કોફી હાઉસ , પાર્ટ-૩૮

કોફી હાઉસ પાર્ટ – 3૮વિષય – લવ સ્ટોરી

રૂપેશ ગોકાણી

(આપણે આગળના ભાગમાં જોયુ કે શ્યામા માન્યતાને આગળનુ બધુ દુઃખ ભૂલી ડાન્સ તરફ તેના મનને વાળવાની સલાહ આપે છે જ્યારે માન્યતા આ વાતની ચોખ્ખી ના કહી દે છે. પ્રેય ધ્વનીને મોડી રાત્રે ફોન કરીને બધી વાત કહે છે. ધ્વની પણ ગુસ્સે થઇ જાય છે અને પ્રેય પર તૂટી પડે છે. બીજે દિવસે શ્યામા જીદ્દ કરીને માન્યતાને કોફીહાઉસ આવવા મનાવે છે. અને બન્ને નીકળે છે.... હવે વાંચીએ આગળ....)

“પ્રવીણ નથી આવ્યો આજે?” મહેતાભાઇએ આવતાવેંત જ માલાકાકાને પુછ્યુ. “લાગે છે બહુ મોડા સુતા હશે. હું ઉપર જોવા ગયો હતો પણ ઘસઘસાટ ઊંઘમાં હતા તે મે ઉઠાડ્યા નહી. તમારે કાંઇ કામ છે તો જાંઉ અને જગાડુ તેમને.?” “અરે નહી નહી, ભલે સુતા એ. આમ પણ તેની તો ઘણી એવી રાત્રી છે જે આમથી તેમ પડખા બદલવામાં જાય છે. કાલે તેઓ બધા ત્યાં મહોત્સવમાં પણ ગયા હતા અને મે સાંભળ્યુ કે મહોત્સવ ત્રણ વાગ્યા આસપાસ પુરો થયો હતો તે મોડા આવ્યા હશે. ભલે સુતા એ.” “ઠીક છે.” કહેતા માલાકાકા સફાઇ અને બીજા કામે વળગી ગયા. “વેલકમ.” અભિવાદન કરતા દરવાને શ્યામા અને માન્યતાને આવકાર્યા અને ચાંદીની ગુલાબદાની વડે તેના પર ગુલાબજળ છાંટ્યુ. “વાઉ.... સો નાઇસ,” શ્યામા ગુલાબજળના સ્પર્શથી પ્રફુલ્લીત થઇ ઉઠી પણ માન્યતા તો હજુ ક્યાંક ભૂતકાળમાં જ ખોવાયેલી ગુમસુમ હતી.

“ઓ મેડમજી, ક્યાં ખોવાઇ ગયા છો? ચાલો અંદર.” શ્યામાએ ટકોર કરી તે માન્યતાએ અંદર આવવા માટે તેનો જમણો કદમ ઉપાડ્યો કે સજાવટ માટે રાખેલી ફુલની છાબ કોફીહાઉસની અંદર પડી અને ફુલ બધા અંદર વેરાઇ પડ્યા., એ જોઇ માલાકાકા દોડતા ત્યાં આવી ગયા. “આઇ એમ સોરી કાકા, લાવો હું એકઠા કરી આપુ. તમે નાહક હેરાન ન થાઓ.” માન્યતા નીચે બેસી ફુલ ઉપાડતા કહ્યુ. “બેટા તમારે હેરાન થવાની જરૂર નથી. ભૂલ મારી જ હતી કે અહી વચ્ચે મે છાબ રાખી દીધી. તમે અંદર જાઓ. આરામથી તમે અંદર જાઓ.” માન્યતા અંદરની સજાવટ જોઇને દંગ રહી ગઇ. આખુ કોફીહાઉસ ખાલી હતુ પણ માન્યતા શ્યામાને લઇને લાસ્ટ કોર્નર ટેબલ પર બેઠી, જેથી પ્રવેશદ્વારથી શરૂ કરી આખા કોફીહાઉસની સજાવટને જોઇ શકે. “રીઅલી વેલ ડેકોરેટેડ યાર. આઇ એમ સરપ્રાઇઝ્ડ. ઝીણી ઝીણી વાતોનો ખ્યાલ રાખ્યો છે કોફીહાઉસને સજાવવામાં. જાણે નેચરલ વાતાવરણમાં આવી ચુક્યા તેવો ભાસ થાય છે.” ટેબલ પર પડેલા ખુશ્બુદાર દેશી ગુલાબના ફુલના બકેટને સુંઘતા માન્યતા બોલી ઉઠી. “યા, એટલે જ તને અહી લઇને આવી કે તારો મુડ સુધરી જાય,અને યાર અહીની કોફી અને સ્નેક્સનો ટેસ્ટ તો તુ માણ એકવખત પછી મને કહેજે.” “તને ખબર જ છે, કોફી મે એ જ દિવસથી છોડી દીધી હતી જ્યારે.....” માન્યતાએ તેના શબ્દોને તેના કંઠમાં જ દબાવી દીધા. “ઓહ, કમ ઓન યાર, હવે વધુ ઉદાસ થવાનુ નથી. જસ્ટ ચીલ યાર.” “વ્હોટ વીલ યુ પ્રીફર મેડમ?” સુઘડ યુનિફોર્મ અને મીઠી બોલી સાથે વેઇટર ઓર્ડર માટે આવી ગયો. “ટુ કપ્સ ઓફ કોફી એન્ડ ટુ પ્લેટ્સ ચીઝ સેન્ડવીચ પ્લીઝ.” “શ્યોર મેડમ, જસ્ટ વેઇટ ફાઇવ મીનીટ પ્લીઝ.” કહેતો વેઇટર ત્યાંથી નીકળી ગયો. “આજે તો તારે કોફી પીવી જ પડશે. તારી એક વાત સાંભળવામાં નહી આવે.” શ્યામા બનાવટી ગુસ્સા સાથે માન્યતા પર વરસી પડી. અચાનક જ વચ્ચે રહેલો ફુવારો ચાલુ થતા સુખડના અત્તરની ખુશ્બુ વાતાવરણમાં મહેકી ઉઠી. “વાઉ યાર, રીઅલી ગ્રેટ. એક વખત આ કોફીહાઉસના માલીકને મળીને તેને ધન્યવાદ જરૂર કહેવા પડશે. ગ્રાહકોની પસંદ વિષે બહુ બારીકાઇથી ધ્યાન રાખ્યુ છે.

