Kyo love - 30 books and stories free download online pdf in Gujarati

કયો લવ - 30

કયો લવ ?

ભાગ (૩૦)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાની છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ : ૩૦

ભાગ (૩૦)

“ખોલને દરવાજો...પ્રિયા પ્લીઝ...પ્રિયા ફોર ગોડ સેક...દરવાજો ખોલ...” સોની દરવાજા પર બંને હાથે પછાડા કરતી આંસુ સારતી, કરગરતી, મોટા અવાજમાં તાણમાં કહેવાં લાગી.

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી, તે કોઈની સાથે પણ વાતો કરવા માંગતી ન હતી.

રાતના સમયે, બધી જ લાઈટ્સ ઓફ કરી, અંધકારમય બેડરૂમનાં એક ખૂણે, પોતાનું માથું ટેકીને, લાંબા છુટ્ટા વાળો લઈ, બંને હાથે માથું દબાવતી પ્રિયા, ટગરટગર એક પણ પલકારા માર્યા વગર અંધારામાં પણ સીલીંગ પર લટકેલું કાચના ઝુંમરમાં જાણે સર્વસ્વ ભાન ભૂલીને એવાં ગાઢ વિચારોમાં ધકેલાઈ ગઈ હતી, કે આંખમાંથી આંસુની અવિરતપણે ધારા ક્યાં વહીને, એના જ કપડાને ભીંજવીને સુકવી પણ નાંખતા, એનો ક્રમ અશ્રુનાં ટપ ટપ કરતા ટપકા જ જાણતા.

પ્રિયાને, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“ કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આઈ એમ પ્રેગનેન્ટ, કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી. ”

ભાગ: ૨૯ માં આપણે વાચ્યું કે સૌમ્ય, આદિત્ય, પ્રિયા, સોની અને રોનક એમ આખું ગ્રુપ મળીને રોઝને, રોબર્ટના બંધનમાંથી મુક્ત કરાવવા માટે બંગલા પર ચોરીચુપકેથી પહોંચી જાય છે, પરંતુ ત્યાં તો રોબર્ટ આખી ગેમ લઈને જ બેઠો હતો...ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે, એના માટે ભાગ:૧ થી ભાગ:૨૯ જરૂર વાંચજો..)

***

હવે આગળ...........

આદિત્યે ત્યારે જોયું કે રોબર્ટ કમ્પ્યુટર તરફ આંગળી ચિંદીને શું બતાવી રહ્યો હતો.

કમ્પ્યુટર ચલાવનાર એ વ્યક્તિ વિડીયોને ઝૂમ કરીને બતાવી રહ્યો હતો, ત્યાં જ આદિત્ય ચોંક્યો. એણે જોયું કે રોઝને એક કમરામાં ખુરશી પર ચેઈનથી બાંધીને બેસડવામાં આવી હતી અને આજુબાજુ બે બુરખાદારી પહેલવાન લાગતા વ્યક્તિઓ રોઝના ગળા પર ચાકુ રાખીને ઊભા હતા.

થોડી સેકેન્ડ માટે તો આ દ્રશ્ય આદિત્ય માટે પણ ધ્રુજાવી નાખનારું હતું, પરંતુ તેણે પોતાને સંભાળી લીધો, અને ફરી તે ઝૂમ કરેલું દ્રશ્યને ધ્યાનથી નિહાળવા લાગ્યો, ત્યારે તેણે જરા પણ સમજતા વાર ના લાગી કે ખરેખરમાં રોઝને ક્યાં રાખવામાં આવી છે....!!

તે વાત ખબર પડતા પણ આદિત્ય હવે ઓરડીમાં બની રહેલી વાર્તાલાપને ધ્યાનથી સાંભળવા લાગ્યો...

