Karmno kaydo - 11 in Gujarati Fiction Stories by Sanjay C. Thaker books and stories PDF | કર્મનો કાયદો ભાગ - 11

કર્મનો કાયદો ભાગ - 11

કર્મનો કાયદો

શ્રી સંજય ઠાકર

૧૧

કર્મ અને કર્તાભાવ

કર્મના કર્તાભાવના કારણે જ વ્યક્તિને કર્મનું બંધન થાય છે. કર્તાભાવના કારણે જ વ્યક્તિ ફસાયેલી છે, બંધાયેલી છે. દુનિયામાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ મળે કેજે કર્મ કરતી હોવા છતાં તે કર્તાભાવથી મુક્ત હોય. કર્મ અને કર્તાભાવના રહસ્યને જણાવતાં શ્રીકૃષ્ણ કહે છે :

ત્ઙ્ગેંઢ્ઢભશ્વઃ બ્ઇેંસ્ર્ૠક્રક્રદ્ય્ક્રક્રબ્ઌ ટક્રળ્દ્ય્ક્રહ્મઃ ઙ્ગેંૠક્રક્રષ્ટબ્દ્ય્ક્ર ગષ્ટઽક્રઃ ત્ન

ત્ત્દ્યધ્ઙ્ગેંક્રથ્બ્ૠક્રઠ્ઠઋક્રઅૠક્રક્ર ઙ્ગેંભક્રષ્ટદ્યબ્ૠક્રબ્ભ ૠક્રર્સ્ર્ભિંશ્વ ત્નત્ન

ટક્રટ્ટભક્ર : ૩-૨૭

ત્ઙ્ગેંઢ્ઢઅસ્ર્હ્મ ન ઙ્ગેંૠક્રક્રષ્ટબ્દ્ય્ક્ર બ્ઇેંસ્ર્ૠક્રક્રદ્ય્ક્રક્રબ્ઌ ગષ્ટઽક્રઃ ત્ન

સ્ર્ઃ ઽસ્ર્બ્ભ ભબક્રઅૠક્રક્રઌૠક્રઙ્ગેંભક્રષ્ટથ્ધ્ ગ ઽસ્ર્બ્ભ ત્નત્ન

ટક્રટ્ટભક્ર : ૧૩-૨૯

અર્થાત્‌ પ્રકૃતિથી સર્વ કર્મો છે અને તેમનું સમગ્ર નિયમન પણ પ્રકૃતિ જ કરે છે, તેમ છતાં અહંકારના કારણે વિમૂઢ થયેલો જીવાત્મા પોતાને કર્મનો કર્તા માને છે. પ્રકૃતિથી જ સર્વ કર્મ અને ક્રિયાઓ છે એમ જોઈને જે જીવાત્માને અકર્તા જુએ છે તે જ સાચું જુએ છે. શ્રીકૃષ્ણનું સૂત્ર બહુ સ્પષ્ટ છે. કોઈપણ વ્યક્તિમાં આરોપિત થતો કર્તાભાવ તો તેની મૂઢતાના કારણે જ છે, અન્યથા પ્રકૃતિ જ સમગ્ર કર્મોની કર્તાહર્તા અને સમાહર્તા છે.

આપણે ચાલીએ છીએ ત્યારે ખરેખર આપણે નહીં, પગ ચાલે છે, છતાં આપણે કહીએ છીએ કે હું ચાલું છું. આપણે બોલીએ ત્યારે આપણે નહીં, પણ જીભ અને મોં બોલે છે, છતાં આપણે કહીએ છીએ કે હું બોલું છું. જોઈએ ત્યારે આપણે કહીએ છીએ કે હું જોઉં છું, પણ ખરેખર જોવાનું કામ તો આંખો કરે છે. શ્રીકૃષ્ણના શબ્દોમાં કહીએ તો :

‘ઌહ્મ ઉંઙ્ગેંબ્નઅઙ્ગેંથ્ક્રશ્વૠક્રટ્ટબ્ભ સ્ર્ળ્દૃભક્રશ્વ ૠક્રર્સ્ર્શ્વિંભ ભડ્ડબ્ભૅ ત્ન

ઽસ્ર્ધ્ઽક્રઢ્ઢદ્ય્ર્જીિંઢ્ઢઽક્રધ્પટ્ટઝક્રત્પ્તક્રઽઌર્ટિંક્રહૃન્ર્જીિંર્િંઈગઌૅ ત્નત્ન

ત્ૐબ્ર્િંગઢ્ઢપઌૅ ટક્રઢ્ઢદ્યૅદ્ય્ક્રપ્તક્રળ્બ્ર્િંૠક્રબ્શ્ક્રબ્ ત્ન

શ્નબ્ર્ઘ્ત્સ્ર્ક્રિંદ્ય્ક્રટ્ટબ્ર્ઘ્ત્સ્ર્ક્રિંબશ્વષ્ટળ્ ભષ્ટર્ભિં શ્નબ્ભ મક્રથ્સ્ર્ઌૅ ત્નત્ન

ટક્રટ્ટભક્ર : ૫ : ૮-૯

શ્રીકૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ તત્ત્વયુક્ત થાય છે અને પોતાના અહંકારને ઇન્દ્રિયો કે કર્મોમાં આરોપિત નથી કરતી તે સારી રીતે જાણે છે કે જોવામાં, સ્પર્શ કરવામાં, સાંભળવામાં, સૂંઘવામાં, જવામાં કે આવવામાં, શ્વાસ લેવામાં કે છોડવામાં, ખાવામાં કે પીવામાં, આંખો ઉઘાડવામાં કે બંધ કરવામાં ઇન્દ્રિયો જ ઇન્દ્રિયોમાં વર્તે છે અને હું અર્થાત્‌ અહં તેમાં કાંઈ કરતો નથી.