“હાસ્તો એ અહી જ હશે. અને હા યાર, અહીના માલિકનો શું અવાજ છે? એટલુ સુમધુર ગાય છે કે બસ તેને સાંભળતા જ રહીએ. રીઅલી મે એક જ વખત તેમને સાંભળ્યા છે પણ તેની ગાયકીની ફેન બની ગઇ છું.” “આટલી બધી ખાસિયત છે ત્યારે એક વખત તો તેને મળવુ પડશે.”

“મેડમ હીઅર ઇઝ યોર ઓર્ડર. એન્જોય યોર બ્રેકફાસ્ટ.” વેઇટરે ઓર્ડર સર્વ કરતા કહ્યુ. “થેન્ક્સ...... ઓ હેલ્લો...” “યસ મેડમ.” “તમારા કોફીહાઉસના માલિક ક્યાં છે? અમારે તેમને મળવુ છે.” “સોરી ટુ સે મેડમ, પણ એ આજે હજુ સુધી આવ્યા નથી. તેમા બન્યુ એમ કે ગઇ કાલે કલા મહોત્સવમાં હતા તે બહુ મોડા આવ્યા હતા તે હજુ આરામ કરે છે. કાંઇ જરૂરી કામ હોય તો તેમને જગાવું, તે અહી ઉપર જ રહે છે.” “અરે નહી નહી. તેમને આરામ કરવા દ્યો. અમે તેમને પછી મળી લઇશું.” “ઓ.કે. મેડમ.” “ઓહ માય ગોડ, બાર વાગી ગયા. સમયનું કાંઇ ભાન જ ન રહ્યુ. ચલો જલ્દી રેડ્ડી થઇ નીચે કોફીહાઉસમાં તો જાંઉ.” પ્રેયની ઊંઘ ઉડતા જ તે ઉત્તાવળો થતો તૈયાર થવા લાગ્યો. “યમ્મી ટેસ્ટ યાર. આટલો મસ્ત ટેસ્ટ કોફીનો મે ક્યારેય માણ્યો નથી. ગ્રેટ યાર. માની ગઇ તને.” માન્યતાએ કોફીનો પહેલો ઘુંટ પીતા જ કહ્યુ.

“એટલે જ હું તને કહેતી હતી કે અહીની કોફીનો સ્વાદ જ કાંઇક અલગ છે પણ મેડમ માને તો ને?”

