કર્મનો કાયદો ભાગ - 3 in Gujarati Novel Episodes by Sanjay C. Thaker books and stories Free | કર્મનો કાયદો ભાગ - 3

કર્મનો કાયદો ભાગ - 3

કર્મનો કાયદો

શ્રી સંજય ઠાકર

પ્રત્યેક અભિવ્યક્તિ

એક નવો ‘બિગ બૅંગ’

ગણતરી કરનારાઓએ દુનિયામાં ચોર્યાસી લાખ યોનિઓ બતાવી છે અને તેમાં જન્મ પામનારા જીવો બતાવ્યા છે. જે શરીરરચનાથી અલગ-અલગ છે, તેમ જ તે પ્રત્યેક પોતપોતાનાં સ્વભાવગત કર્મોથી પણ અલગ-અલગ છે. સિંહનો સ્વભાવ જુદો અને વાઘનો સ્વભાવ પણ જુદો. કૂતરાનો સ્વભાવ જુદો, તો હાથીનો સ્વભાવ પણ જુદો, મગરનો સ્વભાવ જુદો અને માછલીનો સ્વભાવ જુદો. એ રીતે શરીરરચના મુજબના સ્વભાવગત ભેદ તો છે જ, જેની સાથે જાતિ મુજબના સ્વભાવ પણ અલગ હોય છે. માછલીમાં શાર્ક જાતિની માછલીના સ્વભાવથી ડોલ્ફિન જાતિની માછલીનો સ્વભાવ સદંતર અલગ છે.

પ્રાણીઓ મોટા ભાગે શરીરના સ્તર ઉપર જીવવાવાળાં છે, જેથી તેમનો સ્વભાવગત ભેદ ઓછો હોય છે, પરંતુ મનના સ્તર ઉપર જીવતા માનવીમાં તો તે ઊડીને આંખે વળગે તેવો હોય છે. રીત-ભાત, રહેણી-કરણી, ખોરાક-પાણી, વાણી અને વ્યવહાર - બધામાં તે અલગતા નજરે ચડે છે. જે કારણથી જ દુનિયાની એક માનવજાત માટે એક માનવધર્મ આજ દિવસ સુધી બની શક્યો નથી અને બને તેમ નથી. જગતની પ્રત્યેક અભિવ્યક્તિ પોતપોતાની જાતમાં એક અલગ બિગ બૅંગ છે, તેથી તે તેના ‘બિગ બૅંગ’ના સ્વભાવગત કર્મોને અનુસરે છે.

આપણે ત્યાં ‘પિંડે સો બ્રહ્માંડે’ની પ્રસિદ્ધ ઉક્તિ છે. જેનો અર્થ છે કે જે પિંડમાં છે એ જ સમગ્ર બ્રહ્માંડમાં છે. પિંડ એટલે શરીર. શરીર પણ એક નાનું બ્રહ્માંડ છે. શરીરની રચના જોતાં પણ તે વાત સ્વીકારવા-પાત્ર જણાય છે. એક શરીરમાં સાત કરોડથી વધારે જીવકોષો, હજારો નલિકાઓ, તેમાં વહેતા લોહીના કરોડો કોષ અને તેવી સેંકડો અજાયબીઓ જોતાં જ લાગે કે શરીર પણ પોતાની જાતમાં એક અલગ બ્રહ્માંડનો જ પિંડ છે.

અરબો-અરબો મનુષ્યમાં પણ બે મનુષ્યો એકબીજાથી દરેક બાબતમાં સમાન નથી તેનું કારણ પણ તેનો બિગ બૅંગ છે. પ્રત્યેક મનુષ્ય તેના શરીરથી, કોષરચનાથી, ફિંગરપ્રિન્ટથી, આઈ પ્યુપિલથી અને તેના ડી.એન.એ.થી અલગ છે.

જેના કારણે બે વ્યક્તિને કરેલી એક વાત પણ તે બંનેમાં ભિન્ન અર્થો ઊભા કરી શકે છે. એક જ વ્યક્તિનું બે અલગ-અલગ વ્યક્તિ દ્વારા થતું દર્શન પણ અલગ-અલગ છે. કોઈને તે વ્યક્તિ સારી લાગે છે, કોઈને ખરાબ. કોઈને તેમાં આકર્ષણ થાય છે, તો કોઈને અપાકર્ષણ. કોઈને તે સહજ પ્રિય લાગે છે. તો કોઈને અપ્રિય. આવી વાતોનું રહસ્ય પણ તેના બિગ બૅંગમાં છુપાયેલ છે.

