ISKCON books and stories free download online pdf in Gujarati

ઇસ્કોન

ઇસ્કોન

આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ' (ઇસ્કોન) સામાન્ય રીતે 'હરે કૃષ્ણ' તરીકે પ્રચલિત છે.આ સંસ્થાની સ્થાપના એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં ઇ.સ. ૧૯૬૬માં કરી. ઘણા લોકો ઇસ્કોનની ગણના એક નવા ધર્મ કે સંપ્રદાય તરીકે કરે છે.

પરંતુ હકિકતમાં તો તેનો પાયો શ્રીમદ્ ભાગવતમ્ અને ભગવદ ગીતાનાં મુળ ઉપદેશો ઉપર જ આધારિત છે, અને આ બન્ને ગ્રંથો સનાતન ધર્મનાં આધારભુત શાસ્ત્રો છે. આ સંસ્થા (ઘણી વખત હરે કૃષ્ણ આંદોલન તરીકે ઓળખાતી) મુળભુત રીતે પશ્ચિમ બંગાળની ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય ઉપર આધારિત છે, જે ભારતમાં લગભગ ૧૫મી સદીથી અસ્તિત્વમાં છે.

ઇસ્કોન બિન સાંપ્રદાયિક વિચારસરણી ધરાવતી સંસ્થા છે, એનો અર્થ એ નથીકે તે ધાર્મિક સંસ્થા નથી, પણ અહીં બિન સાંપ્રદાયિક એટલે તેમાં કોઇ પણ જાતિ, વર્ણ કે ધર્મના લોકો જોડાઈ શકે છે. ઇસ્કોનની સ્થાપના ભક્તિ યોગના ફેલાવા માટે કરવામાં આવી છે, જ્યાં ભક્ત વિચારોથી અને કર્મોથી કૃષ્ણ (કે જે પૂર્ણ પુરૂષોત્તમ છે)ને પરાયણ હોય છે.

વિશ્વભરમાં ઈસ્કોનના ૪૦૦ કેન્દ્રો છે, જેમા ૬૦ કૃષિક્ષેત્રોનો સમાવેશ થાય છે. તદુપરાંત ૫૦ શાળાઓ અને ૯૦ રેસ્ટોરન્ટ્સ છે. છેલ્લા થોડા વર્ષોમાં (મુખ્ય્તવે રશિયાના વિભાજન પછી) પૂર્વ યુરોપીય દેશોમાં અને ભારતમાં ઇસ્કોનનો નોંધપાત્ર ફેલાવો થયેલો છે.

હરે કૃષ્ણ ભક્તો એમ માને છે કે કૃષ્ણ વિષ્ણુના પણ ઉત્પત્તા છે. ઇસ્કોન એમ શીખવે છે કે કૃષ્ણ સર્વોપરિ ભગવાન છે અને માટે જ તેમને પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન તરિકે સંબોધિત કરવામાં આવે છે, બીજા બધા તે તેમના વિશિષ્ટ અવતારો છે. ભક્તો રાધા અને કૃષ્ણ ને યુગલ સ્વરૂપે ભજે છે, તેઓ રાધાને રાધા રાણી તરીકે સંબોધે છે અને તેને કૃષ્ણ પ્રેમનું સ્વરૂપ માને છે. ઇસ્કોનના તત્ત્વજ્ઞાનની વિશેષતા એ છે કે, તેઓ આત્માને સાશ્વત માને છે અને તે વાતનું ખંડન કરે છે કે આત્મા અંતે નિરાકાર બ્રહ્મ જ્યોતિમાં લિન થઈ જાય છે અથવાતો આત્મા નાશ પામે છે, અને આ કારણે તે અદ્વૈત વાદીઓથી જુદો તરી આવે છે.

હરે કૃષ્ણ ભક્તો ગૌડીય વૈષ્ણવ પરંપરામાં આવે છે. વિષ્ણુ (કૃષ્ણ)ને ભજે તે વૈષ્ણવ અને ગૌડ, તે પશ્ચિમ બંગાળમાં આવેલો પ્રદેશ છે, વૈષ્ણવ ધર્મની આ શાખાનો ઉદ્ભવ ગૌડ પ્રદેશમાંથી થયો હોવાથી, તેને ગૌડીય વૈષ્ણવ પરંપરા તરીકે ઓળખવામાં આવે છે.