જો પગ ન હોય તો ચાલી ન શકાય, જીભ ન હોય તો બોલી ન શકાય, આંખ ન હોય તો જોઈ ન શકાય, દરેક ઇન્દ્રિય જ કાર્ય કરે છે, છતાં ઇન્દ્રિયોનાં કાર્યોને વ્યક્તિ પોતાના અહંકારમાં આરોપિત કરીને તેનો કર્તાભાવ ધારણ કરે છે. વાસ્તવિક રીતે કર્મોનું કર્તાપણું ઇન્દ્રિયો અને તેમની ક્રિયામાં રહેલું છે અને ઇન્દ્રિયો અને તેમની ક્રિયાઓ પ્રકૃતિનો હિસ્સો હોવાથી સમગ્ર કર્તાપણું પ્રકૃતિનું છે, તેમ છતાં પ્રકૃતિનાં આ બધાં કાર્યોની પાછળ અહંકાર લાગેલો રહે છે તેનું મૂળ કારણ શું છે ?

આ સંબંધે ‘શ્રીમદ્‌ ભાગવત’માં સુંદર અને રહસ્યમય ચર્ચા આપી છે, જેમાં વિદુર અને ઋષિ મૈત્રેયનો સંવાદ છે. મૈત્રેય એક મહાન વિજ્ઞાનદ્રષ્ટા પુરુષ છે. અહંકાર સંબંધે તેમની વાત ખૂબ જ મનનીય અને નોંધનીય છે. તેમના શબ્દો છે :

ૠક્રદ્યડ્ડક્રડ્ડક્રબ્દ્બઙ્ગેંળ્ક્રષ્ટદ્ય્ક્રક્રઘ્દ્યધ્ભડ્ડધ્ધ્ પ્સ્ર્પક્રસ્ર્ભૅ ત્ન

ઙ્ગેંક્રસ્ર્ષ્ટઙ્ગેંક્રથ્દ્ય્ક્રઙ્ગેંશ્ક્રક્રષ્ટઅૠક્રક્ર ઼ક્રઠ્ઠભશ્વબ્ર્ઘ્ત્સ્ર્િંૠક્રઌક્રશ્વૠક્રસ્ર્ઃ ત્નત્ન

હ્મઙ્ગેંક્રબ્થ્ઙ્ગેંજીભહ્મપગ ભક્રૠક્રગશ્વઅસ્ર્દ્યધ્ બ્શ્ક્રમક્ર ત્ન

ત્ત્દ્યધ્ભડ્ડક્રબ્દ્બઙ્ગેંળ્ક્રષ્ટદ્ય્ક્રક્રર્િંૠક્રઌક્રશ્વ હ્મઙ્ગેંક્રબ્થ્ઙ્ગેંક્રઘ઼્ક્રઠ્ઠભ ત્નત્ન

ઊંક્રટ્ટૠક્રઘ્ૅ ઼ક્રક્રટક્રભ : જીઙ્ગેંધ્મ ૩, ત્ત્. : ૫-૨૯/૩૦

મૈત્રેયનું કહેવું છે કે જ્યારે પરમાત્માને જગત રચવાની ઇચ્છા થઈ ત્યારે પરમાત્માએ પોતાની માયાશક્તિમાં પોતાના આત્મરૂપથી પ્રવેશ કર્યો, જેથી તે અવ્યક્ત પ્રકૃતિમાંથી મહાતેજસ્વી અને વિજ્ઞાનસ્વરૂપ મહત્તત્ત્વની ઉત્પત્તિ થઈ. જે પછી તે મહત્તત્ત્વ વિકૃત થતાં તેમાંથી સૌપ્રથમ અહંકારની ઉત્પત્તિ થઈ, જે ત્રિગુણાત્મક પ્રકૃતિના કારણે ત્રણ પ્રકારનો થયો.