જ્યારે લૈલાની પાછળ દીવાનગીની હાલતમાં રખડતા મજનુને બાદશાહે જોયો ત્યારે તેને દયા આવી અને તેણે મજનુને તેના દરબારમાં બોલાવીને એકએકથી સુંદર એવી દસ સુંદરીઓ તેની સામે ઊભી રાખીને કહ્યું : “તું આમાંથી કોઈ પણને પસંદ કરી લે. આ દસેય સુંદરીઓ લૈલા કરતાં અધિક સુંદર છે. વળી લૈલા તો જેને સુંદર પણ ન કહી શકાય તેવી યુવતી છે. તું જે સુંદરી પસંદ કરે તે તને આપી દઉં.”

મજનુએ કહ્યું : “બાદશાહ ! લૈલા મને કઈ રીતે ગમે છે અને હું તેના આકર્ષણથી કેમ બંધાઈ ગયો તેની તો મને પણ ખબર નથી, પરંતુ એક વાત પાકી છે કે જે વાત મને લાલામાં દેખાય છે તે આ દસમાંથી કોઈનામાં પણ નથી. હું લૈલાનો દીવાનો બનીને ભટકવાનું પસંદ કરીશ, પરંતુ આ દસમાંથી કોઈને પસંદ નહીં કરી શકું.”

કોઈને લાલ રંગ પસંદ છે, તો કોઈને લીલો, કોઈને કેસરી તો કોઈને સફેદ, કોઈને ગળ્યું પસંદ છે, તો કોઈને તીખું, કોઈને ખાટું તો કોઈને તૂરું, કોઈ હિંસક છે તો કોઈ કોમળ, કોઈ ચપલ છે કોઈ આળસુ ભેડ. આવું કેમ છે ? તે હકીકત પણ તેના જન્મના બિગ બૅંગમાં છુપાયેલી છે, યા કહો કે તેના કર્મના ઉદ્‌ભવમાં છુપાયેલી છે. વ્યક્તિનાં સુખ-દુઃખ, હર્ષ-શોક, શાંતિ-અશાંતિ વગેરે બહાર નથી. બહાર તો બહાનાંઓ છે. સાચી હકીકત તો તેના અંતર-કર્મના ઉદ્‌ભવમાં પડેલી છે, તેથી જ આ દુનિયામાં કોઈ એક પ્રકારનું સુખ નથી, એક પ્રકારની શાંતિ નથી, પરંતુ અલગ-અલગ પ્રકારની વ્યક્તિઓ અલગ-અલગ સુખ અને શાંતિ અનુભવે છે, તેથી અહીં કોઈ વ્યક્તિ જેમાં સુખ અનુભવે છે તેમાં કોઈને દુઃખ દેખાય છે અને કોઈ જેમાં શાંતિ અનુભવે છે તેમાં કોઈને અશાંતિ લાગે છે.

પ્રત્યેક વ્યક્તિનો સ્વાદ અલગ છે, સ્પર્શ અલગ છે, દર્શન અલગ છે, સ્વપ્ન અલગ છે, સમજણ અલગ છે, અનુભવ અલગ છે અને ગતિ પણ અલગ છે - એટલી અલગ કે વ્યક્તિ પોતે પોતાના સિવાય કોઈને જાણી શકે તેમ નથી. વ્યક્તિ તેના આદિથી અંત સુધી પોતે પોતાને જ જુએ છે, જાણે છે, સમજે છે અને અનુભવે છે. નવાઈ લાગશે આ વાતથી, પરંતુ ઉપનિષદો તેને હકીકત કહે છે.

જ્યારે તમે બીજાને જુઓ છો ત્યારે બીજાને નહીં, પણ તમને જ જુઓ છો; બીજાને સાંભળો છો ત્યારે બીજાને નહીં, તમને જ સાંભળો છો અને બીજાને સમજો છો તે બીજાને નહીં, પણ તમને જ સમજો છો.