“સૌમ્ય દેખો મુજે જરા ભી અપના ટાઈમ ખરાબ નહીં કરના હે...મેં ક્યાં ચાહતા હું..!! વો સબ કે લિયે તુમ્હે સિર્ફ હા કરની હૈ....” રોબર્ટે માથું ધુણાવીને કહ્યું.

સૌમ્યને તો આ બધું દ્રશ્ય જોઈને જ પોતાની આંખ પર વિશ્વાસ બેસતો ન હતો. તેણે સપનામાં પણ વિચાર્યું ન હતું કે રિધીમાને તે પોતાની સામે આવી હાલતમાં નિહાળશે..!!

સૌમ્ય હમણાં ભલે મોટો બિઝનેસમેન તરીકે ઉચ્ચ સ્તરે નામના મેળવી રહ્યો હોય. પરંતુ તે દિલ થી ઘણો નાજુક હતો. તે કોઈનું પણ દુઃખ જોઈ સકતો ન હતો, અને એ પણ આવી રીતે ગળા પર ચાકુ રાખેલી નાજુક નમણી રિધીમાને....!!!

પ્રિયા, પોતાના બ્રો કરતા ઘણી અપોઝીટ હતી. તેણે ગુસ્સો આવતો, પરંતુ જયારે એણી નજરો જ સામે કોઈ ખોટું કામ કરતું દેખાતું, તો તે પોતાનો ગુસ્સો કન્ટ્રોલ કરી સકતી ન હતી.

આ દ્રશ્ય જોઈને પ્રિયાનું દિલ પહેલા દુઃખી થઈ ગયું અને તરત જ આંખમાં ગુસ્સો લઈ તે રોબર્ટ તરફ દોડી અને રોબર્ટનો જોરથી હાથ પકડી કહેવા લાગી, “ તું ઈન્સાન હે કી જાનવર...રોઝ તેરી સિસ્ટર હે ના...ફિર ઐસા કયું....”

એટલું કહીને પ્રિયાની આંખમાં આંસુ આવી ગયા.

રોબર્ટે પ્રિયાને જોરથી ધક્કો મારીને હડસેલી દીધી અને ગુસ્સામાં જ હાથમાં પકડેલું ચાકુ દેખાડતા કહેવા લાગ્યો, “ દેખો મુજે કોઈ ખુનખરાબા નહીં ચાહિયે...એ સૌમ્ય યે લડકી કો સંભાલો...નહીં તો યે ચાકુ.....”

એટલું કહીને રોબર્ટે, સના તરફ આંખનો ઈશારો કર્યો.

ડરના મારેલા સૌમ્યે મોટેથી બરાડો પાડયો, “ પ્રિયા..યાયાયાયાયા...”

સૌમ્યનો બરાડો એટલો જોરથી હતો કે તે ઓરડીની પાછળ ચુપકેથી ઊભેલા આદિત્ય, અને નીચે ઊભેલા રુદ્ર અને બંને કોન્સ્ટેબલને સારી રીતે સંભળાયો.

પ્રિયાનું નામ સાંભળતા જ હવે રુદ્રના ધબકારા વધવા લાગ્યા. તે આદિત્યને ઈશારાથી પૂછવા લાગ્યો કે, અંદર શું થઈ રહ્યું છે...??

આદિત્યને હવે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે સમય હવે સવાલ જવાબ કરવા માટેનો ન હતો પરંતુ હવે યોગ્ય એક્શન લેવાનો હતો.

તે ધીરેથી નીચે ઉતર્યો અને ઘણા ધીમા અવાજથી કહેવા લાગ્યો, “સુનો રોબર્ટ હટેલા આદમી દીખ રહા હે...કુછ ભી કર સકતા હે..”

રુદ્ર ગુસ્સે થતાં કહ્યું, “ આગળ બોલ..”

બંને કોન્સ્ટેબલને ઉદ્દેશીને આદિત્યે પ્રશ્ન પૂછ્યો, “ઈન્સ્પેકટર મોરે કી ટીમ કહાં તક પહોંચી..?”

