી તો તેને એ જ હાલતમાં છોડી તેના રૂમમાં જતા રહ્યા પણ મે તેને મનાવવાની ઘણી કોશિષ કરી પણ કુંજ બહુ ગુસ્સામાં હતી. છેલ્લે હું તેને તેના હાલ પર કમને છોડીને ઘરે ગઇ.

“પછીના બે-ત્રણ દિવસ કુંજ કોલેજ ન આવી. હું તેના ઘરે ગઇ પણ કુંજ કોઇને મળવા માંગતી ન હતી એમ કહી તેણે દરવાજો ખોલવાની સુધ્ધા ના કહી દીધી. મને તેનુ ખુબ ટેન્શન થતુ હતુ પણ નાછુટકે મારે તેને તેના હાલ પર છોડવી પડી.”

સતત એક વીક સુધી હું તેને સમજાવતી રહી, છેવટે મારે આપણા ગૃપની ગર્લ્સને કહેવુ પડ્યુ, અમે બધાએ તેમને સમજાવી પણ તે માનવા તૈયાર જ ન હતી. જોગણી બની તારા નામની માળા ઝપે જતી હતી. તારો રંગ લાગી ગયો હતો.

આખરે તેના પિતાજીએ ઉચ્ચ સ્તરે લાગવગ ચલાવી પોતાની ટ્રાન્સફરની દરખાસ્ત કરી દીધી અને લગભગ એક મહિનામાં જ તેમની ટ્રાન્સફરનો ઓર્ડર આવી પણ ગયો અને આખરે નાછુટકે કુંજે આ શહેરને અને તારી યાદોને અહી જ છોડીને નીકળવુ પડ્યુ. જતા જતા મને ભલામણ કરી ગઇ હતી કે પ્રેય મળે ત્યારે કહેજે કે કુંજ આજીવન તેના નામની માળા ઝપતી તેને યાદ કરતી રહેશે.” “પ્રેય તારે આવુ કરવુ ન હતુ. પરિવારને ન્યાય આપતા આપતા તું તારા પ્રેમ સાથે અન્યાય કરી બેઠો. જીવનમાં પરિવાર જરૂરી છે પણ આપણો પ્રેમ પણ મહત્વનો છે, એ વાત તુ ભૂલી ગયો. તે તારી ફરજ તો નિભાવી પણ સામે તુ કુંજનો પ્રેય કહેવાનો હક ખોઇ બેઠો. એ તને ઘણુ કહેવા માંગતી હતી, તારી પાસેથી ઘણું સાંભળવા ઇચ્છતી હતી પણ એ પહેલા તો.............” તેનુ વાક્ય અધુરૂ રહી ગયુ અને ધ્વનીના આંસુઓ તેની હાલત બયાન કરી ગયા.

“જો ધ્વનીની આ હાલત છે તો કુંજની હાલત કેવી થઇ હશે? એ વિચાર જ મને કંપાવી ગયો. હે ભગવાન આ શું થઇ ગયુ?” આવા વિચારે હું માથા પર હાથ મુકીને બેઠો રહ્યો. હું રડુ કે હસુ? કે પછી કુંજને શોધવા નીકળી પડુ? ક્યા મોઢે કુંજને શોધુ? એક વેઇટરના મોઢે? એક અનાથ સ્વરૂપે? મારા જેવા મહિને છ હજારની આવકવાળા સાથે શું કુંજન પરણી જશે?” આ બધા પ્રશ્નોએ મને ઘેરી લીધો. તેમાથી જેમ બહાર નીકળવાનો પ્રયત્ન કરતો હતો તેમ તેમ હું ઉંડે ગરકાવ થઇ રહ્યો હતો. “ક્યાં ખોવાઇ ગયો? શું વિચારે ચડી ગયો?” “કાંઇ નહી ધ્વની? કુંજ શું હજુ મારી રાહ જોઇ રહી હશે? શું હજુ તે મને એવો જ પ્રેમ કરતી હશે? તને શું લાગે છે?” “હા આઇ થીન્ક પ્રેમ એવી લાગણી છે જે ક્યારેય એકબીજા પ્રત્યે ઓછી થતી નથી. મને લાગે છે હજુ તે તારી રાહ જોતી જ હશે પ્રેય.” “પણ શું એક વેઇટર તરીકે શું તે મારો સ્વિકાર કરશે? ભલે હું તેને પહેલા જેટલો જ પ્રેમ કરું છું પણ હવે મારી હેસિયત એક વેઇટરની છે અને તે એક ડિસ્ટ્રીક્ટ જજની પુત્રી. બની શકે કે કુંજ મારો સ્વિકાર કરી લે પણ શું તેના પિતાજી તેની વ્હાલસોયી દિકરીને એક મામુલી નોકર સાથે પરણાવશે???” “પ્રેય, તારી એ વાત સાચી છે કે તેના પિતાજી ક્યારેય તેનો હાથ તારા હાથમાં નહી આપે કારણ કે તે બહુ રૂઢીચુસ્ત અને શિસ્તમાં માનવાવાળા વ્યકિત છે. જ્યારે તેને તમારા બન્નેના પ્રેમની ખબર પડી ત્યારે પણ તે ગુસ્સાથી લાલ થઇ ગયા હતા. જેમતેમ કરીને શાંત થયા હતા પણ છેવટે તેણે રાજકોટ તો છોડી જ દીધુ અને આ બધુ જોતા તો તારા અને કુંજના સબંધ પર તેમની સ્વિકૃતીની મહોર લાગે તે બહુ કઠીન છે.”

“હા એ જ તો. એટલે જ હું ચિંતામાં છું કે કઇ રીતે કુંજ અને તેના પિતાજીને મળું?” “મારુ કહેવુ માન તો સૌ પહેલા તો તું કાંઇ સારી જોબ અથવા બિઝનેશ સ્ટાર્ટ કર અને પૈસાદાર બની જા તો કદાચ કાંઇક વાત આગળ વધે. આ દુનિયામાં પૈસો એવી વસ્તુ છે જે કદાચ તને તારો પ્રેમ મેળવવામાં હેલ્પ કરે. જો તારી પાસે પૈસો હશે તો આપણે તેના પિતાજી પાસે કુંજનો હાથ તારા માટે માંગી શક્શું પણ એક વેઇટર તરીકે તો આપણે તેના પિતાજી પાસેથી ગુસ્સો અને ધુત્કાર સિવાય કાંઇ નહી મળે.” “હા તારી વાત સાચી છે. હું આજથી જ નિશ્ચય કરું છું કે હું અતિ ધનવાન બનીશ અને કુંજના પાપાને સાબિત કરી દઇશ કે હું જ કુંજ માટે સર્વશ્રેષ્ઠ પાત્ર છું.” “આઇ વીશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધેટ. તારે કાંઇ પણ કામ હોય મને કહેજે. મારી બનતી મહેનત હું કરી છુટીશ.” “થેન્ક્સ અ લોટ ધ્વની થેન્ક્સ ફોર એવરીથીંગ.” તારે પણ સાયદ મોડુ થતુ હશે અને મારે પણ જામનગર નીકળવુ છે. તો ચલ તને ઘર ડ્રોપ કરી ત્યાંથી નીકળી જઇશ અને આમ પણ હવે આપણે બાય ફોન તો સંપર્કમાં રહેવાના જ છીએ.” “હાસ્તો, હવે તો સંપર્ક તોડે તો તને ગમે ત્યાંથી શોધીને મારુ તને શહેરના ચોક વચ્ચે, સમજ્યો???” હળવુ હાસ્ય પણ અમારી સાથે આવી ચડ્યુ.

To be continued……………