એક વ્યક્તિ જ્યારે કોઈ વસ્તુને જુએ છે ત્યારે તે વસ્તુ જ તેને દેખાય તે જરૂરી નથી, પરંતુ તેની જે નજરથી તે જુએ છે તે જ વસ્તુ તેને દેખાય છે. હા, બે વ્યક્તિઓ જ્યારે એક વસ્તુને એક દૃષ્ટિથી અને એક સમાનતાથી જુએ તો તે બંનેનો અનુભવ લગભગ સરખો હશે, પરંતુ બિલકુલ સમાન તો નહીં જ. એક સૂક્ષ્મ ભેદ તેમાં પણ રહેશે. આ કારણથી જ ઉપનિષદો કહે છે : ‘ઌક્રબ્જીભ ૠક્રળ્ન્કઌસ્ર્જીસ્ર્ ભજીસ્ર્ૠક્રભક્રઌષ્ટ બ઼્ક્રપ્તક્રૠક્રૅ ત્ન અર્થાત્‌

એવા કોઈ બે મુનિઓ નહીં મળે કે જેમનો એક બાબતમાં મત એક થતો હોય.

આકાશમાં ચમકી રહેલા તારાઓ વાસ્તવિકપણે નાનકડા તારાઓ નથી. પણ પૃથ્વી કરતાં હજારોગણા મોટા ગ્રહો છે, તેમ છતાં પૃથ્વી ઉપરથી સીધી નજરે જોનારને તે ટમટમતા દીવા જેવા ભાસે છે, પણ જો કોઈ પૃથ્વી ઉપરથી જ ટેલિસ્કોપની મદદથી તેને દેખશે, તો તેનો અનુભવ જુદો હશે. તે નહીં કહી શકે કે તે તારો ટમટમતા દીવા સમાન છે, તેમ જ પૃથ્વીને બદલે એ જ તારાને કોઈ તેની નજીક જઈને દેખશે તોપણ તે નહીં કહી શકે કે તે તારો ટમટમતા દીવા જેવો છે. તે તમામ વ્યક્તિઓના અનુભવો જુદાજુદા હશે, કારણ કે તેમની દૃષ્ટિ અને કક્ષાથી જે ભેદ પડશે તે ભેદ, તેનો અલગ અનુભવ તેના જોનારને આપશે.

જે મહાન છે એ જ મહાનતાને પરખી શકે અને જે યોગ્ય છે એ જ યોગ્યતાને પરખી શકે. જેણે યોગ્યતાને પોતાની જાતમાં ન જાણી હોય તે બીજામાં તેની પરખ કેમ કરી શકે ?

આ તો આપણાં શબ્દો, ભાષાઓ અને સંસ્કારો એક જેવાં છે અને એક ઢબે જીવીએ છીએ, તેથી બીજાને જોવાનો, સાંભળવાનો કે સમજવાનો માત્ર ભ્રમ થાય છે. એક એવી વ્યક્તિ કે જે શબ્દો, ભાષા અને સંસ્કારથી જુદી હોય તો તેને તમારી વાત સમજાવવાનો કોઈ રસ્તો નહીં મળે. તે એ જ સમજશે જે તે પોતાની જાતમાં સમજશે.

મારા એક મિત્રનો પુત્ર સ્વિત્ઝર્‌લૅન્ડમાં હોટેલ મૅનેજમેન્ટનો કોર્સ કરવા ગયેલો. મોકો મળતાં મારા મિત્ર પણ પુત્રને મળવાના બહાને સ્વિત્ઝર્‌લૅન્ડની યાત્રાએ ઊપડી ગયા. એક મહિના માટેનું તેમનું રોકાણ હતું. પરંતુ તેઓ તો પંદર દિવસમાં જ પરેશાન થઈ ગયા, કારણ કે આપણું ગુજરાતી શાક, ગુજરાતી રોટલી અને દાળ-ભાત લગભગ તેમની ટુર દરમિયાન ઉપલબ્ધ રેસ્ટોરન્ટમાં મળતાં ન હતાં.

દરમિયાન એક જગ્યાએ એક રેસ્ટોરન્ટમાં તેમને મળેલા મેનું લિસ્ટમાં ‘ઇન્ડિયન વેજિટેબલ્સ’ લખેલું મેનું મળ્યું કે જેમાં કોબી, ફલાવર અને રિંગણ જેવી વાનગી લખી હતી. મારા તે મિત્રે હોંશેહોંશે કોબીજ અને બેંગન વેજિટેબલનો ઓર્ડર આપ્યો અને કોબી અને રિંગણના શાકનાં સપનાં જોતા હળવા તાલમાં ટેબલ પર તબલાં વગાડતા રહ્યા. લગભગ ૧૫ મિનિટ પછી વેઈટર કાચી કોબીનાં મોટાં-મોટાં પાન અને કાચાં રિંગણના મોટા-મોટા સુધારેલા ટુકડાઓ લઈને આવ્યો, જેને જોતાં જ મારા મિત્રના તો હોશ ઊડી ગયા. કકડીને લાગેલી ભૂખમાં જે કોબી અને રિંગણના શાકનાં સપનાં તેઓ જોતા હતા તેનાથી જુદી જ વેરાયટી લઈને વેઈટર આવ્યો હતો કે જેમાં મીઠું, મરચું કે તેલ - કાંઈ પણ ન હતું.

