Karma no kaydo - 18 books and stories free download online pdf in Gujarati

કર્મનો કાયદો ભાગ - 18

કર્મનો કાયદો

શ્રી સંજય ઠાકર

૧૮

કર્મ જ સાચી પુજા

જ્યાં સુધી કર્મ ઠીક નહીં થાય ત્યાં સુધી ભાગ્ય ઠીક નહીં થાય તેવો સંદેશ ભગવાન શ્રીકૃષ્ણે વારંવાર આપ્યો છે. પોતાના ચરિત્રથી પણ વારંવાર તે ઉપદેશને ફેલાવવાની કોશિશ કરી છે. છતાં શ્રીકૃષ્ણને માનનારા લોકો પણ તે વાતને સમજી નથી શક્યા.

‘શ્રીમદ્‌ ભાગવત’ના દશમસ્કંધના ૨૪મા અધ્યાયની કથા છે. નંદ વગેરે ગોવાળો અનેક પ્રકારની પૂજાસામગ્રીઓ લઈને ઇન્દ્રનો યજ્ઞ કરવા તૈયાર થયા. તેમને જોઈને નાનકડા શ્રીકૃષ્ણ પ્રશ્ન કરે છે : “તમે લોકો આ શું કરી રહ્યા છો ?”

જવાબમાં નંદ કહે છે : “બેટા ! આપણે ગોપાલક અને વૈશ્ય છીએ. ખેતીવાડી અને પશુપાલન આપણો મુખ્ય વ્યવસાય છે. જો મેઘ ન હોય તો વરસાદ ન થાય અને વરસાદ ન થાય તો ખેતી કે પશુપાલન પણ ન થાય. જેથી અમે મેઘોના અધિપતિ ઇન્દ્રની આ યજ્ઞસામગ્રીની પૂજા કરવા જઈ રહ્યા છીએ.”

જવાબ સાંભળીને શ્રીકૃષ્ણ કહે છે : “પિતાજી ! મેઘોનું રચાવું અને મેઘો દ્વારા વર્ષા થવી એ તો પ્રકૃતિના રજોગુણનું કાર્ય છે. જેમ સ્ત્રીપુરુષમાં રજોગુણની પ્રેરણાથી ઉત્પન્ન થયેલા કામ વડે સંતતિ થાય છે. તેમ રજોગુણથી પ્રેરાઈને જ વાદળો રચાય છે અનએ મેઘવૃષ્ટિ થાય છે અને તેનાથી સૌનો જીવનનિર્વાહ થાય છે. પરંતુ તેમાં ઇન્દ્રને કશી લેવા કે દેવા નથી, પછી આ ઇન્દ્રની પૂજા શા માટે ?”

નાનકડા શ્રીકૃષ્ણનો આ જવાબ સાંભળીને સૌ દંગ રહી જાય છે અને કોઈ અન્ય જવાબ ન મળતાં નંદ કહે છે : “આ પૂજા તો પરંપરાથી થતી આવી છે, માટે આપણે કરવી જોઈએ.” તેનો પ્રત્યુત્તર આપતાં શ્રીકૃષ્ણ કહે છે : “જો પૂજા જ કરવી હોય તો પ્રત્યક્ષ કર્મોની કરો. આપણાં પશુઓ જેમના આશ્રયે ચરે છે તેવા પ્રત્યક્ષ દેવ આ ગિરિરાજની પૂજા કરી જોઈએ, તેમ જ જે આપણા નિર્વાહનું મુખ્ય માધ્ય છે તેવી ગાયોની પૂજા કરવી જોઈએ, કારણ કે પ્રત્યક્ષ દેવને છોડીને પરોક્ષ દેવની પૂજા કરવી એ તો આંખે દેખાતો ઇલાજ છોડીને કાલ્પનિક ઇલાજ કરવા જેવી વાત છે.”