આ અહંકારથી મન નિર્મિત થયું, જે મનરૂપી ઇન્દ્રિયથી સૌપ્રથમ શબ્દતન્માત્રા ઉત્પન્ન થઈ. શબ્દ તન્માત્રાથી આકાશ ઉત્પન્ન થયું. આકાશથી સ્પર્શ-તન્માત્રા થઈ અને સ્પર્શથી વાયુ ઉત્પન્ન થયો. તે વાયુએ આકાશસહિત વિકૃત થઈને રૂપ-તન્માત્રાની રચના કરી અને તેનાથી જગતને પોતાના તેજથી ભરી દેતો અગ્નિ ઉત્પન્ન થયો. આકાશ, વાયુ અને તેજમાં વિકાર થવાથી રસ નામની તન્માત્રાની ઉત્પત્તિ થઈ, જેણે તેના કાર્યભૂત જળને ઉત્પન્ન કર્યું, જે પછી તે સઘળા પદાર્થોએ મળીને ગંધ-તન્માત્રા પેદા કરી અને જેના કાર્યભૂતરૂપે પૃથ્વી ઉત્પન્ન થઈ.

મૈત્રેયનો સૃષ્ટિની ઉત્પત્તિનો ક્રમ આજના વિજ્ઞાનને પણ સ્વીકારવો પડી રહ્યો છે. વિજ્ઞાન કહે છે કે શબ્દ એ દુનિયાની પ્રથમ અને અંતિમ શક્તિ છે. શબ્દનો ક્યારેય નાથ થતો નથી. શબ્દ સર્વત્ર મોજૂદ રહે છે. આ હકીકતના આધારે જ રેડિઓ અને મોબાઈલ જેવાં સાધનોની શોધ થઈ છે. જો શબ્દ સર્વત્ર મોજૂદ ન હોત તો રેડિઓ કે મોબાઈલ તેને પોતાના યંત્રમાં ઝીલી શકત નહીં. ભારતીય દર્શન માને છે કે સૌપ્રથમ જે શબ્દ થયો તે ત્રણ માત્રાવાળો ૐકાર હતો. ભારતમાં જન્મ પામેલા દરેક ધર્મે ૐકારનો સ્વીકાર કર્યો છે, પછી તે જૈન, બૌદ્ધ કે શીખ, ગમે તે હોય, પરંતુ ૐકાર તેમને માન્ય છે. મુસ્લિમોનો પવિત્ર શબ્દ પણ ‘આમિન’ છે, જે પણ લગભગ ૐકારને મળતો આવે છે.

પરમાત્માની શક્તિએ ભૌતિક જગતમાં સર્વપ્રથમ ૐકારની રચના કરી અને ત્યારપછી આકાશાદિ પંચમહાભૂતો વગેરે થયાં, પરંતુ મૈત્રેયનું કહેવું છે કે ભૌતિક જગતની ઉત્પત્તિ પહેલાં પરમાત્માની વિજ્ઞાનસ્વરૂપા શક્તિએ સૂક્ષ્મ જગતમાં સૌપ્રથમ અહંકારને ઉત્પન્ન કર્યો, જે અહંકારે જ ત્રિવિધ રૂપમાં સમગ્ર જગતની રચના કરી છે, તેથી અહંકાર એ સૃષ્ટિના મૂળ સુધી ફેલાયેલી ઘટના છે અને એટલી શક્તિશાળી છે કે સમગ્ર ભૌતિક જગતની સૃૃષ્ટિ નાશ પામે તોપણ અહંકારનો નાશ થતો નથી.

અહંકારનો જન્મ જગતના જન્મ પહેલાં થયો છે. અહંકારને જ શિવરૂપ માનવામાં આવ્યો છે. અહંકાર જ પુરુષ છે અને અહંકાર જ શેષનાગ કે સંકર્ષણ છે. મૌલિક અહંકાર જ સમગ્ર જગતનો આધાર છે, પરંતુ અહંકારમાં કોઈ કર્મ કે ક્રિયાઓ નથી. કર્મ અને ક્રિયાઓ પ્રકૃતિનાં છે, તેથી જ્યારે કોઈ કર્મ કે તેની ક્રિયાઓ અહંકારમાં આરોપિત થાય છે ત્યારે તે મિથ્યા છે. કર્મ અને ક્રિયાઓમાં અહંકાર સાક્ષીમાત્ર છે તેવી હકીકત જે જાણે છે તેનો અહંકાર મિથ્યામાં આરોપિત થતો અટકે છે.

જ્ઞાનમાર્ગની સાધના અહંકારને તેના મૂળ સ્થાને લઈ જવાની સાધના છે. જ્ઞાનમાર્ગની સાધના ‘કોડહમ્‌’. ‘અહં બ્રહ્માસ્મિ’ના સૂત્ર ઉપર પૂર્ણ થાય છે. આ યાત્રાપથમાં વ્યક્તિ જ્યાં-જ્યાં તેનો અહંકાર કર્મો અને ક્રિયાઓમાં આરોપિત છે ત્યાંત્યાંથી બોધપૂર્વક તેનો પરિચ્છેદ ઉડાડતી જાય છે અને એક એવા સ્થાને પહોંચે છે, જ્યાં તમામ કર્મો અને ક્રિયાઓ નામશેષ થઈને કેવળ સાક્ષીમાત્ર બચી રહે છે. શંકરાચાર્યની પ્રસિદ્ધ ઉક્તિઓ છે :

