Tasvir - Ruhani Takat -4 books and stories free download online pdf in Gujarati

તસ્વીર-રૂહાની તાકત - 4

મને કુતરાઓ નો જોર જોર થી ભસવાનો અવાજ આવ્યો અને એ આવજે મારી ઊંઘ ઉડાવી દીધી.ત્યાં મારી નજર અંદર આવી રહેલા ઇન્સ્પેક્ટર સી. કે.ઝાલા પાર ગઈ.એને મને ઉઠી જવાનો ઈશારો કર્યો અને અજય હજુ સામે સોફા પરજ બેઠો હતો. કદાચ એ રાત્રે ઊંઘ્યો નહિ હોય એવું મને એને જોતા લાગ્યું.

ઇન્સ્પેક્ટર સી. કે. ઝાલા હજુ ઘરમાં પ્રવેશ્યતા તા એમની પાછળ અજીતસિંહ પણ અંદર આવ્યા.ઝાલા અજય ને કીધું કે ઇશિતા ની કોઈ વસ્તુ કે કપડાં કઈ આપો.એટલે એ અંદર ના રૂમ માં લેવા માટે ગયો.મેં કૂતરો સામે જોયું બે પૂંછડી વગર ના કાળા કલર ના કુતરાઓ. ઝાલા એ મારી સામે જોઈને કીધું સ્પેશ્યલ આ કુતરાઓ ને જીલ્લા ની મેઈન પોલીસ કચેરી થી મંગાવેલા છે અને ઝાલા સાથે એક ટ્રેઈન માણસ પણ હતો.ઝાલા એ અજિતસિંહ ને એનો પરિચય આપ્યો અને કીધું આ રોશન છે અને એને ઘણા ચોરી,અને ખૂન જેવા કેસો સોલ્વ કરેલા છે અને એમાં એને આ કુતરાઓ નો ખુબ સાથ મળેલો છે. રોસન એ અજીતસિંહ સામે જોઈને કીધુકે આ કુતરાઓ આવા કામ માટેજ ટ્રેન કરવામાં આવેલા છે તમે ચિંતા ના કરો મેં ભૂતકાળ માં આવા ઘણા કેસ સોલ્વ કરેલા છે.અને એને કુતરાઓ નો પણ પરિચય આપ્યો. આનું નામ મેક્સ છે. મેક્સ એકદમ કાળા કલર નો હતો અને એનો ભસવાનો અવાજ એક ડેમ ડરવાનો હતો અને આ બીજા કુતરા નું નામ રોની છે એના ગળા પાર એક પીડા કલર નું એક સર્કલ હતું.અને એ પણ ભસતો હતો પણ એનો અવાજ એટલો કરકસ નહતો.

એવામાં અજય અંદર થી ઇશિતા નો દુપ્પટો લઈને આવ્યો અને એ દુપ્પટો એને રોશન ને આપ્યો રોસને ઇશિતા નો દુપ્પટો મેક્સ અને રોની ને સુંઘાડયો અને બંને નો પટ્ટો જે એને પકડી ને રાખેલો એ છોડી દીધો.બંને આખા મકાન માં આમ તેમ દોડવા લાગ્યા એમને રસોડા,બેડરૂમ જ્યાં જ્યાં ઇશિતા ગઈતી ત્યાં બધે દોડવા લાગ્યા એવામાં મેક્સ અચાનક દોડતા દોડતા સીડી પર ચડી ગયો અને ત્યાં એક દરવાજા પાસે ઉભો રહી ને ખુબ ભસ્યો પણ થોડી વાર માં એનો કઈ અજીબ અવાજ આવતો હતો.રોની પણ એની પાછળ ગયો પણ એ સીડી માં બેસી રહ્યો અને ભસવા નું એને બંધ કરી દીધેલું.

રોશન તરત સીડીઓ પર ચડવા લાગ્યો અમે પણ એની પાછળ ઉપર ચડ્યા તો રોની એકદમ હોય એમ લાગતું હતું.રોસને રોની ને આટલો ડરેલો પહેલી વાર જોયેલો એને ઉપર જઈને જોયું તો મેક્સ પણ દરવાજા સામે નજર કરીને ચૂપ ચાપ બેઠો હતો અને એના મોઢા માંથી કોઈ દયામણો અવાજ નીકળતો હતો.રોશન ને મારી તરફ જોઈને પૂછ્યું આ માં શુ છે?? મેં રોશન ને કીધું એતો સ્ટોર રૂમ છે અને અજિતસિંહે મને આ ખોલવાની ના પાડેલી અને એની ચાવી તો અજીતસિંહ પાસે જ છે? એટલે રોસને અજીતસિંહ સામે જોયું તો અજીતસિંહ એ કીધું એ રૂમ માં જૂની વસ્તુ ઓ પડેલી છે અને અમારા પૂર્વજો ની થોડી યાદગાર વસ્તુઓ છે.રોસને એ રૂમ ખોલવા માટે કીધું.અજીતસિંહ ની જાણે એ રૂમ ખોલવાની જરા પણ ઈચ્છા નહતી.