કથા છે કે શ્રીકૃષ્ણના ઉત્તર સામે નિરુત્તર બનેલા સહુ ગોવાળો ઇન્દ્રયજ્ઞ માટે એકઠી કરેલી સામગ્રીથી જ ગોવર્ધનની પૂજા કરે છે. ગાયો, બ્રાહ્મણો અને કૂતરાથી લઈને ચાંડાલ સુધીનાં તમામને તે પૂજાનો પ્રસાદ વહેંચે છે. ઇન્દ્ર તેની પૂજા બંધ થવાથી નારાજ થાય છે અને અતિ મેઘવૃષ્ટિ કરી ગોકુલનો નાશ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે ગોવર્ધનને જ ઢાલ બનાવીને શ્રીકૃષ્ણ ટચલી આંગળીએ ગોવર્ધન તોળીને લાગલગાટ સાત દિવસ સુધી ઊભા રહે છે અને તમામ ગાયો અને ગોવાળોના રખેવાળ બને છે. અંતે ઇન્દ્રનો મદ ઊતરતાં તે શરણે થાય છે અને ઇન્દ્ર સ્વયં શ્રીકૃષ્ણને ગાયોના ઇન્દ્રપદે અભિષેક કરી તેમની પૂજા કરે છે.

ગોવર્ધનલીલાની આ કથાનો સાર ખૂબ જ મહત્ત્વનો છે તેમ જ આ કથા દરમિયાન શ્રીકૃષ્ણ કર્મસંબંધી જે વાત કરે છે તે પણ ખૂબ જ મનનીય છે. શ્રીકૃષ્ણની આ વાતમાં કર્મમાર્ગનું મહાન રહસ્ય છુપાયેલું છે. શ્રીકૃષ્ણ કહે છે :

ઙ્ગેંૠક્રષ્ટદ્ય્ક્રક્ર પક્રસ્ર્ભશ્વ પર્ભિંળ્ઃ ઙ્ગેંૠક્રષ્ટદ્ય્ક્રહ્મ બ્ૐટ્ટસ્ર્ભશ્વ ત્ન

ગળ્ધ્ ઘ્ળ્ઃધ્ ઼ક્રસ્ર્ધ્ દ્રક્રશ્વૠક્રધ્ ઙ્ગેંૠક્રષ્ટદ્ય્ક્રહ્મક્રબ઼્ક્રઙ્મભશ્વ ત્નત્ન

ત્ત્બ્જીભ નશ્વઘ્ટ્ટઈથ્ઃ ઙ્ગેંબ્ભૅ દ્મેંૐસ્તસ્ર્ર્સ્ર્ઙ્ગિેંંૠક્રષ્ટદ્ય્ક્રક્રૠક્રૅ ત્ન

ઙ્ગેંભક્રષ્ટથ્ધ્ ઼ક્રપભશ્વ ગક્રશ્વશ્ચબ્ ઌ જઙ્ગેંભળ્ષ્ટઃ ત઼્ક્રળ્ન્કદ્ય ગઃ ત્નત્ન

બ્ઙ્ગેંબ્ૠક્રર્ઘ્ત્શ્વિંદ્ય્ક્રશ્વદ્ય ઼ક્રઠ્ઠભક્રઌક્રધ્ જીજીઙ્ગેંૠક્રક્રષ્ટઌળ્ન્કભઌક્રૠક્રૅ ત્ન

ત્ત્ઌટ્ટઽક્રશ્વઌક્રર્સ્ર્બિંક્ર ઙ્ગેંભળ્ષ્ટ જી઼ક્રક્રબ્બ્દ્યભધ્ ઌઢ્ઢદ્ય્ક્રક્રૠક્રૅ ત્નત્ન

જી઼ક્રક્રભડ્ડક્રશ્વ બ્દ્ય પઌઃ જી઼ક્રક્રૠક્રઌળ્ભષ્ટભશ્વ ત્ન

જી઼ક્રક્રજીબબ્ૠક્રઘ્ધ્ ગષ્ટ ગઘ્શ્વક્રગળ્થ્ૠક્રક્રઌળ્ૠક્રૅ ત્નત્ન

ઘ્શ્વદ્યક્રઌળ્હૃનક્રનક્રટપર્ભિંળ્ઃ ત્ક્રતસ્ર્ક્રશ્વઅગઢ્ઢપબ્ભ ઙ્ગેંૠક્રષ્ટદ્ય્ક્રક્ર ત્ન

ઽક્રશ્ક્રળ્ન્કૠક્રશ્ક્રૠક્રળ્ઘ્ક્રગટ્ટઌઃ ઙ્ગેંૠક્રહ્મષ્ટ ટક્રળ્ન્થ્ટ્ટઈથ્ઃ ત્નત્ન