ૠક્રઌક્રશ્વખ્ક્રળ્રસ્ર્દ્યધ્ઙ્ગેંક્રથ્બ્નડ્ડક્રક્રઌટ્ટ ઌક્રદ્યૠક્રૅ, ઌ ન ઊંક્રક્રશ્વશ્ક્રબ્પજશ્વ ઌ ન ઝક્રત્ક્રદ્ય્ક્રઌશ્વશ્ક્રશ્વ

ઌ ન પ્સ્ર્ક્રશ્વૠક્ર઼ક્રઠ્ઠબ્ૠક્રઌષ્ટ ભશ્વપક્રશ્વ ઌ ક્રસ્ર્ળ્બ્ઘ્ક્રઌધ્ઘ્સ્ધ્ બ્ઽક્રક્રશ્વશ્ચદ્યૠક્રૅ બ્ઽક્રક્રશ્વશ્ચદ્યૠક્રૅ ત્ન

ઌ ૠક્રશ્વ ૠક્રઢ્ઢઅસ્ર્ળ્ઽક્રધ્ઙ્ગેંક્ર ઌ ૠક્રશ્વ પક્રબ્ભ઼ક્રશ્વઘ્ઃ બ્ભક્ર ઌહ્મ ૠક્રશ્વ ઌહ્મ ૠક્રક્રભક્ર ઌ પર્િંૠક્રઃ ત્ન

ઌ ખ્ક્રર્મિંળ્ઌષ્ટ બ્ૠક્રશ્ક્ર ટક્રળ્ન્ઌહ્મ બ્ઽક્રષ્ઠસ્ર્ધ્ બ્નઘ્ક્રઌધ્ઘ્સ્ધ્ બ્ઽક્રક્રશ્વશ્ચદ્યૠક્રૅ બ્ઽક્રક્રશ્વશ્ચદ્યૠક્રૅ ત્નત્ન

(ત્ત્ક્રઙ્મ ઽક્રધ્ઙ્ગેંથ્ક્રનક્રસ્ર્ષ્ટ)

શંકર કહે છે : “ન હું મન છું, ન બુદ્ધિ ન ચિત્ત, ન તેની ભાવનાઓ કે ન તેનો આશ્રિત અહંકાર, ન જોવા, સાંભળવા કે સૂંઘવાનું કામ કરતી કોઈ ઇન્દ્રિય, ન પૃથ્વી, ન વાયુ, ન આકાશ કે અગ્નિ, હું તો ચિદાનંદસ્વરૂપ શિવ છું. ન મારું કોઈ મૃત્યુ છે, ન મને કોઈ જાતિભેદ છે, ન મારાં કોઈ માતા કે પિતા છે, ન મારો કોઈ ગુરુ છે, ન કોઈ શિષ્ય, હું તો ચિદાનંદસ્વરૂપ શિવ છું.”

જ્યારે અહંકાર કર્મ અને ક્રિયાઓના કર્તાભાવથી ભિન્ન થઈને પોતાને સાક્ષીભૂત જુએ છે ત્યારે અહંકારના તમામ મિથ્યા દોષારોપણનો અંત આવે છે. અહંકાર મિથ્યા તત્ત્વોમાં દોષારોપિત થતો અટકે અને પોતાના શુદ્ધ સ્વરૂપમાં બિરાજે તે ઘટના સાક્ષીત્વના બોધની પરમ ઉપલબ્ધિ છે અને એ જ પરમ મુક્તિ છે.

પરંતુ કર્મ અને ક્રિયાઓ કે જે પ્રકૃતિનો હિસ્સો છે તેમાં મૂઢતાવશ લાગેલ અહંકાર તો વ્યક્તિને અકારણ બોજ વહાવે છે. તેવી વ્યક્તિનો અહંકાર જ જીવનનું દુઃખ છે. ટ્રેન કે બસમાં સવાર થયેલી વ્યક્તિ પોતાના માથા પર પોટકું ઊંચકી રાખે અને એમ માને કે તે પોટકાનું વજન તેના ઉપર રહ્યું છે, તેવી રીતે કર્મ અને ક્રિયાઓના અહંને વહન કરનારા સેંકડો લોકો જીવનની સફર કરી રહ્યા છે અને અકારણ દુઃખી થઈ રહ્યા છે. નરસિંહ મહેતા કહે છે : “શકટનો ભાર જ્યમ શ્વાન તાણે.”

શ્રીકૃષ્ણ ‘ત્ત્દ્યધ્ઙ્ગેંક્રથ્બ્ૠક્રઠ્ઠઋક્રઅૠક્રક્ર’ જેવા શબ્દનો પ્રયોગ કરીને તેને મૂઢ ગણાવે છે. માણસને અહંકાર ક્રિયાઓ અને કર્મો ઉપર આરોપિત કરવાનો એટલો રસ છે કે પોતાનાં કરેલાં કર્મો સિવાય ન કર્યાં હોય તેવાં કર્મોનો પણ વ્યક્તિ અહંકાર ઉઠાવવા માગે છે. તે કારણે જ વ્યક્તિ કર્મોની મિથ્યા જાળમાં ફસાય છે.

