Tasvir - Ruhani Takat -3 books and stories free download online pdf in Gujarati

તસ્વીર - રૂહાની તાકત - 3

અજય એ અજીતસિંહ સામે જોઈને કીધું કે ઇશિતા બે દિવસ થી ગૂમ છે અને એનો ક્યાંય પત્તો મળતો નથી. અજીતસિંહ અજય પર ગરમ થયા અને કીધું બે દિવસ થી ગાયબ છે અને તમે મને આજે જણાવો છો.તમે લોકો મારી જવાબદારી છો . થોડી વાર વાતાવરણ માં ગમગીની છવાઈ ગઈ અને બધા એક દમ ચૂપ બેઠા હતા.

અજિતસિંહે અજય સામે જોઈને કીધું કે શહેર તો ચાલ્યા નથી ગયા.અજયે કીધું ના ઇશિતા એમ મને કીધા વગર ના જાય એનો ફોન પણ બંધ આવે છે.અજિતસિંહે કીધુકે ગામ માં તો કોઈ હિમ્મત ના કરી શકે. ઇશિતા જંગલ તરફ તો નથી ગઈ ને.તમે લોકો એ જંગલ માં તાપસ કરી.એટલે અમે ના પાડી.અજીતસિંહ એ અમને તરત જંગલ માં તાપસ કરવા માટે સલાહ આપડી અને તરત પોતાની જીપ નીકળી અને અમને જંગલ તરફ લઇ ગયા.

જંગલ માં મોટા મોટા નીલગીરી ના વૃક્ષો હતા અને નદી જંગલ માંથી પસાર થતી હતી.ત્યાં ગમે ત્યાં જંગલી જાનવર નો સામનો થવાનો દર હતો એટલે અજીતસિંહ પોતાની રિવોલ્વોર સાથે લાવેલા અને સાથે બે માણસો પણ હતા.અમે જંગલ માં બધે તાપસ કરી પણ કઈ માંડ્યું નહિ.અમે સાંજ સુધી તાપસ કરી પણ કઈ હાથ ના લાગ્યું.એટલે અજિતસિંહ થોડા ધુંવાપુવા થઇ ગયા અને અમારી સામે એક દમ લાલ આંખ કરીને બોલવા લાગ્યા તમે લોકો એ પેલા કીધું હોત તો આપડે ગમે તેમ કરીને શોધી કાઢત.

હવે કોઈ જાનવર પણ લઇ ગયું હશે તો મુશ્કેલ છે આપડને કઈ મળે.

અજય હવે હિમ્મત હરિ ગયેલો અને અને અજીતસિંહ ના શબ્દો ની ખુબ અસર થઇ અને એ ખુબ રડવા લાગ્યો.મારી ઇશિતા ને શું થયું હશે? નક્કી એની સાથે કંઈક તો બનેલું હશે?ક્યાંક એને કઈ થઇ તો નાઈ ગયું હોય ને? મેં એને શાંત રહેવા માટે કીધું અને અજીતસિંહ ને મેં પોલીસ ને જાણ કરવા માટે કીધું.

અજીતસિંહ પણ મારી વાત સાથે સહમત થયો અને પોલીસ ને જાણ કરવા માટે કીધું.એવા માં અમારી સાથે આવેલા અજીતસિંહ ના એક માણસ કાળું એ અજીતસિંહ ને કોઈ મંદિર પાર જવા માટે કીધું તો અજીતસિંહ એ ના પાડી અને કીધું ના આપડે ત્યાં નઈ જઇયે ત્યાં વારસો થી કોઈ ગયું નથી અને એમને પોલીસ ની વાત કરી અને વાત બદલી નાખી.પણ મને એવું જરૂર લાગ્યું કે અજીતસિંહ અમારા થી કંઈક તો છુપાવે છે.

અજીતસિંહ એ જીપ ઘર તરફ દોડાવી અને રસ્તામાંજ એમને ઇન્સ્પેક્ટરઝાલા ને ફોન કરીને એમના ઘરે આવા માટે જણાવ્યું.અમે અજીતસિંહ ના ઘરે પહોંચ્યા ત્યાં ઝાલા પણ આવી ગયેલા.અજિતસિંહે ઇશિતાના ગુમ થવાની વાર કરી અને કીધું કે ઝાલા ગમે ત્યાં થી તમે શોધી લાઓ મારી અને ગામ ની ઈજ્જત નો સવાલ છે.જો ઇશિતા નઈ મળે તો મારી ઈજ્જત તો જશે પણ ગામ માં કોઈ શહેર થી ડોક્ટરો નઈ આવે.

ઝાલા એ મારી સામે જોઈને કીધું એ આ ભાઈ કોણ છે? અજયે મારો પરિચય આપ્યો મને એમ લાગ્યું કે ઝાલા મારા પાર સક કરે છે.ઝાલા એ અજય અને રઘુકાકા ની ઈન્કવાયરી કરી અને ઇશિતા નો ફોટો માંગ્યો અને કીધું કાલે સવારે એ મારા ઘરે આવશે.અજિતસિંહે અમને સાંત્વના આપી અને કીધું જો કોઈ માણસ નું આ કામ હશે તો એની ખેર નથી અને તમે ચિંતા ના કરો આપડે ઇશિતા ને ગમે ત્યાં થી શોધી કાઢીસુ.

અમે લોકો હવે અજય ના ઘરે આવી ગયા હતા મારા મગજ માં પેલા જંગલ ના મંદિર ની વાત,અને મળેલી માળા વિશે શંકાઓ છે.અને મેં અજય ને જે તાપસ માં ઇશિતા ની ડાયરી મળેલી તે વાંચવા માટે કીધું. મેં અજય ને પૂછ્યું કે ઇશિતા થોડા સમય થી કાયા વિષય પાર લખતી હતી તને કઈ ખ્યાલ છે. તો અજયે મારી સામે જોઈને કીધું કે તને તો ખબર છે ચોક્સી કે મને લેખો અને ઇશિતા ની ફિલોસોફી વળી વાતો ને લેખો પસંદ નહતા એટલે હું ક્યારેય એમાં દખલગીરી નહતો કરતો.

મેં અજય સામે જોઈને કીધું કે હું ઘરે જઈને એ લેખો જોઈ શકું તો અજય એ કીધું હા એ લેખો ઇશિતા ના લેપટોપ માં છે અને તું ઘરે જઈને એ જોજે અને હું એની ડાયરી વાંચું છું.

ઘરે પહોંચી અને હું ઇશિતા ના લેપટોપ માં રહેલી એના લેખો વાંચવા લાગ્યો અને અજય ઇશિતા ની ડાયરી સવાર સુધી હું એ લેખો વાંચતો હતો. એમાં ઇશિતા એ એક અલગ ફોલ્ડર હેલ્પ કરીને બનાવેલું મને થોડું અજીબ લાગ્યું. કે હેલ્પ ફોલ્ડર નું નામ એટલે મેં એમાં ઇશિતા એ લખેલા અજીબ લેખો હતા.

એના લેખો માં કોઈ માનસિંહ નો ઉલ્લેખ હતો અને કોઈ ભૂત-પ્રેત ની વાતો એમાં લખેલી.મેં ઘણી વાર્તાઓ વાંચી હતી ભૂત પ્રેત ની પણ આ લેખ કઈ અલગ પ્રકારનો હતો.એમાં કોઈ ભૂત ને ઇશિતા ની મદદ ની જરૂર હતી એને કોઈ બીજા પ્રેત થી દર હતો અને ઇશિતા માનસિંહ ની મદદ કરવા માંગતી હતી.વાર્તા એકદમ એવી હતી કે મારા માનવામાં ના આવે અને આમ પણ ઇશિતા એક મોર્ડર્ન યુવતી હતી. એને ક્યારેય આવી ભૂત -પ્રેત, રૂહાની તાકાત જેવી વાતો માં વિશ્વાસ નહતો.

ઇશિતા એ એના લેખ માં કરેલી માનસિંહ સાથે ની વાતો અને માનસિંહે માંગેલી મદદ એ બધું એક દમ અચરજ પેદા કરે એવું હતું.એની વાત માં કોઈ રૂમ નો ઉલ્લેખ પણ હતો.જેમાં કોઈ અઘોરી બાવા ની વાતો પણ એને લખેલી.અને લેખો વાંચી ને મને તો થોડી વાર તો ડર લાગ્યો.પણ થોડી વાર માં વિચારેલું કે કદાચ ઇશિતા કોઈ ભૂત-પ્રેત, કે અગોચર દુનિયા પર વાર્તા લખતી હશે

એવા માં અજય એક દમ દોડતા દોડતા મારી પાસે આવ્યો અને મને ઇશિતા ની ડાયરી બતાવતા બોલ્યો યાર આમ તો ઇશિતા કે કેટલું બધું અજીબ લખેલું છે અને થોડા ડરાવના પિક્ચર પણ દોરેલા છે.મેં એ ડાયરી માં જોયું તો એને કોઈ બાવા નું અને કોઈ રાજા જેવા દેખાતા માણસ નું ચિત્ર દોરેલું.અને મેં એને લખેલી ડાયરી વાંચી અને એમાં પણ મેં માનસિંહ વિષે વાંચ્યું.

ઇશિતા એ એની ડાયરી માં માનસિંહ સાથે ની પ્રથમ મુલાકાત થી બધું લખેલું હતું.એટલે હું હોલ માં રાખેલા સોફા પાર બેસી ને ઇશિતા ની ડાયરી ધ્યાંનથી વાંચવા લાગ્યો અને અજય ને મેં ઇશિતા ના લેપટોપ માં રહેલા લેખો વાંચવા માટે કીધું.હું ઇશિતા ની ડાયરી વંચાની શરૂઆત કરી ત્યાં મને કોઈ અવાજ આપતું હોય એવું લાગ્યું મેં પાછળ જોયું તો કોઈ નહતું.એટલે મેં અજય ને કીધું કે અજય તને કોઈ અવાજ સંભળાવ્યો મને કોઈએ જાણે બોલાવ્યો હોય એવું લાગ્યું એટલે અજયે મારી સામે જોઈને કીધું ના મને કોઈ અવાજ નથી સંભળાયો કદાચ ઉજાગરા ને લીધે તને આભાસ થાય છે એક કામ કર તું ઊંઘી જા થોડો આરામ કર કાલે પોલીસ આવે એટલે આપડે ઇશિતા ની તાપસ તાપસ કરીશુ.હું ખુબ થાકી ગયો હતો એટલે મેં અજય ને કીધું કે હું અહીંયા સોફા પર સુઈ જાઉં છું આમ પણ હવે સવાર થશે થોડી વાર માં. મારી આંખો ઘેનવા લાગી ત્યાં મેં ફરી મને કોઈ બોલાવતું હોય એવું લાગ્યું અને એક દમ ચોંકી ને જાગી ગયો.પણ સામે અજય બેઠો હતો અને મેં એની સામે જોયું તો અજય મારી સામે પ્રશ્નાર્થ નજરે જોતો હતો પણ મને લાગ્યું કે મારો ભ્રમ હશે એટલે પાછો હું સુઈ ગયો.

Share

NEW REALESED