ગૌડીય વૈષ્ણવ પરંપરા ભારતમાં ખાસ કરીને બંગાળ અને ઓરિસ્સામાં છેલ્લ પાંચસો વર્ષોથી અતુટ રીતે ચાલી આવી છે, શ્રીલ પ્રભુપાદે આ વૈષ્ણવ પરંપરાનાં સિધ્ધાંતો અને શિક્ષા પાશ્ચાત્ય દેશો સુધી પહોંચાડ્યા અને તે માટેનું માધ્યમ હતું તેમણે લખેલા પુસ્તકો અને શાસ્ત્રોના કરેલા અનુવાદો.

તેમણે ભગવદ્ ગીતા (ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે; અંગ્રેજીમાં શ્રીમદ્ ભાગવતમ્, ચૈતન્ય ચરિતામૃત તથા અન્ય અનેક પુસ્તકોના અનુવાદ અંગ્રેજીમાં ટિકા સાથે કર્યા છે. આ અનુવાદો આજે ૬૦ થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે અને ઇસ્કોનનાં પ્રચાર કાર્યમાં પાયાનાં શસ્ત્રો તરિકે ભાગ ભજવે છે. આ પૈકીનાં ઘણા પુસ્તકો ઑનલાઇન (ઇન્ટરનેટ પર) પણ ઉપલબ્ધ છે.

ભક્તિવેદાંત બુક ટ્રસ્ટ ની સ્થાપના એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ એ કરી હતી. ઇસ્કોન ની સ્થાપના પણ એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદેજ કરી હતી.

શ્રીલ પ્રભુપાદે આ વૈષ્ણવ પરંપરાનાં સિદ્ધાંતો અને શિક્ષા પાશ્ચાત્ય દેશો સુધી પહોંચાડ્યા અને તે માટેનું માધ્યમ હતું તેમણે લખેલા પુસ્તકો અને શાસ્ત્રોના કરેલા અનુવાદો. તેમણે ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે, શ્રીમદ્ ભાગવતમ્, ચૈતન્ય ચરિતામૃત, ઉપદેશામૃતતથા અન્ય અનેક શાસ્ત્રોના અનુવાદ અંગ્રેજીમાં ટિકા સાથે કર્યા છે આ અનુવાદો આજે ૬૦થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે.તેમણે પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન કૃષ્ણ, ગીતાસાર, અન્ય ગ્રહો ની સુગમ યાત્રા તથા અન્ય અનેક પુસ્તકો અંગ્રેજીમાં લખ્યા છે.આ પુસ્તકો અને શાસ્ત્રો આજે ૬૦થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે.

કૃષ્ણદાસ કવિરાજનો જન્મ લગભગ ૧૪૯૬ના વર્ષમાં બંગાળમાં આવેલા વર્ધમાન જિલ્લાના નૈહાટી નજીક આવેલા જામતપુર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ભગીરથ અને માતાનું નામ સુનંદા હતું.

ચૈતન્ય ચરિતામૃતની રચના કૃષ્ણદાસ કવિરાજ એ કરી હતી. આ ગ્રંથમાં ચૈતન્ય મહાપ્રભુનું જીવન ચરીત્ર આલેખાયેલું છે. આ ઉપરાંત તેમણે ગોવિંદ લીલામૃત નામના ગ્રંથની પણ રચના કરી હતી, જેમાં વૃંદાવનમાં શ્રીકૃષ્ણ ભગવાનની લીલાઓનું આલેખન છે.

ગોપાળ કૃષ્ણ ગોસ્વામીના ગુરુ એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ હતા. ગોપાળ કૃષ્ણ ગોસ્વામી આંતરરાષ્ટ્રીય સ્તરે કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરે છે. ગોપાળ કૃષ્ણ ગોસ્વામી ઇસ્કોનના સંન્યાસી છે. ગોપાળ કૃષ્ણ ગોસ્વામી ભક્તિવેદાંત બુક ટ્રસ્ટના ભારતના પ્રમુખ છે.

શ્રી ચૈતન્ય મહાપ્રભુ (બંગાળી (૧૪૮૬-૧૫૩૪)નો જન્મ હાલનાં પશ્ચિમ બંગાળમાં નવદ્વીપ મંડળ તરીકે ઓળખાતા પ્રદેશનાં નાદિયા ગામમાં શક સંવત, ૧૪૦૭ ફાગણ સુદ પૂનમનાં દિવસે થયો હતો. તેઓને ઇતિહાસમાં એક સંત/સંન્યાસી અને તે સમયના બંગાળ (હાલના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ) તથા ઓરિસ્સાના એક સમાજ સુધારક ગણવામાં આવે છે. પરંતુ ગૌડીય વૈષ્ણવો તેમને સ્વયં ભગવાનશ્રી કૃષ્ણજ રાધા રાણીના ભાવ અને રૂપમાં માને છે.