મેં સાંભળ્યું છે કે એક રાજાએ તેના મંત્રીને કહ્યું : “તમે મારા માટે સુંદર બગીચાનું નિર્માણ કરો. ગમે તે ખર્ચ થાય પણ બગીચો એવો હોવો જોઈએ કે જે બગીચામાં દુનિયાનાં તમામ ફૂલો તેમની સુગંધ વિખેરતાં મારી નજરે ચઢવાં જોઈએ.”

રાજાના આદેશ મુજબ તેના મંત્રીએ સુંદર બગીચાનું નિર્માણ કર્યું. તરેહ-તરહેનાં ફૂલોથી તે બગીચો સુશોભિત થઈ ગયો. બગીચો સંપૂર્ણ તૈયાર થઈ ગયો ત્યારે મંત્રીએ રાજાને બગીચામાં આવવા નિમંત્રણ આપ્યું. રાજા આવ્યો અને બગીચામાં ખીલેલાં પુષ્પોની શોભા જોઈને ખૂબ જ ખુશ થયો. રાજાએ તેના મંત્રીને પૂછ્યુંઃ “આ બગીચાનાં સુંદર પુષ્પોને કોણે ખીલવ્યાં ?” ત્યારે રાજાની શાબાશી મેળવવા મંત્રીએ કહ્યું : “મહારાજ ! આપના હુકમથી મેં જ આ ફૂલોને ખીલવ્યાં છે.” પાસે ઊભેલા મંત્રીના એક મિત્રે કહ્યું : “આવી ભૂલ ન કરો. આ ફૂલો તો ઋતુઓનાં ખીલવેલાં ખીલ્યાં છે.” પરંતુ મંત્રીનું અહં મોટું હતું, તેથી મંત્રીએ તેના મિત્રની વાત નહીં માનતાં ફરી કહ્યું : “મહારાજ ! હું આપની સેવામાં સદાને માટે આ રીતે જ ફૂલોને ખીલવતો રહીશ.” મંત્રીના જવાબથી રાજા ખુશ થયો અને મંત્રીને શાબાશી આપી અને એક લાખ સોનામહોરનું ઇનામ પણ આપ્યું.

થોડા સમય પછી એક દિવસ રાજાને ફરી બગીચામાં જવાનું મન થયું, પણ તે સમય પાનખરનો ચાલતો હતો. રાજા તેના સાથીદારો સાથે બગીચામાં પહોંચ્યો, પરંતુ ત્યાં એક પણ પુષ્પ ખીલેલું ન જોયું, તેથી રાજા બહુ નારાજ થયો. તેણે તરત ફરમાન કર્યું : “આ બગીચામાં પુષ્પોને ખીલવવવાળા મંત્રીને લઈ આવો.” મંત્રી હાજર થયો એટલે રાજાએ કહ્યું : “તેં આ સમયે ફૂલોને કેમ ખીલવ્યાં નથી ?” મંત્રીએ કહ્યું : “મહારાજ ! અત્યારે પાનખર ચાલી રહી છે, તેથી ફૂલો ન ખીલી શકે.” રાજાએ કહ્યું : “જો ફૂલો ઋતુઓ મુજબ ખીલતાં હોય તો તે દિવસે તેં કેમ કહ્યું કે ફૂલો મેં ખીલવ્યાં છે ?” મંત્રી પાસે કોઈ જવાબ ન હતો. હાથ જોડીને ઊભેલા મંત્રીને સજા સંભળાવતાં રાજાએ કહ્યું : “આનું તમામ ધન રાજકોષમાં જમા કરી દો અને તેને પદચ્યુત કરીને કારાગૃહમાં મોકલી આપો.” કર્મમાં અહમ્‌ સેવનારની દશા આવી જ થાય છે.

‘‘ત્ઙ્ગેંઢ્ઢઅસ્ર્શ્વ ન ઙ્ગેંૠક્રક્રષ્ટબ્દ્ય્ક્ર બ્ઇેંસ્ર્ૠક્રક્રદ્ય્ક્રક્રબ્ઌ ગષ્ટઽક્રઃ ત્ન’ પ્રકૃતિ જ સમગ્ર કર્મો અને ક્રિયાઓની કર્તા છે તેમ સમજીને કર્મો અને ક્રિયાઓમાં જે વ્યક્તિ કર્તાભાવને શૂન્યવત્‌ બનાવી લે તેને કોઈ કર્મોનું બંધન ન રહે. શ્રીકૃષ્ણે તો અર્જુનને ત્યાં સુધી કીધું : “અર્જુન ! તું તારી બુદ્ધિને કર્તાભાવના અહંકારથી મુક્ત કરી લે, પછી તારી સામે યુદ્ધમાં ઊભેલા આ તમામનો વધ કરી નાખે તોપણ કર્મનાં કોઈ પાપ તને બાધિત નહીં કરી શકે.”

