Aakarshan books and stories free download online pdf in Gujarati

અાકર્ષણ

રહસ્યકથા

18 આકષઁણ

એ.સી.પી.સૂજ્મસિંગ શ્રેણીનો 18 મોં મણકો...

સૂજ્મસિંગ સાંજે વહેલો ઘરે આવી સર્વન્ટને બીજો એક બેડરૂમ વ્યવસ્થિત કરવા સૂચનાં આપતો હતો. દહેરાદૂનથી એનાંં મધર અહીં રહેવા આવવાનાં હતા અને કિનલને ફોન જોડી સવારની ટ્રેનનો સમય જણાવ્યો. ડિનર લઇ થોડી વાર એનાં પ્યારા ડોગી 'ઝીગારો' સાથે ગાર્ડનમાં રાઉન્ડ મારી ટીવી પર ન્યુઝ જોઈ રહ્યો હતો ને ફોનની રિંગ વાગી'

'સર, બપોરે જે કંમ્પ્લેઇન આવી હતી સમિન્દર કૌર નામની મહિલાએ એનાં હસબન્ડ વીપ્રતસીંગ બે દિવસથી બીઝ્નેસનાં કામે મુંબઇ ગયા હતાં અને ગઈકાલ બપોર પછી એમનો કોઈ ફોન નથી અને ફોન ઉંચકતા પણ નથી,અહીં એમનો દીકરો અને વાઈફ જુદા રહે છે તથા એક દીકરી છે જે કોલેજમાં ભણે છે, એમની જનરલ વિગતો આવી ગઈ છે. પ્લાસ્ટિક ગુડ્સનાં ટ્રેડિંગનો ઘણો મોટો બીઝ્નેસ છે અને એક ઓફિસ એમનો દીકરો સાંભળે છે. બહારનાં શહેરોમાં પણ ઓફિસો છે. ફોટો અને વિગતો બધે મોકલી દીધી છે અને ફોનનું લાસ્ટ લોકેશન તો મુંબઈ બતાવે છે ફ્લાઇટની રિટર્ન ટિકિટ લીધેલી હતી પણ ચેકઈન થયાનથી. મુંબઈ ઓફિસમાંથી તો પરમ દિવસે સાંજે બધાને મળી પછી નીકળી ગયા હતા એટલે કોઈને માહિતી નથી. આપણે તપાસ માટે જવું પડે એવું લાગે છે. સવારે સુધીમાં બધેથી કોઈ અકસ્માત કે લાશ વિશેનાં ન્યુઝ હશે તો આવી જશે .'

'ઓકે, આવતી કાલે મમ્મીને લેવા તો કિનલ જઈ આવશે. મને આગળથી જણાવ. હું તૈયારી કરી રાખીશ.'

અને સવારે સૂજ્મસિંગ અને ટિમ મુંબઈ જવા રવાના થઇ ગયા. જે હોટેલમાં રહેલા એ રૂમમાં સામાન એમ જ હતો અને બે રાત્રીથી આવ્યા નથી. ઇન્સ. સારિકાએ મુંબઈ ઓફિસમાં ડીટેલ જાણી. ઓફિસમાંથી વહેલા નીકળી કોઈ પાર્ટીમાં જવાનાં હતા અને એક ફિલ્મ નિર્માણમાં ઈન્વેસ્ટ કર્યું હતું એની એક મિટિંગ હેંડલ કરી હતી. આ નવા ઇનવેસ્ટમેન્ટ ને લીધે લગભગ મહિનામાં એક વાર તો મુંબઈ આવતા જ હતા. કોણ આવ્યું હતું એની વિગતો પૂછતાં કોઈ ફિલ્મ ડાયરેક્ટર સોપાન ચંદ્રા અને સાથે કોઈ બે જણ હતા એમાં એક હિરોઈન પણ હતી.અને તરત સોપાન ચંદ્રાનો સંપર્ક કર્યો

સોપાન ચંદ્રાની ઓફિસમાં પહોંચતાં તરત સૂજ્મસિંગનું સ્વાગત કર્યું અને જણાવ્યું કે

'રાતની પાર્ટીમાં મારી સાથે જ હતા પછી એમની હોટેલ પર જવાનાં હતા. લોનાવાલામાં શૂટિંગ ચાલતું હતું ત્યાં જોવા જવાનો પ્રોગ્રામ વિચારતાં હતા પણ પછી કંઈ ફોન નહીં આવ્યો અને હું મારા કામમાં હતો. મારા આસી ડિરેક્ટર હજુ લોનાવાલા જ છે, મેં એને ફોન કર્યો પણ ત્યાં એ ગયા જ નથી. એ તો જાતે ડ્રાઈવ કરીને નીકળી ગયા હોય અને કારનો કોઈ પ્રોબ્લેમ થયો હોય એવું બને .'