મારા મિત્રે વેઈટરને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો કે તે આ કોબીજ અને રિંગણને ફ્રાય કરીને મીઠું, મરચું અને મસાલા નાખીને આપે, પણ તેમની વાતમાં તે કાંઈ ન સમજ્યો. એટલે તે રેસ્ટોરાંના મૅનેજરને લઈ આવ્યો. મારા મિત્રે રેસ્ટોરાંના મૅનેજરને સમજાવ્યું : “જો, ભાઈ ! હ્લૈજિં ષ્ઠેં ંરી ષ્ઠટ્ઠહ્વહ્વટ્ઠખ્તી ટ્ઠહઙ્ઘ મ્િૈહદ્ઘટ્ઠઙ્મ ૈહ ર્જદ્બી જદ્બટ્ઠઙ્મઙ્મ ૈીષ્ઠીજ ટ્ઠહઙ્ઘ ંરીહ ર્ષ્ઠર ૈં ૈહ ટ્ઠ ર્ષ્ઠરીિ. ્‌રીહ ઙ્ઘર્િ ર્જદ્બી જટ્ઠઙ્મં, ષ્ઠરૈઙ્મઙ્મઅ ટ્ઠહઙ્ઘ ખ્તટ્ઠઙ્મિૈષ્ઠ. ૈંક ર્એ ર્ઙ્ઘ ંરૈજ, ંરીહ ૈં ુૈઙ્મઙ્મ હ્વી ઙ્મૈાી ંરી ૈંહઙ્ઘૈટ્ઠહ દૃીખ્તીંટ્ઠહ્વઙ્મી.”

હોટેલ મૅનેજર સમજી શકે એટલે તેમણે એક નૉન-વેજિટેરિયન દૃષ્ટાંત પણ આપ્યું : “જો ભાઈ ! ્‌રૈજ દૃીખ્તીંટ્ઠહ્વઙ્મીજ જર્રેઙ્મઙ્ઘ હ્વી ર્ષ્ઠરીઙ્ઘ દ્ઘેજં ઙ્મૈાી ટ્ઠ ષ્ઠરૈષ્ઠાીહ કિઅ.” થોડી વારે વેઈટર પાછો ડિશ લઈને આવ્યો, તો તેમાં ચીકનની સાથે થોડાં કોબીજનાં પાંદડાઓ અને રિંગણના ટુકડાઓ નાખેલા હતા, જે જોઈને મારા તે શુદ્ધ શાકાહારી મિત્ર તો ભડકી ગયા અને જમ્યા વગર જ રેસ્ટોરન્ટ છોડીને નીકળી ગયા.

ભાષા, શબ્દો અને સંસ્કારોની એકતાથી આપણે એકબીજાને સમજતા અને જાણતા હોવાનો ભ્રમ ધરાવીએ છીએ, જે કંઈક અંશે એકબીજાને એકબીજા સાથે બંધબેસતો આવે ત્યાં સુધી ટકી રહે છે, પરંતુ તેમાં કોઈ ગરબડ થાય તો તેવી સમજણો પણ ઘડીભરમાં વિખેરાઈ જાય છે. આખી જિંદગી એકબીજાની સાથે કાઢ્યા પછી પણ એકબીજાને ઓળખી ન શક્યા તેવો અફસોસ મોટા ભાગના લોકો કરતા હોય છે.

આ તો બહારની ઓળખાણોની વાત થઈ, પરંતુ અંદરની ઓળખાણો તો તેનાથીયે જટિલ છે. અંદરની લાગણીઓ, મનના પ્રતિભાવો, બુદ્ધિગત સમજણ વગેરે તો એવાં છે કે વ્યક્તિ પોતે પોતાની જાત સિવાય બીજાને સમજાવી શકતી નથી. જે શબ્દ બીજી વ્યક્તિને કહેવામાં આવે છે તે શબ્દ બોલનારી વ્યક્તિ પોતાની જાતમાં જે રીતે સમજે છે તેવી જ રીતે તેને સાંભળનારી વ્યક્તિ પોતાની જાતમાં ન સમજે ત્યાં સુધી તે બોલનારનો શબ્દ તેને સાંભળનારા માટે નકામો છે. તે શબ્દનો અર્થ તો જ સરે. જો તેને સાંભળનારો પોતાની જાતમાં તે શબ્દનો અર્થ સમજે.

