Karmno kaydo - 8 in Gujarati Fiction Stories by Sanjay C. Thaker books and stories PDF | કર્મનો કાયદો ભાગ - 8

કર્મનો કાયદો ભાગ - 8

કર્મનો કાયદો

શ્રી સંજય ઠાકર

નિયતિ, નિમિત્ત અને નિયંતા

ભારતીય દર્શનમાં કર્મની ગહન ગતિ પ્રત્યે બોધપૂર્ણ થવા માટે નિયંતા (ર્ય્ઙ્ઘ), નિયતિ (ડ્ઢીજૈંહઅ) અને નિમિત્ત (ઁિીીંટં) - એવા ત્રણ ભેદ કરવામાં આવ્યા છે, જો વિશ્વ છે તો કોઈ તેનો નિયંતા છે, તે નિયંતાની ઇચ્છા જ તેની નિયતિ છે અને જ્યારે નિયંતા છે, તેની નિયતિ છે, ત્યારે કોઈ તેનું નિમિત્ત પણ છે. જગત પરમાત્માની ઇચ્છાથી ઉત્પન્ન થયું છે, તેથી પરમાત્મા તેનો નિયંતા છે. પરમાત્માની ઇચ્છાશક્તિ જ તેની નિયતિ છે અને સમગ્ર જીવો તેનાં નિમિત્ત છે.

નિયંતા, નિયતિ અને નિમિત્તની વિચારધારા ભારતના દ્વૈતાદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતોની વિચારધારા છે, જેમાં બ્રહ્મ, માયા અને જીવ એવા ત્રણ ભેદનો સ્વીકાર કરવામાં આવ્યો છે, પરંતુ ભારતની જ અદ્વૈત વિચારધારા આ સિદ્ધાંતને સંપૂર્ણપણે સ્વીકારતી નથી. તેમ છતાં ભારતીય દર્શનની એ ખૂબી રહી છે કે ભિન્નભિન્ન મતોને પણ એક દર્શન નીચે સમાવેશ મળ્યો છે. ભારતીય દર્શન કોઈ જડ કે સંકુચિત વિચારધારા નથી, પરંતુ તમામ મતોને આવરી લેતી એક વિરાટ વિચારધારા છે. ભારતનો ઋષિ જાણે છે કે સત્ય વિચારોની પેલે પાર રહેલું છે. વિચાર તો એક હદ સુધીનું માધ્યમ-માત્ર છે. અસલી કિંમત તો સત્યની છે, તેથી મત-મતાંતરો વચ્ચે પણ ‘ષ્ઙ્ગેંૠક્રૅ ગબ્દ્બત્ક્ર ખ્ક્રદ્યળ્મક્ર ખ્ક્રઘ્બ્ર્ભિં’નું સૂત્ર આ દેશમાં ગુંજી શક્યું છે.

નિયંતા, નિયતિ અને નિમિત્તની વિચારધારા એ વ્યાવહારિક વિચારધારા છે અને ‘શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા’માં શ્રીકૃષ્ણે પણ તેનો ઉપયોગ કર્યો છે. કૃષ્ણે ‘બ્ઌબ્ૠક્રડ્ડક્રૠક્રક્રશ્ક્ર ઼ક્ર ગપ્સ્ર્ગક્રબ્નઌૅ’ જેવા શબ્દપ્રયોગ સાથે અર્જુનને વિરાટની નિયતિના નિમિત્તમાત્ર બનવા સૂચન કર્યું છે. ભારતની આ વિચારધારામાં કર્મોને વ્યવહારગત સમજવાનો અને તેનો બોધ હાંસલ કરવાનો પ્રયાસ થયેલો છે, પરંતુ કાળાંતરે આ વિચારધારા ઉપર પણ અજ્ઞાનજન્ય મૂર્ખતાનાં આવરણ ચડેલાં જોવા મળે છે. જે લોકોને વિચારધારાના મૂળ હાર્દની સાચી સમજણ નથી તેમના શબ્દો તો વિચારધારાનો પણ સાચો ઉપયોગ કરી શકતા નથી. તેવા લોકોની આ વિચારધારાના શબ્દો સાથે થતી વાતો પણ ખરી અને સાચી નથી હોતી.

આપણે ત્યાં લોકો રોજબરોજની ચર્ચામાં ‘ઈશ્વરની ઇચ્છા વગર તો પાંદડું પણ નથી હલતું’ તેવી વાતો અને મુહાવરાઓ પ્રયોજતા જોવા મળે છે. તેવા લોકો તો જે કાંઈ પણ બને છે તે તમામમાં ઈશ્વરની ઇચ્છા હોવાનું જ આરોપણ કરે છે. ઉપર-ઉપરથી કદાચ આપણને તેવી વાત સારી લાગે કે ચાલો, ઈશ્વરની ઇચ્છા વગર પાંદડું પણ ન હલી શકતું હોય તો એ બરાબર જ છે, પણ જ્યારે વિપરીત કર્મોની ધારા ચાલે છે, ત્યારે આવા મુહાવરાઓ મજાક પ્રતીત થાય છે.

ચંગુલાલની પત્ની તેના ડ્રાઈવર મંગુ સાથે ભાગી ગઈ. તેવા પ્રસંગે ચંગુલાલને દિલાસો દેવા ગયેલા છગને કહ્યું : “અરે, ચંગુલાલ ! આ બધું તો ઈશ્વરની ઇચ્છાથી જ થયું છે. ભગવાનની મરજી વગર પાંદડું પણ નથી હલતું, તો પછી તમારી બૈરી ભાગે તેમાં પણ ભગવાનની જ મરજી રહેલી છે.” આ સાંભળીને ચિડાયેલા ચંગુલાલે પાસે પડેલી લાકડી ઉઠાવીને છગનને માર્યા પછી હળવેકથી કહ્યું : “જો, ભાઈ છગન ! ભગવાનની મરજી વિના જ્યાં પાંદડુંય ન હલતું હોય ત્યાં મારા હાથ અને મારી લાકડી માટે તમારો શો વિચાર છે ?”

કોઈની છોકરી ઘરેથી ભાગી જાય. કોઈ દેવામાં ડૂબી જાય, કોઈ આત્મહત્યા કરે, કોઈ ઘરડાં મા-બાપને ઘરમાંથી કાઢી મૂકે, કોઈ લાડકવાયી કન્યાને સાસરીમાં ત્રાસ અપાય તેવા-તેવા પ્રસંગે કેમ કહેવું કે આ બધું ભગવાનની મરજીથી ચાલી રહ્યું છે ?

દવાખાનાં ફરીફરીને થાકેલા દર્દીનું દર્દ ન જતું હોય અને તેની પીડા અને ખર્ચના માહોલમાં કોઈ તેને કહે કે આ બધું તો ભગવાનની મરજીથી થઈ રહ્યું છે તો કોઈ કેમ સ્વીકાર કરશે ? કદાચ કોઈ દર્દી તેનો સ્વીકાર કરી લે તોપણ તે પરમાત્માને દયાળુ નહીં માની શકે. તે એવું નહીં માની શકે કે વિશ્વનો નિયંતા દયાળુ અને કરુણામય છે, પરંતુ તે એવું જ માનશે કે વિશ્વનો નિયંતા ક્રૂર અને ઘાતકી છે.

જો બધું જ ભગવાનની મરજીથી થાય છે તેવું સામાન્યતઃ લોકમાન્યતા સાથે સ્વીકારવામાં આવે તો પછી દુનિયામાં રોજબરોજ થઈ રહેલી ધોખાધડીઓ, અન્યાયો, અરાજકતા અને હિંસામાં પણ ભગવાનનો જ હાથ છે તેમ માન્ય વગર પણ છૂટકો ન રહે.

નિયંતા, નિયતિ અને નિમિત્તની સાચી વિચારધારાને સમજ્યા વગર થતી વાતોમાં આવી ગેરસમજણો હોઈ શકે, પરંતુ જે અર્થમાં ભારતના ઋષિઓએ અને ‘ગીતા’માં ભગવાન શ્રીકૃષ્ણે જે વાત કરી છે તે નોખી છે. કોઈના જીવનનાં પાંદડાંઓ પરમાત્મા ખેસવે છે અને કોઈનાં પાંદડાંઓ હલાવે છે તે વાત ખોટી છે. પરમાત્મા કોઈનાં કર્મો કે કર્તવ્યોને રચતા નથી, ન તો કોઈના ચિત્તમાં પાપ કે પુણ્યના પ્રેરક છે અને ન તો કોઈ કર્મોનાં ફળને રચવાવાળા છે. પરમાત્મા આ સમગ્ર કર્મતંત્રમાં નિર્લેપ અને સાક્ષીભૂત છે. આ વાતની સ્પષ્ટતા કરતાં કૃષ્ણ કહે છે :

‘ઌ ઙ્ગેંભઢ્ઢષ્ટઅધ્ ઌ ઙ્ગેંૠક્રક્રષ્ટબ્દ્ય્ક્ર ૐક્રશ્વઙ્ગેંજીસ્ર્ ગઢ્ઢપબ્ભ ત઼્ક્રળ્ઃ ત્ન

ઌ ઙ્ગેંૠક્રષ્ટદ્મેંૐગધ્સ્ર્ક્રશ્વટક્રધ્ જી઼ક્રક્રજીભળ્ ત્ભષ્ટભશ્વ ત્નત્ન

ઌક્રઘ્ડ્ડક્રશ્વ ઙ્ગેંજીસ્ર્બ્નઅક્રધ્ ઌ નહ્મ ગળ્ઙ્ગેંઢ્ઢભધ્ બ઼્ક્રળ્ઃ ત્ન

ત્ત્જ્ઞ્ક્રક્રઌશ્વઌક્રઢ્ઢભધ્ જ્ઞ્ક્રક્રઌધ્ ભશ્વઌ ૠક્રળ્જબ્ર્ભિં પર્ભિંઃ ત્નત્ન

ટક્રટ્ટભક્ર : ૫ : ૧૪-૧૫

કોઈ પાપ કરે છે, તેને પાપમાં પ્રેરવાવાળા પરમાત્મા નથી. કોઈ બળાત્કાર, હત્યા, ક્રૂર ગુનાઓ આચરે તો એમ ન કહી શકાય કે તેને આવા ગુનાઓની પ્રેરણા પરમાત્મા તરફથી મળી છે. તે મુજબ કોઈ પુણ્ય કરે છે, તો તેને પુણ્યમાં પ્રેરવાવાળા પણ પરમાત્મા નથી.

પરમાત્મા નિયંતા છે. તે નિયતિના પણ શાસક છે, જ્યારે નિયતિ એ કર્મોની શાસક છે. જીવ તેનાં કર્મો મુજબ તે નિયતિનો નિમિત્ત બને છે. જેમ કે અગ્નિ બાળે છે અને વાયુ સૂકવે છે તે તેની નિયતિ છે. કોઈ બળતી આગમાં પડે તો આગ બાળી નાખશે, કારણ કે આગની નિયતિ જ બાળવાની છે અને તેમાં બળનારો તેનો નિમિત્ત. આગ કોઈ નિમિત્તને નિમંત્રણ દેવા નથી જતી, પરંતુ આગ તો તેની નિયતિ મુજબ જ કર્મ કરે છે.

કર્મો તેમની નિયતિ પ્રમાણે ચાલવાવાળાં છે, તેથી જે કર્મોને તેમની નિયતિ મુજબ જે કોઈ ગુણધર્મ મળ્યો છે તે મુજબ તે તેમના સ્વભાવમાં જ વર્તે છે. આગ તાપવાથી ઠંડી નહીં મેળવી શકાય, કારણ કે ઠંડી આપવી એ આગના સ્વભાવમાં જ નથી. આગના સ્વભાવમાં ગરમી આપવાનો ગુણધર્મ છે. તેથી આગ તેના નિમિત્તને ગરમી જ આપી શકશે, ઠંડી નહીં.

નિયંતાએ જેવી નિયતિ રચી છે તે નિયતિ અનુસાર કર્મો પોતપોતાના ગુણધર્મોને ધારણ કરે છે. જે તત્ત્વોના પરમાણુઓ તેમના ગુણધર્મથી સમાન હોય તેને તત્ત્વરૂપ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. ભારતીય વિજ્ઞાનમાં ૧૦૮ પ્રાકૃતિક તત્ત્વોની ગણતરી કરવામાં આવી છે, જ્યારે હાલના વિજ્ઞાનમાં અત્યાર સુધીમાં કુલ ૯૨ તત્ત્વોની શોધ થઈ છે. વિજ્ઞાન કહે છે કે આ તત્ત્વોના પરમાણુ પ્રકૃતિએ તેમનામાં નિયત કરેલા ગુણધર્મો મુજબ કામ કરે છે.

ભારતના સાંખ્યવેત્તાઓએ જગતમાં ૨૪ તત્ત્વોની ગણતરી કરી છે, જેમાં પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ તન્માત્રાઓ અને પાંચ તેના વિષયો તથા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એમ મળી કુલ ૨૪ તત્ત્વોના સંયોજનથી સમગ્ર બ્રહ્માંડ નિર્મિત થયેલું છે, જે પ્રત્યેકને પોતપોતાના ગુણધર્મો મુજબના સ્વભાવ મળેલા છે, જે તેમની નિયતિ છે અને તે નિયતિ મુજબ જ તેઓ કર્મ કરે છે.

આંખથી જોઈ શકાય, સાંભળી ન શકાય. કાનથી સાંભળી શકાય, જોઈ ન શકાય, મુખથી ખાઈ શકાય, નાકથી ખાઈ ન શકાય, તેવી જ રીતે ત્વચા સ્પર્શ અનુભવી શકે, પણ સ્વાદ ન અનુભવી શકે, કારણ કે તે પ્રત્યેકને જેવા ગુણધર્મ આપ્યા છે તે મુજબનાં કર્મો જ તેની નિયતિ છે.

જોવું તે આંખની નિયતિ છે અને આંખથી જોનારો તેનો નિમિત્ત છે. જો જોનાર ખરાબ દૃશ્ય જુએ તો તે ખરાબ દૃશ્યનો નિમિત્ત બને છે અને સારું દૃશ્ય જુએ તો સારા દૃશ્યનો નિમિત્ત બને છે. ખરાબ અને સારાં દૃશ્યો તો રોજબરોજ સર્જાતાં રહે છે. તેમાં વ્યક્તિનું કર્મ જ્યાં લાગેલું છે તે વ્યક્તિ તેવા દૃશ્યની નિમિત્ત બને છે. વ્યક્તિ માત્ર કર્મોની જ અધિકારી છે, તેથી આ વિરાટ જગતની નિયતિમાં તે તેનાં કર્મ મુજબ નિમિત્ત બને છે.

કર્મોનું નિયંત્રણ પ્રકૃતિથી નિયતિ અનુસાર થાય છે. પ્રકૃતિએ મિકૅનિઝમ (દ્બીષ્ઠરટ્ઠહૈજદ્બ) રચ્યું છે. જેમ કોઈ વિશાળ કારખાનામાં અલગ-અલગ યંત્રો કામ કરતાં હોય, તેમ પ્રકૃતિના આ વિશાળ મિકૅનિઝમમાં તેનું દરેક યંત્ર પોતપોતાની રીતે કામ કરે છે. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, ગ્રહો, નક્ષત્રો, તારાઓ, મનુષ્યો, વૃક્ષો, પશુ-પક્ષીઓ વગેરે તમામ પ્રકૃતિનાં યંત્રો છે. પ્રકૃતિનાં આ યંત્રો પ્રકૃતિને જ વશ રહીને પોતપોતાનું કામ કરતાં રહે છે. આ તમામ યંત્રોના કામ કરવામાં નિયતિ પ્રકૃતિની છે અને નિમિત્ત યંત્ર છે.

નિયતિને સમજાવતું ખૂબ જ સુંદર દૃષ્ટાંત ‘ભગવદ્‌ગીતા’એ પૂરું પાડ્યું છે. શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે : “અર્જુન ! નિયતિએ નિશ્ચિત કરેલી કાળની અવધિમાં કોઈ બચવાના નથી. કાળ સર્વનો કોળિયો કરી જવાનો છે. આજે જે લોકો આ યુદ્ધમાં એકઠા થયા છે તે પણ કાળનું જ કરતૂત છે. કાળની આ નિયતિમાં તું તો માત્ર નિમિત્ત છો, માટે ઊઠ, ઊભો થા અને જેઓ કાળ દ્વારા પહેલેથી જ હણાયેલા છે તેવા આ તારા શત્રુઓને મારીને યશ પ્રાપ્ત કરીને રાજ્ય ભોગવ.” શ્રીકૃષ્ણના શબ્દોનું તાત્પર્ય સમજીએ તો ઈશ્વર સ્વયં નિયંતા છે એ તેની ઇચ્છાએ ચાલતી પ્રકૃતિ તેની નિયતિ અને તમામ યોદ્ધાઓ એ નિયતિના નિમિત્ત છે.

ભજીૠક્રક્રડ્ડૠક્રળ્બ્ડ્ડક્રડ્ઢ સ્ર્ઽક્રક્રશ્વ ૐ઼ક્રજી બ્પઅક્ર ઽક્રશ્ક્રઠ્ઠઌૅ ઼ક્રળ્ધ્દ્ર થ્ક્રરુસ્ર્ધ્ ગૠક્રઢ્ઢરૠક્રૅ ત્ન

ૠક્રસ્ર્હ્મહ્મભશ્વ બ્ઌદ્યભક્રઃ ઠ્ઠશ્વષ્ટૠક્રશ્વ બ્ઌબ્ૠક્રડ્ડક્રૠક્રક્રશ્ક્રધ્ ઼ક્ર ગપ્સ્ર્ગક્રબ્નઌૅ ત્નત્ન

ઘ્ત્ક્રશ્વદ્ય્ક્રધ્ ન ઼ક્રટ્ટષ્ઠૠક્રધ્ ન પસ્ર્ઘ્ત્બધ્ ન ઙ્ગેંદ્ય્ક્રષ્ટ ભબક્રર્સ્ર્ક્રિંઌબ્ સ્ર્ક્રશ્વમટ્ટથ્ક્રઌૅ ત્ન

ૠક્રસ્ર્ક્ર દ્યભક્રધ્જીઅધ્ પબ્દ્ય ૠક્રક્ર પ્સ્ર્બ્બડ્ઢક્ર પશ્વભક્રબ્ગ થ્દ્ય્ક્રશ્વ ગઅઌક્રઌૅ ત્નત્ન

ટક્રટ્ટભક્ર : ૧૧ : ૩૩-૩૪

કહેવાય છે કે વ્યાસે શ્રીકૃષ્ણને પ્રશ્ન કર્યો : “પ્રભુ ! આપ સ્વયં કાળસ્વરૂપ નિયંતા છો ત્યારે કાળની નિયતિ અર્જુનના શત્રુઓને હણવાની કઈ રીતે થઈ ?” ત્યારે શ્રીકૃષ્ણે જવાબ આપતાં કહ્યું : “જ્યારે દ્યૂતસભામાં કર્ણે સતી દ્રૌપદીને વેશ્યા કહી ત્યારે કર્ણને, જ્યારે વનવાસ દરમિયાન એકલી પાણી ભરવા ગયેલી દ્રૌપદીને નિઃસહાય જોઈને તેની આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો ત્યારે જયદ્રથને, જ્યારે ધર્મને નિઃસહાય જોવા છતાં દ્યૂતસભામાં પોતાને રાજ્યનો ગુરુ માનીને રાજ્યાભિમાનમાં બ્રાહ્મણ હોવા છતાં સત્યને વાચા ન આપી ત્યારે દ્રોણને, જ્યારે પાંડવો સાથે અન્યાય થયો છે તેવું સ્પષ્ટપણે જાણવા અને માનવા છતાં પોતાની પ્રતિજ્ઞાના જડ મોહમાં કૌરવો અને દુર્યોધનનો સાથ આપવાનું સ્વીકાર્યું ત્યારે ભીષ્મને, જ્યારે કપટના પાસા ફેંકીને કુટિલતાથી પાંડવોને દ્યૂતમાં હરાવી મહાયુદ્ધને નિમંત્રણ મોકલ્યું ત્યારે શકુનિને અને જ્યારે દ્વેષ અને અહં ખાતર પોતાના ભાઈની પત્ની હોવા છતાં દ્રૌપદીને નિર્વસ્ત્ર કરી પોતાની જંઘા ઉપર બેસાડવા ઇચ્છયું ત્યારે દુર્યોધનને મારી ઇચ્છાએ, મારી નિયતિએ જ મારવા ઇચ્છયું છે.”

કર્મો જે નિયતિથી કામ કરે છે તેની સૂક્ષ્મ ગતિને સમજવી સહેલી નથી. કોઈ કુપથ્ય કરે તે માંદો પડશે તેમ ડૉક્ટર કહે છે. સિગારેટ, તમાકુ, ગુટકા અને વ્યસનો માણસને ભયંકર રોગ કરશે તેવી ચેતવણી સરકાર જાહેરાતો કરીને આપે છે, પરંતુ એક-બે સિગારેટ પીને કોઈ તેની ખાતરી કરી શકતો નથી. બે સિગારેટ પીને કોઈ કહે કે જુઓ, મને કોઈ કૅન્સર થયું નથી, તો તેની વાતને સાચી માનવી કે સરકાર અને ડૉક્ટરની ? ઘણી વખત વર્ષો સુધી સિગારેટ પીનારને કોઈ કૅન્સર, ટી.બી. કે દમ-અસ્થમા જેવા રોગો નથી થતા તેમ જ સાદી તમાકુ જેવાં વ્યસનો કે જેમાં નિકોટીનની માત્રા ઘણી ઓછી હોય છે તે જિંદગીભર માણસ ખાતો રહે તોપણ કૅન્સર થતું નથી.

તેમ જ બધાં વ્યસનોમાં માત્રાભેદ અને યોગ્યાયોગ્યનાં કારણોથી તેવાં વ્યસનો દરેક ઉપર સમાન અસર કરશે તેવું પણ નથી હોતું. માત્રાભેદ અને યોગ્યતાને પારખીને તો વ્યક્તિ વ્યસનનો પણ ઉપયોગ કરી શકે છે, પરંતુ વ્યસનોની નિયતિ ખરાબ છે. ધીમી ગતિએ પણ ઝેર એ ઝેરની જ અસર કરે છે. ખાંડ, મીઠું (નમક) અને મેંદો એ ત્રણેને સફેદ ઝેર કહેવામાં આવ્યાં છે, છતાં દુનિયાના ૯૯% લોકો આ ત્રણેયનો ઉપયોગ ન કરતા હોય તેવો એક પણ દિવસ નથી જોવામાં આવતો. ધીમી ગતિએ સૌ મરી રહ્યાં છે, જ્યારે વધારે પડતો ઉપયોગ કરનાર ઝડપથી.

રામકૃષ્ણ પરમહંસને ઠંડું શરબત પીવાનો ખૂબ શોખ હતો. જેટલા ભક્તો લઈને આવે, કોઈને ના જ નહીં. સહુનો પ્રેમ સાચવે અને પીધે જાય. પરમહંસને આવી આદતોથી કૅન્સર થયું અને અસહ્ય પીડા ભોગવી રહ્યા હતા ત્યારે રામકૃષ્ણના શિષ્યો આ ઘટનાથી ખૂબ જ દુઃખી હતા.

શિષ્યોએ આગ્રહ કરીને રામકૃષ્ણને કહ્યું : “તમે માતા કાલી પાસે જઈને આ પીડાથી છૂટવાનો રસ્તો પૂછો અને પીડાથી મુક્તિનું વરદાન માગો.” શિષ્યોના ખૂબ આગ્રહથી રામકૃષ્ણ કાલીનાં મંદિરમાં તો ગયા, પણ થોડી જ વારમાં બહાર આવ્યા. બહાર આતુરતાથી રાહ જોઈ રહેલા શિષ્યોએ પૂછ્યું : “માતાએ શો રસ્તો બતાવ્યો અને તમે શું વરદાન માગ્યું ?”

રામકૃષ્ણે કહ્યું : “ન હું કાંઈ માગી શક્યો અને ન પૂછી શક્યો. હું અંદર ગયો અને માતાની સામે ઊભા રહેતાં જ મને યાદ આવ્યું કે હું ખૂબ ઠંડાં પીણાં પી ચૂક્યો છું, હદ બહાર પીધાં છે તેની નિયતિનું ફળ તો રામકૃષ્ણે ભોગવવું જ પડશે ને ?” શિષ્યોએ કહ્યું : “તો તમે માતાને કહ્યું શું ?” રામકૃષ્ણે કહ્યું : “મેં તો એક જ વાત કરી : ‘સ્ર્બક્ર સ્ર્ક્રશ્વટસ્ર્ધ્ ભબક્ર ઙ્ગેંળ્ન્ ત્ન’ હે માતા ! તારા હાથ રળિયામણા છે. તારા હાથે જે થાય છે તે ઠીક છે, માટે તને રુચે તે કર.”

પ્રત્યેક કર્મ તેની નિયતિના અનુશાસનમાં જ કામ કરે છે. શ્રીકૃષ્ણે અર્જુનને કોઈ જ્યોતિષીની જેમ યુદ્ધમાં તારો જ વિજય છે તેમ નથી કહ્યું, પણ નિયતિના ક્રમને અનુલક્ષીને કહ્યું છે. શ્રીકૃષ્ણ કહે છે કે અર્જુન, નિયંતાની જે નિયતિ છે તેમાં તો કોઈ ફેરફાર થવાનો નથી, પણ તું તારાં કર્મનો અધિકારી છે. તને કર્મમાં સ્વતંત્રતા છે. જે નિયતિ છે તેમાં વિવિધ કર્મોથી તું વિવિધપણાનો નિમિત્ત બની શકે છે. ધર્મપૂર્વક યુદ્ધ લડે તો વિજય તને રાજ્ય અપાવે અને પરાજયમાં યુદ્ધનું મૃત્યુ તને સ્વર્ગ અપાવે, પરંતુ અહંકારપૂર્વકનો નિર્ણય તને યુદ્ધમાંથી પલાયન કરાવીને પણ મરાવી નાખે. શ્રીકૃષ્ણના શબ્દો અતિશય મનનીય છે. શ્રીકૃષ્ણ કહે છે :

દ્યભક્રશ્વ ક્ર ત્ક્રતજીસ્ર્બ્ગ જીટક્રષ્ટ બ્પઅક્ર ક્ર ઼ક્રક્રશ્વદ્રસ્ર્ગશ્વ ૠક્રદ્યટ્ટૠક્રૅ ત્ન

ટક્રટ્ટભક્ર : ૨-૩૭

ત્ત્બ નશ્વડ્ડૠક્રદ્યધ્ઙ્ગેંક્રથ્ક્રપ્તક્ર ઊંક્રક્રશ્વષ્ઠસ્ર્બ્ગ બ્ખ્ક્રઌભ્ૅદ્રસ્ર્બ્ગ ત્ન

ટક્રટ્ટભક્ર : ૧૮-૫૮

શ્રીકૃષ્ણ બંને વાત કરે છે : એક બોધપૂર્વક પોતાના સ્વભાવગત ધર્મને સમજીને યુદ્ધ કરવાની અને બીજી અહંકારનું સાંભળીને પોતાના ધર્મ થકી સામે આવેલું યુદ્ધ નહીં લડવાની. શ્રીકૃષ્ણ કહે છે કે અર્જુન, તારાં કર્મોથી તું ચાહે તેનો નિમિત્ત થઈ શકે છે. નિયતિ તો અટલ છે, તે અટલ નિયતિ કર્મનું જેવું ફળ મળવું જોઈએ તેવું જ ફળ આપે છે.

***