“હા બંગલે કે પીછે કે સાઈડ...મોરે સા’બ પહોંચ ગયે હે.” એક કોન્સ્ટેબલે જવાબ આપ્યો.

“ઈસકા મતલબ લેફ્ટ સાઈડ ખડે હે...” આદિત્યે બની શકે એટલા ઝડપથી ધીમેથી વાત કરી.

“હા..” એક કોન્સ્ટેબલે ઝડપથી કીધું .

“મોરે સાબ કો મેસેજ ભેજ દો. આદિત્ય લેફ્ટ સાઈડ સે વહા પહોંચ રહા હે...” આદિત્યે કોન્સ્ટેબલને કહ્યું.

“હા પણ અંદર શું થયું એ તો કહે..” રુદ્ર આતુરતાથી પૂછવા લાગ્યો.

“વો લડકી કો ઉપર હી કેદ કર કે રખ્ખા હૈ...” આદિત્યે કહ્યું.

રુદ્ર ને સરખું સમજ ન પડતા ફરી પૂછવા લાગ્યો, “ શું...ક્યાં રાખી છે ? અને પ્રિયા ઠીક છે..?”

“રુદ્ર હમણાં સુધી બધું ઠીક છે. તમે ફોન પર કોન્ટેક્ટમાં રહો, અને હમણાં તું ઉપર ચઢીને, રોબર્ટ પર નજર રાખ...” એટલું કહીને આદિત્ય નીચું વળીને ધીરેથી કોઈને પણ અવાજ ન આવે એવી રીતે વાડીને ઓથે છુપાઈ છુપાઈને જવા લાગ્યો. ત્યાં જ નાળિયેરીના બે ત્રણ વૃક્ષો પણ હતાં, તેથી આદિત્ય માટે આ છુપાઈને જવાનું કામ સરળ બની ગયું હતું.

ત્યાં જ રુદ્ર પણ પોલીસ કોન્સ્ટેબલના મદદથી ઉપર ચઢીને બારીમાંથી ડોકિયું કરીને જોવા લાગ્યો.....

બીજી તરફ સોની અને રોનક વચ્ચે એટલી નિકટતા ન હતી જે સોનીના બર્થ ડે નાં દિવસ સુધી રહી હતી. એ સાંજે એવું બંને વચ્ચે બન્યું. જે સોનીએ હજુ સુધી પોતાની બેસ્ટ ફ્રેન્ડ પ્રિયાને પણ કહ્યું ન હતું. પરંતુ આજે સોની અને રોનકને સારો એવો એકાંતનો સમય મળી ગયો હતો.

રોનક જાણે આવી જ પળોની રાહ જોતો હોય તેમ પોતાની ચુપકીદી તોડતા કહ્યું, “ સોની તું કેમ આવી રીતે વર્તે છે યાર...?”

સોનીએ સાંભળ્યું છતાં કંઈ કહ્યું નહીં.

“હું અહિયાં તારા માટે જ આવ્યો છું. બાકી મને કોઈની પડેલી નથી.” રોનકે ગુસ્સાથી કહ્યું.

સોની બની શકે એટલું રોનકથી દૂર રહેવાનો હવે પ્રયત્ન કરતી હતી. પરંતુ પ્રિયાની નજરોમાં બંનેનાં સંબંધને સારો બતાવાનો હંમેશા પ્રયાસ કરતી.

“રોનક પ્લીઝ...હું પહેલા પણ કહી દીધું છે, મને આ બાબતે કોઈ ચર્ચા નથી કરવી..” સોનીએ બીજી તરફ જોતા કહ્યું.

“તું અહિયાં જોઈને વાત કર સમજી, આપણે બંને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ છે....અને આ શું ? આદિત્ય તને કંઈક વધારે જ ભાવ આપી રહ્યો છે એવું કેમ ??” ઘાટા પાડતો લાલચોળ થઈ રોનકે સોનીને પોતાનાં તરફ કરીને પૂછ્યું.