એક ગુજરાતી (ગુજ્જુ) દિલ્હી ફરવા ગયો હતો અને ફરતાં-ફરતાં ખાઈખાઈને બીમાર પડ્યો, જેથી તેને દિલ્હીની એક હૉસ્પિટલમાં દાખલ કર્યો. પહેલા દિવસે ડૉક્ટર થોડી સારવાર કરી, દવાઓ આપીને જતા રહ્યા અને બીજા દિવસે ગુજ્જુની ખબર કાઢવા આવ્યા એટલે ડૉક્ટરે પૂછ્યું : “કૈસે હો, ભૈયા ?”

ગુજ્જુ :“તબિયત અબ ભી ખરાબ હૈ.”

ડૉક્ટર :“ક્યા દવાઈ ખા લી થી ?”

ગુજ્જુ :“ખાલી નહીં, ભરી હુઈ થી.”

ડૉક્ટર :“નહીં જી, મેરા મતલબ હૈ દવાઈ લે લી થી?”

ગુજ્જુ :“જી, આપ હી સે તો લી થી.”

ડૉક્ટર :“અરે, દવાઈ પી લી થી ?”

ગુજ્જુ :“નહીં જી, દવાઈ નીલી થી.”

ડૉક્ટર :“અરે બેવકૂફ ! મૈં કહતા હૂં પી લિયા થા ?”

ગુજ્જુ :“નહીં જી, પીલિયા તો મુજે નહીં થા, બુખાર થા.”

ડૉક્ટર :“અબે ગધે ! દવાઈ કો ખોલ કે મુંહ મેં રખ લિયા થા ?”

ગુજ્જુ :“નહીં જી, આપ હી ને તો કહા થા કી ફ્રિજ મેં રખના.”

ડૉક્ટર (ચિલ્લાઈને) : “ઉલ્લુ કે પઠ્ઠે ! માર ખાયેગા ક્યા ?”

ગુજ્જુ :“જી નહીં, દવાઈ ખાઉંગા.”

ડૉક્ટર :“અબે, જા ! નિકલ સાલે ! પાગલ કર દેગા !”

ગુજ્જુ :“ફિર કબ આઉં ?”

ડૉક્ટર :“મરને કે બાદ.”

ગુજ્જુ :“જી, કિતને દિન બાદ ?”

ડૉક્ટરને આવી ગયાં ચક્કર, ગુજુજુ થયો રફુચક્કર.

શબ્દ બહાર છે, પણ તેની સમજણ અંદર છે. દૃશ્ય બહાર છે, પણ તેનો દ્રષ્ટા અંદર છે. સ્પર્શ બહાર છે, પણ તેની અનુભૂતિ અંદર છે. જેવો અંદરનો અનુભવનારો છે તેવી જ અનુભૂતિ થાય છે. ક્યારેક આવા પ્રસંગો આપણને હાસ્ય આપે છે, તો ક્યારેક પીડા પણ આપે છે. પંજાબ પ્રાંતના પ્રસિદ્ધ સૂફી સંત બુલ્લેશાહના શબ્દો છે :

ચલ બુલ્લા ચલ ઓથૈ ચલીએ ઈથૈ સારે અંધે,

ના કોઈ સડ્ડી જાત પછાણે, ના કોઈ સાણુ મનમેં.

મનુષ્યને તેના પોતાના અંતરઘટ સિવાય જોવા, જાણવા કે સમજવાનો અન્ય કોઈ મોકો નથી. પોતાના અંતરઘટની ઉપમાથી જ વ્યક્તિ બહારનું સમજી શકે છે, અન્યથા નહીં, જેથી કૃષ્ણ કહે છે : ‘ત્ત્ક્રઅૠક્રક્રહ્મૠસ્ર્શ્વઌ ગષ્ટશ્ક્ર ગધ્ઽસ્ર્બ્ભ સ્ર્ક્રશ્વશ્ચપળ્ષ્ટઌ ત્ન’

રેસમાં જીતેલો ઘોડો નથી જાણતો કે તે જીત્યો છે, તેની દોડ તો તેના માલિક તરફથી અપાતી તકલીફોના કારણે છે. પહેલા નંબરે આવેલા ઘોડાના ગળામાં પહેલા નંબરનો પહેરાવવામાં આવતો મેડલ તેના માલિકને ખુશ કરી શકે, ઘોડાને નહીં. ઘોડો તો લીલા ઘાસથી ખુશ થાય છે, મેડલથી નહીં. પ્રાણીમાત્રને પ્રકૃતિએ બિગ બૅંગ જેવા ગુણોવાળો સ્વભાવ આપ્યો છે. તે ગુણોને જ તે જુએ છે, જાણે છે અને અનુભવે છે.