સ્ર્જીસ્ર્ઌક્રદ્યધ્ૠક્રઙ્ગેંઢ્ઢભક્રશ્વ ઼ક્રક્રક્રશ્વ ખ્ક્રળ્બ્રસ્ર્ષ્ટજીસ્ર્ ઌ બ્ૐતસ્ર્ભશ્વ ત્ન

દ્યઅક્રબ્ ગ શ્નૠક્રક્રર્િંૐક્રશ્વઙ્ગેંક્રઌૅ દ્યબ્ર્ભિં ઌ બ્ઌખ્ક્રર્સ્ર્ભિશ્વ ત્નત્ન

શ્રીકૃષ્ણની આ ઘોષણા અત્યંત મહત્ત્વની છે. શ્રીકૃષ્ણ કહે છે : “કર્મમાં કોઈ પાપ-પુણ્ય નથી. કર્મ તો પ્રકૃતિએ જેવાં રચ્યાં છે તેવાં જ તેની નિયતિ મુજબ કામ કરે છે, પરંતુ કર્મનો કર્તાભાવ પ્રકૃતિને બદલે અહંકારમાં આરોપિત થવાથી દોષ ઊભો થાય છે.” શ્રીકૃષ્ણની આ ઘોષણા સત્યસભર હોવા છતાં ઘણાને ખતરનાક લાગે છે. જે લોકોની અંતદૃષ્ટિ ધૃતરાષ્ટ્રની જેમ આંધળી બની છે તેમને શ્રીકૃષ્ણ ઘાતકી લાગે છે.

મને એક મિત્ર કહેતા હતા : “કોઈ અણુબૉમ્બનો દુનિયાનો નાશ કરવા ઉપયોગ કરે અને અહંકારથી શૂન્ય થઈને બૉમ્બ ફોડે તો શું સેંકડો માણસોની હત્યાનું પાપ તેને ન લાગે ? જાપાનમાં જે અણુબૉમ્બ ઝીંકાયા તેની હત્યાનું પ ાપ જ ન થયું કે શું ?”

મેં તેમને કહ્યુંઃ “પહેલી વાત એ કે તમે માણસને કર્મોમાંથી અહંશૂન્ય થવાની વાતને કોઈ કોટ કે શર્ટનાં બટન ખોલવા જેવી કે પછી માથા પર પહેરેલી ટોપી ઉતારવા જેવી સહેલી ન સમજો કે માણસ જ્યારે ઇચ્છે ત્યારે અહંશૂન્ય થઈ જાય અને ધારે તે કરે.

બીજી વાત એ કે અહંશૂન્ય થયેલી વ્યક્તિની સ્થિતિને સમજવા માટે અહંશૂન્ય થવું જરૂરી છે. જ્યાં સુધી અહંશૂન્યતા ન આવે ત્યાં સુધી અહંકાર એકબીજાં બહાનાં લઈને છળતો રહે છે. અહંકાર પોતાના મૌલિક સ્થાનમાં બિરાજે તેવી ઘટનાઓ દુનિયામાં જવલ્લે જ બને છે. પરંતુ આવી ઘટનાઓ પણ તે લોકો નથી સમજી શકતા, જેનો અહંકાર મૌલિક એટલે કે કર્મોના કર્તાભાવથી શૂન્ય થયો હોય.”

અલહીલાઝ મનસૂરે ‘અનલહક’ અર્થાત્‌ ‘અહં બ્રહ્માસ્મિ’ની ઘોષણા કરી. મનસૂરના ગુરુ જુન્નેદે તેને ના પાડી : “તું આ અજ્ઞાનીઓની ભીડમાં આવી ઘોષણા ન કર, કારણ કે તારી આ ઘોષણાને એવા લોકો નહીં સમજી શકે, જેઓ અહંશૂન્ય થયા નથી અને મિથ્યા અહંકારમાં જ રાચે છે.” મન્સૂરે કહ્યું : “ગુરુવર્ય ! હું તો અનલહકને સમજી ચૂક્યો છું, પરંતુ આ મૂઢ લોકોને એ તત્ત્વ સમજવાનો મોકો ક્યારે મળશે ? જો મારા મોતથી પણ તેમની આંખ ખૂલતી હોય તો મને મરવામાં કોઈ વાંધો નથી.” આખરે મનસૂરે ઘોષણા કરી, પરિણામ એ આવ્યું કે મનસૂરને પકડીને તેને આવી ઘોષણા બદલ મોતની આકરી સજા આપવાનું નક્કી થયું.

મનસૂરને બગદાદના ચોરાહા ઉપર લઈ જવામાં આવ્યો અને ત્યાં લઈ જઈને તેનું એક-એક અંગ કાપવામાં આવ્યું. પહેલાં મનસૂરના હાથ કાપવામાં આવ્યા અને તેને પૂછ્યું : “જો તું જ અલ્લા સમાન હોય તો રોકી લે તારા હાથ કાપતાં હથિયારોને.” મનસૂરે કહ્યું : “હું ન હાથ છું, ન હથિયાર છું, ન હથિયાર ચલાવનારો છું. હું તો તેનો સાક્ષીમાત્ર બોધસ્વરૂપ છું.”