તેમની માતાનું નામ શચીદેવી હતું તથા પિતાજીનું નામ જગન્નાથ મિશ્ર હતું. કહેવાય છે, જીવનનાં છેલ્લાં છ વર્ષો મહાપ્રભુજીમાં સાક્ષાત્ ‘રાધાજી’ પ્રગટ થયાં હતાં (સંદર્ભ). રાધાજી જેમ શ્રીકૃષ્ણનાં વિરહમાં રાત-દિવસ રડતાં હતાં, તેવી જ રીતે શ્રી ચૈતન્ય મહાપ્રભુ પણ શ્રીકૃષ્ણના વિરહમાં ચોધાર આંસુએ રડતા, કયારેક નાચવા લાગતાં, કયારેક દોડવા લાગતાં, કયારેક મૂર્છા ખાઈને જમીન પર ઢળી પડતા.

શ્રી મહાપ્રભુને કૃષ્ણ વિરહમાં રડતા જોઈને મોટા-મોટા પંડિતો પણ શ્રીકૃષ્ણની ભકિતમાં લીન થઈ જતાં. કેટલાય દુરાચારીઓ પણ શ્રી મહાપ્રભુના સંગમાં આવીને કૃષ્ણભકત બની ગયા. શ્રી મહાપ્રભુ ન્યાય, વેદાંતના પ્રખર પંડિત હતા. શ્રી મહાપ્રભુ ચોવીસ વર્ષ સુધી સંસારમાં રહ્યા. તેમની પહેલી પત્નીનું નામ ‘લક્ષ્મીદેવી’ હતું જેના મૃત્યુ પછી મહાપ્રભુજીએ ‘વિષ્ણુપ્રિયા’ સાથે લગ્ન કર્યાં.

ભારતના સંન્યાસીઓને શ્રીકૃષ્ણની ભકિતમાં તથા પરમ વૈરાગ્યનાં માર્ગે વાળવા માટે ચોવીસ વર્ષની ઉંમરે ‘કેશવ ભારતીજી’ પાસે સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી સંસારનો ત્યાગ કર્યો. અનેક તીર્થોમાં ભ્રમણ કર્યું. શ્રી ચૈતન્ય મહાપ્રભુએ કેટલાય ભકતોને ચતુર્ભુજ રૂપે, દ્વિભુજ રૂપે, છડ્ભુજ રૂપે શ્રીકૃષ્ણ સ્વરૂપનાં દર્શન કરાવ્યાં હતાં. તેમણે અનેક ચમત્કારો પણ કર્યા હતા. કેટલાક રોગી, કોઢીઓને રોગમુકત કર્યા હતા.

દક્ષિણમાં એક તળાવના પાણીને ‘મધ’ બનાવ્યું હતું. આજે પણ તે તળાવ ‘મધુ પુષ્કરિણી’નામે દક્ષિણમાં પ્રખ્યાત છે. શ્રી મહાપ્રભુજી પોતાના ભકતોને કહેતા, સર્વ શાસ્ત્રોનો સાર શ્રીકૃષ્ણ નામનો જપ કરવામાં છે. તેમણે ભકતોને મહામંત્ર આપ્યો ‘હરે કૃષ્ણ! હરે કૃષ્ણ! કૃષ્ણ, કૃષ્ણ હરે હરે! હરે રામ હરે રામ! રામ, રામ! હરે હરે!’ જેને મહા મંત્ર અથવા હરે કૃષ્ણ મંત્ર તરિકે લોકો વધુ સારી રીતે જાણે છે.

આપણા પૂ. ડોંગરેજી મહારાજ તેમની કથામાં જયારે આ ધૂન બોલાવતા ત્યારે કથામંડપમાં હજારો ભકતોની આંખોમાં આંસુ છલકાઇ જતાં. નગરસંકીર્તનની શરૂઆત કરનાર શ્રી મહાપ્રભુ છે. કેટલીક વાર જગન્નાથપુરી ની ગલીઓમાં શ્રી કૃષ્ણ નામનો નાદ કરતા ગલીએ ગલીએ ફરતા. તેમની આ પરંપરા આજે પણ ચાલુ છે. તેમણે લખેલું કૃષ્ણભકિતનું અષ્ટક (શિક્ષાષ્ટક) તેમનાં હૃદયનાં શુદ્ધ ભાવ પ્રગટ કરે છે.

