America ma Kagda hoy books and stories free download online pdf in Gujarati

અમેરીકા માં કાગડા હોય...???

હમણાં હું એક ચોપડી વાંચી રહ્યો હતો કે ત્યાં મારો મિત્ર આવ્યો અને આવતાવેત કહે, "યાર... તુ લખવાનું છોડી દે... " મને થોડું..., ના થોડું નંઈ વધારે આશ્ચર્ય થયું. માન્યું કે મારા લેખો ને વાચક મળતા નથી, મારે વાચકો શોધવા પડે છે. અને મારા લેખો ના વાચક થવાનું સદભાગ્ય હું મારા મિત્રો ને આપું છું. કેટલાક આ સદભાગ્ય ન પામવાબહાનું કાઢે કે ચશ્માં ભૂલી ગયો છું તો હું જાતે વાંચી સંભળાવુ ! ને ક્યારેય તો મિત્રતા ના સમ પણ આપવા પડે છે. ભલે હું સારૂ ન લખતો હોઉ ! (નોંધ:આવુ મારુ માનવુ નથી!) પણ પ્રયત્ન નાછોડી દેવાય . વાઘ ના બચ્ચાં ને શિકાર કરતા ન આવડે તો એના માં-બાપ એને એમ નથી કહેતા કે તુ શિકાર છોડી દે...! અે પણ પ્રયત્ન કર્યાં પછી જ શીખે ડાયરેક્ટ શિકાર કરતાં ન આવડી જાય. એટલે મે પૂછ્યું : "શું બોલે છે આ તુ ? " "એ જ કે તુ લખવાનું છોડી દે " "પણ કેમ ? " "કેમ ? તને નથી ખબર આપણા વડાપ્રધાને 'સ્વચ્છતા અભિયાન' શરૂ કર્યું છે! અને એક ભારતીય નાગરિક તરીકે મારી ફરજ છે કે 'કચરો' ન થવા દેવો! "

શ્રી નરેન્દ્ર મોદી ના આ અભિયાન થી ઘણાં પ્રભાવિત થયા છે તો કેટલાક નવરા કુમારો કહે છે કે, "શું કચરા જેવુ અભિયાન છે! " ( ન. મો. એ ભલભલા ને ઝાડું પકડાવી દિધા ને લાઈન મા ઉભા કરી દીધા! ) સ્વચ્છતા અભિયાન ના લીધે પ્રતિષ્ઠિત ને લોકપ્રિય વ્યક્તિ ઓ સાવરણી ઓ લઇ ને રસ્તા પર આવી ગયા છે. નેતા ઓ સાવરણી ઓ ઝુંટવી ને પ્રચાર કરતા થઈ ગયા છે. ટૂંકમાં બધા કચરો વાળવા માં બીઝી થઇ ગયા છે. લોકો રસ્તા પર કચરો નાખી જાય છે ને નેતા-અભિનેતા વાળી નાખે છે ને લોકો ર્ગવભેર કહે છે કે, "ફલાણા નેતા એ મે નાખેલો કચરો વાળ્યો! " અને સફાઈકર્મચારી ઓ ને રજા નો આનંદ મળ્યો છે. મારો પાડોશી ગમનલાલ તો કહે છે કે,"સફાઈકર્મચારી ઓનું કામ આપણે કરીએ છીએ તે આપણ ને એમનો પગાર મળશે ? " સ્વચ્છતા અભિયાન તો ગાંધીજી એ ક્યારનું આરંભેલુ પણ લોકો ને ખબર હમણાં પડી. ગાંધીજી શૌચક્રિયા માટે જતા ત્યારે પાવડો લઇ ને જતા ને ખાડો ખોદીને ક્રિયા કરીને ઉપર માટી વાળી દેતાં સફાઈ ની સફાઈ ને કસરત ની કસરત!