'તમે કેવી રીતે ઓળખો એમને ?'

'એમનો કોલેજ સમયનો એક મિત્ર અહીં મુંબઈમાં રહેતો હતો અને એનો દીકરો મારી ફિલ્મમાં ડબિંગનું સંંભાળતો. પણ એ લોકો હવે યુ.એસ જતાં રહયા છે તેની સાથે આવેલા અને અમારે ઓળખાણ થઇ ગઈ અને એક કારણે પોલિટિકલ ઈશ્યુ પર ફિલ્મ બનવાની હતી એમાં ઈન્વેસ્ટ કર્યું અને અહીં આવે ત્યારે કોઈ વાર મળે .'

અને એટલામાં સૂજ્મસિંગનાં ફોનની રીંગ વાગી. 'ઓકે, એ પણ મને લાગે છે કે અહીંંજ ક્યાંક રોક્યાં હોય એવું બને '

'સોપાનજી દિલ્હીમાં કોઈ જગ્યા વેચાઈ એની બહુ મોટી રકમ લઇ ત્રણેક મહિના પર આવેલા. તે રુપીયા તમારી ફિલ્મમાં રોક્યા છે ?'

'ના, મારી ફિલ્મ તો દોઢ વર્ષ પહેલા રિલીઝ થઇ ગયેલી અને હિસાબ પણ થઇ ગયેલો, મારા એકાઉન્ટન્ટ પાસેથી રેકોર્ડ મળી જશે .'

'પણ એમના બ્લેકનાં રૂપિયા આપ્યા હોય તો ?'

'સર વિશ્વાસ રાખજો. અમે ઓફિસ પર નવી એક ફિલ્મ માટેની વાત કરવા ભેગા થયેલા પણ એમણે ખાસ કંઈ રસ નહિ બતાવ્યો. બાકી એ મારી ફિલ્મમાં ઘણું કમાયા હતા.'

'સાથે જે હિરોઈન આવી હતી એ એમનાં સંપર્કમાં છે ?'

'ના ના સર એ તો નવોદિત કલાકારો છે અને એ હીરો હિરોઈન બેઉને લઈને લો બજેટ ત્રણ ફિલ્મ વિચારી હતી ,જે જલ્દી ફિનિશ કરી શકાય. એ લોકોને સાથે લઇ આવ્યો, ઓફિસમાં બધાએ પિક્ચર્સ લીધા ને અમે નીકળી ગયા રાતની પાર્ટીમાં ઇન્વાઇટ કરીને.'

''તમારી લાઈનમાં બીજા કોનાંં સંપર્કમાં હતાંં.?'

'મને એવો તો બહુ ખ્યાલ નથી પણ બે ત્રણ વર્ષમાં અહીં ઘણાં કોન્ટેક્ટ થઇ ગયેલા હતાં. હું અમારા પબ્લિસિટી એન્ડ ફોટોગ્રાફર અવધેશને પૂછી જોઉં એની સાથે ઘણી વાર શૂટિંગમાં હોય અને સારા રિલેશન થઇ ગયા છે .'

અવધેશે ફોન પર જણાવ્યું કે મને પાર્ટીમાં મળ્યા અને લોનાવાલા પણ જવાનો વિચાર કરતા હતા પણ પછી કંંઈ ફોન નહિ આવ્યો અને ગીતશા એંન્ડૃ સાથે ડ્રિન્ક લેતાં બેઠા હતા .'

એટલે સુજમસિંગે ગીત્શા વિષે પૂછતાં જણાવ્યું ,

'અમારી એ પોલિટિકલ ફિલ્મની હિરોઈન હતી પણ એનું કામ વખણાયું નહોતું એટલે અમે રિપીટ નહોતી કરી ,કોઈ મોડેલિંગ એસાઇન્મેન્ટ કરી રહી હતી એટલે પાર્ટીમાં કોઈ જોડે આવી હશે અને વીપ્રતજી તો એને બહુ સારી રીતે ઓળખતા હતા, એ ગોવાની છે .'

'ઓકે મને એનો ફોન એડ્રેસ આપો'

સૂજ્મસીગે ફોન કનેક્ટ કરતા ગીત્શાએ જણાવ્યું કે હું તો મારા ઘરે ગોવા આવી છું સવારની ફ્લાઈટમાં, મારા ફાધર બીમાર હતા એટલે.'