મનસૂરની આ વાત તે એકઠા થયેલા લાખો લોકોમાંથી કોઈને ન સમજાઈ. તેમણે ફરીને મનસૂરના પગ કાપ્યા, પછી જીભ કાપી, આંખો ફોડી અને છેલ્લે તેનું મસ્તક કાપ્યું, પરંતુ મનસૂર તેનો દ્રષ્ટા થઈને હસતો રહ્યો. એકઠી થયેલી ભીડે તો મનસૂરનું માથું કાપીને એમ માન્યું કે પોતાની જાતને અલ્લા કહેવડાવનારા એક જાલિમની હત્યા કરીને અલ્લાનું પ્રિય થાય તેવું સારું કામ કર્યું છે.

ઇતિહાસમાં ક્રૂરમાં ક્રૂર કહી શકાય તેવી હત્યા મનસૂરની થઈ. તેવી જ હાલત જિસસ ક્રાઈસ્ટની થઈ, કારણ કે તેણે પણ ‘કિંગ્ડમ ઑફ ગૉડ’ની વાત કરી હતી. અનલહકની જાહેરાત કરનાર એક ફકીર શરમદનું પણ ગળું કાપીને દિલ્હીની જામા મસ્જિદની સીડીઓ ઉપર ગબડાવવામાં આવ્યું હતું. સૉક્રેટિસને પણ તેની આવી વાતના કારણે જ ઝેર અપાયું. આ બધાએ અહંશૂન્યતાની જ વાત કરી હતી, પરંતુ તે કોઈની સમજણમાં ન આવી.

જોવાની વાત એ છે કે અહંશૂન્યતાની વાત કરનારાઓએ કોઈની હત્યા નથી કરી. તેમણે આ જગતને જેટલો પ્રેમ અને કરુણા આપ્યાં છે એટલાં શાયદ કોઈ આપી નથી શક્યું. હત્યા અને ક્રૂરતા જેવાં પાપ મિથ્યા અહંકારમાંથી જન્મ લે છે. જ્યારે અહંકાર શૂન્યવત્‌ બને છે ત્યારે કોણ કોની હત્યા કરે ? શ્રીકૃષ્ણ કહે છે : “બ્ઙ્ગેંૠક્રૅ ઝક્રક્રભસ્ર્બ્ભ દ્યબ્ર્ભિં બ્ઙ્ગેંૠક્રૅ ?”

મારી આવી વાતો સાંભળીને મારા તે મિત્રે કહ્યું : “તમારી વાત તો બહુ ઊંચી છે, પણ તે વ્યવહારમાં કામ લાગે તેવી નથી.” મેં તેમને કહ્યું : “મિત્ર ! જે વાતો સત્ય હોય છે તે વ્યવહાર હોય કે આધ્યાત્મિકતા, પણ દરેક ઠેકાણે ઉપયોગવાળી જ હોય છે. જો તેમ ન હોત તો ‘ભગવદ્‌ગીતા’નો જન્મ જ ન થાત, કારણ કે અર્જુનના પ્રશ્નો તો યુદ્ધ લડવું કે ન લડવું જેવા વ્યાવહારિક પ્રશ્નો જ હતા, છતાં કૃષ્ણે તે વ્યાવહારિકતાને આધ્યાત્મિકતા સાથે સાંકળી લીધી છે. સાંકળી લીધી એમ કહેવું પણ યોગ્ય નથી, પરંતુ સાચા ઉકેલ સુધી પહોંચવા માટે સાંકળવી પડી છે તેમ કહેવું વધારે યોગ્ય છે, કારણ કે દરેક વ્યવહાર તેના મૂળમાં અધ્યાત્મ સાથે સંકળાયેલો છે.”

તે મિત્ર એક સ્કૂલના શિક્ષક છે, તેથી મેં તેમને કહ્યું : “માનો કે તમારી શાળામાં આંતકવાદીઓ ઘૂસી જાય, જેમ પાકિસ્તાનમાં ઘૂસ્યા તેમ અને તે આતંકવાદીઓ નિર્મમપણે બાળકોની હત્યા કરવા તત્પર દેખાય તો તમે શું કરશો ?” તેણે કહ્યું : “હું તરત પોલીસને જાણ કરીશ.”

મેં કહ્યું : “પોલીસ આવે અને પોલીસ તે આતંકવાદીઓને ઑપરેશન યોજીને મારી નાખે તો તે આતંકવાદીઓની હત્યાના જવાબદાર તમે થશો કે નહીં ?” તેણે મને કહ્યું : “તમે પણ કેવી વાત કરો છો ? હું કઈ રીતે જવાબદાર થઉં ?” મેં તેમને કહ્યું : “પોલીસને જાણ તો તમે કરી હતી.” તેમણે કહ્યું : “મેં તો ખાલી જાણ કરી હતી, તેથી હું જવાબદાર ન થઉં.”