કાગડા ઓ પણ સફાઈકર્મચારી છે. અને હા, આવી મોંઘવારીમાં તમને તમારા ઘરે મહેમાન ન જોયતા હોય તો ઘર ની આગળ-પાછળ ,આજુ બાજુ કચરો ના કરો કેમકે જ્યાં કચરો હશે ત્યાં કાગડા ને કાગડો હશે ત્યાં મહેમાન! તો તમને મહેમાન ન પોસાય તો સ્વચ્છતા કરો. મારૂ માનવું છે કે સૌથી વધુ કાગડા (મચ્છર પણ ) ભારત માં છે. (નોંધ:અહી કાગડા ની ઉપમા કાગડા ને જ અપાઈ છે.) કેમકે સૌથી વધુ કચરો અંહી જ છે! અને આથી મને સવાલ થાય છે કે અમેરીકા માં કાગડા હશે ? જો કે એ જોવા મારે અમેરીકા નો ધક્કો ખાવો પડે પણ કાગડો જોવા જાઉં તો મૂર્ખા મા ગણાઉં ને લોકો કહે કે ભારત મા કાગડા નથી તે અમેરીકા નો ધક્કો ખાધો...! અમેરીકા મા કાગડા હોય તો એ ફૉરૅનર્ કહેવાય...! ને ત્યાં ના ધોળિયા લોકો ની જેમ ત્યાં કાગડા એ ધોળિયા હશે? ને ત્યાં ના કાગડા કાકા.... કાકા... કા... કા... ની જગ્યાએ અંકલ અંકલ કરતા હશે? અમેરિકન કાગડાઓ ત્યાં નવરા હશે કેમકે ત્યાં રસ્તા પર કચરો જ નથી જોવા નથી મળતો! એટલે અમેરીકા થી કચરો, કચરા વાળા રસ્તા જોવા અંહી આવે છે ને ફોટા પાડી ને લઈ જાય છે. એટલા માટે કે લોકો વિશ્વાસ કરે કે આ ઈન્ડિયા ફરી આવ્યો કચરા વાળા રસ્તા જોઈને ખાતરી થાય કે આ ઈન્ડિયા...! આપણે વિશ્વ ને ઉદાહરણ આપીઅે છીએ,સમજાવી એ છીએ કે રસ્તા ઉપર કચરો કરો તો આવી હાલત થાય! કચરા ના કારણે વધુ બિમારો અંહી ઉપજતા હશે ને આપણા દેશ માં ડૉક્ટરો વધુમાં વધુ કમાતા હશે....! (આ વાત જાણી કેટલાક ડૉક્ટરો મોદી ને વોટ નંઈ આપે) અમેરીકા માં ધૂળ-ઢેફા,ડાળી-પાંદડા, પથ્થર-કાંકરા જેવો જ કચરો રસ્તા ઉપર જોવા મળે ને આવી વસ્તુ ને ત્યાં કચરો ગણવામાં આવે છે ભારત મા નઈ એ આપણી સભ્યતા.

ભારત ના કાગડા દુબળા પાતળા છે અને અમેરિકાના કાગડા આળસુ હોવાથી ચરબી ના થર વાળા -જાડા હશે ! એટલે ત્યાં ના કાગડા ઓ ને ઉડવા માં તકલીફ થતી હશે ને વધારે વજન ના લીધે બહુ નીચે ઉડતા હશે. ને કામ વગર બેસી રહેવાના કારણે શરીરમાં ગ્લુકોઝ જામી જવાથી એમને ડાયાબિટીસ હશે.ને ત્યા ના કાગડા ડાયટિન્ગ કરતા હશે? હમણાં એક મિત્ર એ મને સવાલ પૂછ્યો કે, " અંહી નો કાગડો અમેરીકા જઈ આવે તો એને N. R. I. કહેવાય ?

કાગડા બધા ને કાકા.. કા... કા.... કરી ને સંબોધે છે આથી જણાઈ આવે છે કે એ ઘણા સંસ્કારી ને વિવેકી છે. આપણા કરતાં કાગડા વધુ સંસ્કારી કહેવાય ! પણ આપણે ક્યાં કાગડા પ્રત્યે ક્યાં વિવેકી છીએ? આપણા કરતા કાગડા વધુ સારા છે - સફાઈ માં પણ..!

આપણે તો દિવાળી એ ઘર સાફ કરીએ છીએ પણ કાગડાભાઈ ને તો રોજ દિવાળી હોય છે. કોઈ ને તમે કાગડો કહો તો એ ગુસ્સે થશે કારણ કે આપણે કાગડા નથી એટલે જ સફાઈ કરતા નથી. અને સફાઈ તો ભૂંડ પણ નથી રાખતા તો શું આપણે ભૂંડ છીએ? આપણા કરતા કાગડા ઘણા સારા છે એના હું તમને દાખલા આપુ છું. શિયાળે કાગડા ની પૂરી પડાવી લીધેલી પણ કાગડો બાઝવા ગયેલો? શિયાળ પર કેસ કરેલો? કાગડા ના માળા મા કોયલ ઈંડા મુકી જાય છે. તો કાગડા એ કદી કોયલ પાસે પૈસા માંગ્યા? કાગડો કોયલ ના ઈંડા ફેંકી દે છે? અનાથ આશ્રમ મા મૂકી આવે છે? અરે એ તો આપણે કહીએ છીએ કે કોયલ કાગડા ની નાત ને મૂરખ બનાવી જાય છે પણ કોઈ ઈન્ટરવ્યુ લેવા ગયુ છે કે આપણે કહી શકીએ કે કાગડા મૂરખ છે. કાગડા એટલા મૂરખ નથી કે એમને ખબર ન પડે કે વધારા નુ ઈંડુ આવ્યુ ક્યાં થી આવ્યું ક્યાં થી? કાગડા ઓ ને બધી જાણ હોય છે પણ એ કદાચ લાગણીશીલ હોય છે. ને કાગડો આટલો ગુણશાળી છે એટલે ન્યાય ના દેવ, શનિ દેવ નુ વાહન છે.

મારો આ લેખ વાંચી અેક મિત્ર બોલેલો : " શું કાગડા ને ફૅર એન્ડ લવલી ની જાહેરાત માં લીધા જેવી વાત કરે છે.