મેં સાંભળ્યું છે કે એક કૂતરા અને બિલાડીમાં મિત્રતા હતી. રોજ સાંજે એક બગીચામાં તેઓ મળતાં અને એકબીજાની વાત કરતાં. એક દિવસ બિલાડીએ કહ્યું : “આજે તો મને ખૂબ સુંદર સ્વપ્ન આવ્યું, જેમાં મેં જોયું કે વર્ષા થતી હતી, પણ વર્ષામાં પાણી નહીં, ઉંદરનો વરસાદ થતો હતો !” આટલું કહેતાં તો બિલાડીનું મોં પાણીથી ભરાઈ ગયું, પણ કૂતરાને બિલાડીની વાત ન સમજાઈ, ન તેમાં રસ પડ્યો.

બીજા દિવસે કૂતરાએ કહ્યું : “આજે તો મને સપનું આવ્યું, જેમાં સૂકાં હાડકાંઓનો વરસાદ વરસતો હતો !” એટલું બોલતાં તો કૂતરાના મોંમાં પાણી ભરાઈ ગયું, પણ બિલાડીને કૂતરાની વાતમાં જરાયે રસ ન પડ્યો. બિલાડીએ કહ્યું : “અરે, નાદાન કૂતરા ! જો વર્ષા થાય તો ઉંદરોની જ વર્ષા થાય, ક્યાંય સૂકાં હાડકાં વરસતાં હશે ?” બસ, એ જ દિવસથી બંને વચ્ચે ઝઘડો થયો, જે આજ દિવસ સુધી ચાલી રહ્યો છે.

બીજી વ્યક્તિ બીજાને ત્યારે જ સમજી શકે, જ્યારે તે પોતાની જાતમાં તેની સ્થિતિએ પહોંચે. પોતાના આત્માની ઉપમાથી જ બીજાને સમજી શકાય, અન્યથા નહીં. પારકા જ્ઞાનથી પારકો નથી સમજાતો. પારકાને સમજવા પણ જ્ઞાન તો પોતાનું જ જોઈએ. વળી જ્ઞાન અંદરથી આવે છે, બહારથી નહીં. શિકાગો કૉન્ફરન્સમાં વિવેકાનંદે ભારતના સુપ્રસિદ્ધ ‘કૂપમંડૂક-ન્યાય’ને સમજાવતાં કહેલું : “્‌રી ર્જેષ્ઠિીર્ ક ાર્હુઙ્મીઙ્ઘખ્તી ૈજ કર્િદ્બ ૈહજૈઙ્ઘી ટ્ઠહઙ્ઘ ર્હંર્ ક ંરીર્ ેંજૈઙ્ઘીર્ ક ટ્ઠ રેદ્બટ્ઠહ હ્વીૈહખ્ત.”

પ્રત્યેક પ્રાણીમાત્ર પ્રકૃતિએ રચેલા ગુણધર્મો મુજબનો એક બિગ બૅંગ છે. તે પોતાની જાતમાં અનુઠો છે, બેજોડ છે. તે બિગ બૅંગ પ્રકૃતિના રચેલા ગુણધર્મો સાથે અસ્તિત્વમાં આવ્યો છે અને તે ત્યારે જ પૂરો થાય છે, જ્યારે તેના ગુણધર્મોનું કાર્ય પૂર્ણ થાય છે. તે બિગ બૅંગથી જ તેનાં કર્મોની શરૂઆત થાય છે, તેથી જ પ્રત્યેક વ્યક્તિએ પોતપોતાના ગુણધર્મો મુજબના સ્વભાવ અનુસાર પોતાનાં કર્મોમાં જીવવું જ યોગ્ય છે તેવો કૃષ્ણનો મત છે : ‘જીશ્વજીશ્વ ઙ્ગેંૠક્રષ્ટદ્ય્સ્ર્બ઼્ક્રથ્ભઃ ગધ્બ્ગઉંર ૐ઼ક્રભશ્વ ઌથ્ઃ ત્ન’

***