મેં કહ્યું : “સારું, આતંકવાદીની હત્યા માટે તમે જવાબદાર નથી થતા, તો શું પોલીસ જવાબદાર ગણાશે કે કેમ ? જેની ગોળીથી આતંકવાદીઓ મર્યા છે તે પોલીસને કોઈ પાપ લાગશે કે કેમ ?” તેઓ મૂંઝવણમાં પડી ગયા. તેમણે કહ્યું : “પોલીસ પણ કેમ જવાબદાર ગણાય ?” મેં તેમને કહ્યું : “જો હત્યા જ પાપ ગણાય તો એક આતંકવાદીની ગોળીથી વીંધાયેલી લાશ પડી છે, પછી તે હત્યા માટે કોઈ તો જવાબદાર હોવું જોઈએ ને ?”

મારા તે મિત્ર બે હાથ જોડી ગયા. તેમણે મને કહ્યું : “હવે મારી પાસે જવાબ નથી.” મેં કહ્યું : “સાચા જવાબ માટે હવે તમારે આધ્યાત્મિકતાનાં દ્વાર ખોલવાં પડશે. જો આવો પ્રસંગ બને તો ન તે હત્યા માટે તમે જવાબદાર છો અને ન પોલીસ જવાબદાર છે. દુનિયાની કોઈ અદાલત પણ ફોન કરવા બદલ તમને કે ગોળીથી આતંકીને વીંધી નાખવા બદલ પોલીસને કોઈ સજા આપી શકશે નહીં, કારણ કે આતંકવાદીની હત્યામાં તમે કે પોલીસવાળા બેમાંથી કોઈનોય કર્તાભાવ ન હતો.”

પોતાને મારવા આવેલા આતંકવાદીની હત્યા તો પોતાનો સત્ત્વગુણ જ ઇચ્છે છે. પોતાનો સત્ત્વગુણ જ પોતાના જીવનની સુરક્ષા રચે છે. સત્ત્વગુણ નિર્મલ છે, તેથી તે હત્યામાં નહીં, પણ સુરક્ષામાં ઉત્સુક છે. જ્યારે પોતાની સુરક્ષાનો પ્રશ્ન સર્જાય ત્યારે સત્ત્વગુણ પણ હાથમાં હથિયાર ઉઠાવવા મજબૂર છે. તે કારણે જ કૃષ્ણના હાથમાં ચક્ર અને રામના હાથમાં ધનુષબાણ છે. તે કારણે જ મહંમદના હાથમાં તલવાર છે અને તે કારણે જ ન્યાયની દેવીના હાથમાં સજાની તલવાર છે.

એક આરોપીને સજા આપવા માટે ન્યાયાધીશ ઘણું વિચારે છે, બંને પક્ષોની દલીલ સાંભળે છે, પુરાવાઓ તપાસે છે અને તેના અંતે સજા આપે છે. ન્યાયાધીશ જેટલું કાંઈ કરે છે અને વિચારે છે તેટલું તો હત્યા કરનાર હત્યારાએ પણ વિચાર્યું હોતું નથી. તેમ છતાં ઘણુંબધું કર્મ કરવાના અંતે ન્યાયાધીશ કોઈને મોતની સજા નક્કી કરે તો પણ તે પાપનો ભાગીદાર નથી બનતો. કારણ કે ન્યાયાધીશ તેનાં કર્મોમાં કર્તાભાવથી નિર્લેપ છે. ન્યાયાધીશ તો સત્ત્વગુણની સુરક્ષાનો પ્રહરી છે.

પરંતુ જો ન્યાયાધીશ પણ ‘સ્ર્જીસ્ર્ ઌક્રદ્યૠક્રૅ ઙ્ગેંઢ્ઢભક્રશ્વ઼ક્રક્રક્રશ્વ’ના ભાવને ન અનુસરે અને ન્યાયાધીશના કૃત્યમાં અહંકાર ભળે તો ન્યાયાધીશને પાપનો દોષ લાગી શકે. જો ન્યાયાધીશ વિચારે કે આરોપી તેની જ્ઞાતિનો કે સગો છે કે કેમ ? જો ન્યાયાધીશ વિચારે કે આરોપી તરફથી કે તેના વિરોધી પક્ષ તરફથી તેને કોઈ લાભ થશે કે કેમ ? તેમ જ જો ન્યાયાધીશ વિચારે કે સજા કરવા કે ન કરવાથી તેની નોકરી કે પ્રમોશનને શો ફાયદો કે ગેરફાયદો છે ? તો ન્યાયાધીશનું કૃત્ય ‘સ્ર્જીસ્ર્ ઌક્રદ્યૠક્રૅ ઙ્ગેંઢ્ઢભક્રશ્વ઼ક્રક્રક્રશ્વ’ની વ્યાખ્યામાં આવી ન શકે. અહંકારના ભાવ સાથે ન્યાયાધીશે મોતની નહીં, પણ નાનીસરખી સજા પણ કરી હોય તો તે સજાના પાપ માટે તે જવાબદાર છે.”

***

Rate & Review

Arti Patel

Arti Patel 3 years ago

Kishorbhai K

Kishorbhai K 5 years ago

Patel Vinaykumar I
Ishita Shah

Ishita Shah 6 years ago

Purva Angel

Purva Angel 6 years ago