ભક્તિ વિકાસ સ્વામી

ભક્તિ વિકાસ સ્વામી ઇસ્કોનનાં એક સન્યાસી છે, જેઓનો જન્મ ૩ જાન્યુઆરી ૧૯૫૭નાં રોજ ઈંગ્લેન્ડમાં થયો હતો. તેઓ ઇ.સ. ૧૯૭૫માં ઇસ્કોન સંસ્થાનાં સંપર્કમાં આવ્યાં અને ઇસ્કોનનાં લંડન મંદિર, ભક્તિવેદાંત મેનોરમાં સેવા આપવાની શરૂઆત કરી. તે જ વર્ષે એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે તેમને હરિનામ દિક્ષા આપી અને તે સાથે તેમને ઇલાપતિ દાસ નામ મળ્યું.

તેઓએ ૧૯૮૯માં સંન્યાસ સ્વિકાર્યો અને તે સાથે તેમનું નામ થયું ભક્તિ વિકાસ સ્વામી. તેઓ ૧૯૭૭-૧૯૭૯ દરમ્યાન ભારત અને બાંગ્લાદેશમાં રહીને હરેકૃષ્ણ મહામંત્રનો પ્રચાર તથા શ્રીલ પ્રભુપાદ રચયિત પુસ્તકોનાં વિતરણ કાર્યમાં પરોવાયેલા રહ્યાં હતાં. સંન્યાસ મળ્યા બાદ તેઓએ ફરી એક વખત ભારતને તેમની કર્મભૂમિ બનાવી અને બંગાળી તથાહિંદી ભાષાઓ પણ શીખ્યા. તેઓ આજ-કાલ ગુજરાત અને દક્ષિણ ભારતમાં, ખાસ કરીને તમિલનાડુમાં કૃષ્ણ ભક્તિનો પ્રચાર કરી રહ્યાં છે.

તેઓએ કુલ ૧૨ પુસ્તકો લખ્યાં છે, જે પૈકિનું છેલ્લું પુસ્તક 'ભક્તિ સિદ્ધાંત વૈભવ' કે જે તેમનાં વર્ષોનાં સંશોધનનું પરિણામ છે, તેને ઇસ્કોનમાં અદ્વિતિય પ્રતિભાવ સાંપડી રહ્યો છે. તેઓ ભારત ઉપરાંત ખાડીના દેશો, યુ.કે, યુરોપ તથા અમેરિકામાં પણ વિચરણ કરે છે અને તેમનાં ભક્તો અનેક દેશોમાં ફેલાયેલાં છે.

ભગવદ્ દર્શન દરેક મહિને પ્રકાશીત થતુ ગુજરાતી સામાયિક છે. આ એક હરે કૃષ્ણ આંદોલનની પત્રિકા છે. આ માસીકની શરૂઆત એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે કરી હતી. આ માસીકનુ પ્રકાશન ભક્તિવેદાંત બુક ટ્રસ્ટ દ્વારા થાય છે, જે ઇસ્કોનની એક શાખા છે.

આના ટ્રસ્ટી ગોપાલ કૃષ્ણ ગોસ્વામી અને જયઅદ્વૈત સ્વામી છે. આ માસીકમાં પ્રકાશીત થતા નીયમીત લેખો શ્રીલ પ્રભુપાદ પ્રવચન, પ્રભુપાદ કથા, ઈતીહાસ, વૈદિક વિચારધારા, શ્રીલ પ્રભુપાદ વાણી, વૈષ્ણવ દિનદર્શિકા, બાળ વિભાગ નટખટ કૃષ્ણ, શ્રીમદ્ ભાગવતમ્, ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે, તંત્રીલેખ વિગેરે છે.

ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય

કૃષ્ણ ને ભજે તે વૈષ્ણવ. અને ગૌડ, તે પશ્ચિમ બંગાળમાં આવેલો પ્રદેશ છે, વૈષ્ણવની આ શાખાનો ઉદ્ભવ ગૌડ પ્રદેશમાંથી થયો હોવાથી, તેને ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય તરીકે ઓળખવામાં આવે છે. ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયના સંસ્થાપક આચાર્ય ચૈતન્ય મહાપ્રભુ હતા.

ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય ભારતમાં ખાસ કરીને બંગાળ અને ઓરિસ્સામાં છેલ્લ પાંચસો વર્ષોથી અતુટ રીતે ચાલી આવી છે, એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ એ આ વૈષ્ણવ પરંપરાનાં સિદ્ધાંતો અને શિક્ષા પાશ્ચાત્ય દેશો સુધી પહોંચાડ્યા અને તે માટેનું માધ્યમ હતું તેમણે લખેલા પુસ્તકો અને શાસ્ત્રોના કરેલા અનુવાદો. તેમણે ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે (અંગ્રેજીમાં), શ્રીમદ્ ભાગવતમ્, ચૈતન્ય ચરિતામૃત તથા અન્ય અનેક પુસ્તકોના અનુવાદ અંગ્રેજીમાં ટિકા સાથે કર્યા છે. આ અનુવાદો આજે ૬૦થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે.