બધા અજીતસિંહ સામે એક શંકા ની નજરે જોવા લાગ્યા એવું તો સુ છે આ રૂમ માં કે અજીતસિંહ ને એ રૂમ ખોલવામાં ખચકાટ થાય છે? ક્યાંય અજિતસિંહે તો ઇશિતા સાથે કઈ નથી કરેલું ને?બધાના મન માં આવા સવાલો ઉભા થતા હતા પણ અજીતસિંહ ને કોણ કે. થોડી વાર બધા ચૂપ ચાપ ઉભા હતા એવામાં અજીતસિંહ એ સામેથી કીધું જે સારું હું રૂમ ખોલું છું.

અજીતસિંહ એ રૂમ ખોલ્યો રૂમ નો દરવાજા ના નકુચા માં કાટ લાગી ગયેલો હતો.અને દરવાજો લાકડાનો હતો એ બારીક નક્સી કામ વાળો.અંદર એકદમ અંધારું હતું, એટલે અજિતસિંહે રઘુકાકા ને મીણબત્તી લાવા માટે કીધું રઘુકાકા એ મીણબત્તી લેવા માટે નીચે ગયા ત્યાં મેક્સ એ ઉભા થઈને રૂમ તરફ ભસવા મંડ્યો એ અંદર જવા માટે ઉભો થયો પણ એ દરવાજા ની વચ્ચે બે પગે ઉભો થઇ ગયો અને થોડી વાર માં એ એકદમ નીચે તરફ ભાગ્યો.અને સીધી માં બેઠેલો રોની પણ એની પાછળ પાછળ ભાગ્યો.રોશન ને આ હરકતો એકદમ અચરજ પમાડે એવી હતું.આવું આ બંને એ પ્રથમ વાર કરેલું હતું.

અજીતસિંહ આ હરકતો જોતા હતા અને એ કઈ વિચારી રહ્યા હોય એમ મને લાગ્યું.અને અજીતસિંહ ની હરકતો મને થોડી શંકા સ્પદ લગતી હતી.એવામાં રઘુકાકા મીણબત્તી લઈને આવ્યા અજિતસિંહે એમને અંદર જઈને એને પ્રગટાવ માટે કીધું પણ રઘુકાકા અજીતસિંહ સામે જોઈ રહ્યા અને જાણે એ મનો મન અજીતસિંહ ને ના પડતા હોય એમ લાગ્યું એટલે અજિતસિંહે રઘુકાકા ના હાથ માંથી મીણબત્તી લીધી અને એ અંદર ગયા અને મીણબત્તી જલાવી.

મીણબત્તી નો પ્રકાશ હવે રૂમ માં હતો એટલે અમે બધા અંદર પ્રવેશ્યા અંદર જયારે મેં પગ મુક્યો મને એક દમ મારા હૃદય ની ધડકનો મને સાંભળવા લાગી આવું મારી સાથે પહેવી વાર થયેલું.અંદર રૂમ માં ચારે બાજુ જંગલી કરોળિયા એ બાંધેલા જાડાંઓ હતા.અને જોતાજ લાગતું હતું કે વારસો થી આ રૂમ ને કોઈએ ખોલ્યો નહીં હોય. મારી નજર રૂમ માં ચારે બાજુ ફરી રહી હતી ત્યાં સામે દીવાલ પર ટીંગાડેલી એક તસ્વીર પર મારી નજર ગઈ અને હું એકદમ ચોંકી ગયો અને મેં અજયને એ તસ્વીર સામે અગાડી ચીંધી ને કીધું આ એજ વ્યક્તિ જેની તસ્વીર ઇશિતા એ એની ડાયરી માં દોરેલી છે.અમે એક દમ નજીક જઈને એ તસ્વીર ને સાફ કરી અને ખાતરી કરી કે એજ વ્યક્તિ છેકે નહિ.

એક અચરજ પમાડે એવી વસ્તુ એ હતી કે રૂમ માં આટલી બધી ધૂળ હતી પણ તસ્વીર એટલી ખરાબ નહતી.નીચે લખ્યું હતું મહારાજ માનસિંહ અને આગળ કદાચ કઈ લખ્યું હતું પણ બરાબર વંચાતું નહતું.એવામાં અજીતસિંહ બોલ્યા આ મારા પિતાજી ની તસ્વીર છે.અને યાદગીરી રૂપે આમે અહીંયા સચેવેલી છે.મને એક વાત એ ખબર ના પડી કે અજીતસિંહ એ એમના પિતાજીની તસ્વીર અહીંયા કેમ રાખેલી હશે. ઈચ્છે તો એમના ઘર માં રાખી સકેને.

એવા માં રોશન ની નજર ખૂણા માં પડેલી કઈ વસ્તુ પર ગઈ એને જોયું તો એ કોઈ લેડીસ બ્રેસલેટ હતું.એને એ હાથ માં લીધું તો એ એકદમ સાફ હતું.એને અજય ને આપીને પૂછ્યું કે આ ઇશિતા નું તો નથી ને તો અજય એ એ બ્રેસલેટ હાથ માં લીધું અને એને એ બ્રેસલેટ ઓળખતા વાર ના લાગી એ તરત બોલ્યો આતો ઇશિતા નું જ છે.

અમે બધા એની સામે આંખો ફાડી ને જોઈ રહ્યા કે એ કઈ રીતે શક્ય છે રૂમ નું લોક તો અજિતસિંહે અમારી સામે ખોલેલું અને રૂમ માં બીજે ક્યાંય કોઈ દરવાજો પણ નહતો.એટલે મેં અજીતસિંહ ને પૂછ્યું કે રૂમ માં કોઈ ખુફિયા દરવાજો છે.તો અજીતસિંહ મારી સામે જોઈને બોલ્યા ના આ એકજ દરવાજો છે રૂમ માં આવા માટે કોઈ બીજો રસ્તો નથી.હવે મારા મન માં અનેક સવાલો હતા.ઇશિતા નું બ્રેસલેટ અહીં ક્યાંથી આવ્યું? મારા પેન્ટ ના ખીચા માં પડેલી માળા કોની છે? અને ઇશિતા ના ગુમ થવા પાછળ અજીતસિંહ તો નથી ને? ઇશિતા ગઈ ક્યાં હશે? અને આ તસ્વીર અહીંયા શુ કરે છે?

હું તસ્વીર સામે જોઈ રહ્યો હતો.એ તસ્વીર કોઈ ચિત્રકાર દ્વારા દોરવામાં આવેલી હતી. હું બરાબર તસ્વીર ની સામે ઉભો હતો.તસ્વીર માં એક ગજબ નું આકર્ષણ હતું.હું ઈચ્છતો હોવા છતાં એ તસ્વીર થી નજર નહતો હટાવી શક્યો.મોટી લાલ કલર ની આંખો જાણે મનેજ જોઈ રહી હતી.જાણે કઈ કેહવા માંગતી હોય એવું મને લાગ્યું હતું.માથા પાર મુગટ જેવું કઈ પહેરેલું હતું.અને પહેરવેશ પણ રાજા જેવો હતો .હાથ માં તલવાર હતી.

એવા માં અજય મારી પાસે આવ્યો અને બોલ્યો ઇશિતા આ રૂમ માં કેમ આવી હશે? ક્યાંથી આવી હશે અને કેમ આવી હશે? એટલે મેં એની સામે જોઈને કીધું મારા મગજ માં પણ એજ સવાલો છે જે તારા મગજ માં ચાલી રહ્યા છે.રોશન અને ઝાલા ને પણ અજીતસિંહ પર સક હતો પણ એ લોકો ડર ના લીધે કઈ બોલી રહ્યા ન હતા.અને એવા માં અજિતસિંહે કીધું હવે આપડે આ રૂમ બંધ કરી દેવી જોઈએ.

અમે બધા બહાર નીકળી રહ્યા હતા મારી નજર એ તસ્વીર પર હતી એવા માં અચાનક મને એવું લાગ્યું કે માનસિંહ ની આંખો ડાબી બાજુ મારી તરફ ફરી હોય એવું લાગ્યું પહેલા તો મને એ ભાસ થયો હોય એવું લાગ્યું પણ થોડી વાર માં એ આંખો એ પલકારો કર્યો.હું એકદમ ચૌકી ગયો આવું કઈ રીતે બની શકે.રૂમ ને અજિતસિંહે ફરીથી લોક કરી દીધો.

અને અમે બધા ત્યાં થી નીકળી ગયા અને રોશન મેક્સ અને રોની ને શોધતો હતો.ત્યાં રોશન ને મેક્સ નો આવાજ સંભળાયો એટલે રોસને એ દિશા માં દોટ મૂકી અમે પણ એની પાછળ દોડ્યા ત્યાં મેક્સ એજ પથ્થર આજુ બાજુ ચક્કર મારતો હતો જ્યાં ઇશિતા હંમેશા આવતી હતી.

રોશન ને અને રોની નદીના પાણી માં તરતો તરતો અડધા સુધી પહોંચી ગયો એટલે રોસને એને આવાજ આપી અને પાછા આવા માટે કીધું.રોસને અને અમે બધા એ પથ્થર ની બરાબર તાપસ કરી એ એક વિશાળ પથ્થર હતો.ઇન્સ્પેક્ટર ઝાલા એ મારી પાસે આવીને આવી શંકા વ્યક્ત કરી કે કદાચ ઇશિતા ને મારી અને કોઈએ આ પથ્થર નીચે દાટી દીધી હશે.પણ એ પત્તર ખસેડવા માટે કોઈ મોટા યાંત્રિક સાધન ની જરૂર પડે માણસની તાકાત બહાર ની વાત હતી એને ખસેડવાની.

એટલે મને તો એ વાત માં વિશ્વાસ નહતો અને ઝાલા એ મારી સામે જાણે અપરાધી હું જ હોય એમ જોવા લાગ્યો.રોસને કીધું કે નક્કી ઇશિતા અહીં આવેલી અને આ નદી ના માર્ગે આગળ ગઈ છે ક્યાંય એટલે જ રોની એનો પીછો કરતો નદી માં ચાલ્યો ગયો હશે.આપડે આ નદી ની પેલે પાર તાપસ કરવી જોઈએ.નદી ની પેલે પાર નીલગીરી ના જંગલો હતા.નીલગીરી ના જંગલ મા અમે કાલે જ તાપસ કરીને આવેલા એટલે અજિતસિંહે ઝાલા સામે જોઈને કીધું કે અમે બધા ત્યાં જઈને આવ્યા છીએ છતાં રોસને ત્યાં ફરી તાપસ કરવા માટે ઈચ્છા વ્યક્ત કરી.

એટલે અમે બધા એ ફરી તાપસ માટે એ જંગલ માં જવાનો નિર્ણય કર્યો રોસને નદી પાર કરી ને જંગલ ની સામે ની બાજુ હતી એજ બાજુ માં પહેલા તાપસ કરવા માટે કીધું.અજીતસિંહ પોતે ડ્રાઈવ કરી રહ્યા હતા.એવામાં અજિતસિહ એકાદ કલાક ના ડ્રાઈવ પછી અમેને એજ જગ્યા પાર લઈને આવ્યા જેની નદી ની પેલી પાર અજય નું ઘર દેખાતું હતું.પહેલા તો મને નવાઈ લાગી કે અમે સવારે આવી કોઈ જગ્યા એ આવ્યા નહતા.આ કદાચ નવી જગ્યા હતી અને અમે એક કલાક ના ડ્રાઈવ પછી અહીં પહોંચેલા પણ અજય ના ઘર થી નદી પાર કરીયે તો સીધા અહીં આવી જવાય.

આગળનો રસ્તો કાર દ્વારા જવાય એવો નહતો એટલે અમે બધા નીચે ઉતરીને ચાલવા લાગ્યા ત્યાં અમારી સાથે રહેલા મેક્સ અને રોની બંને ને જેવા નીચે ઉતારવામાં આવ્યા બંને એક દમ જોર જોર થી ભસવા લાગ્યા અને નીચે ઉતારીને એક દમ ભાગવા લાગ્યા અમે એની પાછળ દોડ્યા ત્યાં અમને એક પ્રાચીન મંદિર દેખાયું અને એ મંદિર માં અમને ઇશિતા બેઠેલી દેખાયી.

ઇશિતા ને જોઈ ને અમે બધા એના તરફ દોડ્યા ઇશિતા જાણે સમાધિ માં બેઠેલી હોય એમ બેઠી હતી.અમે એની પાસે પહોંચ્યા અને અજય એ એને હલબલાવી અજય સામે એ એક અચરજ ભરી નજરે જોતી હતી.અજયે એને કીધું ઇશિતા તું અહીંયા શું કરે છે? કેમ અહીં આવી? ચાલ આપડે ઘરે જઇયે. તો ઇશિતા એક દમ ડરી ગઈ અને એને પરસેવો છૂટો ગયો અને એ બેભાન થઇ ગઈ એટલે અજય અને અમે બધા એ એને ત્યાં થી ઉંચકી અને કાર તરફ લઇ ગયા.કાર માં એને બેસાડી અને અમે ઘર તરફ લઇ ગયા.

અજય એ ઇશિતા ની ઘરે પહોંચી અને સારવાર કરી એ બરાબર હતી પણ એને ખુબ તાવ હતો એટલે અજય એ એને આરામ કરવા માટે કીધું. એ ડરેલી હતી અને એને તાવ હતો એટલે અજયે ને એને વધારે સવાલો ના પૂછવા અને આરામ કરવા નું યોગ્ય લાગ્યું.

અજય અને મેં ઇન્સ્પેક્ટર ઝાલા અને રોશન નો આભાર માન્યો અને અજીતસિંહ નો પણ આભાર માન્યો અને એ લોકો ત્યાં થી નીકળી ગયા અને ઇન્સ્પેક્ટર ઝાલા એ કીધુ કે કાલે એ ઇશિતા નું બયાન લેવા આવશે ત્યાં સુધી તમે એને આરામ કરવા દો.

ઇશિતા તો ઘરે આવી ગઈ હતી પણ મારા મગજ માં તસ્વીર ની આંખો દેખાતી હતી.અને મને મેક્સ અને રોની ની હરકતો અને રઘુકાકા અને કાળું ની મંદિર વિશે ની વાત અને મારા પેન્ટ ના ખિસ્સા માં પડેલી પેલી અજીબ માળા આ બધા સવાલો અને ઉપર થી માનસિંહ વિશે ની વાત જે અજીતસિંહ કંઈક તો અમારાથી છુપાવી રહ્યા હતા મારે આ બધા સવાલો ના જવાબ જોઈતા હતા.

મને સાંભળતા અવાજો અને માનસિંહ ની આંખો જે મારી સામે ફરી રહી હતી કંઈક તો કહેતી હતી.મેં આ બધા સવાલો ના જવાબ રઘુકાકા આપી શકે એમ મને પાક્કું લાગતું હતું.એટલે મેં અજયને કીધું આપડે રઘુકાકા જોડે કંઈક માહિતી મેળવીયે. અજયે મને કીધું હવે ઇશિતા હોશ માં આવે એટલે એજ બતાવી શકે શું બન્યું હતું અને હવે આમે લોકો અહીંયા તો નહીંજ રહીયે. જે પણ બનાવ હોય અમે અહીંયા થી નીકળી જઈસુ.

રઘુકાકા ની સાથે વાત કરવાની વાત થી અજય ખુશ નહતો પણ મેં તો નક્કી કરેલું એટલે હું રઘુકાકા પાસે ગયો અને પૂછ્યું રઘુકાકા તમે કેમ ઉપર ના રૂમ માં મીણબત્તી કરવા માટે નહતા જતા કેમ ડરતા હતા તમે? રઘુકાકા એ કૈજ જવાબ ના આપ્યો મેં ફરી સવાલ કરી પણ એ કઈ બોલ્યા નહિ મેં એમને જંગલ માં આવેલા મંદિર વિશે પૂછ્યું તો પણ એ કઈ બોલ્યા નહિ.

રઘુકાકા મને કંઈક ગડબડ લાગે છે અને મને પાક્કી ખાતીર છે કે તમે અને અજીતસિંહ ભેગા મળી ને અહીંયા કંઈક તો છુપાવી રહ્યા છો? ક્યાંય આ બધી વસ્તુ પાછળ તમારા લોકો નો કોઈ હાથ નથી ને. ઇશિતા તમારા દીકરી ના ઉંમરની છે.મેં એમને કહેલા કડવા શબ્દો ની અસર થવા લાગી હતી અને એ એકદમ ડૂસકે અને ડૂસકે રડવા મંડ્યા હતા.મેં એમને પાણી આપ્યું અને શાંત થવા માટે કીધું.ઇશિતા મારી છોકરી જેવી જ છે મેડમ ના નસીબ સારા કે એ જીવતા મળ્યા બાકી ત્યાં જનાર કોઈ જીવતું આવતું નથી.અને આવી ઘટનાઓ પહેલા પણ બનેલી છે.