“પહેલા તો તું મને ટચ કરવાનું છોડી દે સમજ્યો ને..!!” સોનીએ રોનકનો હાથ છોડાવીને છણકાથી કીધું.

“ટચ કરવાનું છોડી દે એટલે..??” રોનકે ફરી એવાં જ મિજાજમાં પ્રશ્ન કર્યો.

“મને ચીડ ચઢે છે હવે તારા ટચ થી પણ..” એટલું કહીને સોનીની આંખો ભરાવા લાગી.

“ઓહ્હ તો હવે તને ચીડ પણ ચડી રહી છે. આદિત્ય તારા બાજું જોય છે ત્યારે તને ચીડ નથી ચડતી..?” રોનક મનફાવે એવું બકવા લાગ્યો.

“રોનક..કકકકકક તું હવે વધારે બોલી રહ્યો છે. હું તને પહેલા જ કહી દીધું છે મને હવે તારી સાથે કોઈ સંબંધ રાખવો નથી, હું તારી ગર્લફ્રેન્ડ હતી...હતી સમજ્યો ને...!!” એટલું કહીને સોની પોતાનું રડવાનું રોકી ના શકી.

“તું તારા આ આંસુ આદિત્યને બતાવજે સમજી ને...” રોનક ફરી ન બોલવાનું બોલી ગયો.

“રોનક, મને તારો આ જ સ્વભાવ નથી ગમતો. તું છે ને, મારો માલિક બનવાનો છોડી દે..અને આદિત્ય મારી તરફ જોય એ મારો પ્રોબ્લેમ નથી સમજ્યો ને..” સોનીએ એકસાથે બધું જ કહી સંભળાવ્યું.

“સોની તું કંઈ દુનિયામાં રહે છે આવું બધું તો થતું જ રહે છે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડમાં..” રોનકે કહ્યું.

“અને તું કંઈ દુનિયામાં રહે છે, જરા તો ફ્રી માઈન્ડ રાખ..પ્લીઝ રોનક મને હવે વધુ એકપણ શબ્દ નથી કહેવો...તું તારા ટાઈપની ગર્લફ્રેન્ડ જોઈ લેજે...” સોનીએ બધી જ વાત ક્લીયર કરતા કહ્યું.

“હા સોની એ જ વાત કહું છું, તું પોતે ફ્રી માઈન્ડની થઈ જા. બાકી આપણે ક્યાં લગ્ન કરીને હસબન્ડ વાઈફ થવાના છે..!! ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ તો ચેન્જ થતાં જ રહે છે..” રોનકે કહ્યું.

“રોનક પ્લીઝ...આપણે આપણી ચર્ચા કરવા માટે નથી આવ્યા અહિયાં...” સોનીએ અણગમો દેખાડ્યો.

“હા તો તું આવો દેખાવ કરવાનો છોડી દે ને..કેમ બધા સામે આપણે હજુ પણ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ છે એમ સાબિત કરી રહી છે..?” રોનકે પૂછ્યું.

“કેમ કે મને પ્રિયાનો ડર છે, એણે હકીકત ખબર પડશે તો તારી બેન્ડ વાગી જશે...” સોનીએ બંને ભમર ઉચ્ચે કરતા કહ્યું.

“પ્રિયાનો ડર...અને એ પણ મને...મારું શું બગાડવાની પ્રિયા...” ઘમંડમાં આવી રોનક કહેવાં લાગ્યો.

“તું પ્રિયા માટે જરા પણ નહીં બોલતો...” એટલું કહી સોની અટકી. અને ફરી કહેવાં લાગી.

“તું અહિયાં કેમ આવ્યો છે મને બધું જ ખબર છે, પ્લીઝ તારી ઈચ્છા, તારા વિચારો તું મારા પર ઠોકતો નહિ...” એટલું કહી સોની હવે ચૂપ રહેવાનો પ્રયત્ન કરવા લાગી.