ભક્તો મહામંત્ર મોટેથી વાધ્યો સાથે મંદિરમાં અને નગર સંકિર્તન દરમ્યાન તાલબધ્ધ રીતે ગાય છે અને જપમાળા ઉપર તેનો જાપ કરે છે. સોળ શબ્દોના બનેલા આ મંત્રમાં કૃષ્ણ, રામ અને ભગવાનની અંતરંગ શક્તિ હરે (રાધા રાણી અને સીતા)નું ઉચ્ચારણ છે. આ મંત્રના સતત ઉચ્ચારણથી ઉત્પન્ન થતાં તરંગો ભગવદ્ ભક્તિ અને કૃષ્ણ ભાવનામૃતની વૃધ્ધિ કરે છે.

મહામંત્ર:

હરે કૃષ્ણ હરે કૃષ્ણ |

કૃષ્ણ કૃષ્ણ હરે હરે ||

હરે રામ હરે રામ |

રામ રામ હરે હરે ||

એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ

એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ (શ્રી શ્રીમદ્ અભય ચરણારવિંદ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ, બંગાળી (૧ સપ્ટેમ્બર ૧૮૯૭-૧૪ નવેમ્બર ૧૯૭૭), જેઓનો જન્મ પશ્ચિમ બંગાળ રાજ્યનાં કોલકાતા (કલકત્તા) શહેરમાં થયો હતો. તેમનું જન્મ સમયનું નામ અભય ચરણ ડે હતું. અંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ (ઈસ્કોન), કે જે સામાન્ય રીતે 'હરે કૃષ્ણ' તરીકે પ્રચલિત છે તેના સંસ્થાપક હતાં. પ્રભુપાદે અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં ઇ.સ્. ૧૯૬૬માં કરી.

ઘણા લોકા ઇસ્કોનની ગણના એક નવા ધર્મ કે સંપ્રદાય તરીકે કરે છે, પરંતુ હકિકતમાં તો તેનો પાયો શ્રીમદ્ ભાગવતમ્ અને ભગવદ ગીતાનાં મુળ ઉપદેશો ઉપર જ આધારિત છે, અને આ બન્ને ગ્રંથો સનાતન ધર્મનાં આધારભુત શાસ્ત્રો છે. આ સંસ્થા (ઘણી વખત હરે કૃષ્ણ આંદોલન તરીકે ઓળખાતી) મુળભુત રીતે પશ્ચિમ બંગાળની ગૌડીય વૈષ્ણવ પરંપરા ઉપર આધારિત છે, જે ભારતમાં લગભગ ૧૫મી સદીથી અસ્તિત્વમાં છે.

હરે કૃષ્ણ ભક્તો ગૌડીય વૈષ્ણવ પરંપરામાં આવે છે. વિષ્ણુ (કૃષ્ણ)ને ભજે તે વૈષ્ણવ અને ગૌડ, તે પશ્ચિમ બંગાળમાં આવેલો પ્રદેશ છે, વૈષ્ણવ ધર્મની આ શાખાનો ઉદ્ભવ ગૌડ પ્રદેશમાંથી થયો હોવાથી, તેને ગૌડીય વૈષ્ણવ પરંપરા તરીકે ઓળખવામાં આવે છે.

ગૌડીય વૈષ્ણવ પરંપરા ભારતમાં ખાસ કરીને બંગાળ અને ઓરિસ્સામાં છેલ્લ પાંચસો વર્ષોથી અતુટ રીતે ચાલી આવી છે, શ્રીલ પ્રભુપાદે આ વૈષ્ણવ પરંપરાનાં સિદ્ધાંતો અને શિક્ષા પાશ્ચાત્ય દેશો સુધી પહોંચાડ્યા અને તે માટેનું માધ્યમ હતું તેમણે લખેલા પુસ્તકો અને શાસ્ત્રોના કરેલા અનુવાદો. તેમણે ભગવદ્ ગીતા(ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે), શ્રીમદ્ ભાગવતમ્, ચૈતન્ય ચરિતામૃત તથા અન્ય અનેક પુસ્તકોના અનુવાદ અંગ્રેજીમાં ટિકા સાથે કર્યા છે. આ અનુવાદો આજે ૬૦થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે.