Hit and Run books and stories free download online pdf in Gujarati

હીટ એન્ડ રન

“પપ્પા ખબર નહિ નક્કી શુભમ ને દિવ્યેશ વચ્ચે કઈ આવું તો છે જ ,જે આશ્ચયજનક છે!”- સિમી એટલું બોલી ને અટકી ગઈ.

આ સંવાદ દિવ્યાબેન બારણે ઉભા-ઉભા સાંભળી રહ્યા હતા. તેમને વચ્ચે બોલવાની ઈચ્છા થઇ, પણ થયું કે રેહવા દે, નથી બોલવું ક્યાંક તેમનો ને દુષ્યંતભાઈ નો ઝગડો થઇ ગયો તો? ક્યાંક દુષ્યંત ભાઈ નું મગજ છટકે ને શુભમ ને બચવવા કઈ ના કરે તો? ત્યાં ને ત્યાં અટકી ગયા. જેમ ચાલે છે તેમ ચાલવા દે સમય રેહતા બધું ઠીક થઇ જશે. અને એમ પણ તે દિવસ રાત તેમના કાનુડા ને પ્રાથના કરતા રેહતા હતા તેમના શુભમ માટે.

“આ દિવ્યેશ કોણ?” દુશ્યન્તભાઈ એ પૂછ્યું.

“દિવ્યેશ શુભમ નો ખાસ ફ્રેન્ડ”

“ઓહ પેલા મંત્રી નો છોકરો !!”

“હા! એ જ, જ્યાર થી આ અકસ્માત થયો છે ત્યાર થી એ અને શુભમ બોલતા નથી બને ખાસ ફ્રેન્ડ હતા. પેહલા કેટલી બધી વાર ઘરે આવતો હતો . અચાનક બને મળવા નું બોલવા નું બધું બંધ કરી દીધું. અને એ દિવસે પણ શુભમ એની જોડે જ બહાર ગયો હતો. અને અત્યારે એનો ફોને હતો શુભમ પર, ખબર નહિ એવી શું વાત થઇ કે શુભમ ગભરાઈ ગયો.”

દિવ્યેશ એ મંત્રી રઘુનાથ નો દીકરો હતો. દિવ્યેશ અને શુભમ બને કોલેજ માં સાથ ભણતા હતા ત્યાર થી ખુબ સારા મિત્રો થઇ ગયા હતા. આખો દિવસ મસ્તી કરતા હતા. દિવ્યેશ પાસે પૈસા અને સત્તા બને હતું એટલે એના જોરે તે બધું કરતો હતો એને નહતો કોઈ રોકવા વાળું હતું નહતું કોઈ ટોકવા વાળું હતું. બસ ! મન ફાવે એમ કરતો હતો. અને બે વર્ષ પેહલા ની ઘટના પછી એ રાજકારણ માં સક્રિય થઇ ગયો હતો. એટલે તેની દાદાગીરી ખુબ વધી ગઈ હતી.

દુષ્યંતભાઈ વિચાર માં પડી ગયા. શું કરવુ શું ના કરવું.? કઈ સમજાતું નહતું. દિલ માનતું નહતું કે શુભમે આવું કઈ કર્યું હોય. આમ તો એમને શેહર નો સૌથી સરસ વકીલ રોકેલો પણ એ કઈ કરી રહ્યો નહતો. પૈસા લીધા ને મુદાઓ ખેચાવવા સિવાય નું કોઈ કામ કરતો નહતો.

સિમી બોલી –“પપ્પા તમે એક વાર તો શુભમ ને પૂછો કે સાચું શું છે ? એને શાંતિ થી સમજાવી ને વાત તો કરી જોવો.

“બેટા! એક વાર પ્રયત્ન કર્યો તો પણ એ મગન નું નામ મારી પાડવા તૈયાર જ નથી.”

“ફરી એક વાર વાત કરી તો જુઓ કદાચ કઈ બોલે? “

“સારું” એમ બોલી દુષ્યંતભાઈ રૂમ માંથી બહાર નીકળ્યા. તેમને દિવ્યાબેન ને જોયા, અને જતા રહ્યા.

શુભમ ના રૂમમાં દાખલ થયા જોયું તો શુભમ મોબઈલ માં ગેમ રમી રહ્યો હતો. તેમને થયું કે શું કરે માણસ પોતા ના દુખ ભૂલવા રમતના નશા માં ડૂબી જાય અને મોબઈલની રમત તો એવી કે બીજી બધી આડી-અવળી વાત ભુલાવી દે,તાકી વિચારી વિચારી પોતા ની જાત ને દુખી તો ના થવું પડે ને!

“બેટા! મારે તારી સાથે વાત કરવી છે.- દુશ્યન્ત ભાઈ બોલ્યા.

“શું ?” શુભમે મોબઈલ માંથી મોઢું બહાર કાઢી ને ઉપર જોયું ને બોલ્યો. ફરી ગેમ રમવા લાગ્યો. તેને લાગ્યું તેના પપ્પા ફરી તેને ભાષણ આપશે. એટલે ખરાબ રીતે જવાબ આપ્યો.

“મોબઈલ બાજુ પર મુક.” શુભમ એ મોઢું બગાડ્યું. એ જોઈ ફરી દુષ્યંતભાઈ બોલ્યા.

“એક જરુરી વાત કરવી છે તારી જોડે.” અને

શુભમ એ મોબઈલ બાજુ પર મૂક્યો. ને બોલ્યો -“શું ?”

“મને સાચે સાચું કેહ્જે એ રાત્રે શું થયું હતું ?”

“પપ્પા કીધેલું તો હતું કે હું ગાડી ફૂલ સ્પીડે ચલાવતો હતો ને મારા થી અકસ્માત થયેલો એમાં પેલા ઘરડા કાકા મારી ગયા હતા ને હું ગાડી ત્યાં ની ત્યાં મૂકી ને ભાગેલો, બસ. ”

“તું જ ગાડી ચલાવતો હતો? તારી સાથે કોણ કોણ હતું ?-“

“પપ્પા કેટલી વાર કીધું કે હા, હું જ ગાડી ચલાવતો હતો ને મારી સાથે કોઈ નહતું .” શુભમ અકળાઈ ગયો.

“તો એ દિવસે તારી સાથે દિવ્યેશ પણ આવ્યો હતો તો એ અકસ્માત વખતે ક્યાં હતો.? તમે સાથે નહતા ?”

દિવ્યેશ નું નામ સાંભળતા જ શુભમ ચમકી ગયો ને વિચાર માં પડી ગયો.

દુષ્યંતભાઈ ફરી બોલવા લાગ્યા –“ હું જાણું છું તે કહું છે કે એ દિવસે તું તારા ફ્રેન્ડ સાથે બહાર ગયો હતો અને રસ્તા માં પાછા ફરતી વખતે તારી ગાડી ની સ્પીડ ના લીધે આપણી ગાડી થી સાયકલ વાળા કોઈ કાકા નો અકસ્માત થયો અને તું ગભરાઈ ગયો ને ત્યાં થી ભાગી ને ઘરે આવી ગયો. પણ મને એ કેહ તો ત્યાં થી તું ઘરે કેવી રીતે આવ્યો ? તે ભલે પોલીસ ને એમ કીધું કે તું રીક્ષામાં ઘરે આવ્યો પણ મને ખબર છે આપણા ઘર આગળ કોઈ રીક્ષા આવી જ નથી. મને વોચમેન એ કહ્યું હતું ત્યારે મેં આ વાત ને બહુ ધ્યાન પર ના લીધી, પણ મને લાગે છે વાત કઈક બીજી જ છે, જે તું છુપાવે છે ને આ તો તે વાર્તા બનાવી કાઢી છે. શું વાત છે સાચે સાચું કહી દે કદાચ હજી પણ સમય છે તું બચી શકે.

શુભમ વિચારવા લાગ્યો કે કહી દઉ કે ના કહું.

ત્યાં ફરી દુષ્યંતભાઈ બોલ્યા –“જે કઈ પણ વાત હોય તે કહી દે, પ્લીઝ બેટા! અમે તારી બધી મદદ કરીશું. આજ સુધી હું તને વાઢતો રહ્યો કારણકે મને શરમ આવતી હતી તને મારો દીકરો કેહતા, મને શરમ આવતી હતી લોકો ને જવાબ આપતા. પણ હજી મોડું નથી થયું તું કહી દે તો તારું ને મારું માથું શરમ થી જુકી જતા બચી જાય.

“પપ્પા, શું કરું મારા થી બહુ મોટી ભૂલ થઇ ગઈ છે મને પણ કઈ સમજાતું નથી.”

“શું થયું તું મને કહી દે અમે તને બચાવી લઈશું.” દુષ્યંતભાઈ લાચાર બની ને બોલ્યા. પુત્રપ્રેમ આગળ એ આજે લાચાર બની ગયા હતા.

“પપ્પા એ રાત્રે અમે બહાર ગયા હતા હું દિવ્યેશ ને દિવ્યેશ ની ગર્લ ફ્રેન્ડ કાવ્યા. દિવ્યેશ ની ગાડી ખરાબ હતી એટલે એ બાઈક લઈ ને આવેલો. અમે બહાર જમ્યા, બહુ ધીંગા મસ્તી કરી. પણ વાતો વાતો માં આવતા મોડું થઇ ગયું. કાવ્યા ના ઘરે થી ફોનો પર ફોનો આવી રહ્યા હતા એટલે દિવ્યેશ ને જલ્દી કાવ્યા ને ઉતારવા જવું હતું તો એને મારી ગાડી ને મને એનું બાઈક આપ્યું તાકી કોઈ એ બને ને જોઈ ના જાય. કાવ્યા એના ઘરે થી ખોટું બોલી ને આવી હતી. એવા માં જો એના ઘરે ખબર પડી જાય તો એનું આઈ બને. એટલે દિવ્યેશ ગાડી ફૂલ સ્પીડે ચલાવતો હતો. એમાં ને એમાં દિવ્યેશ થી ગાડી નો અકસ્માત થઇ ગયો. એ વખતે હું ત્યાં હતો પણ નહિ કારણકે હું મારા રસ્તે નીકળી ગયો હતો. મને દિવ્યેશ એ ફોન કરી ને બોલાવ્યો કે જલ્દી તું આવી જા. મને એ વખતે ખબર પણ નહિ કે આવું પણ કઈ બન્યું હશે હું ત્યાં ગયો ત્યારે ખબર પડી. એ ખુબ ગભરાયેલો હતો ને કાવ્યા રડતી હતી અમને બધા ને કઈ સમજાયું પણ નહિ ને અમે ગાડી ત્યાં મુકીને બાઈક પર ભાગી આવ્યા. બીજા દિવસે હું દિવ્યેશ નું નામ લઈ જ લેવા નો હતો કે ત્યાં રાત્રે દિવ્યેશ નો ફોન આવ્યો કે જો મારું નામ દીધું છે તો તારી ખેર નથી, હું તારી પોલ ખોલી દેશ એટલે બધા ને એમ જ કહેજે કે તું જ ગાડી ચલાવતો હતો. હું ત્યાં હતો જ નહિ.”

“એવી કઈ પોલ ખોલવા ની દિવ્યેશ વાત કરતો હતો ? જો બેટા જે હોય એ કહી દે, ડરીશ નહિ હું છું ને તું બિલકુલ ચિંતા ના કર. હું હાલ કાઢી દઈશ“ દુષ્યંતભાઈ એ સાંત્વના અપાતા કહ્યું.

“હું એ વખતે ડ્રગ્સ લેતો હતો એ વાત “-શુભમ નીચું જોતા બોલ્યો.