રોનક એ જોઈને બીજું પણ બોલવા જતો હતો, પરંતુ સોની તે જગ્યા છોડી રોનકથી થોડી દૂર જઈને ઊભી રહી ગઈ....

બપોરનો સમય થઈ ગયો હતો. તડકો શરીરને દઝાડી નાંખે એટલો સખત થતો જતો હતો.

ત્યાં જ આદિત્ય ધીરેથી વાંકો વળીને ઈન્સ્પેકટર મોરે અને એમણી ટીમ જ્યાં ઊભી હતી ત્યાં પહોંચી ગયો.

“મોરે સા’બ વો રોઝ નામ કી લડકી કો ઉપર હી કેદ કર કે રખા ગયા હૈ, પર જો હમલોગ દેખ કર આયે વો રૂમ મેં નહીં, પર જો ઉસકે બાજુ કે રૂમ મેં તાલા લગાયા હુવા હે વહી રૂમ મેં હૈ..” આદિત્યએ માહિતી ઝડપતી પૂરી પાડી.

“આદમી ઔર હથિયાર કોઈ ?” ઈન્સ્પેક્ટર મોરેએ ટુંકો પ્રશ્ન પૂછ્યો.

“ઉપર કે કમરે મેં દો આદમી દિખાઈ પડે...હથિયાર ચાકું હી દીખે..” આદિત્યે ફરી કહી સંભળાવ્યું.

“રોબર્ટ...” ફરી ટુંકમાં ઈન્સ્પેક્ટરે પૂછ્યું.

“રોબર્ટ પીછે માલી કે રૂમ મેં સે સીસીટીવી કે જરીયે પૂરા કન્ટ્રોલ કર રહા હૈ...હથિયાર અબ તક ચાકું હી દિખા...ઔર સાથ મેં એક લડકી ઔર એક લડકા જો કી કમ્પ્યુટર ઓપરેટર લગ રહા થા..” આદિત્યે કહ્યું.

ઊંડાણમાં વિચાર કરતા ઈન્સ્પેક્ટર મોરેએ, “હમ્મ..” એટલું જ કહ્યું.

એના પછી તરત જ બાજુમાં ઊભેલા કોન્સ્ટેબલને પૂછ્યું, “અભી, ક્યાં હાલ હૈ શિંદે પીછે કા...?”

“સર બાતચીત ચાલુ હેં.” શિંદે નામના કોન્સ્ટેબલે કહ્યું.

ઓરડીમાં ચાલી રહેલી બધી જ બાબતોની જાણકારી શિંદે નામના કોન્સ્ટેબલને, રુદ્ર સાથે ઊભેલા બે કોન્સ્ટેબલો દ્વારા ફોન પર મળી રહી હતી.

“સા’બ મેં કુછ બતાઉં ?” આદિત્યે કહ્યું.

આદિત્યની વાત કાપતા ઈન્સ્પેક્ટર મોરેએ બીજા બે પોલીસ હવલદારોને કહ્યું, “ તિવારી ઔર મુકેશ આપ દોનો પહેલે માલે કે પીછે કે સાઈડ પહોંચો. ઔર શિંદે કો ખબર કરતે રહો ક્યાં હાલચાલ હૈ વહા કા..”

એટલું સાંભળતા જ બંને હવલદારો સાવચેતીથી બંગલાના ભણી ભાગતા જવા લાગ્યાં.

“શિંદે...” ઈન્સ્પેક્ટર મોરે ડાબી બાજું ડોકું ફેરવીને ઈશારો કરતા કહ્યું.

હવલદાર શિંદેને સમજતા વાર ના લાગી કે ઈન્સ્પેક્ટર મોરે સાહેબે, રોબર્ટની ઓરડીને ત્યાં જઈ સીધો હમલો બોલવા માટેનો ઓર્ડર આપી દીધો છે.

“હા આદિત્ય..” ઈન્સ્પેક્ટર મોરે પગલા ભરતા પૂછવા લાગ્યાં.

“સર પર જો લડકી કો કેદ કર કે રખ્ખા ગયા હે વો રૂમ પર તો તાલા લગાયા હુવા મેને પહેલે હી દેખા થા..” આદિત્યે કહ્યું.

“હમ્મ...રોબર્ટ કો પહેલે કન્ટ્રોલ કરના હોગા, યા દોનો રૂમ પર એક સાથ, એક હી સમય પર અટેક...” ઈન્સ્પેકટર મોરે કહેવાં લાગ્યાં.

“પર સાબ...હમલોગ પ્રિયા, સૌમ્ય ઔર રોઝ કો એકસાથ કૈસે બચાયેગે...” આદિત્ય ચિંતાતુર થતાં પૂછ્યું.

ઈન્સ્પેકટર મોરે આ વખતે કંઈ કહ્યું નહીં. અને તેજ નજરથી ચારે દિશામાં જોતા ચાલવા લાગ્યાં. તેઓ બધા જ ચોર પગલે ઓરડીને ત્યાં આવી પહોંચ્યા અને દિવાલને ત્યાં લપાઈને ઊભા થઈ ગયા.

“શિંદે, તિવારી ઔર મુકેશ ને ક્યાં કહા...?” ઈન્સ્પેકટર મોરેએ ધીમેથી ઈશારાથી પૂછ્યું.

“સા’બ સીડી કે યહા તક પહોંચે.” શિંદે માહિતી આપતા કહ્યું.

“ઠીક હૈ, તિવારી ઔર મુકેશ કો બોલો, ઉપર જા કર, દો મિનટ કે બાદ દરવાજા તોડ દેના..” ઈન્સ્પેકટર મોરે જેટલું બની શકે એટલું ઈશારાથી ધીમેથી કહેતા જતા.

ત્યાં જ રુદ્ર હજુ પણ અંદરનો વાર્તાલાપ એવી રીતે જ ચુપકેથી છુપાઈને બારીમાંથી ફાફા મારતો જોતો હતો.

“બ્રો..પ્લીઝ તમે આ રોબર્ટની વાત નહીં માનો...” પ્રિયા સૌમ્યને સમજાવતાં કહી રહી હતી.

દાદરા ને ત્યાં ઊભેલા પોલીસ કોન્સ્ટેબલો તિવારી અને મુકેશ, રોબર્ટને સીસીટીવી કેમેરા દ્વારા સારી રીતે ઝડપાઈ ગયેલા દેખાઈ રહ્યાં હતાં.

ત્યાં જ રોબર્ટે પોતાનો પિત્તો ગુમાવતા, પ્રિયાને પોતાની નજદીક ખેંચી અને ચાકુંની નોક પ્રિયાના ગરદન પર રાખી કહેવાં લાગ્યો, “ સના પહેલે યે લડકી કો બાંધ લે..”

સના તરત જ અલર્ટ થઈને બાજુમાં પડેલું જાડું દોરડુને લઈને પ્રિયાના હાથ બાંધવા લાગી, પરંતુ પ્રિયા હવે તેનો વિરોધ કરતા પોતાનાં હાથ આમેતેમ કરવા લાગી.....

સૌમ્ય પણ હવે નજદીક જઈને પ્રિયાને છોડાવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. આ બધું જ જોઈ રહેલો રુદ્ર પણ બારીએથી ખસીને, ખુદકો મારી નીચે જમીન પર પડ્યો અને ઓરડીને ફરતે ભાગતો સીધો જ દરવાજા ભણી આવવા માટે દોડવા લાગ્યો.

“મોરે સાબ, પ્રિયા નામકી લડકી કો બંધક બના લિયા હૈ...” શિંદેએ જાણકારી આપતા ઝડપથી કહ્યું.