“હાસ્તો યાર, કોફી તો બહુ સારી એવી હોટેલ્સમાં પીધી છે, ફાઇવ સ્ટાર, સેવન સ્ટાર હોટેલ્સમાં પણ આવો સ્વાદ આવ્યો નથી. મારી પાસે શબ્દો નથી શ્યામા, શું કહું હું???” માન્યતાએ કહ્યુ. “હાશ...... માન્યતાનો મુડ તો સારો થયો, નહી તો આજે આખો દિવસતે પોતાના ભૂતકાળને વાગોળતી દુઃખી જ રહેત. થેન્ક ગોડ, થેન્ક્સ અ લોટ.” મનોમન વિચારતી શ્યામા માન્યતાના મુખ પર છવાયેલી ખુશીને એકીટશે નિહાળી રહી.

“વ્હોટ હેપ્પન્ડ યાર? કોફી ગરમ થઇ જશે, પીવાનુ સ્ટાર્ટૅ તો કર.” કહેતા માન્યતા હસી પડી. “હમ્મ્મ ઓ.કે.” બન્નેએ બ્રેકફાસ્ટ કરી લીધા બાદ થોડી વાતો કર્યા બાદ નીકળવા લાગી, પણ હજુ સુધી પ્રેય આવ્યો ન હતો. “અંકલ, વેરી નાઇસ ટેસ્ટ. આઇ એન્જોય્ડ અ લોટ. વેરી વેરી નાઇસ પ્લેસ.” માન્યતાએ વખાણ કરતા કહ્યુ. “યા બટ અંકલ અહીના માલિક આજે હજુ સુધી આવ્યા નહી આજે??? અમારે તેના મુખે ગીત સાંભળવુ હતુ. તે દિવસે તેમણે ગીત ગાઇને અમને બધાને તેના ફેન બનાવી દીધા હતા.” “બેટા, સાયદ ગઇકાલનો વધારે જ થાક હશે તે અત્યાર સુધી નહી આવ્યા, નહી તો દસ વાગ્યે આવી જ જાય. એક કામ કરું તેમને બોલાવી લાઉ ઉપરથી, તમે અહી જ રાહ જુવો.” મહેતાભાઇએ કહ્યુ. “નહી અંકલ, અમે હજુ અમે અહી જ રહેવાના છીએ અને બ્રેકફાસ્ટ માટે અહી જ આવવાના છીએ, તો પછી તેમને મળી લઇશું. તમે તેમને આરામ કરવા દ્યો.” માન્યતાએ કહ્યુ અને બન્નેએ ત્યાંથી જવા માટે પગ ઉપાડ્યા અને આ બાજુ પ્રેય તૈયાર થઇને હરદાસકાકા સાથે વાત કરતા નીચે આવવા તરફ પોતાના પગ ઉપાડ્યા.

“નીચે આવી તેણે જોયુ કે બે લેડી કોફીહાઉસના મેઇન એન્ટ્રન્સ સામે ઉભી હતી. તેની નજર ત્યાં જ અટકી ગઇ. પલભરમાં જ આવેલી ગાડીમાં બન્ને બેસી ગઇ અને ત્યાંથી નીકળી ગઇ. “કાકા, જય શ્રી કૃષ્ણ.” એ બન્ને લેડીના વિચારને એકબાજુ મૂકી તેણે મહેતાભાઇને કહ્યુ પણ મહેતાભાઇ ફોન પર વાત કરી રહ્યા હતા. “જય શ્રી કૃષ્ણ બેટા. તારી ઉંમર બહુ લાંબી છે, હજુ એકાદ બે મિનિટ પહેલા બે લેડી આવી હતી તે તારા વિષે પુછતી હતી, હું તને જગાવવા પણ આવતો હતો પણ તેણે મને આગ્રહવશ આવવા ન દીધો. તારી ગાયકીના બહુ વખાણ કરી રહી હતી તે બન્ને લેડીઝ.”

“ઓહ નો. હમણા તો તે એન્ટૃન્સ પાસે ઉભી હતી તે?” “બેટા એ મને ખ્યાલ નથી પણ તેમાની એક લેડીએ સફેદ અને બીજી એ ગુલાબી કપડા પહેર્યા હતા.”

“યસ એ બન્ને જ હતી. અરે કાકા તો મને બોલાવાય ને? એ તો ના કહે પણ તમારે મને બોલાવવો હતો ને? શું તમે પણ?” કહેતો તે બહારની તરફ ભાગ્યો ત્યાં દરવાજા પર જ હરદાસભાઇ અને ઓઝાસાહેબે તેને રોકી લીધો.

To be continued……

***

Rate & Review

Geeta Chauhan

Geeta Chauhan 4 months ago

leena kakkad

leena kakkad 4 months ago

Daksha

Daksha 5 months ago

parash dhulia

parash dhulia 6 months ago

Aadat

Aadat 1 year ago