જનરલ વાતો જણાવી વીપ્રતજી વિશે. એટલે જ્યાંથી એક બે વાર કાર હાયર કરી હતી એનો ફોન નંબર લીધો પણ એણે જણાવ્યું અહીંથી કોઈ કાર લીધી નથી

અને સૂજ્મસિંગ તથા ટિમ આજે ચાર દિવસ થયા છતાં કોઈ ફોન કે ખબર નહિ અને એટલે કંઈ અઘટિત થયું હોવાની જ આશંકા કરી રહયા હતા.ત્યાં તો ઇન્સ.સારિકાએ આવી ને ઘણી ચોંકાવનારી માહીતીનો ઘટસ્ફોટ કયોઁ.

'સર, મેં ગોવા એજન્ટ પાસે તાપસ કરાવી તો ગીત્શા છે ત્યાંજ પણ એના ફાધર માંદા હોવાની વાત ખોટી છે અને એ લોકો એનાં નાના ભાઈ સાથે રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. અને અહીં મુંબઈ ફ્લેટનાં પડોશી અને વોચમેનનાં કહેવા મુજબ ઘણીવાર વીપ્રતજી એનાં ફ્લેટ પર આવતાં અને સાથે બહાર જતાં પણ જોયા છે. ગીત્શાનો ઓલરેડી એક બોયફ્રેન્ડ છે અને ટીવિ સીરિયલમાં કંઈક કામ કરે છે એ પણ અત્યારે મુંબઈમાં નથી.'

''ગિરિરાજ મને લાગે છે કે ગોવા જવાનાં વચ્ચેનાં રસ્તાની ફરી બરાબર તપાસ કરવી જરૂરી છે લોનાવાલાનું ખાલી નામ દીધું હોય.'

અને મુંબઈ તથા આજુબાજુની હોટલોમાં મેસૅજ મુક્યાં ફોટો સાથે .

એકાદ કલાક પછી એક ફોન આવ્યો અને સૂજ્મસિંગની આંખોમાં ચમક આવી ગઈ .

'લેટ્સ ગો '

મુંબઈથી બહાર નીકળતાં ફરી સૂચનાं આપી,

'કોઈ પણ રીતે એ ત્યાંથી બહાર નહીં જાય એનું ધ્યાન રાખજો .'

લગભગ ત્રણેક કલાકનું અંતર કાપી એક રિસોર્ટ પર પહોંચ્યાં અને કાઉન્ટર પર ઉભેલાં એક ઈન્સ્પેક્ટરે હાથ મિલાવતાં, 'સર, જુસીર વકાસ ફર્સ્ટ ફ્લોરનાં એક રૂમમાં જ છે .'

સુજમસિંગે ઝડપથી ગીત્શાનાં બોયફ્રેન્ડ જુસીરને અત્યંત મોટી રકમની નોટો અને દુબઈની ટિકિટ સાથે અરેસ્ટ કરી લીધો અને એને ગીત્શાએ ગુનો કબુલી લીધો છે એમ કહ્યું તો એકદમ ગભરાઈને બોલવા માંડ્યો .

'સર, મારો એકલાનો કઈ વાંક નથી. ગીત્શાએ વીપ્રતને ફસાવ્યો હતો અને ઘણાં રૂપિયા ઈન્વેસ્ટ કરવા આપેલાં અને એક નાનાં મૂવીનું શૂટિંગ શરુ કરી દીધું છે એમ કહી છેતર્યા કરતી હતી. આ વખતે પણ ખુબ મોટી રકમ લઇ વીપ્રત આવ્યો હતો. અને ડાઉટ પડવાથી વધુ ડીટેલ પૂછવા માંડ્યો હતો. એટલે એણે મને આ પ્લાનમાં સામેલ કરી પૈસા લઇ દુબઇ જતાં રહેવાનું કહ્યું અને એ પછી ત્યાં આવે અને એણે રાત્રે લોનાવાલા બે દિવસ રહીયે એમ કરી પોતાની ગાડીમાં વિપ્રતને નીકળી અને રસ્તામાં મેં ગાડી રોકાવી અને એને મારીને પૈસા લઇ લીધા અને ખાડામાં ફેંકી દીધેલો.'

ગોવા પોલીસે ગીત્શાની ધરપકડ કરી લીધી. અને સફળ કેસ સોલ્વ કરી સૂજ્મસીંગ અને ટીમે ઉપરીને વિગતો જણાવી અને ખુબ ભારે હર્દયે સમિન્દર કૌરને એમનાં પતિને જીવતા નહિं લાવી શક્યાનો ખેદ વ્યક્ત કર્યો .

ઘરમાં દાખલ થતાં મધરને અને કિનલને મળી રાહતની લાગણી અનુભવતો થોડી વાર આંખ મીંચી સોફા પર બેસી રહ્યો .


મનીષા જોબન દેસાઈ