આદિત્યની ચિંતા હવે વધવા લાગી. તે વિચારમાં પડી ગયો કે હવે પ્રિયાને પણ બાનમાં લેવામાં આવી છે. આખરે આ રોબર્ટ કરવા શું માંગે છે..!!

હવે વિચારવાનો બિલકુલ પણ સમય ન હતો. ત્યાં જ દોડતો રુદ્ર પણ સામે ભટકાઈ જતા, કોન્સ્ટેબલ શિંદે કહેવા લાગ્યો, “ એય એય..રુક જા...રુક જા..”

આટલું સાંભળતા જ રુદ્ર ત્યાં જ અટક્યો.

ઈન્સ્પેકટર મોરેએ ઈશારાથી શિંદે તરફ ડોકું ધુણાવ્યું. શિંદે સમજી ગયો કે અંદર જવા માટે સાહેબે ઓર્ડર આપી દીધો છે. અને બીજું પણ ઈશારાથી કહ્યું. એ ઈશારો એમ હતો કે હથિયાર ફક્ત ચાકુ જ છે એનો મતલબ ચાકુ ચલાવનાર નિશાનબાજ આદમી રહેવાં જોઈએ.

શિંદેએ “હા” માં ડોકું ધુણાવ્યું અને મોટો કુદકો મારતા જ દરવાજો ધીરેથી ખોલ્યો. અને ઓરડીની અંદર નજર નાંખી, એ જ પળે ઈન્સ્પેકટર આગળ થઈને અંદર પેઠો અને પોતાની પિસ્તોલ સામે તાકી...

બીજી તરફ રોબર્ટને જાણ થઈ જ ગઈ હતી સીસીટીવી કેમેરા દ્વારા કે પોલીસનો હમલો હવે બોલાવાનો છે. તેથી તેણે એકના બદલે બે ચાકુ પોતાના હાથમાં રાખ્યા હતાં. તેણે પ્રિયાને સામે રાખી હતી અને એણા પાછળ ઊભા રહીને ડાબા હાથનું ચાકુ એણે પ્રિયાના ડાબા હાથનાં બાવડા પર રાખ્યું હતું અને બીજા જમણા હાથમાં જે ચાકુ પકડેલું હતું તે સામે તાકેલું હતું.

સના પણ બે ચાકુ લઈને સાવધ થઈને ઊભી હતી. જયારે સૌમ્ય થોડે દૂર સ્થિર, અવાચક થઈને ઊભો હતો. આ જોતા જ કમ્પ્યુટર ઓપરેટરે ઊભા થઈને પોતાનાં બંને હાથ ઊંચા કરી દીધા.

ઈન્સ્પેકટર મોરેએ પિસ્તોલ તાકીને, મોટેથી કાન ફાડી નાંખે એટલી હદથી બરાડો પાડતા કહ્યું, “ એએએએએ...લડકી કો છોડ રે...”

“મેરે રાસ્તે કે બીચ કોઈ નહીં આયેગા...” એકદમ જ સાવચેતીથી પ્રિયાને આગળ કરતા રોબર્ટે કહ્યું.

પરંતુ ઈન્સ્પેકટર મોરેનો ખડતલ ચહેરો જોતા રોબર્ટ અનુમાન લગાડી ગયો કે, તે ગોળી ક્યારે પણ છોડી શકે છે. એટલે પોતાને હરહાલમાં બચાવા માટે તેણે જોરથી બધાને સંભળાય એવી રીતે કહ્યું, “ કોઈ નહીં આયેગા સામને.” એટલું કહીને એક સેકેંડનો પણ વિલંબ કર્યા વગર દાંત ભીંસતા, ડાબા હાથનું ચાકુ જે પહેલાથી પ્રિયાના ડાબા હાથના બાવડા પર તાકેલું હતું. તે જ ચાકુથી તેણે જોરથી પ્રિયાના બાવડે ચીરો માર્યો........

(ક્રમશ :..)