ભજીૠક્રક્રભૅ ગૠઠ્ઠપસ્ર્શ્વભૅ ઙ્ગેંૠક્રષ્ટ જી઼ક્રક્રજીબઃ જીઙ્ગેંૠક્રષ્ટઙ્ગેંઢ્ઢભૅ ત્ન

ત્ત્ટપગક્ર સ્ર્શ્વઌ ખ્ક્રભશ્વષ્ટભ ભઘ્શ્વક્રજીસ્ર્ બ્દ્ય ઘ્હ્મભૠક્રૅ ત્નત્ન

ઊંક્રટ્ટૠક્રઘ્ૅ ઼ક્રક્રટક્રભ : જીઙ્ગેંધ્મ ૧૦, ત્ત્. ૨૪, વ્ૐક્રશ્વઙ્ગેં ૧૩-૧૮

શ્રીકૃષ્ણ કહે છે : “પ્રાણીમાત્રનો જન્મ તેના કર્મથી થાય છે અને તે સુખ, દુઃખ, ભય કે ક્ષેમકુશળતા પણ કર્મથી જ પામે છે. જો કર્મનું ફળ આપનારો કોઈ ઈશ્વર છે તેમ માનવામાં આવે તોપણ તે ઈશ્વર તે કર્મકર્તાને કર્મ મુજબ જ ફળ આપે છે. અન્ય રીતે નહીં. પ્રકૃતિથી ઉત્પન્ન થનાર પ્રાણીમાત્ર પોતપોતાની પ્રકૃતિના સ્વભાવ પ્રમાણે કર્મ કરે છે, કારણ કે પ્રકૃતિએ જે સ્વભાવતંત્રની રચના કરી છે તેને અનુસરવા દેવો, દાનવો કે માનવો તમામ બંધાયેલા છે, તો પછી ઇન્દ્રની પૂજા શા માટે ? મનુષ્ય તેનાં કર્મ પ્રમાણે જ જન્મ પામે છે, કર્માનુસાર જ મૃત્યુ પામે છે અને કર્મથી જ શત્રુ, મિત્ર કે ઉદાસીન બને છે, તેથી પોતપોતાના સ્વભાવ મુજબના સ્વકર્મની જ યથાયોગ્ય પૂજા થવી જોઈએ, કારણ કે આખરે ભાગ્ય પણ કર્મને જ અનુસરે છે.”

શ્રીકૃષ્ણની આ ‘ભજીૠક્રક્રભૅ ગૠઠ્ઠપસ્ર્શ્વભૅ ઙ્ગેંૠક્રષ્ટ જી઼ક્રક્રજીસ્ર્ક્રઃ જીઙ્ગેંૠક્રષ્ટઙ્ગેંઢ્ઢભ’ એ મહાન ઉદ્‌ઘોષણામાં બે વાત સામે આવે છે : એક તો સ્વભાવસ્થ અને બીજી સ્વકર્મકૃત, સ્વભાવ પ્રકૃતિનો આપેલો છે, જેથી બદલી શકાય તેમ નથી. સિંહને ખડ ખાઈને જીવવાનો ઉપદેશ આપવો વ્યર્થ છે. કદાચ સિંહ એ ઉપદેશને સ્વીકારી લે તોપણ તેનું ભલું નહીં થાય, કારણ કે પ્રકૃતિએ તેને ખ (ઘાસ) ખાઈને જીવવાનો સ્વભાવ નથી આપ્યો. સિંહ જંગલમાં રહીને શિકાર કરે અને પોતાના કરેલા શિકારથી પોતાનું પેટ ભરે એ જ પ્રકૃતિએ તેને આપેલો સ્વભાવ છે.

મેં સાંભળ્યું છે કે એક સર્કસ કંપની પાસે બે સિંહ હતા, જેમની પાસે તે સર્કસના શોમાં જુદાજુદા ખેલ કરાવતા હતા. સિંહોના ખેલથી લોકો પ્રભાવિત થતા અને સર્કસવાળાને સારી એવી આવક થતી, જેથી સર્કસવાળા સિંહોને તેમના પાંજરામાં રાખીને તેમને ભાવતું ભરપેટ માંસ ખાવા આપતા. પરંતુ તેમ કરવામાં તેમનો શિકાર કરવાનો મૂળ સ્વભાવ દબાઈ ચૂક્યો હતો. એવામાં સરકારે પ્રાણીઓ પાસે સર્કસમાં જુદાજુદા શો કરાવવા ઉપર પ્રતિબંધાત્મક કાયદો લાદ્યો. જેથી તે સિંહો સર્કસવાળાના કામ માટે બેકાર બન્યા. સર્કસવાળા નવા કાયદાના કારણે ન તેમની પાસેથી કામ લઈ શકતા હતા કે ન તો કામ વગર તેમને ભરપેટ ભોજન આપવું તેમના માટે શક્ય હતું.

આખરે સર્કસવાળાએ વિચાર્યું કે આ બંને સિંહોને જંગલમાં છોડી મૂડકવા. સર્કસ કંપની બંને સિંહોડને જંગલના ગાઢ વિસ્તારમાં છોડી આવી. પરંતુ બે દિવસ પછી સર્કસ ડકંપનીને જંગલમાં અવારનવાર જતા આદિવાસીઓ દ્વારા તે બંને સિંહોના મોતના સમાચાર મળ્યા. તેમ જ તેમનું મોત પણ કમનસીબ હતું. જંગલના જંગલી કૂતરાઓ તે બંને સિંહોનો શિકાર કરી તેમને ખાઈ ગયા હતા. શિકાર વગર પાંજરે પુરાઈને ખાવાની આદતે તે બંને સિંહોના મૂળ સ્વભાવમાં એવી નિર્બળતા ભરી દીધી હતી કે જે કૂતરાઓ સિંહની ત્રાડ સાંભળીને માઇલો દૂર ભાગી જતા તે કૂતરાઓએ જ તેમનો શિકાર કર્યો હતો.

સ્વભાવથી વિપરીત થયેલાં કર્મો સ્વભાવ તો છોડાવીડ શકતાં નથી, પરંતુ સ્વભાવને નિર્બળ જરૂર બનાવી જાય ે. નિર્બળ થયેલો સ્વભાવ પોતાની મૂળ પ્રાકૃતિક તાકાત ખોઈ બેસે છે, જેથી વ્યક્તિએ પોતાના સ્વભાવથી વિપરીત કર્મો ન કરવાં જોઈએ.

બીજી વાત શ્રીકૃષ્ણ કહે છે : જીઙ્ગેંૠક્રષ્ટઙ્ગેંઢ્ઢભૅ, એટલે કે જે પોતાનાથી થઈ શકે છે તેવાં કર્મો. જે કર્મો પોતાના સ્વભાવને અનુકૂળ હોય, પોતાની ક્ષમતા અને શ્રદ્ધાને અનુકૂળ હોય તેવાં કર્મો. બીજા શબ્દોમાં કહીએ તો જે કર્મો પોતાના સ્વભાવને પ્રત્યક્ષ થતાં હોય તેવાં કર્મો.

‘પ્રત્યક્ષ’ શબ્દ બે શબ્દોથી બનેલો શબ્દ છે. જેમાં પ્રતિ + અક્ષ એમ બે શબ્દોનો સમાવેશ થાય છે. જે પોતાની નજર સમક્ષ હોય તેને પ્રત્યક્ષ કહેવાય છે. વ્રજના ગોવાળોને ગોવર્ધન હરહંમેશ પ્રત્યક્ષ હતો. ગોવર્ધનની પાસમાં તેઓ રમતા, ગાયો ચરાવતા અને જીવનનિર્વાહનાં વિવિધ ફળફૂલ પણ મેળવતા. ગોવર્ધન સાથે તેમના ‘સ્વભાવસ્થ’ અને ‘સ્વકર્મકૃત્‌’ એમ બંને કર્મો જોડાયેલાં હોવા છતાં પૂજા તેઓ અહંકારરૂપી ઇન્દ્રની કરતા હતા, જેમ આજે પણ લોકો ભગવાનને ભૂલીને માત્ર પ્રતિમાઓ જ પૂજે છે, દેશને ભૂલીને નેતાઓનું જ સન્માન થાય છે, જીવતાં માતા-પિતાને તરછોડીને મરેલાંને શ્રાદ્ધ અપાય છે, સાચા માનવીને અવગણીને કલ્પનાની કથાઓ પર આંસુ સરાય છે.

ગોવર્ધનલીલાના નામે શ્રીકૃષ્ણે પ્રત્યક્ષ કર્મની સમ્યક્‌ પૂજા કરવાનો ઉપદેશ કરી સુંદર માર્ગ બતાવ્યો છે. ‘ભાગવત’કારે શ્રીકૃષ્ણના આ ચરિત્રથી અદ્‌ભુત સંદેશ આપ્યો છે, પણ કમનસીબી છે કે મોટા ભાગના ‘ભાગવત’ કથાકારો પણ ગોવર્ધનલીલાની કથામાં ડિંગ-ડિંગ કરીને પૂજા-આરતીઓ કરાવવા સિવાય બીજું કાંઈ કરતા નથી, પરિણામે કર્મમાર્ગનાં ગોપનીય રહસ્યોની કથાઓ પણ છંટકારાના સ્નાનથી વિશેષ થતી નથી.

શ્રીકૃષ્ણે ઇન્દ્રરૂપી અભિમાનની પૂજા છોડીને ગોવર્ધનરૂપી પ્રત્યક્ષ કર્મની - સમ્યક્‌ કર્મની પૂજાનો ઉપદેશ આપ્યો છે અને તે સાથે જ એક મહાન રહસ્ય પણ છતું કર્યું છે.

જ્યારે અભિમાનરૂપી ઇન્દ્રના મેઘો તાંડવ કરીને મુશળધાર વર્ષા વરસાવવા લાગ્યા ત્યારે શ્રીકૃષ્ણે ગોવર્ધન પર્વતને ઉપાડીને પોતાની ટચલી આંગળી ઉપર તોળી લીધો અને તમામ વ્રજવાસીઓને કહ્યું : ‘સ્ર્બક્રશ્વબ્ઽક્ર બ્ટક્રબ્થ્ટક્રભષ્ટૠક્રૅ ગટક્રક્રશ્વમઌક્ર’, અર્થાત્‌ તમારા બાળ-પરિવાર અને તમારી ગાયો સાથે તમે લોકો આ પર્વત નીચે આવી બેસો.

નવાઈની વાત છે કે જ્યારે મેઘો ભયંકર વર્ષા કરે અને તેના પાણીથી ચારે બાજુ જળપ્રલય થતાં ક્યાંય જમીન ન દેખાતી હોય ત્યારે કોઈને પર્વતના ખાડામાં આશ્રય લેવા કેમ કહી શકાય ? કારણ કે પાણીનો તો સ્વભાવ જ છે કે તે પોતાની સપાટી જાળવી રાખે છે, તેથી પાણી ખાડા તરફ પહેલું જાય છે. જો વ્રજમાં બધે જ પ્રલયની જેમ જળ વ્યાપી ચૂક્યાં હોય, તો ગોવર્ધનના ખાડામાં તે પાણી પહેલાં પહોંચવાં જોઈએ. તે હિસાબથી વ્રજવાસીઓની સુરક્ષા ગોવર્ધન ઉપર ચડાવીને ત્યાં તેમને વરસાદ ન લાગે તેટલા પૂરતી જ વ્યવસ્થા કરવાની જરૂર હતી. વળી જે શ્રીકૃષ્ણ સમગ્ર ગોવર્ધનને ટચલી આંગળીએ તોળીને સાત દિવસ સુધી અખંડ ઊભા રહેતા હોય તેમણે પર્વતની ટોચ ઉપર વરસાદ ન લાગે તેવી વ્યવસ્થા કરવી થોડી સહેલી પણ હતી.

પરંતુ શ્રીકૃષ્ણ એ સંદેશ આપવા માગે છે કે પ્રત્યક્ષ રહેલાં સ્વભાવસ્થ અને સ્વકર્મકૃત્‌ કર્મો ગોવર્ધનની જેમ ગમે તેટલાં વિશાળકાય દેખાતાં હોય તોપણ તે ટચલી આંગળીએ તોળાઈ શકે છે અને સાત દિવસ, એટલે જીવનની સાત અવસ્થાઓ, જેમાં શિશુ, બાલ, પૌંગડ, કિશોર, યુવા, પ્રૌઢ અને વૃદ્ધાવસ્થા સુધીની અવધિને પાર કરી શકે છે. તે ગોવર્ધનની નીચે આશ્રય લેવાવાળાને અભિમાનના કારણે પેદા થતા શંકા-કુશંકારૂપી અંતરપ્રલય કરનારાં પ્રલયકારી જળ ન તો ભીંજવી શકશે કે ન તો કોઈ નુકસાન પહોંચાડી શકશે.

શ્રીકૃષ્ણની આ વિચારધારા પ્રમાણે પ્રત્યેક વ્યક્તિએ પોતપોતાનું કર્મ સમ્યક્‌પણે પૂજ્યભાવથી કરવું જોઈએ. ખેડૂતે પોતાની ખેતીથી જ પૃથ્વીની પૂજા કરવી જોઈએ. લોભ-લાલચથી વધુ પાક લણી લેવા પૃથ્વીને બગાડનારાં ખાતરો અને કેમિકલનો ઉપયોગ ન કરે અને પોતાના ખેતીકામમાં સહાયક ગાય, બળદ, વાહનો અને ભાગિયા સુધીના દરેકને પોતાનાં જ અંગ ગણે તો તે ખેડૂતે તેનું કર્મ યોગ્યપણે કર્યું છે તેમ કહી શકાય.

એક વેપારી તેના ગ્રાહકમાં દેવ જોઈને વેપાર કરે, પૈસાના લોભથી ગ્રાહકને નુકસાન પહોંચાડતી ભેળસેળ ન કરે અને વાજબી વળતર મેળવે તો વેપારીએ પોતાના કર્મની સમ્યક્‌ પૂજા કરી છે તેમ કહેવાય.

એક નોકરિયાત કે વ્યાવસાયિક વ્યક્તિ પોતાને સોંપવામાં આવેલી જવાબદારીને પ્રામાણિકતાપૂર્વક નિભાવે અને લોભ, લાલચ કે ભયથી ફરજચ્યુત ન થાય તો તેણે પોતાના કર્મની સમ્યક્‌ પૂજા કરી છે તેમ કહેવાય.

એક રાજનેતા પોતાની સેવાથી પ્રજાનું હિત સાધે અને પોતાનાં રાગ-દ્વેષ, અહંકાર અને લોભ-લાલચને ખાતર પ્રજાના હિતનો સોદો ન કરે તો રાજનેતાએ તેના કર્મની સમ્યક્‌ પૂજા કરી છે તેમ કહેવાય.

પરંતુ આજે મોટા ભાગના ખેડૂતો પાક લઈ લેવાની ગણતરીએ પૃથ્વીને બગાડનારાં અને પૃથ્વીનાં પોષક તત્ત્વોનું શોષણ કરનારાં કેમિકલ અને ખાતર વાપરે છે. પશુઓને ઓછો ચારો આપીને ઈન્જેકશનો મારી વધુ દૂધ લઈ લેવાની ભાવના રાખે છે. વેપારીઓ ઊંચો ભાવ લઈને જાહેરાતોની રોશનીમાં આંજી દીધેલા ગ્રાહકને હલકી વસ્તુ ઊંચા ભાવે વેચે છે અને મોટા ભાગની વસ્તુઓમાં દગો અને ભેળસેળ કરે છે.

નોકરિયાતો તેમના ટેબલ ઉપર આળસની ફાઈલો જમા કરે છે અને ટેબલ નીચેના વહીવટમાં વધુ રસ દાખવે છે. તે રીતે વ્યાવસાયિકો પણ પૈસાને જ મહત્ત્વ આપે છે. રાજનેતાઓ પ્રજામાં ઈશ્વરને બદલે જે નબળાઈઓ જુએ છે તેનો ગેરલાભ ઉઠાવીને સેવાના નામે મેવા ખાવાના પ્રયાસમાં લાગ્યા રહે છે. ધર્મગુરુઓ એશોઆરામ કરવા અને પોતાના ટાંટિયા પૂજાવવા ડરપોક પ્રજાને ધર્મના અવળા પાઠ પઢાવી રહ્યા છે.

આ બધું જ ધાર્મિક કહેવાતા ભારતદેશમાં બેફામપણે બની રહ્યું છે, કારણ કે કર્મની સમ્યક્‌ પૂજા થતી નથી, કર્મની યથાયોગ્ય પૂજા થતી નથી, કારણ કે કર્મ જ કર્મનું ફળ બનવાનું છે તેવી કોઈ સત્યપ્રતીતિ નથી. કર્મથી કર્મના ફળને જુદું જ જોવામાં આવે છે તે કારણે જ આ પાપો ફેલાઈ રહ્યાં છે.

મહારાષ્ટ્રના પંઢરપુરમાં આવેલા વિઠોબાના પ્રસિદ્ધ મંદિરમાં ભગવાન વિઠોબાની મૂર્તિ બંને કમર ઉપર હાથ રાખીને એક ઈંટ ઉપર કોઈની રાહમાં ઊભી હોય તેવી છે. આ મૂર્તિ પાછળની એક કથા એવી છે કે પુંડલિક નામનો ભગવાનનો એક ભક્ત ખૂબ જ ગરીબ હતો, છતાં તેનાં મા-બાપની સેવામાં ખૂબ કર્તવ્યનિષ્ઠ હતો.

ગરીબ લોકોના કોઈ સગા નથી હોતા, તેમ પુંડલિકને પણ કોઈનો સહારો ન હતો. પુંડલિકની માતા ખૂબ જ બીમાર પડી ત્યારે તેની સેવામાં લાગેલા પુંડલિકને મદદ કરવા ખુદ ભગવાન ગયા. ઝરમર વરસાદ વરસી રહ્યો હતો અને પુંડલિક તે સમયે તેની માતાની પગચંપી કરી રહ્યો હતો. ભગવાનને આવેલા જોયા, પણ સેવામાં વિક્ષેપ ન થાય તે માટે પુંડલિકે ભગવાનને વરસાદના પાણીથી તેના ગંદા થયેલ ઘરમાં ઊભા રહેવા એક ઈંટ આપી અને થોડી વાર રાહ જોવા કહ્યું.

માતાની સેવાથી નિવૃત્ત થયા બાદ પુંડલિક જ્યારે ભગવાનની માફી માગવા લાગ્યો ત્યારે ભગવાને કહ્યું : “મને સુવર્ણસિંહાસનો ઉપર બેસવાની જેટલી મજા નથી આવી તેટલી મજા આજે આ ઈંટ ઉપર ઊભા રહીને તારી રાહ જોવામાં આવી છે.” આ ઘટના પછી ભગવાનને પંઢરપુરના મંદિરમાં ઈંટ ઉપર ઊભા રહીને ભક્તની રાહ જોતા હોય એવા સ્વરૂપે સ્થાપિત કરવામાં આવ્યા. મંદિરની મૂર્તિ પાછળની કથા ખૂબ મહત્ત્વપૂર્ણ છે. ભગવાન કહે છે કે હું માનવીના પ્રત્યક્ષ રહેલા કર્તવ્યથી જેવો પૂજાઉં છું તેવો અન્ય કોઈ રીતે નથી પૂજાતો. વ્યક્તિનું કર્તવ્ય જ મારી ખરી પૂજા છે. શ્રીકૃષ્ણના મતે ઈશ્વરની ખરી પૂજા મંદિરોમાં નહીં, પણ પોતાનાં કર્તવ્ય-કર્મોમાં સમાયેલી છે. ‘ગીતા’ના સમાપનસમયે સમગ્ર ‘ગીતા’ જ્ઞાનનો નિચોડ આપતાં શ્રીકૃષ્ણ કહે છે : અર્જુન ! જેનાથી આ જગત ઉત્પન્ન થયું છે અને જે આ સઘળા જગતમાં વ્યાપી રહ્યા છે તે પરમાત્માને પોતાના સ્વકર્મથી પૂજીને જ માનવ સિદ્ધિને પ્રાપ્ત થાય છે.

સ્ર્ભઃ ત્ઢ્ઢબ્ડ્ડક્ર઼ક્રઠ્ઠષ્ટભક્રઌક્રધ્ સ્ર્શ્વઌ ગષ્ટબ્ૠક્રઘ્ધ્ ભભૠક્રૅ ત્ન

જીઙ્ગેંૠક્રષ્ટદ્ય્ક્રક્ર ભૠક્ર઼સ્ર્હૃસ્ર્ષ્ટ બ્ગઉંર બ્ર્ઘ્બ્ભિં ૠક્રક્રઌઃ ત્નત્ન ટક્રટ્ટભક્ર : ૧૮-૪૬

***